રામ કથા
માનસ મહારાજ
લાલજી મહારાજ જન્મ સ્થલ
સાયલા (જિ - સુરેન્દ્રનગર), ગુજરાત
મુખ્ય ચોપાઈ
1
શનિવાર, તારીખ ૨૫ ડિસેમ્બર, ૨૦૧૦
કથામાં ૭ શબ્દનું મહત્ત્વ છે.
૧ ગેય એટલે જે ગાઈ શકાય તે. કથા ગેય છે, ગવાય છે.
ગાવત સતત શંભુ ભવાનિ
રામ કથા જીવનનું ગીત છે.
૨ પેય એટલે જે પી શકાય તે.
રામ કથા કાન દ્વારા પીવાની છે. રામ કથા અમૄત છે અને તેને કાન દ્વારા પીવાનું છે.
૩ જ્ઞેય એટલે જાણવાનું શાસ્ત્ર. રામ કથા જાણવાનું શાસ્ત્ર છે.
૪ પ્રેય એટલે લોક વ્યવહાર શીખવાનું શાસ્ત્ર.
સાધુ અને સંતની પરિભાષા - વ્યાખ્યા અલગ છે.
૫ શ્રેય એટલે કલ્યાણ. રામ કથા કલ્યાણની કથા છે.
૬ સેવ્ય એટલે સેવવું. રામ કથા સેવવાનું શાસ્ત્ર છે.
કૃપા થકી કોઈ પણ વસ્તુ પ્રગટ થાય છે અને પ્રગટીકરણમાં કોઈ ક્રિયાની આવશ્યકતા રહેતી નથી.
જ્યારે જેનો જન્મ થાય છે તેમાં ક્રિયાની આવશ્યકતા હોય છે.
૭ ધ્યેય
રામ કથાનું એક ધ્યેય - લક્ષ્ય છે.
શિક્ષા આપે તે શિક્ષક.
દીક્ષા આપે તે ગુરૂ.
કોઈ પણ પ્રકારની ભીક્ષા આપે તે સદ્ગુરૂ. અહીં ભીક્ષા એટલે ભીખ નથી.2
રવિવાર, તારીખ ૨૬ ડિસેમ્બર, ૨૦૧૦
3
સોમવાર, તારીખ ૨૭ ડિસેમ્બર, ૨૦૧૦
4
મંગળવાર, તારીખ ૨૮ ડિસેમ્બર, ૨૦૧૦
5
બુધવાર, તારીખ ૨૯ ડિસેમ્બર, ૨૦૧૦
6
ગુરુવાર, તારીખ ૩૦ ડિસેમ્બર, ૨૦૧૦
7
શુક્રવાર, તારીખ ૩૧ ડિસેમ્બર, ૨૦૧૦
૩૧ એટલે ૩ અને ૧
૧ એટલે એક તત્વ, એક સત્ય, એક પરમાત્મા.
આવા પરમ તત્વનો આશ્રય ત્રણ રીતે કરીએ.
૧ ભાવથી એકને ભજીએ
૨ એક તત્વને સમજ પૂર્વક જાણીએ.
૩ વિવેક પૂર્વક પાવન કર્મ કરીને પરમ તત્વ સાથે જોડાઈએ.
આમ ભાવ, સમજ અને પાવન કર્મ એ ત્રણ સાથે રાખી એક તત્વને જાણીએ, પામીએ.
સિંહ માણસ ભક્ષી પ્રાણી નથી. પણ એક વાર પરિસ્થિતિ વશ માનવભક્ષી બને તો પછી તેને માનવ ભક્ષણની ટેવ પડી જાય છે.
આજ રીતે સિંહાસન ઉપર બેસનાર પ્રજાને હેરાન ન કરે પણ જો કોઈ વખય હેરાન કરે, દુરવ્યવહાર કરે, લાંચ લે તો પછી તેને આવી ટેવ પડી જાય છે અને કૌભાંડ કર્યા જ કરે છે.
એકનો પણ અંત તે એકાન્ત.
મહાશૈલ
જે અચલ હોય તેને પર્વત કહેવાય.
રામ અચલ છે અને તેથી મહાશૈલ છે, મહારાજ છે.
ફરતું મન મંદરાચલ પર્વત છે જે ક્યારેક વિષ પણ પેદા કરે.
જે ચાર પ્રકારની વ્યવસ્થા કરે તે અચલ રહે અને તેને મહારાજ કહેવાય.
૧ ધર્મની વ્યવસ્થા - મહારાજે ધર્મની વ્યવસ્થા કરવી પડે. રામ રાજા બન્યા પછી ધર્મની વ્યવશ્થા કરે છે.
૨ અર્થની વ્યવસ્થા - રાજાએ અર્થની વ્યવશ્થા કરવી પડે અને તેને મહારાજ કહેવાય.
૩ કર્મની વ્યવશ્થા - જે પ્રત્યેક વ્યક્તિ માટે કામ - કાર્યની સુવિધા પુરી પાડે તેને મહારાજ કહેવાય.
૪ મોક્ષની વ્યવસ્થા -
ધર્મ એટલે સ્વભાવ --- લાઉત્સો
મહાવૄષ્ટિ
રામ કરૂણાની મહાવૄષ્ટી કરે છે.
8
શનિવાર, તારીખ ૦૧ જાન્યુઆરી, ૨૦૧૧
જનક રાજામાં રાજ યોગ, ભક્તિ યોગ અને કર્મ યોગ સમાવિષ્ટ છે.
જનક મહારાજ છે.
જે બીજાને મોટાઈ આપે તે મહાન કહેવાય. તે મહારાજ છે.
જ્ઞાન માન જહાં એક હું નારી.............
જ્યાં અહંકાર શુન્યતા હોય, જે શોક ન કરે તેને પંડિત જ્ઞાની કહેવાય.
સંત કમળ જેવા અસંગ હોય.
દશરથ રાજાનું જ્ઞાન તેમના અંત સમયે ખંડિત થાય છે.
૧ જેનામાં સમજ - જ્ઞાનનો ખજાનો હોય તેને મહારાજ કહેવાય.
જ્ઞાનનિધાન
નિધાન એ છે જે ક્યારેય ખાલી ન થાય.
જનક જ્ઞાન નિધાન છે.
૨ સુજાન - પ્રત્યેક વિષયમાં જેની સુમતિ પ્રવેશ કરે તેને સુજાન કહેવાય.
૩ સુચી - આંતર બાહ્ય પવિત્રતા
૪ ધર્મ નિષ્ઠ - ધર્મ ધીર, ધર્મ અને ધૈર્ય બણે હોય તેને ધર્મ ધીર - ધર્મ નિષ્ઠ કહેવાય. સત્ય, પ્રેમ અને કરૂણાના ઉપાસકને ધર્મ નિષ્ઠ કહેવાય.
મહાજન
જે વૈષ્ણવજન હોય તેને મહાજન કહેવાય. નરસિંહ મહેતાના પદમાં (વૈષ્ણવજન તો તેને રે કહીએ ....) વૈષ્ણજનના લક્ષણ વર્ણવવામાં આવ્યા છે. આવા લક્ષણ વાળાને મહાજન કહેવાય.
ગુણીજન એ છે જે પોતાના ગુણોનું અભિમાન ન કરે અને બીજાના ગુણોને દાદ આપે.
જે ગુણીજન હોય તેને મહાજન કહેવાય.
મુનિજન એ છે જે સમજીને મૌન રહે. સમ્યક મૌન મહાજનનું લક્ષણ છે.
મહારસ
તમોગુણી રસ
રજોગુણી રસ
સત્વગુણી રસ
ભોજનના ૬ રસ છે,સાહિત્યના ૯ રસ છે.
9
રવિવાર, તારીખ ૦૨ જાન્યુઆરી, ૨૦૧૧
વેદ મંત્ર
ચત્વારિવાક્ પરિપિતામદાની તાનિ વિદુરબ્રાહ્મણા યેમાનિષિનઃ ગુહાત્રિસી નિહિતા નૈનગયન્તિ તુરિયંવચૌ મુનુષ્યાવદન્તિ ..... ઋગ્વેદ
૧
પરા વાણી એટલે બહું દૂરની વાણી એવો એક અર્થ થાય, સામા કાંઠાની વાણી અને છતાંય લાગે બહું નજીકની વાણી.
૨
પશ્યન્તિ વાણી જોયા પછી તેનું વર્ણન કરે તેવી વાણી, જેવું દેખાય તેવું બોલે તેવી વાણી. દા. ત. ક્રિકેટની કૉમેન્ટરી, પશ્યન્તિ વાણીની કક્ષાએ જાતિ ભેદ મટી જાય છે.
૩
મધ્યમા વાણી
પરા અને પશ્યન્તિ વાણી વચ્ચેની વાણીને મધ્યમા વાણી કહે છે.
૪
વૈખરી વાણી
પરા, પશ્યન્તિ અને મધ્યમા વાણી વૈખરી વાણીમાં વ્યક્ત થાય છે.
દશરથ મહારાજ છે.
જનક મહારાજ છે.
રામ મહારાજ છે.