Translate

Search This Blog

Tuesday, July 19, 2016

સત્ સત્‌ પ્રણામ ગુરૂદેવ

Guru Purnima, गुरु पूर्णिमा, ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા
જય ગુરુ દેવ

આજના ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ((મંગળવાર, અષાડ સુદ ૧૫, સંવત ૨૦૭૨, તારીખ ૧૯ જુલાઈ ૨૦૧૬) મારા ગુરુજી પૂજ્ય બ્રહ્માનંદપુરીજી મહારાજના ચરણોમાં સત્‌ સત્‌ વંદન

શંકરમ્‌ શંકરાચાર્યમ્‌ કેશવમ્‌ બાદરાયણમ્‌


સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તૌ પુનઃ પુનઃ



કૃતે વિશ્વગુરુર્બ્રહ્મા ત્રેતાયાં ઋષિસતમઃ


દ્વાપરે વ્યાસ એવ સ્યાત કલાવત્ર ભવામ્યહમ્‌


गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वररः ।


गुरु साक्षात्‌ परब्रह्म तस्मै श्रीगुरुवे नमः ॥


ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર : |


ગુરુ સાક્ષાત્ પરં બ્રહ્મ તસ્મૈ શ્રીગુરુવે નમ : ||

_________________________________________________________________________________
પૂજ્ય મોરારી બાપુએ "માનસ સુંદરકાંડ" રામ કથા દરમ્યાન વર્ણવેલ ગુરૂ વિશેના કેટલાક અંશ અત્રે પ્રસ્તુત છે.

  • ગુરૂના ૫ પ્રકાર છે.


ત્રિભુવન ગુરૂ - અવ્યક્ત ગુરૂ
જે ગુરૂ હોવા છતાં ય ન હોવાનો ભાસ થાય, જે અવ્યક્ય રહે તે અવ્યક્ત ગુરૂ છે જે ત્રિભુવન ગુરૂ છે.
तुम्ह त्रिभुवन गुर बेद बखाना। आन जीव पाँवर का जाना॥

જગદ્‌ગુરૂ
जगद्‌गुरु च शास्वतम्‌
આપણે જગદ્‌ગુરૂની પૂજા કરિએ છીએ.
પૂજા સસ્તી છે જ્યારે પ્રેમ મોંઘો છે.

સદ્‌ગુરૂ

સદ્‌ગુરૂને આપણે પ્રેમ કરીએ છીએ.


ધર્મ ગુરૂ
આપણે ધર્મ ગુરૂથી ડરીએ છીએ.

કૂલગુરૂ
કૂલગુરૂને આપણે પ્રેમ નથી કરતા પણ આપણે ઈચ્છીએ છીએ કે કૂલગુરૂ દક્ષિણા લઈને જતા રહે તો સારું.


  • ગુરૂ દ્વાર જવાથી ૫ વસ્તુની પ્રાપ્તિ થાય.


ગુરૂ દ્વારે જવાથી આપણને આપણા વિષાદથી મુક્તિ મળે, આપણો વિષાદ પ્રસાદમાં પરિવર્તિત થઇ જાય.

ગુરૂ દ્વારે જવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય અને એવી વિદ્યા પ્રાપ્ત થાય કે જે આપણને બંધનમાં ન નાખે.


ગુરૂ દ્વારે જવાથી આપણા વિવેકમાં વર્ધન થાય.

ગુરૂ દ્વારે જવાથી આપણો વિશ્વાસ દ્રઢ થાય.

ગુરૂ દ્વારે જવાથી આપણા સંશયો નાશ પામે.
 ગુરૂ શિષ્યનો સંબંધ RELATIONSHIP મુક્ત સંબંધ છે.


  • ગુરૂ પંચમુખી છે.


ગુરૂ ગુરૂ મુખ હોય, હોવા જોઈએ. ગુરૂના મુખેથી ગુરૂ વાણી જ નીકળે.
ગુરૂ પાસે સંત કથા હોય, દંત કથા ન હોય.

ગુરૂ ગો મુખ - ગાય જેવા રાંક હોવા જોઈએ. 
જેમ ગોમુખમાંથી ગંગાનો પ્રવાહ નીકળે છે તેમ ગુરૂના ગોમુખેથી ગંગા જેવી પવિત્ર વાણી નીકળે, ગંદકી ન નીકળે.

ગુરૂ આંતરમુખ હોય.

ગુરૂ સન્મુખ હોય, આપણી સામે હોય.

ગુરૂ વેદમુખી હોય. 
_________________________________________________________________________________
 बंदउँ गुरु पद कंज कृपा सिंधु नररूप हरि।
महामोह तम पुंज जासु बचन रबि कर निकर॥5॥

भावार्थ:-मैं उन गुरु महाराज के चरणकमल की वंदना करता हूँ, जो कृपा के समुद्र और नर रूप में श्री हरि ही हैं और जिनके वचन महामोह रूपी घने अन्धकार का नाश करने के लिए सूर्य किरणों के समूह हैं॥5॥
चौपाई : 
 बंदऊँ गुरु पद पदुम परागा। सुरुचि सुबास सरस अनुरागा॥
अमिअ मूरिमय चूरन चारू। समन सकल भव रुज परिवारू॥1॥
भावार्थ:-मैं गुरु महाराज के चरण कमलों की रज की वन्दना करता हूँ, जो सुरुचि (सुंदर स्वाद), सुगंध तथा अनुराग रूपी रस से पूर्ण है। वह अमर मूल (संजीवनी जड़ी) का सुंदर चूर्ण है, जो सम्पूर्ण भव रोगों के परिवार को नाश करने वाला है॥1॥
 सुकृति संभु तन बिमल बिभूती। मंजुल मंगल मोद प्रसूती॥
जन मन मंजु मुकुर मल हरनी। किएँ तिलक गुन गन बस करनी॥2॥
भावार्थ:-वह रज सुकृति (पुण्यवान्‌ पुरुष) रूपी शिवजी के शरीर पर सुशोभित निर्मल विभूति है और सुंदर कल्याण और आनन्द की जननी है, भक्त के मन रूपी सुंदर दर्पण के मैल को दूर करने वाली और तिलक करने से गुणों के समूह को वश में करने वाली है॥2॥
 श्री गुर पद नख मनि गन जोती। सुमिरत दिब्य दृष्टि हियँ होती॥
दलन मोह तम सो सप्रकासू। बड़े भाग उर आवइ जासू॥3॥
भावार्थ:-श्री गुरु महाराज के चरण-नखों की ज्योति मणियों के प्रकाश के समान है, जिसके स्मरण करते ही हृदय में दिव्य दृष्टि उत्पन्न हो जाती है। वह प्रकाश अज्ञान रूपी अन्धकार का नाश करने वाला है, वह जिसके हृदय में आ जाता है, उसके बड़े भाग्य हैं॥3॥
 उघरहिं बिमल बिलोचन ही के। मिटहिं दोष दुख भव रजनी के॥
सूझहिं राम चरित मनि मानिक। गुपुत प्रगट जहँ जो जेहि खानिक॥4॥
भावार्थ:-उसके हृदय में आते ही हृदय के निर्मल नेत्र खुल जाते हैं और संसार रूपी रात्रि के दोष-दुःख मिट जाते हैं एवं श्री रामचरित्र रूपी मणि और माणिक्य, गुप्त और प्रकट जहाँ जो जिस खान में है, सब दिखाई पड़ने लगते हैं-॥4॥
दोहा : 
 जथा सुअंजन अंजि दृग साधक सिद्ध सुजान।
कौतुक देखत सैल बन भूतल भूरि निधान॥1॥
भावार्थ:-जैसे सिद्धांजन को नेत्रों में लगाकर साधक, सिद्ध और सुजान पर्वतों, वनों और पृथ्वी के अंदर कौतुक से ही बहुत सी खानें देखते हैं॥1॥
चौपाई : 
 गुरु पद रज मृदु मंजुल अंजन। नयन अमिअ दृग दोष बिभंजन॥
तेहिं करि बिमल बिबेक बिलोचन। बरनउँ राम चरित भव मोचन॥1॥
भावार्थ:-श्री गुरु महाराज के चरणों की रज कोमल और सुंदर नयनामृत अंजन है, जो नेत्रों के दोषों का नाश करने वाला है। उस अंजन से विवेक रूपी नेत्रों को निर्मल करके मैं संसाररूपी बंधन से छुड़ाने वाले श्री रामचरित्र का वर्णन करता हूँ॥1॥

_________________________________________________________________________________

  • Guru Purnima Sandesh from Pujya Shree Rameshbhai Oza, Bhaishree.


The significance of the pollen-like dust of Guru's holy feet

The pollen-like dust of Guru’s holy feet is as pious as the holy ashes spread on Lord Shankar’s body. One gains divine vision on remembering the lustre of the gems in the form of the nails on the Guru’s feet and revolution of Guru’s lotus feet.

The pollen-like dust of Guru’s holy feet is like an eye liner to clear the faults in our vision. Our mind will never be corrupted should we listen to Guru’s speech and commands. The balance of one’s eyes and ears is necessary to prevent the mind from being damaged.

Apply the eye liner of the pollen dust of Guru’s holy feet to the eyes and listen to Guru’s words through the ears. This is why in our Vedas, the demi-gods have prayed to the Rishis:

“Let us listen to talks that result in our welfare; may we receive the advice and teachings of our Sadguru in our ears”.

We must take refuge in Sadguru’s holy feet so that God resides in our eyes and ears and sins may not enter.

Sadguru is the steersman of our lifeboat. one who will steer our ship safely to the shore in the hurricanes of the ocean of our life is a Sadguru.

_________________________________________________________________________________
The article displayed below is with the courtesy of  Divya Bhaskar - a leading Gujarati daily.

  • ગુરૂ પૂર્ણિમાઃ જીવન સફળ બનાવવા આ 10 લોકોને પણ ગુરૂ સમાન માનજો


ધર્મ ડેસ્ક, અમદાવાદઃ હિન્દુ ધર્મમાં ગુરૂને ભગવાનથી પણ મહાન માનવામાં આવ્યા છે કારણ કે, તે યોગ્ય અને અયોગ્ય વિશે તેમના વિદ્યાર્થીઓને જણાવે છે. શિષ્યોના શ્રેષ્ઠ કર્મોનો શ્રેય ગુરૂને જ જાય છે. મનુ સ્મૃતિ મુજબ માત્ર વેદોની શિક્ષા આપનાર જ ગુરૂ હોતો નથી. તે દરેક વ્યક્તિ જે આપણું યોગ્ય માર્ગદર્શન કરે, તેને પણ ગુરૂ સમાન જ માનવો જોઇએ. મનુ સ્મૃતિમાં 10 ગુરૂ જણાવવામાં આવ્યા છે જેમનું વર્ણન આ પ્રકારે છે.
શ્લોકઃ-
आचार्यपुत्रः शुश्रूषुर्ज्ञानदो धार्मिकः शुचिः।
आप्तःशक्तोर्थदः साधुः स्वाध्याप्योदश धर्मतः।।

આ શ્લોકમાં ગુરૂની શ્રેણિઓ વિશે જણાવવામાં આવ્યું છે કે, દસ શ્રેણીના વ્યક્તિ ધર્મ-શિક્ષા આપવાને યોગ્ય છે-

1. આચાર્ય પુત્ર એટલે ગુરૂનો પુત્ર
2. સેવા કરનાર એટલે કે, જુનો સેવન
3. જ્ઞાન આપનાર અધ્યાપક
4. ધર્માત્મા એટલે તે વ્યક્તિ જે ધર્મનું કાર્ય કરે છે.
5. પવિત્ર આચરણ કરનાર વ્યક્તિ એટલે કે, જે સારા કાર્યો કરે છે.
6. સત્ય બોલનાર
7. સમર્થ પુરૂષ એટલે કે, જે વ્યક્તિ પાસે તાકાત, પૈસા વગેરે હોય.
8. નોકરી આપનાર
9. પરોપકાર કરનાર એટલે અન્ય લોકોની મદદ કરનાર
10. ભલાઈ ઇચ્છનાર સગા-સંબંધી
1. સેવા કરનાર એટલે કે, જુનો સેવનઃ-

જુનો સેવક ક્યારેય પોતાના માલિકનું ખરાબ ઇચ્છતો નથી. તેની પ્રામાણિકતા ઉપર વિશ્વાસ કરી શકાય છે. જો જુનો સેવન આપણને કોઇ કામ કરવાથી રોકે અથવા આપણી ભલાઇ માટે કંઇ કહે તો તેમની વાતોને ગંભીરતાથી લેવી જોઇએ. તેની આ સલાહ કે વાતને ક્યારેય હવામાં ઉડાવી દેવી જોઇએ નહીં. બની શકે છે કે, તેની સલાહ આપણને કોઇ કામમાં આવી જાય. આવી સ્થિતિમાં જુના નોકરને પણ ગુરૂ સમાન જ સમજવો જોઇએ.

2. આચાર્ય પુત્ર એટલે ગુરૂનો પુત્ર-

આચાર્ય તે બ્રાહ્મણને કહે છે, જે શિષ્યનું મુંડન સંસ્કાર કરીને તેને પોતાની પાસે રાખી વેદનું જ્ઞાન તથા યજ્ઞ વગેરેની વિધિ શિખવાડે છે. આચાર્યનો પુત્ર પણ સન્માનીય હોય છે. જો આચાર્ય પુત્ર પણ સન્માનનીય હોય છે. જો આચાર્ય પુત્ર પણ આપણને શિક્ષા આપે તો તેને પણ ગુરૂ માનીને શિક્ષા લેવી જોઇએ. આ માટે આચાર્ય પુત્રને પણ ગુરૂની જ સમાન કહેવામાં આવે છે.

3.  જ્ઞાન આપનાર અધ્યાપક-

અધ્યાપક તે હોય છે જે આપણને વેદ-વિદ્યા વગેરેની શિક્ષા આપે છે. અધ્યાપક વિશે મનુ સ્મૃતિમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે-

य आवृणोत्यवितथं ब्रह्णा श्रवणावुभौ।
स माता स पिता ज्ञेयस्तं न द्रुह्योत्कदाचन।।

એટલે કે- તે બ્રાહ્મણ માતા-પિતાની સમાન સન્માનીય હોય છે, જે વેદ-વિદ્યાનો અભ્યાસ કરીને પોતાના શિષ્યના બંન્ને કાનને પવિત્ર કરે છે.

આ પ્રકારે જ્ઞાન આપનાર અધ્યાપક પણ સન્માનને યોગ્ય હોય છે.

4. ધર્માત્મા એટલે તે વ્યક્તિ જે ધર્મનું કાર્ય કરે છે-

ધર્માત્મા તે વ્યક્તિ હોય છે જે હમેશાં ધર્મના કામોમાં વ્યસ્ત રહે છે. ભૂલથી પણ કોઇ અન્ય વ્યક્તિનું હ્રદયને દુઃખ નથી આપતો અને બધા જ લોકોની મદદ કરે છે. આવા વ્યક્તિને પણ ગુરૂ સમાન જ માનવો જોઇએ કારણ કે, ધર્માત્મા ક્યારેય કોઇ ખોટી સલાહ આપતા નથી. જો ધર્માત્મા વ્યક્તિ ક્યારેય કોઇ સલાહ આપે તો તેને પણ ગુરૂની સમાન જ સમજીને તેનું પાલન કરવું જોઇએ.
5. પવિત્ર આચરણ કરનાર વ્યક્તિ એટલે કે, જે સારા કાર્યો કરે છે-

જો કોઇ વ્યક્તિ પવિત્ર આચરણ એટલે હમેશા સારા કામ કરનાર હોય તો તેની પાસેથી પણ શિક્ષા લેવી જોઇએ. સારા કામ કરનાર વ્યક્તિ ક્યારેય કોઇ અન્ય વ્યક્તિ વિશે ખરાબ વિચારશે નહીં અને જો આવો વ્યક્તિ કોઇ સલાહ આપે તો તેને પણ ગુરૂ સમજીને તેનો આદર કરવો જોઇએ.

6. સત્ય બોલનાર-

હમેશાં સાચું બોલનાર વ્યક્તિથી પણ શિક્ષા પ્રાપ્ત કરવી જોઇએ. સાચું બોલનાર વ્યક્તિ જો આપણું માર્ગદર્શન કરે અથવા કોઇ યોગ્ય સલાહ આપે તો તેને પણ ગુરૂ માનીને તેની વાતોને ગંભીરતાથી લેવી જોઇએ.

7. સમર્થ પુરૂષ એટલે કે, જે વ્યક્તિ પાસે તાકાત, પૈસા વગેરે હોય-

મનુ સ્મૃતિ મુજબ સમર્થ પુરૂષથી પણ જ્ઞાન લઇ લેવું જોઇએ કારણ કે, સમર્થ પુરૂષ પોતાના અંગત હિતો માટે ક્યારેય તમને ખોટી સલાહ આપશે નહીં. આવો વ્યક્તિ જો કોઇ વાત કહે તો તેને પણ ગુરૂ માનીને તેના પર પણ ગંભીરતાથી વિચાર કરવો જોઇએ.
 8. નોકરી આપનાર-

જે વ્યક્તિ નોકરી આપે છે તેની પાસેથી પણ શિક્ષા લેવામાં કોઇ હિચક રાખવી જોઇએ નહીં. સંકટની સ્થિતિમાં નોકરી આપનાર વ્યક્તિથી રાહ પણ લેવી જોઇએ. આવા વ્યક્તિ હમેશા સાચો રસ્તો જ જણાવશે. આ માટે તેને પણ ગુરૂ માનીને જ ચાલવું જોઇએ.

9. પરોપકાર કરનાર એટલે અન્ય લોકોની મદદ કરનાર-

જે વ્યક્તિ હમેશા અન્ય લોકોની મદદ કરવા માટે તૈયાર રહે છે તેને પણ ગુરૂ માનીને શિક્ષા તેની પાસેથી શિક્ષા લઇ શકાય છે. પરોપકાર કરનાર વ્યક્તિ હમેશા સાચો રસ્તો જ બતાવે છે.

10. ભલાઈ ઇચ્છનાર સગા-સંબંધી-

જેની સાથે આપણા ઘનિષ્ઠ સંબંધ હોય અને જે હમેશાં આપણી ભલાઇ ઇચ્છતા હોય, એવા સંબંધીઓને પણ ગુરૂ માનીને ચાલવું જોઇએ. આવા સંબંધીઓ જો કોઇ કામથી મનાઇ કરે અથવા કોઇ સલાહ આપે તો તેને ગુરૂની આજ્ઞા માનીને તેનું પાલન કરવું જોઇએ.

Read the article at its source link.

_________________________________________________________________________________




_________________________________________________________________________________

The article displayed below is with the courtesy of Divya Bhaskar daily.


  • સત્યનું જ્ઞાન કરાવે એ ગુરુ, શિષ્ય એ છે જે ગુરુ પાસેથી સત્ય શું છે તે જાણી લે



ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ગુરુ શબ્દમાં બે અક્ષર છે, જેમાં ‘ગુ’ અંધકાર- અજ્ઞાનને સૂચવે છે અને ‘રુ’ છે તે પ્રકાશ- જ્ઞાનનું સૂચન કરે છે. જેના જ્ઞાનના પ્રકાશથી અજ્ઞાનનું અંધારું દૂર થાય તે ગુરુ. પરમને પામવાનો મારગ સહેલો નથી. એ દિશામાં આગળ વધવામાં અનેક મુશ્કેલીઓ આવતી હોય છે. આધ્યાત્મિકતા શું છે અને તે દ્વારા કેવી રીતે ઈશ્વરપ્રાપ્તિ શક્ય બને તે ગુરુ સિવાય અન્ય કોઈ બતાવી ન શકે. આધ્યાત્મિક દિશામાં પ્રગતિ કરી એક ચોક્કસ મુકામ પર પહોંચવામાં ગુરુ ભોમિયાની ગરજ સારે છે. કબીરની એક સાખી જે ગુરુની સમજણ આ રીતે આપે છે:  

ગુરુ નામ હૈ ગમ્ય કા, શિષ સીખ લે સોય|
બિનુ પદ બિનુ મરજાદ નર, ગુરુ  શિષ નહીં કોય||

ગુરુ એ છે જે સત્યનું જ્ઞાન કરાવે અને શિષ્ય એ છે જે ગુરુ પાસેથી સત્ય શું છે તે જાણે-જાણી લે. ગુરુ અને શિષ્ય પોતપોતાનો ધર્મ જાણતા હોય અને એકબીજા માટે શું કરવાનું છે તેનાથી વિદિત હોય ત્યારે ઈષ્ટ પરિણામ પ્રાપ્ત થતું હોય છે.
ગુરુ સત્ય શું છે તેની પર અજવાળું કરી શિષ્યમાં આત્મજ્ઞાનની જ્યોત પ્રગટાવે છે. અજ્ઞાનનું અંધારું દૂર થાય છે ત્યારે સત્યનું દર્શન થાય થાય છે. સાચા ગુરુ દુર્લભ હોય છે. પથ્થરને હીરો સમજી સાચવીએ પણ સમય આવ્યે ખબર પડે કે આ તો પથ્થર છે ત્યારે? આવું ઘણા મહાપુરુષોના જીવનમાં પણ બન્યું છે. ગુરુ આત્મસાક્ષાત્કાર થવાની દિશામાં એક ડગલું પણ આગળ ન લઈ જાય ત્યારે શિષ્યને ગુરુની મર્યાદાઓની જાણ થાય ને સમજાય કે જેને ગુરુ તરીકે સ્થાપ્યા છે તે પથદર્શક બની શકે તેમ નથી. આતમરામ એ જ સાચો રામ છે એની પ્રતીતિ કરાવી આપે એવા માલમી ગુરુ સાંપડવા તે વિરલ છે. એ જ રીતે કોઈને ગુરુપદે સ્થાપતા પહેલાં પોતાની લાયકાત પણ સાચા ગુરુના શિષ્ય બનવા જેટલી સક્ષમ હોવી જોઈએ. એવું ન બને તો આંધળો આંધળાને દોરે એવી સ્થિતિ બની રહે છે. આ અંગે કબીરની સાખી છે:

જાકા ગુરુ હૈ આંધરા, ચેલા ખરા નિરંધ |  
અંધે કો અંધા મિલા, પડા કાલ કે ફંદ ||
સૌરાષ્ટ્રના સંત દાસી જીવણે એક પછી એક સત્તર ગુરુ કર્યા. જીવણસાહેબની આધ્યાત્મિક ભૂમિકા એટલી નક્કર હતી કે એમને આત્મજ્ઞાન સિવાય કંઈ ખપતું ન હતું. એટલે ગુરુ કરતા જ એમને ખ્યાલ આવી જતો કે સાચું મોતી પસંદ કરવા જતા ફટકિયું મોતી હાથમાં આવ્યું છે. છેવટે ભીમસાહેબ મળ્યા. એમણે ભીમસાહેબને નાણી જોયા. ભીમસાહેબ એમાં ખરા ઊતર્યા. એમણે જીવણસાહેબની ચેતનાનો તાર પરમ સાથે જોડાય એવું જ્ઞાન કરાવી આપ્યું.

નરેન્દ્ર સ્વામી વિવેકાનંદ થયા ન હતા ત્યારની વાત. વીસ વર્ષના નરેન્દ્ર કોઈ પર ઝટ વિશ્વાસ મૂકે તેમ ન હતું. એ અત્યંત બૌદ્ધિક હતા અને દરેક બાબતને તર્કથી મૂલવવાની એમને ટેવ હતી. એવા સમયે એમને રામકૃષ્ણ મળ્યા. નરેન્દ્રએ સીધો તીર જેવો સવાલ કર્યો: ‘તમે ભગવાનને જોયા છે?’

રામકૃષ્ણે એક પળ પણ રોકાયા વગર કહ્યું: ‘હા, મેં ભગવાનને જોયા છે. હું તને જોઉં છું અને તું મને જુએ છે તે રીતે મેં એમને જોયા છે..’
‘તમે મને ભગવાનનાં દર્શન કરાવી શકો?’

‘હા.’ ને નરેન્દ્ર રામકૃષ્ણ તરફ ખેંચાયા. એકવાર રામકૃષ્ણે કહ્યું કે જેના મનમાં વૈરાગ્ય છે એના માટે પૈસા હાથનો મેલ છે. નરેન્દ્રને પરીક્ષા કરવાનું મન થયું. એમણે ગુરુદેવના બિછાના હેઠળ રૂપિયાનો સિક્કો મૂકી દીધો. રામકૃષ્ણ પથારીમાં સૂવા ગયા ને જાણે વીંછીએ ડંખ માર્યો હોય તેમ ઊભા થઈ ગયા. એમને ખ્યાલ આવી ગયો કે નરેન્દ્રએ એમની પરીક્ષા કરી છે ત્યારે એ ખુશ થયા.

ગુરુ કરતાં પહેલાં વિચાર કરવો પણ ગુરુ કર્યા પછી એ ઈશ્વરસમાન બની રહેવા જોઈએ. કારણ કે સદગુરુ સ્વયં સત્યસ્વરૂપ છે ને સત્યનું રહસ્ય પણ એ જ  બતાવે છે. ‘બલિહારી ગુરુ આપકી જિન્હેં ગોવિંદ દિયો બતાય.’ એ જ ગુરુની બલિહારી છે જે ગોવિંદ બતાવે છે. એટલે ગુરુ અત્યંત પૂજ્ય છે. એમની પૂજા કરતા રહેવી, જે ભગવાનની જ પૂજા છે. આ સંદર્ભે ફરી કબીરજીની સાખી યાદ કરીએ.

મૂલ ધ્યાન ગુરુરૂપ હૈ, મૂલ પૂજા ગુરુ પાંવ|  
મૂલ નામ ગુરુ વચન હૈ, મૂલ સત્ય સતભાવ ||
   Read full article at its source link.

_________________________________________________________________________________

The article displayed below is with the courtesy of Divya Bhaskar daily.
  • કૃષ્ણ અને શંકરાચાર્ય, અંતરના મધુવનમાં માધવ નહીં મળે તો બીજે ક્યાં મળશે?



ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ગુરુપૂર્ણિમા નિમિત્તે ભારતના બે જગદગુરુઓની વાત કરવી છે; યોગેશ્વર શ્રીકૃષ્ણ અને જગદગુરુ આદિ શંકરાચાર્ય. એક કર્મયોગી અને બીજા જ્ઞાનયોગી. શ્રીકૃષ્ણનું જીવન સપ્તરંગી મેઘધનુષ્ય જેવું છે તો શંકરાચાર્યનું નિર્ગુણ અને ચિદાનંદ શિવોહમ્ સ્વરૂપ! કાનો વાંસળી વગાડે, ટચલી આંગળીએ ગોવર્ધન તોળે, દ્રૌપદીનાં ચીર પૂરે અને જરૂર પડ્યે સુદર્શનચક્રથી સમરાંગણ કંપાવે. લાગણીઓના આવેશમાં તણાયેલો પાર્થ હથિયાર હેઠાં મેલે છે, ત્યારે શ્રીકૃષ્ણ હાકલ કરે છે, ‘છોડીને કાયરતા, થા ઊભો! હું તારી પડખે છું, ઉઠાવ ગાંડીવ, યુદ્ધ કર. વિજય તારો નિશ્ચિત છે!’ અને તેમણે બોલેલું પાળી બતાવ્યું. કૌરવોની સાપેક્ષમાં ટાંચાં સાધનો ધરાવતા પાંડવોનો જય થયો. મેનેજમેન્ટની ભાષામાં કહીએ તો શ્રીકૃષ્ણ એટલે દૃષ્ટિ અથવા વિઝન અને અર્જુન એટલે ગતિશીલતા અથવા ડાઇનેમિઝમ. બેઉનો સરવાળો એટલે ડાઇનેમિક વિઝન!
બીજા મહાન ગુરુ છે, આદિ શંકરાચાર્ય. વેદનો વિજિગિષુ જીવનવાદ વિસરાવા માંડ્યો હતો, ત્યારે આર્ય સંસ્કૃતિના પુનરુત્થાન માટે તેમનું પ્રાકટ્ય થયું. ભારતની અનેકવાર પરિક્રમા કરી, સંપ્રદાયો વચાળેના વિવાદોને કોરાણે મુકાવ્યા અને ‘ન જુદો જીવ શિવથી’ જેવા અદ્વૈત દર્શન દ્વારા આધ્યાત્મિક શ્રદ્ધાને સીંચી. શ્રુતિ, ગીતા અને બ્રહ્મસૂત્રનું ઉત્તમ ભાષ્ય (સમજૂતી) આપ્યું. અધ્યાત્મના પાયાના ખ્યાલોને સચોટ રીતે રજૂ કર્યા. શંકરાચાર્યનું કવિત્ રસપ્રચુર અને અદભુત છે અને તત્ત્વજ્ઞાન તો અપરિમેય અને અજેય છે. ધર્મ-વિજ્ઞાનની બાબતમાં આજે જે કંઇ વાત માંડીએ છીએ, તેના પાયામાં શંકરનું ખેડાણ છે, તે રખે ભુલાય! જેમાં જ્ઞાનનિષ્ઠા, ચારિત્રનિષ્ઠા અને કર્તવ્યનિષ્ઠાનો ત્રિગુણયોગ થયો હોય તેવા મૌલિક નેતૃત્વની આજે તાતી જરૂર છે. એક બાજુ વ્યક્તિગત જીવનમાં ડગલે ને પગલે અનુભવાતા સંઘર્ષ અને તણાવનો ઉકેલ આણવાનો છે. બીજી બાજુ જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર, ત્રાસવાદ અને પ્રદૂષણ જેવી સમસ્યાઓને ભરી પીવા નવાં જીવનમૂલ્યો ખોળવાં અનિવાર્ય છે. ત્યારે માથે હાથ મૂકી બેસી રહ્યે ઓછું પરવડશે?

ભગવાન દત્તાત્રેયની પેઠે આંખ અને કાન ખુલ્લાં રાખીશું તો આસપાસમાં અનેક ગુરુઓ મળી રહેશે. સૂરજદાદાની નિયમિતતા હોય કે કરોળિયાનો ખંત, પળેપળ કોઇ નવી વાત લઇને આવે છે. અરે! કોઇ ન મળે તો અંતરાત્મા પોતે જ મોટો ગુરુ છે. તેને ખોળવાનો એક જ મારગ છે. જે સાચું લાગે તેમાં પૂરી નિષ્ઠાથી જોડાઇ જાઓ, આજે જ. ગુરુર્સાક્ષાત્ સ્વયં બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમ:!

Read the article at its source link.


_________________________________________________________________________________
આજના પાવન પર્વના પ્રસંગે વિશેષ વાચન માટેની લિંક્સ.



















































No comments:

Post a Comment