Translate

Search This Blog

Thursday, February 23, 2012

માનસ ગુર ગૃહ


રામ કથા

માનસ ગુર ગૃહ

શીતલા માતા મંદિર રોડ

ગુંડગાંવ, હરિયાણા

તારીખ ૨૧-૦૧-૨૦૧૨ થી તારીખ ૨૯-૦૧-૨૦૧૨



મુખ્ય ચોપાઈ

ગુર ગૃહ ગયઉ તુરત મહિપાલા

ચરન લાગિ કરિ બિનય બિસાલા

તરત જ રાજા ગુરૂજીને ત્યાં ગયા અને તેમને પગે લાગીને ઘણી વિનંતિ કરી.

......................................................................બાલકાંડ ૧-૧૮૮/૨

ગુર ગૃહઁ ગએ પઢન રધુરાઈ

અલપ કાલ બિદ્યા સબ આઇ

શ્રી રધુનાથજી આદિ ગુરૂજીના આશ્રમે વિદ્યા ભણવા માટે ગયા અને ચારે ભાઈઓએ થોડાક જ સમયમાં બધી વિદ્યા મેળવી લીધી.

.........................................................................બાલકાંડ ૧-૨૦૩/૪










શનિવાર, તારીખ ૨૧-૦૧-૨૦૧૨

ગુડગાંવનું મૂળ નામ ગુર ગાંવ છે.

આચાર્ય દ્રોણની ચેતના ગુર ગાંવ સાથે જોડાયેલી છે.

રાજકોતમાં માનસ હરિહર નું આયોજન થયેલ છે.

ગુરૂને ઘેર જવું જ જોઇએ. ગુરૂના ઘરેથી ૯ વસ્ર્તુ પ્રાપ્ત થાય છે. આ ૯ વસ્તુ આધ્યાત્મિક છે તેમજ અત્યંત જરૂરી પણ છે.

સ્વયં બ્રહ્મ પણ ગુરૂને ઘેર જાય છે.

દશરથ રાજા વિષાદ - ગ્લાની મુક્ત થવા ગુરૂના ઘેર જાય છે.

ગુરૂની જાગેલી ચેતનાને, આત્માને જાણવો- ઓળખવો એ ગુરૂ ઘરની તલાસ છે, ગુરૂ સાથે ચૈત્સિક સંબંધ બાંધવો એ છે.
 
પાંચ વસ્તુ અગત્યની છે.

૧ પઢા

૨ સુના

૩ સોચા

૪ સમજા

૫ જાના

૯ પૂર્ણાક છે, સંપૂર્ણ પણ છે.
ગુરૂ ઘેર જવાથી વિષાદ પ્રસાદમાં પરિવર્તીત થાય. આ આધ્યાત્મિક વિજ્ઞાન છે.

૧ ગુરૂ ઘેર જવાથી વિષાદમાંથી (Tension) મુક્તિ મળે.

૨ ગુરૂ ઘેરથી વિદ્યા પ્રાપ્ત થાય.

ભજન કરનાર માયાથી મુક્ત થઈ શકે.

માયાના બે પ્રકાર છે, વિદ્યા અને અવિદ્યા.

માયાનો પ્રપંચ દુઃખદ ન થાય - ન લાગે તેવી સમજ ગુરૂ પાસેથી મળે.

ગુરૂ ઘેર જવાથી ત્રીજી આંખ ખૂલી જાય.

ગુરૂ દરબારમાંથી સમજ મળવાથી બધું જ અહીં છે તેવું લાગે, તેવું અનુભવાય, સ્વર્ગ પણ અહીં જ છે તેવું અનુભવાય.

વિદ્યા માયાનું બંધન ન લાગે જ્યારે અવિદ્યા માયાનું બંધન લાગે.

વિદ્યા એટલે સીધી સાદી સમજણ.
૩ ગુરૂ ઘેર જવાથી વિવેકમાં વૃદ્ધિ થાય.

૪ ગુરૂ ધેર જવાથી વિશ્વાસ દ્રઢ થાય.

૫ ગુરૂ ઘેર જવાથી વિકાસમાં વૂદ્ધિ થાય. અને આ વિકાસ ધર્મ, અર્થ, કામ કે મોક્ષનો હોય.

૬ ગુરૂ ઘેરે જવાથી વિસ્મયનો વધારો થાય, જિજ્ઞાનામાં વધારો થાય.

૭ ગુરૂ ઘેર જવાથી વિચાર શૂન્યતા આવે. વિચાર શૂન્યતા બહું મોટી ઉપલબ્ધિ છે.


રવિવાર, તારીખ ૨૨-૦૧-૨૦૧૨

ગુરૂનું ઘર કેવું હશે?

પોતાનો સ્વભાવ, પોતાની નિજતા, પોતાનો સ્વધર્મ એ ગુરૂ ઘરનો પાયો છે. પોતાની અંદરના ગુરૂદ્વારાનો પાયો પોતાની નિજતા છે.

સદ્‌ગુરૂની આંખ આશ્રિતની પાંખ બની જાય છે.

ઉધારમાં જીવવાનું અસ્તિત્વને પસંદ નથી, તેથી પોતાની નિજતામાં જ જીવવું જોઇએ.

ગુરૂ ઘરની દિવાલ અખંડ અને અભેદ છે.ગુરૂને કોઈનો ભેદ ન હોય. ગુરૂ ઘર તો અખંડ અભેદ જ હોય. ત્યાં domestic walls ન હોય.

પરિકમ્મા કરવી એટલે ચારે બાજુંથી દર્શન કરવું, ચારે બાજુંથી જાણવું.

જ્યારે પાકી ખાતરી થાય ત્યારે જ પગ પકડવા.
વક્તાને ન પકડો, પણ તેના વક્ત્વ્યને પકડો.

સાધુના ઘેર, ગુરૂના ઘેર કોઈ પણ જઈ શકે છે.

ભેદ, દ્વૈત ક્રોધ પેદા કરે અને ક્રોધ આવે એટલે માણસ ચંડાલ બની જાય છે.

બીજાને હલકો ગણે તેના સમાન બીજો કોઈ હલકો નથી.

કોઈ પણ વ્યક્તિ માટે પુરૂં જાણ્યા વિના તેના વિષે પ્રમાણપત્ર ન આપો.

મુક્તતા ગુરૂ ઘરનો દરવાજો છે.

ગુરૂ કોઈને બંધનમાં ન રાખે.

ગુરૂ તેના આશ્રિતના કર્મ લઈ લે છે જેથી આશ્રિતને તેના કર્મનાં ખરાબ ફળ ભોગવવાં ન પડે.

વાતાયન એટલે ખીડકી, બારી.

સંસારી હોવા છતાં ભિક્ષુક બની બધી જગાએથી સારું સ્વીકારો.

ગુરૂ ઘરની છત સંતોષ છે.

સંતોષની છાયામાં જીવવાનું છે.

મહારસ ગુરૂ ઘરનો રંગ છે. મહારસ કદી ફિકો ન પડે.

સંસ્કાર અને વિકાર બંને બેડી છે.

દાનદ દયા ન કરે અને દેવ ડરાવે નહિં.

ગુરૂના ઘરમાં સંસ્કાર અને વિકારની બેડી નથી.

નિરંતર નિર્મળ જ્ઞાન મશાલનું અહવાળૂં ગુરૂના ઘરમાં હોય છે.

ગુરૂના ઘરમાં મળતો આશ્રય ગુરૂ ઘરનું આંગણું છે.

ગુરૂના ઘેર બધાને આશ્રય મળે, બધાનો સ્વીકાર થાય.

ગુરૂના ઘેર ધર્મની ઉષ્મા આપણી જડતા રૂપી શરદીને દૂર કેરે છે.

ગુરુ વિધી મુક્ત વિધાન આપે જેથી તેમાં કોઈ વિધી વિધાન ન કરવું પડે.

ગુરૂ તેના આશ્રિતને ગુરૂ બનાવ્યા સિવાય, તેના સમાન બનાવ્યા વિના ન છોડે.

ગુરૂ તેના શિષ્યને પોતાના સમાન બનાવ્યા પછી જ તેને દૂર જવાનું કહે.

જે વરિષ્ઠ છે તે જ વશિષ્ઠ છે.



સોમવાર, તારીખ ૨૩-૦૧-૨૦૧૨

ધામ એ છે જેની પાસેથી નદી વહેતી હોય.

ધામમાં પરમ લીલાનુ અવતરણ અને સમાપન થયેલ હોય છે.

ધામમાં વિશિષ્ટ વ્યક્તિ નિવાસ કરે છે.

જેની નજીક પર્વત, નદી, આશ્રમ, અવતરણ, ઉત્સર્ગ, સમુદ્ર વિ. હોય તે ધામ કહેવાય છે.

તુલસી આ શરીરેને પણ ધામ કહે છે.

સાધન ધામ મોચ્છ કર દ્રારા    l

પાઇ ન જેહિં પરલોક સઁવારા    ll

આપણું ઘર પણ ધામ બનાવી શકાય. જે ઘરમાં પ્રત્યેક વ્યક્તિ પ્રમાદી ન હોય તે ઘર ધામ છે; દરેક પુરુષાર્થ કરનાર હોય.

જ્યાં પરસેવાનું પાણી અને ભાવનું પાણી વહેતું હોય તે ધર ધામ છે. આવું પર્વાહી નદીના જલ સમાન છે.

જે ધરમાં પર્વત - પહાડ હોય તે ધર ધામ છે.

પાવન પર્બત બેદ પુરાના

રામ કથા રુચિરાકર નાના

…………………….ઉત્તરકાંડ ૧૧૯/૧૩

વેદો અને પુરાણો એ પાવનકારી પર્વતો છે. તેમાં શ્રી રામની કથાઓ રૂપી અસંખ્ય ખાણો છે.

વેદ, પુરાણ, શાસ્ત્રોની ઊંચાઈ જેના કલેજામાં હોય તે પહાડ છે અને એ જ્યાં હોય તે ધામ છે. જેના જીવનમાં આવી ઊંચાઈ હોય તેનું જીવન ધામ છે.

ગ્રંથ, શાસ્ત્ર સ્થુલ રૂપમાં હોય તે પર્યાપ્ત નથી.

ઘરમાં દરિયો હોય તે ઘર ધામ છે.

જય હનુમાન જ્ઞાન ગુન સાગર

તમારો ગુરૂ તમારો સમુદ્ર છે.

ગુરૂ વિવેક સાગર છે.

જે ચૂલામાં અતિથિ, ગાય, શ્વાન વિ. માટે અગ્નિ પ્રજ્વલિત થાય છે તે યજ્ઞની જ્યોતિ છે.

ચાર યુગ - સતયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ અને કલિયુગની સાથે સાથે પાંચ યુગ - પ્રેમ યુગની આવશ્યકતા છે.

સત્ય, પ્રેમ અને કરૂણામાં કરૂણાનું મહત્વ વધારે છે.

રામ સત્ય છે અને રામ રુપી સત્ય આવે છે અને જાય છે.

કૃષ્ણ પેમ છે જે અવતરે છે અને ઉત્સર્ગ પણ પામે છે.

શંકર કરૂણા છે, જેનો અવતાર પણ નથી અને અંત પણ નથી. કરૂણા કાયમ હોય.

કરૂણા ક્યારેક કઠોર પણ હોય. અને આવી કરૂણા આપણા ભલા માટે હોય.

ભક્તિ નદી છે.

રાજગૃહમાં શું થાય છે તે સમજવાથી ગુરૂ ગૃહ વધારે સમજાશે.

રાજ ગૃહમાં શામ, દામ, દંડ ને ભેદ હોય છે.

ગુરૂને આપણે મહારાજ, મહારાજા કહીએ છીએ.

શામ એટલે સમાધાનકારક વૃત્તિ, સ્વીકારવાની વૃત્તિ.

રાજ ભવનમાં દામ હોય, પ્રલોભનની નીતિ હોય.

સંગતથી સુમતિ કુમતિ થાય.

પવન કર્મયોગી છે.

ભેદ એટલે રહસ્ય.

ગુરૂ ઘરમાં રહસ્ય હોય.

નૃપ ગૃહમાં રજો ગુણ હોય જ્યારે ગુરૂ ગૃહમાં સતો ગુણ હોય. ગુરૂ ગૃહ ક્યારેક ત્રુગુણાતિત પણ હોય.

નૃપ ગૃહમાં શસ્ત્ર હોય, જ્યારે ગુરૂ ગૃહમાં શાસ્ત્ર હોય.

મા ધર્મ આપે, બાપ અર્થ આપે, સંગ કામ આપે, આપણાથી વધારે જાણકાર - Superior કામ આપે - કાર્ય કરવાની રીત આપે જ્યારે ગુરૂ બધું જ આપે - ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપે.

શાંતિ, સુમતિ, સુચિતા એ ગુરૂ ઘરની રાણીઓ છે.

શાંતિ પમાડે તેને સંત રે કહીએ ....

ગિરજાગૃહમાં પૂજન થાય છે..

પૂજા કર્યા પચી આગણી કરશો તો મૂર્તિ કોઈ પ્રતિભાવ નહિં આપે.

જાનકી બીજી વખય પ્રાર્થના કરે છે, પૂજન નથી કરતી.

માંગવાથી મળે તે આશ્વાસન છે, વગર માગ્યે મળે તે આશીર્વાદ છે.

ગુરૂ ગૃહ ક્યાં છે?

ગુરૂ ગૃહનું સરનામું શું છે?

મૌલિક શ્રદ્ધા હોય તો ગુરૂ ગૃહ નજદીક જ છે.

જ્યાં જ્તોતિ જલતી હોય તે ગુરૂ ગ્રૂહ છે. આપને કહીએ છીએ કે  "મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે".

દરેક સંકલ્પ બંધન છે.

ગુરૂ ઘરાનું અનામ છે.

ગુરૂ તત્વ સાર્વભૌમ હોય છે.

હનુમાનજી ગુરૂ છે.

આપણું હ્નદય જ ગુરૂ ઘર છે.

પવન તનય સંકટ હરન મંગલ મૂર્તિ રૂપ, રામ સીતા સહિત હ્નદય  બસહું સૂર ભૂપ.

રામ પણ ગુરૂ છે.

રામનું નિવાસ સ્થાન ગુરૂ ઘર છે.









મંગળવાર, તારીખ ૨૪-૦૧-૨૦૧૨

ગુરૂ ગૃહ અને ગુરૂ આશ્રમ વચ્ચે શું ફેર છે?

પ્રત્યેક શબ્દના પર્યાય શબ્દો હોય અને તેનો એક મૌલિક શબ્દ પણ હોય.

તુલસી શબરીની કુટિરને પણ શબરી આઅશ્રમ કહે છે.

સમર્પણ વાળા પાસે જાય તે રામ અને અપહરણ વાળા પાસે જાય તે રામની મ્હિમા અતુલનીય છે.

વક્તામાં વિવેક હોવો જોઈએ, અને આવા વિવેક ૫ છે.

૧ મનનો વિવેક

૨ વિચારનો વિવેક, વચન વિવેક

૩ તન વિવેક - પોતાન નિજતામાં રહી વિવેકપૂર્ણ રીતે બોલવું.

૪ નયન વિવેક

ચયન વિવેક

યોગ્ય જગાએ યોગ્ય વિષય - સૂત્રનો ઉપયોગ કરવાનિ વિવેક

શ્રોતાના વિવેક પણ ૫ છે.

૧ મન વિવેક

૨ વચન વિવેક

૩ તન વિવેક

૪ નયન વિવેક

૫ ચયન વિવેક - સૂત્રને ચૂનવાનો - સ્વીકારવાનો વિવેક

આશ્રમમાં નિયમ પાળવા પડે, આશ્રમમાં નિયમ હોય.

ગૃહમાં નિયમો ન હોય, હા, કેટલાક સ્વાભાવિક નિયમો જરૂર હોય.

ગુરૂના ઘરમાં મુક્તતા હોય, વિધિ મુક્ત વિધાન હોય.

જ્યારે ગુરૂના આશ્રમમાં નિયન હોય.

ગૃહસ્થના ઘરમાં ભોજન પાકે, ગુરૂના ઘરમાં ભજન પાકે.

ગુહસ્થના ઘરમાં પ્રભાવક સજાવટ થાય, પ્રભાવની પ્રધાનતા હોય.

ગુરૂના ઘરમાં સ્વભાવની પ્રધાનતા હોય.




બુધવાર, તારીખ ૨૫-૦૧-૨૦૧૨

માગણી પરમ સત્ય પાસે, પહોંચેલી વ્યક્તિ પાસે કરાય.

બાર વસ્તુ બૂરી છે.

૧ પ્રેમનો પંથ

પ્રેમ અદ્વૈતનો વિષય છે. પ્રેમ પંથ પાવકની જ્વાળા છે.

૨ જંગલમાં વાસ, એકાંતમાં નિવાસ

૩ સ્ત્રી ઉપર સીમાથી વધારે આસક્તિ

૪ મૂર્ખની મંડળીમાં હસવું

૫ લોભીની સેવા

૬ અકારણ ભગીનીના ઘેર ભાઈનું રહેવું

૭ ખરાબ સ્વભાવવાળી સ્ત્રી અને પુરુષ

૮ સાસરીમાં જમાઈનું રહેવું

૯ સાપ સાથે રમત

૧૦ રણાંગણમાંથી ભાગવું

૧૧ માગવું

ગુરૂ ગૃહમાં જે જાય તેને ચૈતસિક રૂપે ૩ વસ્તું પ્રાપ્ત થાય, અને તે છે શિક્ષા, દીક્ષા અને ભિક્ષા.

ચૈતસિક અવસ્થામાં વિયોગ નથી આવતો પણ દૈહિક અવસ્થામાં વિયોગ આવે.

મેરે રાહબર મુઝે ગુમરાહ કર દે

સુના હૈ કિ મઝિલ કરીબ હૈ

ગુરૂ શંકર રુપેણ છે

ગુરુ પદ

ગુરૂ ચરણ

ગુરૂ આયેશુ

ગુરૂ સેવા

ગુરૂ પ્રભાવ

ગુરૂ પ્રસાદ

ગુરૂ વાણી

ગુરૂ ગ્રુહેથી પાંચ પ્રકારની શિક્ષા, પાંચ પ્રકરની દિક્ષા અને પાંચ પ્રકારની ભિક્ષા મળે.

ગુરૂનો પ્રભાવ

ગુરૂ પ્રસાદ

ગુરૂ સ્વભાવ

પાંચ પ્રકારન શિક્ષા નીચે પ્રમાણે છે.


વિદ્યા


વિનય


નિપૂણતા - કાર્ય કૂશળતા


ગુણ - શુભ ગુણ, નિર્ભયતા, સાત્વિકતા, કોમળતા વિ.


શીલ - કેવી રીતે વર્તવુ, બોલવું, મૌન રહેવું, ખાવું પીવુ વિ.



પાંચ પ્રકારની દિક્ષા નીચે પ્રમાણે છે.


શબ્દ દિક્ષા


સ્પર્શ દિક્ષા - ચરણ સ્પર્શ


સ્વરુપ દિક્ષા


રસ દિક્ષા - ઈશ્વર રસમય હે.


ગંધ દિક્ષા



પાંચ પ્રકારની ભિક્ષા નીચે પ્રમાણે છે.


આંસુ

ભાગ્યવાનને અશ્રુ બિક્ષા મળે છે.


અભેદ ભિક્ષા - ગુરુ આપણને અભેદ ભાવ શીખવાડે, ભેદભાવ ન રાખવાની ભિક્ષા આપે.


અનુભવ ભિક્ષા - ગુરુ ઘેરેથી અનુભવ મળે.


અમન - ગુરુ ઘેરથી શાંતિ મળે, ગુરૂ આપણને શાંતિ આપે.


અમલ ભિક્ષા - ગુરૂ આપણામાં તેનાં સૂત્રોનો અમલ કરવાની તમન્ના જગાડે.




ગુરૂવાર, તારીખ ૨૬-૦૧-૨૦૧૨

કથા શ્રવણ ન થઈ શક્યું.


શુક્રવાર, તારીખ ૨૭-૦૧-૨૦૧૨

પ્રસન્ન રહેવું આપણો જન્મ સિદ્ધ અધિકાર છે.



ઉત્તમા સહજા અવસ્થા છે.

સજહ અવસ્થા જ ઉત્તમ છે.

નિજ ઘરમાં મમતા હોય, ગુરૂ ગૃહમાં સમતા હોય.

ઉપનિષદનો મહામંત્ર સત છે.

ભગવદગીતાનો મહામંત્ર સમ છે.

રામચરિત માનસનો મહામંત્ર સબ છે.

ગુરૂનો વૃત્તિ મુક્ત વ્યવહાર ભેદ દોષ નથી.

ગૃહસ્થના ઘરમાં સાધન હોય, ગુરૂના ઘરમાં સાધના હોય.

ગૃહસ્થના ઘરમાં સહજતા ન હોય જ્યારે ગુરૂના ઘરમાં સહજતા હોય.

ગૃહસ્થના ઘરમાં સુખ દુઃખ હોય જ્યારે ગુરૂના ઘરમાં સુખ દુઃખ ન હોય.

ગુરૂ જ્યારે તેના ઘેરથી તેના આશ્રિતને નીકળી જવાનું કહે ત્યારે આશ્રિતે તરત જ નીકળી જવું કારણ કે આવા આદેશ પાછળ ઘણો મોટો સંકેત હોય.

આજ્ઞા સમ શું સાહિબ સેવા.

પ્રેમનો દીવો હ્નદયમાં હોય ત્યાં સુધી જ જલતો રહે, જ્યારે આવો પ્રેમ દીવો વાણી દ્વારા બહાર નીકળે એટલે બુઝાઈ જાય. આવો પ્રેમ દીવો સળગાવનાર ગુરૂ છે.

ભજન કરનારે બોલ બોલ ન કરવું.

જ્યાં હલ્લા હોય ત્યાં અલ્લા ન હોય.



શનિવાર, તારીખ ૨૮-૦૧-૨૦૧૨

નરેન્દ્ર કોહલી તેમની "મેરા રામ, મેરી રામ કથા" માં કહે છે કે વનવાસ દરમ્યાન રામ જેમને પૂછે છે તે બધા રામને અયોધ્યાથી દૂર જવાનું કહે છે, કોઈ અયોધ્યા જવાનું નથી કહેતા. રાષ્ટ્રનું નિર્માણ ઋષિ જ કરે છે.



કોઈની ઉપર દબાણ પણ એક પ્રકારની હિંસા જ છે.

વિશાળતામાં વિષ્ણુંનો સ્વભાવ છે, તેથી તે પૃથ્વીના ૩/૪ ભાગમાં - સાગરમાં નિવાસ કરે છે.

જ્યારે આપણી આંખ ખૂલે અને પાંખ ઊડે - ફૂલે - પાંજ્હ ફેલાય ત્યારે આંતરિક વિકાસ અને વિશ્રામમાં વધારો થાય.

રાવણ પાસે જવા માટે રામ સ્વયં સેયુ બનાવે છે.

આશ્રમ એ છે જ્યામ આ થી શરુ થતા શબ્દો ચરિતાર્થ થાય.


આરામ

જ્યાં આરામ મળે તે આશ્રમ કહેવાય.


આગમ

જ્યાંથી આગમ - શાસ્ત્ર મળે તે આશ્રમ કહેવાય.


આનંદ

જ્યાં આનંદ મળે તે આશ્રમ.


આરોગ્ય

જ્યાં તન અને મનનું આરોગ્ય મળે તે આશ્રમ.


આધાર

જ્યાં પીડિતોને આધાર મળે તે આશ્રમ.

કૌશલ્યા પૂર્વ દિશા છે જ્યાંથી રામ રુપી સૂર્ય નીકળે છે.



પ્રેમમાં કોઈ નિયમ નથી હોતા, છતાંય પ્રેમી સ્વયંભૂ નિયમો પાળે છે.





રવિવાર, તારીખ ૨૯-૦૧-૨૦૧૨

જે સોનાના હરણ પાછળ દોડશે તેના ઘરેથી અપહરણ થઈ જશે.

ભક્તિ વિશેષ દિશાથી નહિં પંણ વિશેષ દશાથી મળે છે.

સાધનાના માર્ગે જવા માટે ઉત્સાહ જોઈએ અને વડીલનું માર્ગદર્શન જોઈએ.

આપણે ૩ વસ્તુ કરવી જોઈએ.


આપણે ગુરૂ દર્શનની ચાહના રાખવી જોઈએ.


આપણે ગુરૂના ચરણ દેખાય તેવી ચાહના રાખવી જોઈએ, ભલે પછી બીજું કંઈ ન દેખાય. આપને ચરણ ઉપર નિષ્ઠા રહે તેવી ચાહના રાખવી જોઈએ. ચરણનિ મહિમા છે.


આપણને ગુરૂની કપા દ્રષ્ટિ મળે તેવી ચાહના રાખવી જોઈએ. ગુરૂના નયનનો મહિમા છે.

જ્યારે આત્મા નથી મરતો ત્યારે મહાત્મા કેવી રીતે મરે?

સરસ્વતીના હાથમાં શસ્ત્ર નથી હોતાં. વાણીમાં સ્વર હોય, શર ન હોય.

અભિમાન જ બધા શોકનું મૂળ છે.