Translate

Search This Blog

Monday, June 30, 2025

માનસ માર્ગી - 959

 

રામ કથા - 959

માનસ માર્ગી

Little Rock, Arkansas - USA

શનિવાર, તારીખ 28/06/2025 થી રવિવાર, તારીખ 06/07/2025

કેંદ્રીય વિચાર પંક્તિ

अति हरि कृपा जाहि पर होई।

पाउँ देइ एहिं मारग सोई।।

मिलेहु गरुड़ मारग महँ मोही।

कवन भाँति समुझावौं तोही॥

 

Day 1

Saturday, 28/06/2025

 

एहि महँ रुचिर सप्त सोपाना। रघुपति भगति केर पंथाना।।

अति हरि कृपा जाहि पर होई। पाउँ देइ एहिं मारग सोई।।2।।

 

इसमें सात सुन्दर सीढ़ियाँ हैं, जो श्रीरघुनाथजीकी भक्ति को प्राप्त करनेके मार्ग हैं। जिसपर श्रीहरि की अत्यन्त कृपा होती है, वही इस मार्ग पर पैर रखता है।।2।।

 

मिलेहु गरुड़ मारग महँ मोही। कवन भाँति समुझावौं तोही॥

तबहिं होइ सब संसय भंगा। जब बहु काल करिअ सतसंगा॥2॥

 

हे गरुड़! तुम मुझे रास्ते में मिले हो। राह चलते मैं तुम्हे किस प्रकार समझाऊँ? सब संदेहों का तो तभी नाश हो जब दीर्घ काल तक सत्संग किया जाए॥2॥

માર્ગી એટલે નિરંતર માર્ગ ઉપર ચાલનાર પથિક.

માનસના દરેક સોપાનમાં માર્ગીનો ઉલ્લેખ છે.

બાલકાંડમાં ૪ માર્ગી  છે.

            ભગવાન વશિષ્ટ માર્ગી છે, તેઓ પ્રારબ્ધ માર્ગના માર્ગી છે, નસીબવાદી છે.

            મહર્ષિ વિશ્વામિત્ર માર્ગી છે, તેઓ પુરુષાર્થ માર્ગના માર્ગી છે, કર્મ માર્ગના માર્ગી છે, કર્મ માર્ગી છે.

            ભગવાન શિવ માર્ગી છે, સતીના વિયોગમાં વિચરણ કરે છે, વૈરાગી બનીને ફરે છે.

            દેવર્ષિ નારદ માર્ગી છે, તેમની ગતિ સર્વત્ર છે.

અયોધ્યાકાંડમાં રામ, લક્ષ્મણ, જાનકી જે ત્રણેય બ્રહ્મ છે અને બ્રહ્મ બનીને ફરે છે.

            ભરતજી પ્રેમ માર્ગના માર્ગી છે.

 

सिय राम प्रेम पियूष पूरन होत जनमु न भरत को।

मुनि मन अगम जम नियम सम दम बिषम ब्रत आचरत को॥

दुख दाह दारिद दंभ दूषन सुजस मिस अपहरत को।

कलिकाल तुलसी से सठन्हि हठि राम सनमुख करत को॥

 

श्री सीतारामजी के प्रेमरूपी अमृत से परिपूर्ण भरतजी का जन्म यदि न होता, तो मुनियों के मन को भी अगम यम, नियम, शम, दम आदि कठिन व्रतों का आचरण कौन करता? दुःख, संताप, दरिद्रता, दम्भ आदि दोषों को अपने सुयश के बहाने कौन हरण करता? तथा कलिकाल में तुलसीदास जैसे शठों को हठपूर्वक कौन श्री रामजी के सम्मुख करता?

અરણ્યકાંડમાં શબરી માર્ગી છે જે બુદ્ધ માર્ગની માર્ગી છે, તે અહિંસક છે તેથી તે બુદ્ધ માર્ગી છે તેમજ યોગ માર્ગી પણ છે.

કિષ્કિંધાકાંડમાં સુગ્રીવ ભોગ માર્ગી છે, વિષયી જીવ છે, વિષય માર્ગી, ભોગ માર્ગી છે.

આસક્તિ અનંત હોય પણ જીવન અનંત ન હોય.

સુંદરકાંડમાં હનુમાનજી જ્ઞાન માર્ગના માર્ગી છે, આકાશ માર્ગી છે.

લંકાકાંડમાં રાવણ, કુંભકર્ણ, ઈંદ્રજીત વગેરે ભોગ માર્ગી છે, યુદ્ધ માર્ગી છે.

ઉત્તરકાંડમાં કાકભુષુંડી કથા માર્ગના માર્ગી છે.

આદિ શંકર, શુકદેવ વગેરે પણ માર્ગી છે.

આપણે બધા પણ માર્ગી જ છીએ. ભગવાન કૃપાથી મનુષ્ય થયા છીએ. જ્યારે ભગવાનની અતિ કૃપા થાય ત્યારે જ આ માર્ગના પથિક બની શકાય.

રામાયણ કયા માર્ગે ચાલવું એ કહે છે જ્યારે મહાભારત કયા માર્ગે ન ચાલવું તે કહે છે.

જીવન જીવવા માટે વાણી અને વિનય જરુરી છે.

કપિ અને કવિ પણ માર્ગી છે.