Translate

Search This Blog

Saturday, February 2, 2019

માનસ સેવા ધર્મ


રામ કથા
માનસ સેવા ધર્મ
શનિવાર, તારીખ ૦૨/૦૨/૨૦૧૯ થી રવિવાર, તારીખ ૧૦/૦૨/૨૦૧૯
નડિયાદ, ગુજરાત
મુખ્ય પંક્તિઓ

 आगम  निगम  प्रसिद्ध  पुराना।  सेवाधरमु  कठिन  जगु  जाना॥
स्वामि  धरम  स्वारथहि  बिरोधू।  बैरु  अंध  प्रेमहि    प्रबोधू॥4॥

वेद,  शास्त्र  और  पुराणों  में  प्रसिद्ध  है  और  जगत  जानता  है  कि  सेवा  धर्म  बड़ा  कठिन  है।  स्वामी  धर्म  में  (स्वामी  के  प्रति  कर्तव्य  पालन  में)  और  स्वार्थ  में  विरोध  है  (दोनों  एक  साथ  नहीं  निभ  सकते)  वैर  अंधा  होता  है  और  प्रेम  को  ज्ञान  नहीं  रहता  (मैं  स्वार्थवश  कहूँगा  या  प्रेमवश,  दोनों  में  ही  भूल  होने  का  भय  है)॥4॥


શનિવાર, ૦૨/૦૨/૨૦૧૯


નડિયાદના સંતરામ મંદિરમાં આગામી કથાનો વિષય “માનસ યોગીરાજ” હશે.
સેવા ધર્મ સૌથી કઠિન છે.
જો વિકલ્પ મુક્ત ભરોંસો હોય તો શું ન થઈ શકે?
જ્યારે ૪ વસ્તુ બરાબર હોય ત્યારે હરિએ રક્ષણ કરવું પડે.
૧ સંબંધ – જ્યારે હરિ સાથે સંબંધ હોય ત્યારે હરિએ રક્ષણ કરવું પડે.
૨ જ્યારે કૂળમાં ખાનદાની હોય, પાવિત્ર્ય હોય ત્યારે હરિએ રક્ષણ કરવું પડે.
૩ સાંખ્ય ભાવ – જ્યારે હરિ સાથે સાચો સાંખ્ય ભાવ હોય ત્યારે હરિએ રક્ષણ કરવું પડે.
૪ હરિ રક્ષણ કરવા સમર્થ હોવાના લીધે હરિએ રક્ષણ કરવું પડે.
સેવા કરતાં કરતાં આપણાં કપડાં મેલાં થાય પણ કાળજું ઉજ્જવળ થાય.
રવિવાર, ૦૩/૦૨/૨૦૧૯
જ્ઞાન કઠિન છે. જ્ઞાની મૌન રહે, બોલે નહીં.
સાધનામાં, ભજનમાં પ્રકાશ વિક્ષેપ કરે છે. સાધના, ભજન અંધારામાં થાય.
શિક્ષક શિક્ષા આપે, શિક્ષણ આપે.
આચાર્ય દિક્ષા આપે.
ગુરૂ આપણી ભૂલાઈ ગયેલી સ્મૃતિને પ્રગટાવે, ભૂલી ગયેલું યાદ કરાવે.
સેવા શાસ્ત્ર આધારિત હોવી જોઈએ.
સેવા અનુભવ પૂર્ણ હોવી જોઈએ.
સેવા બંધન ન બનવી જોઈએ.
ફળની આકાંક્ષા રાખ્યા સિવાય સેવા કરવી જોઈએ.
સેવા એ સિંહાસન નથી પણ દર્ભાસન છે અને આ દર્ભાસનના ૪ ખૂણા છે.
૧ સેવાના દર્ભાસનનો પહેલો ખૂણો સમતા છે. સમતા રાખી સેવા કરાય. સેવા કરવા દરમ્યાન ભેદ ન કરાય, બધાને સમાન લાભ અપાય.
૨ સેવાના દર્ભાસનનો બીજો ખૂણો મમતા છે. સમતાની છાયામાં મમતા રાખી સેવા કરાય.
૩ સેવાના દર્ભાસનનો ત્રીજો ખૂણો ક્ષમતા છે. આપણી ક્ષમતા પ્રમાણે સેવા કરાય.

૪ સેવાના દર્ભાસનનો ચોથો ખૂણો નમ્રતા છે. સેવા કરવા દરમ્યાન નમ્રતા રાખવી પડે. ઉપરના ૧ થી ૩ દરમ્યાન નમ્રતા રાખવી એ સેવાના દર્ભાસનનો ચોથો ખૂણો છે.


3
સોમવાર, ૦૪/૦૨/૨૦૧૯
૯ પ્રકારની સેવા
૧ આત્મ સેવા
આત્મ સેવામાં ૩ પ્રકારના લક્ષણ છે.
અ         ધ્યાન આત્મ સેવાનું લક્ષણ છે. ધ્યાન ધરવાથી વિચારો ઓછા થશે, વિચારો બંધ થશે.
બ         આત્મ ચિંતન કરવું એ આત્મ સેવાનું સાધન છે, લક્ષણ છે.
ક          મૌન એ આત્મ સેવાનું સાધન છે. મૌન આત્મ સેવા છે. મૌન પાળવાથી આયુષ્ય વધે છે.
            લતા મંગેશકર કહે છે કે સારું સાંભળવાથી આયુષ્ય વધે છે.
૨ શરીર સેવા – શરીરને સ્વચ્છ રાખવું એ શરીર સેવા છે. આ શરીર એ દેવળ છે જેમાં આત્મા બિરાજે છે.
ગોસ્વામી તુલસીદાસજી પણ કહે છે કે,
बड़े भाग मानुष तनु पावा। सुर दुर्लभ सब ग्रंथहि गावा।।
साधन धाम मोच्छ कर द्वारा। पाइ न जेहिं परलोक सँवारा।।4।।

बड़े भाग्य से यह मनुष्य-शरीर मिला है। सब ग्रन्थों ने यही कहा है कि यह शरीर देवताओं को भी दुर्लभ है (कठिनतासे मिलता है)। यह साधन का धाम और मोक्ष का दरवाजा है। इसे पाकर भी जिसने परलोक न बना लिया,।।4।।
૩ પરિવાર સેવા
કર્મચારી, નોકર ચાકરને પરિવારના સભ્યો ગણી તેમને મદદ કરવી.
૪ સમાજ સેવા
૫ સાહિત્ય અને કલાની સેવા
૬ રાષ્ટ્ર સેવા
૭ ભૂત માત્રની સેવા
પાંચ તત્વો – પૃથ્વી, જળ, આકાશ, વાયુ, અગ્નિ -ને પ્રદુષિત થતાં અટકાવવાં એ ભૂત સેવા છે.
૮ ભૂતનાથની સેવા
૯ બુદ્ધ પુરૂષની સેવા
अग्यासम  न  सुसाहिब  सेवा।  सो  प्रसादु  जन  पावै  देवा।2॥
और  आज्ञा  पालन  के  समान  श्रेष्ठ  स्वामी  की  और  कोई  सेवा  नहीं  है।  हे  देव!  अब  वही  आज्ञा  रूप  प्रसाद  सेवक  को  मिल  जाए॥2॥
કથાકારમાં ગ્રંથ નિષ્ઠા હોવી જોઈએ.
મંગળવાર, ૦૫/૦૨/૨૦૧૯
ગુરૂ કૃપાના જલથી મળે તો પછી મેલ ન રહે.
બુદ્ધ પુરૂષના ચરણનો મહિમા વધારે છે.
બુદ્ધ પુરૂષની સેવા કઠિન છે.
બુદ્ધ પુરૂષના ચરણના બે અંગુઠા અને આઠ આંગળીઓનો મહિમા છે. બુદ્ધ પુરૂષના બે ચરણની ૧૦ આંગળીઓ (અંગુઠા સહિત) ના અર્થ નીચે પ્રમાણે છે.
બુદ્ધ પુરૂષના જમણા પગનો અંગુઠો ગુરૂ પ્રસાદ છે. અને આ અંગુઠાની સેવા કઠિન છે. ગુરૂ પ્રસાદ એટલે ગુરૂ કૃપા, પ્રસાદ એટલે કૃપા. ગુરૂ પ્રસાદનો બીજો અર્થ ગુરૂ તરફથી મળેલ કોઈ વસ્તુ પણ થાય.
જે આપણો દિ ફેરવી નાખે તે ગુરૂ.
અંગુઠા પછીની આંગળી એ ગુરૂ વચન છે. ગુરૂ વચન પાળવાં કઠિન છે.
सदगुर बैद बचन बिस्वासा। संजम यह न बिषय कै आसा।।3।।
सद्गुरुरूपी वैद्य के वचनमें विश्वास हो। विषयों की आशा न करे, यही संयम (परहेज) हो।।3।।
नारद बचन सदा सुचि साचा। सो बरु मिलिहि जाहिं मनु राचा॥4॥
नारदजी का वचन सदा पवित्र (संशय, भ्रम आदि दोषों से रहित) और सत्य है। जिसमें तुम्हारा मन अनुरक्त हो गया है, वही वर तुमको मिलेगा॥4॥
ત્રીજી આંગળી ગુરૂ મંત્ર છે.
દિક્ષા અને મંત્ર સામેથી માગીને ન લેવાય તેમજ સામેથી અપાય પણ નહીં.
સામેથી દિક્ષા આપનાર ગુરૂ કાલનેમી છે.
ગુરુ જ્ઞાન
ગુરૂ ગ્રંથ
ગુરૂ ગ્રંથ એ છે જેમાં ગુરૂની વાણી એકત્રીત થઈ હોય.
ગુરૂ સ્વભાવ
ગુરૂ પૂજા
कवच अभेद बिप्र गुर पूजा। एहि सम बिजय उपाय न दूजा॥5॥
ब्राह्मणों और गुरु का पूजन अभेद्य कवच है। इसके समान विजय का दूसरा उपाय नहीं है॥5॥
ગુરૂ પ્રભાવ
ગુરૂ અનુરાગ
ઘટના ત્યારે ઘટે જ્યારે ગુરૂનો અનુરાગ થાય.
બુધવાર, ૦૬/૦૨/૨૦૧૯
પોતાની કૃતિ તરફ આકર્ષણ એ બ્રહ્મ કૂલનું કલંક છે. બ્રહ્મ કૂલ એટલે બ્રહ્માનું કૂળ
મુસીબતને એટલી મોટી ન બનાવો જેથી તેની આગળ તમે નાના લાગો.
ગુરૂવાર, ૦૭/૦૨/૨૦૧૯
રામ કથા એ પ્રેમ સભા છે જેને સંત સભા પણ કહી શકાય.
સંત સભા/પ્રેમ સભા એ છે જ્યાં…
૧ શાંતિ હોય.
૨ જ્યાં શુભનો વિચાર થતો હોય.
૩ જ્યાં બાહ્ય સ્વચ્છતા હોય અને આંતરિક પવિત્રતા હોય.
૪ જ્યાં પરસ્પર પ્રેમ હોય.
૫ જ્યાં સેવા થતી હોય.
રામ ચરિત માનસમાં આવતા ધર્મ નીચે પ્રમાણે છે.
૧ નિજ ધર્મ
નિજ ધર્મને ગીતા સ્વ ધર્મ કહે છે.
પોતાના કૂળમાં જે ધર્મ આવે તે નિજ ધર્મ છે.
ધર્મ એટલે સ્વભાવ.
પોતાના સ્વભાવમાં જીવવું એ નિજ ધર્મ છે.
નિજ ધર્મ એટલે આત્મ ધર્મ.
નરસિંહ મહેતાએ પણ ગાયું છે કે, “આપણે આપણા ધર્મ સંભાળવા”…”રાત રહે જાહ રે પાછલી ખટ ઘડી”.
૨ સજ્જન ધર્મ
૩ નારી ધર્મ
૪ સત્ય ધર્મ
૫ સેવક ધર્મ
૬ સેવા ધર્મ
૭ સ્વામી ધર્મ
૮ રાજ ધર્મ
૯ વર્ણાશ્રમ ધર્મ
શુક્રવાર, ૦૮/૦૨/૨૦૧૯
પદ ન હોય તો ચાલે પણ પાદૂકા હોવી જોઈએ.
ભૂમિ ન હોય તો ચાલે પણ ભૂમિકા હોવી જોઈએ.
વેદ ન હોય તો ચાલે પણ વેદિકા – સંવેદના – હોવી જોઈએ.




શનિવાર, ૦૯/૦૨/૨૦૧૯
સેવાની પાછળ જો સ્વાર્થ છુપાયેલો હોય તો તે રજો ગુણી સેવા છે.
જબરદસ્તી કરી કરાતી સેવા, પરાણે કરાતી સેવા તામસી સેવા છે.
રાવણ તામસી સેવા કરતો હતો.
ગુરૂને નીચે પડતા હોય તેવું કરવું તામસી સેવા છે. ગુરૂને નીચા દેખાડવા તામસી સેવા કહેવાય.
ગુરૂની કૃપા ઊતરે અને સેવા માટે જ સેવા કરવાનો ભાવ હોય તો તે સાત્વિક સેવા છે.
ગુરૂ મળ્યા પછી ઈશ્વરને મેળવવાની ઈચ્છા ન રાખવી એ ગુણાતીત સેવા છે.
દ્વેષી રાજા પ્રજાની સેવા ન કરી શકે.
દ્વેષી સચિવ, દ્વેષી સેવક, દ્વેષી જનતા રાજાની સેવા ન કરી શકે.
દ્વેષી ડૉક્ટર સેવા ન કરી શકે.
દ્વેષી શિષ્ય ગુરૂની સેવા ન કરી શકે.
દ્વેષી ગુરૂ શિષ્યને સદ્‌વિચાર ન આપી શકે.
જેણે પોતાના બુદ્ધ પુરૂષને સેવ્યો હોય તે સેવા કરી શકે.
ગુરૂ દિક્ષા ચાર પ્રકારની હોય છે.

રવિવાર, ૧૦/૦૨/૨૦૧૯
પરસેવો પાડ્યા વિના પર સેવા ન થાય.
રામ ભગવાને સેવા કરી સેવા ધર્મ નિભાવ્યો છે. રામ ભગવાને દશરથની, વિશ્વામિત્રની, અહલ્યાની, જનક રાજાની ચિંતા દૂર કરી સેવા ધર્મ નિભાવ્યો છે.

સંતની વિદાય ભગવંતને પણ રડાવી દે છે.