ધન એ મનની નહીં, પરંતુ ખરેખર તો તનની જરૂરિયાત છે
- શરીર માટે અર્થની વ્યવસ્થા કરી. મન માટે કામની વ્યવસ્થા કરી. બુદ્ધિ માટે ધર્મની વ્યવસ્થા કરી અને મુક્તિ માટે આત્માની વ્યવસ્થા કરી.
- ધન એ મનની નહીં, તનની જરૂરિયાત છે.
- ધન જ્યારે મન માટે કેન્દ્રિત બને છે ત્યારે ભલભલાનાં મન બગડ્યાં છે અને એ મન મુક્તિમાં બાધક બન્યું છે. એ મને ભજનમાં વિઘ્નો ઊભાં કર્યાં છે. પૈસા શરીર માટે છે, મન માટે નથી.
- પ્રભુએ મન માટે કામની વ્યવસ્થા કરી છે. મન વાસનાગ્રસ્ત છે. મનને કંઇક વિષયનાં સુખો જોઇએ છે. થોડોક રસ જોઇએ છે, એટલા માટે પ્રભુએ કામની વ્યવસ્થા કરી છે.
- સમ્યક કામ ખરાબ નથી. કામ એ શરીર માટે નથી, કામ એ મન માટે છે.
- બુદ્ધિ માટે ધર્મ. ધર્મ શરીર માટે નથી.
- પણ મુશ્કેલી એ છે કે અેવું બધું તમે કરો તો બિનસાંપ્રદાયિક અને રામનું નામ લો એટલે તમે સાંપ્રદાયિક!
- ઘણા લોકો કહે, ‘કપાળ રંગે, કાળજાં તો રંગાતાં નથી!’ પણ હું આપને એમ કહેવા માગું છું કે કપાળ રંગાય, કાળજાં ન રંગાય! કાળજું તો ઇશ્વરે આપ્યું હોય ને એવું જ હોય. કબીરસાહેબે કીધું છે તેમ, જેવી તેં આપી હતી એવી ચાદર તને પાછી આપી દેવી છે. એને રંગ ન હોય. અંત:કરણને ન રંગાય. સ્વભાવને તો કેમ બદલી શકાય?
- ભગવાને કાલિનાગનું મુખ પકડ્યું હતું એ મૂકી દીધું ને કીધું કે સ્વભાવને બદલવાનું મારું કામ નથી, એ તો સાધુ બદલી શકે. ધર્મ બુદ્ધિપૂર્વક સ્વીકારાય. ‘વિચાર’ એ શાસ્ત્રનો કેટલો મહાન શબ્દ છે!
- ‘સરસઇ બ્રહ્મ બિચાર રચાઇ.’ આમ ‘રામાયણ’માં વિચાર પ્રદેશનું ઉદ્દઘાટન છે. ‘રામાયણ’ તમને અંધશ્રદ્ધા ન આપે. ‘રામાયણ’ તમને વિચાર આપે, દૃષ્ટિ આપે. આ વિચારનો ગ્રંથ છે, વિવેકનો ગ્રંથ છે, વૈરાગનો ગ્રંથ છે.
No comments:
Post a Comment