શાસ્ત્રો કે ધર્મગ્રંથોનું વાંચન નહીં, અવલોકન કરવું જોઈએ
(સંકલન : નીિતન વડગામા)
Read full article at Sunday Bhaskar.
- એવી કઈ સાત મર્યાદાઓનું આપણે પાલન કરીએ કે રોજ આપણે નવાં રહી શકીએ, રોજ સ્કૂર્ત રહી શકીએ?
- માણસ રાેજ નવો હાેવો જોઈએ. ‘દિનદિને નવંનવં.’ ‘પ્રતિક્ષણ વર્ધમાનં.’ ‘રામચરિત માનસ’માં કહ્યું છે, ‘છન છન નવ અનુરાગ.’
- ત્યારે ફરી એક વખત ભગવાન વેદનું સ્મરણ થાય, ‘સપ્તમર્યાદા: કવયસ્તતક્ષુ: ’ આ ભગવાન વેદનું વૈશ્વિક અમૃત વચન છે.
- સાત મર્યાદાઓ. એવી કઈ સાત મર્યાદાઓનું આપણે પાલન કરીએ કે રોજ આપણે નવાં રહી શકીએ, રોજ તાજાં રહી શકીએ, રોજ સ્કૂર્ત રહી શકીએ?
- શાસ્ત્રો કે ધર્મગ્રંથોનુ્ં વાંચન નહીં, અવલાેકન કરવું જોઈએ. વાંચવામાં અને અવલોકન કરવામાં બહુ જ અંતર છે.
- એક, મદ્યપાન ન કરવું.
- મદ્ય ઘણા પ્રકારનાં હોય છે. એનું પાન ન થાય એનું ધ્યાન રાખવું. આખી દુનિયામાં આપણે નથી જોતાં કે પૈસાનો મદ, પ્રતિષ્ઠાનો મદ! ખબર નહીં, કેટલાં કેટલાં મદ્ય આપણે પીને બેઠાં છીએ! પણ મદ્યપાનનો ત્યાગ કરવાે.
- બીજું, દ્યૂતનો ત્યાગ, જુગારનો ત્યાગ.
- પણ મારે તો એટલું જ કહેવું છે બાપ, રોજ નવાં રહેવું હોય તો સામા માણસની સાથે કોઈ દિવસ રમત ન કરવી. કોઈ એવાં પત્તાં ન ફેંકવાં. સામો નંદવાય-ઘવાય એવા દ્યૂતથી મુક્ત રહેવું. પેલા દ્યૂતથી તો રહેવાનું જ, પણ આનાથી પણ મુક્ત રહેવું.
- ત્રીજું, શિકાર ન કરવો.
- પણ શિકાર ન કરવાે એટલે કોઈનું અપમાન ન કરવું. કોઈનો તેજોવધ થાય એવું કરવું નહીં. આપણે છેતરાઈ જવું.
- ચોથું, મારામારી ન કરવી, જે હાલતાં ને ચાલતાં આપણે કરતાં હોઈએ છીએ! ભગવાને કેવી ધરા ઉપરની વાત કરી! કોઈની સાથે મારામારી ન કરવી. અને ઘણાં માણસોને એવી ટેવ હોય, કાંઇ કામ ન હોય હવે પછી મારામારી કરવી! અને આવો કદાચ સંજોગ આવે બાપ, તો હસીને વાત કરવી. મુસ્કુરાઇને વાત કરવી.
- વેદ ભગવાનની આ પાંચમી મર્યાદા છે, કોઈ દિવસ કોઈએ નારીનો અનાદર ન કરવો, એનું અપમાન ન કરવું. માતૃશરીરનું અપમાન ન કરવું.
- છઠ્ઠી મર્યાદા, કઠોરતાનો ત્યાગ કરવો. જીભથી, આંખથી, આપણા શરીરની કોઈ પણ ચેષ્ટાથી, એવી માનસિક રીતે પણ કઠોર ન રહેવું. તુલસીની એક ચોપાઈ છે- સરલ સુભાવ ન મન કટુલાઈ.જથા લાભ સંતોષ સદાઈ.
- સાતમું સૂત્ર, કોઈ દિવસ કોઈની નિંદા ન કરવી, નિંદા સાંભળવી નહીં. બેસવું જ પડે એવી સભા હોય કે એમાં ઊઠીએ તોય અવિવેક જણાય, તો એમાં બહુ જ વિવેકપૂર્વક વિષયાંતર કરાવી નાખવું. કોઈની નિંદા થતી હોય ત્યાં આપણે ભાગ ન લેવો. મને એવું લાગ્યું છે કે, આ સાત મર્યાદાનું જતન જો આપણે કરીએ, તો આપણે રોજ નવાં, રોજ સ્ફૂર્ત, રોજ શ્રમમુક્ત રહી શકીએ.
(સંકલન : નીિતન વડગામા)
Read full article at Sunday Bhaskar.
No comments:
Post a Comment