ભગવાનની કથા સાંભળે એને રોજ સરસ્વતીસ્નાન છે, ત્રિવેણીસ્નાન છે
‘રામચરિત માનસ’ની ‘ઉત્તરકાંડ’ આ ચોપાઇમાં લખ્યું છે-
(સંકલન : નીતિન વડગામા)
Read full article at Sunday Bhaskar.
- મારા જીવનના નિચોડનાં ત્રણ સૂત્રો છે - સત્ય, પ્રેમ અને કરુણા. સત્ય હંમેશાં લેવાય, પ્રેમ હંમેશાં દેવાય ને કરુણામાં હંમેશાં જિવાય
‘રામચરિત માનસ’ની ‘ઉત્તરકાંડ’ આ ચોપાઇમાં લખ્યું છે-
મન કામના સિદ્ધિ નર પાવા.
જે યહ કથા કપટ તજિ ગાવા.
કહહિં સુનહિં અનુમોદન કરહીં.
તે ગોપદ ઇવ ભવનિધિ તરહીં.
- અહીં ચોખવટ કરવી છે કે અહીંયા ‘નર’ એ કેવળ પુરુષવાચક શબ્દ નથી, ‘નર’ એ મનુષ્યવાચક શબ્દ છે.
- ‘કહહિં સુનહિં અનુમોદન કરહીં.’ તો જે આ કથાને કપટ છોડીને ગાશે એની મનોકામના સિદ્ધ થશે.
- કપટ છોડીને કહેવી એટલે ગુરુને ભૂલીને ન કહેવી. જેની પાસેથી સાંભળ્યું હોય એનું ઋણ સ્વીકારીને કથા કહેવી. કો’કનાં સૂત્રો આપણા નામે ન ચડાવાય! નહીંતર કથાનું કથન કપટી છે. અને પછી ‘સુનહિં’. શ્રવણ પણ કપટમુક્ત હોવું જોઇએ, કાંઇક મેળવવા માટે હું ગમે ત્યાં સાંભળું, મને કાંઇકનું કાંઇક મળે!
- સત્ય હંમેશાં લેવાય, પ્રેમ હંમેશાં દેવાય અને કરુણામાં હંમેશાં જિવાય.
- અનુમોદન હર્ષિત થઇને આપવું, એને સપોર્ટ પ્રેમથી આપવો.
- તમે કથા એક વખત ધ્યાન દઇને કપટ છોડીને સાંભળી લો ને તો તમે નવ દિવસ સુધી ગંગાસ્નાન કર્યું છે. આ કહેતાં મને જરાય તકલીફ નથી, કારણ કે મારી સાથે તુલસી પ્રમાણ માટે બેઠો છે-
સકલ લોક જગ પાવનિ ગંગા.
- ભગવાનની કથા સાંભળે એને રોજ સરસ્વતી સ્નાન છે, રોજ ત્રિવેણી સ્નાન છે.
- તો, આવા આવા જેને મનોરથો હશે એ કપટ છોડીને રામકથા ગાશે તો એની મનોકામના રામકથા સિદ્ધ કરશે. અને સિદ્ધિ આઠ પ્રકારની હોય છે. સિદ્ધિ એટલે આઠ પ્રકારની શુદ્ધિ, એનું નામ સિદ્ધિ. મારા અને તમારામાં ‘રામાયણ’ના પાઠ કરતાં કરતાં આઠ પ્રકારની પવિત્રતા આવે એ અષ્ટસિદ્ધિ અને નવ પ્રકારની ભક્તિ આવે એ નવનિધિ.
અષ્ટ સિદ્ધિ નૌ નિધિ કે દાતા.
અસ બર દીન્હ જાનકી માતા.
- પહેલી શુદ્ધિ તનશુદ્ધિ.
- બીજી છે માનવીના મનની શુદ્ધિ. ‘મંગલ કરનિ કલિ મલ હરનિ તુલસી કથા રઘુનાથ કી.’
- ત્રીજી શુદ્ધિ ધનની શુદ્ધિ. ભગવત્ સંબંધી કોઇ કાર્યમાં, બીજાના શુભ માટે થયેલા આયોજનમાં જો રૂપિયો વપરાય તો એ ધનની શુદ્ધિ છે.
- ‘રામાયણ’થી માણસના ચિત્તની શુદ્ધિ થાય છે. ચિત્ત પવિત્ર બને છે. ચિત્તના વિક્ષેપો દૂર થાય છે.
- પાંચમી શુદ્ધિનું નામ છે અહંકારની શુદ્ધિ. માણસનો અહંકાર ધીરે ધીરે વિગલિત થાય,
- અને છઠ્ઠી શુદ્ધિ છે વચનશુદ્ધિ.
- સાતમી શુદ્ધિ છે નયનશુદ્ધિ, દૃષ્ટિ ચોખ્ખી થાય. ‘રામાયણ’ પોતે સદગુરુ છે. એ મને ને તમને દિવ્યદૃષ્ટિ આપે.
- અને છેલ્લે ‘રામાયણ’ની કથાથી આખા કુળની શુદ્ધિ થાય છે.
(સંકલન : નીતિન વડગામા)
Read full article at Sunday Bhaskar.
No comments:
Post a Comment