શીલવાન વ્યક્તિ જ પામી શકે પ્રભુનો પ્રેમ
(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)
Read full article at Sunday Bhaskar.
- દિલ તો આપણા મહાપુરુષો પાસે હોય છે. ગમે ત્યારે પૂછો તો કહે કે મારા પ્રભુ કરે તે સાચું, આપણે શું કરી શકવાના હતા. આવા દિલના લીધે જ આપણા મહાપુરુષો પ્રભુના પ્રેમપાત્ર હોય છે
- ભગવાન રામને પ્રેમની મૂર્તિ કહ્યા છે, સાથે રામ-ભરત બંનેને પ્રેમની મૂર્તિ તરીકે વંદન કર્યાં છે. તુલસીદાસજી કહે છે કે, ભગવાન રામ અને ભરતજી બંને પ્રેમને પાત્ર છે.
- છતાંય કદી વિચાર્યું પણ ન હોય, ઇચ્છા પણ ન હોય અને અચાનક જ પરમતત્ત્વનો, પરમાત્માનો પ્રેમ મળી જાય તો સમજવાનું કે મારું જીવન કૃતકૃત્ય થઈ ગયું છે.
- હવે મનુષ્યનો અવતાર મળ્યો છે એટલે આપણે બધા પરમાત્માના કૃપાપાત્ર તો છીએ જ, પણ જીવ પરમાત્માનું ભજન કરે, પરમાત્માનું ધ્યાન કરે, પૂજા-અર્ચના કરે, સમયસર પ્રભુને ભજે તો જીવ ભાગ્યનું પાત્ર બને છે.
દર્દ કો પાયા પ્રેમ કો પાયા,
પ્રેમ કો પાયા પ્યાર હો ગયા.
- પરંતુ પ્રભુના પ્રેમપાત્ર બનવું હોય તો દિલ હોવું જરૂરી છે. તમે બધા એવું કહેશો કે અમારા બધા પાસે દિલ છે. ક્યારેક મને દેખાયું છે કે માણસ પાસે દિલ હોય છે. ફક્ત શરીરમાં રક્તનું પમ્પિંગ કરવા માટે જ. દિલ એક અવયવના રૂપમાં જોવા મળે છે. દિલ તો આપણા મહાપુરુષો પાસે હોય છે. ગમે ત્યારે પૂછો તો કહે કે મારા પ્રભુ કરે તે સાચું, આપણે શું કરી શકવાના હતા. આવા દિલના લીધે જ આપણા મહાપુરુષો પ્રભુના પ્રેમપાત્ર હોય છે. જ્યારે માણસ સવારથી સાંજ સુધી હું કરી નાખીશ, હું આમ કરી નાખું, તેમ કરી નાખું આવા અભિમાનને કારણે પ્રભુના પ્રેમપાત્ર બની શકતા નથી. આપણા બધા જ સંતોએ દિલથી જ કાર્ય કર્યા છે.
- બીજું જેની પાસે શીલ હોય છે એ પ્રભુના પ્રેમપાત્ર બની શકે છે. રામચરિતમાનસના દરેક પાત્રમાં શીલનું દર્શન થાય છે. માટે પ્રભુ બધાને પ્રેમ કરે છે.
- પ્રભુના પ્રેમપાત્ર બનવા માટે માણસ પાસે બળ જરૂરી છે.
- બળનો અર્થ એ થાય છે કે પ્રેમની કોઈ પણ પરિસ્થિતિમાં અમે દૃઢ રહીશું. અમે પ્રેમમાં હારીશું નહીં. આવી મક્કમતા એને બળ કહી શકાય છે.
- જેની પાસે પ્રેમની ધારા હોય છે એ પરમાત્માના પ્રેમપાત્ર બની શકે છે. પ્રેમની ધારાને નારદજી પ્રતિક્ષણ વર્ધમાન કહે છે. તુલસીદાસજી અનુરાગ કહે છે, રોજ નવી ઉત્કંઠા વધવી જોઈએ.
- જે માણસ નિત્ય ઉત્કંઠા લઈને હસતો થશે એ પ્રભુના પ્રેમનો પાત્ર બની જશે. માણસ હસતા શીખી જાય તો પ્રભુ બહુ નજીક આવી જાય છે.
મોજમાં રહેવું મોજમાં રહેવું અને મોજમાં રહેવું રે,
હે અગમ અગોચર અલખધણીની ખોજમાં રહેવું રે... મોજ...
તો જેની પાસે દિલ હશે. જેની પાસે શીલ હશે. જેની પાસે બળ હશે અને પ્રેમની ધારા હશે એ અવશ્ય પ્રભુના પ્રેમપાત્ર ગણાશે.(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)
Read full article at Sunday Bhaskar.