Translate

Search This Blog

Saturday, May 21, 2016

માનસ ભરત


રામ કથા

માનસ ભરત

ચિત્રકૂટ (મધ્ય પ્રદેશ)

શનિવાર, ૨૧-૦૫-૨૦૧૬ થી રવિવાર, ૨૯-૦૫-૨૦૧૬


મુખ્ય પંક્તિ (કેન્દ્રીય વિચાર) 

प्रनवउँ प्रथम भरत के चरना   ।

जासु नेम ब्रत जाइ न बरना    ॥
.....................................................................१/१६/३


राम चरन पंकज मन जासू         ।

लुबुध मधुप इव तजइ न पासू     ॥

...................................................................१/१६/४


(भाइयों में) सबसे पहले मैं श्री भरतजी के चरणों को प्रणाम करता हूँ, जिनका नियम और व्रत वर्णन नहीं किया जा सकता तथा जिनका मन श्री रामजी के चरणकमलों में भौंरे की तरह लुभाया हुआ है, कभी उनका पास नहीं छोड़ता॥


શનિવાર, ૨૧-૦૫-૨૦૧૬

જે પ્રેમ નિયમ તોડાવી ન શકે તે પ્રેમ શું કામનો?

પ્રેમ નેમ (નિયમ) તોડાવી નાખે.

सिय  राम  प्रेम  पियूष  पूरन  होत  जनमु  न  भरत  को।

मुनि  मन  अगम  जम  नियम  सम  दम  बिषम  ब्रत  आचरत  को॥

दुख  दाह  दारिद  दंभ  दूषन  सुजस  मिस  अपहरत  को।

कलिकाल  तुलसी  से  सठन्हि  हठि  राम  सनमुख  करत  को॥

भावार्थ:-श्री  सीतारामजी  के  प्रेमरूपी  अमृत  से  परिपूर्ण  भरतजी  का  जन्म  यदि  न  होता,  तो  मुनियों  के  मन  को  भी  अगम  यम,  नियम,  शम,  दम  आदि  कठिन  व्रतों  का  आचरण  कौन  करता?  दुःख,  संताप,  दरिद्रता,  दम्भ  आदि  दोषों  को  अपने  सुयश  के  बहाने  कौन  हरण  करता?  तथा  कलिकाल  में  तुलसीदास  जैसे  शठों  को  हठपूर्वक  कौन  श्री  रामजी  के  सम्मुख  करता?

ચિત્રકૂટ અતિ વિચિત્ર સુંદર બન મહિ પવિત્ર 
ચિત્રકૂટ અતિ પવિત્ર સુંદર બન મહિ પવિત્ર
પાવનિ પય સરિત સકલ મલ નિકંદિનિ 

ચિત્રકૂટ ૫ વસ્તુની ભૂમિ છે. આમ તો આ ભૂમિ અસિમ છે.

વિહાર ભૂમિ

ચિત્રકુટ ભગવાન સીતારામની વિહાર ભૂમિ છે.


વિરાગ ભૂમિ

ચિત્રકૂટ સાધકોની વિરાગ ભૂમિ - વૈરાગ્યની ભૂમિ છે. આ ભૂમિમાંથી વૈરાગ્ય પેદા થાય, પ્રાપ્ત થાય.


વિવેક ભૂમિ - વિચાર ભૂમિ

ચિત્રકૂટ બગવાન વશિષ્ઠ, રાજર્ષિ જનક, ભરત, અનેક મુનિગણની વિવેક ભૂમિ છે, વિચાર ભૂમિ છે.

  भरत  चरित  करि  नेमु  तुलसी  जो  सादर  सुनहिं।

सीय  राम  पद  पेमु  अवसि  होइ  भव  रस  बिरति॥

तुलसीदासजी  कहते  हैं-  जो  कोई  भरतजी  के  चरित्र  को  नियम  से  आदरपूर्वक  सुनेंगे,  उनको  अवश्य  ही  श्रीसीतारामजी  के  चरणों  में  प्रेम  होगा  और  सांसारिक  विषय  रस  से  वैराग्य  होगा॥


વિશ્વાસ ભૂમિ

ચિત્રકૂટ વિશ્વાસની ભૂમિ છે.


વિયોગ ભૂમિ

ચિત્રકુટ વિયોગની ભૂમિ છે, આંસુની ભૂમિ છે.

તુલસીદાસ ચરન વંદના કરતાં પ્રથમ ગુરૂ ચરણની વંદના કરે છે.


રવિવાર, ૨૨-૦૫-૨૦૧૬

રામ ચરિત માનસને જો ઊભા અક્ષરોમાં લખીએ તો નીચે પ્રમાણે લખાય.

રામ
ચરિત
માનસ

આમ જો આપણે ઊપર જવું હોય તો પહેલાં માનસનું પગથિયું ચઢવું પડે, પછી ચરિતનું પગથિયું ચઢ્યા પછી રામ સુધી પહોંચાય.

વશિષ્ઠ મુનિ નામ કરણ કરતાં ભરત માટેના નામ કરણ માટે કહે છે કે,

बिस्व भरन पोषन कर जोई। 

ताकर नाम भरत अस होई॥

जो संसार का भरण-पोषण करते हैं, उन (आपके दूसरे पुत्र) का नाम 'भरत' होगा |

ભરત શબ્દ બ્રહ્મ છે.

ભરત શબ્દ બોલવાથી પાપ, પ્રપાંચ નાશ પામે છે.

રામ સ્વયં ભરત મંત્રનો જાપ કરે છે.

भरत  सरिस  को  राम  सनेही।  

जगु  जप  राम  रामु  जप  जेही॥

सारा  जगत्‌  श्री  राम  को  जपता  है,  वे  श्री  रामजी  जिनको  जपते  हैं,  उन  भरतजी  के  समान  श्री  रामचंद्रजी  का  प्रेमी  कौन  होगा?॥

જે નિરંતર કર્મમાં નિરત રહે છે તે ભરત છે.   ......કવિવર ટાગોર

ભરત કર્મ યોગી છે.

માનસની આરતી તો વેદ પણ ઊતારે છે.
જે ભજનમાં રત છે, જે ભક્તિમાં રત છે તે ભરત છે.

ભરત અદ્વિતીય છે, અનુપમ છે.

ભરતમાં ભ જ્ઞાન વાચક છે.

જે જ્ઞાનમાં રત છે તે ભરત છે.

सगुनु  खीरु  अवगुन  जलु  ताता।  

मिलइ  रचइ  परपंचु  बिधाता॥

भरतु  हंस  रबिबंस  तड़ागा।  

जनमि  कीन्ह  गुन  दोष  बिभागा॥

हे  तात!  गुरु  रूपी  दूध  और  अवगुण  रूपी  जल  को  मिलाकर  विधाता  इस  दृश्य  प्रपंच  (जगत्‌)  को  रचता  है,  परन्तु  भरत  ने  सूर्यवंश  रूपी  तालाब  में  हंस  रूप  जन्म  लेकर  गुण  और  दोष  का  विभाग  कर  दिया  (दोनों  को  अलग-अलग  कर  दिया)॥

જે વ્યક્તિને ભવમાં રુચી છે તે ભરત છે.
जनम-जनम  रति  राम  पद  यह  बरदानु  न  आन॥

जन्म-जन्म  में  मेरा  श्री  रामजी  के  चरणों  में  प्रेम  हो,  बस,  यही  वरदान  माँगता  हूँ,  दूसरा  कुछ  नहीं॥

ભ એટલે ભય

જે ભયમાં ગ્રસ્ત છે - ભયમાં ડૂબેલ છે તે ભરત છે.

આમ તો જે ભજન કરે તેને ભય ન લાગે.

પણ જે ભક્ત છે તેને એવો ભય લાગ્યા કરે છે કે ક્યાંક મારાથી મારા સાહિબનો અપરાધ ન થઈ જાય. આમ ભક્ત સાહિબનો અપરાધ ન થઈ જાય તેવા ભયથી ભય ગ્રસ્ત રહે છે.

ભક્તને એવો ભય લાગ્યા કરે છે કે ક્યાંક મારાથી અન્યાશ્રય ન થઈ જાય.

શ્રેષ્ઠથી થોડા ભય ગ્રસ્ત રહેવું એ અભય થવાની ચાવી  છે.

શિષ્યની દુરગતિ થાય તો ગુરૂ પદ કલંકિત થઈ જાય.

પ્રેમિકાને કાયમ ભય રહે છે કે ક્યાંક તેનો પ્રેમી તેને છોડીને જતો તો નહીં રહે ને.

ભય વિના પ્રિતિ ન થાય.

ભક્તિમાં અખંડ વિશ્વાસ રહે પણ પોતાના કરતુતોનો ભય લાગ્યા કરે છે.

ભરત પ્રેમ મૂર્તિ છે.

માનસના કેટલાક પ્રેમીઓ

૧ સુતિક્ષ્ણ પ્રેમ
૨ અંગદ પ્રેમ
૩ હનુમંત પ્રેમ
૪ દશરથ પ્રેમ
૫ જનક પ્રેમ
૬ ઉમા પ્રેમ

ભરતા એટલે પતિ, પાલન કરનાર, ભરથાર

પ્રેમ અને ત્યાગથી આપણને સ્વાભાવિક ભરી દે, આપણી રિક્તતાને પૂર્ણ કરી દે તે ભરત છે.

આપણો ભાર વહન કરે તે ભરત છે.

માનસમાં ભરત અને ભુષુડી એ બે સર્વોચ્ચ બુદ્ધ પુરુષ છે.

ભરત જેવા બુદ્ધ પુરુષ પાસે જવાથી આશ્રિત બિલકુલ નિરભાર થઈ જાય.

ભરતનું ધર્મ દર્શન, અર્થ દર્શન, કામ દર્શન, મોક્ષ દર્શન, સત્ય દર્શન, પ્રેમ દર્શન અને કરૂણા દર્શન શું છે?

તુલસીદાસજી રામ કથા સ્વાનતઃ સુખાય, મન પ્રબોધ અને પોતાની વાણીને પવિત્ર કરવા માટે ગાય છે.



સોમવાર, ૨૩-૦૫-૨૦૧૬






મંગળવાર, ૨૪-૦૫-૨૦૧૬

નિયમ અમુક સમય માટે લેવાય અને અમુક નિયમ પુરો થતાં તેના માટે પારણા પણ થાય. દા. ત. ઉપવાસ

ગાંધીજી કોઈ એક કાર્ય માટે ઉપવાસ કરતા, જે એક સત્યાગ્રહનું રુપ રહેતું અને તે કાર્યનું સમાધાન થતાં ગાંધીજી ઉપવાસ છોડી પારણા કરતા.

માર્ગ દર્શકનાં પ લક્ષણ છે.

ભરતની યાત્રા અયોધ્યાથી ચિત્રકૂટની છે.

હનુમાનની યાત્રા ત્રિકૂટ - લંકાની છે.

ચિત્રકૂટ અને વૃંદાવનમાં સામ્ય પણ છે અને તફાવત પણ છે.

કૃષ્ણ વૃંદાવન છોડી એક ડગલું ક્યાંય ગયા નથી.

રામ લક્ષ્મણ જાનકી પણ ચિત્રકૂટ છોડી ક્યાંય ગયા નથી.

ચિત્રકૂટમાં રસ છે જ્યારે વૃંદાવનમાં રાસ છે.

તુલસી અને ચિત્રકૂટ એકબીજાના પર્યાય છે, સગોત્રી છે.

ચિત્રકૂટ એ છે કે કૂટ છે - એરણ છે જેનો આકાર ગમે તેટલા પ્રહાર થાય તો પણ બદલાતો નથી.


રવિવાર, ૨૯-૦૫-૨૦૧૬

કથા વિરામ દિવસ
આપણા જીવનમાં રામનું પ્રાગટ્ય એટલે સત્યનું પ્રાગટ્ય, ભરતનું પ્રાગટ્ય એટલે પ્રેમનું પ્રાગટ્ય, લક્ષ્મણનું પ્રાગટ્ય એટલે જાગૃતિનું પ્રાગટ્ય અને શત્રુઘ્નનુમ પ્રાગટ્ય એટલે અવૈર વૃત્તિનું પ્રાગટ્ય.
યોગ્ય શિષ્યની પ્રાપ્તિ એ ગુરૂની મહાનિધી છે.
સારા પુત્ર/પુત્રી એ માબાપની મહાનિધી છે.
સારા શ્રોતા એ વક્તાની મહાનિધી છે.
યજ્ઞ, દાન અને તપ ક્યારેય બંધ ન કરવા.
યજ્ઞ, દાન, તપ કરવાથિ આપણી બુદ્ધિ સુધરે છે.
યજ્ઞમાં આહુતિ અપાય છે. આમ યજ્ઞથી આહુત કરવાની વૃત્તિ પેદા થાય અને તેના પરિણામે જરુરિયાતમંદ વ્યક્તિને આપણી ક્ષમતા પ્રમાણે તેની જરુરિયાત પુરી કરવાની વૃત્તિ પેદા થાય.
કૃત્ય અને નૃત્ય બંને કરવાં જોઈએ.
કૃત્ય અને નૃત્યનું સમન્વિત રૂપ ભરત છે.
ક્ષમાદાન એ મહત્વનું દાન છે.
મૌન રહી વિષમ પરિસ્થિતિને સહન કરી લેવી તે તપ છે.
રામ ચરિત માનસ એ માનવ બનાવવાનું કાર્ય કરે છે. જેનામાં પશુતા હોય, જેનામાં અસુરતા હોય, જેનામાં દીનતા હોય - અછૂત સમાજમાંથી આવતા હોય તેવા બધાને માનસ માનવ બનાવે છે. જ્યારે રામ પુષ્પક વિમાનમાં રીંછ વાનર, વિભીષણ જેવા અસુર, નિષાદ રાજ ગુહ વગેરેને લઈને અયોધ્યામાં ઊતરે છે ત્યારે બધાન માનવ રૂપે ઊતરે છે. આ માનસનું કાર્ય છે.
પાદુકામાં પા અક્ષર પાપ તરફ નિર્દેશ કરે છે, દુ અક્ષર દુકાળ તરફ નિર્દેશ કરે છે અને કા અક્ષર કાયમ તરફ નિર્દેશ કરે છે. આમ પાદુકાથી પાપનો કાયમ દુકાળ થાય છે, પાપ થાય જ નહિં.
રામ જ્યારે અયોધ્યામાં વનવાસ પહેલાં હતા ત્યારે તે સમયે અનિષ્ટ તત્વો અયોધ્યામાં હતાં  અને જ્યારે ૧૪ વર્ષ પછી રામ રાજ્યની સ્થાપના થયા પછી પણ અનિષ્ટ તત્વો આવે છે. પણ ૧૪ વર્ષ સુધી જ્યારે પાદુકા હતી ત્યારે કોઈ અનિષ્ટ તત્વ અયોધ્યામાં આવ્યું નથી, કોઈ પાપ થયું નથી.
નિચે દર્શાવેલ ૫ વસ્તુ છૂટે એટલે પાદુકા પ્રાપ્ત થાય.

ઊંમર થતાં કુટુંબના વડા તરીકેનો અધિકાર છોડવાથી પાદુકા પ્રાપ્ત થાય. વડાના અધિકાર દ્વારા અહંકાર આવી જાય છે.

ક્રમશઃ અહંકાર ઓછો કરવાથી પાદુકા પ્રાપ્ત થાય.

અંધકાર - અજ્ઞાન - મૂઢતા - વિકૃતિ - તમસ ને છોડવાથી પાદુકા પ્રાપ્ત થાય.

ઊંમર વધતાં અલંકાર - સન્માન વગેરે છોડવાથી પાદુકા પ્રાપ્ત થાય.

અસ્વીકારને છોડવાથી પાદુકા પ્રાપ્ત થાય. બધાનો સ્વીકાર કરી લો.
આમ સાધના પક્ષમાં અધિકાર, અહંકાર, અંધકાર, અલંકાર ને છોડવાથી પાદુકા પ્રાપ્ત થાય જ્યારે કૃપા પક્ષમાં કોઈની કરૂણા થતાં પાદુકા ગમે ત્યારે પ્રાપ્ત થાય.



No comments:

Post a Comment