Translate

Search This Blog

Friday, January 19, 2018

માનસ સેતુ - मानस सेतु

રામ કથા

માનસ સેતુ -  मानस सेतु


રામેશ્વરમ, તામિલનાડુ

શનિવાર, તારીખ ૨૦/૦૧/૨૦૧૮ થી રવિવાર, તારીખ ૨૮/૦૧/૨૦૧૮

મુખ્ય વિચાર બિંદુની પંક્તિઓ


देखि सेतु अति सुंदर रचना। बिहसि कृपानिधि बोले बचना॥1॥

सेतु की अत्यंत सुंदर रचना देखकर कृपासिन्धु श्री रामजी हँसकर वचन बोले-॥1॥
                                                                                                                     लंकाकांड
मम कृत सेतु जो दरसनु करिही। सो बिनु श्रम भवसागर तरिही॥2॥

जो मेरे बनाए सेतु का दर्शन करेगा, वह बिना ही परिश्रम संसार रूपी समुद्र से तर जाएगा॥2॥
                                                                                                                      लंकाकांड

શનિવાર, ૨૦/૦૧/૨૦૧૮
રામ ચરિત માનસ ગંગા છે એવું ભગવાન શિવ કહે છે.
पूँछेहु रघुपति कथा प्रसंगा। सकल लोक जग पावनि गंगा॥
जो तुमने श्री रघुनाथजी की कथा का प्रसंग पूछा है, जो कथा समस्त लोकों के लिए जगत को पवित्र करने वाली गंगाजी के समान है।
રામેશ્વરમ્‌ માં માનસ કથાનું ગાન એ ભગવાન શિવજીને અભિષેક છે.
રામ અને રાવણ વચ્ચે સેતુબંધ જરુરી છે.
સેતુબંધ એવો હોવો જોઈએ જેના ઉપર કિડી પણ ચાલી શકે અને હાથી પણ ચાલી શકે.
આજના સમયમાં ચાર વ્રત છે જે પ્રાસંગિક પણ છે.
૧ મૌન વ્રત
મૌન વ્રત માનવીના શરીરને કમજોર નથી થવા દેતું તેમજ આખા શરીરને રક્ષણ આપે છે.
૨ મુસ્કાન વ્રત
મૌન રહેવાની સાથે સાથે હસતા પણ રહેવું જોઈએ. મૌન સાથે મુસ્કહારટ પણ જોઈએ.
૩ મહેમાન વ્રત
આપણે આ પૃથ્વી ઉપર એક મહેમાન છીએ તેવી રીતે રહેવું જોઈએ. આપણો વ્યવહાર તેમજ શીલ એક મહેમાન જેવો હોવો જોઈએ જેથી પૃથ્વી આપણને ફરીથી મહેમાનગતી માટે આગ્રહ કરીને બોલાવે.
૩ મહેરબાન વ્રત
હરિ આપણા ઉપર મહેરબાન છે જેના લીધે આ બધું છે તેવો અહેસાસ થવો જોઈએ. આપણે જે કંઈ જોઈએ છીએ તે બધું હરિની રહેમતના લીધે જ છે.
હરિ તુમ બહુત અનુગ્રહ કીન્હો
हरि! तुम बहुत अनुग्रह कीन्हों।
साधन-धाम बिबुध दुरलभ तनु, मोहि कृपा करि दीन्हों।1।
कोटहुँ मुख कहि जात न प्रभुके, एक एक उपकार।
तदपि नाथ कछु और माँगिहौं, दीजै परम उदार।2।
बिषय-बारि मन -मीन भिन्न नहिं होत कबहुँ पल एक।
ताते सहौं बिपति अति दारून, जनमत जोनि अनेक।3।
कृपा-डोरि बनसी पद अंकुस, परस प्रेम-मृदु-चारो।
एहि बिधि बेेधि हरहु मेरो दुख, कौतुक राम तिहारो।4।
हैं श्रुति-बिदित उपाय सकल सुर, केहि केहि दीन निहारै।
तुलसिदास येहि जीव मोह-रजु, जेहि बाँध्यो सोइ छोरै।5।
માનસના બધા જ કાંડ કોઈને કોઈ સંદેશ આપે છે. પ્રાપ્ત સમયનો સદઉપયોગ કરવો એ બાલકાંડનો સંદેશ છે.
રામ જે સત્ય છે તે પ્રેમની શોધ દરમ્યાન રામેશવરમ્ ખાતે શંકર જે કરૂણા છે તેની સ્થાપના કરે છે. આમ આ સત્ય, પ્રેમ અને કરૂણા છે.





શનિવાર, ૨૭/૦૧/૨૦૧૮
આમ તો શિવ ભગવાન બહું રૂપાય છે છતાંય શિવનાં ૧૧ રૂપ છે.
સેતુનો હેતુ શું છે?
શિવ પ્રત્યે રામનો હેત અને સેતુ બનાવી પરહિત કરવું એ જ સેતુનો હેતુ છે.
૧ શિવનું પહેલું રૂપ વિપ્ર રૂપ છે.
શિવ જનોઈધારી છે અને શિવ વિપ્ર રૂપ છે.
એક કથાનક પ્રમાણે તો શિવ પોતે બ્રાહ્મણનું રૂપ લઈને પાર્વતીના પ્રેમની પરીક્ષા કરે છે.
શિવ સ્વયં બ્રહ્મ છે અને જે બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ જ હોય.
बंदउँ प्रथम महीसुर चरना। मोह जनित संसय सब हरना॥
सुजन समाज सकल गुन खानी। करउँ प्रनाम सप्रेम सुबानी॥2॥
पहले पृथ्वी के देवता ब्राह्मणों के चरणों की वन्दना करता हूँ, जो अज्ञान से उत्पन्न सब संदेहों को हरने वाले हैं। फिर सब गुणों की खान संत समाज को प्रेम सहित सुंदर वाणी से प्रणाम करता हूँ॥2॥
જે વેદને સંભાળે તે બ્રાહ્મણ છે. શિવ ભગવાન તો વેદ સ્વરૂપ છે.
सोचिअ  बिप्र  जो  बेद  बिहीना।  तजि  निज  धरमु  बिषय  लयलीना॥
सोचिअ  नृपति  जो  नीति  न  जाना।  जेहि  न  प्रजा  प्रिय  प्रान  समाना॥2॥
सोच  उस  ब्राह्मण  का  करना  चाहिए,  जो  वेद  नहीं  जानता  और  जो  अपना  धर्म  छोड़कर  विषय  भोग  में  ही  लीन  रहता  है।  उस  राजा  का  सोच  करना  चाहिए,  जो  नीति  नहीं  जानता  और  जिसको  प्रजा  प्राणों  के  समान  प्यारी  नहीं  है॥2॥
જે મોહ જણીત સંશય – મોહ દ્વારા પેદા થયેલ સંશય – નો નાશ કરે તે બ્રાહ્મણ છે.
હનુમાન શિવના અવતાર છે. અને હનુમાન બ્રાહ્મણનું રૂપ ધરી રામ પાસે જાય છે.
पठए बालि होहिं मन मैला। भागौं तुरत तजौं यह सैला॥
बिप्र रूप धरि कपि तहँ गयऊ। माथ नाइ पूछत अस भयऊ॥3॥
यदि वे मन के मलिन बालि के भेजे हुए हों तो मैं तुरंत ही इस पर्वत को छोड़कर भाग जाऊँ (यह सुनकर) हनुमान्‌जी ब्राह्मण का रूप धरकर वहाँ गए और मस्तक नवाकर इस प्रकार पूछने लगे-॥3॥
શિવ ત્રિપુંડ કરે છે તેમજ શિવ ઉપાસક પણ ત્રિપુંડ કરે છે.
ત્રિપુંડ એટલે ત્રિસત્ય જે સત્યનો ઉચ્ચાર, સત્યનો વિચાર અને સત્યનો આચાર છે.
બધાએ શાસ્ત્રનો પાઠ કરવો જોઈએ ભલે પછી તે પાઠનો કે શાસ્ત્રનો અર્થ ન સમજાય. શાસ્ત્રનો પાઠ એ જ્ઞાન યજ્ઞ છે અને જ્ઞાન યજ્ઞમાં બધાં જ કર્મો નષ્ટ થઈ જાય છે.
૨ લઘુ રૂપ એ શિવનું બીજું રૂપ છે.
શિવ લીંગ એ શૂન્ય છે, આખા બ્રહ્માંડનું સુક્ષ્મ રૂપ છે.
હનુમાનજી જે રુદ્રાવતાર છે તે અતિ લ્ઘુ રૂપ ધારણ કરે છે.
जस जस सुरसा बदनु बढ़ावा। तासु दून कपि रूप देखावा॥
सत जोजन तेहिं आनन कीन्हा। अति लघु रूप पवनसुत लीन्हा॥5॥
जैसे-जैसे सुरसा मुख का विस्तार बढ़ाती थी, हनुमान्‌जी उसका दूना रूप दिखलाते थे। उसने सौ योजन (चार सौ कोस का) मुख किया। तब हनुमान्‌जी ने बहुत ही छोटा रूप धारण कर लिया॥5॥
જ્યાં પ્રભુતાનો પ્રભાવ ન હોય તે લઘુતા છે.
ક્ષમતા હોવા છતામ લઘુતા રાખવી જોઈએ.
જેનામાં શૌર્યપૂર્ણ ક્ષમા હોય એ સાધુ છે એવું શંકરાચાર્ય ભગવાન કહે છે.
संत सरल चित जगत हित जानि सुभाउ सनेहु।
बालबिनय सुनि करि कृपा राम चरन रति देहु॥ 3 (ख)
संत सरल हृदय और जगत के हितकारी होते हैं, उनके ऐसे स्वभाव और स्नेह को जानकर मैं विनय करता हूँ, मेरी इस बाल-विनय को सुनकर कृपा करके श्री रामजी के चरणों में मुझे प्रीति दें॥ 3
આપણા ચિત ઉપર ત્રણ પ્રકારના દાગ હોય છે.
દાગ ૧ – કામ
કામ એ આપણા ચિત ઉપરનો એક દાગ છે.
કામમાં સમર્પણ હોય પણ આ સમર્પણ કાયમી ન હોય. કામમાં આવતું સમર્પણ કાયમી નથી પણ સ્વાર્થી છે.
વાલ્મીકિ કહે છે કે આ બ્રહ્માંડમાં ફક્ત એક જ સાધુ છે અને તે સાધુ રામ છે.
રામ ગુણાતિત છે.
गुनातीत सचराचर स्वामी। राम उमा सब अंतरजामी॥
कामिन्ह कै दीनता देखाई। धीरन्ह कें मन बिरति दृढ़ाई॥1॥
(शिवजी कहते हैं-) हे पार्वती! श्री रामचंद्रजी गुणातीत (तीनों गुणों से परे), चराचर जगत्‌ के स्वामी और सबके अंतर की जानने वाले हैं। (उपर्युक्त बातें कहकर) उन्होंने कामी लोगों की दीनता (बेबसी) दिखलाई है और धीर (विवेकी) पुरुषों के मन में वैराग्य को दृढ़ किया है॥1॥
કામ મનમાં પેદા થાય અને જેની પાસે મન જ ન હોય ત્યાં કામ પણ ન જ હોય.
उमा कहउँ मैं अनुभव अपना। सत हरि भजनु जगत सब सपना॥
पुनि प्रभु गए सरोबर तीरा। पंपा नाम सुभग गंभीरा॥3॥
हे उमा! मैं तुम्हें अपना अनुभव कहता हूँ- हरि का भजन ही सत्य है, यह सारा जगत्‌ तो स्वप्न (की भाँति झूठा) है। फिर प्रभु श्री रामजी पंपा नामक सुंदर और गहरे सरोवर के तीर पर गए॥3॥
राम भजन बिनु मिटहिं कि कामा। थल बिहीन तरु कबहुँ कि जामा।।1।।
सन्तोष के बिना कामना का नाश नहीं होता और कामनाओं के रहते स्वप्न में भी सुख नहीं हो सकता। और श्रीराम के भजन बिना कामनाएँ कहीं मिट सकती हैं ? बिना धरती के भी कहीं पेड़ उग सकते हैं
उमा कहउँ मैं अनुभव अपना। सत हरि भजनु जगत सब सपना॥
पुनि प्रभु गए सरोबर तीरा। पंपा नाम सुभग गंभीरा॥3॥
हे उमा! मैं तुम्हें अपना अनुभव कहता हूँ- हरि का भजन ही सत्य है, यह सारा जगत्‌ तो स्वप्न (की भाँति झूठा) है। फिर प्रभु श्री रामजी पंपा नामक सुंदर और गहरे सरोवर के तीर पर गए॥3॥
संत हृदय जस निर्मल बारी। बाँधे घाट मनोहर चारी॥
जहँ तहँ पिअहिं बिबिध मृग नीरा। जनु उदार गृह जाचक भीरा॥4॥
उसका जल संतों के हृदय जैसा निर्मल है। मन को हरने वाले सुंदर चार घाट बँधे हुए हैं। भाँति-भाँति के पशु जहाँ-तहाँ जल पी रहे हैं। मानो उदार दानी पुरुषों के घर याचकों की भीड़ लगी हो!॥4॥
સંતનું હ્મદય ગંભીર હોય, સુભગ હોય.
મન, બુદ્ધિ, ચિત અને અહંકાર એ ચાર ઘાટ છે.
૨ ચિતનો બીજો દાગ કરૂણા છે. જ્યારે કરૂણા આવે ત્યારે દુષણ પણ ભૂષણ બનવા લાગે તેમ જ અહંકાર પણ ઓછો થાય.
કરૂણામાં સુખ અને દુઃખનો સાપેક્ષતાનો સિદ્ધાંત લાગતો નથી.
जथा धर्मसीलन्ह के दिन सुख संजुत जाहिं॥39 ख॥
उस सरोवर के अत्यंत अथाह जल में सब मछलियाँ सदा एकरस (एक समान) सुखी रहती हैं। जैसे धर्मशील पुरुषों के सब दिन सुखपूर्वक बीतते हैं॥39 (ख)॥
રામ દેશ કાળને અનુરૂપ વર્તન કરે છે તેમજ તેને અનુરૂપ નિર્ણય કરે છે.
સાધુ પોતાના શરીરનું ધ્યાન નથી રાખતો તેથી તેનું શરીર રોગ ગ્રસ્ત બને છે.
क्रोध मनोज लोभ मद माया। छूटहिं सकल राम कीं दाया॥
सो नर इंद्रजाल नहिं भूला। जा पर होइ सो नट अनुकूला॥2॥
क्रोध, काम, लोभ, मद और माया- ये सभी श्री रामजी की दया से छूट जाते हैं। वह नट (नटराज भगवान्‌) जिस पर प्रसन्न होता है, वह मनुष्य इंद्रजाल (माया) में नहीं भूलता॥2॥
સાધુ કાયમ યુવાન હોય, રામ પણ સાધુ છે અને તેથી કાયમ તરૂણ જ રહ્યા છે.
શિવ તેમજ કૃષ્ણ પણ તરૂણ જ રહ્યા છે.
संत सरल चित जगत हित जानि सुभाउ सनेहु।
बालबिनय सुनि करि कृपा राम चरन रति देहु॥ 3 (ख)
संत सरल हृदय और जगत के हितकारी होते हैं, उनके ऐसे स्वभाव और स्नेह को जानकर मैं विनय करता हूँ, मेरी इस बाल-विनय को सुनकर कृपा करके श्री रामजी के चरणों में मुझे प्रीति दें॥ 3
સાધુ દાન આપવામાં બહું ઉત્સાહિત હોય. સાધુ ત્યાગી હોય, અસંગ હોય.
૩ શિવનું ત્રીજું રૂપ એ આત્મ રૂપ છે.
૪ શિવનું ચોથું રૂપ એ નિર્વાણ રૂપ છે, મોક્ષ રૂપ છે.
नमामीशमीशान निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् ।
निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहम् ॥१॥
હે મોક્ષ સ્વરૂપ, વિભુ, વ્યાપક, બ્રહ્મ અને વેદ સ્વરૂપ, ઈશાન દિશાના ઈશ્વર તથા સૌના સ્વામી શ્રી શિવજી! હું આપને નમસ્કાર કરું છું. નિજસ્વરૂપમાં સ્થિત (અર્થાત્ માયા આદિ રહિત), (માયા આદિ) ગુણોથી રહિત, ભેદ રહિત, ઇચ્છા રહિત, ચેતન આકાશ સ્વરૂપ તથા આકાશને જ વસ્ત્ર રૂપ ધારણ કરનાર (અથવા આકાશને પણ આચ્છાદિત કરનાર) હે દિગંબર, હું આપને ભજુ છું.
निराकारमोंकारमूलं तुरीयं गिरा ज्ञान गोतीतमीशं गिरीशम् ।
करालं महाकाल कालं कृपालं गुणागार संसारपारं नतोऽहम् ॥२॥
નિરાકાર, ૐ-કારના મૂળ, તુરીય (ત્રણ ગુણોથી અતીત), વાણી, જ્ઞાન અને ઇન્દ્રિયોથી શ્રેષ્ઠ, કૈલાસપતિ, વિકરાલ, મહાકાલથી પણ કાલ, કૃપાળુ, ગુણોના ધામ, સંસારથી શ્રેષ્ઠ હે પરમેશ્વર, હું આપને નમસ્કાર કરું છું.
કોઈ પ્રકાશમાન વસ્તુ પાસે બેસવાથી તેનો થોડો પ્રકાશ આપણા ઉપર પણ આવે છે, આપણે પણ થોડા પ્રકાશિત થઈએ છીએ. તેવી જ રીતે નિર્વાણ રૂપ શંકર સન્મુખ બેસવાથી આપણે પણ થોડા નિર્વાણ રૂપ બનીએ છીએ, આપણને પણ નિર્વાણનો અધિકાર મળી જાય છે.
૫ શિવનું પાંચમું રૂપ એ ત્રિભુવનગુરૂ રૂપ છે.
ત્રિભુવન રૂપ એટલે વિશ્વ રૂપ.
तुम्ह त्रिभुवन गुर बेद बखाना। आन जीव पाँवर का जाना॥
प्रस्न उमा कै सहज सुहाई। छल बिहीन सुनि सिव मन भाई॥3॥
वेदों ने आपको तीनों लोकों का गुरु कहा है। दूसरे पामर जीव इस रहस्य को क्या जानें! पार्वतीजी के सहज सुंदर और छलरहित (सरल) प्रश्न सुनकर शिवजी के मन को बहुत अच्छे लगे॥3॥
૬ શિવનું છઠ્ઠું રૂપ માનવ રૂપ શિવ છે.
શિવ રામ રાજ્યાભિષેક સમયે માનવ રૂપ ધરી રાજદરબારમાં આવે છે,
જ્યારે પુષ્પક વિમાનમાંથી બધા ઊતરે છે ત્યારે તે બધા માનવ રૂપમાં હોય છે. હનુમાનજી જે શિવાવતાર છે તે પણ માનદ રૂપે જ ઊતરે છે.
૭ વિકટ રૂપ
ભગવાન શિવનું એક રૂપ રુદ્ર રૂપ છે.
૮ ભીમ રૂપ
સંસારના પ્રલય સમયે ભગવાન શિવ ભીમ રૂપ ધારણ કરે છે. ભીમાશંકર જ્યોતિર્લીંગ એ પણ ભીમ રૂપ જ છે.
૯ કારુણ્ય રૂપ
कर्पूरगौरं करुणावतारंसंसारसारम् भुजगेन्द्रहारम् ।
सदावसन्तं हृदयारविन्दे भवं भवानीसहितं नमामि ॥
जिनका शरीर कपूर की तरह गोरा है, जो करुणा के अवतार है, जो शिव संसार के सार (मूल) हैं  और जो महादेव सर्पराज को गले के हर के रूप में धारण करते हैं, ऐसे हमेशा प्रसन्न रहने वाले भगवान शिव को अपने ह्रदय कमल में शिव और पार्वती के साथ नमस्कार करता हूँ
૧૦ વિશ્વાસ રૂપ
भवानीशंकरौ वन्दे श्रद्धाविश्वासरूपिणौ।
याभ्यां विना न पश्यन्ति सिद्धाः स्वान्तःस्थमीश्वरम्‌॥2॥
श्रद्धा और विश्वास के स्वरूप श्री पार्वतीजी और श्री शंकरजी की मैं वंदना करता हूँ, जिनके बिना सिद्धजन अपने अन्तःकरण में स्थित ईश्वर को नहीं देख सकते॥2॥
૧૧ ભીક્ષુ રૂપ
ભગવાન શિવ કથા શ્રવણની ભીખ માગે છે.









No comments:

Post a Comment