રામ કથા
માનસ સંત સમાજ
સંતરામ ધામ
સંતરામ મંદિર
ઉમરેઠ
ગુજરાત
તારીખ ૩૧ ડિસેમ્બર ૨૦૧૧ થી તારીખ ૦૮ જાન્યુઆરી ૨૦૧૨
મુખ્ય ચોપાઈ
મુદ મંગલમય સંત સમાજૂ l
જો જગ જંગમ તીરથરાજૂ ll
........................................ બાલકાંડ ૧-૧/૭
સંત - સજ્જન સમાજ આનંદ મંગલમય છે; જે આ જગતના હરતા ફરતા તીર્થરાજ પ્રયાગ સમાન છે.
સંત સમાજ પયોધિ રમા સી l
બિસ્વ ભાર ભર અચલ છમા સી ll
...................................... બાલકાંડ ૧ - ૩૦/૧૦
રામકથા સંતોના સમાજ રૂપી સાગરમાં લક્ષ્મીજી જેવી છે અને વિશ્વનો ભાર વહન કરવામાં પૃથ્વી જેવી છે.
Following two articles are displayed here with the courtesy of their publishers viz. Gujarat Samachar and Divya Bhaskar Gujarati dailies.
http://digg.com/news/offbeat/gujarat_samachar_world_s_leading_gujarati_newspaper_42
http://www.gujaratsamachar.com/20120101/gujarat/kheda3.html
સમાજને પ્રભાવિત કરવો સહેલો છે, પરંતુ પ્રકાશિત કરવો મુશ્કેલ છે
ઉમરેઠ ,તા .૩૧
'સમાજને પ્રભાવીત કરવો સહેલો છે, પરંતુ પ્રકાશીત કરવો ઘણો મુશ્કેલ છે. સંતો બધાને પ્રકાશીત કરે છે. સંતરામ ધામમાં જે સેવા પ્રકાશીત થાય છે. તે સેવા યુવાધનને પણ પ્રકાશીત કરે છે. જે પ્રભાવીત અને પ્રકાશીત થાય છે તે વીકસીત પણ થાય છે.' તેવું ઉમરેઠ ખાતે રામકથાનો પ્રારંભ કરતા પૂ.મોરારીબાપુએ જણાવ્યું હતું. માનસ સંત સમાજ એ વિષય ઉપર કથાનો આરંભ કરતા તેઓએ રામાયણના ચાર ઘાટ હોવાનું જણાવ્યુ હતુ. જેમાં અધ્યાત્મ ઘાટ, ઉપાસના ઘાટ, કર્મઘાટ અને શરણાગતિનો ઘાટ હોવાનું જણાવ્યું હતુ. પણ મારે તો ગાનઘાટની રામાયણ કથા કરવી છે. તેવું જણાવ્યુ હતુ. સંતરામ મંદિર ઉમરેઠના સાર્ધ શતાબ્દી મહોત્સવ અને ૧૫૧માં વાર્ષિકોત્સવની ઉજવણી રૃપે નડિયાદ સંતરામ મંદિરના મહંત પૂ.રામદાસજી મહારાજના આશિર્વચન સાથે શનીવારથી ઉમરેઠના સંતરામ ધાટ ખાતે જાણીતા કથાકાર પૂ.મોરારીબાપુની દિવ્યવાણીમાં રામકથાનો આરંભ થતા પહેલા બપોરે બે વાગે અહીંના સંતરામ મંદિરેથી ભવ્ય પોથીયાત્રા કાઢવામાં આવી હતી. વાજતે ગાજતે નીકળેલી આ પોથીયાત્રા વેરાઇ માતાના મંદિર પાસે આવી પહોંચતા મંદિરના પૂજારીના હસ્તે તેનું પૂજન કરાયું હતુ. બાદમાં લાલ દરવાજા થઇ આ યાત્રા કથા મંડપમાં પહોંચી હતી. સાંજે ૪ વાગ્યાના સુમારે કથા મંડપના મંચ ઉપર રાજ્ય અને રાષ્ટ્રના વંદનીય સંતો મહંતોની ઉપસ્થિતિમાં કથાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ ંહતું.
આ પ્રસંગે ૧૦૮ પૂ.દ્વારકેશલાલજી મહારાજે ઉમરેઠને રામકથાના સત્સંગનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લીલા સ્વરૃપ કૃષ્ણના પ્રથમ પ્રભાત તરીકે ડાકોરનું વર્ણન કરી ઉમરેઠ ગામ તેની પડખે આવ્યું છે ત્યારે તેને પૂ. મોરારીબાપુ જેવા સંતની રામકથાનું જે સૌભાગ્યુ પ્રાપ્ત થયું છે તે ખરેખર અવિસ્મરણીય બની રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. ભાગવત્ ભાસ્કર પૂ.રમેશભાઇ ઓઝાએ વિશ્વ સમસ્તને સમાવતા ખોળા તરીકે પૂ.નારાયણદાસજી મહારાજને વંદન કર્યા હતા. જ્યારે અમરકંટકના પૂ.કલ્યાણદાસજી મહારાજને રામકથાને સંશયરૃપી પક્ષી ઉડાડી દેતી તાળી તરીકે વર્ણવી આજના અશાંતિ અને અવિશ્વાસ ભર્યા સમાજમાં કથાશ્રવણ જ સાચું નિરુપણ હોવાનંુ જણાવ્યુ હતુ.
પૂ.દેવપ્રસાદજી મહારાજે કહ્યું હતુ કે આપ્યું તે આપણું ને રાખ્યું તે રાખનું. તેઓએ સંતરામ મંદિરની જનસેવાની પ્રવૃત્તિને બિરદાવી હતી. જ્યારે ઉમરેઠ સંતરામ મંદિરના મહંત પૂ.ગણેશદાસજી મહારાજે પૂ.મોરારીબાપુ સહિત તેઓની કથામાં પધારેલા સૌ સંતો મહંતો અને શ્રોતાજનોેને આવકાર્યા હતા.
રામકથાના મુખ્ય યજમાન પરિવાર તરીકે ઇપ્કોવાલા દેવાંગભાઇ પટેલ અને અનિતાબેન પટેલ તથા તેઓની દિકરીઓએ પણ સૌ સંતો- મહંતોનું સ્વાગત કરી પૂજન ક ર્યુ હંતુ. આ પ્રસંગે નિત્ય પ્રાર્થના પુસ્તીકાનું વિમોચન કરવામાં આવ્યુ ંહતુ.ં આજે આરંભાયેલી પૂ.મોરારીબાપુની દિવ્યવાણીમાં રામકથાની વિશેષતા એ હતી કે ઉમરેઠ પંથકમાં પ્રખ્યાત એવા કોહીનુર બેન્ડની સુરાવલીઓ વચ્ચે આ કથાનો આરંભ કરાયો હતો. પૂ.બાપુએ રામાયણની ચોપાઇમાં સંત સમાજના તિરથને યાદ કરી તેઓને વંદન કર્યા હતા. તેઓએ કહ્યું હતુ કે મારી કથામાં અત્યાર સુધી સંગીતની કોઇ કમી રહી નહોતી. એકમાત્ર બેન્ડવાજા વગાડવાના બાકી હતા. તેની કમી પણ આજે પૂર્ણ થઇ છે.
રામકથાની સાથે સાથે
ઉમરેઠ,તા.૩૧
રામકથા અગાઉ ૧ કિલોમીટર લાંબી પોથીયાત્રામાં ભજનમંડળીઓની સાથે ટ્રેક્ટરો, ભવાઇના ભૂંગડો, તથા ઢોલ નગારા સાથે કળશધારી કુંવારીકાઓ અને સાધુ, સંતો તેમજ સમાજના અગ્રણીઓ અને શ્રોતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ભજનોની રમઝટ સાથે આ પોથીયાત્રા કથા મંડપના સામિયાણામાં પહોંચી હતી.
કથાના મુખ્ય યજમાન અનિતાબેન પટેલ રામાયણની પોથી માથા પર ધરીને નગરયાત્રામાં ફર્યા હતા. વેરાઇ માતાના પૂજારીએ પોથીયાત્રા સહિત તમામ સંતો મહંતોનું પૂજન કર્યુ ંહતું.
૯૫,૦૦૦ સ્કે.ફૂટના કથા મંડપમાં ૪૦,૦૦૦થી પણ વધુ હકડેઠઠ મેદની કથાના પહેલા દિવસે જોવા મળી હતી.
પૂ.મોરારીબાપુએ કોહીનુર બેન્ડવાજાના માણસોને વ્યાસપીઠ પર બોલાવી સુરાવલીઓ છેડાવી હતી. ઉલ્લેખનીય છે કે આ બેન્ડવાજાનું સંચાલન મુસ્લીમ કલાકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કલાકાર અને તેમના માણસો દ્વારા પૂ.મોરારી બાપુની દિવ્ય વાણીમાં આરંભાયેલી રામકથા દરમ્યાન સુંદર સંગીત પીરસી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડયું હતું.
ઉમરેઠ સંતરામ મંદિરના મહંત પૂ.ગણેશદાસજી મહારાજે આ રામકથાને ઉમરેઠ પંથકનું ગૌરવ ગણાવતા તાડીઓના ગડગડાટથી તેને વધાવી લેવામાં આવી હતી.
મોડી સાંજ સુધી ચાલેલી પૂ.બાપુની આ કથા દરમ્યાન મંડપમાં હિન્દુ-મુસ્લીમ-શીખ- ઇસાઇ વગેરે ઉપસ્થિત રહેતા સર્વ ધર્મ સમભાવનાના દ્રશ્ય જોવા મળ્યા હતા.
Source: Bhaskar News, Umreth | Last Updated 1:05 AM [IST](01/01/2012)
http://www.divyabhaskar.co.in/article/MGUJ-morari-bapu-ramkatha-start-in-vadodara-2698167.html
http://digg.com/news/offbeat/morari_bapu_ramkatha_start_in_vadodara_www_divyabhaskar_co_in
- સંતરામધામ ઉમરેઠમાં પૂ. મોરારીબાપુની દિવ્યવાણીમાં રામકથાનો વાજતે-ગાજતે આરંભ
‘સમાજને પ્રભાવિત કરવો સહેલો છે, પરંતુ પ્રકાશિત કરવો ઘણો મુશ્કેલ છે. સંતો બધાને પ્રકાશિત કરે છે. સંતરામ ધામમાં જે સેવા પ્રકાશિત થાય છે, તે સેવા યુવાધનને પણ પ્રકાશિત કરે છે. જે પ્રભાવિત ને પ્રકાશિત થાય છે, તે વિકસિત પણ થાય છે’ તેવું ઉમરેઠ ખાતે રામકથાનો પ્રારંભ કરતા મોરારીબાપુએ જણાવ્યું હતું. ‘માનસ સંત સમાજ' એ વિષય ઉપર કથાનો આરંભ કરતા તેઓએ જણાવ્યું હતું કે, અધ્યાત્મ ઘાટ, ઉપાસના ઘાટ, કર્મઘાટ અને શરણાગતિનો ઘાટ હોવાનું જણાવ્યું હતું, પણ મારે તો ગાનઘાટની રામાયણ કથા કરવી છે, તેવું કહ્યું હતું.
સંતરામ મંદિર ઉમરેઠના સાર્ધ શતાબ્દી મહોત્સવ અને ૧૫૧માં વાર્ષિકોત્સવની ઉજવણી રૂપે નડિયાદ સંતરામ મંદિરના મહંત રામદાસજી મહારાજના આશીર્વચન સાથે શનિવારથી ઉમરેઠના સંતરામ ઘાટ માટે જાણીતાં કથાકાર શ્રી મોરારીબાપુની દિવ્યવાણીમાં રામકથાનો આરંભ થતાં પહેલાં બપોરે બે વાગ્યે સંતરામ મંદિરેથી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. વાજતે ગાજતે નીકળેલી આ પોથીયાત્રા વેરાઈ માતાના મંદિર પાસે આવી પહોંંચતા મંદિરના પૂજારીના હસ્તે તેનું પૂજન કરાયું હતું. બાદમાં લાલ દરવાજા થઈ આ યાત્રા કથા મંડપમાં પહોંચી હતી. સાંજે ૪ વાગ્યાના સુમારે કથા મંડપના મંચ ઉપર રાજ્ય અને રાષ્ટ્રના વંદનીય સંતો મહંતોની ઉપસ્થિતમાં કથાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ૧૦૮ પૂ.દ્વારકેશલાલજી મહારાજ, ભાગવત ભાસ્કર રમેશભાઈ ઓઝા, અમરકંટકના કલ્યાણદાસજી મહારાજ અને દેવપ્રસાદજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. જ્યારે ઉમરેઠ સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજે મોરારીબાપુ સહિત તેઓની કથામાં પધારેલા સંતો મહંતો અને શ્રોતાજનોને આવકાર્યા હતા. રામકથાના મુખ્ય યજમાન પરિવાર તરીકે ઇપ્કોવાલા દેવાંગભાઈ પટેલ અને અનિતાબહેન પટેલે તથા તેઓનાં દીકરીઓએ પણ સંતો-મહંતોનું સ્વાગત કરી પૂજન કર્યું હતું.
આ પ્રસંગે નિત્ય પ્રાર્થના પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આજે આરંભાયેલી પૂ.મોરારીબાપૂની દિવ્યવાણીમાં રામકથાની વિશેષતા એ હતી કે ઉમરેઠ પંથકમાં પ્રખ્યાત એવા કોહિનુર બેન્ડની સુરાવલીઓ વચ્ચે આ કથાનો આરંભ કરાવ્યો હતો. પૂ.બાપુએ રામાયણની ચોપાઈમાં સંત સમાજના તિરથને યાદ કરી તેઓને વંદન કર્યા હતા.
ઉત્સવની રમઝટ
મંદિરનાં વાર્ષિકોત્સવ ઉજવણીનાં ભાગરૂપે તા. ૨જીનાં રોજ શાહબુદ્દીન રાઠોડ, જગદીશ ત્રિવેદી અને અન્ય દ્વારા હાસ્યવંદના, તા. ૩જીએ શ્રી. અશ્વિન પાઠક દ્વારા સુંદરકાંડ, તા. ૪થીએ સાંઈરામ દવેનો લોકદરબાર રંગ કસુંબલ કાફલો, તા.૫મીએ હેમંત ચૌહાણ અને સાથીદારો દ્વારા ભજન એ જ સ્વજન, તા. ૬ઠ્ઠીએ પુરુષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે, વિરાજ-બજિલ ઉપાધ્યાય, ઐશ્વર્યા મજમુદાર દ્વારા ગમતાનો કરીએ ગુલાલ તેમ જ તા. ૭મીએ ભજનિક અનુપ જલોટા દ્વારા અનુપમ સંધ્યાનાં કાર્યક્રમ યોજાશે.
Source: Bhaskar News, Umreth | Last Updated 1:23 AM [IST](02/01/2012)
http://www.divyabhaskar.co.in/article/MGUJ-VAD-silk-city-umreth-become-avadhpuri-2701220.html
http://digg.com/news/offbeat/silk_city_umreth_become_avadhpuri_www_divyabhaskar_co_in
- સિલ્ક સિટી ઉમરેઠ બન્યું અવધપુરી
- શ્રી મોરારીબાપુની દિવ્યવાણીમાં રામકથાનું શ્રવણ કરવા નવાં વર્ષની નવલી સવારે ભાવિકોનું ઘોડાપુર
‘જો સારું વન હોય તો સાવજનાં પણ ટોળાં હોય, એમ સારો સમાજ હોય તો સંતોનાં પણ મેળા હોય. સંત આખો સમાજ છે. ના કોઇ ગુરુ, ના કોઈ ચેલા, ઈનમે મેં અકેલા, અકેલે મેં મેલા. સંત સમાજ હાલતો ચાલતો પ્રયાગ છે’ એમ ઉમરેઠ ખાતે આયોજિત રામકથા પારાયણનાં બીજા દિવસે સંતશ્રી મોરારીબાપુએ જણાવ્યું હતું.
ઉમરેઠ સંતરામ મંદિરનાં ૧૫૧માં વાર્ષિકોત્સવની ઉજવણી પ્રસંગે આયોજિત રામકથાનાં બીજા દિવસે રાજ્ય આયોજન પંચનાં ઉપાધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સંત,મહંતો તથા મોટીસંખ્યામાં ભાવિક ભકતો ઉમટી પડ્યા હતા. ભગવાન ઈસુનાં નવા વર્ષની શુભેચ્છા પાઠવતાં શ્રી. મોરારીબાપુએ જણાવ્યું હતું કે, ‘પ્રારંભથી વિપરિત હોય ત્યારે ગમે તેટલું સીધુ કરે છતાં વિપરિત થાય છે. શાંતિનો અનુભવ કરાવે તેને સંત કહેવાય. વિવેક એ સંત સમાજનો બીજો પ્રયાગ છે. સંત હોય ત્યાં ભેદનો છેદ ઉડી જાય છે.
પ્રેમભાવના ના હોય ત્યાં પ્રવેશ લેવાય નહીં. નદી સાગરને મળે એટલે એનું વ્યક્તિગત નામ મટી જાય છે. સાધુને વાદળ પણ કહેવાય છે, કારણ કે વાદળ કાળા હોય છે, પણ તેમાંથી વરસતું પાણી મીઠું અને ઉજળું હોય છે. વેદપુરાણ એક સાગર છે. જેમાંથી સારું સારું લઈ સાધુ સમાજને આપે છે. જ્યારે સરસ્વતીનાં ઉપાસકો વિશે તેમણે જણાવ્યું હતું કે, જેણે ખરા અર્થમાં સરસ્વતીને રીઝવી છે, તેઓએ વિચારધારા કે વણધારાથી પ્રાપ્ત કરી હોય છે.
શમિયાણો ભારે જનમેદનીથી ભરચક
ઉમરેઠમાં રામકથાના સ્થળે ૭૦ હજાર ચોરસ મીટર વિસ્તારમાં બંધાયેલો મંડપ કથાના શ્રવણ માટે આવેલા ભકતોથી ખીચોખીચ ભરાઈ જતાં ઘણાં લોકોને ઉભા રહેવું પડ્યું હતું. જેથી આયોજકો દ્વારા તાત્કાલિક આસપાસમાં નવો મંડપ બંધાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
કથા મંડપ પાસે લોકશાહી પર્વ
રામકથાના સ્થળે ઉમરેઠ મામલતદાર કચેરી દ્વારા સ્ટોલ ઉભો કરીને મતદાર યાદીમાં નામ નોંધણી તથા ઓળખપત્ર આપવાનું કાર્ય હાથ ધરાયું હતું. આ ઉપરાંત ઇ-ગર્વનન્સ પ્રોજેક્ટ અંતગઁત સાત બારના ઉતારામાં ફિંગરપ્રિન્ટ લેવાના બાકી રહ્યા હોય તેવા ખેડૂતોના ફિંગરપ્રિન્ટ લેવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હતી.
આપણને અનાથ ન છોડે તે ગુરૂ
ભારતની મહાન પ્રથા ગુરુની રહી છે, તો ગુરુને કેમ ઓળખવા એ વિશે મોરારી બાપુએ જણાવ્યું હતું કે, ‘ગમે તે પરિસ્થિતિમાં આપણો હાથ કે સાથ ન છોડે તે ગુરુ. આપણને ખબર ન હોય છતાં જેની આંખો આપણો પીછો કરે તે ગુરુ. આપણને અનાથ ન છોડે તે ગુરુ કહેવાય. શિષ્યનો હાથ ગુરુનાં ચરણમાં અને ગુરુનો હાથ શિષ્યનાં શીરે હોય તો બેડો પાર થઈ જાય.
ભાવિકોને હનુમાન ચાલીસાને ભેટ
રામકથા સાંભળવા અંકલેશ્વરથી પધારેલા એક હરિભક્તિ દ્વારા પોકેટ હનુમાન ચાલીસાની ૨૫ હજાર ઉપરાંત નકલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ હરિભક્તિ વધુમાં જણાવ્યું હતું કે, ‘શ્રીરામ ભકત હનુમાનનાં પોતે ભકત હોવાથી અનેક જગ્યાઓ પર જઈને હનુમાન ચાલીસાનું વિતરણ કર્યું છે.
તમામ તસવીરો: પ્રણય શાહ
http://www.gujaratsamachar.com/20120102/gujarat/kheda7.html
http://digg.com/news/offbeat/gujarat_samachar_world_s_leading_gujarati_newspaper_43
નડિયાદ, તા. ૧
કૂતરા જેવું પ્રાણી પણ રોટલાનો કટકો સુંઘે છે, પછી રોટલા બરાબર છે કે નહીં તેની ખાતરી કરે છે, પછી તેને ખાય છે. જ્યારે કેટલાંક લોભી માણસો સો રૃપિયાની નોટ જોવા - વિચાર્યા વગર ખીસ્સામાં મૂકી દેતાં અચકાતા નથી. આટલો ફેર હોય છે પશુના જીવમાં અને માણસના જીવમાં. જીવનના અંધારાનું વજન કીલોમાં થતું નથી. એ તો એક નાનકડો દિવડો પણ દૂર કરી શકે છે. સમાજના સંતો આવા અંધારુ દૂર કરનારા દિવડાઓ છે.
ઉમરેઠ સંતરામ મંદિરની રામકથામાં બાપુએ અસ્ખલિત વાણી પ્રવાહ વહેરાવ્યો
યાત્રાધામ ડાકોરની પડખે ઉમરેઠના સંતરામ મંદિરમાં સાર્ધ શતાબ્દી મહોત્સવ નિમિત્તે ચાલતી પૂજ્ય મોરારીબાપુની રામકથાના આજે પ્રથમ દિવસે બાપુએ સંત સમાજના વિષય ઉપર ઉપર મુજબનો અસ્ખલિત વાણી પ્રવાહ વહેવડાવ્યો હતો. તેમણે જીવનમાં કોઇ એક સંત મળી જાય તો ત્રિભુવનને ભરી દે એવી ટકોર કરીને જણાવ્યુ હતે કે સિંહોના ટોળા ન હોય એ વાત ખરી નથી. જો સારું વન હોય તો સિંહના પણ ટોળા હોઇ શકે છે, એમ જો સમાજ સારો હોય તો સંતો સંતકૃપા અસ્ખલિત વહ્યા કરે. સંત સમાજના પાંચ મુખ્ય લક્ષણોની વાત કરતાં બાપુએ કહ્યું હતુ કે સંતનું પ્રથમ લક્ષણ શાંતિ છે. બીજુ વિવેક, ત્રીજું સુવ્યવસ્થા, ચોથું પ્રેમ-ભાવના અને પાંચમુ સેવાવૃતિનું સર્જન છે. પ્રયાગની ત્રણ નદીઓ, ગંગા-યમુના અને સરસ્વતીની જેમ સંતમાં પણ જ્ઞાાન,ભક્તિ અને યોગની ત્રિવેણી રહેલી હોય છે. આથી જ સંત જાતને મારીને પણ ભક્તને તારી શકે છે. સંતની જેમ ભક્તિના પણ પાંચ લક્ષણો બાપુએ ગણાવ્યા હતા. પ્રવાહ...ગતિશીલતા... પરોપરકાર... સહજતા અને સમરસતા. ગુરવંદનાથી પોતાની વાણીને વિરામ આપતા બાપુએ કથાને અંતે ગુરુમહિમા પણ કહ્યો હતો.
આજની રામકથાનો પ્રારંભ બરાબર સવારે ૯ વાગે થયો ત્યારે સંતરામ મંદિરનો કથા મંડપ હજારો શ્રદ્ધાળુઓથી ખીચોખીચ થયો હતો. બાપુની રામધુનથી જેમ આરંભ થયો તેમ અંત પણ શ્રી વૃંદાવન રાધે રાધેની ધૂનથી થયો હતો.
ત્યારે કથામંડપમાં અનેક ભક્તો રસતરબોળ થઇને નૃત્ય કરતા હતા. કથાને અંતે યજમાન પરિવાર દેવાંગભાઇ અને અનિતાબેન પટેલે પોથીની આરતી ઉતારી હતી.
Source: Bhaskar News, Vadodara | Last Updated 3:01 AM [IST](02/01/2012)
http://www.divyabhaskar.co.in/article/MGUJ-VAD-without-saying-ram-rupee-didi-not-converting-in-happiness-2702450.html
http://digg.com/news/offbeat/without_saying_ram_rupee_didi_not_converting_in_ha_www_divyabhaskar_co_in
બાપુની રામકથા સાંભળ્યા વગર મરવવું એ ભયંકર ખોટનો ધંધો છે : ડૉ. ગુણવંત શાહ
‘ રામ કથા નરવી અને નિવડેલી કથા છે.રામ કથા ધાર્મિક નથી, રામ કથા એક શિબિર છે, સેતુ બંધની કથા છે. આપણે રામના ઉપાસક થવાનું છે, સત્યના ઉપાસક થવાનું છે.’ સર સયાજીરાવ નગર ગૃહ ખાતે રવિવારે સાંજે પ્રવચન દરમિયાન પૂ, મોરારિબાપુના મુખેથી નિકળેલાં શબ્દેશબ્દમાં રામકથાના મહાત્મયગાનને રામભકત હનુમાનજી, લક્ષ્મણજી અને મહાપુરુષ મહાત્મા ગાંધીની ભક્તિ-સસ્કારની વાતો વણીને પ્રસ્તુત કરતાં સંસ્કારીનગરીના શ્રોતાજનોને સંસ્કારસિદ્ધિનો અનુભવ કરાવ્યો હતો.
સર સયાજીરાવ નગર ગૃહ ખાતે શ્રી સરદાર ભવન ટ્રસ્ટના ઉપક્રમે ચર્ચાચોરા કાર્યક્રમ અંર્તગત પૂ. મોરારિબાપુના વિચારો પર આધારિત અને દિવ્ય ભાસ્કરના કટાર લેખક જગદીશ ત્રિવેદી દ્વારા લિખિત ગ્રંથ માનસ દર્શનનો લોકાર્પણ કાર્યક્રમ જાણીતા ચિંતક અને સાહિત્યકાર ડૉ. ગુણવંત શાહના વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.
અનીતિથી રળેલાં રૂપિયા વિશે પૂ. મોરારિબાપુએ જણાવ્યું કે, ‘રામ વગરનો રૂપિયો સુખમાં વધારો કરનાર નથી કારણ કે આવો રૂપિયો સુખમાં કન્વર્ટ થતો નથી. વેદાંત કહે છે કે, આરોપ, ભ્રાંતિ, મૂઢતા અને મિથ્યાભિમાનથી મુક્તિ કે તેનો નાશ કોઈ પણ ભૌતિક ઉપકરણો, પ્રયાસોથી થઈ શકતો નથી. એકમાત્ર વિચાર શાંત, સ્થિર ચિત્તમાંથી સ્ફૂરેલો વિચાર જ તેનો નાશ કરી શકે છે. વાત વાતમાં મરવાની વાત કરવી એ ઉદાસિનતા છે. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે જગદીશ ત્રિવેદીએ રામ કથાને ધ્યાનથી સાંભળીને, ટપકાવીને વિવેકપૂર્ણ સંકલન કર્યું છે.
કાર્યક્રમના અતિથિ વિશેષ ડૉ. ગુણવંત શાહે જણાવ્યું કે, ‘ મોરારિબાપુએ રામાયણને ઘેર ઘેર વાંચતું કર્યું એ એક ગજબ ઘટના, ગુજરાત માટે નહીં, ભારત માટે નહીં પણ દુનિયા માટે છે. રામાયણ વાંચ્યા વિના મરવું ખોટનો ધંધો છે પણ બાપુની રામ કથા સાંભળ્યા વિના મરવું ભયંકર ખોટનો ધંધો છે. કેવળ ભૌતિક સંપતિ રાવણત્વનો જ પ્રકાર છે. હનુમાનજી પાસે રામત્વ હતું, ભક્તિની સમૃદ્ધિ હતી. એક પ્રસંગને ટાંકીને કહ્યું હતું કે, વનવાસથી પાછા ફરેલાં શ્રી રામને જ્યારે ભરત પગે લાગે છે ત્યારે તેમની પાદુકા અશ્રુપૂર્ણ બને છે ત્યારે રામ ભરતને કહે છે કે ‘ ભરત, હું વનમાં ગયો ત્યારે હસતો ગયો. ઘરે આવીને રડ્યો છું.’ રામાયણમાં પાત્રો ત્યાગની હરીફાઈ કરે છે.
આ પ્રસંગે ‘માનસ દર્શનના લેખક જગદીશ ત્રિવેદીએ હળવી વિનોદસભર શૈલીમાં જણાવ્યું કે, દિવ્ય ભાસ્કરના મેગેઝિન એડિટર મનીષ મહેતાના માનસના વિચારને અમલમાં મૂકાતા રવપિૂતિgમાં સદી થવાની તૈયારી છે ત્યારે સચિનની સદી પહેલી થાય તેવી આશા રાખીએ !’ આ પ્રસંગે મનીષ મહેતા અને જગદીશ ત્રિવેદીનું પૂ.મોરારિબાપૂના હસ્તે અભિવાદન કરાયું હતું.
આ સાથે રવિવારે વડોદરા શહેરના દિશેન મીલ ગરનાળાથી ટ્રાન્સપેક સર્કલ (ચકલી સર્કલ)ના માર્ગને લલિચંદ્ર મગનભાઈ પટેલ માર્ગ તરીકેની નામાંકરણ વિધિ પૂ. મોરારીબાપૂના હસ્તે મેયર ડૉ. જયોતબહિેન પંડ્યાની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી.
હું થિયેટરમાં જાઉ તો બધા મને પગે લાગવા માંડે : પૂ. બાપૂ
પૂ. મોરારિ બાપુએ જણાવ્યું હતુંકે, મને પણ થિયેટરમાં જઈને ફિલ્મ જોવાની ઇચ્છા થાય છે. છેલ્લું પાકિઝા જોયું હતું. હવે જાઉ તો બધા પગે લાગવા મંડી જાય.તેમણે એક ઉદાહરણ આપતાં કહ્યું કે કોઈ યુવાને આવીને કહ્યું કે ૨૦૧૨માં પ્રલય થવાનો છે એવી ફિલમ આવી છે. પણ મેં તો મારી રામ કથાની ૨૦૧૫ની સાલ સુધીની તારીખો આપી દીધી છે. કાર્યક્રમમાં જાણીતા સાહિત્યકાર અને ચિંતક ડૉ. ગુણવંતશાહે જણાવ્યું હતુંકે, કાશમીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાના મુખેથી રામભજન સાંભળવાનો લહાવો છે. તે જ્યારે રામભજન ગાય છે ત્યારે આંખ મીચીને ડોકૂ ધૂણાવતા લોકો મેં નજરે જોયા છે. ચર્ચા ચૌરામાં આઠેક મહિના બાદ તેમને બોલાવવાનું થાય ત્યારે બાપૂને આવવા મારી વિનંતી છે.
Source: Bhaskar News, Umreth | Last Updated 12:00 AM [IST](03/01/2012)
http://www.divyabhaskar.co.in/article/MGUJ-trust-is-like-star-of-dhruva-it-does-not-fall-2703849.html?HFL-19=
http://digg.com/news/offbeat/trust_is_like_star_of_dhruva_it_does_not_fall_www_divyabhaskar_co_in
- જેને પોતાની ચમક ન હોય તે બીજાને દિશા બતાવી શકે નહીં, એવું શ્રી મોરારી બાપુએ ઉમરેઠ ખાતે રામકથામાં કહ્યું
‘વિશ્વાસ એટલે ધ્રુવનો તારો, બીજા બધા તારા ખરે, દિશા અને સ્થાન બદલે પણ ધ્રુવ કદી ખરે નહીં, સ્થાન બદલે નહીં. ધ્રુવ હંમેશા ઉત્તરમાં રહે. જગતનાં તમામ સવાલનો ઉત્તર આપે તેને ધ્રુવ કહેવાય.’ એવું પરમ પૂજય શ્રી મોરારી બાપુએ ઉમરેઠ સંતરામધામ ખાતે આયોજિત રામકથાના ત્રીજા દિવસે જણાવ્યું હતું.
વિશ્વાસ પર આખું ચરિત્ર કહેવું છે, એમ જણાવતાં શ્રી મોરારી બાપુએ કહ્યું હતું કે ‘ધ્રુવને પોતાની ચમક હોય, જેને પોતાની ચમક ન હોય તે બીજાને દિશા બતાવી શકે નહીં. આધાશીશી થાય ત્યારે થોડી થોડી વાર માથું દુ:ખે અને થોડીવાર પછી મટી જાય. એવી રીતે સ્વીકારનું સુખ અને અસ્વીકારનું દુ:ખ કોઈ આપણું ખરાબ કરે તો આ બધામાંથી બહાર આવવાનો એક જ રસ્તો છે, હરીનુંં નામ લો, પ્રભુનું નામ લો. તમારાંથી કઈ પણ થાય તો તમારી જાતને નીચી ન સમજતાં. તુલસીદાસે કહ્યું છે કે વિશ્વાસ એક રામનામ છે.’
શબ્દનું મહત્વ સમજાવતાં શ્રી મોરારી બાપુએ જણાવ્યું હતું કે ‘ગામડાંના અવાવરું કૂવામાં પારેવા માળા કરે, ઇંડુ મુકે, પાણીમાં નીચે નજર કરે ત્યારે પાણીમાં નીચે આકાશ અને ઉપર આકાશ જ દેખાય, તેમ શબ્દ પકડી લો તો અધોગતિ ન થાય, ઉધ્વંગતિ જ થાય. સત્ય, પ્રેમ અને કરુણા ત્રણ શબ્દની ત્રિવેણી છે, સત્ય ધર્મનો સર છે, રામ સત્ય મૂર્તિ, બુધ કરુણામૂર્તિ એ જ પ્રેમ મૂર્તિ છે. પૂરી રામાયણ જાણવાથી જરૂર જીવન તરી જશે. એમ શબ્દ લઈ લો બેડો પાર થઈ જશે. સંતો આપણી દિશા છે.’
શ્રી મોરારી બાપુએ કથાને આગળ ધપાવતાં જણાવયું હતું કે ‘મને ઘણાં પૂછે કે આપ બાપ કેમ બોલો છો, બાપ એટલે પિતાવાચક શબ્દ છે એનો બીજો અર્થ વાત્સલ્યરૂપી ઉચ્ચારેલાં શબ્દ છે. બધાને ખબર ન પડે કે સંસ્કૃત કઈ ભાષા છે. તેને શીખવતી શાળાઓને મારાં પ્રણામ, તે દેવગીરી છે, ડમરુંનો અવાજ છે, વ્યાસપીઠનું વાત્સલ્ય છે. સેવક સ્વામી, સખા પ્રેમ એ અમારો જગબાપ છે. આમ શબ્દ વ્યાસપીઠનું વાત્સલ્ય છે. સત્તા ભોગવી શકો પણ શાંતિ ન લઈ શકો. શાંતિથી સુઈ ન શકો, સુવા ન દે તે સત્તા શા કામની. સંતો આપણાં બાપ છે, આપણી ભક્તિના પાલકો છે. સંત સમાજ હાલતો ચાલતો વટવૃક્ષનો વડલો છે. વિશ્વાસનું પ્રતિક છે, બીજું વિશ્વાસનું પ્રતિક ધ્રુવનો તારો છે.’
http://www.gujaratsamachar.com/20120103/gujarat/kheda6.html
http://digg.com/news/offbeat/gujarat_samachar_world_s_leading_gujarati_newspaper_44
શબ્દ સદ્ગુરૃ બની શકે, શબ્દથી સત્ય પામી શકાય ઃ મોરારીબાપુ
ઉમરેઠ સંતરામ મંદિરના સાર્ધશતાબ્દિ મહોત્સવમાં નવરસની સમજૂતી આપી
ઉમરેઠ,તા.૨
ગુજરાતી ભાષા કે.જી.થી કોલેજ સુધી ફરજ્યિતા હોવી જોઇએ. પગના તળિયાથી માથાના તાળવા સુધી જ નહીં, પરંતુ માતાના ગર્ભથી જ માતૃભાષા શીખવાડવી જોઇએ. માણસનો સૌથી મોટો ગુરુ તો શબ્દ છે. સત્ય, પ્રેમ, અને કરુણા જેવા શબ્દોને ગુરુ માનવાથી સંસાર પાર થઇ જાય છે. શબ્દ માત્ર સદ્ગુરુ બની શ કે. શબ્દથી સત્યને પામી શકાય. આ સત્યને પામવા માટે સંતદર્શન, સંતચરિત્રનું સેવન કરો.
સંતો જ મુશ્કેલીઓનો ઉપાય છે, સત્ય તરફની દિશા છે.
ઉમરેઠના સંતરામ મંદિરના સાર્ધશતાબ્દી મહોત્સવ પ્રસંગે પૂ.મોરારીબાપુએ આજે ભક્તિ-સંકિર્તનમાં રસતરબોળ કરીને ઉપરોક્ત વચનો વહાવ્યા હતા. તાજેતરમાં જૂનાગઢ ખાતે ભરાયેલા સાહિત્ય પરિષદના સંમેલનમાં બાપુએ સંતોની ઉપસ્થિતિમાં ગુજરાતી ભાષાને ફરજ્યિતા બનાવવા માટે જે ઠરાવ પસાર કર્યો હતો, તે ગુજરાત સરકારને મોકલી આપવામાં આવ્યો છે. અને આજની અંગ્રેજી તરફની આંધળી દોટ સામે પણ બાપુએ લાલબત્તી ધરી હતી. સંત સમાગમ ઉપરના પોતાના મુખ્ય વિષય ઉપર બોલતા બાપુએ જણાવ્યું હતુ કે સંતો સમાજની સાચી દિશા છે. સંતોના સેવનથી ક્લેશ અને ઘરકંકાશ નાશ પામે છે. સંતોને ધ્યાનથી સાંભળો, એમના શ્વાસ પણ સુરામય હોય છે. સંતનું શ્રવણ એ પ્રયાગરાજ છે. પ્રસન્નતાથી સંતને સાંભળવા જોઇએ.
રામાયણમાં રામના પ્રવક્તા લક્ષ્મણ છે. દશરથ એટલે દશે દિશાઓમાં દોડતા રથ. જીવનને ધન્ય કરવા કોઇને કોઇ નામ જોડી રાખો. રામનું નામ હોય, કે કૃષ્ણનું, ઇસુખ્રિસ્ત હોય કે અલ્લાહ, મહાદેવ કે મહાવીર, કોઇપણ નામમાં શ્રદ્ધા ભેળવો, વિશ્વાસ કેળવો તો પ્રભુપ્રાપ્તિ સુધી પહોંચી શકાશે.
આજે માણસ કલાકો સુધી પૂજા-પ્રાર્થના કરી શકતો નથી. ખેતી,નોકરી, ધંધો-વેપારમાંથી સમય કાઢવો મુશ્કેલ છે. આનો ઉપાય નામસ્મરણ છે. યજ્ઞા કરવો તે મહાયોગ છે, મોટી કથાકરાવોસ, પારાયણો કરો, યજ્ઞા કરાવો તો સારું જ છે, પણ જો એમ ન કરી શકાય તો માત્ર મુખમાં હરીનું નામ રટયા કરો. તેથી યજ્ઞાના ફળ જેટલું જ પુણ્ય મળી રહેશે.
આજની રામકથામાં બાપુએ ડાકોરની સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓને વ્યાસપીઠ ઉપર બોલાવીને શિવ મહિમ્નના શ્લોકોનું ગાન કરાવ્યું હતું. સોમવારના દિવસે મહાદેવનું સ્મરણ કરીને બાપુએ જણાવ્યુ ંહતુ કે વિશ્વાસના પાંચ પ્રકાર હોય છે. વિશ્વાસના અભાવને કારણે જ આપણે દુઝણી ગાયનું દૂધ ઝીલી શક્તા નથી. બ્લડ બેંકનું ઉદ્ઘાટન કરનારા ટીપુંય લોહીનું ડોનેશન ન કરે, તો શું કામના? વિશ્વાસ તો ધુ્રવના તારા જેવો અચળ હોવો જોઇએ.
આજની કથામાં પૂ.બાપુએ પ્રેમાનંદની શૈલીના નવ રસ રામાયણના માધ્યમથી સમજાવ્યા હતા. ત્યારબાદ સર્વધર્મના ભગવાનને યાદ કરીને સંકીર્તન કરાવ્યુ ંહતુ.
રાજકીય રેલીઓ વિશે ઉગ્ર ટીકા
ઉમરેઠ,તા.૨
પૂ,મોરારીબાપુએ રામકથામાં આજે રાજકીય રેલીઓને આડે હાથે લીધી હતી. તેમણે જણાવ્યુ ંહતુ કે આ કોઇ રાજકારણની રેલી નથી, પણ ભક્તિનો મોટો રેલો છે. આ કોઇ ભાડુતી રેલો નથી. આ તો સ્વયંભૂ શ્રદ્ધાનં ઘોડાપુર છે. ભક્તિ અને રાજકારણમાં આ જ તો મોટો તફાવત છે.
Source: Bhaskar News, Umreth | Last Updated 8:17 PM [IST](02/01/2012)
http://digg.com/news/offbeat/morari_bapu_ram_katha_in_umreth_www_divyabhaskar_co_in
વિશ્વાસ એટલે ધ્રુવનો તારો: બીજા તારાં ખરે, ધ્રુવ ન ખરેજેને પોતાની ચમક ન હોય તે બીજાને દિશા બતાવી શકે નહીં, એવું શ્રી મોરારી બાપુએ ઉમરેઠ ખાતે રામકથામાં કહ્યું
‘વિશ્વાસ એટલે ધ્રુવનો તારો, બીજા બધા તારા ખરે, દિશા અને સ્થાન બદલે પણ ધ્રુવ કદી ખરે નહીં, સ્થાન બદલે નહીં. ધ્રુવ હંમેશા ઉત્તરમાં રહે. જગતનાં તમામ સવાલનો ઉત્તર આપે તેને ધ્રુવ કહેવાય.’ એવું પરમ પૂજય શ્રી મોરારી બાપુએ ઉમરેઠ સંતરામધામ ખાતે આયોજિત રામકથાના ત્રીજા દિવસે જણાવ્યું હતું.
વિશ્વાસ પર આખું ચરિત્ર કહેવું છે, એમ જણાવતાં શ્રી મોરારી બાપુએ કહ્યું હતું કે ‘ધ્રુવને પોતાની ચમક હોય, જેને પોતાની ચમક ન હોય તે બીજાને દિશા બતાવી શકે નહીં. આધાશીશી થાય ત્યારે થોડી થોડી વાર માથું દુ:ખે અને થોડીવાર પછી મટી જાય. એવી રીતે સ્વીકારનું સુખ અને અસ્વીકારનું દુ:ખ કોઈ આપણું ખરાબ કરે તો આ બધામાંથી બહાર આવવાનો એક જ રસ્તો છે, હરીનું નામ લો, પ્રભુનું નામ લો. તમારાંથી કઈ પણ થાય તો તમારી જાતને નીચી ન સમજતાં. તુલસીદાસે કહ્યું છે કે વિશ્વાસ એક રામનામ છે.’
શબ્દનું મહત્વ સમજાવતાં શ્રી મોરારી બાપુએ જણાવ્યું હતું કે ‘ગામડાંના અવાવરું કૂવામાં પારેવા માળા કરે, ઇંડુ મુકે, પાણીમાં નીચે નજર કરે ત્યારે પાણીમાં નીચે આકાશ અને ઉપર આકાશ જ દેખાય, તેમ શબ્દ પકડી લો તો અધોગતિ ન થાય, ઉધ્વંગતિ જ થાય. સત્ય, પ્રેમ અને કરુણા ત્રણ શબ્દની ત્રિવેણી છે, સત્ય ધર્મનો સર છે, રામ સત્ય મૂર્તિ, બુધ કરુણામૂર્તિ એ જ પ્રેમ મૂર્તિ છે. પૂરી રામાયણ જાણવાથી જરૂર જીવન તરી જશે. એમ શબ્દ લઈ લો બેડો પાર થઈ જશે. સંતો આપણી દિશા છે.’
શ્રી મોરારી બાપુએ કથાને આગળ ધપાવતાં જણાવયું હતું કે ‘મને ઘણાં પૂછે કે આપ બાપ કેમ બોલો છો, બાપ એટલે પિતાવાચક શબ્દ છે એનો બીજો અર્થ વાત્સલ્યરૂપી ઉચ્ચારેલાં શબ્દ છે. બધાને ખબર ન પડે કે સંસ્કૃત કઈ ભાષા છે. તેને શીખવતી શાળાઓને મારાં પ્રણામ, તે દેવગીરી છે, ડમરુંનો અવાજ છે, વ્યાસપીઠનું વાત્સલ્ય છે. સેવક સ્વામી, સખા પ્રેમ એ અમારો જગબાપ છે. આમ શબ્દ વ્યાસપીઠનું વાત્સલ્ય છે.
સત્તા ભોગવી શકો પણ શાંતિ ન લઈ શકો. શાંતિથી સુઈ ન શકો, સુવા ન દે તે સત્તા શા કામની. સંતો આપણાં બાપ છે, આપણી ભક્તિના પાલકો છે. સંત સમાજ હાલતો ચાલતો વટવૃક્ષનો વડલો છે. વિશ્વાસનું પ્રતિક છે, બીજું વિશ્વાસનું પ્રતિક ધ્રુવનો તારો છે.’ - તમામ તસવીરો પકંજ શ્રીધર
Source: Bhaskar News, Umreth | Last Updated 12:00 AM [IST](04/01/2012)
http://www.divyabhaskar.co.in/article/MGUJ-when-music-mix-in-sanskrit-it-become-culture-2707941.html
http://digg.com/news/offbeat/when_music_mix_in_sanskrit_it_become_culture_www_divyabhaskar_co_in
- મનુષ્ય જીવનમાં મૃત્યુનાં મર્મને મોરારીબાપુએ સચોટ અને માર્મિક રીતે ભાવિકોને સમજાવ્યો
- રામકથાનાં ચોથા દિવસે વિશાળ સંખ્યામાં ભક્તો હાજર રહ્યાં
‘મૃત્યુ ધ્રુવ છે, અનિવાર્ય ઘટના છે, તેની ચિંતા શું કરવી. હમારે બાદ મહેફિલ મેં અફસાને બયા હોંગે, વો હમે પૂછતી હોંગી, ન જાને હમ કહાં હોંગે ? ઇસ અંદાજ મેં ગુંજેગા મૌસમ, ગાયેગી દુનિયા. મહોબ્બત ફિર હસી હોંગી ન જાને ફિર કહાં હોંગે, ન હમ હોંગે, ન તુમ હોંગે, ન દિલ. ફિર ભી હજારો મહેફિલ હોંગી, હજારો કારવા હોંગે.’ તેમ ઉમરેઠ સ્થિત સંતરામ મંદિરના આંગણે ચાલી રહેલી રામકથા દરમિયાન મોરારીબાપુએ ચોથા દિવસે જણાવ્યું હતું. રામકથાના ચોથા દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યાં હતાં. મોરારીબાપુએ પણ સાધના, શબ્દોની આબેહુબ સમન્વય કર્યું હતું. કથા દરમિયાન તેઓએ લોભી શેઠ અને મુનીમનું ઉદાહરણ આપતા વાતાવરણ હળવું બની ગયું હતું.
Source: Bhaskar News, Umreth | Last Updated 12:44 AM [IST](05/01/2012)
http://www.divyabhaskar.co.in/article/MGUJ-every-theft-leader-is-in-tihar-jail-said-morari-bapu-2711834.html?HFL-14=
http://digg.com/news/offbeat/every_theft_leader_is_in_tihar_jail_said_morari_ba_www_divyabhaskar_co_in
વ્યાસપીઠ પરથી શ્રી. મોરારીબાપુએ બુધવારે ધર્મની આંટીઘુંટીના મુદ્દે સરળ શૈલીમાં શ્રોતાઓને ભાવપૂર્વક રસપાન કરાવીને ડોલાવી દીધાં
‘સૂર્ય અજવાળું આપે તે તેનો સ્વભાવ છે. સૂર્યનું ઐશ્વર્ય સ્વભાવમાં છે. ચમત્કાર પરચામાં જલ્દી માની લઉં એ મારો સ્વભાવ નથી. હું એવો ડરપોક નથી, આમ થાય, આમ થયું હશે એવો તર્ક ન કરવો. સ્વભાવથી વિપરિત જવું એ મૃત્યુ સમાન છે.’ એમ શ્રી. મોરારીબાપુએ ઉમરેઠ સંતરામધામ ખાતે આયોજિત રામકથાનાં પાંચમા દિવસે કથાનું રસપાન કરાવતાં જણાવ્યું હતું.
વ્યાસપીઠ પરથી દિવ્યવાણીમાં મોરારીબાપુએ જણાવ્યું હતું કે ‘સનાતન ધર્મનું લક્ષણ છે કે સમગ્ર જાતિને સહાયક થઈ જવું. તાલવૃંદના મનોગ્રંથ કહે છે કે ઈશ્વરને આપણી ભૂલો નોંધવાનો સમય નથી, ઈશ્વર કરૂણ છે. શ્રોતાઓને પ્રાર્થના છે કે ભૂલો કરવી નહીં. આપણે એકબીજાનાં જાસૂસ થયાં છે. ઇશ્વર જાસૂસ નહીં, જાસુદનું ફુલ છે.’ પુનર્જન્મની વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે ‘દેહત્યાગ થવાથી, જીવ જવાથી જીવ તથા જીવનનો અંત થતો નથી. અહીં પુનર્જન્મની પ્રક્રિયા છે. આ યાત્રા બહુ લાંબી છે. આપણે મોક્ષવાદી છીએ. તત્વની ચર્ચા વિજ્ઞાન છે. દેશનાં ઋષિઓ તત્વ અને વિજ્ઞાનની ચર્ચા કરતાં અને તેમાંથી તેમનું ઐશ્વર્ય પ્રગટ થતું હતું. સંવેદના, ભાવ વિનાનું જીવન નકામું છે.’
ઉમરેઠ સંતરામ મંદિરનાં ૧પ૦માં વાર્ષિક સાર્ધ શતાબિ્દ મહોત્સવ તથા ૧પ૧માં વાર્ષિક ઉત્સવ નિમિતે યોજાયેલી રામકથામાં બુધવારે સવારે પાર્થ નિકેતન આશ્રમ ઋષિકેશના સરસ્વતી મુનીજી મહારાજ, જગતગુરુ ગોસ્વામી ૧૦૮ વલ્લભલાલજી મહારાજ, આણંદ જિલ્લા પંચાયતનાં પ્રમુખ જશવંતસિંહ સોલંકી સહિત અગ્રણીઓ, ભાવિકભકતો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કથામંડપ પાસે રક્તદાન શિબિર
વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ સ્વ. અશોકભાઈ ભટ્ટનાં સ્મરણાથેg અમદાવાદના ખાડિયા વિસ્તારનાં ધારાસભ્ય ભૂષણ ભટ્ટ દ્વારા કથા મંડપ પાસે પ્રયોશા લેબોરેટરીના સહયોગથી રક્તદાન શિબિર યોજવામાં આવી હતી. શિબિરમાં ઉમરેઠ સંતરામ મંદિરનાં નાના મહંત હરિપ્રસાદજીએ રક્તદાન કર્યું હતું. ભૂષણ ભટ્ટે જણાવ્યું હતું કે ‘શિબિરમાં ૩૬૦ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. જેમાં ૧૨પથી વધુ મહિલાઓએ રક્તદાન કર્યું હતું.’
દેશને બિલની નહીં દિલની જરૂર
ઉમરેઠ સંતરામધામ ખાતે આયોજિત રામકથામાં પધારેલા પાર્થનિકેતન આશ્રમ ઋષિકેશના સરસ્વતી મુનીજી મહારાજે જણાવ્યું હતું કે ‘આસ્થા અને વ્યવસ્થાનો સંગમ એટલે સંતરામ મહારાજ. મારે કાલે અણ્ણા હજારે માટે જવું પડશે. અણ્ણા હજારે જનલોકપાલ બિલ લાવવા માટે પ્રયત્નશીલ છે, પરંતુ બિલ લાવવાનું કામ સરકારનું છે. બિલ આવી ગયા પછી દિલનું શું ? ધન આવી જશે પણ પછી કાળા મનનું શું ? આજે દેશને નવા બિલની નહીં પણ દિલની જરૂર છે.’
લોકપાલ બિલ જરૂરી
શ્રી મોરારીબાપુએ ટાગોરની પ્રસિદ્ધ રચના ‘સ્વતંત્રતાનું સ્વર્ય’ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ‘માણસ વિભક્ત નહીં સ્વતંત્ર હોવો જોઈએ. લોકપાલ બિલ જરૂરી છે. નવા વર્ષમાં તિહાર જેલમાં બધા નેતાઓ ભેગાં મળીને જશ્ન મનાવે છે. હાલ ચોરી અને કૌભાંડ કરનાર બધા તિહાર જેલમાં છે.’
આશિકી સે મિલતા હૈ ખુદા વો બંદગી સે નહીં મિલતા
http://www.gujaratsamachar.com/20120106/gujarat/kheda7.html
http://digg.com/news/offbeat/gujarat_samachar_world_s_leading_gujarati_newspaper_45
ઉમરેઠની રામકથામાં પૂ.મોરારિબાપુ ખીલ્યા
આશિકી સે મિલતા હૈ ખુદા વો બંદગી સે નહીં મિલતા
ઉમરેઠ, તા. ૫
ઉમરેઠ ખાતેના સંતરામ ધામમાં માનસ સંત સમાજ એ વિષય પરની કથાને આગળ વધારતા પ્રખર રામાયણ પૂ.મોરારી બાપુએ જણાવ્યું હતું. મુદ મંગલમય સંત સમાજ જો જગ જંગમ તીરથરાજ .....એ ચોપાઈઓ સાથે માનસ સંત સમાજ કથાના છઠ્ઠા દિવસે પોતાની વાતને માત્ર સંત સમાજ પુરતી જ સીમિત રાખી નહોતી.પંરતુ માનવ સમાજ, પશુસમાજ, પક્ષીસમાજ તથા મૂર્તિ સમાજ સહિત જડચેતન સઘળા સમાજની વાત કરી હતી. પૂ.બાપુએ જણાવ્યુ ંહતુ કે સમાજનો અર્થ સમૂહ થાય છે. પરંતુ સમાજ એટલે માત્ર જીવતો જાગતો જ સમાજ નહીં, પણ પદાર્થો નો સમૂહ એને પણ સાજની ઉપમા આપી શકાય.
ઈશ્વરમાં ન માનતો હોય પણ મનથી સદાચારી હોય તે સાચો માણસ છે
સુફી તો કહે છે કે તન્હાઇને અવાજ હોય છે, એકાંતને વાણી હોય છે. તન્હાઇની જેમ અજવાળા પણ બોલે છે, ગહન અંધારાને પણ ભાષા હોય છે, આપણે ત્યાં એક ગીત છે, મને અંધારા બોલાવે છે, કોયલનો ટહુકો બોલાવે છે. આ પ્રસંગની વચ્ચે ઓશો રજનીશે કરેલી વાતોનો ઉલ્લેખ કરતા જણાવ્યુ હતું કે શિક્ષક એ કહેવાય જે તમારી માહિતીમાં વધારો કરે, અને માહિતીને છીનવી એ સદ્ગુરુ છે. સદ્ગુરુ પ્રત્યે ભાવ વ્યક્ત કરતા પૂ.બાપુએ ઇન્હી લોગોને, ઇન્હી લોગોને, ઇન્હી લોગોને લે લીન્હા દુપટ્ટા મેરા એ પંક્તિનું ગાન કરતા કથા મંડપમાં શ્રોતાગણ ભાવવિભોર બન્યો હતો.
શિક્ષકનું કામ માહિતીમાં વધારો કરવાનું છે, એ વાતનો પુનરોચ્ચાર કરતા તેમણે વર્તમાન સમયને અનુલક્ષીને એવો કટાક્ષ કર્યો હતો કે કૂવામાં હોય તો હવાડામાં આવે ને! સદ્ગુરુ એ છે જે બધુ છીનવી લે છે, પણ એની સરખામણીમાં ઘણું બધુ આપી દે છે. સદ્ગુરુ સાક્ષાત્કાર કરાવે છે. ચમત્કાર નહિં. ચમત્કાર અને સાક્ષાત્કારમાં બહુ મોટો ફરક છે. માણસ કેવી ભૂલો કરે છે? તેની નોંધ ઇશ્વર રાખતો નથી. પણ માણસ સદ્ગુરુ અને સત્સંગની પ્રાપ્તિનો અવસર કેટલી વખત ચૂકી ગયો તેની નોંધ ચોક્કસ રાખે છે.
ચર્ચમાં એક પાદરીને પૂછાયેલા પ્રશ્નના જવાબનું ઉદાહરણ આપતા પૂ.બાપુએ કહ્યું હતુ કે ઇશ્વરમાં માનતો હોય પણ સદાચારી ન હોય એને સાચો માણસ કહેવો કે કેમ? તે એક પ્રશ્ન છે. પરંતુ ઇશ્વરમાં ન માનતો હોય પણ મનથી સદાચારી છે તે મારી દ્રષ્ટિએ માણસ છે. આશિકી સે મિલતા હૈ ખુદા વો બંદગી સે નહિં મિલતા...
કેવટ અને ભારતીય દર્સન પ્રમાણે સાચા માણસે ચાર વસ્તુઓ પ્રાપ્ત કરવાની હોય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ભગવાન રામના વનવાસ વખતે કેવટને તેમણે તેની સેવા બદલ મુદ્રા આપવાનો પ્રયાસ કર્યો હતો. આ વખતે કેવટે તેનો સ્વીકાર કરવાની ચોખ્ખી ના પાડી હતી. કેવટે રામને કહ્યુ ંહતુ કે મને તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બધુ મળી ગયું છે.
તપ, ત્યાગ, તલ્લીનતા અને તન્હાઈનું ઉદાહરણ
ઉમરેઠ, તા.પ
કથાના છઠ્ઠા દિવસે પૂ.બાપુએ દરેક માણસને વ્યસન, વેરવૃત્તિ અને અંધશ્રદ્ધાને ત્યજી દેવા પ્રાર્થના કરી હતી. ગામડામાં દારુનો નશો કરેલી એક વ્યક્તિનું ઉદાહરણ આપતા તેમને કહ્યુ હતુ કે આ નશો તો માત્ર કલાક કે થોડીવાર માટે રહે છે. પરંતુ નશો કરવો હોય તો રામનામનો કરો. તે તમને તારશે. આ નશો મારશે. સૂફીવાદના વક્તવ્યમાં કયું બળ છે એ વાત કહેતા તેના ચાર લક્ષણો જણાવ્યા હતા. જેમાં તપ, ત્યાગ, તલ્લીનતા અને તન્હાઇનો ઉલ્લેખ કરી આ ચારેય તત્ત્વોમાં કેટલી તાકત છે તે સવિસ્તારથી સમજાવ્યુ હતુ. આવી કથાનો રસપાન કરતા શ્રોતાઓ મંત્રમૃગ્ધ બન્યા હતા.
Source: Bhaskar News, Umreth | Last Updated 12:13 AM [IST](06/01/2012)
http://www.divyabhaskar.co.in/article/MGUJ-morari-bapus-katha-in-umreth-2715552.html
http://digg.com/news/offbeat/morari_bapu_s_katha_in_umreth_www_divyabhaskar_co_in
‘રામચરિત માનસમાં અનેક પ્રકારના સમાજની ચર્ચા કરાઈ છે. સંત સમાજ એટલે જ્યાં સંતો ભેગાં થાય તે. મનુષ્ય ભેગાં થાય તે નર સમાજ, પશુ સમાજ, પક્ષી સમાજ, જ્યારે કોઈ સંખ્યામાં હોય એટલે સમાજ. સમાજ એટલે આપણે નહીં, સમાજ એટલે કોઈપણ પદાર્થોનો સમૂહ.’ એમ શ્રી મોરારીબાપુએ ઉમરેઠ સંતરામ ધામના આંગણે આયોજિત રામકથાના છઠ્ઠા દિવસે જણાવ્યું હતું.
શ્રી મોરારી બાપુની રામકથામાં છઠ્ઠા દિવસે આણંદ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના કોઠારી ભગવતચરણદાસજી, રામમનોહર મંદિર વિરમગામના મહંત રામકુમારદાસજી, કબીર આશ્રમના શીવરામપ્રસાદ, સંતરામ શાખાઓ સાથે સંકળાયેલ લાભશંકર પુરોહિત, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ સહિત અગ્રણીઓ અને ભાવિક ભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મોરારી બાપુએ જણાવ્યું હતું કે ‘જેની પાસે અવાજ છે અને પણ બોલી નથી શકતા તેનો પણ એક સમાજ છે.’
વકતવ્યનો મહિમા વર્ણવતા બાપુએ જણાવ્યું હતું કે ‘વ્યક્તિત્વની કોઈ વિશિષ્ટતા નથી. ગાંધીજી કરતાં સરદાર વલ્લભભાઈ પટેલ સારું વકતવ્ય આપતાં હતા. વકતવ્યનાં ચાર લક્ષણોમાં પ્રથમ ત્યાગ છે, માણસ નહીં, તેનો ત્યાગ બોલે છે. ત્યાગ વિના વકતવ્યમાં તાકાત ન આવે. બીજું સાધના, વ્યક્તિની સાધના તેનાં તપ વડે મળે છે. તપ વિનાની વાણીમાં પાણી ન હોય. ત્રીજું સદગુરુના ચરણમાં, જે વ્યક્તિનું ચિત્ત ગમે તે એકના ચરણમાં હોય તેનાંથી વાણી વિખરાઈ નહીં જાય. ચોથું લક્ષણ તનહાઈ છે, માણસનું એકાંત સલામત તેટલું વકતવ્ય સલામત. માણસ ભીડમાં પણ એકાંત મેળવે છે.
શ્રી મોરારીબાપુએ જણાવ્યું હતું કે ‘જેનાં જીવનમાં કોઈના પ્રત્યે દ્વેષ નથી તે સંન્યાસી છે. નિંદા જન્મથી થાય અને દ્વેષ જીવથી થાય. જે જગત માટે ભજન કરે, જેની સાધના જગત માટે હોય તે સાધુ.’
વ્યસન કરવું હોય તો હરિનામનું કરો
લોકોને વ્યસનમુકત બનવાની શીખ આપતાં મોરારીબાપુએ જણાવ્યું હતું કે ‘સમાજમાં લોકો વ્યસની વધુ બનતાં જાય છે. લોકો વ્યસનમુકત બને એવી પ્રાર્થના કરીશું. વ્યસન કરવું હોય તો હરિનામનું કરો. ગુરુનાનક કહેતા કે નશો રામનામનો હોય તો ક્યારેય ઉત્તરે નહીં.’
સદાચારી હોય તો સ્વર્ગ મળે
મોરારીબાપુએ જણાવ્યું હતું કે ‘કદાચ કોઈની સાધના ઈશ્વરત્વને ન માનતી હોય પણ સદાચારી હોય તો સ્વર્ગ મળશે, પરંતુ માણસ ઈશ્વરત્વમાં માનતી હોય પણ સદાચારી ન હોય તો સ્વર્ગ મળશે નહીં. બુદ્ધ મહાવીર ઈશ્વરત્વમાં માનતાં ન હતાં, પરંતુ સદાચારમાં માનતા હતા.
Source: Bhaskar News, Umreth | Last Updated 12:59 AM [IST](07/01/2012)
http://www.divyabhaskar.co.in/article/MGUJ-understand-that-our-daughter-is-born-you-exult-in-kirti-2719510.html?HFL-10=
http://digg.com/news/offbeat/understand_that_our_daughter_is_born_you_exult_i_www_divyabhaskar_co_in
સ્ત્રીભૃણ હત્યાને પાપ ગણાવી શ્રી મોરારીબાપુએ દીકરીઓનો મહિમા સમજાવ્યો
‘ભગવાનની કથા અમૃત છે. કુટુંબમાં પહેલાં દીકરી જન્મે તો રાજી થવું કે અમારાં ઘરે કિર્તી આવી. વાક, સ્મૃતિ, મેઘા, શ્રમા એ દીકરીનું સ્વાગત કરો. સમાજમાં પરિક્ષણો ઉપલબ્ધ છે, સ્ત્રીભૃણ હત્યા એ ખોટું છે.’ એમ કહીને મોરારીબાપુએ મતિ, કિર્તિ, ગતિ, ભૂતિ અને ભલાઈ પાંચ કન્યાઓના ઉદાહરણ સાથે દીકરીઓનો મહિમા સમજાવ્યો હતો.
ઉમરેઠ સંતરામ ધામ ખાતે આયોજિત શ્રી મોરારીબાપુની રામકથાના સાતમા દિવસે અનુપમ મશિન મોગરીના જશભાઈ પટેલ, ભાગવત કથાકાર નમશ્રીબહેન પંડ્યા, વિરમજીભાઈ શાસ્ત્રી સહિત સંતો, મહંતો, અગ્રણીઓ અને શ્રદ્ધાળુઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
નારેશ્વરનાં ડૉ. ધીરૂભાઈ જોષીએ દત્તાત્રેય ભગવાન પર તૈયાર કરેલી થિસિસ શ્રી મોરારીબાપુને અર્પણ કરી હતી. પાંચ કન્યાઓનો મહિમા વર્ણવતા બાપુએ જણાવ્યું હતું કે ‘સત્સંગ કરવાથી સાચા અર્થમાં મતિનો જન્મ થાય. સત્સંગમાં સ્નાન કરવાથી કિર્તિ વધે અને સત્સંગની સરિતામાં સ્નાન કરે તેને સદગતિ મળે. સંત સમાજમાં જે ડૂબકી મારે તેની મુક્તિ અચૂક છે. સત્સંગથી ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. ગતિ, મતિ, કિર્તિ, ભૂતિ અને ભલાઈ સત્સંગમાંથી મળે છે, પણ એ સત્સંગ માટે વિવેક જોઈએ.’
સંત સમાજ કેવો હોવો જોઈએ એ વિશે શ્રી મોરારીબાપુએ જણાવ્યુંહતું કે ‘જેનો ચિત્ત સમાજ છે, એ સંત હરિ સર્વ જગ્યાએ સમાન હોય છે, તેમ માનીને સર્વ જગ્યાએ હરિ માની લેવા જોઈએ. પરમાત્માને ઓળખતા વાર લાગે. પ્રેમીને ઓળખતા વાર ન લાગે. પહેલાં પ્રેમને ઓળખી લો તો પરમાત્માને પામતા વાર નહીં લાગે. ’
એમ્બ્યુલન્સ વેન હોસ્પિટલને અર્પણ
ઉમરેઠનાં ડૉ.મનુભાઈ ધીરજલાલ દવેના પુત્ર ડૉ.રમેશભાઈ દવે દ્વારા માતૃશ્રી મણીબહેન દવેનાં સ્મરણાર્થે સ્ટ્રેચર સાથેની એમ્બ્યુલન્સ વેન સંતરામ મંદિર સંચાલિત બી.ડી.પટેલ જનરલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવી હતી.
સત્સંગથી કાગપણું જાય અને કોયલપણું જાગે
પ્રેમનો મહિમા સમજાવતાં શ્રી મોરારીબાપુએ જણાવ્યું હતું કે ‘પ્રેમ વધતો વધતો કામ સુધી પહોંચે છે. પ્રેમનું અંતિમ રૂપ કામ છે. ગોપીનો પૂર્ણ પ્રેમ હતો. રામાયણમાં ભરત અને કૃષ્ણમાં ગોપીઓને પૂર્ણ પ્રેમ કામ હતો. જે વ્યક્તિનો પ્રેમ એટલો ઉપર જાય કે એને જોઈ હરિને ભજવાની ઇચ્છા થાય તે કામ. જેનું સ્મરણ કરવાની સ્વયં ઇશ્વરને ફરજ પડે એવો પ્રેમ એટલે કામ. પ્રેમમાં કષ્ટ આપીએ તો કદાચ હરિ મળે પણ હરિનો પ્રેમ ન મળે. સંત સમાજનો સત્સંગ કરીએ તો આપણું કાગપણું જાય અને કોયલપણું જાગે.’
કથા મંડપ ફરી નાનો પડ્યો
ઉમરેઠ સંતરામધામમાં શ્રી મોરારીબાપુની રામકથાના શ્રવણ માટે શ્રદ્ધાળુઓનો ઘસારો વધતો જાય છે. કથા શરૂ થયા બાદ બે વખત મંડપ મોટો કરાયો હોવા છતાં શુક્રવારે કથા સાંભળવા મોટીસંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં ફરીથી મંડપ નાનો પડ્યો હતો. જેનાં કારણે ઘણાં શ્રદ્ધાળુઓને મંડપની બહાર ઊભા રહી બાપુની દિવ્યવાણી સાંભળવાનો લ્હાવો લીધો હતો.
http://www.gujaratsamachar.com/20120107/gujarat/kheda5.html
http://digg.com/news/offbeat/gujarat_samachar_world_s_leading_gujarati_newspaper_46
ઉમરેઠ, તા. ૬
કાગડાને ચાંડલ પક્ષી ગણવામાં આવે છે. ચાંચ મારવી એ તેની વૃત્તિ છે. માણસના જીવનમાં પણ જ્યારે આવી વૃત્તિ જન્મે ત્યારે માનવું કે હવે આપણમાં પણ કાગડાના લક્ષણો આવવા લાગ્યા છે. પરંતુ આવો માણસ પણ જ્યારે સંત સાથે સત્સંગ કરે છે, ત્યારે તેના જીવનમાં પરિવર્તન આવે છે. એવું ઉમરેઠ ખાતે કથાના સાતમાં દિવસે પૂ.મોરારી બાપુએ જણાવ્યું હતું.
ઉમરેઠ ખાતે યોજાયેલી રામકથાના સાતમા દિવસે પૂ. મોરારિબાપુની વાણી
તેઓએ કહ્યું કે, કળિયુગ જેવો કોઈ કાળ નથી. દ્રષ્ટિ બદલાય તો માણસમાંથી કાગવૃત્તિઓ પણ બદલાય છે. સંતરૃપી સત્સંગ થવાથી કાગળો હંસ બને છે. હંસ અને બગલાનો રંગ ઘોળો હોય છે. આ કહેવા પાછળનું તાત્પર્ય એ હતું કે માણસે પોતાના જીવનમાંથી કાગવૃત્તિ હોય તો તેને તિલાંજલી આપવી જોઈએ. આનાથી માણસના જીવનમાં પરિવર્તન આવે છે. પોતાનું ઉદાહરણ આપતા આ સંતે કહ્યું કે,મેં રામાયણની કથા ન કરી હોત તો શિક્ષક બની જાત, અને પગાર કરતા પેન્શન વધારે મળતું હોત પણ માણસનું જ્યારે મૂલ્યાંકન કરો ત્યારે બરાબર માણીને કરો. દરેક માણસની વૃત્તિ બદલાય ત્યારે પરિવર્તન આવે છે. મહાત્માગાંધીને એક દીકરીએ પૂછયું કે, તમે કેટલા કલાક ભજન કરો છો? તેના જવાબમાં બાપુએ કહ્યું હતું કે ૨૪ કલાક આ ભજન એટલે સૂવું, જાગવું અને કોઈને મળવું એ ભજન છે. કોઈ પણ હેતુ વગર કાર્ય કરો તે ભજન કહેવાય. બીજાના સારા કામોને બિરદાવવા તે પણ ભજન છે. કોઈને મદદરૃપ થવું તે પણ છે. પ્રભુ ભક્તિનો પ્રેમ માણવાથી પતન થતું નથી. સંતના સત્સંગમાં જીવીએ ત્યારે બગલામાંથી હંસ બનવાનું પરિવર્તન આવે છે. ભગવાનની કથાએ એક અમૃત છે.
જો પહેલાં દીકરી જન્મે એમ હોય તો તેની ભૃણ હત્યા ન કરવી. દીકરી એટલે લક્ષ્મીધૃતિ લજ્જા, મર્યાદા, ક્ષમા આપવાની વૃત્તિ જો દીકરો જન્મે તો તેનું પણ સ્વાગત કરવું પણ દીકરીનંુ ખાસ સ્વાગત કરવું માણસને સત્સંગથી પાંત પ્રકારની વૃત્તિઓ જન્મે છે. તેનાથી માણસની સારી મતી,કીર્તિ, પ્રતિષ્ઠા જેવી વૃત્તિઓમાં વધારો થાય છે. અંતઃકરણ બગડે નહિ તેવી ફિલ્મો જુઓ તો વાંધો નહિ.
ગામડામાં ભવાઈ ભજવાય છે. આ પણ એક જાતનો સત્સંગ છે. દુનિયા શું કહે છે? એ તરફ ધ્યાન ના આપો. જીવનના વિકાસમાં વિવેક ન હોય તો પાંચ દીકરીઓનો પ્રભાવ રહેતો નથી.
સાતમા દિવસની કથામાં પૂ.બાપુએ વિવિધ ઉદાહરણો ટાંકયા હતા. રામકથા દરમ્યાન શિવ અને પાર્વતીના વિવાહનું વર્ણન કરતા શ્રોતાઓ ભાવવિભોર બન્યા હતા.
Source: Bhaskar News, Umreth | Last Updated 12:13 AM [IST](09/01/2012)
http://digg.com/news/offbeat/umreth_have_santram_temple_moraribapu_ramdhun_www_divyabhaskar_co_in
http://www.divyabhaskar.co.in/article/MGUJ-umreth-have-santram-temple-moraribapu-ramdhun-2726665.html
- ઉમરેઠ સંતરામધામમાં શ્રી મોરારીબાપુએ રામનામનો મહિમા સમજાવ્યો
- સાર્ધ શતાબ્દિ મહોત્સવ અંતર્ગત યોજાયેલ રામકથાની પૂણૉહુતિ
‘નામ સ્મરણ એ રામનું અને રૂપ ભગવાન શ્રીકૃષ્ણનું તથા લીલા સદગુરુની ધામ મહાદેવનું. સમાજનો અર્થ સમજનો ભંડાર છે. જેને ઘેર રામ આવે એનાં ઘરે મોહની રાત્રિ આવતી જ નથી, એનાં ઘરે વિવેકનો દિવસ હોય છે. વિદ્યાની સાર્થકતા એ છે જે રામદર્શન કરાવે. આરામ, વિરામ અને વિશ્રામ આપશે તેનું નામ રામચંદ્ર.’ એવું શ્રી મોરારીબાપુએ ઉમરેઠ સંતરામધામમાં આયોજિત રામકથામાં રામનામનો મહિમા સમજાવતાં જણાવ્યું હતું. ભગવાનનાં શ્રીરામના રાજ્યાભિષેક બાદ રામરાજ્ય વિશે આજની પરિસ્થિતિના અનુરૂપમાં તર્કબદ્ધ વાતો કહીને કથાની પૂણૉહુતિ કરી હતી. કથાના વિરામનો દિવસ હોઈ વ્યાસપીઠ પર મોરારીબાપુ અને શમિયાણામાં શ્રોતાઓ ભાવુક બન્યાં હતાં.
ભક્તિ હોય ત્યાં ભગવાન આવે નામ અને સ્થળનો મહિમા સમજાવતાં શ્રી મોરારીબાપુએ જણાવ્યું હતું કે ‘ઇશ્વરનાં ચરણમાં આપણું મન લાગવું જોઈએ. અયોધ્યા એ વિશાળ ભૂમિ છે પણ સાધકો માટે એ ભૂમિકા છે.’ ભરતે પદ ન સ્વીકાયું પણ પાદુકા સ્વીકારી. પાદુકા એ કર્મનું ફળ નથી, પરંતુ કોઇની કૃપાનું ફળ છે. જે બધાના હૈયાંને ભરશે, કોઈનું શોષણ નહીં કરે તેનું નામ ભરત. જેનાં નામનું સ્મરણ કરવાથી શત્રુતા, દુશ્મનીનો નાશ થશે તે શત્રુધ્ન, તમામ દેવી જીવોનો ભંડાર તે લક્ષ્મણ.’ રામનામ એ મહામંત્ર છે તે કેવી રીતે જપવો તેનાં વિશે મોરારીબાપુએ જણાવ્યું હતું કે ‘રામ નામ જપનારો ભરતનાં નામનું આચરણ કરે, હરિનામનો જપ કરનારા પોષણ કરે, દુશ્મન તરફ વેરવૃતિ ન પ્રગટે તે માટે શત્રુધ્ન, જ્યારે લક્ષ્મણ આખા જગતનો આધાર છે. એમ હરિનામ જપનારાઓએ કોઈને કોઈ ટેકો આપી શકાય. દશરથનાં ચારેય પુત્ર પણ સૂત્ર છે.
કોઇપણ એક સૂત્રને મિત્ર બનાવો તો સૂત્ર આપણી દ્રષ્ટિ(આંખો) બને. સૂત્ર આપણાં જીવનનો મંત્ર પણ બની શકે. કોઈ એવા તત્વની જરૂર છે. જે મારે અને તારે એ રામ. આ જગતમાં ભૂલ કોણ નથી કરતું પણ ભૂલ થઈ ગયા પછી વારંવાર દહોરાવવી જોઈએ નહીં પાપ કરતાં નામની તાકાત અનંત ઘણી છે.’ પરમાત્માનાં ર૭ લક્ષણોને રૂપનું તુલસીદાસે કરેલાં વર્ણન વિશે જણાવતાં મોરારીબાપુએ જણાવ્યું હતું કે ‘ર૭ રૂપ જોયા પછી પ્રભુનાં ચરણમાં જે લીન થઈ જાય તેને ભૂમિકા મળે. ગંગા કિનારે ભજન થાય એમ નહીં, વૈર્કણીના કિનારે પણ ભજન થાય. ડાકોરનાં દર્શન તુલસીનાં ચોપાઇનાં આધારે કરજો. આપણે મનુમાંથી માણસ થયા છે. માનવજાતનો પિતા આદી મનુ છે. રામાયણનો સંદેશ છે કે સ્વરબુદ્ધિને પ્રેરક કરે છે. સાધુની પાસે હૃદય છે, સંવેદન છે.’
રામકથાના નવમા દિવસે વ્રજના ગુરુશરણાનંદ મહારાજે ભજનથી કથાનો પ્રારંભ કરાવ્યો હતો. કથાનો મહિમા સમજાવતાં મોરારીબાપુએ જણાવ્યું હતું કે ‘કથારૂપી બે કિનારા લોકમત અને શ્લોકમત છે. કોઈપણ નદી વહેતી હોય એના કિનારે ગામ, નગર અને કસ્બા વસ્યા હોય છે. રામચરીત માનસની કથા લોક અને શ્લોકના કિનારે વહે છે. શ્રોતાઓ ત્રણ પ્રકારના તામસી, રાજશ્રી અને સાત્વિક પ્રકારના હોય છે. તામસી શ્રોતા જગ્યા માટે આંખ કાઢે, આંખની કડકાઈ તામસપણુ કરે છે.
રાજશ્રી શ્રોતા જુદી-જુદી માગણી કર્યા કરે છે. રસોને માગ પ્રમાણે રજૂ કરવા એ કલાકારનું કામ છે, કથાકારનું નહીં કળાકાર એ છે કે જેના વિશિષ્ટ કળાની પ્રધાનતા હોય, જ્યારે કથાકારમાં તમામ કળાઓ ઈશ્વરદત્ત હોય છે, તામસી શ્રોતા વણઝારાના નાના નાના કુબા જેવા હોય છે. રાજશ્રી શ્રોતા ગામ જેવા સ્થાયી ભાવ ધરાવતાં હોય છે. ઘણા શ્રોતા નગર જેવા સંપન્ન હોય છે.’
રામનવમી એટલે પ્રેમની તિથી, ભકિ્ત જેને વરે એને બધુ જ મળે એમ જણાવતાં મોરારીબાપુએ રામજીની પદયાત્રા, હવાઇયાત્રા, જળયાત્રા અને રથયાત્રાનું વર્ણન કર્યું હતું. મોરારીબાપુએ જણાવ્યું હતું કે ‘ભકિતની પ્રાપ્તિ માટે ગમે તે દિશા તરફ દોડૉ. કથાકારનું મુખ જોવા જેવું હોય નહીં પણ કથા સાંભળવી જોઈએ. વકતાને નહીં વકતત્વને મહત્વ આપી. અયોધ્યા મનોહર અને સંતસમાજ છે. સંત પાસે બેસો એટલે મન સ્થિર ન રાખવું પડે, એના સંગથી જ સ્થિર થઈ જાય. સંતનો સમાજ પાવન છે, ત્યાં પવિત્રતા જ છે, સંતસભા વૈકુંઠ કરતાં ઊંચી છે.’ સાધુ બેઠા સત્સંગ કરે ત્યારે ભગવાન ઉભા ઉભા જોયા કરે. આધ્યાત્મિક રીતે ભગવાનની જન્મભૂમિ સંત સમાજ છે. સંતસમાજની સરયુ એ માણસની કથા છે.
સંતસભામાં જે સ્નાન કરે તેને કોઈપણ પ્રયાસ વિના મોક્ષ મળે છે. જેના વખાણ રામે કર્યા તે સાધુ સમાજની અયોધ્યાને ધન્ય છે. એમ તુલસીદાસે કહ્યું છે. રામકથાના અંતિમ દિવસે મુખ્ય યજમાન દેવાંગભાઈ પટેલ અને અનિતાબેન પટેલને સ્મૃતિચહિન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ઉમરેઠ સંતરામ મંદિર સંચાલિત બી.ડી.પટેલ જનરલ હોસ્પિટલના તમામ ડોક્ટરનું સન્માન કરવામાં આવ્યું હતું. મહંત ગણેશદાસજી મહારાજે કથાના આયોજનમાં સહકાર આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
પ૦ હજાર શ્રદ્ધાળુઓએ પ્રસાદી લીધી
ઉમરેઠ સંતરામધામમાં આયોજિત રામકથાની પૂર્ણહુતિ બાદ પ૦ હજાર શ્રદ્ધાળુઓએ પ્રસાદી લીધી હતી. મુખ્ય રસોયા નરભેરામે જણાવ્યું હતું કે ‘રવિવારે પ્રસાદી બનાવવા સો મણ ચોખા, ચાલીસ મણ તુવેરદાળ, ૧૪૦ મણ શાકભાજી, તેમેજ બુંદી માટે ચાલીસ મણ લોટની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.’
વેદીકા હોય એને સંત કહેવાય
મોરારીબાપુએ જણાવ્યું હતું કે ‘સંતરામ મહારાજ સત્ય છે. જેની પાસે વેદ ના હોય પણ વેદીકા હોય, તેને સંત કહેવાય. કબીર પાસે વેદ નહીં વેદીકા હતી. ગંગા પાસે વેદ નહીં વેદીકા હતી. વેદ આપણો વિશ્વાસ વધારે છે. સંવેદના હોય તો કીડીનાં ઝાંઝરનો અવાજ પણ સંભળાય છે.’
સંતરામ મંદિરમાં ચાલતી સંત મોરારિ બાપુની રામ કથાની પૂર્ણાહૂતિ
http://www.gujaratsamachar.com/20120109/gujarat/kheda7.html
http://digg.com/news/offbeat/gujarat_samachar_world_s_leading_gujarati_newspaper_47
ઈશ્વર પ્રાપ્તિનું પ્રથમ પગથિયું શ્રધ્ધા છે, બીજું સંત સત્સંગઉમરેઠના
સંતરામ મંદિરમાં ચાલતી સંત મોરારિ બાપુની રામ કથાની પૂર્ણાહૂતિ
ઉમરેઠ,તા.૮
વ્યાસપીઠ સામે બેઠેલો શ્રોતાગણ તામસી, રાજસી અને સાત્વિક જેવા ત્રણ પ્રકારનો હોય છે. પંરતુ જો શ્રદ્ધા ન હોય તો કથા ભક્તિ ફળે નહીં. ઇશ્વર પ્રાપ્તિનું પ્રથમ પગથિયું શ્રદ્ધા છે, બીજુ સંત સમાગમ છે, અને ત્રીજું ભજનકિર્તન છે. માણસ પોાતને રસ્તામાં સામે મળેલા માણસને ભેટે છે, એને પ્રેમ કરે છે, પરંતુ ેતને પ્રભુ સાથે પ્રેમ કરવાની સમજણ નથી. ઘોર કળીયુગમાં યોગ, જપ, તપ, અને વ્રત સિવાય ઉદ્ધાર નથી.
ઉમરેઠના સંતરામ મંદિરમાં ચાલતા સાર્ધ શતાબ્દી મહોત્સવ પ્રસંગે મોરારીબાપુની વાણીમાં નવ દિવસથી ચાલતી રામકથામાં બાપુએ આજે પૂર્ણાહૂતિ પ્રસંગે ઉપરોક્ત વચનો કહ્યાં હતા. આ પ્રસંગે ગોકુળ રમણરેતીના આચાર્ય ગુરુશરણદાસજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. ત્યારબાદ સંતરામ મંદિરના સહુ સંતો-મહંતોએ મોરારીબાપુનું સ્વાગત પૂજન કર્યુ ંહતું, અને રામકથાના મુખ્ય યજમાન દેવાંગભાઇ પટેલ તથા અનિતાબેન પટેલ (ઇપ્કોવાળા)નું અભિવાદન મહંત ગણેશદાસજી મહારાજે કર્યુ હતુ. વ્યાસપીઠ ઉપરથી જ ગણેશદાસજી મહારાજે સહુ સેવકો-શ્રોતાઓનો આભાર માન્યો હતો.
રામચરિત માનસમાં તુલસીદાસજી એ ચારયાત્રા વર્ણવી હતી. રામ અયોધ્યાથી રથ લઇને નીકળ્યા હતા. તે રથયાત્રા, રામસેતુ ઉપર ચાલ્યા તે જળયાત્રા, શ્રીલંકા પહોંચ્યા તે પદયાત્રા અને શ્રીલંકાથી વિજય પછી અયોધ્યા પુષ્પકવિમાનમાં પરત ફર્યા તે હવાઇયાત્રા. રામનવમીએ ભક્તિમાર્ગના નવ પગથિયા છે. ઇશ્વર પ્રાપ્તિ માટેનું છેલ્લું સ્ટેશન પ્રેમનું છે. શ્રધ્ધા હોય પછી સંત સમાગમ થાય અને તેમાં પ્રેમ લક્ષણ ભક્તિ ભળે તો બેડો પાર.... મહાત્મા ગાંધીજી પણ રામ રાજ્ય અને પ્રેમરાજ્ય સ્થપાય તેમ ઇચ્છતા હતા. કોઇપણ કથામાં પ્યાસ વગર જવાય નહીં. કથામાં પ્યાસની તૃપ્તિ જ સાચો આનંદ આપી શકે. દરરોજ સવારે નવી- નવી પ્યાસ ઉભી થાય એ જ કથાનું ગૌરવ છે.
આજની પૂર્ણાહૂતિ પ્રસંગે મોરારીબાપુએ ભગવાન ઇસુના નવ વર્ષની શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતુ કે દરેક શ્રોતાજનની ભક્તિ વધે, ભજન વધે, સંત સમાગમ થાય અને સંત સત્સંગથી વિવેક વધે એવી પ્રાર્થના કરી હતી.
મોરારિબાપુના રાજકારણ પર પણ તીખા વ્યંગ
ઉમરેઠ,તા.૮
આજની રામકથામાં મોરારીબાપુએ રામકથાની વાતમાં રાજકારણ અને રાજકારણીઓને પણ આડે હાથે લીધા હતા. તુલસીદાસજીએ પોતાના રામાયણમાં રાજ્યાભિષેક પછીના દુઃખની વાતો લખી નથી. આપણે પણ ઘરમાં કેરી કે ભાજી લાવીએ તો બગડેલો ભાગકાઢી નાંખીે છીએ, પણ દેશનું બંધારણમાં સુધારો કરવો હોય તો....તમે બધા જાણો જ છો કે શુ થાય છે? પોતાના અંગત સ્વાર્થ માટે ગમે તેવો કાયદો થઇ શકે છે, કે પછી કાયદામાં સુધારાઓ થઇ શકે છે, પરંતુ દેશના હિતમાં કાંઇ કરવાનું હોય તો કેવા દ્રશ્યો સર્જાય છે તે આપણે જોયું જ છે.
આમ, બાપુએ પરોક્ષ રીતે લોકપાલબીલ અને બંધારણીય સુધારાઓ બાબતે રાજકારણ ઉપર તીખા વ્યંગ છોડયા હતા.
No comments:
Post a Comment