રામ કથા
માનસ મૌન
જૉર્ડન
શનિવાર, તારીખ ૨૨/૦૯/૨૦૧૮ થી રવિવાર, તારીખ ૩૦/૦૯/૨૦૧૮
કેન્દ્રીય વિચારની પંક્તિઓ
हमहुँ कहबि अब ठकुरसोहाती।
नाहिं त मौन रहब दिनु राती॥2॥
૨/૧૫/૪
एहिं समाज थल बूझब राउर।
मौन मलिन मैं बोलब बाउर॥
૨/૨૯૨/૫
कहहिं झूठि फुरि बात बनाई।
ते प्रिय तुम्हहि करुइ मैं माई॥
हमहुँ कहबि अब ठकुरसोहाती।
नाहिं त मौन रहब दिनु राती॥2॥
भी ठकुरसुहाती (मुँह देखी) कहा करूँगी। नहीं तो दिन-रात चुप रहूँगी॥2॥
एहिं समाज थल बूझब राउर।
मौन मलिन मैं बोलब बाउर॥
छोटे बदन कहउँ बड़ि बाता।
छमब तात लखि बाम बिधाता॥3॥
हूँ तो मलिन समझा जाऊँगा और बोलना पागलपन होगा तथापि मैं छोटे मुँह बड़ी बात कहता हूँ। हे
तात! विधाता को प्रतिकूल जानकर क्षमा कीजिएगा॥3॥
૧
શનિવાર, ૨૨/૦૯/૨૦૧૮
મૌન ના ફાયદા
૧ મૌનથી વાચિક અસત્યથી મુક્તિ મળે.
ધર્મને ગ્લાનિ થાય પણ ધાર્મિકને ગ્લાનિ ન થાય.
ધાર્મિક એ છે જેનામાં સત્ય, પ્રેમ અને કરૂણા હોય.
જીવનને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો;
છું એવી જાગૃતિમાં કે વધુ જાગી નથી શકતો.
ફૂલો વચ્ચે ઓ મારા પ્રાણ, વાયુ જેમ ફરજે તું;
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો.
અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂરના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો.
જગતના કેદખાનામાં ગુનાહો પણ થતા રહે છે,
સજા છે એ જ કે એ જોઈ હું ભાગી નથી શકતો.
બૂરાઓને અસર નથી કરતી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો.
ગુમાવેલા જીવનના હાસ્ય પાછાં મળે ક્યાંથી?
જમાનાએ લૂટેલા અશ્રુઓ પણ માગી નથી શકતો.
ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
રૂદનને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો.
જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે બેફામ,
કે પર્વતને કડી કોઈ પથ્થર વાગી નથી શકતો.
-બેફામ
૨
રવિવાર, ૨૩/૦૯/૨૦૧૮