Translate

Search This Blog

Monday, July 25, 2016

માનસ સુક્રાત

રામ કથા 

માનસ સુક્રાત

Intercontinental Athenaeum Hotel,

Athens, Greece

શનિવાર, ૨૩-૦૭-૨૦૧૬ થી રવિવાર, ૩૧-૦૭-૨૦૧૬

મુખ્ય વિચારની પંક્તિ


सुकृत पुंज मंजुल अलि माला। 

ग्यान बिराग बिचार मराला॥
--------------------------------१-३६/७

अरथ धरम कामादिक चारी। 

कहब ग्यान बिग्यान बिचारी॥

---------------------------------------१-३६/९

પ્રસન્નતા પૂણ્ય છે, અપ્રસન્નતા પાપ છે.

જ્ઞાન, વૈરાગ્ય અને વિચાર એ ત્રણ હંસ છે. મરાલ એટલે હંસ

હંસ ત્રણ હોય, ૧ હંસ, ૨ રાજ હંસ અને ૩ પરામ હંસ

વિચાર પરમ હંસ છે.
જ્ઞાન હંસ છે.
વૈરાગ્ય રાજ હંસ છે.
પરમ હંસી વિચારમાં જ્ઞાન અને વૈરાગ્ય આવી જાય.
સુક્રાતે સત્યનો માર્ગ લીધો તો ઝેર પીવું પડ્યું, મીરાએ પ્રેમનો માર્ગ લીધો તો ઝેર પીવું પડ્યું, શંકરે કરૂણા કરી અને ઝેર પીધું.
સત્ય, પ્રેમ અને કરૂણાનો માર્ગ લેનારે ઝેર પીવું પડે છે.
સદ્‌ગુરૂ - બુદ્ધ પુરૂષ સમ્રાટ હોય છે. અને આ સમ્રાટનું સામ્રાજ્ય પૃથ્વી છે. આમ સદ્‍ગુરૂ ક્ષમા રૂપી પૃથ્વીનો માલિક છે. પૃથ્વી ઉપર જળનો ભાગ ત્રણ ભાગમાં છે. આ સમ્રાટ જે કરૂણા મૂર્તિ છે તે તેનું જળ તત્વ છે. આ સમ્રાટને ત્રણ રાણીઓ છે - શાંતિ, સુમતિ અને પવિત્રતા અને આ રાણીઓ સદાય સમ્રાટ પાસે રહે છે.
આ સમ્રાટને એક પુત્ર છે જેનું નામ આત્મ બોધ છે અને એક પુત્રી છે જેનું નામ સ્મૃતિ છે.
વિચાર યાત્રા શ્રેષ્ઠ યાત્રા છે.
"હું કશું જ જાણતો નથી" એવું જાણી લેવું એ શ્રેષ્ઠ બુદ્ધિમતા છે.
આત્માની ઉન્નતિ વિવેક અને સચ્ચાઈ - સત્યથી જ થાય.

सचिव  बिरागु  बिबेकु  नरेसू।  

बिपिन  सुहावन  पावन  देसू॥


सचिव  सत्य  श्रद्धा  प्रिय  नारी।  

माधव  सरिस  मीतु  हितकारी॥

કવિની કૃતિનો સંકેત હંમેશાં પરમાત્મા તરફ હોય છે.
વાત્સલ્ય, આદર, વિશેષ ગુણ કે કર્મના કારણે મળેલ ખિતાબ અને સદ્‌ગુરૂની કૃપાને પચાવવી અઘરી છે અને જે આ પચાવી જાણે છે તે બહું પ્રસન્ન રહે છે.

સુક્રાત ગ્રીસના મહાવીર છે.

मातु पिता गुर प्रभु कै बानी। 

बिनहिं बिचार करिअ सुभ जानी॥

ગુરૂ ENT Specialist છે.

ગુરૂ આપણા કાનનો કચરો સાફ કરે છે જેથી આપણે શુભ સાંભળી શકીએ.
ગુરૂ આપણી સ્વર્ગની કામનાને - આપણી વધારે પડતી કામનાઓનો નાશ કરે છે, સ્વર્ગીય કામનાઓનો નાશ કરે છે. નાકનો એક અર્થ સ્વર્ગ થાય છે.
ગુરૂ કંઠી ન પહેરાવે પણ કંઠને રીપેર કરે, કંઠને સુકંઠ બનાવે.
બુદ્ધિમાન હોવા છતાં બાળક માફક જીવે તે પૂંજ છે, પૂણ્ય છે.
પોતાનું પાપ કબુલ કરી લેવું તે પણ પૂણ્ય છે.
બુદ્ધ પુરૂષની 'હા' માં વેદ હોય અને 'ના' માં વેદના હોય.
બુદ્ધ પરૂષની ના તેના આશ્રિત માટે લાભદાયી હોય છે.
બુદ્ધ પુરૂષના ચરણની સ્મૃતિથી - ચરણના સ્મરણથી પણ અહલ્યાનો ઉદ્ધાર થઈ જાય.
માધ્યમ માર્ગ બનવું જોઇએ. બાધક ન બનવું જોઈએ.
ગુરૂ માર્ગ બને પણ બાધક ન બને.
બેઈમાનીથી પૈસા મળશે પણ પરમેશ્વર નહીં મળે.
જે કરીબ છે તે કબીર છે અને જે કબીર છે તે કરીબ છે.
બીજાનું સત્ય જો આપણને ઉપયોગી ન હોય તે તેવું સત્ય ન સાંભળવું.
બીજાનું સત્ય જો હલકી કક્ષાનું હોય તો તેવું સત્ય ન સાંભળવું.
અતિ વ્યસ્તતા દારિદ્ર છે.
તુલનાત્મક અને ભાવનાત્મક તુલના એ ભ્રમ છે. તુલનામાં વાસ્તવિકતા હોવી જોઇએ.
આધ્યાત્મ સ્વયં સિદ્ધ છે જ્યારે વિજ્ઞાન પ્રયોગાત્મક સિદ્ધ છે.
જે પવિત્ર છે તેને દેવતા કબુલ કરે છે, દેવતા સ્વીકારે છે પણ જેને દેવતા સ્વીકારી લે તે પવિત્ર ન પણ હોય.
બુદ્ધ પુરૂષની નજીક કોઈ હોતું નથી અને બુદ્ધ પુરૂષ કોઈનાથી દૂર પણ નથી હોતો.
બુદ્ધ પુરૂષ કરૂણાવશ બીજાનું શારીરિક દુઃખ પોતાના ઉપર લઈ લેવા સક્ષમ હોય છે અને તેથી જ સમર્પિત આશ્રિત પોતાનું દુઃખ પોતાના બુદ્ધ પુરૂષને જણાવતો નથી.
ચાર ઉત્તમ માનવીય ગુણ
૧ સમજદારી
જે બોલવામાં ચાલવામાં, ખાવાપીવામાં, એક બીજા સાથે કરવામાં આવતા વ્યવહારમાં વિવેક રાખે તે સમજદાર છે.
જે વિવેકમાં રહે, મર્યાદામાં રહે, સંતાપ ન કરે તે સમજદાર છે. સંતાપથી મુક્ત રહેવું જોઈએ.
૨ નિષ્પક્ષતા
નિષ્પક્ષતા બીજો ઉત્તમ માનવીય ગુણ છે.
૩ આત્મ સંયમ
આત્મ સંયમ ત્રીજો ઉત્તમ માનવીય ગુણ છે.
જે કામ ક્રોધ લોભને સમ્યક રાખે તે આત્મ સંયમી છે.
૪ બીજાને સન્માન
બીજાને સન્માન આપવું એ ચોથો ઉત્તમ માનવીય ગુણ છે.No comments:

Post a Comment