Translate

Search This Blog

Saturday, February 13, 2021

માનસ વ્રજવાણી - 855

 

રામ કથા - 855

માનસ વ્રજવાણી

વ્રજવાણી, રાપર, કચ્છ, ગુજરાત

શનિવાર, તારીખ ૧૩/૦૨/૨૦૨૧ થી રવિવાર, તારીખ ૨૧/૦૩/૨૦૨૧

મુખ્ય પંક્તિઓ

जानें बिनु होइ परतीती

बिनु परतीति होइ नहिं प्रीति।।

प्रीति बिना नहिं भगति दिढ़ाई

जिमि खगपति जल कै चिकनाई।।4।।

 

શનિવાર, ૧૩/૦૨/૨૦૨૧

जानें बिनु होइ परतीतीबिनु परतीति होइ नहिं प्रीति।।

प्रीति बिना नहिं भगति दिढ़ाईजिमि खगपति जल कै चिकनाई।।4।।

 

प्रभुता जाने बिना उनपर विश्वास नहीं जमता, विश्वास के बिना प्रीति नहीं होती और प्रीति बिना भक्ति वैसे ही दृढ़ नहीं होती जैसे हे पक्षिराज ! जलकी चिकनाई ठहरती नहीं।।4।।

કચ્છનો કછોટો – મર્યાદા – સંયમ મજબૂત છે. આવી આ ભૂમિ છે.

વ્રજવાણી એ નાદ બ્રહ્મની ભૂમિ છે, ગોપી ભાવની ભૂમિ છે.

 

सकल लोक जग पावनि गंगा



 ગુરૂમાં પાંચેય દેવતા સમાવિષ્ઠ છે.

માણસની અમુક સમસ્યાનો ઉકેલ પ્રેમથી જ મળી શકે.અમુક સમસ્યાઓ પ્રારબ્ધવશ હોય છે જે પ્રારબ્ધનો સમય પુરો થયે જ આવી સમસ્યા સમાપ્ત થાય છે. આવા સમયે ગુરુ શરણ એક જ ઉપાય છે.

 

2

Sunday, 14/02/2021

પાણીની ચિકાશ દ્રઢ નથી હોતી નથી, ટકતી નથી.

અંતઃકરણની પ્રવૃતિ મજબૂત પ્રમાણ છે.

અહીં ૧૪૦ યુવતિઓની - ગોપીઓની યોગાગ્નિમાં વિલય થવાની વાત છે.

સંતસંગ કરવો એ ધન્ય ઘડી છે, સતસંગથી દરવાજા ખૂલી જાય છે. કથા એ દિવ્ય સતસંગ છે, કથામાં બોલવાનો સતસંગ, સાંભળવાનો સતસંગ, સેવા કરવાનો સતસંગ થાય છે.

 

सुनहु  राम  अब  कहउँ  निकेता  जहाँ  बसहु  सिय  लखन  समेता

जिन्ह  के  श्रवन  समुद्र  समाना  कथा  तुम्हारि  सुभग  सरि  नाना॥2॥

 

हे  रामजी!  सुनिए,  अब  मैं  वे  स्थान  बताता  हूँ,  जहाँ  आप,  सीताजी  और  लक्ष्मणजी  समेत  निवास  कीजिए  जिनके  कान  समुद्र  की  भाँति  आपकी  सुंदर  कथा  रूपी  अनेक  सुंदर  नदियों  से-॥2॥

भरहिं  निरंतर  होहिं    पूरे  तिन्ह  के  हिय  तुम्ह  कहुँ  गुह  रूरे

लोचन  चातक  जिन्ह  करि  राखे  रहहिं  दरस  जलधर  अभिलाषे॥3॥

 

निरंतर  भरते  रहते  हैं,  परन्तु  कभी  पूरे  (तृप्त)  नहीं  होते,  उनके  हृदय  आपके  लिए  सुंदर  घर  हैं  और  जिन्होंने  अपने  नेत्रों  को  चातक  बना  रखा  है,  जो  आपके  दर्शन  रूपी  मेघ  के  लिए  सदा  लालायित  रहते  हैं,॥3॥

 

निदरहिं  सरित  सिंधु  सर  भारी  रूप  बिंदु  जल  होहिं  सुखारी

तिन्ह  कें  हृदय  सदन  सुखदायक  बसहु  बंधु  सिय  सह  रघुनायक॥4॥

 

तथा  जो  भारी-भारी  नदियों,  समुद्रों  और  झीलों  का  निरादर  करते  हैं  और  आपके  सौंदर्य  (रूपी  मेघ)  की  एक  बूँद  जल  से  सुखी  हो  जाते  हैं  (अर्थात  आपके  दिव्य  सच्चिदानन्दमय  स्वरूप  के  किसी  एक  अंग  की  जरा  सी  भी  झाँकी  के  सामने  स्थूल,  सूक्ष्म  और  कारण  तीनों  जगत  के  अर्थात  पृथ्वी,  स्वर्ग  और  ब्रह्मलोक  तक  के  सौंदर्य  का  तिरस्कार  करते  हैं),  हे  रघुनाथजी!  उन  लोगों  के  हृदय  रूपी  सुखदायी  भवनों  में  आप  भाई  लक्ष्मणजी  और  सीताजी  सहित  निवास  कीजिए॥4॥

 

जसु  तुम्हार  मानस  बिमल  हंसिनि  जीहा  जासु

मुकताहल  गुन  गन  चुनइ  राम  बसहु  हियँ  तासु॥128॥

 

आपके  यश  रूपी  निर्मल  मानसरोवर  में  जिसकी  जीभ  हंसिनी  बनी  हुई  आपके  गुण  समूह  रूपी  मोतियों  को  चुगती  रहती  है,  हे  रामजी!  आप  उसके  हृदय  में  बसिए॥128॥

 

जाहि    चाहिअ  कबहुँ  कछु  तुम्ह  सन  सहज  सनेहु

बसहु  निरंतर  तासु  मन  सो  राउर  निज  गेहु॥131॥

 

जिसको  कभी  कुछ  भी  नहीं  चाहिए  और  जिसका  आपसे  स्वाभाविक  प्रेम  है,  आप  उसके  मन  में  निरंतर  निवास  कीजिए,  वह  आपका  अपना  घर  है॥131॥ 

 

ઉપરોક્ત પંક્ત્તિમાં વર્ણવેલ નિવાસ સ્થાન सो  राउर  निज  गेहु એ તમારું પોતાનું સ્થાન છે – વૈકુંઠ છે – ચિત્રકૂટ છે.

ભજન કર્યા પછી તેની કોઈ પહોંચ લેવાની ન હોય, પહોંચ હોય જ નહીં.

અહીં વ્રજવાણીના રાસ દરમ્યાન ત્રણ વસ્તુ બની છે, દેહાતિત ભાન – દેહનું કોઈ ભાન જ ન હોવું, કાલાતિત ભાન – કાલનું ભાન ન રહેવું, ગુણાતિત રાસ હતો. વ્રજવાણીમાં સત્યત્વ, પ્રેમત્વ અને કરુણાત્વનું મિલન છે.

શીલવંત સાધુને વારંવાર પ્રણામ કરવાનું ગંગાસતી કહે છે.

યાજ્ઞવલ્ક અમુક નવ કે દશ વસ્તુને પવિત્ર ગણે છે, કિરણ, અગ્નિ, રજ – માટી, માણસનો પડછાયો, ગાય, ઘોડો, પૃથ્વી, વાયુ, સંધ્યા પૂજા કરતી વખતે શરીરને સ્પર્શ કરતી માખ, આંચળથી દૂધ પીતું વાછરડું, વગેરે પવિત્ર છે.

ગુરૂ કૃપા પ્રારબ્ધ બદલી શકે છે.

ત્યાગથી જ નિરંતર શાંતિ મળે.

3

Monday, 15/02/2021

વ્રજવાણી ધામ એ પ્રેમ ધામ છે.

આ જીવ જ્યાં સુધી જાણતો નથી ત્યાં સુધી ભરોંસો નથી આવતો અને જ્યાં સુધી ભરોંસો ન આવે ત્યાં સુધી પ્રીત ન આવે તેમજ જ્યાં સુધી પ્રીત ન આવે ત્યાં સુધી ભક્તિ દ્રઢ ન થાય.

એકાંતમાં બેસીને કોઈ પણ શાસ્ત્રનું કથન પઠન એ ઋષિઓનું તર્પણ છે, બ્રહ્મ યજ્ઞ છે.

માતા પિતાનું સ્મરણ, શ્રાદ્ધ, તર્પણ, માતા પિતાને વંદન, માતા પિતાનું સ્મરણ વગેરે પિતૃ યજ્ઞ છે.

દેવ તર્પણ એ છે જ્યાં યજ્ઞ કરવાથી થાય.

ભૂત યજ્ઞ એટલે પાંચ તત્વોનું રક્ષણ કરવું, પાંચ તત્વોને પ્રદુષિત ન કરવું એ પણ ભૂત યજ્ઞ છે. વૃક્ષોને પાણી સીંચવું, સાફ સફાઈ કરી સ્વચ્છતા રાખવી, ખેતી કરવી, તુલસીને જળ ચઢાવવું વગેરે પણ ભૂત યજ્ઞ છે.

માનવ યજ્ઞ એટલે અતિથિનો ક્ષમતા પ્રમાણે સત્કાર કરવો, અતિથિને ભોજન આપવું વગેરે છે. અતિથિ દેવો ભવ છે. ક્ષમતા પ્રમાણે કોઈને દવા અપાવવી, કોઈની ભણવા માટે મદદ કરવી વગેરે માનવ યજ્ઞ છે. સમસ્યાઓનું સમાધાન માટે, કોઈને જાગૃત રાખવા માટે હોંકારો આપવો એ પણ માનવ યજ્ઞ છે. કોઈને મુશ્કેલીના સમયે આશ્વાસન આપવું એ પણ માનવ યજ્ઞ છે.

ઉપરોક્ત પાંચ યજ્ઞ કરી આપણે જે તેનું ઋણ અદા કરવું જોઈએ.

શાસ્ત્ર પ્રમાણે ૧૪ જણ જીવતે જીવ મરેલા છે.

 

जौं अस करौं तदपि बड़ाईमुएहि बधें नहिं कछु मनुसाई

कौल कामबस कृपिन बिमूढ़ाअति दरिद्र अजसी अति बूढ़ा॥1॥

 

यदि ऐसा करूँ, तो भी इसमें कोई बड़ाई नहीं हैमरे हुए को मारने में कुछ भी पुरुषत्व (बहादुरी) नहीं हैवाममार्गी, कामी, कंजूस, अत्यंत मूढ़, अति दरिद्र, बदनाम, बहुत बूढ़ा,॥1॥

 

सदा रोगबस संतत क्रोधीबिष्नु बिमुख श्रुति संत बिरोधी

तनु पोषक निंदक अघ खानी जीवत सव सम चौदह प्रानी॥2॥

 

नित्य का रोगी, निरंतर क्रोधयुक्त रहने वाला, भगवान्विष्णु से विमुख, वेद और संतों का विरोधी, अपना ही शरीर पोषण करने वाला, पराई निंदा करने वाला और पाप की खान (महान्पापी)- ये चौदह प्राणी जीते ही मुरदे के समान हैं॥2॥

રાસ પણ ભજન છે, રાસ મંડળી એ ભજન મંડળી છે.

કૌલ એટલે વામ પંથી – બધાથી અવળા માર્ગે ચાલનાર.

વ્રજ વાણીની ૧૪૦ દીકરીઓ વામ પંથી નથી પણ સામ પંથી હતી. તેઓ કામ વશ નથી. કામ શૂન્ય થઈ ગયો છે, ક્રિપણતા નથી – ઉદાર છે,

સતિ એટલે દાન તેમજ વિનાશ છે.

સતી એટલે ….

સવારે ઊઠતાં વેંત ક્રોધ ન કરવો, પૂજા પાઠ કરતી વખતે ક્રોધ ન કરવો, ભોજન સમયે ક્રોધ ન કરવો, ઘેરથી બહાર જતી વખતે ક્રોધ ન કરવો, બહારથી ઘેર આવીને ક્રોધ ન કરવો, સુતી વખતે ક્રોધ ન કરવો.

ઈંટ નિભાળામાં જ પાકે, ફ્રિજમાં કદી ન પાકે.

4

Tuesday, 16/02/2021

કચ્છમાં વ્રજની મહિમા છે. આ પ્રદેશ વ્રજવાણીનો પ્રદેશ છે. વ્રજ એ વિરલ શબ્દ છે, વિરલ ઘટના છે.

માનસમાં વાણી શબ્દ તેમજ વ્રજ શબ્દ એક જ વાર વપરાયો છે. માનસની વાણી એ તો વ્રજવાણી જ છે.

વૈદ્ય જે ઓષડ આપે તેમાં તર્ક ન કરાય, તે ઓષડ તો ખાઈ જ લેવાનું હોય.

વ્રજ શબ્દ ગતિશીલતાનું પ્રતીક છે.

 

वर्णानामर्थसंघानां रसानां छन्दसामपि

मंगलानां कर्त्तारौ वन्दे वाणीविनायकौ॥1॥

अक्षरों, अर्थ समूहों, रसों, छन्दों और मंगलों को करने वाली सरस्वतीजी और गणेशजी की मैं वंदना करता हूँ॥1॥

જીવનમાં કોઈનો સંગાથ બહું જ જરૂરી છે.

જીવનમાં માર્ગ કે મંઝિલમાં મહત્વનું શું છે? માર્ગ કે મંઝિલનું મહત્વ નથી પણ ખરેખર તો જીવનની યાત્રામાં સંગાથી – સાથે ચાલનાર કોણ છે એ મહત્વનું છે.

સાધુ રે પુરૂષનો સંગ …..

સાધુ સાથે ચાલવામાં મુશ્કેલી બહું આવશે પણ સાથે સાથે સાધુ પુરૂષ સાથે ચાલવામાં મઝા પણ બહું આવશે.

વ્રજવાણી એટલે પ્રેમવાણી, ૮૪ કોશની પર્રિક્રમાની વાણી, વ્રજવાણી એટલે ગતિશીલ વાણી, વ્રજવાણી એટલે સાધુની નાભીથી નીકળેલી વાણી, વ્રજવાણી એટલે પરાવાણી,

વસંત હોય ત્યાં સંત હોય, જ્યાં સંત હોય ત્યાં ભગવંત હોય, જ્યાં ભગવંત હોય ત્યાં અનંત હોય.

વ્રજવાણી એટલે વિરતી વાણી – વૈરાગ્યની વાણી, વ્રજનો એક અર્થ ત્યજવું – છોડવું થાય છે. વ્રજવાણી એટલે વૈકુંઠની વાણી.

જેનામાં ગુરૂકૃપાથી જગતના બધા જ શાસ્ત્રો વિના પ્રયાસે આવ્યા હોય તેની વાણી વ્રજવાણી છે.

બુધવાર, ૧૭/૦૨/૨૦૨૧

વ્રજવાણી એટલે નિરંતર વહેતી નિર્મલવાણી. આ વાણીના ૯ પ્રકાર છે.

ધરતીને આપણે દાણા આપીએ તો ધરતી તેના અનેક ઘણા દાણા પાછા આપે.

આપણામાં આનંદ હશે તો જ કથામાં આનંદ આવશે, આપણામાં રહેલ આનંદ ની ઓળખાણ થયા પછી જ કથા માં આનંદ આવે.

વ્રજવાણી એટલે વેદવાણી – સામવેદ એ ગાયનનો વેદ છે, વ્રજવાણીનો આપણે ઉપયોગ કરતા હોઈએ તો આપણી વાણીમાં અપશબ્દ ન આવવો જોઈએ, નભવાણી જે આકાશવાણી પણ કહેવાય – આ વાણી પ્રાસંગિક વાણી હોય – અમુક ઘટના આધારિત હોય, આકાશવાણી અમુકને જ સંભળાય – જેનો રેડિયો ચાલુ હોય તેને જ આકાશવાણી સંભળાય; નાભીની વાણી જે પરાવાણી પણ કહેવાય છે, આ નભવાણી સાધુ સંતોને જ સંભળાય – અધિકારી સાધકને જ સંભળાય; બ્રહ્મવાણી જેને પશ્યન્તિવાણી કહેવાય છે આવી વાણી યોગીને દેખાય- સંભળાય, આ ઘટાકાશની વાણી છે; લોકવાણી – લોકોના મુખેથી નીકળતી વાણી – લોક સાહિત્યની વાણી; સંતવાણી – સંતવાણી સાર્વભૌમ વાણી છે; સતવાણી – સત્યવાણી; પ્રિયવાણી – પ્રિય સત્ય બોલવું; હિતવાણી જેમાં બીજાનું હિત સમાયેલું હોય એવી વાણી; મિત વાણી જે સિમિત વાણી છે – ટૂંક્માં જ કહેવાની વાણી – વગરલેવા દેવા લાંબુ ન બોલવું એવી વાણી; સૂત્રાત્મક વાણી – સૂત્રમાં કહેવાય એવી વાણી.

કથાનું આયોજન એ અસ્તિત્વના આયોજનમાં લખાયેલ પ્રોગ્રામ છે.

6

Thursday, 18/02/2021

રાવન ઘણું બધું જાણતો હોવા છતાં – રાવણ વેદ શાસ્ત્ર વગેરે જાણે છે પણ તે રામને નથી જાણી શક્યો. તેથી તેને રામ ઉપર ભરોંસો નથી આવતો. રાવણ જાગતો હતો છતાં રામને જાણી ન શક્યો પણ કુંભકર્ણ ઊંઘતો હોવા છતાં રામને જાણી લે છે.

શ્રોતાઓની ભીડ એ કથાનું માપદંડ નથી, જાગૃત શ્રોતાઓની જરૂર છે.

24 તત્વોના સમુહને વ્રજવાણી કહેવાય.

જે ભૂમિમાં વૃંદાવન, યમુના, બરસાના, નંદગાવ, ગાયો, ગોપ ગોપી, ગિરિરાજ, રાધાક્રિષ્ન, રમણરેતી, વિરહ,  પરિક્રમ્મા, સંકટની સાથે સાથે સંકટ નિવારક આવે, જ્યાં રાગ વિરાગ ન હોય પણ ફક્ત અનુરાગ હોય, અનેક આચાર્ય, કદંબ હોય, જ્યા, રાસ હોય તે સ્થાન વ્રજ મંડળ છે. જ્યાં આ ૧૬ તત્વો હોય તે વ્રજ છે.

માનસમાં આ ૧૬ તત્વ છે.

જેની પાંખોમાં તેજ અને આંખોમાં ભેજ હશે તે તરી જશે.

જેનો ગુનો કર્યો હોય તેની જ માફી માગવાની હોય, બીજા પાસે માફી માગવાનો કોઈ અર્થ નથી, જે વસ્તુ જ્યાં ખોવાઈ ગઈ હોય તે વસ્તું ત્યાંથી જ જડે.

સામિપ્ય કરતાં સાનિધ્ય વધારે સારું.

ભગવતકથામાં બુદ્ધિશાળીનું કામ નથી. ભગવતકથામાં તો પાગલનું કામ છે.

શુક્રવાર, ૧૯/૦૨/૨૦૨૧

સંસાર સાગર નૌકાથી નથી તરાતો પણ કૃપાથી તરાય છે.

શીલવંત શ્રદ્ધા એ ત્રિગુણાતિત શ્રદ્ધા છે.

શીલ એટલે સ્વભાવ, શીલ બહિર નથી પણ અંતરત્વ છે.

કબીર નીંદકને નજીક રાખવાનું કહે છે.

શીલવંત સાધુને વારંવાર નમવું એટલે તેનું વારંવાર સ્મરણ કરવું.

ગુરુનું પદ ખાલી થાય તો તેને હરિ પણ શોભાવી ન શકે, હરિ પદ ખાલી થાય તો તે પદ કોઈ સાધુ શોભાવી શકે.

 

मैं  जानउँ  निज  नाथ  सुभाऊ।  अपराधिहु  पर  कोह    काऊ

मो  पर  कृपा  सनेहु  बिसेषी।  खेलत  खुनिस    कबहूँ  देखी॥3॥

 

अपने  स्वामी  का  स्वभाव  मैं  जानता  हूँ।  वे  अपराधी  पर  भी  कभी  क्रोध  नहीं  करते।  मुझ  पर  तो  उनकी  विशेष  कृपा  और  स्नेह  है।  मैंने  खेल  में  भी  कभी  उनकी  रीस  (अप्रसन्नतानहीं  देखी॥3॥

 

રામને તેમના કાળ દરમ્યાન ફ્ક્ત ૯ જણા જ જાણી શક્યા છે.

મા કૌશલ્યા રામને બ્રહ્મ તરીકે પહેલેથી ઓળખે છે.

દશરથ રામને જાણે છે પણ તે વધારે પુત્ર તરીકે જુએ છે.

વિશ્વામિત્ર રામને જાણે છે.

અત્રિ ભાગવાન રામને જાણે છે.

અહલ્યા, સુનનયા પણ રામને જાણે છે. મંદોદરી રામને જાણે છે, તારા પણ રામને જાણે છે.

વિભીષણ રામને જાણે છે.

હનુમાનજી રામને જાણે છે.

જટાયુ રામને જાણે છે.

8

Saturday, 20/02/2021

પ્રીત, રતિ અને આસક્તિમાં ફેર છે.

અનપાયની ભક્તિ, અવિરલ ભક્તિ, પ્રેમ ભક્તિ, ભેદ ભક્તિ, દ્રઢ ભક્તિ, નવધા ભક્તિ વગેરે શબ્દો માનસમાં વપરાયા છે.

અનપાયની ભક્તિ એટલે ઉપાય મુક્ત ભક્તિ, આ પ્રાસાદિક ભક્તિ છે જે કંઈક અલગ કરતાં કરતાં ભક્તિ મળી જાય, આ ઉપાય મુક્ત ભક્તિ છે, શ્રેષ્ઠ ભક્તિ છે. આ ભક્તિ અખંડ ગુરુ આશ્રય દ્વારા જ પ્રાપ્ત થાય છે.

ઈશ્વર આપણા બધાને મળેલો જ છે, ફક્ત ઓળખાણ જ બાકી છે, જે સદગુરૂ કરાવે છે.

અજપા જાપ

અવિરલ ભક્તિ એટલે જે સતત ચાલ્યા જ કરે, અવિરલ એટલે નિરંતર.

પ્રેમ ભક્તિ એ તે ભક્તિ છે જે ગોપીઓની ભક્તિ છે, જશોદાની ભક્તિ છે, આ ભક્તિમાં આંખમાં આંસુ આવી જાય. નિરંતર સ્મૃતિ રહે એ પ્રેમ ભક્તિ છે. પ્રેમ ભક્તિનું વાહન આંસુ છે. પ્રેમ ભક્તિમાં કોઈ આદેશ કે દબાણ ન હોય. સંસારિક ક્રિયાઓ આપોઆપ બંધ થઈ જાય અને સ્મૃતિ આવતાં આંખમાં આંસુ આવી જાય એ પ્રેમ ભક્તિ છે. પ્રેમ કોઈ બંધન ન કરે, પ્રેમ હુકમ ન કરે.

રાધા પ્રેમ સ્વરૂપા છે, રાધા સ્વયં ભક્તિ છે.

ભેદ ભક્તિમાં દ્વૈત હોય, ભગવાન અને ભક્ત વચ્ચે ભેદ હોય. ગુરૂ પરંપરામાં દ્વૈત રાખવો જ જોઈએ, ગુરૂ એ ગુરૂ છે અને શિષ્ય એ શિષ્ય છે એવો ભેદ રહેવો જ જોઈએ.

પ્રેમ ભક્તિમાં સંપૂર્ણ સમર્પણ કરવાનું હોય. પ્રેમ ભક્તિમાં રાંકપણું હોય. પ્રેમ ભક્તિમાં કોઈ આદેશ ન હોય.

રામને પ્રેમ ભક્તિ વધારે ગમે છે.

આપણે ગુરૂના ચરણ જોઈએ છે અને ગુરૂ પણ આશ્રિતના ચરણ જુએ છે કે મારો આશ્રિત અને તેના ચરણ મારા કહ્યા પ્રમાણે ચાલે છે કે નહીં, ગુરૂ આશ્રિતના ચરણથી તેને ઓળખી જાય છે.

પહેલાં રીડર બનવું, પછી નિડર બનવું અને પછી લિડર બનવું.

નિરભર ભક્તિ એ છે જ્યાં ફક્ત એકનો જ આધાર રાખ્યો હોય, ભક્ત પોતે કોઈ ભાર ન રાખે.

 

नान्या स्पृहा रघुपते हृदयेऽस्मदीये सत्यं वदामि भवानखिलान्तरात्मा

भक्ति प्रयच्छ रघुपुंगव निर्भरा में कामादि दोष रहितं कुरु मानसं

 

हे रघुनाथजी! मैं सत्य कहता हूँ और फिर आप सबके अन्तरात्मा ही है। (सब जानते ही है) कि मेरे हृदयमें दूसरी कोई इच्छा नही हैहे रघुकुल श्रेष्ठ मुझे अपनी निर्भरा (पूर्ण) भक्ति दीजिए और मेरे मन को काम आदि दोषोंसे रहित कीजिए

નરસિંહ મેહતાની ભક્તિ નિરભર ભક્તિ છે, તે બધું જ ભગવાન ઉપર છોડી દે છે. નિરભર ભક્તિ બહું કઠિન છે.

ભક્તિના અનેક પ્રકાર છે.

9

Sunday, 21/02/2021

આજે માતૃભાષા દિવસ છે, મા - જનની, જન્મભૂમિ માતૃભાષા, જન્મજાત વેશને સંભાળવો રહ્યો – જતન કરવું જોઈએ.

ACTION, HABIT & NATURE

સંપત્તિ અને સંપદામાં ફરક છે; ખજાનો એ સંપત્તિ છે અને ખાનદાની એ સંપદા છે.

રામ નામ છ એ શાસ્ત્રોનો સાર છે.

 

नवधा भगति कहउँ तोहि पाहींसावधान सुनु धरु मन माहीं

प्रथम भगति संतन्ह कर संगादूसरि रति मम कथा प्रसंगा॥4॥

 

मैं तुझसे अब अपनी नवधा भक्ति कहता हूँतू सावधान होकर सुन और मन में धारण करपहली भक्ति है संतों का सत्संगदूसरी भक्ति है मेरे कथा प्रसंग में प्रेम॥4॥

दोहा :

 

गुर पद पंकज सेवा तीसरि भगति अमान

चौथि भगति मम गुन गन करइ कपट तजि गान॥35॥

 

तीसरी भक्ति है अभिमानरहित होकर गुरु के चरण कमलों की सेवा और चौथी भक्ति यह है कि कपट छोड़कर मेरे गुण समूहों का गान करें॥35॥

 

मंत्र जाप मम दृढ़ बिस्वासापंचम भजन सो बेद प्रकासा

छठ दम सील बिरति बहु करमानिरत निरंतर सज्जन धरमा॥1॥

 

मेरे (राम) मंत्र का जाप और मुझमंर दृढ़ विश्वास- यह पाँचवीं भक्ति है, जो वेदों में प्रसिद्ध हैछठी भक्ति है इंद्रियों का निग्रह, शील (अच्छा स्वभाव या चरित्र), बहुत कार्यों से वैराग्य और निरंतर संत पुरुषों के धर्म (आचरण) में लगे रहना॥1॥

 

सातवँ सम मोहि मय जग देखामोतें संत अधिक करि लेखा

आठवँ जथालाभ संतोषासपनेहुँ नहिं देखइ परदोषा॥2॥

 

सातवीं भक्ति है जगत्भर को समभाव से मुझमें ओतप्रोत (राममय) देखना और संतों को मुझसे भी अधिक करके माननाआठवीं भक्ति है जो कुछ मिल जाए, उसी में संतोष करना और स्वप्न में भी पराए दोषों को देखना॥2॥

 

नवम सरल सब सन छलहीनामम भरोस हियँ हरष दीना

नव महुँ एकउ जिन्ह कें होईनारि पुरुष सचराचर कोई॥3॥

 

नवीं भक्ति है सरलता और सबके साथ कपटरहित बर्ताव करना, हृदय में मेरा भरोसा रखना और किसी भी अवस्था में हर्ष और दैन्य (विषाद) का होनाइन नवों में से जिनके एक भी होती है, वह स्त्री-पुरुष, जड़-चेतन कोई भी हो-॥3॥

 

सुंदर सुजान कृपा निधान अनाथ पर कर प्रीति जो

सो एक राम अकाम हित निर्बानप्रद सम आन को।।

जाकी कृपा लवलेस ते मतिमंद तुलसीदासहूँ

पायो परम बिश्रामु राम समान प्रभु नाहीं कहूँ।।3।।

 

[परम] सुन्दर, सुजान और कृपानिधान तथा जो अनाथों पर प्रेम करते हैं, ऐसे एक श्रीरामचन्द्रजी ही हैंइनके समान निष्काम (निःस्वार्थ) हित करनेवाला (सुह्रद्) और मोक्ष देनेवाला दूसरा कौन है ? जिनकी लेशमात्र कृपासे मन्दबुद्धि तुलसीदासने भी परम शान्ति प्राप्त कर ली, उन श्रीरामजीके समान प्रभु कहीं भी नहीं हैं।।3।।

 

मो सम दीन दीन हित तुम्ह समान रघुबीर।।

अस बिचारि रघुबंस मनि हरहु बिषम भव भीर।।130।।

 

हे श्रीरघुवीर ! मेरे समान कोई दीन नहीं है और आपके समान कोई दीनों का हित करनेवाला नहीं हैऐसा विचार कर हे रघुवंशमणि ! मेरे जन्म-मरणके भयानक दुःखकों हरण कर लीजिये ।।130()।।

 

कामिहि नारि पिआरि जिमि लोभिहि प्रिय जिमि दाम।।

तिमि रघुनाथ निरंतर प्रिय लागहु मोहि राम।।130।।

 

जैसे कामीको स्त्री प्रिय लगती है और लोभी को जैसे धन प्यारा लगता है, वैसे ही हे रघुनाथजी ! हे राम जी ! आप निरन्तर मुझे प्रिय लगिये।।130()।।

 

यत्पूर्वं प्रभुणा कृतं सुकविना श्रीशम्भुना दुर्गमं

श्रीमद्रामपदाब्जभक्तिमनिशं प्राप्त्यै तु रामायणम्

मत्वा तद्रघुनाथनामनिरतं स्वान्तस्तंमःशान्तये

भाषाबद्धमिदं चकार तुलसीदासस्तथा मानसम्।।1।।

 

श्रेष्ठ कवि भगवान् शंकरजीने पहले जिस दुर्गम मानस-रामायणकी, श्रीरामजीके चरणकमलोंके नित्य-निरन्तर [अनन्य] भक्ति प्राप्त होनेके लिये रचना की थी, उस मानस-रामायणको श्रीरघुनाथजीके नाममें निरत मानकर अपने अन्तः करणके अन्धकारको मिटानेके लिये तुलसीदासने इस मानसके रूपमें भाषाबद्ध किया।।1।।

 

पुण्यं पापहरं सदा शिवकरं विज्ञानभक्तिप्रदं

मायामोहमलापहं सुविमलं प्रेमाम्बुपुरं शुभम्

श्रीमद्रामचरित्रमानसमिदं भक्त्यावगाहन्ति ये

ते संसारपतंगघोरकिरणैर्दह्यन्ति नो मानवाः।।2।।

 

यह श्रीरामचरितमानस पुण्यरूप, पापों का हरण करने वाला, सदा कल्याणकारी, विज्ञान और भक्तिको देनेवाला, माया, मोह और मलका नाश करनेवाला, परम निर्मल प्रेमरूपी जलसे परिपूर्ण तथा मंगलमय हैजो मनुष्य भक्तिपूर्वक इस मानसरोवर में गोता लगाते हैं, वे संसाररूपी सूर्यकी अति प्रचण्ड किरणोंसे नहीं जलते।।2।।