Translate

Search This Blog

Sunday, March 15, 2020

માનસ મંદિર


રામ કથા
માનસ મંદિર
રામપરા (રાજુલા), ગુજરાત
શનિવાર, તારીખ ૧૪/૦૩/૨૦૨૦ થી રવિવાર, તારીખ ૨૨/૦૩/૨૦૨૦
મુખ્ય પંક્તિઓ
पुनि मंदिर महँ बात जनाई
आवत नगर कुसल रघुराई।।
कृपासिंधु जब मंदिर गए
पुर नर नारि सुखी सब भए।।

શનિવાર, ૧૪/૦૩/૨૦૨૦
चौ.-हरषि भरत कोसलपुर आएसमाचार सब गुरहि सुनाए।।
पुनि मंदिर महँ बात जनाईआवत नगर कुसल रघुराई।।1।।

इधर भरतजी हर्षित होकर अयोध्यापुरी आये और उन्होंने गुरु जी को सब समाचार सुनाया ! फिर राजमहल में खबर जनायी कि श्रीरघुनाथजी कुशलपूर्वक नगरको रहे हैं।।1।।

कृपासिंधु जब मंदिर गएपुर नर नारि सुखी सब भए।।
गुर बसिष्ट द्विज लिए बुलाईआजु सुघरी सुदिन समुदाई।।2।।

कृपाके समुद्र श्रीरामजी जब अपने महल को गये, तब नगरके स्त्री-पुरुष सब सुखी हुएगुरु वसिष्ठ जीने ब्राह्मणों को बुला लिया [और कहा-] आज शुभ घड़ी, सुन्दर दिन आदि सभी शुभ योग हैं।।2।।
આ કથા બે મંદિર – આધ્યાત્મ મંદિર અને આરોગ્ય મંદિર – માટે છે.
વ્યાસપીઠ સમગ્ર વિશ્વના તન અને મનની ચિંતા કરે છે તેમજ ધનની પણ ચિંતા કરે છે.
રામ ચરિત માનસમાં ૧૧ મંદિરોનો ઉલ્લેખ છે.
આધ્યાત્મ મંદિરમાં ત્રણ વસ્તુ હોવી જોઈએ, વ્યવસ્થા, અવસ્થા – ધીર ગંભીર, પાકેલો પ્રૌઢ - અને આસ્થા – એક પ્રકારનો અવ્યભિચારી ભરોંસો - જરૂરી છે.
આરોગ્ય મંદિરમાં પણ સુચારૂ વ્યવસ્થા, અવસ્થા, અને ભરોંસો – આસ્થા જરૂરી છે.
વ્યાસપીઠ સુધારવા માટે નથી પણ બધાને સ્વીકારવા માટે પ્રયત્નશીલ છે.
રામ કથા સાધન નથી પણ સાધ્ય છે. ગુરૂ માર્ગ નથી પણ મંઝીલ છે.
રામ ચરિત માનસના દરેક કાંડમાં એક એક મંદિર છે.
બુદ્ધ ભગવાન ગુરૂમાં તેમજ ઈશ્વરમાં માનતા ન હતા પણ તે પોતે દિક્ષા આપતા હતા.
બીજાની નીંદા કરનારની આંખ શુદ્ધ નથી.

સાપમાં ઝેર છે પણ તે ઝેર સર્પને ન ચઢે. ગધેડો કદી પોતાને પાટુ ન મારે, સાવજ પોતાનો શિકાર ન કરે.


રવિવાર, ૧૫/૦૩/૨૦૨૦
ખાદી આરોગ્ય વર્ધક છે.
રામ ચરિત માનસમાં ૧૧ મંદિર છે.
સનાતન વૈદિક પરંપરામાં ૭ મંદિરોનો ઉલ્લેખ છે, - રામ મંદિર, કૃષ્ણ મંદિર, શિવ મંદિર, દુર્ગા ભવાનીનું મંદિર, વિષ્ણુંનૂ લક્ષ્મીનારાયણ મંદિર, હનુમાનજી મંદિર અને ગણેશ મંદિર.
આઠમું મંદિર આરોગ્ય મંદિર છે.
આરોગ્ય મંદિરનો પાયો શું, મૂર્તિ, પુજારી, આરતી, પ્રસાદ, શિખર અને ધજા કઈ?
નિશુલ્કતા એ જ આરોગ્ય મંદિરનો પાયો છે. બધાને સમાન ભાવે સારવાર મળે વિના મૂલ્યે મળે એ પાયો છે.
આરોગ્ય મંદિરની મૂર્તિ દાખલ થયેલ દર્દી છે. આ મૂર્તિ પ્રત્યે પ્રેમભાવ અને પૂજ્ય ભાવ રાખવો જોઈએ. આરોગ્ય મંદિરનો પુજારી ડૉક્ટર છે. આરતી કરૂણાભાવ, આર્તભાવ છે. ડોક્ટરે દર્દી પ્રત્યે કરૂણાભાવ રાખાવો જોઈએ. આર્તભાવ એટલે બીજા માટે થતી એક પીડા. વિશ્વ માનવ એટલે જેને બધાની પીડા થાય. આરોગ્ય મંદિરનો પ્રસાદ એ આરોગ્ય છે. સમયે સમયે ઊંચ્ચ વિચારો કરવા એ આરોગ્ય મંદિરનું શિખર છે. મંદિરોને ઊચા શિખરની જરૂર નથી પણ વિશાળ બનાવવાની જરૂર છે જે બધાને સ્વીકારે, વધારેમાં વધારે માણસો આવી શકે. આરોગ્ય મંદિરની ધજા એક વિશ્વને પહોંચતો સંદેશ છે કે આ સસ્થા આવાં માનવલક્ષી ઉપયોગી કાર્યો કરે છે.. દૂરથી આપણા મનને દોરે એ મંદિર. મંદિરના ૩ અક્ષરનો એ અર્થ છે કે મં એટલે મંત્ર, દિ એટલે દિક્ષિત અને ર એટલે રહેવું જ્યાં મંત્ર દિક્ષિત માણસો રહેતા હોય એ સ્થળ એ મંદિર છે. મંત્ર એટલે વિચાર પણ થાય છે, વેદના વિચાર કરતો માણસ જ્યાં રહેતો હોય તે સ્થળ મંદિર છે. આ આરોગ્ય મંદિરમાં ઝાલર, નગારું અને શંખ માણસ નથી વગાડતા પણ અસ્તિત્વ વગાડે છે.
હાથીને જોયા વિના ગમે તેવો ચિત્રકાર તેનું ચિત્ર દોરી ન શકે.
સનાતન ધર્મના મંદિરનો પાયો ફક્ત સત્ય જ નહીં પણ પરમ સત્ય છે.
કૃષ્ણ અર્જુનને ગીતામાં કહે છે કે તારૂં હ્નદય જ મારૂં મંદિર છે.
સનાતન મંદિરનો પુજારી હંમેશાં વૈરાગી હોય, વૈરાગ્ય પુજારી છે. અદ્વૈતભાવ એ જ આરતી છે. ઠાકોરજીના દુઃખના ઓવારણા લેવા એ તેની આરતી છે. સનાતન ધર્મનો પુજારી વૈરાગી હોય, વેપારી ન હોય. અદ્વૈતભાવ એ સનાતન ધર્મની આરતી છે, જ્યાં કોઈ ભેદ નથી, બધાનો સ્વીકાર હોય. ક્રોધ દ્વૈત સિવાય ન આવે, બે હોય તો જ ક્રોધ આવે. પ્રસાદ એટલે કૃપા, સનાતન મંદિરનો પ્રસાદ, ભગવદ કૃપા એ સનાતન મંદિરનો પ્રસાદ છે.
અખંડ વૃત્તિ એ જ્ઞાન માર્ગમાં હોય જ્યારે અખંડ સ્મૃતિ એ ભક્તિ માર્ગમાં હોય.
સનાતન ધર્મનું શિખર એ ડગ્યા વિનાનો વિશ્વાસ છે, અડગ વિશ્વાસ, અટલ વિશ્વાસ છે. ધજા ફરફરે પણ શિખર હલે નહી.. વિશ્વાસ કદી ડગે નહીં. સનાતન ધર્મની ધજા પ્રેમ છે, ગોપી પ્રેમ એ ધજા છે.
હરિનામનું રટણ જ ઔષધ છે. તુલસીદાસજી પણ કહે છે કે, 
दो.-जासु नाम भव भेषज हरन घोर त्रय सूल
सो कृपाल मोहि तो पर सदा रहउ अनुकूल।।124।।

जिनका नाम जन्म मरण रूपी रोग की [अव्यर्थ] औषध और तीनों भयंकर पीड़ाओं (आधिदैविक, आधिभौतिक और आध्यात्मिक दुःखों) को हरनेवाला है, वे कृपालु श्रीरामजी मुझपर और आपपर सदा प्रसन्न रहें।।124()।।
નામ સ્મરણમાં કોઈ વિધી વિધાનની જરૂર નથી.
સતયુગ ધ્યાનના મહિમાનો યુગ હતો. આપણામાં જો સત્ય હોય તો જ ધ્યાન થઈ શકે. અત્યારાના યુગમાં ધ્યાન કરવા કરતાં ધ્યાન રાખવું વધારે પ્રાસંગિક છે. ત્રેતાયુગમાં પરમાત્માને પામવા લોકો યજ્ઞ કરતા હતા. ગૃહસ્થ મહિલા ચુલો સળગાવી રસોઈ બનાવી ખવડાવે એ તેનો યજ્ઞ જ છે. દ્વાપરયુગમાં પરમાત્માની પ્રાપ્તિ માટે લોકો પૂજા અર્ચના વગેરે કર્મકાંડ કરતા હતા. કલીયુગમાં નામ સ્મરણ પરમાત્મા પ્રાપ્તિ માટે પર્યાપ્ત છે, સર્વશ્રેષ્ઠ છે. મંત્રનું કિર્તન ન થાય.
महामंत्र जोइ जपत महेसूकासीं मुकुति हेतु उपदेसू
महिमा जासु जान गनराऊप्रथम पूजिअत नाम प्रभाऊ॥2॥
जो महामंत्र है, जिसे महेश्वर श्री शिवजी जपते हैं और उनके द्वारा जिसका उपदेश काशी में मुक्ति का कारण है तथा जिसकी महिमा को गणेशजी जानते हैं, जो इस 'राम' नाम के प्रभाव से ही सबसे पहले पूजे जाते हैं॥2॥
રામ મહા મંત્ર છે, પરમ મંત્ર છે, મંત્રરાજ છે, મહામંત્ર છે જેને ભગવાન મહેશ જપે છે.
सहस नाम सम सुनि सिव बानीजपि जेईं पिय संग भवानी॥3॥
श्री शिवजी के इस वचन को सुनकर कि एक राम-नाम सहस्र नाम के समान है, पार्वतीजी सदा अपने पति (श्री शिवजी) के साथ राम-नाम का जप करती रहती हैं॥3॥
भायँ कुभायँ अनख आलस हूँनाम जपत मंगल दिसि दसहूँ
सुमिरि सो नाम राम गुन गाथाकरउँ नाइ रघुनाथहि माथा॥1॥॥
अच्छे भाव (प्रेम) से, बुरे भाव (बैर) से, क्रोध से या आलस्य से, किसी तरह से भी नाम जपने से दसों दिशाओं में कल्याण होता हैउसी (परम कल्याणकारी) राम नाम का स्मरण करके और श्री रघुनाथजी को मस्तक नवाकर मैं रामजी के गुणों का वर्णन करता हूँ॥1॥
रामकथा सुंदर कर तारीसंसय बिहग उड़ावनिहारी
रामकथा कलि बिटप कुठारीसादर सुनु गिरिराजकुमारी॥1॥

श्री रामचन्द्रजी की कथा हाथ की सुंदर ताली है, जो संदेह रूपी पक्षियों को उड़ा देती हैफिर रामकथा कलियुग रूपी वृक्ष को काटने के लिए कुल्हाड़ी हैहे गिरिराजकुमारी! तुम इसे आदरपूर्वक सुनो॥1॥
સોમવાર, ૧૬/૦૩/૨૦૨૦
સામાન્ય માણસ માટે આ મનુષ્યનું સ્વસ્થ શરીર આધ્યાત્મ યાત્રા માટે બહું જરૂરી છે. ઘણા મહાપુરૂષોનાં શરીર સ્વસ્થ ન હોવા છતાં તેમની આધ્યાત્મ યાત્રા આગળ વધી છે.
बड़े भाग मानुष तनु पावासुर दुर्लभ सब ग्रंथहि गावा।।
साधन धाम मोच्छ कर द्वारापाइ जेहिं परलोक सँवारा।।4।।
बड़े भाग्य से यह मनुष्य-शरीर मिला हैसब ग्रन्थों ने यही कहा है कि यह शरीर देवताओं को भी दुर्लभ है (कठिनतासे मिलता है)। यह साधन का धाम और मोक्ष का दरवाजा हैइसे पाकर भी जिसने परलोक बना लिया,।।4।।
માનસ પણ એક મંદિર છે. મન મંદિર, તન મંદિર, મન બરાબર હોય અને મન પણ બરાબર હોય તો જ બધું બરાબર રહે.
मनु जाहिं राचेउ मिलिहि सो बरु सहज सुंदर साँवरो
करुना निधान सुजान सीलु सनेहु जानत रावरो
एहि भाँति गौरि असीस सुनि सिय सहित हियँ हरषीं अली
तुलसी भवानिहि पूजि पुनि पुनि मुदित मन मंदिर चली
जिसमें तुम्हारा मन अनुरक्त हो गया है, वही स्वभाव से ही सुंदर साँवला वर (श्री रामचन्द्रजी) तुमको मिलेगावह दया का खजाना और सुजान (सर्वज्ञ) है, तुम्हारे शील और स्नेह को जानता हैइस प्रकार श्री गौरीजी का आशीर्वाद सुनकर जानकीजी समेत सब सखियाँ हृदय में हर्षित हुईंतुलसीदासजी कहते हैं- भवानीजी को बार-बार पूजकर सीताजी प्रसन्न मन से राजमहल को लौट चलीं
દરેકનું મન એ મંદિર નથી. જે કાયમ પ્રસન્ન હોય તે મન મંદિર છે. જો મન પ્રસાન્ન ન હોય તો સ્થુલ મંદિર પણ મંદિર નથી. મલિન મનને શુદ્ધ કરવા માટે “શ્રી ગુરૂ ચરન સરોજરજ ……”
આપણું મન એ કાચનું મદિર છે જેના ઉપર કચરો – રાગ અને દ્વેષ - બાઝી ગયેલો છે જેને બુદ્ધ પરૂષના ચરણની રજથી શુદ્ધ કરી શકાય. સંકલ્પ વિકલ્પ એ મનનો કચરો નથી પણ મનનો સ્વભાવ છે. એ નિત્ય સંન્યાસી છે જે કોઈનો દ્વેષ નથી કરતો અને કોઈની પાસેથી કોઈ અપેક્ષા નથી રાખતો.
રજનો બહું મહિમા છે.
બાઉલ, ફકિર, સાધુ, ઓલિયો, રૂખડ વગેરે એક જ પંથના છે.
રાગ, દ્વેષ વગેરે ભાર છે.
મન એ વાનર છે. પ્રસન્ન મન એ મંદિર છે.
ભારતના ચારધામ ચાર દિશામાં આવેલા ચાર પવિત્ર હિંદુ ધામો છે. ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં રામેશ્વરમ, પૂર્વમાં જગન્નાથપુરી અને પશ્ચિમમાં દ્વારકા એમ ચાર સ્થળો ભારતના ચારધામ ગણાય છે.
માનવીનું મન મંદિર ચોવિસે કલાક સાથે હોય છે.
મન મંદિરનો પાયો મનોમન કોષ છે, મન મંદિરની મૂર્તિ દરેક માટે અલગ અલગ હોય – પોત પોતાનો ઈષ્ટ દેવ એ જ મન મંદિરની મૂર્તિ છે, મન મંદિરનો પૂજારી એ મનનો કેળવેલો સંયમ છે – આ સંયમ ગુરુ કૃપાથી – સતસંગ દ્વારા મળેલ હોય છે, મન મંદિરનો પ્રસાદ એ શાંત, સૌમ્ય, ભેદ ન કરે તેવું પ્રસન્ન મન છે, મન મંદિરની આરતી એ પૂજારીનો હ્નદયનો આર્ત ભાવ છે, મન મંદિરનું શિખર કલ્યાણકારી, અટલ રહે તેવા વિચારોવાળું શિવ સંકલ્પ મન છે, મન મંદિરની ધજા એ મનનું નૃત્ય છે – આવી ધજા ફફડશે નહીં પણ ફરકશે.
મનને મારવાનીકોઈ જરૂર નથી. જેમ બાળક રમી રમીને થાકીને સુઈ જાય છે તેમ મન પણ થાકશે એટલે એની મેળે શાંત થઈ જશે.
સાધુતા જેનામાં આવી હોય એવા સાધુના ચિર હરણ આખો સમાજ કરે છે.
આપણને જ્યારે કંઇ જ ખબર ન હોય ત્યારે જ હરિનામ લેવાનું મન થાય.
ઈશ્વર એક છે અને ઈશ્વર એટલે ભગવાન શંકર.
સવારે સ્નાન વખતે રૂદ્રાષ્ટકનો પાઠ જેનામાં વેદાતના તમામ સાર આવી જાય છે- જેનામાં તમામ તત્વ જ્ઞાન સમાહિત છે – જેનામાં જગતની તમામ શરણાગતી સમાહિત છે, બપોરે રામ સ્તુતિ, સાંજે ભૂષંડી પાઠ અને સુતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
રામ ચરિત માનસમાં ૧૧ મંદિરનો ઉલ્લેખ છે.

મંગળવાર, ૨૦/૦૪/૨૦૨૧

આપણે ત્યાં સાત મંદિરોની ચર્ચા છે.

રામ મંદિર, કૃષ્ણ મંદિર, શિવ મંદિર, દુર્ગા મંદિર, ગણેશ મંદિર,  હનુમાનજી મંદિર અને લક્ષ્મીનારાયણનું મંદિર મુખ્ય છે.

 

 

 

 

 

5

Wednesday, 21/04/2021

રામ નવમી એ રામ તેમજ રામ ચરિતનો પ્રાગટ્ય દિવસ છે.

 

नौमी भौम बार मधुमासा। अवधपुरीं यह चरित प्रकासा॥

जेहि दिन राम जनम श्रुति गावहिं। तीरथ सकल जहाँ चलि आवहिं॥3॥

 

चैत्र मास की नवमी तिथि मंगलवार को श्री अयोध्याजी में यह चरित्र प्रकाशित हुआ। जिस दिन श्री रामजी का जन्म होता है, वेद कहते हैं कि उस दिन सारे तीर्थ वहाँ (श्री अयोध्याजी में) चले आते हैं॥3॥

राम कथाना प्रागट्यनो दिवस ए राम प्रागट्य दिवसथी पण वधारे महत्वनो दिवस छे.

ભગવાન રામ આદિ અનાદિ છે. ભગવાન રામ નો આદિ – શરુઆત નથી તેમજ અંત પણ નથી.

 

जे प्राकृत कबि परम सयाने। भाषाँ जिन्ह हरि चरित बखाने॥

भए जे अहहिं जे होइहहिं आगें। प्रनवउँ सबहि कपट सब त्यागें॥3॥

 

जो बड़े बुद्धिमान प्राकृत कवि हैं, जिन्होंने भाषा में हरि चरित्रों का वर्णन किया है, जो ऐसे कवि पहले हो चुके हैं, जो इस समय वर्तमान हैं और जो आगे होंगे, उन सबको मैं सारा कपट त्यागकर प्रणाम करता हूँ॥3॥

સત્ય બધાથી મહાન છે. પણ ગુરુ થી મહાન કોઈ નથી.

રામથી મહાન રામ કથા છે, રામ કથાથી પણ રામ નામ મહાન છે.

મંદિરના વિવિધ અર્થ –

  • ·        દેવાલય; દેવમંદિર. ગાંધીજી લખે છે કેઃ મંદિર એટલે ઈંટ અથવા આરસનું ઘર નથી, કે તેમાં મૂર્તિની સ્થાપના થઈ ગઈ તેથી તે મંદિર બનતું નથી. મંદિર તે જ કહેવાય કે જેમાં પ્રાણપ્રતિષ્ઠા થઈ છે; બ્રાહ્મણને બોલાવીને હવન કરાવીને મંદિર ખોલવામાં પાખંડ પણ હોવાનો સંભવ છે. સાછી વાત તો એ છે કે મંદિર બંધાવવા સંકલ્પ કર્યો હોય તેણે સંકલ્પની ઘડીથી પોતાનું જીવન પ્રાયશ્ચિતનાં કામોમાં જ વ્યતીત કર્યું હોવું જોઈએ અને પોતાનાં બધાં પુણ્યોનો ભાર એ મંદિરમાં નાખ્યો હોય. મંદિરના ચલાવનારા અને પૂજારી પણ તપશ્ચર્યામય જીવનવાળા હોય અને એ મંદિરમાં પેસતાં જ પેસનારનું અંતર હાલી જાય.
  •  
  • ·        નગર; પુર; શહેર
  • ·        રાજમહેલ
  • ·        તંબૂ
  • ·        હવેલી; રહેવાનું સુંદર ઘર
  • ·        ઘૂંટણનો પાછલો ભાગ; ઢીંચણનો પાછલો ભાગ
  • ·        સમુદ્ર
  • ·        વિદ્યાનું ધામ
  • ·        શરીર
  • ·        પગનું ઝાંઝર
  • ·        ( જૈન ) પચીશ માંહેનો એક પ્રકારનો પ્રાસાદ

રામ ચરિત માનસમાં ૧૧ મંદિરનો ઉલ્લેખ છે.

દેહ સેવા – શરીરને સાચવવું, દેવ સેવા, દેશ સેવા – આ સેવા કરવી જોઈએ.

અન્ન વિતરણ પણ હાલતું ચાલતું મંદિર જ છે.

વિચરણ કરતા સાધુ સંતો પણ હાલતા ચાલતા મંદિર જ છે.

તીર્થ ના મંદિરો ઘણે દૂર હોય છે. ગામનું મંદિર નજીક હોય.

આપણું મન મંદિર કાયમ આપણી સાથે જ હોય.

 

निज कर डासि नागरिपु छाला। बैठे सहजहिं संभु कृपाला॥

कुंद इंदु दर गौर सरीरा। भुज प्रलंब परिधन मुनिचीरा॥3॥

अपने हाथ से बाघम्बर बिछाकर कृपालु शिवजी स्वभाव से ही (बिना किसी खास प्रयोजन के) वहाँ बैठ गए। कुंद के पुष्प, चन्द्रमा और शंख के समान उनका गौर शरीर था। बड़ी लंबी भुजाएँ थीं और वे मुनियों के से (वल्कल) वस्त्र धारण किए हुए थे॥3॥

 

तरुन अरुन अंबुज सम चरना। नख दुति भगत हृदय तम हरना॥

भुजग भूति भूषन त्रिपुरारी। आननु सरद चंद छबि हारी॥4॥

 

उनके चरण नए (पूर्ण रूप से खिले हुए) लाल कमल के समान थे, नखों की ज्योति भक्तों के हृदय का अंधकार हरने वाली थी। साँप और भस्म ही उनके भूषण थे और उन त्रिपुरासुर के शत्रु शिवजी का मुख शरद (पूर्णिमा) के चन्द्रमा की शोभा को भी हरने वाला (फीकी करने वाला) था॥4॥

 

जटा मुकुट सुरसरित सिर लोचन नलिन बिसाल।

नीलकंठ लावन्यनिधि सोह बालबिधु भाल॥106॥

 

उनके सिर पर जटाओं का मुकुट और गंगाजी (शोभायमान) थीं। कमल के समान बड़े-बड़े नेत्र थे। उनका नील कंठ था और वे सुंदरता के भंडार थे। उनके मस्तक पर द्वितीया का चन्द्रमा शोभित था॥106॥

 

बैठे सोह कामरिपु कैसें। धरें सरीरु सांतरसु जैसें॥

पारबती भल अवसरु जानी। गईं संभु पहिं मातु भवानी॥1॥

 

कामदेव के शत्रु शिवजी वहाँ बैठे हुए ऐसे शोभित हो रहे थे, मानो शांतरस ही शरीर धारण किए बैठा हो। अच्छा मौका जानकर शिवपत्नी माता पार्वतीजी उनके पास गईं।

 

करि प्रनाम रामहि त्रिपुरारी। हरषि सुधा सम गिरा उचारी॥

धन्य धन्य गिरिराजकुमारी। तुम्ह समान नहिं कोउ उपकारी॥3॥

 

त्रिपुरासुर का वध करने वाले शिवजी श्री रामचन्द्रजी को प्रणाम करके आनंद में भरकर अमृत के समान वाणी बोले- हे गिरिराजकुमारी पार्वती! तुम धन्य हो! धन्य हो!! तुम्हारे समान कोई उपकारी नहीं है॥3॥

 

पूँछेहु रघुपति कथा प्रसंगा। सकल लोक जग पावनि गंगा॥

तुम्ह रघुबीर चरन अनुरागी। कीन्हिहु प्रस्न जगत हित लागी॥4॥

 

जो तुमने श्री रघुनाथजी की कथा का प्रसंग पूछा है, जो कथा समस्त लोकों के लिए जगत को पवित्र करने वाली गंगाजी के समान है। तुमने जगत के कल्याण के लिए ही प्रश्न पूछे हैं। तुम श्री रघुनाथजी के चरणों में प्रेम रखने वाली

हो॥4॥

6

Thursday, 22/04/2021

આપણા મનને દૂરથી આકર્ષિત કરે તેને મંદિર કહેવાય.   … મનુદાદા – દર્શક

મંદિર એ છે જ્યાં સદવાર્તા, વિશ્વ મંગલ, પરહિત વગેરેના વિચાર થતાં હોય તેવું સ્થળ.

મંદિર માં મં એટલે મંત્ર, દિ એટલે દિક્ષા અને ર એટલા રહેઠાણ.

મંદિરમાં વસ્તુ વહેંચાવી જોઈએ પણ વેચાવી ન જોઈએ.

શત્રુઘ્નનું પ્રાગટ્ય એટલે મૌન નું પ્રાગટ્ય, રામનું પ્રાગટ્ય એટલે મર્યાદાનું પ્રાગટ્ય, લક્ષ્મણનું પ્રાગટ્ય એટલે સમજણ પૂર્વકનો ત્યાગ.

 

सयन किएँ देखा कपि तेही। मंदिर महुँ न दीखि बैदेही॥

भवन एक पुनि दीख सुहावा। हरि मंदिर तहँ भिन्न बनावा॥4॥

 

हनुमान्‌जी ने उस (रावण) को शयन किए देखा, परंतु महल में जानकीजी नहीं दिखाई दीं। फिर एक सुंदर महल दिखाई दिया। वहाँ (उसमें) भगवान्‌ का एक अलग मंदिर बना हुआ था॥4॥

મંદિરમાં પ્રમાદ ન થવો જોઈએ.

 

राम राम तेहिं सुमिरन कीन्हा। हृदयँ हरष कपि सज्जन चीन्हा॥

एहि सन सठि करिहउँ पहिचानी। साधु ते होइ न कारज हानी॥2॥

 

उन्होंने (विभीषण ने) राम नाम का स्मरण (उच्चारण) किया। हनमान्‌जी ने उन्हें सज्जन जाना और हृदय में हर्षित हुए। (हनुमान्‌जी ने विचार किया कि) इनसे हठ करके (अपनी ओर से ही) परिचय करूँगा, क्योंकि साधु से कार्य की हानि नहीं होती। (प्रत्युत लाभ ही होता है)॥2॥

રામપણાનાં ૯ લક્ષ્ણ છે.

૧          રામ એટલે બધાનો સ્વીકાર. જે બધાનો સ્વીકાર કરે તેનામાં રામપણું છે. ભગવાન રામ સર્વનો સાર છે, સર્વાધાર છે.

૨          જાહેરમાં બધાનો સ્વીકાર કર્યા પછી તે પૈકીનો કોઈ જ્યારે એકલો મળે ત્યારે તેનો સત્કાર કરવો એ રામપણું છે. આવા પ્રસંગે એકલાનો ધૂતકાર ન કરાય. આવું જે કરે તેનામાં રામપણું છે.

 

एहि महँ रघुपति नाम उदारा। अति पावन पुरान श्रुति सारा॥

मंगल भवन अमंगल हारी। उमा सहित जेहि जपत पुरारी॥1॥

 

इसमें श्री रघुनाथजी का उदार नाम है, जो अत्यन्त पवित्र है, वेद-पुराणों का सार है, कल्याण का भवन है और

अमंगलों को हरने वाला है, जिसे पार्वतीजी सहित भगवान शिवजी सदा जपा करते हैं॥1॥

અતિ પાવન પુરાણ ક્યારેય ખોટું ન કહે. આવાં પુરાણ સારભૂત વાત કહે.

૩          રામ એ સત્યનો સાર છે, સત્યનું પ્રાગટ્ય રામ પ્રાગટ્ય છે.

૪          ભગવાન રામ બધાની કુશળતા પૂછે છે. જે બધાની કુશળતા પૂછે, બધાની સંભાળ રાખે તેનામાં રામપણું છે.

૫          સત્યનું દ્વાર જ્યાં હોય તેનામાં રામપણું છે. રામ સત્ય દ્વાર છે.

૬          જે બધાની પર છે તેનામાં રામપણું છે.

 

માનસમાં ૧૧ મંદિર છે - ગુણ મંદિર, મન મંદિર, ક્ષમા મંદિર, મણિ મંદિર, જનક મંદિર, નૃપ મંદિર, હરિ મંદિર, સુખ

મંદિર, નિજ મંદિર, હર મંદિર, શિવ મંદિર વગેરે.

 

શુક્રવાર, ૨૩/૦૪/૨૦૨૧

શાસ્ત્રો તો કાયમ દૂઝણા જ હોય છે, પણ કોઈ બુદ્ધ પુરુષની કૃપા હોવી જરુરી છે.

કથા ફક્ત વચનાત્મક જ નથી પણ રચનાત્મક પણ થાય છે, કથાનું કંઈક પરિણામ આવે છે.

મંદિરનું દાદાના વિચારો સહિતનું દર્શન

સનાતન ધર્મ મહા ભારતકાર પ્રમાણે - વેદો દ્વારા કહેવાયેલો ધર્મ, કાલાંતરે આવેલા શાસ્ત્રોએ આવા ધર્મને

વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત કર્યો હોય તેમજ સાધુજનો દ્વારા આવો સનાતન ધર્મ આચરી બતાવ્યો હોય.

મંદિરનું સાધુપુરુષની દ્રષ્ટિએ વર્ણન ….

બાલકાંડ એ ભગવાનનું બાલ ચરિત્ર છે જે બાલમંદિર છે.

અયોધ્યાકાંડ એ વિહાર મંદિર છે, અહીં ભગવાનની વિહારની ચર્ચા છે. રાજા દશરથની વિહાર લીલા પણ છે –

કૈકેયી તરફ રાજાનું એક વિશેષ આકર્ષણ છે. આ એક લીલાનો અતિરેક છે, મર્યાદા બહારનો ભોગ છે.

 

केहि  हेतु  रानि  रिसानि  परसत  पानि  पतिहि  नेवारई।

मानहुँ  सरोष  भुअंग  भामिनि  बिषम  भाँति  निहारई॥

दोउ  बासना  रसना  दसन  बर  मरम  ठाहरु  देखई।

तुलसी  नृपति  भवतब्यता  बस  काम  कौतुक  लेखई॥

 

'हे  रानी!  किसलिए  रूठी  हो?'  यह  कहकर  राजा  उसे  हाथ  से  स्पर्श  करते  हैं,  तो  वह  उनके  हाथ  को

(झटककर)  हटा  देती  है  और  ऐसे  देखती  है  मानो  क्रोध  में  भरी  हुई  नागिन  क्रूर  दृष्टि  से  देख  रही  हो।

दोनों  (वरदानों  की)  वासनाएँ  उस  नागिन  की  दो  जीभें  हैं  और  दोनों  वरदान  दाँत  हैं,  वह  काटने  के  लिए 

मर्मस्थान  देख  रही  है।  तुलसीदासजी  कहते  हैं  कि  राजा  दशरथ  होनहार  के  वश  में  होकर  इसे  (इस  प्रकार

हाथ  झटकने  और  नागिन  की  भाँति  देखने  को)  कामदेव  की  क्रीड़ा  ही  समझ  रहे  हैं। 

ભોગ એટલે ફક્ત વિહારનો ભોગ છે એવું નથી. ઠાકોરજીને પણ ભોગ ધરાવાય છે.

રામનો વિહાર અવસ્થા, મર્યાદા વગેરે સહિતનો વિહાર છે.

અરણ્યકાંડ એ પ્રેમ મંદિર છે.

 

एक बार चुनि कुसुम सुहाए। निज कर भूषन राम बनाए॥

सीतहि पहिराए प्रभु सादर। बैठे फटिक सिला पर सुंदर॥2॥

 

एक बार सुंदर फूल चुनकर श्री रामजी ने अपने हाथों से भाँति-भाँति के गहने बनाए और सुंदर स्फटिक शिला पर बैठे

हुए प्रभु ने आदर के साथ वे गहने श्री सीताजी को पहनाए॥2॥

પ્રેમમાં એક બીજાના વિચારો સાથે સહમતિ હોય છે, કોઈ દલીલ હોતી નથી.

પ્રેમને કારણે જ રામ સીતા નામ પોકારી રુદન કરે છે.

કિષ્કિન્ધાકાંડ ઋતુ મંદિર છે, ઋતું નું વર્ણન છે, આને ગુફા મંદિર પણ કહી શકાય. તેને મોસમ મંદિર પણ કહી

શકાય. અહી મોસમનું વર્ણન છે.

સુંદરકાંડ એ વૃક્ષ મંદિર છે. અહીં બાગ, વન, વાટિકાનું વર્ણન છે.

 

बन उपबन बापिका तड़ागा। परम सुभग सब दिसा बिभागा॥

जहँ तहँ जनु उमगत अनुरागा। देखि मुएहुँ मन मनसिज जागा॥4॥

 

वन-उपवन, बावली-तालाब और सब दिशाओं के विभाग परम सुंदर हो गए। जहाँ-तहाँ मानो प्रेम उम़ड़ रहा है, जिसे

देखकर मरे मनों में भी कामदेव जाग उठा॥4॥

જાનકીજી અશોક વૃક્ષની નીચે બેઠા છે.

છોડમાં રણછોડ

લંકાકાંડ એ મોક્ષ મંદિર છે.

 

जान्यो मनुज करि दनुज कानन दहन पावक हरि स्वयं।

जेहि नमत सिव ब्रह्मादि सुर पिय भजेहु नहिं करुनामयं॥

आजन्म ते परद्रोह रत पापौघमय तव तनु अयं।

तुम्हहू दियो निज धाम राम नमामि ब्रह्म निरामयं॥

 

दैत्य रूपी वन को जलाने के लिए अग्निस्वरूप साक्षात्‌ श्री हरि को तुमने मनुष्य करके जाना। शिव और ब्रह्मा आदि

देवता जिनको नमस्कार करते हैं, उन करुणामय भगवान्‌ को हे प्रियतम! तुमने नहीं भजा। तुम्हारा यह शरीर जन्म से

ही दूसरों से द्रोह करने में तत्पर तथा पाप समूहमय रहा! इतने पर भी जिन निर्विकार ब्रह्म श्री रामजी ने तुमको अपना

धाम दिया, उनको मैं नमस्कार करती हूँ।

ઉત્તરકાંડ પરમ વિશ્રામ મંદિર છે.

 

શનિવાર, ૨૪/૦૪/૨૦૨૧

હ્મદય મંદિર છે, મન પણ મંદિર છે.

આ બધા મંદિરમાં ધજા હોવી જોઈએ, એક પૂજારી હોવો જોઈએ. एक मूर्ति होवी जोईए. આપણો સદભાવ એ

પૂજારી છે. મન મંદિરની મૂર્તિ આપણો ઈષ્ટ દેવ છે. આપણું સત્ય એ ધજા છે.

 

सौरज धीरज तेहि रथ चाका। सत्य सील दृढ़ ध्वजा पताका॥

बल बिबेक दम परहित घोरे। छमा कृपा समता रजु जोरे॥3॥

 

शौर्य और धैर्य उस रथ के पहिए हैं। सत्य और शील (सदाचार) उसकी मजबूत ध्वजा और पताका हैं। बल, विवेक,

दम (इंद्रियों का वश में होना) और परोपकार- ये चार उसके घोड़े हैं, जो क्षमा, दया और समता रूपी डोरी से रथ में

जोड़े हुए हैं॥3॥

છેલ્લો રસ્તો તો પ્રેમ, સાધુતા જ બતાવી શકે છે.

શેરડીનો સાંઠો આત્મા છે અને તે શેરડીનો એક ટૂકડો જીવ છે.

ધજા ફરકતી હોઇ જોઈએ, ફફડતી ન હોવી જોઈએ.

આ દેહ પણ આપણું એક મંદિર છે.

આ મનુષ્ય દેહ મળ્યો છે તે એક લોટરી છે. એનો આપણે સદઉપયોગ ક્રવો જોઈએ.

 

नतरु  जाहिं  बन  तीनिउ  भाई।  बहुरिअ  सीय  सहित  रघुराई॥

जेहि  बिधि  प्रभु  प्रसन्न  मन  होई।  करुना  सागर  कीजिअ  सोई॥1॥

 

अथवा  हम  तीनों  भाई  वन  चले  जाएँ  और  हे  श्री  रघुनाथजी!  आप  श्री  सीताजी  सहित  (अयोध्या  को)  लौट

जाइए।  हे  दयासागर!  जिस  प्रकार  से  प्रभु  का  मन  प्रसन्न  हो,  वही  कीजिए॥1॥

ઈશ્વરની હવા જે દિશામાં ચાલતી હોત તે દિશામાં આપણે ચાલવું જોઈએ. સામે વહેંણે તરી ન શકાય. સામે વહેંણે

તરવું એ શક્તિનો વ્યય છે.

તેથી જ નરસિંહ મહેતા કહે છે કે …..

સુખ દુઃખ મનમાં ન આણીયે રે …..

દેહ મંદિરની મૂર્તિ આપણો પ્રાણ છે, પૂજારી સંકલ્પ વિકલ્પ કરતું આપણું મન છે, સંકલ્પ એ શાસ્વત પૂજારી છે,

વિકલ્પ એ કામ ચલાઉ પૂજારી છે, જાગૃતિ પૂર્વક ઇમાનદારી ન છોડવી એ ધજા છે, ઈમાન ધજા છે. આપણી આ

ધજા ક્યારેય પડવી ન જોઈએ, દેહ પડે પણ ધજા ન પડે.

 

सब साधनको एक फल जेहिं जान्यो सो जान ।

ज्यों त्यों मन मंदिर बसहिं राम धरें धनु बान ॥

 

દેવ મંદિરની મર્તિ તે મંદિરમાં આપણા મનમાં જે મૂર્તિ છે તે છે, તેનો પૂજારી સંસારી હોય, સંન્યાસી પણ હોય

આ મંદિરની ધજા અનેક પ્રકારની હોય છે, ધજાનો નીચેનો ભાગ સીધો હોવો જોઈએ, ઉપરનો ભાગ ત્રિકોણની

લાઈન ત્રાંસો - પ્રમાણે હોવી જોઈએ.

દેશ પણ એક મંદિર છે. તેની મૂર્તિ પ્રજા છે, રાજા મૂર્તિ ન હોવો જોઈએ, પ્રજા કેન્દ્રમાં હોવી જોઈએ, દેશનો શાસક

આ મંદિરનો પૂજારી છે. આ દેશ મંદિરની ધજા દેશનો રાષ્ટ્ર ધ્વજ છે.

દવાખાનામાં દરદી દેવ છે, ડૉક્ટર પૂજારી છે.

પ્રભુનો વિરહ જે એક રોગ છે તેની કોઈ દવા નથી.

9

Sunday, 25/04/2021

માનસના દરેક કાંડ સગર્ભ છે, દરેક કાંડમાંથી કંઈક ને કંઈક નવીન જન્મ થાય છે.

રામ વનવાસ જગત મંગલ માટે છે, રામ રાજ્યની સ્થાપના માટે છે.

જેણે રામ રાજ્યની સ્થાપના કરવી હોય તેણે તપ કરવું પડે, છેલ્લામાં છેલ્લા વ્યક્તિને મળવું પડે, તપસ્વી તરીકે

જીવવું પડે, ઉદાસીન રહેવું પડે.

 

पद  कमल  धोइ  चढ़ाइ  नाव  न  नाथ  उतराई  चहौं।

मोहि  राम  राउरि  आन  दसरथसपथ  सब  साची  कहौं॥

बरु  तीर  मारहुँ  लखनु  पै  जब  लगि  न  पाय  पखारिहौं।

तब  लगि  न  तुलसीदास  नाथ  कृपाल  पारु  उतारिहौं॥

 

हे  नाथ!  मैं  चरण  कमल  धोकर  आप  लोगों  को  नाव  पर  चढ़ा  लूँगा,  मैं  आपसे  कुछ  उतराई  नहीं  चाहता। 

 

हे  राम!  मुझे  आपकी  दुहाई  और  दशरथजी  की  सौगंध  है,  मैं  सब  सच-सच  कहता  हूँ।  लक्ष्मण  भले  ही

मुझे  तीर  मारें,  पर  जब  तक  मैं  पैरों  को  पखार  न  लूँगा,  तब  तक  हे  तुलसीदास  के  नाथ!  हे  कृपालु!  मैं 

पार  नहीं  उतारूँगा। 

 

नाथ  आजु  मैं  काह  न  पावा।  मिटे  दोष  दुख  दारिद  दावा॥

बहुत  काल  मैं  कीन्हि  मजूरी।  आजु  दीन्ह  बिधि  बनि  भलि  भूरी॥3॥

 

(उसने  कहा-)  हे  नाथ!  आज  मैंने  क्या  नहीं  पाया!  मेरे  दोष,  दुःख  और  दरिद्रता  की  आग  आज  बुझ  गई

है।  मैंने  बहुत  समय  तक  मजदूरी  की।  विधाता  ने  आज  बहुत  अच्छी  भरपूर  मजदूरी  दे  दी॥3॥

 

भरद्वाज मुनि बसहिं प्रयागा। तिन्हहि राम पद अति अनुरागा॥

तापस सम दम दया निधाना। परमारथ पथ परम सुजाना॥1॥

 

भरद्वाज मुनि प्रयाग में बसते हैं, उनका श्री रामजी के चरणों में अत्यंत प्रेम है। वे तपस्वी, निगृहीत चित्त, जितेन्द्रिय,

दया के निधान और परमार्थ के मार्ग में बड़े ही चतुर हैं॥1॥

 

सुनहु  राम  अब  कहउँ  निकेता।  जहाँ  बसहु  सिय  लखन  समेता॥

जिन्ह  के  श्रवन  समुद्र  समाना।  कथा  तुम्हारि  सुभग  सरि  नाना॥2॥

 

हे  रामजी!  सुनिए,  अब  मैं  वे  स्थान  बताता  हूँ,  जहाँ  आप,  सीताजी  और  लक्ष्मणजी  समेत  निवास  कीजिए।

जिनके  कान  समुद्र  की  भाँति  आपकी  सुंदर  कथा  रूपी  अनेक  सुंदर  नदियों  से-॥2॥

 

नवधा भगति कहउँ तोहि पाहीं। सावधान सुनु धरु मन माहीं॥

प्रथम भगति संतन्ह कर संगा। दूसरि रति मम कथा प्रसंगा॥4॥

 

मैं तुझसे अब अपनी नवधा भक्ति कहता हूँ। तू सावधान होकर सुन और मन में धारण कर। पहली भक्ति है संतों का

सत्संग। दूसरी भक्ति है मेरे कथा प्रसंग में प्रेम॥4॥

 

સાધુ કદી ઓળખાય જ નહીં, જે ઓળખાઈ જાય તે સાધુ હોય જ નહીં.

 

गुर पद पंकज सेवा तीसरि भगति अमान।

चौथि भगति मम गुन गन करइ कपट तजि गान॥35॥

 

तीसरी भक्ति है अभिमानरहित होकर गुरु के चरण कमलों की सेवा और चौथी भक्ति यह है कि कपट छोड़कर मेरे

गुण समूहों का गान करें॥35॥

 

ગુરુની આજ્ઞાનું પાલન અભિમાન છોડી કરવું એ ગુરુ પદ સેવા છે.

 

मंत्र जाप मम दृढ़ बिस्वासा। पंचम भजन सो बेद प्रकासा॥

छठ दम सील बिरति बहु करमा। निरत निरंतर सज्जन धरमा॥1॥

 

मेरे (राम) मंत्र का जाप और मुझमंर दृढ़ विश्वास- यह पाँचवीं भक्ति है, जो वेदों में प्रसिद्ध है। छठी भक्ति है इंद्रियों का

निग्रह, शील (अच्छा स्वभाव या चरित्र), बहुत कार्यों से वैराग्य और निरंतर संत पुरुषों के धर्म (आचरण) में लगे

रहना॥1॥

 

सातवँ सम मोहि मय जग देखा। मोतें संत अधिक करि लेखा॥

आठवँ जथालाभ संतोषा। सपनेहुँ नहिं देखइ परदोषा॥2॥

 

सातवीं भक्ति है जगत्‌ भर को समभाव से मुझमें ओतप्रोत (राममय) देखना और संतों को मुझसे भी अधिक करके

मानना। आठवीं भक्ति है जो कुछ मिल जाए, उसी में संतोष करना और स्वप्न में भी पराए दोषों को न देखना॥2॥

 

नवम सरल सब सन छलहीना। मम भरोस हियँ हरष न दीना॥

नव महुँ एकउ जिन्ह कें होई। नारि पुरुष सचराचर कोई॥3॥

 

नवीं भक्ति है सरलता और सबके साथ कपटरहित बर्ताव करना, हृदय में मेरा भरोसा रखना और किसी भी अवस्था

में हर्ष और दैन्य (विषाद) का न होना। इन नवों में से जिनके एक भी होती है, वह स्त्री-पुरुष, जड़-चेतन कोई भी हो

॥3॥

 

આ નવમાંથી ફક્ત એક જ જો કરીએ, ગુરુએ આપેલ મંત્ર જાપ ભરોંસો રાખી કરીએ (मंत्र जाप मम दृढ़ बिस्वासा।

पंचम भजन सो बेद प्रकासा॥) તો પણ પર્યાપ્ત છે.

માનસની બધી જ ચોપાઈ સત છે.

સાધુનું અપમાન કાલાંતરે આપણને નુકશાન કરે છે જ.

 

अस कहि चला बिभीषनु जबहीं। आयू हीन भए सब तबहीं॥

साधु अवग्या तुरत भवानी। कर कल्यान अखिल कै हानी॥1॥

 

ऐसा कहकर विभीषणजी ज्यों ही चले, त्यों ही सब राक्षस आयुहीन हो गए। (उनकी मृत्यु निश्चित हो गई)। (शिवजी

कहते हैं-) हे भवानी! साधु का अपमान तुरंत ही संपूर्ण कल्याण की हानि (नाश) कर देता है॥1॥

આ કથા માનસ મંદિર છે અને રામ ચરિત માનસ પણ મંદિર છે જેમાં માનસ મંદિરમાં મા એટલે માનવનું મંદિર,

નવિનતાનું મંદિર – દરરોજ નવનિત લાગે, નવિનતા લાગે અને સ એટલે સમાનતાનું મંદિર.

 



No comments:

Post a Comment