ૐ
ॐ અર્થાત્ ત્રણ અક્ષરોથી બન્યો છે, જે સર્વ વિદિત છે. अ उ म् । “अ” અર્થ છે ઉત્પન્ન થવું, “उ” નું તાતપર્ય છે ઉઠવું, ઉડવું અર્થાત્ વિકાસ, “म” નો અર્થ છે મૌન થઈ જવું અર્થાત્ “બ્રહ્મલીન” થઈ જવું. ॐ સંપૂર્ણ બ્રહ્માંડની ઉત્પત્તિ અને સંપૂર્ણ સૃષ્ટિનો દ્યોતક છે. સૃષ્ટિનો આ પ્રથમ અક્ષર અનેક શક્તિઓથી યુક્ત છે અને દરેક ભગવાનના મંત્રજાપની શરૂઆતમાં બોલવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિએ ॐ નું ઉચ્ચારણ ચમત્કારિક ફળ પ્રદાન કરે છે અને સદીઓથી ઉપયોગ થતો આવ્યો છે. પરંતુ હાલના અનેક રિસર્ચ બતાવે છે કે ઓમમાં શારીરિક રીતે સ્વસ્થ રહેવાની પણ સૌથી અસરકારક ચાવી છે. સાથે જ જીવનભર સ્વસ્થ રહેવા માટે પણ ॐ નું ઉચ્ચારણ કરવું લાભદાયી રહે છે.
Read full article at Divya Bhaskar.
No comments:
Post a Comment