Translate

Search This Blog

Monday, August 8, 2016

શિવ સ્વયં સદ્દગુરુ છે, ત્રિભુવનગુરુ છે

શિવ સ્વયં સદ્દગુરુ છે, ત્રિભુવનગુરુ છે


  • ભગવાન શંકરના પાંચ મસ્તકોમાંથી એક મસ્તકનું નામ નિવૃત્તિ છે. એ નિવૃત્તિનાથ છે. એમની કૃપા થઈ જાય તો માણસનું બધું જ છૂટવા લાગે છે
  • શિવ વિશ્વની ઔષધિ છે. વૈદનાથ આપણા વૈદ છે. વેદોના નાથ છે. 
  • વૈદનાથ ભગવાન આપણા બધા જ ઇલાજ કરનારા દેવતા છે. 
  • જીવનમાં કોઇ વૈદ જોઇએ. અને વૈદ કોણ છે?


સદ્દગુરુ બૈદ બચન બિસ્વાસા.
સંજમ યહ ન બિષય કૈ આસા.
તુમ્હ ત્રિભુવન ગુર બેદ બખાના.
આન જીવ પાંવર કા જાના.


  • ‘માનસે’ સદ્દગુરુને વૈદના રૂપમાં પ્રસ્તુત કર્યા છે. તો, શિવ વૈદ છે,
  • આપણે સદ્દગુરુને ખૂબ જ માનીએ છીઅે, પરંતુ સદ્દગુરુનું કંઇ જ નથી માનતા!
  • ‘રામચરિત માનસ’ તો એક પ્રકારનો ગુરુગ્રંથ છે. 
  • સાધકને પ્રગલ્ભ બનાવવા, સાધકને પરિપક્વ બનવવા એ સદ્દગુરુનું કર્તવ્ય છે.
  • તમારા ઇષ્ટ કરતાં પણ ગુરુને વધારે માનો. અથવા તો ગુરુને જ ઇષ્ટ માનો. 
  • એક વાત યાદ રાખજો કે કપટી ચહેરો બદલી શકે છે, પરંતુ વાણી, વિચાર અને વર્તન નથી બદલી શકતાં. જેમને કોઇ સિદ્ધિ પ્રાપ્ત થઇ જાય અને વેશપલટો કરી દે તો એ ચહેરો બદલી શકે છે, પરંતુ વિચાર નથી બદલી શકતો. વિચાર બદલવાની તાકાત સિદ્ધિઓમાં નથી. વિચાર બદલવાની તાકાત ગુરુકૃપામાં છે.
  • ભક્તિ તો અનેક પ્રકારની છે, નવધા ભક્તિ, ચૌદ ભક્તિ, શ્રવણાદિ ભક્તિ. 
  • ગોસ્વામીજી કહે છે, ગુરુપદ પંકજ સેવા. ગુરુના ચરણની સેવા કરવી એ ત્રીજી ભક્તિ છે. 
  • ‘દૂસરિ રતિ મમ કથા પ્રસંગા.’ કથા સાંભળો એ બીજી ઔષધિ છે, પરંતુ રતિ સાથે સાંભળો તો. કામના સૌમાં હોય છે, પરંતુ જેમણે સદ્દગુરુ મેળવી લીધા છે એમની કામનાને દિશા મળી જાય છે. 
  • ત્રીજી ભક્તિ ગુરુસેવા, પરંતુ અભિમાન છોડીને કરવી. અભિમાન કુપથ્ય છે. 
  • શિષ્યને લાગે છે કે મારા ગુરુ મહાન છે. ગુરુને આપણે ક્યારેય તુચ્છ ન સમજીએ. ગુરુની કૃપાથી આપણે ઉપર ઊઠી જઇએ છીએ. તમારી પ્રતિષ્ઠાથી ગુરુને ક્યારેય તમે હલકા નથી કરી શકતા, તમારા પૈસાથી ગુરુને ક્યારેય તોલી નથી શકતા. તમારી ઇજ્જત અને કીર્તિથી ગુરુને ક્યારેય તમે ઝુકાવી નથી શકતા. કશાથી પણ તમે ગુરુને ખરીદી નથી શકતા, કારણ કે ગુરુનું પલ્લું ભારે છે.
  • ચોથી ભક્તિ પ્રભુના ગુણગાન કરવા, પરંતુ કુપથ્ય બતાવાયું છે કે કપટ રાખશો તો ઔષધિ કામ નહીં કરે! કપટ છોડીને ગુણગાન કરવા. 
  • પરમાત્માના નામનો મંત્રજાપ એ પાંચમી ભક્તિ છે, પરંતુ કુપથ્યથી સાવધાન કરાય છે કે અવિશ્વાસ રાખીને જપશો તો કંઇ નહીં મળે. દૃઢ વિશ્વાસ સાથે જપવું. 
  • છઠ્ઠી ભક્તિ નિવૃત્તિ તરફ લઇ જાય છે. ભગવાન શંકરના પાંચ મસ્તકમાં એક મસ્તકનું નામ નિવૃત્તિ છે. નિવૃત્તિનાથની કૃપા થઇ જાય તો માણસનું બધું જ છૂટવા લાગે છે, પરંતુ સાથે કહ્યું કે, સજ્જનો જેવું વર્તન રાખવું. 
  • સાતમી ભક્તિ, મારાથી પણ સંતને વિશેષ સમજવા, ઇષ્ટથી પણ સાધુને મહાન સમજવા. વૈદનાથ સદ્દગુરુ છે. શિવ સ્વયં સદ્દગુરુ છે. એટલા માટે કોઇ પણ બુદ્ધપુરુષ સ્વયં શિવ છે. વૈદનાથનો એક અર્થ છે, વૈદોના નાથ. તો એવા શિવ ત્રિભુવનગુરુ છે. 

(સંકલન : નીિતન વડગામા)

Read full article at Sunday Bhaskar.



No comments:

Post a Comment