રામ કથા - ૬૯૮
માનસ રાવણ ભાગ - ૯
થાઈલેન્ડ
તારીખ ૨૧ મે ૨૦૧૧ થી તારીખ ૨૯ મે ૨૦૧૧
મુખ્ય ચોપાઈ
કાલ પાઇ મુનિ સુનુ સોઇ રાજા l
દસ સિર તાહિ બીસ ભુજ દંડા l
રાવન નામ બીર બરિબંડા ll
.............................................................................................................................................બાલકાંડ ૧૭૬
હે મુનિ, સાંભળો. સમય જતાં એ રાજા પોતાના સમાજ સહિત રાક્ષસ બન્યો. એને દસ માથાં અને વીસ ભૂજદંડ હતા. એનું નામ રાવણ હતું. એ વીર યોદ્ધો હતો.
૧
શનિવાર, 21 May, 2011
૨
રવિવાર, 22 May, 2011
રાવણને સમજવો મુશ્કેલ છે.
પોતાના કુટુંબના સભ્યોને સમજાવવા મુશ્કેલ છે.
પોતાને સમજવું મુશ્કેલ છે.
શક્તિની ૨૦ ભૂજાની વંદના કરવામાં આવી છે.
રાવણ શક્તિનો ઉપાસક છે.
રાવણનો અસલ ચહેરો તો અહંકાર જ છે.
જેનામાં શક્તિ હોય તેને અભિમાન આવી જ જાય.
ત્રણ રાવણની વાત આવે છે.
મહિરાવણ, અહિરાવણ અને સહી રાવણ
સહી રાવણ કોણ છે? રાવણત્વ શું છે?
રાવણનું નામ ભગવાન શંકરે પાડ્યું છે.
શંકર રાવણના ગુરૂ છે.
ગુરૂ દ્વારા નામાભિમાનનો મહિમા છે.
ગુરૂને તેનો શિષ્ય જાણીતો કરે તેવું અભિમાન રાવણત્વ છે.
રાવણ માને છે કે તેણે તેના ગુરૂ શંકરને કૈલાસ સહિત ઉપાડી જાણીતા કર્યા.
શંકર વિના દ્વાર ન ખૂલે.
રાક્ષસતાલ રાવણની કર્મભૂમિ છે.
માનસરોવરમાં સ્નાન કરવાથી પાપ નષ્ટ થાય છે.
રાક્ષસતાલમાં સ્નાન કરવાથી પૂણ્ય નષ્ટ થાય છે.
અને આવું થાય ત્યારે જ આદિ શંકરનું સૂત્ર ચરિતાર્થ થાય.
સ્થૂલ રૂપમાં રાક્ષસતાલ માનસરોવરથી વધું સ્વચ્છ છે.
શંકર કરૂણાવતાર છે.
રાવણ ખુદ રડે છે અને ખુદાઈને પણ રડાવે છે.
રૂદન પણ હરિને પ્રાપ્ત કરવાનો એક માર્ગ છે.
ગુરૂ અને હરિની કરૂણા જ્યારે સાધકને રડાવે ત્યારે મોક્ષનો દરવાજો ખૂલી જાય છે.
ભક્તિ માર્ગ માટે આંખમાં અશ્રુ અને કોઈનો આશ્રય જરૂરી છે.
માતૃ શરીર પહેલાં કન્યા હોય, પછી પત્ની હોય અને છેલ્લે માતા હોય.પણ તુલસી જાનકીના વર્નમાં આ ક્રમ તોડે છે.
જનક સુતા જગ જનની જાનકી
રાવણમાં ઘણા પ્રકારની શક્તિ હતી જે તેના ૨૦ હાથ છે.
૧
રાવણમાં ભૂજ શક્તિ બહું છે. તેથી ભૂજદંડ કહેવાય છે.
લાંબા હાથ હોય તો તે હાથ કાંટાની વાડમાં ન નંખાય. - હાથનો દૂર ઉપયોગ ન કરાય.
રાવણની શક્તિનો સમર્પણમાં ઓછો ઉપયોગ થયો છે, પણ અપહરણમાં વધારે ઉપયોગ થયો છે.
૨
શસ્ત્ર બળ
રાવણ પાસે શસ્ત્ર બળ બહું છે.
૩
શાસ્ત્ર બળ
રાવણ પાસે શાસ્ત્ર બળ બહું છે.
૪
યોગ બળ
રાવણ પાસે યોગ બળ છે.
૬
તપ બળ
રાવણ તપસ્વી છે. તપ વિના તેજ ન આવે.
૭
ધર્મ બળ
નીતિ ધર્મ હું જાણું છું એવું રાવણનું નિવેદન છે. જો કે નીતિ તેના આચરણમાં દેખાતી નથી.
કથા દ્વારા હ્નદય પરિવર્તન, વિચાર પરિવર્તન, પરિસ્થિતિનું પરિવર્તન થાય.
૮
શીલ બળ
પોતાનામાં શીલ ન હોય તો પણ બીજાના શીલનો નતમસ્તક સ્વીકાર કરવો જોઈએ. બીજાના શીલને સ્વીકારવું એ પણ પોતાનું શીલ છે. બીજાના શીલનનો આદર કરવો.
૯
કૂલ બળ
૧૦
સ્મરણ બળ, સ્મૃતિ બળ
૧૧
મરણ બળ - મૃત્યુનો ભય ન હોય તેવું બળ
૧૨
મંત્રી બળ
૧૩
દુર્ગ બળ
૧૪
ધન બળ
૧૫
ગૃહસ્થ બળ- પરિવારનો પાલકમ પ્રજાનો પાલક, પ્રજાનું પાલન કરવાનું બળ
૧૬
બુદ્ધિ બળ - વિચાર બળ
સ્વામી સચ્ચિદાનંદના વિચાર પ્રમાણે આરામના ચાર પ્રકાર છે.
૧ ગેહારામ - ઘરનો આરામ
૨ નેહારામ - પ્રેમનો આરામ
૩ ઈન્દ્રીયોનો આરામ
૪ આત્મારામ - આત્મતૃપ્તિનો આરામ
અશોક વાટિકા, રાવણ મંદિર, વિભિષણનું ઘર - તુલસી ભવન, સુમેર પર્વતનું શિખર, અખાડો વિ. લંકાના મહત્ત્વનાં સ્થાન છે.
રાવણનું સુવાનું સ્થાન તમોગુણી છે.
રાવણ રજો ગુણમાં જીવે છે. એશ આરામ કરે છે.
રાવણ વિભીષણ જેવા સાધુ ચરિતને સતો ગુણમાં જીવવા દે છે.
વક્તા કપટ કરે ત્યારે તેનું વક્તવ્ય શ્રાપિત બને છે.
દહેશત હશે તો કંઈ નહિં થાય, મહેનત હશે તો કંઈક થશે પણ જો રહેમત હશે તો બધું જ થશે.
કોઈના પ્રભાવમાં ન જીવવું પણ પોતાના સ્વભાવમાં જીવવું- પોતાની નીજતામાં જીવવું.
વ્યાખ્યા પારકી હોય પણ અનુભૂતિ પોતાની હોય.
હરિનામ લેનારે પ્રમાદ ન કરવો, પ્રમાદ છોડવો, સ્પર્ધા ન કરવી અને અહંકાર પણ ન કરવો.૩
સોમવાર, 23 May 2011
આલોચના સંદેહ મુલક હોય તો સ્વીકાર કરો.
સ્વર્ગને ભૂલી જાવ, સ્વ ને પ્રપ્ત કરો.
નાક કાપવું એતલે સ્વર્ગની કામનાનો નાશ કરવો.
ન મોક્ષસ્ય આકાંક્ષા ...
રાવણ સૂર્પંખાના વક્તવ્યથી જાગૄત થાય છે.
સદ્ગુરૂ શિષ્યને જાગૃત કરી અદ્રશ્ય થઈ જાય છે.
સુર્પંખાના ગુરૂ લક્ષ્મંઅ છે.
લક્ષ્મણ સુર્પંખાને ૬ સૂત્ર આપે છે.
શ્રીમદ ભાગવતમાં શ્રદ્ધા રાખો પણ બીજા ગ્રંથોની નીંદા ન કરો. આ સેતુબંધ છે.
૧
સેવા કરવામાં સુખની અપેક્ષા ન રાખો.
૨
ભિક્ષા પ્રવૄતિનો દોષ સન્માન છે.
ભૂખમાંથી ભીખ નામની છોકરી - કન્યા પેદા થાય અને ભેખ નામનો દીકરો પેદા થાય.
ભજનાનંદીએ ભીખ ન માગવી જોઈએ. ભજનાનંદી ભજન વધારે એટલે બધી અપેક્ષા આપ મેળે પૂર્ણ થાય.
શાસ્ત્ર, ગૂરૂ, ઈશ્વર ઉપર વિશ્વાસ હોવો જોઈએ.
ઈશ્વરનો દાસ કહેવડાવે અને પછી આશા કરે તો વિશ્વાસ ક્યામ રહે?
ભરોસો જ ભજન છે.
રાવણ વિશ્વાસુ છે.
રામાયણમાં ૩ લીલાનો ઉલ્લેખ છે; રામ લીલા, વાનર લીલા અને રાક્ષસ લીલા.
રાવણને સમજવા માટે ક્ષ કિરણોની જરુર છે.
રાવણ બીસ ભૂજ દંડા છે. તેથી તે ૨૦ ઘણો દંડી સંન્યાસી છે.
સંન્યાસીને સોનાનું દાન આપવાથી નર્ક મળે.
બ્રહ્મચારીને પાન ન ખવડાવાય. એવું કરવાથી નર્કમાં જવાનું થાય.
ચોરને અભય ન અપાય , આશ્રય ન અપાય.
દાસત્વ રાખવું એટલે અહંકારને ન આવવા દેવો.
સુખની અપેક્ષા રાખવાથી સેવા દુષિત બની જાય.
ધનવાન વ્યસની બની જાય તો ધન ઓછું થાય.
ધન કમવાની પ્રવૄત્તિ વ્યસન ન બનવું જોઈએ.
વ્યસનનો એક અર્થ દુઃખ થાય છે.
શુભ ગતિ - શુભ પ્રવૃત્તિના મૂળમાં અવ્યભિચારીણી નિષ્ટા હોવી જોઈએ.
૪
મંગળવાર, 24 May, 2011
૫
બુધવાર, 25 May, 2011
૬
ગુરૂવાર, 26 May, 2011
૭
શુક્રવાર, 27 May, 2011
૮
શનિવાર, 28 May, 2011
૯
No comments:
Post a Comment