પંડિત વિજયશંકર મહેતા
- ભાગ્ય હોય તો વાંચવા મળે ભાગવત
શ્રીમદ્ભાગવતનો ગ્રંથ વૈષ્ણવોનું પરમ ધન, પુરાણોનું તિલક, જ્ઞાનીઓનું ચિંતન, સંતોનું મનન, ભક્તોનું વંદન અને ભારતનો ધબકાર છે. આ મહાપુરાણમાં જ્યારે કોઇ પ્રવેશ કરે છે ત્યારે તેનું ભાગ્ય ચરમ ઉપર હોય છે.કોઈનું સૌભાગ્ય સર્વોચ્ચ શિખર પર હોય છે ત્યારે તેને શ્રીમદ્ભાગવત પુરાણને કહેવા, સાંભળવા અને વાંચવા મળે છે. આ ગ્રંથમાં એવી તાકાત છે, જેને સાંભળવા માત્રથી મતભેદ અને મનભેદ, બંને દૂર થાય છે. આ એવું સાહિત્ય છે, જેમાં ભગવાને જણાવ્યું છે કે હું કોણ છું અને તું કોણ છે. આ સાહિત્ય માટે કહેવાય છે કે સ્વાદુ-સ્વાદુ પદે-પદે. એટલે તેને આ રૂપમાં યાદ કરવામાં આવ્યા છે. ભાગવત મહાપુરાણ એ શાસ્ત્ર છે, જેમાં ગઈ કાલની સ્મૄતિ, આજનું વિશ્લેષણ અને ભવિષ્યની યોજના છે. તો એવા મહાપુરાણમાં, એવા મહાગ્રંથમાં આપણે આજથી પ્રવેશ કરી રહ્યા છીએ. આપણી ભીતર અંતર્મનમાં જે રહસ્યના કોયડાઓ છે, તેને ધીમે ધીમે ઉકેલી આપનાર આ મહાન ગ્રંથ જે રુપમાં લખાયો છે, તેમાં ભગવાને સ્વયં પ્રવેશ કર્યો છે. વર્ષોથી ભાગવત ગ્રંથ વંચાતો આવ્યો છે.
ભાગવતમાં પ્રવેશ કરતા પહેલાં એક નાનકડી કથા જોવા જેવી છે.
એક મહાત્મા પોતાની કુટિરમાં બેસી ધ્યાનમાં બેસતા ત્યારે એક બિલાડી તેમને હેરાન કરતી. મહાત્મા હિંસા નહોતા કરતા એટલે તેમણે બિલાડીને એક થાંભલા સાથે બાંધી દેવાનું શરૂ કર્યું. શિષ્યો અને લોકોએ જોયું કે મહાત્માજી ધ્યાન લગાવે છે ત્યારે બિલાડી થાંભલે બાંધેલી હોય છે. થોડા દિવસ પછી મહાત્માજીનું અવસાન થયું. લોકોએ ધારી લીધું કે સિધ્ધિ મહાત્મામાં નહીં પણ બિલાડીમાં હશે. અને લોકો હવે થાંભલે બાંધેલી બિલાડી અને થાંભલાને પૂજવા લાગ્યા. સમયાંતરે બિલાડી મરી ગઈ એટલે લોકોએ થાંભલાની પૂજા કરવાનું ચાલું રાખ્યું.
આ કથા મારી અને તમારી દાર્શનિક કથા છે. આ કથા કહે છે કે થાંભલાને પૂજવાનો અર્થ છે કે સુક્ષ્મને છોડી બાહ્ય સ્થૂળ વસ્તુ પર આવી અટકી જવું. ભીતરની સમૄધ્ધિ છોડી બહાર નીકળી આવવું. મૂળને છોડીને બાહ્ય પાંદડાં અને ડાળીઓ પર અટકી પડવું. ભાગવત સાથે પણ આવું જ થયું છે. આપણે તેને વાંચતાં વાંચતાં એ ભૂલી ગયા છીએ કે આ ગ્રંથ શા માટે લખાયો હતો. તેને માત્ર ઔપચારિકતા, પરંપરા અને મોક્ષનું સાધન માત્ર બનાવી દેવાયો છે. ભાગવત સ્વર્ગનું લાઇસન્સ આપતો ગ્રંથ નથી, એથી પણ વિશેષ છે. આ ખુદનો મૂળથી પરિચય કરાવતો ગ્રંથ છે.
- ભાગવત ભગવાનનું જ સ્વરૂપ
ભગવાને ભાગવતની પંક્તિએ પંક્તિએ એવો રસ ભર્યો છે કે તેઓ પોતે લખે છે, પિબત ભગવતં રસામાલયં મુહુરવો રસિકા ભુવિ ભાવુકાઃ. આપણી અંદર જે રહસ્ય ભરેલું છે, તેને ઉજાગર કરવા માટે ભાગવત એક અધ્યાત્મ દીપ છે. જેમ આપણે ભોજન કરીએ છીએ અને આપણને સંતુષ્ટિ મળે છે, પુષ્ટિ મળે છે અને ભૂખ ભાગે છે, એ જ રીતે મનને સદ્વિચારો અને પ્રભું નામનું ભોજન ન મળતાં તે વિચલિત થઈ જાય છે. ભગવાન મનનું ભોજન છે. એ રૂપે આપણે તેને ગ્રહણ કરીશું. આવો, ભગવતમાં પ્રવેશ કરતી વખતે કેટલીક બાબતોની સ્પષ્ટતા કરી લઈએ. આપણે જે રૂપમાં આ સદ્સાહિત્યને વાંચતા જઈશું, તેના આપણા ત્રણ આધાર છે. સંતો અને મહાત્માઓનું કહેવું છે અને સંશોધન પરથી પણ ખ્યાલા આવ્યો છે, પહેલી વાત, ભગવાને પોતાનું સ્વરૂપ ભાગવતમાં રાખ્યું છે તો ભાગવત ભગવાનનું રૂપ છે. બીજી વાત, એમાં ગ્રંથોનો સાર છે અને ત્રીજી વાત, એ આપણા જીવનનો વ્ય્વહાર છે. પહેલી વાત ભાગવત ભગવાનનું સ્વરૂપ છે. ભાગવતના બાર સ્કંધમાં પહેલો અને બીજો અધ્યાય ભગવાનનાં ચરણ છે, ત્રીજો અને ચોથો સ્કંધ ભગવાનની જાંઘ છે. પાંચમો સ્કંધ ભગવાનની નાભિ છે. છઠ્ઠો સ્કંધ છાતી, સાત અને આઠ હાથ, નવમો કંઠ, દસમો મુખ, અગિયારમો લલાટ અને બારમો સ્કંધ માથું છે. કેટલાક વિદ્વાનો દસમાને બ્રહ્મરંધ, અગિયારમાને મન અને બારમા સ્કંધને આત્મા ગણતા હોય છે.
- ભાગવત વાંચતાં ભગવાન મળે
ભગવાનનું વાડઃમય સ્વરૂપ ભાગવતના સ્કંધોમાં વહેંચાયેલું છે.ટૂંકમાં ભગવાન ભાગવતમાં વસેલા છે. એટલે ભાગવત વાંચતાં વાંચતાં ભગવાન મળી જાય છે. ભાગવતનો બીજો એક અર્થ છે કે - ભાગ મત, ભાગીશ નહીં. આ જીંદગીથી ભાગીશ નહીં. આપણી આ જીંદગીમાં એવા કેટલાય સંજોગો અવે છે જ્યારે માણસ બહાર અથવા તો અંદર ભાગવા માંડે છે. ભાગવત કહે છે કે, ભાગીશ નહીં, ઊભો રહે, જો અને પછી ચાલ. ભાગવતનો બીજો એક અર્થ તેના અક્ષરોમાં સમાયેલો છે. ભાગવતના ચાર અક્ષર છે, ભ, ગ, વ, ત. તમે ભાગવતમાંથી પસાર થશો ત્યારે તમને અનુભવાશે, તેમાં લખ્યું છે, "ભ" થી ભક્તિ, "ગ" થી જ્ઞાન, "વ" થી વૈરાગ્ય અને "ત" થી ત્યાગ. બીજી વાત, ભાગવતનો એક અર્થ ગ્રંથોનોસાર છે. આપણે ત્યાં મુખ્ય ચાર ગ્રંથ છે અને ચારેય ગ્રંથો ભાગવતમાં આવી જાય છે. વેદવ્યાસજીની આ સુંદર રચના છે. આપણે છીએ કે મહાભારત આપણો એવો ગ્રંથ છે, જે રહેતાં શિખવે છે. ગીતા નામનો ગ્રંથ કર્મ કરતાં શીખવે છે. રામાયણ એવો ગ્રંથ છે જે જીવતાં શીખવે છે અને ભાગવત એવો ગ્રંથ છે જે મરતાં શીખવે છે અને આ ચારેય ગ્રંથ પોતાના દર્શન અને સંદેશ સાથે શ્રીમદ્ભાગવતમાં સમાયેલા છે. મહાભારત આપણને રહેતાં શીખવે છે, એનો અર્થ એવો છે કે તે "આર્ટ ઑફ લિવિંગ" શીખવે છે. કઈ રીતે રહેવું , જીવનની પરંપરા કઈ છે, કંઈ આચારસંહિતા છે, કયા સિદ્ધાંતો છે, સંબંધો કઈ રીતે ચાલે છે, આ બધું આપણને મહાભારત શીખવે છે.
- ભાગવત વાંચતાં ભગવાન મળે
ભારતીય સંસ્કૄતિના ચાર મુખ્યો ગ્રંથો ભાગવતમાં આવી જાય છે. ચાર ગ્રંથોમાંનું એક મહાભારત આપણને કઈ રીતે રહેવું તે શીખવે છે. મહાભારત આપણને એ પણ શીખવે છે કે જિંદગીમાં કેવી ભૂલ થાય છે અને તેનાથી કઈ રીતે કુરુક્ષેત્ર બની જાય છે. જિંદગીનું બીજું સાહિત્ય છે, ગીતા. ગીતા મહાભારતનો એક નાનકડો ભાગ છે. જે દિવસે ૧૮ દિવસનું યુધ્ધ થવાનું હતું, એ જ દિવસે અર્જુન પાણીમાં બેસી ગયો અને ત્યારે શ્રીકૄષ્ણે અર્જુનનને તેના કર્તવ્ય તરફ પ્રેરિત કરવા માટે ગીતાનો સંદેશ આપ્યો હતો. એ સંદેશ શ્રીમદ્ભાગવત ગીતાના નામે છે. ગીતા આપણને કર્મ કરવાનું એટલે કે આર્ટ ઑફ ડુંઈગ શીખવે છે. ભાગવત મહાપુરાણના બીજાથી આઠમા સ્કંધ સુધી આપણે ગીતા અનુસાર કઈ રીતે કર્મ કરવાનું છે, તે શીખીશું. રામાયણ આપણને જીવતાં શીખવે છે. ભગવતના નવમા સ્કંધમાં શ્રીરામ કથા આવે છે. રહેવા અને જીવવા વચ્ચે ઘણો મોટો ફરક છે. રહે તો પશુ પણ છે, પરંતુ તે જીવી નથી શકતાં. આ સંભાવના ભગવાને માત્ર મનુષ્યને આપી છે કે તું રહી પણ શકે છે અને ધારે તો જીવી પણ શકે છે. તેનું અંતિમ ચરણ છે ભાગવત, જે કહે છે કે કઈ રીતે મરવું? આ ગ્રંથનો મૂળ વિચાર છે, આર્ટ ઑફ ડાઈંગ. મરવું પણ એક કળા છે. જીવતા તો આખી દુનિયા શીખવે છે. મરતાં મરતાં માણસ એટલો થાકી જાય છે કે તે ભૂલી જાય છે કે મરવું પણ એક કળા છે. ભાગવતના દસમા અને અગિયારમા સ્કંધમાં ભગવાનની લીલા આવે છે. આ ચાર ગ્રંથ આ ભાગવતમાં સમાયેલા છે.
- ભાગવતમાં દામ્પત્યનાં સાત સૂત્રો
આપણે બધા ગૄહસ્થ લોકો છીએ, દામ્પત્યમાં રહીએ છીએ. ભાગવત કહે છે કે હું દામ્પત્યમાં આસાનીથી પ્રવેશ કરી લઉં છું.
આપણા દામ્પત્યનાં સાત સૂત્રો છે.
૧ સંયમ
૨ સંતુષ્ટિ
૩ સંતાન
૪ સંવેદનશીલતા
૫ સંકલ્પ
૬ સક્ષમ થવું
૭ સમર્પણ
આ સાત સૂત્રો વિના દામ્પત્ય પુરું થઈ શકે નહીં.
આ સાત સૂત્રોની મદદથી જ આપણે ભાગવતને યાદ કરીશું. આપણે જ્યારે મહાત્મ્ય, પ્રથમ સ્કંધ, બીજો સ્કંધ, ત્રીજા સ્કંધમા ૨૨ મા અધ્યાય સુધીની ચર્ચામાં દામ્પત્યના પહેલા સૂત્ર "સંયમ"ની વાત કરીશું.
ફરી એક વાર સ્મરણ કરી લઈએ કે મહાભારત રહેતાં, ગીતા કર્મ કરતાં, રામાયણ જીવતાં અને ભાગવત મરતાં શીખવે છે.
આપણે ત્યાં પરંપરા છે કે કોઈ ગ્રંથની ચર્ચા થાય, તેનું અનુષ્ઠાન થાય ત્યારે શરૂઆત ગ્રંથના મહાત્મ્યથી થાય છે. મહાત્મ્યનો અર્થ થાય, ગ્રંથમાં શું મહાન છે?, ગ્રંથનો શું સંદેશ છે? વ્યાસજીએ બ્રહ્માજીએ લખેલા ચાર વેદોનું સંપાદન કર્યું. પછી અઢાર મહાપુરાણ લખ્યા, જેમાં અઢારમું મહાપુરાણ ભાગવત છે. ત્યાર બાદ મહાભારત લખાયું, જેને પંચમ વેદ કહેવાંમાં આવે છે. કહેવાય છે કે મહાભારતમાં નથી તે સંસારમાં ક્યાંય નથી. મહાભારત લખ્યા પછી વ્યાસજી બેચેન બની ગયા, તેમનામાં નિરાશા વ્યાપી ગઈ.
- ભગવાનને જ કેન્દ્રમાં રાખો
મહાન ગ્રંથ મહાભારતનું સર્જન કર્યા પછી એક દિવસ વ્યાસજીની અંદર એક ઉદાસી છવાઈ ગઈ. વ્યાસજી બેચેન બેઠા હતા
ત્યારે નારદજી આવી પહોંચ્યા. તેમણે પૂછ્યું, વ્યાસજી, આટલું મોટું સર્જન કર્યા પછી, આટલી મહાન કૃતિ રચ્યા
પછી તમારા ચહેરા પર ઉદાસી કેમ છવાયેલી છે? તમે નિરાશ કેમ છૉ? સર્જન પછી તો વ્યક્તિ આનંદિત હોવો જોઈએ.
શું તમે થાકી ગયા છો?
વ્યાસજી એ જવાબ આપ્યો, મારો પણ આ જ પ્રશ્ન તમને છે. મેં મહાભારત જેવો મહાન ગ્રંથ લખ્યો, છતાંય હું થાકેલો કેમ છું? ઉદાસ અને બેચેન કેમ છું? નિરાશામાં કેમ ડૂબી ગયો છું? નારદજીએ ખૂબ સુંદર જવાબ આપ્યો. અને એ આપણને પણ કામ લાગે તેવો છે. નારદજીએ કહ્યું, વ્યાસજી આ તો થવાનું હતું જ. કારણ કે તમે જે કૃતિ લખી છે, તેના નાયક પાંડવ છે અને ખલ નાયક કૌરવ છે. તમે જે સર્જન કર્યું તેના કેન્દ્રમાં મનુષ્ય છે, વિવાદ છે, તેનાં ષડ્યંત્રો છે, રાજકારણ, યુધ્ધ, કલહ છે. તમે કોઈ એવું સાહિત્ય રચો જેના કેન્દ્રમાં ભગવાન હોય. અને આવી રચના પછી જ તમને શાંતિ મળશે. આપણા માટે અહીં સમજવાની વાત એ છે કે, જીંદગીની જે પ્રવૄતિમાં ભગવાન નહીં હોય તેવી પ્રવૄતિ આપણને અશાંતિ જ આપશે. અને આ નિશ્ચિત જ છે. હંમેશાં યાદ રાખો કે પરિઘ ઉપર ગમે તેટલો ઉપદ્રવ હોય, કેન્દ્રમાં તો ભગવાનને જ રાખો. કેન્દ્રમાં જો સંસાર રાખશો તો કષ્ટ ભોગવવું જ પડશે. ભાગવત કહે છે કે ભગવાનને કેન્દ્રમાં રાખીને જ ચાલો.
- ભાગવત સાંભળવાથી મળે શાંતિ
નારદજીએ વ્યાસજીને સમજાવ્યુંકે તમે એવા ગ્રંથનું સર્જન કરો, જેના કેન્દ્રમાં ભગવાન હોય. પછી વ્યાસજીએ ભાગવતની રચના કરી., જેના નાયક ખુદ ભગવાન શ્રી કૄષ્ણ છે. આ ગ્રંથ લખ્યા પછી વ્યાસજીને શાંતિ મળી. આમ, ભાગવતનો પાઠ અને અનુષ્ઠાન કરવામાં આવે છે ત્યારે તેને સાંભળવાથી મનુષ્યને શાંતિ મળે છે, જે વેદવ્યાસજીને મળી હતી. વ્યાસજીએ તો મહાભારત પણ લખ્યું હતું અને એ જ મહાભારતની ચર્ચા શરૂ થઈ ગઈ. લોકો કહેવા લાગ્યા મહાભારત ન વાંચવું જોઈએ, ઝઘડા શરુ થઈ જાય છે. આપણા ત્યાં વર્ષોથી એવી પરંપરા છે કે લોકો મહાભારતને ઘરમાં નથી રાખતા. આજે પણ ઘરમાં ઘણા બધા પુસ્તકો રાખવામાં આવે છે પણ મહાભારત રાખવામાં આવતું નથી. આપણે મહાભારત કરીએ છીએ પણ ઘરમાં રાખતા નથી. લોકો ઘરમાં રામાયણ રાખે છે પણ રામાયણ જેવું આચરણ કરતા નથી. ભાગવત વ્યાસજીની સુંદર કૄતિ છે. ભાગવત મહાત્મ્યનો શ્લોક છે. "સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્ત્યાદિહેતવે, તાપત્રવિનાશાય શ્રીકૄષ્ણાય વયં નમઃ". જે જગતની ઉત્પત્તિ અને વિનાશ માટે છે તથા જે ત્રણેય પ્રકારના તાપના નાશકર્તા છે, એવ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન કૄષ્ણને અમે બધા વંદન કરીએ છીએ. સત એટલે સત્ય, પરમાત્મા પ્રાપ્તિનો માર્ગ છે. ચિત એ છે જે સ્વયં પ્રકાશ છે. આનંદ એટલે આત્મબોધ. શ્રીમદ્ભાગવતની શરૂઆતમાં જ શ્રીકૄષ્ણને વંદન છે.
- આનંદ આપણી ભીતર રહેલો છે
શાસ્ત્રોમાં પરમાત્માનાં ત્રણ સ્વરૂપ ગણાવાયાં છે, સત, ચિત્ત અને આનંદ. સત પ્રગટપણે સર્વત્ર વ્યાપેલ છે. જડ વસ્તુઓમાં પણ સત અને ચિત્ત છે, પરંતુ આનંદ નથી. જીવમાં સત અને ચિત્ત પ્રગટે છે પણ આનંદ અપ્રગટ રહી જાય છે. અર્થાત્ અપ્રગટરૂપે વિરાજમાન તો છે જ. આમ આનંદ આપણામાં છે, છતાં પણ મનુષ્ય આનંદને બહાર શોધે છે. આનંદને જીંદગીમાં કઈ રીતે પ્રગટ કરીએ, એ જ ભાગવત આપણને શીખવે છે. તૈતરીય ઉપનિષદમાં આનંદના અનેક પ્રકાર વર્ણવાયા છે, પરંતુ તેમાંથી બે મુખ્ય છે, સાધનજન્ય આનંદ અને સ્વયંસિદ્ધ આનંદ. સાધનજન્ય આનંદ એટલે કે વિષયજન્ય આનંદ એવો છે કે સાધન કે વિષયનો નાશ થતાં આનંદ પણ નાશ પામે છે. યોગીઓ પાસે કોઈ સાધન કે વિષય નથી હોતો, છતાં તેઓ આનંદમાં રહે છે. તેના ઉપરથી સિદ્ધ થાય છે કે આનંદ આપણી ભીતર છે. જીવે જો આનંદીત રહેવું હોય તો સચ્ચિદાનંદનો આશ્રય લેવો પડશે. શાસ્ત્રો કહે છે કે, બધું છોડી દો, ભાગવત કહે છે કે મારા માટે કશું ન છોડો. શાસ્ત્રો કહે છે, કામ છોડો, ક્રોધ છોડો, પરંતુ મનુષ્ય આ બધું છોડી શકતો નથી. સંસારમાં ફસાયેલો જીવ ઉપનિષદોનું જ્ઞાન પચાવી નથી શકતો. ભોગી જો યોગી બની જાય તો રોગી બની જશે. તો પછી કામ, ક્રોધ, મોહ કઈ રીતે છોડવા? આમા માટે જ વ્યાસજીએ ભાગવતની રચના કરી છે.
- સત ભગવાનનું પહેલું સ્વરૂપ છે
ભાગવતનો પહેલો શ્લોક તેના મહાત્મ્યના આરંભ લખાયેલો "સચ્ચિદાનંદાયરુપાય વિશ્વોત્પત્યાય હેતવે આપત્રે વિનાશાય શ્રી કૄષ્ણાય વયં નમોઃ" છે.પ્રથમ શ્લોકનો પ્રથમ શબ્દ છે, સચ્ચિદાનંદાયરુપાય. ભાગવત શરુ જ થાય છે અને જાહેર કરે છે સત, ચિત્ત અને આનંદ. આ ત્રણેય ભગવાનનાં સ્વરુપ છે. ભગવાન સુધી પહોંચવાના ત્રણ માર્ગ છે, સત, ચિત્ત અને આનંદ. આ ત્રણેય રસ્તેથી તમે ભગવાન સુધી પહોંચી શકો છો. આપણને ભગવાનનું ખરું સ્વરુપ જોવાની ઈચ્છા થાય તો ભગવાન કોઈ ચતુર્ભુજ રૂપમાં પ્રગટ નહીં થાય. ભગવાનનું પહેલું રૂપ છે સત્ય. જે દિવસે આપણી જિંદગીમાં સત્ય આવવા લાગશે, સત્યમાં વધારો થવા લાગશે , ત્યારે સમજજો કે ભગવાન આપણી નજદીક છે.સત ભગવાનનું પહેલું સ્વરુપ છે. ચિત્તની વાત કરીએ તો ચિત્ત એટલે આપણી અંદરનો પ્રકાશ. આત્મપ્રબોધને પ્રાપ્ત કરો પછી આનંદ જુઓ. સત અને ચિત્ત તો બધામાં હોય છે, પરંતુ આપણામાં જે છે અને આપણે એને પ્રગટ કરવાનો છે, તે આનંદ છે. આનંદ આપણો મૂળભૂત સ્વભાવ છે. છતાંય તેને માટે પ્રયાસ કરવો પડે છે. સત, ચિત્ત અને આનંદના માધ્યમથી ભાગવતમાં પ્રવેશ કરાય. ભાગવત કહે છે કે મને પ્રાપ્ત કરવા માટે આપણે કશું ત્યાગવાની જરુર નથી. આ ભાગવતની મૌલિક જાહેરાત છે, અને એટલે જ આ ગ્રંથ મહાન છે. ભાગવત કહે છે કે, મારા માટે તું કશું છોડીશ નહીં, સંસાર છોડવાની જરુર નથી.
- ભાગશો નહીં, ભક્તિ કરો
ભાગવત કહે છે કે, તમારે કશું છોડવાની જરૂર નથી, સંસાર ત્યાગવાની જરૂર નથી. ભાગવત કહે છે કે ઘરબાર છોડવાથી, પહાડ ઉપર જવાથી, તીર્થ સ્થાનો ઉપર જવાથી, એકાન્તમાં ચાલ્યા જવાથી કશું થવાનું નથી. પ્રવૃત્તિ જો ભીતર હશે તો ભીતર રહો કે જંગલમાં રહો એક સરખું જ પરિણામ મળશે. ભાગવત કહે છે કે યોગીઓને જે આનંદ સમાધિમાં મળે છે તે જ આનંદ ગૄહસ્થોને ઘરમાં બેસીને ભાગવતમાંથી મળે છે. ભાગવત કહે છે કે, તમારાથી છૂટતું ન હોય તો કોઈ મોટું ભારે કામ કરવાની જરુર નથી. ઘરમાં રહો, સંસારમાં રહો એ કોઈ ખોટું નથી. આપણે સંસારમાં રહીએ તેનો વાંધો નથી પણ જ્યારે સંસાર આપણામાં ઘૂસી જાય છે તેનો વાંધો છે.સંસારમાં રહેવાનું અને આપણાં સંસાર રહે તેનો ફેર ભાગવત સમજાવે છે. સ્વર્ગમાં રહેવું કે નર્કમાં રહેવું તે આપણા જ હાથની વાત છે. ભાગવત શાસ્ત્રનું સર્જન કલીયુગના જીવોના ઉદ્ધાર માટે જ કરવામાં આવ્યું છે. ભાગવત આપણને ઘરમાં રહીને ભગવાનને પ્રસન્ન કરવાના તેમજ ભગવાનને પ્રાપ્ત કરવાના રસ્તા બતાવે છે. આ માટે આપણો દરેક વ્યવહાર ગોપીઓની જેમ ભક્તિમય બની જવો જોઈએ, ભાગશો નહીં પણ ભક્તિ કરો.
- ભાગવત ચીંધે નિષ્કામ ભક્તિ
ભાગવતમાં કહેવયું છે કે, ઘરમાં રહો, તમારા સ્વભાવમાં રહો અને સંસારમાં રહો, અને પછી પરમાત્માને પ્રાપ્ત કરો. ભાગવતનો મુખ્ય વિષય નિષ્કામ ભક્તિ છે. નિશ્કામ ભક્તિ એટલે તમે કાર્ય કરી રહ્યા છો છતાં પણ તમે નથી કરતા. કર્મ થઈ રહ્યું છે પણ તમે તેના કર્તા નથી એ જ નિષ્કામ ભક્તિ છે. નિષ્કામતા ત્યારે જ ઘટે છે જ્યારે તમારામાંથી "હું" ચાલ્યું જાય છે, કાર્યમાંથી કર્તા બોધ હટી જાય છે.
- શ્રી કૄષ્ણ પાપ - તાપનો નશ કરે છે.
માણસ જ્યારે સંન્યાસ લે છે ત્યારે બધું જ છૂટી જાય છે. જેમ આપણી દીકરીને કન્યાદાનના સમયે તેના ઉપરનો આપણો સર્વ અધિકાર છોડી દઈએ છીએ તેમ કર્મ કરતી વખતે પણ આવો જ ભાવ જાગશે ત્યારે જ નિષ્કામતામો જન્મ થશે. ભાગવતના પ્રથમ શ્લોકમાં શ્રી કૃષ્ણ ત્રણ પ્રકારના તાપનો વિનાશ કરનાર છે એવું કહેવાયું છે. તાપત્રય એટલે આધ્યાત્મિક, આદિદૈવિક અને આદિભૌતિક એવાં ત્રણ પ્રકારનાં દુઃખ. ભાગવતમાં પાપત્રેય વિનાશાય નથી લખ્યું પણ તાપત્રેય વિનાશાય લખ્યું છે. જો માણસ પશ્વાતાપ કરે તો આવેલું પાપ પણ નાશ પામે છે. પાપનું પરિણામ તાપ છે. પાપ પાછળ તાપ છોડીને જાય છે. ભાગવતના પ્રથમ શ્લોકમાં લખ્યું છે કે આધ્યાત્મિક, આદિદૈવિક અને આદિભૌતિક એવા ત્રણ પ્રકારનાં પાપોને નાશ કરનાર ભગવાન શ્રી કૄષ્ણની અમે વંદના કરીએ છીએ. શરીરથી, મનથી, પ્રેમથી વંદના કરવાથી પાપ સળગી જાય છે, નાશ પામે છે.
- કૄષ્ણ ગીત છે તો રાધા સંગીત છે
- ભગવાનનો કરંટ જ રાધાજી છે
- નિરંતર ઉદ્યોગ રિદ્ધિ-સિદ્ધિ અપાવે
ગણેશજીને જ્યારે વેદવ્યાસજીએ શ્રીમદ્ભાગવતના લહિયા બનવાની વિનંતી કરી ત્યારે ગણેશજીએ એક શરત મુકી કે તમે જ્યારથી બોલવાનું શરૂ કરો ત્યારથી વચ્ચે ક્યાંય અટકવાનું નહિ. અઢાર હજાર શ્લોક વગર અટક્યે કઈ રીતે બોલી શકાય? તોય વ્યાસજીએ કહ્યું કે, "મને તમારી શરત મંજુર છે". બીજી તરફ વ્યાસજીએ પણ શરત મુકી કે "હું તો વગર અટક્યે બોલીશ, પરંતુ તમારે વગર સમજ્યે એક પણ પંક્તિ લખવાની નહીં. ગણેશજીએ આ શરત સ્વીકારી અને લેખન કાર્ય શરૂ થયું. દરેક સો શ્લોકે વ્યાસજી એવો એકાદ કૂટ ગંભીર શ્લોક બોલે કે ગણેશજી તેનો અર્થ વિચારતા થઈ જાય. અને આ સમય દરમ્યાન વ્યાસજી બીજાં કાર્યો કરી બીજો આગળનો શ્લોક બોલતા. આમ લખનાર ગણેશજી અને લખાવનાર વ્યાસજી મહાન હતા ! આમ કરતાં કરતાં અઢાર હજાર શ્લોકનું સાહિત્ય- ભાગવત લખી નાખ્યું.
ગણપતિજીનું વાહન ઉંદર છે અને તેનો અર્થ ઉદ્યોગ થાય છે. તેથી જે ઉદ્યોગ પર બેસશે તેના માટે સિદ્ધિ તેની દાસી બની જાય છે. સતત નિરંતર ઉદ્યોગ કરતા રહેશો તો રિદ્ધિ-સિદ્ધિ દાસી બનીને રહેશે. એક ક્ષણ પણ પરમાત્માનું ચિંતન કર્યા વિનાની ન જવી જોઈએ. દરેક કાર્યનો શુભારંભ ગણેશજીની પૂજાથી કરવામાં આવે છે. ગણપતિજી વિઘ્નહર્તા છે અને તેમની પૂજાનો અર્થ છે જિતેન્દ્રીય બનવું.- શુકદેવજી શિવનો જ અવતાર હતા
- વ્યાસજી જ્યારે દીકરા પાછળ દોડ્યા
વાલ્મીકિ રામાયણ પછી શ્રીરામચરિત માનસ લખાયું. રામ કથાના વક્તા પણ શંકરજી હતા. મહાભારત પછી ભાગવત રચાઈ. વ્યાસજીના દીકરા શુકદેવજી ૧૬ વર્ષ સુધી માતાના ગર્ભમાં રહ્યા અને ત્યાં જ તેમણે પરમાત્માનું ધ્યાન ધર્યું. વ્યાસજીએ પૂછ્યું, "તું બહાર કેમ નથી આવતો?". શુકદેવજીએ જવાબ આપ્યો, "હું સંસારના ભયના કારણે બહાર નથી આવતો. મને માયાનો ડર લાગેછે." આથી શ્રી કૄષ્ણે તેમને આશ્વાસન આપ્યું કે મારી માયા તને નહીં લાગી શકે. ત્યારે શુકદેવજી ગર્ભમાંથી બહાર આવ્યા. જન્મ થતાં જ શુકદેવજી જંગલ તરફ જવા લાગ્યા. માતાએ પ્રાર્થના કરી કે મારો દીકરો નિર્વિકાર બ્રહ્મ રૂપ છે, પરંતુ તે મારાથી દૂર ન જાય, એટલે તેને રોકો. વ્યાસજીએ દીકરાને સમજાવ્યો. પછી પત્નીને કહ્યું કે જે આપણને અતિ પ્રિય લાગતું હોય, એ ઈશ્વરને અર્પણ કરવું જોઈએ. એ તો જગતનું કલ્યાણ કરવા જઈ રહ્યો છે. પરંતુ વ્યાસજી પણ વ્યથીત થઈ ગયા હતા. તેઓ જ્ઞાની હતા, છતાં જઈ રહેલા દીકરા પાછળ દોડ્યા અને કહેવા લાગ્યા કે, "દીકરા પાછો આવી જા, તને લગ્ન વગેરેનું દબાણ નહીં કરવામાં આવે, પરંતુ અમને છોડીને ન જા." શુકદેવજી વૄક્ષો દ્વારા ઉત્તર આપે છે, મુનીરાજ તમને દીકરાના વિયોગથી પીડા થઈ રહી છે, પરંતુ અમને તો જે પથ્થરો મારે છે તેને પણ અમે ફળ આપીએ છીએ. વૃક્ષોનાં પુત્રો તેનાં ફળ છે. તમે તમારા જગતના કલ્યાણ માટ મને જવા દો.
- વાસના જ પુનર્જન્મનું કારણ બને છે
બીજી બાજું વ્યાસજી એટલા દુઃખી હતા કે તેઓ કંઈ પણ સાંભળવા માગતા જ ન હતા. તેથી શુકદેવજીએ કહ્યું કે, આ જીવ તો અનેક વાર પુત્ર બન્યો છે અને અનેક વાર પિતા બન્યો છે. વાસના જ પુનર્જન્મનું કારણ બને છે. પિતાજી મા ના અને આપના અનેક જન્મ થયા છે. આ તો સારું કે પૂર્વ જન્મ યાદ નથી રહેતા. તમે નથી મારા પિતા કે નથી હું તમારો પુત્ર, આપના અને મારા સાચા પિતા તો શ્રી નારાયણ છે. જીવનો સાચો સંબંધ તો પરમાત્મા સાથે જ છે. મારી પાછળ ન પડો પણ ભગવાન પાછળ પડો. તમે તમારું જીવન પરમાત્મા માટે સમર્પિત કરો. મને જે આનંદ મળ્યો છે તે હું સંસારને આપવા જઈ રહ્યો છું. આટલું કહી શુકદેવજી નર્મદા તટે આવી પહોંચ્યા. તેમણે કહ્યું, "હું નર્મદાના તટે બેસું છું અને સામેના તટે તમે બિરાજો. પિતાજી, હવે તમે મારું ધ્યાન ન કરો, ધ્યાન તો પરમાત્માનું જ કરો."
શુકદેવજીને પ્રણામ કરી આ કથાનો શુભારંભ કરવામાં આવ્યો.
એક વાર નૈમિશારણ્યમાં શૌનકજીએ સૂતજીને કહ્યુંકે, "આજ સુધીમાં કથાઓ તો અનેક સાંભળી છે, હવે કથાનો સાર તત્વ સાંભળવાની ઈચ્છ છે. એવી કથા સંભળાવો કે મારી ભગવાન કૄષ્ણમાં ભક્તિ દ્રઢ થઈ જાય." અનેક ઋષિમુનિઓ ત્યાં ગંગા તટે બેઠા હતા. પરંતુ કથા કહેવા તૈયાર ન થયા. ત્યારે ભગવાને શુકદેવજીને પ્રેરણા આપી કે તમે ત્યાં જાવ. પૂર્વ જન્મોનાં પૂણ્ય કર્મોનો ઉદય થાય છે અને આ પવિત્ર કથાને વાંચવા - સાંભળવાનો યોગ બને છે. કલિયુગમાં પ્રાણીઓને કાલ રૂપી સર્પથી છુટકારો અપાવવા માટે શુકદેવજીએ આ ભાગવત કથા કહી હતી.
- ભાગવત વાંચનાર નિર્ભય થઇ જાય છે
જ્યારે પરીક્ષિતને શુકદેવજી કથા સંભળાવી રહ્યા હતા ત્યારે ભાગવતના શ્લોકને સાંભળી સ્વર્ગથી દેવતાઓ નીચે ઊતરી આવ્યા. દેવતાઓએ શુકદેવજીને કહ્યું કે, "આ શ્લોક ભૂતલની સંપત્તિ ન બની શકે. આટલા દિવ્ય શ્લોક અને તે પણ ભૂલોકમાં બોલવામાં આવે, આ તો દેવતાઓની સંપત્તિ છે. તેને સ્વર્ગમાં જવું જોઈએ. તેથી તમે આ શ્લોક અમને આપી દો." શુકદેવજી બોલ્યા, "હું તો વક્તા છું, યજમાન તો પરીક્ષિત છે. આપ પરીક્ષિતને પૂછી લો કે, જો તેઓ કથા આપતા હોય તો લઈ જાઓ." દેવતાઓએ પરીક્ષિતને પૂછતાં તેમણે જવાબ આપ્યો, "તમે આના બદલામાં મને શું આપશો?" દેવતાઓએ કહ્યું, "આ કથા, ભાગવતના શ્લોક અમને આપી દો, અમે તમને અમૄત આપીશું, તમને તો અમૄત જ જોઈએ ને ! સાત દિવસ બાદ આપને તક્ષક ડંખ મારવાનો અને તેનાથી તમારું મૄત્યુ થવાનું છે. અમે તમને સ્વર્ગનું અમૄત આપીએ છીએ, આપ અમૄત લઈ લો, કથા અમને આપી દો." શુકદેવજી હસવા લાગ્યા. પરીક્ષિતે ખૂબ સારો જવાબ આપ્યો, " અરે, દેવતાઓ ! તમે મને અમૃત તો આપી દેશો, અને બની શકે કે હું અમર પણ થઈ જાઉં પણ નિર્ભય નહીં થઈ શકું." ખૂબ જ મોટો તફાવત છે, અમર અને નિર્ભય થવામાં. "દેવતાઓ તમે તો દરરોજ ડરતા રહો છો, જ્યારે કોઈ દૈત્ય પાછળ પડી જાય તો ભાગતા રહો છો. તમે બધા અમર છો, પણ નિર્ભય નથી. આ ભાગવત જ મને નિર્ભય કરશે, મને અમર નથી થવું." એટલે જ જેઓ ભાગવત વાંચે છે તેઓ નિર્ભય થઈ જાય છે.
- ભાગવતનો મૂળ મંત્ર છે 'હાસ્ય'
- જે ચિંતા ન કરે એજ વૈષ્ણવ છે
- આચાર વિચાર શુદ્ધ હોય તો ભક્તિ થાય
નારદજી એ યુવતી પાસે ગયા અને વિલાપ કરવાનું કારણ પૂછ્યું. બીજાનાં કામ સિદ્ધ કરનાર સાધુ જ હોય. તે સ્ત્રીએ કહ્યું કે, તે ભક્તિ છે અને તેની પાસે અચેતન જેવા પડેલા આ બે પ્રાણી તેના પુત્રો છે. એકનું નામ જ્ઞાન અને બીજાનું નામ વૈરાગ્ય છે. એ સ્ત્રીએ જણાવ્યું કે, કળિયુગે આ બંનેને મૄતસમાન બનાવી દીધા છે. હું ભક્તિ દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં મારું પાલન થયું, મહારાષ્ટ્રમાં યૌવન ખીલ્યું અને ગુજરાત પહોંચતાં હું વૄદ્ધ થઈ ગઈ. ભક્તિએ કહ્યું, જ્યારથી હું વૄંદાવનમાં ાઅવી છું ત્યારથી મારું યૌવન પાછું ફર્યું છે. પરંતુ મારા પુત્રોની દશા દયનીય થઈ ગઈ છે. આ આશ્ચર્યની વાત જણાય છે કે એક સ્થળે વૄદ્ધ માતા તો તરૂણી બની જાય છે અને તરૂણ પુત્રો મૄતપ્રાય થઈ જાય છે. આ વાતથી ભક્તિ ખૂબ જ ચિંતિત હતી. આચાર વિચાર શુદ્ધ હોય તો જ ભક્તિ થઈ શકે છે. વિચારોની સાથે સાથે આચાર પણ શુદ્ધ હોવા જોઈએ.કર્ણાટકમાં આજે પણ આચાર શુદ્ધિ જોવા મળે છે. ભગવાન વ્યાસજીને કર્ણાટક પ્રત્યે કોઈ પક્ષપાત ન હતો. ભક્તિ વિશે તેમણે જે સાચું હતું તે જ વ્યક્ત કર્યું. ભક્તિ કહે છે, હું ગુજરાતમાં જીર્ણ થઈ ગઈ છું. દેવલોકવાસી ડોંગરેજી મહારાજ કહેતા હતા કે, "ધનનો દાસ પ્રભુનો દાસ ન બની શકે." ગુજરાત કાંચનનું લોભી થઈ ગયું છે.
- કળિયુગમાં જ્ઞાન અને વૈરાગ્ય ઘટે છે
ભક્તિનાં નવ અંગ હોય છે. જેમાં પ્રથમ છે શ્રવણ. માત્ર કથા સાંભળવાથી ભક્તિ પૂરી નથી થતી. જે સાંભળ્યું છે તેનું મનન પણ કરવું પડશે. શ્રવણ ભક્તિ છિન્ન ભિન્ન થઈ રહી છે, કેમ કે મનન નથી થતું. કીર્તન ભક્તિ બીજી છે. જ્યારથી કીર્તનમાં પણ કીર્તન અને કાંચનનો લોભ આવી ગયો છે ત્યારથી જ કીર્તન ભક્તિ ભ્રષ્ટ થઈ ગઈ છે. વંદન, જે ત્રીજી ભક્તિ છે, તે અભિમાનના કારણે જતી રહી છે. મનની અંદર જ્યાં સુધી અહમનો ભાવ રહેશે, ત્યાં સુધી ભક્તિની વૄદ્ધિ નહીં થાય. દેવ પૂજાની જગાએ દેહ પૂજા વધી ગઈ છે. "ભો ભો સાધે ક્ષણં તિષ્ઠ મગિન તામપિ નાશય, દર્શનં તવ લોકસ્ય સર્વથાપ્પ હટં પરમં."મહાત્માજી થોડી વાર રોકાઈ મારી ચિંતા તો દૂર કરો. આપનું દર્શન તમામ પાપોને નષ્ટ કરનાર છે. ચોથી ભક્તિ અર્ચન છે. ભક્તિના બે બાળક છે, જ્ઞાન અને વૈરાગ્ય. ભક્તિનું સન્માન જ્ઞાન અને વૈરાગ્ય સાથે કરો. જ્ઞાન અને વૈરાગ્ય જ્યારે મૂર્ચ્છિત થાય છે ત્યારે ભક્તિ રડે છે. કળિયુગમાં જ્ઞાન અને વૈરાગ્ય ઘટે છે, વધતા નથી. નારદજીએ જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાના અનેક પ્રયત્નો કર્યા, વેદોનાં અનેક પારાયણ કર્યાં, ત્યારે પણ વૈરાગ્યની મૂર્ચ્છા ગઈ નહીં. ઉપનિષદના પઠનથી આપણા હ્નદયમાં જ્ઞાન અને વૈરાગ્ય જાગે છે, તેમ છતાં તેઓ ફરીથી મૂર્ચ્છિત થઈ જાય છે. સ્મશાન ભૂમિમાં જ્યારે ચિતા સળગે છે ત્યારે તેને જોઈ અનેક લોકોને વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય છે, પરંતુ ઘરે પાછા ફર્યા બાદ એ વૈરાગ્ય ત્યાં જ છૂટી જાય છે. કામ સુખ ભોગવ્યા બાદ વૈરાગ્ય ઉત્પન્ન થાય ચે પરંતુ ફરીથી તે જાગી જાય છે.
- ભક્તિનો પ્રચાર કરવા થોડું સત્કર્મ કરો
નારદજી ચિંતામાં હતા કે જ્ઞાન અને વૈરાગ્યની મૂર્છા દૂર થતી નથી. એજ સમયે આકાશવાણી થઈ કે તમારા પ્રયાસો ઉત્તમ છે. જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિનો પ્રચાર કરવા માટે તમે થોડાં સત્કર્મ કરો. નારદજી કહે છે કે, મેં જે દેશમાં જન્મ લીધો છે તે દેશ માટે જો ઉપયોગી બની શકું તો મારું જીવન ધન્ય છે. નારદજીએ પૂછ્યું કે, તમે જણાવો હું શું સત્કર્મ કરું? ત્યારે સનકાદિ મુનિએ કહ્યું, પર દુઃખથી જો તમે દુઃખી છો તો તમારી ભાવના દિવ્ય છે. આ જ સંતનું ચરિત્ર છે. ભક્તિનો પ્રચાર કરવાની તમારી ઈચ્છા છે તો તમે ભાગવત યજ્ઞનું પારાયણ કરો, તમારી ઈચ્છા પૂર્ણ થશે. તમે ભાગવત જ્ઞાન યજ્ઞ કરો અને ભાગવતનો પ્રચાર કરો. તમે જ તો વ્યાસજીનું દુઃખ દૂર કરતાં ભાગવત રચવાનો ઉપદેશ આપ્યો હતો. જો કે ભક્તિ પ્રચારનો એક બીજો માર્ગ છે સદૈવ હસતા રહો. આજથી ભાગવતજીનો પ્રથમ સ્કંધ પ્રારંભ થાય છે. આમામ ૧૯ અધ્યાય છે. નૈમિષારણ્યમાં શૌનકાદિએ સૂતજીને સન્માન આપી કહ્યું - કથા કહો. સૂતજીએ સર્વ પ્રથમ શુકદેવ, નારદજી, સરસ્વતી અને વ્યાસજીને પ્રણામ કર્યા. વ્યાસજીએ મંગલાચારણથી પ્રથમ સ્કંધ પ્રારંભ કર્યો -
જન્માદ્યાસ્ય યતો અન્વયાદિત રત;શ્વાર્થેશ વભિજ્ઞ સ્વરાટ
તેને બ્રહ્મ હદા ચ આદિકવયે મુહ્યન્તિ યત સૂરયઃ
તેજોવારિમૄદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો અમૄશા ધાન્યા
સ્વેન સદા નિરસ્ત કુહકં સત્યં પરં ધીમહિ.
- ધ્યાનની પરિપકવ અવસ્થા સમાધિ છે
- ભોગની ઇચ્છા થાય ત્યાં ભક્તિ ન થાય
ભાગવતનો મુખ્ય વિષય છે નિષ્કામ ભક્તિ. જ્યાં ભોગની ઇચ્છા થાય ત્યાં ભક્તિ ન થઈ શકે. ભગવાન માટે ભક્તિ કરવી જોઈએ. ભક્તિનું ફળ ભગવાન હોવા જોઈએ, સંસારના સુખો નહીં. માંગવાથી પ્રેમની ધારા તૂટી જાય છે. તેથી જ કૄષ્ણએ કહ્યું છે કે, જે આનંદ મને ગોકુળમાં ગોપીઓથી મળ્યો તે દ્વારકામાં નથી મળ્યો. ગોપીઓનો પ્રેમ નિષ્કામ છે. ભગવાનનો જે આશ્રય લે છે તે નિષ્કામ બની જાય છે. શૌનકજીએ પૂછ્યું, "વ્યાસજીએ ભાગવતની રચના કયા ઉદેશ્યથી કરી અને તેનો પ્રચાર કઈ રીતે કર્યો, એ કથા સંભળાવો." વ્યાસજીએ આ કથા શુકદેવજીને સંભળાવી હતી, કેમ કે શુકદેવજી સુપાત્ર છે. શુકદેવજી માત્ર બ્રહ્મજ્ઞાની જ નથી પરંતુ તેઓ બ્રહ્મદ્રષ્ટિ પણ ધરાવે છે. શુકદેવજીની અભેદ્ય દ્રષ્ટિ સિદ્ધ થઈ ગઈ છે. તેમને એ ખ્યાલ નથી રહેતો કે આ સ્ત્રી છે કે પુરુષ. તેઓ નિષ્કામ છે, આ ભેદથી મુક્ત છે.
એક પ્રસંગ છે.
રાજા જનકના દરબારમાં એક સમયે શુકદેવજી અને નારદજી પધાર્યા. શુકદેવજી બ્રહ્મચારી અને જ્ઞાની છે. નારદજી પણ જ્ઞાની છે અને ભક્તિ માર્ગના આચાર્ય પણ છે. બંને મહાપુરૂષ છે, પણ બંનેમાં શ્રેષ્ઠ કોણ? રાજા જનક સમાધાન ન શોધી શક્યા. પરીક્ષા લીધા વિના કઈ રીતે નિર્ણય થાય, તેથી રાજા જનકની રાણી સુનયનાએ નિર્ણય કર્યો કે હું આ બંનેની પરીક્ષા લઈશ. સુનયનાએ બંનેને પોતાના ઘરે બોલાવ્યા અને એક હીંચકા પર બેસાડી દીધા. ત્યાર બાદ રાણી સુનયનાજી શૄંગાર કરીને આવ્યાં અને બંને વચ્ચે હીંચકા પર બેસી ગયાં. નારદજીને થોડો સંકોચ થયો કે હું તો બાળ બ્રહ્મચારી છું, સ્ત્રી સ્પર્શ થઈ રહ્યો છે, ક્યાંક મારા મનમાં વિકાર ન આવી જાય. આવા વિચાર સાથે તેઓ દૂર ખસી ગયા.
- દેહભાવથી મુક્ત થયા બાદ જ પરમાત્મા મળે
- ભગવાન પ્રત્યે પ્રેમ વધારવા કથા સાંભળો
સૂતજી મહારાજને આગ્રહ કરવામાં આવ્યો કે, તેઓ ભગવાનના અવતારોનું વર્ણન કરે. શ્રી કૄષ્ણચરિત્રનું ગાન કરે. સૂતજી તેમના આગ્રહને સ્વીકારી શ્રીમદ્ભગવત પુરાણની કથા શરૂ કરી. ૠષિઓએ સૂતજીને છ પ્રશ્નો પૂછ્યા હતા.
૧ શાસ્ત્રોનું તત્વ શું છે?
૨ નારાયણ થઈ શ્રી કૄષ્ણ દેવકીના પુત્ર કઈ રીતે છે?
૩ ભગવાનના કયા કયા ગુણ છે?
૪ ભગવાનના અવતાર અને લીલાઓ કઈ કઈ છે?
૫ નરરૂપ ધારણ કરી શ્રી કૄષ્ણ અને બલરામનું ચરિત્ર કેવું હતું?
૬ જ્યારે શ્રી કૄષ્ણ સ્વર્ગમાં ગયા ત્યારે ધર્મ કોની શરણમાં હતો?
સૂતજી ૠષિઓના પ્રશ્નો સાંભળી ખૂબ જ ખુશ થયા. તેમણે શાસ્ત્રોનાં તત્વોથી માહિતગાર કર્યા. જે પ્રશ્નો પૂછાયા એ તમામના જવાબ આપ્યા. વર્ણાશ્રમ ધર્મ મુજબ માણસ જે કર્મ કરે છે, તેનું લક્ષ્ય ભગવાન વિષ્ણુની પ્રસન્નતાને પ્રપ્ત કરવાનો છે. ભગવાન પોતાના ભક્તોને સુખ આપવા માટે અનેક લીલાઓ પણ કરે છે અને તેમના અવતારમાં રૂપ પણ ધારણ કરે છે. સૂતજીએ ભગવાન વિષ્ણુના વિરાટ સ્વરૂપ અને ચોવીસ અવતારોનું વિસ્તૄત વર્ણન કર્યું. તેમણે કહ્યું કે, લોક સૄષ્ટિની ઈચ્છાથી ભગવાન વિષ્ણુએ સર્વપ્રથમ સોળ કળાઓથી પરિપૂર્ણ પુરૂષના રૂપમાં અવતાર ધારણ કર્યો. સૄષ્ટિની રચના પર વિચાર કરવા માટે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં જઈ યોગનિન્દ્રામાં ઊંઘી ગયા, ત્યારે તેમની નાભિમાંથી પ્રજાપતિ બ્રહ્માજી ઉત્પન્ન થયા અને તેમણે બૄહદ વિશ્વની રચના કરી. ભગવાન પ્રત્યે પ્રેમ વધારવો હોય તો ભગવાનના અવતારોની કથા સાંભળવી જોઈએ.- બ્રહ્મચર્ય વિના મન સ્થિર રહેતું નથી
- જીવોના ઉદ્ધાર માટે ભગવાનના અવતારો
- જીવોના ઉદ્ધાર માટે ભગવાનના અવતારો
સોળમો અવતાર પરશુરામનો છે. આ અવતાર આવેશનો છે. આમાં ભગવાને એકવીસ વાર ક્ષત્રિયોનો સંહાર કર્યો હતો. સત્તરમો અવતાર નારાયણનો જ્ઞાન અવતાર છે. અઢારમો અવતાર ભગવાન રામજીનો છે. આમાં ભગવાન મર્યાદા પુરુષોત્તમ છે. ઓગણીસમો અવતાર શ્રીકૄષ્ણનો છે. રામજી મર્યાદાનું પાલન કરશે તો શ્રીકૄષ્ણ કૄપા કરશે. આ બંને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના અવતાર છે. બાકીના બધા અંશાવતાર છે. પૂર્ણ અવતાર અને અંશાવતારમાં ભેદ છે, અર્થાત્ અલ્પકાલ માટે અલ્પ જીવોના ઉદ્ધાર માટે જે અવતાર થાય છે તે અંશાવતાર કહેવાય છે. અનંતકાલ માટે તથા અનંત જીવોના કલ્યાણ માટે જે અવતાર થાય છે તે પૂર્ણાવતાર કહેવાય છે. ભાગવતમાં કથા તો શ્રીકૄષ્ણની વાંચવામાં આવશે. પરંતુ ક્રમશઃ અન્ય અવતારોની કથા પણ સાંભળીશું. વીસમો અવતાર બલરામનો હતો. એકવીસમો અવતાર બુદ્ધનો હતો. કળિયુગ આવ્યા બાદ દેવતાવિરોધી દૈત્યોને મોહિત કરવા માટે કલ્કિ અવતાર થશે. બાવીસમો અવતાર હરિનો હતો, જેમણે ગજેન્દ્રને ગૄહમાંથી મુક્ત કરાવ્યો. ત્રેવીસમો અવતાર હયગ્રીવનો છે. ચોવીસમો અવતાર કાર્તિકનો થયો. આ રીતે ચોવીસ અવતારો છે. અવતારોની સંખ્યા અને ક્રમ વિશે વિદ્ધાનોનાં અલગ અલગ મંતવ્ય છે.
હવે વ્યાસજીના દુઃખી થવાનો પ્રસંગ કથામાં આવે છે, જે મહાત્મ્ય આપણે સાંભળી ગયા. નારદજીને જ્યારે એવું લાગ્યું કે હજી પણ વ્યાસજીના મનમાં તેમની વાત જામતી નથી ત્યારે તેમણે ભક્તિ, મહિમા અને જરૂરિયાતના પ્રમાણમાં પોતાના પૂર્વ જન્મની કથા સંભળાવી.- ત્રણેય લોકમાં વિચરણ કરતા નારદજી
- સંત સ્વયં તીર્થ સ્વરૂપ હોય છે
નારદજી વ્યાસજીને ભક્તિ પૂર્વક ગ્રંથ લખવાનો આગ્રહ કરી રહ્યા છે. નારદજી દાસી પુત્ર હતા. સાધુ સંતોની સેવાએ તેમનું જીવન સુધારી દીધું. સંત સ્વયં તીર્થ સ્વરૂપ હોય છે. પારસમણિ લોખંડને સોનું બનાવે છે પરંતુ લોખંડને પોતાના જેવું નથી બનાવતું, પરંતુ સંત પોતાના સંસર્ગમાં આવનાર તમામને પોતાના જેવા બનાવી દે છે. "સંત કરે આપુ સમાના". મનુષ્ય દેવ થવા માટે બનાવવામાં આવ્યા છે અને તેમની પાસે આવી શક્યતા છે. મનુષ્યને દેવ થવા માટે ચાર ગુણોની જરૂર હોય છે; સંયમ, સદાચાર, સ્નેહ અને સેવા.આ ચારેય ગુણો સતસંગ વગર નથી આવતા. સતસંગનું ફળ ભાગવતમાં બતાવવામાં આવ્યું છે. નારદજીએ પૂર્વ ચરિત્ર સંભળાવ્યું - સંત પોતાના જીવન વિશે બતાવી આપણું જીવન બદલી નાખે છે. ભગવાં કપડાં પહેરી લેવાથી સંત નથી બની જવાતું. કપડાં બદલવાની નહીં પણ પરંતુ પોતાનું હ્નદય બદલવાની જરૂર છે. મનના ગુલામ ન બનો પરંતુ મનને ગુલામ બનાવો. પ્રથમ સ્કંધ અધિકાર લીલાનો છે. શ્રીમદ્ ભાગવતનો જ્ઞાન આપવાનો અધિકારી કોણ છે? આ પ્રથમ સ્કંધમાં જણાવવામાં આવ્યું છે. પ્રથમ સ્કંધમાં ત્રણ પ્રકરણ આવે છે - ઉત્તમાધિકારી, મધ્યાધિકારી અને કનિષ્ઠાધિકારી. શુકદેવજી અને પરીક્ષિતજી ઉત્તમ વક્તા અને શ્રોતા છે. નારદજી અને વ્યાસજી મધ્યમ શ્રોતા અને વક્તા છે તેમજ સૂતજી અને શૌનકજી કનિષ્ઠ વક્તા અને શ્રોતા છે. શુકદેવજી જન્મથી જ નિર્વિકારી છે. જે પુત્રે જન્મ સમયે જ પિતાને કહ્યું કે, "તમે મારા પિતા નથી અને હું તમારો પુત્ર નથી".
- જો ભય લાગે તો ભગવાનને યાદ કરો
- આતુરતા વગર ઈશ્વરનાં દર્શન થતાં નથી
શુકદેવજીએ રાજા પરીક્ષિતને આ કથા સંભળાવી અને સૂતજી શૌનકાદિ ઋષિને સંભળાવી રહ્યા છે. સૂતજી બોલ્યા : સાંભળો, હવે હું તમને રાજા પરીક્ષિતના જન્મ, કર્મ અને મોક્ષની કથા તેમજ પાંડવોના સ્વર્ગારોહણની કથા સંભળાવીશ. પાંચ પ્રકારની શુદ્ધિ બતાવવા માટે પંચાધ્યાયી કથા શરું કરું છું. પિતૄશુદ્ધિ, માતૄશુદ્ધિ, વંશશુદ્ધિ, અન્નશુદ્ધિ અને આત્મશુદ્ધિ. જેમનામાં આ પાંચ શુદ્ધિઓ હોય છે તેમનામાં જ પ્રભ્રુ દર્શનની આતુરતા જોવા મળે છે. આતુરતા વગર ઈશ્વરનાં દર્શન નથી થતાં. રાજા પરીક્ષિતમાં આ પાંચ શુદ્ધિઓ હતી અને આ જ વસ્તુ બતાવવા માટે આગળની કથા કહેવામાં આવી રહી છે. હવે ભાગવતના પ્રથમ સ્કંધમાં મહાભારત શરુ થાય છે. આપણે કઈ રીતે રહેવું જોઈએ એ આપણે મહાભારતથી સમજવાનું છે. આપણે કઈ રીતે રહેવું એ મહાભારત બતાવશે. મહાભારતના પ્રસંગોના માધ્યમથી આપણે દાંપત્યના સંયમને જોઈશું. દાંપત્યનું પ્રથમ સૂત્ર છે સંયમ. હવે સૂતજી સાંભળવાનું શરૂ કરી રહ્યા છે. મહાભારત ભાગવતમાં પ્રવેશી રહી છે, કેમ કે ભાગવત મહાભારત પછી લખવામાં આવી હતી. વ્યાસજી મહાભારતના લેખક હતા. મહાભારત અદ્ભૂત ગ્રંથ છે. ભાગવત મહાભારતથી શરૂ થશે અને કૄષ્ણના સ્વધામ ગમન પર સમાપ્ત થશે. ખૂબ સાવધાની પૂર્વક ભાગવતની શરૂઆતમાં મહાભારત સંભળાવવામાં આવી. જીવનમાં ભૂલ થવાથી તેના કેવાં પરિણામો આવે છે તે આપણે જાણી લઈએ તે માટે આ મહાભારત સંભળાવવામાં આવી. મહાભારત દર્શાવે છે કે, જો જીવનની શરૂઆત સહેજ પણ વિકૄત અને વિચલિત થઈ જાય તો તેની અસર અંત પર પડે છે.
- ઇન્દ્રિયો નષ્ટ થતાં શરીર નષ્ટ થઇ જશે
- પોતાના શરીરને સાચવીને રાખો
જે લોકો ખૂબ જ શાનથી માથું ઊંચું કરી ચાલતા હતા તેઓ વૄદ્ધાવસ્થામાં બે ડગલાં પણ ચાલી શકતા નથી. તેથી આપણા કુરુક્ષેત્રને (શરીરને) સાચવીને રાખો. દુર્યોધનનો પરમ મિત્ર તેમજ કૌરવ અને પાંડવોના ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વસ્થામાએ જ્યારે પોતાના મિત્ર દુર્યોધનની આવી દશા જોઈ ત્યારે તેણે કહ્યું કે, આજે તમારી આ દશા જોઈ મને સારું નથી લાગતું. તમે મને આદેશ કરો, હું શું કરી શકું છું? ત્યારે દુર્યોધને કહ્યું કે, હું તને આજે અંતિમ દિવસનો સેનાપતિ બનાવું છું. ત્યારે અશ્વસ્થામાએ સોંગંધ લેતાં કહ્યું કે, પાંડવોને મારી નાખો. તે નીકળી પડ્યો પણ પાંડવોને મારી શક્યો નહીં કેમ કે શ્રીકૄષ્ણે તેમને સુરક્ષિત કર્યા હતા, પરંતું પાંડવોના પાંચ પુત્રો જે દ્રૌપદીથી જન્મ્યા હતા તેઓ અને દ્રૌપદીનો ભાઈ ધ્રષ્ટદ્યુમ્ન ઊંઘી રહ્યા હતા તેમને અશ્વસ્થામાએ મારી નાખ્યા. જેથી ચારે બાજું હાહાકાર મચી ગયો, પાંડવો રડવા લાગ્યા, અમારા પુત્રો માર્યા ગયા. દ્રૌપદી ખુબ જ દુઃખી થઈ ગઈ. પાંચ યુવાન પુત્રો માર્યા ગયા હોય તે માતાની શું દશા થાય? દ્રૌપદી રડી રહી હતી, ત્યારે પાંડવોએ સોંગંધ લીધા અને અશ્વસ્થામાને પકડી લાવ્યા. જેવો અશ્વસ્થામા આવ્યો, અર્જુન અને ભીમે કહ્યું, દ્રૌપદી આદેશ કરો, શું કરીએ આનું? અત્યારે જ તમારી સામે આને સમાપ્ત કરી દઈએ. આણે આપણા પાંચ પુત્રોને મારી નાખ્યા છે, પરંતુ દ્રૌપદીએ કહ્યું કે, - આ મારી ગુરુમાતાનો પુત્ર છે. હું જાણું છું કે, જેનો પુત્ર ચાલ્યો જાય છે તેની માતાને કેટલું દુઃખ થાય છે. મારા તો પાંચ પુત્રો માર્યા ગયા છે. આને મારી નાખવમાં આવશે તો જે દુઃખ મને થઈ રહ્યું છે એ જ દુઃખ મારી ગુરુમાતાને થશે. તેથી આને છોડી દો.
- ભગવાન ભક્તોનું ધ્યાન રાખે છે
- ભગવાને પરીક્ષિતના ગર્ભની રક્ષા કરી હતી
શ્રી કૄષ્ણે ઉત્તરાના ગર્ભમાં જઈ બ્રહ્માસ્ત્રને શાંત કરી બાળકની રક્ષા કરી. તેથી જ્યારે આ બાળકનો જન્મ થયો ત્યારે તેણે કહ્યું, ગર્ભમાં મેં કોઈ ચતુર્ભુજ આકાર જોયો હતો. તે દરેક વ્યક્તિનું પરીક્ષણ કરવા લાગ્યો. તેથી તેનું નામ પરીક્ષિત રાખવામાં આવ્યું. ભગવાને પરીક્ષિતની ગર્ભમાં રક્ષા કરી હતી. ભગવાન ભક્તોની રક્ષા કરવા માટે હ્મદયમાં અને ઉદરમાં પણ આવે છે. પરીક્ષિતને બચાવવા માટે શ્રી કૄષ્ણ ઉત્તરાના ગર્ભમાં જતા રહ્યા. બીજી બાજુ દેવકીના ગર્ભમાં પ્રભુ ગયા ન હતાં. પરંતુ દેવકીને એવો આભાસ કરાવ્યો હતો કે તેઓ ગર્ભમાં આવી ગયા છે. જો કે જ્યારે જરુરિયાત ઈભી થઈ ત્યારે ભક્તની રક્ષા કરવા માટે પરમાત્મા ઉત્તરાના ગર્ભમાં જતા રહ્યા. ત્યારબાદ ભગવાને કહ્યું, હવે હું દ્વારકા જઈ રહ્યો છું. પોતાના રથ પર બેસી જેવા શ્રી કૄષ્ણ જવા લાગ્યા તેમની ફોઈ અને પાંચ પાંડવની માતાએ તેમનો રથ પકડી લીધો. ફોઈ આજે ભત્રીજાને અટકાવી રહ્યાં હતાં. શ્રી કૄષ્ણ રથ ઉપરથી નીચે ઉતર્યા. દરરોજ શ્રી કૄષ્ણ ફોઈને પહેલાં પ્રણામ કરતા હતા. પરંતુ આજે જેવા શ્રી કૄષ્ણ નીચે ઉતર્યા કુંતીએ તેમને પ્રણામ કર્યા. કૄષ્ણ બોલ્યા, ફોઈ આ તમે શું કરી રહ્યા છો? હું તમારો ભત્રીજો છું. કુંતીએ કહ્યું કે હું તો તને ત્યારથી ઓળખું છું જ્યારે તું માખણની ચોરી કરતો હતો, વાંસળી વગાડતો હતો, ગાયો ચરાવતો હતો. ત્યારબાદ તે કંસનું વધ કર્યું. હવે સાંભળ, તું ભગવાન છે અને અમે ભક્ત. ત્યારબાદ કુંતીએ શ્રી કૄષ્ણ સાથે ખૂબ સારી સારી વાતો કરી.
- વિપરીત સંજોગોમાં પરમાત્મા યાદ આવે છે
ભાગવતમાં ફોઈ અને ભત્રીજાના સંબંધોને અદ્ભુત રીતે દર્શાવવામાં આવ્યા છે. ભાગવત એક પારિવારિક ગ્રંથ છે. એક એક સંબંધો અંગે ભાગવતમાં વિસ્તૄત માહિતી આપવામાં આવી છે. ફોઈને જ્યારે ભત્રીજા કે ભત્રીજી જુએ છે ત્યારે તેમાં પિતાનું અડધું રૂપ દેખાય છે, પરંતુ તે એક મહિલા છે. તેમાં સખતી પણ છે, પ્રેમ પણ છે અને વાત્સલ્ય પણ છે, મમતા છે તો પિતાનો ભય પણ છે. તે કહે છે આજે તું ભગવાન છે, તું આજે મને વરદાન આપીને જા. હું જાણું છું કે જીવન સમાપ્ત થવા જઈ રહ્યું છે. હું અને તું જીવનમાં ક્યારેય નહીં મળીએ. આજે એક વરદાન આપ. કુંતીએ શ્રી કૄષ્ણ પાસે જે વરદાન માગ્યું તે દુનિયામાં ક્યારેય કોઈએ માગ્યું નથી. આ મૌલિક અને વિચિત્ર વરદાન હતું. કુંતીએ કહ્યું કે, મેં સાંભળ્યું છે કે, માણસ સુખી હોય ત્યારે ભગવાનને ભૂલી જાય છે, તેથી હે કૄષ્ણ તું એક કામ કર, જીવનભર માટે દુઃખ આપતો જા. દુઃખમાં તારી ખૂબ યાદ આવે છે. વિપરીત સંજોગોમાં પરમાત્મા યાદ આવે છે. જ્યારે અમે ખૂબ સુખી હોઈશું, અમને બધું જ મળતું રહેશે તો અમે તને ભૂલી જઈશું. તેથી તું કંઈક એવું કર જેથી એવું લાગ્યા કરે કે કંઈક અનુકૂળ નથી. અને જો અનુકૂળ થઈ જાય તો આળસ આવી જશે. તેથી મને થોડું દુઃખ આપીને જા. શ્રી કૄષ્ણે કહ્યું કે, શું વાત કરો છો ફોઈ. કુંતીએ કહ્યું કે, હા મને દુઃખ આપીને જા. એટલું દુઃખ આપજે કે તારી યાદ ક્યારેય ન ભૂલાય. મહત્વની વાત તને યાદ કરવાનું છે. બાકીનાં સુખ દુઃખ તો ભૂલી જઈશું પણ તને યાદ કરતા રહીશું.
- દુઃખ સારું, જે હરિનું નામ યાદ કરાવે
આવું સુખ શું કામનું જે હરિનું નામ ભૂલાવી દે અને કૄપા તો દુઃખની છે જે હરિનું નામ યાદ કરાવે. તે વારંવાર માગણી કરે છે કે તું મને દુઃખ આપતો જા. શ્રી કૃષ્ણને આશ્ચર્ય થયું. પરંતુ તેમણે કહ્યુંકે, ચાલો આજે હું તમારી ઈચ્છા પુરી કરું છું. કુંતીએ કહ્યું કે, એક દિવસ વધું રોકાઈ જા. ફોઈ ભત્રીજાને રોકી રહી હતી. શ્રી કૄષ્ણે વિચાર્યું કે ચાલો રોકાઈ જઈએ. આટલા દિવસ રોકાયા હસ્તીનાપુરમાં, મહાભારત પણ પૂર્ણ થયું. દ્વારકા જવાનું હતું, કેમ કે આગળની લીલા કરવાની હતી. ભગવાન પરત આવ્યા. જેવા હસ્તીનાપુરના રાજભવન પરત ફર્યા, તમામને એવું લાગ્યું કે અમારા કારણે રોકાયા છે. ઉત્તરા કહે છે કે મારા કારણે રોકાયા. અર્જુન કહે છે કે મારા કારણે રોકાયા. કુંતી કહે છે કે મેં રોકી લીધા. ભગવાન પોતાના કક્ષમાં બેસી ધ્યાન લગાવી રહ્યા હતા. તમામને આજે એવું જ હતું કે, મેં રોકી લીધા છે, પરંતુ ભગવાન વિચારી રહ્યા હતા કે, હું જેના કારણે રોકાયો છું, તે આ લોકો જાણતા જ નથી. હું કોના માટે રોકાયો છું. ભગવાન આંખો બંધ કરી બેઠા હતા, ત્યારે જ યુધિષ્ઠિર આવ્યા. યુધિષ્ઠિર રાજા બનવાના હતા. પાંડવ મહાભારત જીતી ગયા હતા. યુધિષ્ઠિરે જોયું, ભગવાન આંખો બંધ કરીને બેઠા છે, તેમને પ્રણામ કર્યા. તેમને પૂછ્યું - ભગવાન આખી દુનિયા તમને યાદ કરે છે, તમારું ધ્યાન કરે છે, પરંતુ તમે કોનું ધ્યાન કરી રહ્યા છો? ભગવાને આંખ ખોલી કહ્યું, હું ભીષ્મનું ધ્યાન કરી રહ્યો છું. આ સાચું છે કે, આખી દુનિયા મારું ધ્યાન કરે છે, પરંતુ હું હંમેશાં ભક્તનું ધ્યાન કરું છું.
- વૃદ્ધાવસ્થા એ જીવનનો અંતિમ કાળ છે
- એક ઘટનાથી વ્યક્તિનું મૂલ્યાંકન ન થાય
- જીવન ખંડિત કરનાર પરેશાન થાય છે
- ભગવાન રાખે છે પાપનો હિસાબ
- જીવન સંતુલનનું નામ છે
શ્રી કૄષ્ણ ભીષ્મને કહી રહ્યા હતા કે, ભીષ્મ યાદ રાખો, જીવનમાં પોતાના સોગંધ, પોતાના સંકલ્પો, પોતાના નિર્ણયો, પોતાની પરંપરા, મૂલ્ય, સિદ્ધાંતોના પુનઃમૂલ્યાંકન કરતા રહેવું જોઈએ. ૫૦ વર્ષ પહેલાં તમે સોગંધ લીધા હતા કે, હું હસ્તિનાપુરની રાજગાદીની રક્ષા કરીશ. તે સમયે રાજગાદી પર ચિત્રાંગદ અને વિચિત્રવિર્ય હતા. રાજગાદી પર ૫૦ વર્ષ બાદ દુર્યોધન જેવો દુષ્ટ બેઠો ત્યારે પણ તમે પોતાના સોગંધ પર મક્કમ રહ્યા. પોતાના સોગંધ, પોતાના નિર્ણયો અને સંકલ્પનું મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ. પુનઃમૂલ્યાંકન કરો, ત્યારે દેશ, કાળ અને પરિસ્થિતિ બદલાઈ જાય છે. શ્રી કૄષ્ણનો આ સંવાદ આપણા માટે પણ માર્ગદર્શક છે. ૧૦૦ વર્ષ કે ૫૦ વર્ષ કે ૨૫ વર્ષ પહેલાં આપણા ઘરની કોઈ પરંપરા જીવન કે વ્યવસ્થાની પરંપરાઓ હોય તો તેનું પુનઃમૂલ્યાંકન કરી તેને આવશ્યકતા મુજબ બદલવું જોઈએ. ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું કે, તમે હતા ત્યાંના ત્યાં જ રહ્યા. પોતાની પ્રતિજ્ઞા લઈ મક્કમ રહ્યા. પોતાના નિર્ણયોની પુષ્ટિ ભગવાન પાસે કરાવતા રહેવું જોઈએ. આ સિદ્ધાંતની વાત છે કે, આપણે જીવનમાં જે પણ નિર્ણય લઈએ તે ૨૫ વર્ષે, ૫૦ વર્ષે કે ૭૫ વર્ષની ઉંમરે કંઈક જુદું જ હશે. પરંતુ તેનું પુનઃમૂલ્યાકન કરો અને ભગવાનથી તેનું સમર્થન કરાવો. પાંડવો પોતાના તમામ નિર્ણયોની પુષ્ટિ ભગવાનથી કરાવતા રહ્યા અને તમારાથી આજ ભૂલ થઈ ગઈ. તમે પ્રતિજ્ઞાના નામે મક્કમ રહ્યા. શ્રી કૃષ્ણે કહ્યું, જીવન જડ નથી, જીવન સંતુલનનું નામ છે. જે લોકો જીવનને જડની જેમ જીવે છે તેઓ એક દિવસ ચોક્કસ પરેશાન થઈ જાય છે. જીવન સંતુલન હોય છે, પ્રેમ અને કર્મનું સંતુલન, તમામ પ્રકારનું સંતુલન.
- વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો
- પરીક્ષિતને ગર્ભમાં જ ભગવાન દેખાયા
પ્રથમ સ્કંધમાં ભીષ્મના ચરિત્રનું વર્ણન ભાગવતના કથાકર કહી રહ્યા છે. ભીષ્મનું ગમન થયું. ભીષ્મને ભગવાને વિદાય આપી. ભગવાન શ્રી કૄષ્ણ મહાભારતે સ્માપ્ત કરવા જઈ રહ્યા છે. ભગવાને કહ્યું, મારો સમય સમાપ્ત થઈ ગયો. હવે મારે દ્વારકા જવું છે. ભગવાન દ્વારકા જવા લાગ્યા ત્યારે તેમણે પાંડવોને કહ્યું, હવે તમે લોકો તમારું જીવન શરું કરો. ભગવાન દ્વારકા ગયા, યદુ વંશનો નાશ થયો અને દ્વારકા ડૂબી ગઈ એવી પણ કથા છે. બારમા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા આવે છે. ઉત્તરાએ બાળકને જન્મ આપ્યો અને તે ચારે બાજું જોવા લાગ્યો. તેણે કહ્યું, માતાના ઉદરમાં મને ચતુર્ભુજ સ્વરુપનો જે પુરૂષ દેખાતો હતો તે ક્યાં છે? પરીક્ષિત ભાગ્યશાળી હતો કે તેને માતાના ગર્ભમાં જ ભગવાનના દર્શન થયા હતા. યુધિષ્ઠિરે બ્રાહ્મણોને પૂછ્યું કે, આ બાળક કેવો હશે? બ્રાહ્મણોએ કહ્યું કે, આમ તો તમામ ગ્રહ દિવ્ય હોય છે, પરંતુ મૄત્યુ સ્થાનમાં કંઈક ગરબડ છે. આનું મૃત્યુ સર્પ દંશથી થશે. આ સંભળી ધર્મરાજ યુધિષ્ઠિરને દુઃખ થયું કે મારા વંશનો પુત્ર સર્પ દંશથી મરશે અને સંસારની આ અદ્ભૂત અને દિવ્ય ઘટના બની જશે. જો કે બ્રાહ્મણોએ આશ્વાસન આપ્યું કે, કે કંઈ થશે, તેનાથી સદ્ગતિ મળશે. ચૌદમા અને પંદરમા અધ્યાયમાં પાંડવોના મોક્ષની કથા આવે છે. વિદુર મહાભારત યુદ્ધ દરમ્યાન હસ્તિનાપુર છોડી ગયા હતા.
- ભગવાનની ઉપસ્થિતિમાં જ તાકાત છે
- ભગવાનને હંમેશાં જીવનના કેન્દ્રમાં રાખો
- ધર્મનાં ચાર ચરણ હોય છે
- કલિયુગે રાજાથી અભયદાન માગી લીધું
રાજાની પ્રતિજ્ઞા જ્યારે કલિયુગે સાંભળી ત્યારે તે ભયભીત થઈ ગયો અને રાજાની શરણમાં ગયો. શરણાગત થયેલાને રાજા સન્માન આપતા હતા. તેથી કલિયુગે અભયદાન માગી લીધું અને ત્યારબાદ પોતાનો વાસ્તવિક પરિચય આપ્યો. ત્યારે પરીક્ષિતને ખૂબ ગુસ્સો આવ્યો, પરંતુ તેઓ આપેલું દાન પરત લઈ શકતા ન હતા. હવે પરીક્ષિતના હાથમાંથી વાત નીકળી ગઈ હતી. તેથી તેમણે કલિયુગને પોતાના રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો. બહાર જવાનો આદેશ સાંભળી કલિયુગે ખુબ ચતુરાઈ પૂર્વક કહ્યું કે, હું જ્યાં પણ રહીશ, સશસ્ત્ર રાજાને પોતાની સમક્ષ જ જોઈશ. તેથી ભયના કારણે હું કંઈ પણ નહીં કરી શકું, તેથી હું અભય કઈ રીતે થયો? તમે મને દેશમાંથી બહાર જવાનો આદેશ ન આપો. તેથી પરીક્ષિતને દયા આવી ગઈ. તેમણે કહ્યું, મદિરા, જુગાર, વ્યભિચાર અને હિંસા આ ચાર સ્થળોએ તમે રહી શકો છો. કલિયુગે ફરીથી વિનંતિ કરી કે, તેને વધું એક સ્થળ આપવામાં આવે. એ પાંચમું સ્થળ સ્વર્ણ હતું. રાજા પરીક્ષિતે તેને સ્વીકૃતિ આપી દીધી. સમય પસાર થતો ગયો, એક દિવસ પરીક્ષિતને ઇચ્છા થઈ કે ચાલો ઘરમાં જોઈએ કે દાદાએ મારા માટે શું શું રાખી મૂક્યું છે. પરીક્ષિતને એક પેટીમાંથી સ્વર્ણ મુકુટ મળ્યો. કંઈ પણ વિચાર્યા વગર રાજાએ એ મુકુટ પહેરી લીધો. આ મુકુટ જરાસંઘનો હતો. પાંડવોએ જ્યારે જરાસંઘનો વધ કર્યો હતો ત્યારે જરાસંઘના પુત્ર સહદેવે આ મુકુટ માગ્યો હતો કે મારા પિતાનો મુકુટ મને આપી દો. તેમ છતાં ભીમ બળ જબરી પૂર્વક આ મુકુટ લઈને આવતા રહ્યા હતા.
- અનીતિથી કમાયેલું ધન દુઃખ આપે છે
- સુશાસન માટે દંડધારી શાસક જરૂરી
- પાપને છુપાવો નહીં, પુણ્યને જાહેર ન કરો
- નારાયણનું સ્મરણ કરો, જીવન ધન્ય થશે
- જગત પર નહીં જગદીશ પર આધાર રાખો
શુકદેવજીએ કહ્યું તમારા જેવા રાજાના પણ તમામ પાસા પલટાઈ ગયા. તેથી આ સંસાર પર વધું આધાર રાખવો જોઈએ નહીં. શુકદેવજી કહી રહ્યા છે કે, આ સંસાર તમને વધારે કંઈજ નહીં આપે. વિશ્વ પર ટકશો તો કંઈ જ નહીં મળે, વિશ્વના રચનાર પર ટકશો તો ઘણું બધું મળશે. જગદીશ પર આધાર રાખો.
- દુનિયા પર વધુ પડતો આધાર ન રાખો
આ જગત જ ચંચલા છે. આ દુનિયા જેને મળી છે તેને પણ કંઈ નથી મળ્યું અને જેને ન મળી, તે પણ દુઃખી થઈ ગયો છે.જીવનમાં નિષ્કામ કર્મ કઈ રીતે કરાય તે અંગે બીજા સ્કંધથી લઈ આઠમા સ્કંધ સુધી ગીતા આપણને શીખવાડે છે. ભાગવતના પ્રથમ સ્કંધમાં અધિકાર અંગે ચર્ચા છે. બીજો સ્કંધ સાધન પ્રધાન છે. દસ અધ્યાયમાં પરમાત્માની પ્રાપ્તિનાં સાધન બતાવ્યાં છે.
- ધ્યાનના બે પ્રકાર છે
ધ્યાનના બે પ્રકાર છે; હ્નદયનું નિર્મલ હોવું અને મનન એટલે કે ચિંતન. આ સ્કંધના દસ અધ્યાયમાંથી પ્રથમ બેમાં ધ્યાનની ચર્ચા કરવામાં આવી છે. ત્યાર બાદના બે અધ્યાયમાં શ્રોતા અને વક્તાની શ્રદ્ધા અને બાકીના છ અધ્યાયમાં મનનું વર્ણન છે. આ સાધનો દ્વારા માણસ ભગવાનને પ્રાપ્ત કરી લે છે.
- મનમાંથી આકાંક્ષાઓને મુક્ત કરો
જે આકાંક્ષાના પાત્રમાં આપણે સંસારના ઝેર ભોગવીએ છીએ, એ જ આકાંક્ષાના પાત્રમાં પરમાત્માને નાખીએ તો તે પણ કડવા થઈ જશે. તેથી આપણે આવી આકાંક્ષાઓને છોડવી પડશે.
- ભગવાનની લીલાનું શ્રવણ વર્ણન કરો
આત્મ તત્વને ન જાણવાના કારણે પ્રાણી પ્રપંચમાં જ વ્યસ્ત રહે છે. માનવ જીવનનું મુખ્ય લક્ષ્ય અને સદા સર્વદા કરણીય કાર્ય ભગવાન શ્રી કૄષ્ણની લીલાઓનું શ્રવણ કીર્તન હોવું જોઈએ. શ્રીમદ્ ભાગવતમાં ભગવાન શ્રી કૄષ્ણની અદ્ભૂત લીલાનું વર્ણન છે. શ્રી મદ્ ભાગવત વેદ પુરાણની જેમ પઠનીય અને મનનીય અને વિચારણીય છે. પરીક્ષિત અધિકારી શિષ્ય હતા તેથી તેમને શુકદેવજી જેવા ગુરું મળ્યા. પરીક્ષિતમાં પાંચ પ્રકારની શુદ્ધિઓ હતી - માતૄશુદ્ધિ, પિતૄશુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ, અન્નશુદ્ધિ અને આત્મશુદ્ધિ. બે ઘડીના સદ્વિચારથી પણ વ્યક્તિ પોતાનાં હિતો પૂર્ણ કરી શકે છે. બીજા સ્કંધથી આઠમા સ્કંધ સુધી ગીતા આપણને કઈ રીતે કર્મ કરવું તે કરવું જોઈએ એ બતાવશે.
- મૄત્યુના સમયે માયા મોહનો ત્યાગ કરો
- પરમાત્માની આકાંક્ષા જગાડો
ઘણી જગાએ સદર પ્રસિદ્ધ થયેલ લેખના તાત્વિક અર્થ જ - સારાંશ જ - લખ્યા છે.
- પત્ની ધર્મના આચરણ માટે છે
શાસ્ત્રમાં પત્નીને કામ પત્ની નહીં પણ ધર્મ પત્ની કહેવામાં આવે છે. સ્ત્રીનો સંગ એ કામ સંગ નહીં પણ સત્સંગ છે. પત્ની ધર્મના આચરણ માટે છે. જો પતિ પત્ની પવિત્ર જીવન જીવશે તો તેમને ત્યાં ભગવાન પણ જન્મ લેવાની ઇચ્છા રાખશે. ભગવાન દામ્પત્યને પ્રસાદ માને છે.
- જીવનને સાત્ત્વિક બનાવવું જોઈએ
કપિલ મુનિ જ્ઞાનના અવતાર છે. કપિલ બ્રહ્મજ્ઞાનના સ્વરૂપ છે.
કંદર્પનો અર્થ થાય છે ઈન્દ્રિયોનું દમન કરનાર, જિતેન્દ્રિય. શરીરમાં સત્વગુણની વૃત્તિ હોય તો જ તે જ જ્ઞાનપ્રદર્શિત થાય છે. તેથી જીવનને સાત્ત્વિક બનાવવું જોઈએ.
- સત્કર્મને જ યજ્ઞ કહેવાય
લાભથી લોભ અને લોભથી પાપ વધે છે. હિરણ્યાક્ષનો અર્થ છે સંગ્રહ વૃત્તિ અને હિરણ્યકશિપુનો અર્થ છે ભોગ વૃત્તિ.
- ક્રોધને મારવો ખૂબ જ મુશ્કેલ છે
ક્રોધ કામાનુજ છે, કામનો નાનો ભાઈ છે. ખૂબ જ સાવધાન થઈને કામને તો મારી શકાય છે પણ ક્રોધને મારવો મુશ્કેલ છે. જ્ઞાની પુરુષનું પતન કામથી નહીં પરંતુ ક્રોધથી થાય છે.
યોગનાં આઠ અંગ છે જે વૈકુંઠનાં આઠ દ્વાર છે, યમ, નિયમ આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધાન અને સમાધિ. આ આઠ દરવાજા પસાર કર્યા પછી જ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે.- દાંપત્ય જીવનનું પ્રથમ સૂત્ર સંયમ છે
- ભાગવત મનભેદ અને મતભેદ દૂર કરે છે
- પ્રેમયોગ
- અર્થની પ્રાપ્તિ પાંચ પ્રકારથી થાય છે
અર્થની પ્રાપ્તિ નીચે પ્રમાણેના પાંચ પ્રકારથી થાય છે.
૧
માતાપિતાના આશીર્વાદથી
૨
ગુરુની કૄપાથી
૩
પોતાના સાહસ અને પરિશ્રમથી
૪
પોતાના પ્રારબ્ધથી
૫
પ્રભુની કૄપાથી