Translate

Search This Blog

Saturday, June 14, 2014

રામ કથા, માનસ વ્યાસ

રામ કથા
માનસ વ્યાસ
કુલુ, હિમાચલ પ્રદેશ

શનિવાર, તારીખ ૧૪ જુન, ૨૦૧૪ થી રવિવાર, ૨૨ જુન, ૨૦૧૪

મુખ્ય ચોપાઈ

બ્યાસ આદિ કબિ પુંગવ નાના

જિન્હ સાદર હરિ સુજસ બખાના
.........................................................................બાલકાંડ - ૧૩

કહેઉ નાથ હરિ ચરિત અનૂપા

બ્યાસ સમાસ સ્વમતિ અનુરૂપા

..........................................................................ઉત્તરકાંડ - ૧૨૨
1      શનિવાર, તારીખ ૧૪ જુન

વાલ્મિકિ આદિ કવિ છે જ્યારે શંકર અનાદિ કવિ છે.

વ્યાસ એક પ્રવાહ છે.

વ્યાસ સાત પ્રકારની સાધનાનો વિસ્તાર છે.

જ્યાં દુર્ગંધ હોય ત્યાં સુગંધની વધારે જરુર છે.

કામી, ક્રોધી, લોભીને કથા સંભળાવવાથી તેમના દુર્ગુંંણો થોડા અંશે તો ક્યારેક ઓછા થશે.
સાધનાના સાત પ્રકાર છે.

  1. નામ સાધના - બાલકાંડ નામ સાધનાનો વિસ્તાર છે.
  2. રૂપ સાધના - અયોધ્યાકાંડ રૂપ સાધનાનો વિસ્તાર છે.
  3. ધામ સાધના - લંકાકાંડ ધામ સાધનાનો વિસ્તાર છે.
  4. લીલા સાધના - અરણ્યકાંડ લીલા સાધનાનો આરંભ અને વિસ્તાર છે.
  5. ધ્યાન સાધના - કિષ્કિન્ધાકાંડ ધ્યાન સાધનાનો વિસ્તાર છે.
  6. શુન્ય સાધના - સુંદરકાંડ સ્મરણ સાધનાનો વિસ્તાર છે.
  7. પૂર્ણ સાધના - ઉત્તરકાંડ પૂર્ણ સાધનાનો વિસ્તાર છે.


પ્રાર્થના શરાબ છે, પરમાત્મા સાકી છે અને અસ્તિત્વ મયખાનું છે.  ઓશો રજનીશ

સાધકે અસ્તિત્વનો સ્વીકાર કરવો જ પડે.

સંઘર્ષ માણસને વિનમ્ર બનાવે.

અક્રિયાના ગર્ભમાંથી નીકળેલી સક્રિયતા જગમંગલ કરે.

ધર્મ અને કર્મ એ તો સ્વપ્નાં છે જે આંખ ખુલતાં છૂટી જાય છે.


2       રવિવાર, જુન ૧૫, ૨૦૧૪

જો હું ની સામે તું ન હોય તો તે સારું છે, વંદનીય છે.

આપણે મૂર્તિમાં હરિને જોઇએ છીએ પણ માણસની ઉપેક્ષા કરીએ છીએ.

પ્રેમ બધા સાથે વહેંચવો જ પડે.

જ્યાં પ્રેમ હોય ત્યાં નફરત રહી જ ન શકે. પ્રેમ સંકિર્ણ ન હોય.

રામ, ક્રિષ્ણ, શંકર, શંકરાચાર્ય વગેરે આધ્યાત્મિક બાપ છે. રામ ચરિત માનસ પણ બાપ છે.

જે વરિષ્ઠ અને વિશિષ્ઠ છે તે જ વશિષ્ઠ છે.

હેતુ વાળો પ્રયત્ન સફળ થાય છે તો વિના હેતુનો પ્રયત્ન સફળ કેમ ન થાય?

આજે જ્યારે "FATHERS DAY" છે ત્યારે સાંસારિક બાપનો આધાર લઇ આધ્યાત્મિક બાપની વાત કરવી છે.

જેને આધ્યાત્મિક બાપ પ્રાણથી પણ પ્રિય છે તેની મુઠ્ઠીમાં ચારે ય પદાર્થ - ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - છે.
કવિ સંત છે.

વ્યક્તિએ ત્રણ જગાએ સંતોષ રાખવો એ તેનું કર્તવ્ય છે.

૧ પતિ-પત્ની વચ્ચે સંતોષ હોવો જોઈએ. દાંપત્ય જીવનમાં સંતોષ હોય તો તેમની તંદુરસ્તી સારી રહે, રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ રહે.

૨ ભોજન કરવામાં સંતોષ રાખવો જોઈએ.

૩ ધનમાં સંતોષ રાખવો જોઈએ.

વ્યક્તિએ ત્રણ જગાએ સંતોષ ન રાખવો જોઇએ.

૧ અધ્યયન, અભ્યાસ કરવામાં સંતોષ ન રાખવો જોઇએ. અધ્યયન અને અભ્યાસ નિરંતર કરવો જોઈએ.

૨ હરિ નામ લેવામાં સંતોષ ન રાખવો જોઈએ. નિરંતર હરિ નામ લેવું જોઇએ.

૩ દાન આપવામાં સંતોષ ન રાખવો જોઈએ.

સ્તુતિમાં શબ્દો હોય પણ પ્રાર્થનામાં શબ્દો ન હોય. પ્રાર્થના શબ્દ રહિત હોય. શબ્દ મુક્ત પ્રાર્થના. શબ્દોની શ્રુંખલા પ્રાર્થનાને સ્તુતિમાં પરિવર્તિત કરી દે છે.

પ્રાર્થના એ એક એવી ભાવ દશા છે જેમાં આંસુ આવે. અને આવા આંસુ આવે એ આપણી પ્રાર્થનાનો હરિએ સ્વીકાર કર્યો છે તેનું પ્રમાણપત્ર છે.

જે અસત્યથી જગતનું સારું થાય, જગતનું કલ્યાણ થાય તે સત્યસાર છે.

કવિના અનેક પ્રકાર છે.


1      રાજ કવિ

2      લોક કવિ

3      સંત કવિ

4      ભક્ત કવિ

5      સાહિત્યિક રસોમાં આવતા રસોના કવિ


  •          શ્રુંગાર રસ કવિ
  •         હાસ્ય કવિ
  •        વ્યંગ કવિ
  •        રૌદ્ર રસના કવિ
  •        વીર રસના કવિ
  •        બીભસ્ત રસના કવિ
સોમવાર, જુન ૧૬, ૨૦૧૪

સાધન સંપન્ન અને સાધન હીન બંને માટે સદ્‌ગુરુની કૃપા અતિ આવશ્યક છે.

બુદ્ધ પુરૂષની કૃપાની ધારા આપણા વિચાર, આપણો સંગ અને આપણા સ્થાન - ધામ ના લીધે રોકાઈ જાય છે.

ગુરૂને યાદ કરવાની જરુર નથી પણ ગુરૂ કૃપાને યાદ કરવી અતિ આવશ્યક છે.

ગુરૂ સ્મરણ, હરિ સ્મરણ કરવું સારૂ છે, છતાં ય તેની કૃપાનું સ્મરણ બહું જ જરૂરી છે.

ગુરૂ ભવન, ગુરૂ ગૃહ શ્રેષ્ઠ ભવન છે.

હરિ.............


અંશને જોવાથી અંશીનો ખ્યાલ આવી જાય.

ગુરૂ તો પાંચ ભૌતિક દેહ ધારી છે, સમયાંતરે વિલીન થઈ જાય છે પણ ગુરૂ કૃપા તો અખંડ છે. કાયમ છે.

અક્રિય ભાવથી કાર્ય કર્યા સિવાય કરેલ કાર્યમાં સંતોષ ન થાય.
અક્રિય ધ્યાન ભક્તિ છે.

સ્વસ્વરૂપ અનુંસંધાન અક્રિય કાર્ય છે, અક્રિય ધ્યાન છે. સહજ અનુંસંધાન......... આદિ શંકરાચાર્ય

આંસુ સહજ સાધના છે.

સ્મૃતિ સહજ સાધના છે.

હરિની યાદ પણ હરિની કૃપા વિના નથી આવતી.

સહજ થવાની પણ ક્રિયા ન કરવી જોઈએ.

અક્રિય બનવા માટે પણ બુદ્ધ પુરુષની કૃપા આવશ્યક છે.

શાસ્ત્ર અઘરાં નથી પણ ઘણાએ શાસ્ત્રોને અધરાં બનાવી દીધા છે.

૯ સૂત્ર


પરિવારમાં મોટાની - શ્રેષ્ઠની વાણીનો સ્વીકાર કરવો, તેમની આજ્ઞાનો સ્વીકાર કરવો.
બુદ્ધ પુરુષ ઈશ્વરથી પણ શ્રેષ્ઠ છે, વિદ્વાન છે, તેની આજ્ઞાનો - વાણીનો સ્વીકાર કરવો.


જે પોતાના જીવનમાં નીતિનો જાણકાર છે તે વિદ્વાન છે.

જે ક્રિયા કરવાથી અકારણ પ્રસન્નતા આવે તે નીતિ છે અને જે ક્રિયા કરવાથી મનમાં ખટકો પેદા થાય તે અનીતિ છે.

નીતિનો જાણકાર વિચારોને એકત્રીત કરે અને પછી સાધુભાવથી વિચારોનું દાન કરે.


બીજાને ભોજન કરાવી પછી પોતે ભોજન કરવું.


મન, વચન, કર્મથી કોઈની હિંસા ન કરવી, કોઈને ઠેસ ન પહોંચાડવી.

પરમ ધર્મ શ્રુતિ બિદિત અહિંસા  l
પર નિંદા સમ અઘ ન ગરીસા   ll

                                                                                                       ૭/૧૨૦/૨૨


જે અનર્થ છે તેવી કોઈ ક્રિયા ન કરવી કે તેવી ક્રિયામાં સામેલ ન થવું.

ફૂલનો સાર અત્ર છે અને જીવનનો સાર ચરિત્ર છે.

જીવનનો અર્થ પોતાના મૂળ સ્થાને પહોંચવાનો છે.


જેણે આપણું શુભ કર્યું છે તેને કૃતધ્ન ન થવું.


સત્યને ન છોડવું, સત્યને પૂર્ણ રૂપે સ્વીકારવું.

વ્યાસ વિચાર પ્રમાણે મનના ૪ ભેદ છે, ૪ પ્રકાર છે.


અધમાધમ મન - અધમથી અધમ મન

કલ્પનાથી મન વાસનાગ્રસ્ત થાય તે અધમાધમ મન છે.

બુદ્ધ પુરૂષ આપણા ધન ઉપર કામ ન કરે પણ આપણા મન ઉપર કામ કરે.


અધમ મન - કોઈ કાર્ય કરી તરંગ પેદા કરે તેવું મન, અધમ મન બહાનું બનાવી કાર્ય કરે.


મધ્યમ મન
સારા વિચારના બદલે ખરાબ વિચાર તરફ જાય તેવું મન.


ઉત્તમ મન


મેરૂ તો ડગે જેનાં મન ના ડગે મરને ભાંગી પડે બ્રહ્માંડજી;
વિપત્તિ પડે તોય વણસે નહીં, સોઈ હરિજનનાં પ્રમાણજી.... મેરૂ....
ચિત્તની વૃતિ જેની સદાય નિરમળ ને કોઈની કરે નહિ આશજી,
દાન દેવે પણ રહે અજાસી, રાખે વચનમાં વિશ્વાસ રે જી... મેરૂ....
હરખ ને શોકની આવે નહી હેડકી, આઠ પહોર રહે આનંદજી,
નિત્ય રે નાચે સત્સંગમાં ને તોડે માયા કેરા ફંદજી... મેરૂ....
તન મન ધન જેણે પ્રભુને સમર્પ્યાં, તે નામ નિજારી નર ને નારજી,
એકાંતે બેસીને આરાધના માંડે તો, અલખ પધારે એને દ્વારજી... – મેરૂ....
સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે, શીશ તો કર્યાં કુરબાન રે,
સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં, જેણે મેલ્યાં અંતરનાં માન રે.... – મેરૂ....
સંગત કરો તો તમે એવાની કરજો, જે ભજનમાં રહે ભરપુરજી,
ગંગા સતી એમ બોલિયાં, જેને નેણ તે વરસે ઝાઝાં નૂરજી.... – મેરૂ.....


મન અચળ રહે, ડગે નહીં તેવું મન.

મનને ભજનમાં લગાડવું એ ચંચલ મનને સ્થિર કરવાની નિસરણી છે. એક ભજન પછી બીજું ભજન એ નિસરણીનાં પગથિયાં છે.

જે મન તત્વને જાણે તે રામનું મન અને જે મન તત્વને ન જાણે તે કામનું મન.

યોગ, ભક્તિ, જ્ઞાન, પ્રાણાયમ, સમાધિ વિ. પ્રાપ્ત કરવા મહાદેવના શરણે જવું પડે.

મહાદેવ માટે પ્રભુ, વિભુ, શંભુ શબ્દ વપરાયો છે, પ્રભુ એટલે સમર્થ, વિભુ એટલે વ્યાપક, સર્વત્ર અને શંભુ એટલે શુંભ કરનાર.


No comments:

Post a Comment