જ્ઞાનતૄષા અને જ્ઞાનક્ષુધા
સૌજન્ય - અક્ષયપાત્ર - બકુલ દવે, દિવ્ય ભાસ્કર, બુધવાર, તારીખ જુન ૨૯, ૨૦૧૧यही जाना कि कुछ न जाना हाय
सो भी एक उम्र के बाद हुआ मालूम - मीर
(કશું જાણ્યું નથી - જ્ઞાન મેળવ્યું નથી તેનું જ્ઞાન પણ એક ઉંમર વીતી ગઇ ત્યારે થયું.)
ઉંમરના એક પડાવ પર, ઘણું જાણ્યા પછી પણ જ્ઞાનની તરસ ધરાવનારને વસવસો રહ્યા કરે છે કે હજી કેટકેટલું જાણવાનું બાકી રહી જાય છે.

યહી જાના કી કુછ ન જાના હાય સો ભી હુઆ એક ઉમ્ર કે બાદ હુઆ માલૂમ-મીર
(કશું જાણ્યું નથી- જ્ઞાન મેળવ્યું નથી તેનું જ્ઞાન પણ એક ઉંમર વીતી ગઇ ત્યારે થયું.)
મીરસાહેબના આ શેરમાં જ્ઞાનપિપાસુ જણનો વસવસો છે. જેને કશું જાણવાની તરસ હોય છે તે જીવનભર જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રવૃત્ત રહે છે. જિંદગીભર જ્ઞાન મેળવવું એ જ ઉદ્દેશ સાથે સદાપ્રવૃત્ત રહેવા છતાંય જ્ઞાનીની તરસ છિપાતી નથી. છેક જિંદગીની અંતિમ અવસ્થાએ પણ એને તો એવું જ લાગ્યા કરે છે કે હજી ઘણું જાણવાનું રહી ગયું.ગ્રાઉન્ડ ફ્લોરે ઊભેલી વ્યક્તિ માટે આકાશનો ટુકડો એની આકાશની વ્યાખ્યામાં સમાઇ જતો હોય છે. પણ કોઇ વ્યક્તિ એક પછી એક પગથિયાં ચડતી જાય છે ને ઊંચાઇ પ્રાપ્ત કરતી જાય છે તેમ તેમ એનું આકાશ વિસ્તરતું જાય છે.
જ્ઞાનના આકાશનું પણ આવું જ હોય છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભેલા હોય છે તેમને માટે તે સીમિત હોય છે- ટુકડા જેવું. એમના હિસ્સામાં વરસાદ અને તડકો પણ મર્યાદિત જ રહી જાય છે. આનાથી ઊલટું જ્ઞાનનાં પગથિયાં એક પછી એક સર કરતી જતી વ્યક્તિ સામે આકાશ એની ખૂબીઓ સાથે સતત પ્રગટતું જાય છે. ઊધ્વૉરોહણ કરનારને ખબર પડતી જાય છે કે આકાશ જેમ નિકટ આવે છે તેમ તેમ એ દૂર થતું જાય છે. આકાશનો એ સ્વભાવ છે. વેંત છેટું જણાવા છતાંય એને સ્પર્શી શકાતું નથી. આકાશના અંશને પોતાનામાં ઉતારતા જતા આરોહકને એવું લાગવા માંડે છે પોતાની ભીતર હોવા છતાંય ઘણું આકાશ પોતાની બહાર રહી જાય છે.
આકાશને ક્ષિતિજો બાંધી શકે છે એ ભ્રમ તૂટતો જાય છે તેમ વધુ ઊધ્ર્વગમનની ઇચ્છા એની ભીતર ધૂણીની જેમ ધખ્યા કરે છે. ઉંમરના એક પડાવ પર, ઘણું જાણ્યા પછી પણ જ્ઞાનની તરસ ધરાવનારને વસવસો રહ્યા કરે છે કે હજી કેટકેટલું જાણવાનું બાકી રહી જાય છે.
લોરેન્સ સ્ટેરેનનું એક કવોટેશન છે, ‘જ્ઞાનમાં વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ તેને મેળવવાની તરસ પણ વધતી જાય છે.’ અંધકાર અજ્ઞાન છે અને જ્ઞાન છે અજવાળું. જ્ઞાનનો દીપક પ્રગટાવી અંધકારને દૂર કરી શકાય. પ્રશ્નની કાંડીથી દીપકને પ્રગટાવવાથી ઉત્તરરૂપે જે મળે છે તે છે અજવાળું-જ્ઞાન.
જેને જ્ઞાન અર્જિત કરવાની ઉત્સુકતા છે એને માટે છ મિત્રો મદદ કરવા માટે હંમેશાં ઊભા પગે તૈયાર હોય છે. એ મિત્રો છે, Why-What-Where-When-Who અને How. દીવાસળીની ઉપર રહેલા ગંધકના ટોપકા જેવા આ પ્રશ્નશબ્દો અજવાળું કરી શકે છે. લેડી બર્ટને જ્ઞાનના સંદર્ભે માણસનું રસપ્રદ પૃથક્કરણ કર્યું છે. એમણે કહ્યું છે માણસો ચાર પ્રકારના હોય છે:
(૧) He who knows not and knows not he knows not, he is fool, shun him. એટલે કે જે જાણતો નથી અને જાણતો નથી કે પોતે જાણતો નથી, તે મૂરખ છે, તેને અવગણો.
(૨) He who knows not and knows he knows not, he is simple, teach him. એટલે કે જે જાણતો નથી અને જાણે છે, પોતે જાણતો નથી. તે સરળ છે, તેને શીખવો.
(૩) He who knows not and knows not he knows, he is asleep, awake him. જે જાણતો નથી અને જાણતો નથી કે પોતે જાણે છે, તે ઊંઘમાં છે, તેને જગાડૉ.
(૪) He who knows and knows he knows, he is wise, follow him. એટલે કે જે જાણે છે અને જાણે છે કે પોતે જાણે છે, તે ડાહ્યો છે, તેને અનુસરો.
kalash@guj.bhaskarnet.com