Translate

Search This Blog

Saturday, December 26, 2015

રામ કથા

માનસ અશોક વાટિકા - માનસ અસોક વાટિકા

સંત શ્રી લાલગેબી ગૌશાળા

મોઢપર


કચ્છ (ગુજરાત)

શનિવાર, ૨૬-૧૨-૨૦૧૫ થી રવિવાર, ૦૩-૦૧-૨૦૧૬

મુખ્ય પંક્તિ

करि सोइ रूप गयउ पुनि तहवाँ। 

बन असोक सीता रह जहवाँ




नाथ एक आवा कपि भारी। 

तेहिं असोक बाटिका उजारी॥


શનિવાર, ૨૬-૧૨-૨૦૧૫

કથા સરસ - રસમય જ હોય.

વિભીષણ માટે સજ્જન, સાધુ અને સંત શબ્દ વપરાયા છે.

ધ્યાન કરવા કરતાં ધ્યાન રાખવું એવું લાલબાપુનું કથન છે.

કથા દરમ્યાનનું વક્તવ્ય એ મૌન જ છે.
जुगुति बिभीषन सकल सुनाई    । 

चलेउ पवन सुत बिदा कराई     ॥


करि सोइ रूप गयउ पुनि तहवाँ    । 

बन असोक सीता रह जहवाँ    ॥

જુગતી માટે ૪ વસ્તુ સાથે રાખવી.

સુમંત રૂપી મંત્રી - કોઈ કલ્યાણકારી મંત્ર જો બુદ્ધ પુરૂષ પાસેથી મળી જાય તો આવો મંત્ર એ સમંત છે અને આવો મંત્ર જીવનમાં જુગતી માટે રાખવો.



सचिव  बिरागु  बिबेकु  नरेसू।  

बिपिन  सुहावन  पावन  देसू॥


વૈરાગ્ય રૂપી મંત્રી જીવનમાં સાથે રાખવો.


શાસ્ત્ર રૂપી મંત્રી જીવનમાં સાથે રાખવો.



સહજોબાઈ ભજનમાં કહે છે કે તે રામને છોડવા તૈયાર છે પણ પોતાના ગુરૂને છોડવા તૈયાર નથી.

ગીતામાં જે યોગનું વર્ણન છે તેના પ્રયોગો રામ ચરિત માનસમાં છે - સ્વામી રામકિંકરદાસજી

આપનાર તો દરિયો આપવા માટે તૈયાર છે પણ આપણે લેવા માટે ચમચી લઇને ઊભા છીએ.

સાબુ આપણને ધોઈ નાખે છે તો સાધુ કેમ ન ધોઈ શકે? સાબુ આપણો મેલ દૂર કરે છે, તો સાધુ તો ચોક્કસ મેલ દૂર કરી જ નાખે.

કૂતરો ગંધ દ્વારા માણસને ઓળખી જાય છે તો ગુરૂ જે સમર્થ છે તે તેની પાસે આવનારને દૂરથી જ ઓળખી જાય.


રવિવાર, ૨૭-૧૨-૨૦૧૫


તનુજા સેવા, માનસી સેવા અને વિતજા સેવા એવા ૩ પ્રકારાની સેવાનું ભગવાન વલ્લભાચાર્યનું કથન છે.

ગેબી એટલે શું?

ગેબી એટલે કળી ન શકાય તેવું, અલખ, જેને ઓળખી ન શકાય તેવું, રહસ્યપૂર્ણ, Misty, અકડતા, એવું પરમ તત્વ - ગુરૂ તત્વ જે અવર્ણનીય છે.

રામ ચરિત માનસ પાંચમો વેદ છે.

તુલસીદાસજી પંચવેદી છે.

ત્રણ વાટિકા છે - પુષ્પ વાટિકા, અશોક વાટિકા અને વિષ વાટિકા.

ભક્તિ, શાંતિ, આદિ શક્તિ અદ્‌ભૂત સંજીવની છે.

સીતા શામ્તિ છે જેની પાસે પહોંચવાની ૫ જુગતી છે.

કોઈની કૃપાની રોકડી ન કરાય.

અને જ્યારે જ્યારે કોઈની કૃપાની રોકડી કરવામાં આવે છે ત્યારે ત્યારે ધર્મને ગ્લાની થાય છે, બાનું લજવાય છે.

આપણને જેટલી જરુરિયાત હોય તેટલી કૃપા થાય છે જ.

અશોક વાટિકા જીવનનું સત્ય છે અને અશોક વાટિકામાં દ્વંદ છે.

૯ પ્રકારની ભક્તિ છે. અને દરેકની બે બે જુગતી છે.

प्रथम भगति संतन्ह कर संगा। 

दूसरि रति मम कथा प्रसंगा॥

भावार्थ:- मैं तुझसे अब अपनी नवधा भक्ति कहता हूँ। तू सावधान होकर सुन और मन में धारण कर। पहली भक्ति है संतों का सत्संग। दूसरी भक्ति है मेरे कथा प्रसंग में प्रेम॥

 गुर पद पंकज सेवा तीसरि भगति अमान।

चौथि भगति मम गुन गन करइ कपट तजि गान॥

भावार्थ:- तीसरी भक्ति है अभिमानरहित होकर गुरु के चरण कमलों की सेवा और चौथी भक्ति यह है कि कपट छोड़कर मेरे गुण समूहों का गान करें॥35॥

 मंत्र जाप मम दृढ़ बिस्वासा। 

पंचम भजन सो बेद प्रकासा॥

छठ दम सील बिरति बहु करमा। 

निरत निरंतर सज्जन धरमा॥

भावार्थ:- मेरे (राम) मंत्र का जाप और मुझमंर दृढ़ विश्वास- यह पाँचवीं भक्ति है, जो वेदों में प्रसिद्ध है। छठी भक्ति है इंद्रियों का निग्रह, शील (अच्छा स्वभाव या चरित्र), बहुत कार्यों से वैराग्य और निरंतर संत पुरुषों के धर्म (आचरण) में लगे रहना॥1॥


 सातवँ सम मोहि मय जग देखा। 

मोतें संत अधिक करि लेखा॥

आठवँ जथालाभ संतोषा। 
सपनेहुँ नहिं देखइ परदोषा॥

भावार्थ:- सातवीं भक्ति है जगत्‌ भर को समभाव से मुझमें ओतप्रोत (राममय) देखना और संतों को मुझसे भी अधिक करके मानना। आठवीं भक्ति है जो कुछ मिल जाए, उसी में संतोष करना और स्वप्न में भी पराए दोषों को न देखना॥2॥
 नवम सरल सब सन छलहीना। 

मम भरोस हियँ हरष न दीना॥

नव महुँ एकउ जिन्ह कें होई। 

नारि पुरुष सचराचर कोई॥

भावार्थ:- नवीं भक्ति है सरलता और सबके साथ कपटरहित बर्ताव करना, हृदय में मेरा भरोसा रखना और किसी भी अवस्था में हर्ष और दैन्य (विषाद) का न होना। इन नवों में से जिनके एक भी होती है, वह स्त्री-पुरुष, जड़-चेतन कोई भी हो-॥


 શ્રવણં કીર્તનં વિષ્ણો : સ્મરણં પાદસેવનં । 
અર્ચનં વંદન દાસ્યં સખ્યમાત્મનિવેદનમ્ ।।

સંતનો સંગ થાય ત્યારે શ્રવણ થાય.

સતસંગ એ ફળ છે - પરિણામ છે અને સતસંગથી હરિરસ મળે.

શ્રવણની બે જુગતી

વિદ્યા પ્રાપ્ત કર્યા પછી વિવેક રાખવો.

શ્રવણ ભક્તિ છીનવાઈ ન જાય તેનું ધ્યાન રાખવું એ જુગતી છે.

સમાજના ઈન્દ્રો કવચ કુંડલ છીનવી ન લે તેનું ધ્યાન રાખવું.

શ્રવણ વિજ્ઞાન એ શ્રવણ ભક્તિની જુગતી છે.

જો શ્રવણ વિજ્ઞાન હોય તો God is now where માંથી God is now here થઈ શકે.

કીર્તનની જુગતી

ચારે બાજુ જોઈને પછી દેશકાળ પ્રમાણે કીર્તન કરવાનું, ગમે ત્યારે કીર્તન કરવા કૂદી ન પડાય.

સ્મરણ જ્યારે જેનું સ્મરણ કરતા હોઈએ તે દૂર હોય ત્યારે વધારે થાય.

સ્મરણ ઓચિતું થાય.

જેનું સ્મરણ કરતા હોઈએ એ જ્યારે આપણને યાદ કરે ત્યારે સ્મરણ કરવાનું મન થાય.




સોમવાર, ૨૮-૧૨-૨૦૧૫
આપણે ગુરૂ વચનથી ટકી રહ્યા છીએ.

મા ના વચન અને પિતાના વચન પછી આચાર્યનું વચન આવે.

બણગાને આયુષ્ય હોય જ્યારે વચન અમર હોય.

આપણી આંખ, નજર તેમજ પગ આપણી માતાને મળતા આવે જ્યારે આપણું માથું પિતાને મળતું આવે.

રામ પિતાના વચન માટે, માતાના હિત માટે અને માતૃભૂમિના હિત માટે વનમાં જાય છે.

કથા વિવેચક માટે ન હોય પણ કથા શ્રોતાઓ માટે હોય.

જાનકી અને રામ એક જ છે, તેમનામાં એકત્વ છે.

જાનકી રામની છાયા છે.અને તેથી જાનકી રામની સાથે વનમાં જાય છે.

મહાશક્તિને - જાનકીને શોધવા વાનર સેનાની થોડી શક્તિ વપરાય છે.

ગુરૂ શિષ્યને થોડી મહેનત જરૂર કરાવે.

ભક્તિમાં દિશા મહત્વની નથી પણ દશાનું મહત્વ છે.

ઈન્દ્રીયાતિત હોય તે જ કૃષ્ણને ઓળખી શકે. પણ ઈન્દ્ર ન ઓળખી શકે.

જે વરિષ્ઠ અને વિશિષ્ઠ છે તે જ વશિષ્ઠ છે.

ગુરૂ ક્યારેય મરતો જ નથી.

વશિષ્ઠ વિધીના લેખ બદલવા સક્ષમ છે.

નિયતિ, નેતી અને નિમિત્તને યાદ રાખવા.

अति बिचित्र भगवंत गति को जग जानै जोगु

बन बाग उपबन बाटिका सर कूप बापीं सोहहीं।

नर नाग सुर गंधर्ब कन्या रूप मुनि मन मोहहीं॥

भावार्थ:-वन, बाग, उपवन (बगीचे), फुलवाड़ी, तालाब, कुएँ और बावलियाँ सुशोभित हैं। मनुष्य, नाग, देवताओं और गंधर्वों की कन्याएँ अपने सौंदर्य से मुनियों के भी मन को मोहे लेती हैं। 

પુષ્પ વાટિકામાં રામ અને જાનકી છે જ્યારે અશોક વાટિકામાં જાનકી અને રાવણ છે.

પુષ્પ વાટિકામાં ગૌરી મંદિર છે જ્યારે અશોક વાટિકામાં કોઈ મંદિર નથી.

પુષ્પ વાટિકામાં જાનકીની સખીઓ છે જે સલાહકાર છે જ્યારે અશોક વાટિકામાં ત્રિજટા છે જે ભય બતાવે છે.

પુષ્પ વાટિકામાં જનુમાનજી નથી જ્યારે અશોક વાટિકામાં હનુમાનજી છે.

મૃત્યુનું નિવારણ સ્મરણથી થઈ શકે.

મરણ વિધાતાના હાથમાં છે જ્યારે સ્મરણ આપણા હાથમાં છે.

હાનિ વિધાતાના હાથમાં છે જ્યારે હારીશ નહીં તે આપણા હાથમાં છે.

દાસ ક્યારેય ઉદાસ ન થાય.

ઉદાસ ન થવું પણ ઉદાસીન થવું.

શાંતિ પ્રાપ્તિના ઉપાય




એકાંત


સંકલ્પ વિકલ્પ ઓછા કરવા.


ડરવું નહીં.


પ્રલોભન ન રાખવા.

ભય અને પ્રલોભનથી આપણે ધર્મમાં માનીએ છીએ.

નાદ અને જ્યોતનો તાલમેલ - એકાગ્રતા એટલે આરતી.





મંગળવાર, ૨૯-૧૨-૨૦૧૫
વાટિકા એને કહેવાય જ્યાં ફૂલ બહું હોય.

જનકની પુષ્પ વાટિકા વિદેહ વાટિકા છે, જ્યાં ફક્ત ફૂલ જ છે, ફળ નથી.

જ્યારે રાવણની અશોક વાટિકા દેહ વાટિકા છે, જ્યાં ફૂલ નથી પણ ફક્ત ફળ જ છે.

આ બંને વાટિકા રહસ્યપૂર્ણ છે.

તુલસીદાસ વિશ્વ માનુષ છે.

જેનામાં સાધુતા હોય તે વિશ્વ માનુષ છે.

ગુરૂ વિશ્વ માનુષ છે.

કૃષ્ણમ્‌ વંદે જગતગુરુમ્‌

जगद्गुरुं च शाश्वतं। 

तुरीयमेव केवलं ||


नमामि भक्त वत्सलं। 

कृपालु शील कोमलं॥

भजामि ते पदांबुजं। 

अकामिनां स्वधामदं॥

શક્તિના દર્શનની ૪ ચાવીઓ - યુક્તિઓ છે.

જાનકીનામ ૯ રૂપ છે.

જનક્સુતા


જગ જનનિ


અતિસત પ્રિય કરૂણાનિધાનની


સંજીવની બુટી

માયા રૂપ

૬ મહા શક્તિ - આદિ શક્તિ


કોયલ

૯ પ્રકારની ભક્તિ છે.

યુક્તિ - જુગતી - જુગટી ને ગુપ્ત રાખવાની હોય.

યુક્તિ, તપ, મંત્રને છુપાવીને રાખીએ તો જ ફળ મળે.

માનસ મારગના કથા પ્રસંગ દરમ્યાન ૯ માર્ગની ચર્ચા થયેલ છે.


અભય
અભય ભક્તિ સુધી પહોંચવાનો માર્ગ છે. ભયભીત માણસ ભક્તિ કરી જ ન શકે.

Pathless path એ ભક્તિ સુધી પહોંચવાનો મહા માર્ગ છે.

જ્યાં ભક્તિ નો ભગ હોય, ભગવાનો ભગ હોય અને જેની શ્રદ્ધા અભગ્ન હોય તે ભગવાન કહેવાય.


અલખ

અલખ એટલે જે લખી ન શકાય તે.

આપણે જે કરીએ તે કોઈ જાણે નહીં તે અલખ માર્ગ ભક્તિ સુધી પહોંચાડે.


અમર્શ માર્ગ

અમર્શ એટલે જેનામાં બદાલો લેવાની વૃત્તિ નથી તે. જેનામાં બદાલો લેવાની વૃત્તિ ન હોય તે ભક્તિ સુધી પહોંચી શકે.


અમુલ

અમુલ એટલે જેનું મૂળ ન જોવાનું હોય. મૂળ અને કૂળ જોવાનાં ન હોય.


અમલ

જે મળ મુક્ત, વિકાર મુક્ત છે તે ભક્તિ કરી શકે.

ગુરૂએ કહેલ વચનોનો અમલ કરે એ ભક્તિને પ્રાપ્ત કરી શકે.


અરુષ

અન્ય વ્યક્તિ કંઇ ન કરે તો પણ તેવી વ્યક્તિ ઉપર રોષ ન કરે તે ભક્તિને પ્રાપ્ત કરી શકે.


અશોક

જે ભૂતકાળનો શોક ન કરે તે ભક્તિ કરી શકે.


અશંક

જે શંકા કુશંકા કરે તે ભક્તિ ન કરી શકે.


અનેય

જે ઈચ્છા રહિત છે, કામના રહિત છે તે ભક્તિ કરી શકે.

ભક્તિ કરનારે કોઈ પણ કામના રાખવાની ન હોય.


આદિ શક્તિ, પરા અંબાને પ્રાપ્ત કરવાની ૪ યુક્તિ છે.

શબ્દ

આપણને શક્તિનો પરિચય શબ્દથી થાય છે.

શબ્દ બ્રહ્મ છે.

બુદ્ધ પુરૂષનો શબ્દ શક્તિના દર્શન સુધી પહોંચાડી દે.

શ્લોક તીર્થ છે.

શબ્દમાંથી જગત સર્જાયું છે.


સ્પર્શ

કોઈનો સ્પર્શ આપણી શક્તિને જાગૃત કરી શકે.

કોઈનો સ્પર્શ થાય તો કુંડલીની જાગૃત થઈ જાય.


દ્રષ્ટિ

કોઈની દ્રષ્ટિ આપણા ઉપર પડે તો શક્તિ જાગૃત થઈ જાય.


કોઈ પણ પરમ તત્વની પરમ શરણાગતિથી આપણી શક્તિ પેદા થઈ જાય.

વાણીના ૪ પ્રકાર છે- ભાવભરી વાણી, પ્રતાપવાળી વાણી, તેજવાળી વાણી, અને આત્મબળવાળી વાણી.

જાનકી હનુમાનને આશીર્વાદ આપે છે.

બળવાન બન


શીલવાન બન

શીલ વિનાનું બળ યોગ્ય નથી. શીલ વિનાનું બળ અનર્થ પેદા કરે.

વિદૂર, કર્ણ અને યુયુત્સુ એ ૩ મહાભારતના દાસી પુત્રો છે.


અજર બન


અમર બન


ગુણનિધિ બન

કોઈની આપણા ઉપર થયેલ કૃપા યાદ આવે એટલે તે કૃપા દ્વારા મળેલ બળનો ભાર ન લાગે.

ભક્તિ અને ભક્તો સામે વેશપલટો કરી ન જવું, જેવા છીએ તેવા જ જવું.

અશોક વાટિકામાં વડલો, આંબો અને પીપર નથી.

ભક્તિનાં રુપ

ભક્તિ કરે તેનું શરીર નબળું પડે.

ભજન કરે તેનું વજન ઘટે.


જાનકીને એક જટા છે. ભક્તિની એક જટા હોય.


ભક્તિ કરે તે હ્નદયથિ હરિનામ લે, મોટા અવાજથી હરિનામ ન લે.


ભક્તિ અને ભક્તિ કરનાર ગમે ત્યાં નજર ન ફેરવે. જાનકીની નજર પોતાના પગના તળિયા તરફ છે કારણ કે તેના પગના તળિયામાં રામના ચરણ ચિહ્નો છે.

ભક્તિ કરનારે પોતાનાં પગલાં કેવા પડે છે તેનું ધ્યાન રાખવાનું હોય, બીજાનાં પગલાં શું કરે છે તે તરફ ધ્યાન ન રાખવાનું હોય.


જાનકીનું મન રામના સ્મરણમાં રહે છે.


જાનકીમાં દીનતા છે  - રાંકપણું છે.
  






બુધવાર, ૩૦-૧૨-૨૦૧૫
લંકાને ૪ દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે.

અશોક વાટીકાને પણ ૪ દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે.

૧ લંકાનું એક સ્થુળ રૂપ છે, લંકા નગરી છે, લંકામાં સોનાનો કિલ્લો છે પણ લંકાવાસીઓનાં ઘર સોનાનાં નથી.
સત્ય સોનાથી ઢંકાયેલું છે.

कनक कोटि बिचित्र मनि कृत सुंदरायतना घना।

चउहट्ट हट्ट सुबट्ट बीथीं चारु पुर बहु बिधि बना॥

गज बाजि खच्चर निकर पदचर रथ बरूथन्हि को गनै।

बहुरूप निसिचर जूथ अतिबल सेन बरनत नहिं बनै॥

 बन बाग उपबन बाटिका सर कूप बापीं सोहहीं।

नर नाग सुर गंधर्ब कन्या रूप मुनि मन मोहहीं॥

कहुँ माल देह बिसाल सैल समान अतिबल गर्जहीं।

नाना अखारेन्ह भिरहिं बहुबिधि एक एकन्ह तर्जहीं॥

માણસ સોનાથી સુંદર ન લાગે પણ સત્યથી સુંદર લાગે.

લંકામાં કોઈ મુનિ નથી છતાં મુનિને મોહ થયો એવું તુલસીદાસજી કહે છે.

રાવણ શરીરથી દ્રોહી છે પણ મનથી દ્રોહી નથી.

મન દ્વારા કોઈનો દ્રોહ ન કરે તે મુનિ કહેવાય. તેથી અહીં રાવણ મુનિ છે.

બીજાનો દ્રોહ કરનાર નિશંક ન રહી શકે.

પરદ્રોહી શંકા મુક્ત ન હોઈ શકે.

રામ કથાનો આ પ્રેમ ધાટ છે, ચિત્રકૂટ ધાટ છે.

આપણા જેવાની શરણાગતિ વ્યભિચારિણી શરણાગતિ છે.

આપણામાં ક્યાં જ્ઞાન કે ઉપાસના કે કર્મ છે જ?

વક્તા ગણેશ વૃત્તિવાળો હોવો જોઈએ, એક જગ્યાએ સ્થિર રહે, ઊઠબેશ ન કર્યા કરે.

વક્તા પોતાની નીંદા, સ્તુતી, વખાણ પોતાના પેટમાં પધરાવી દે તેવો હોવો જોઈએ.

વક્તા ગૌરીવૃત્તિ વાળો હોવો જોઈએ. વક્તામાં ગૌરી - શ્રદ્ધા હોવી જોઈએ.

વક્તા ગંગવૃત્તિવાળો - ગંગા જેવી પવિત્ર વાણી ધરાવતો હોવો જોઈએ.

વક્તા ગો વૃત્તિવાળો - ગાયના જેવો ગરીબ હોવો જોઈએ.

વક્તા ગોપાલ વૃત્તિવાળો હોવો જોઈએ જે કથનનો વિસ્તાર કરે પણ પછી પાછો મૂળ વાત ઉપર, મૂળ સૂત્ર ઉપર આવી જાય.

વક્તા શાખામૃગ છે પણ તે યાદ રાખે કે તે જે શાખા કે શાખાઓ ઉપર આવ્યો છે તે થડ થકી જ ચઢ્યો છે.


લંકાનું બીજું રૂપ નારી રૂપ છે.

લંકા રાત્રીએ નારી રૂપ ધારણ કરી પોતે જ પોતાનું રક્ષણ કરે છે.

नाम लंकिनी एक निसिचरी। 

सो कह चलेसि मोहि निंदरी

લંકાનું ત્રીજું રૂપ યોગ રૂપા લંકા છે.


લંકાનું ચોથું રૂપ આધ્યાત્મ પરખ છે.

મનુષ્ય શરીર એ બ્રહ્માંડ છે.

અશોક વાટિકાનાં ૪ રૂપ.

વન, ઉપવન, બાગ અને વાટિકા એ અશોક વાટિકાનાં ૪ રૂપ છે.


વન

અશોક વાટિકાનું વન રૂપ એટલે કે અશોક વન એ મનનો પ્રદેશ છે.

ગોસ્વામીજી વનને મન કહે છે.

दंडक बन प्रभु कीन्ह सुहावन। 

जन मन अमित नाम किए पावन॥

મન એ આડબીડ વન છે જે સમજાતું જ નથી.


બાગ

બાગ એ બુદ્ધિનો પ્રદેશ છે. ભટકતી બુદ્ધિ

બાગનો એક અર્થ આરામ થાય છે.


ઉપવન

ઉપવન એ ક્રિડા સ્થળી છે, ચિતની ભૂમિકા છે. ચિત ક્રિડા કરે છે.


વાટિકા

વાટિકા એ તમોગુણ પ્રધાન છે, અહંકારની ભૂમિકા છે.

અશોક વાટિકામાં એક સતી - જાનકી છે અને એક જતી - રાવણ છે. અને આ બંને ભ્રમ છે.

દરેક સ્ત્રીને રામને પામવાનો અધિકાર છે. પણ રામને મેળવવા માટેનું સાધન બરાબર ન હોય તો નાક કપાઇ જાય.

ઈશ્વરને પામવાનું સાધન શુદ્ધ હોવું જોઈએ.

ગાંધીજી સાધન શુદ્ધિનો આગ્રહ બહું રાખતા.

લંકેશ શબ્દમાં લં નો સંકેત લંકા તરફ છે, કે નો સંકેત કૈલાશ તરફ છે અને શ નો સંકેત શંકર તરફ છે.

મંદોદરી પણ સતી છે.

અશોક વાટિકામાં બે સંત આવે છે.

ત્રીજટા એ સંત છે જે કાયમ આવે છે.

હનુમાનજી પણ સંત છે.

સમસ્યા આવે તે પહેલાં સમાધાન આવી જાય છે, ફ્ક્ત ઉપર દ્રષ્ટિ કરવાની જરૂર છે. પણ સાવધાન રહેવાની જરૂર છે, જો આપણે સાવધાન હોઈએ તો જ સમાધાન તરફ દ્રષ્ટિ જાય, સમાધાન મળે.

સીતાજીને આવેલ વિચાર

સીતાજી વિચારે છે કે મુદ્રિકા ક્યાંથી આવી?

વક્તાને ન પકડો પણ તેના વકતવ્યને પકડો.

રામ કથાથી દુઃખ દૂર થાય પણ સંત કથાથી સંશય - શંકા દૂર થાય.

મા ન ખવડાવે ત્યાં સુધી ઓડકાર ન આવે.








ગુરૂવાર, ૩૧-૧૨-૨૦૧૫
આપણાં કુંડાળાં જેટલાં મોટાં તેટલા આપણે કેન્દ્રથી દૂર.

પ્રવૃત્તિ એવી હોવી જોઈએ કે જેથી કેન્દ્રની નજીક રહેવાય.

ભક્તિની શોધ ક્યાં કરવી? અંધારામાં કે અજવાળામાં?

સીતા એ બ્રહ્મ છે, પરમાત્મા છે, ભગવાન છે, બધું જ છે, પરમ તત્વનું અભિન્ન અંગ છે.

મા ને આપણે ભગવતી કહીએ છીએ.

જ્યાં સુધી બુદ્ધ પુરૂષ ન મળે ત્યાં સુધી શાસ્ત્રના આધારે ચાલવું. બુદ્ધ પુરૂષ મળે એટલે શાસ્ત્ર જ કહેશે કે હવે મને (શાસ્ત્ર) બાજું ઉપર (overtake) મુકી આગળ નીકળી જા.

पुर रखवारे देखि बहु कपि मन कीन्ह बिचार।

अति लघु रूप धरों निसि नगर करौं पइसार॥

કેદાર મધ્ય રાત્રીનો રાગ છે.

સુફીવાદમાં ઈશ્વર પ્રેમિકા છે.

ભક્તિને પ્રાપ્ત કરવી એ રાફડામાં હાથ નાખવા જેવું છે, અજ્ઞાતમાં કૂદકો મારવા જેવું, અજ્ઞાતમાં પ્રવેશ કરવા જેવું છે.

વિઘ્ન અને કસોટીમાં બહું ફેર છે.

ભક્તિના માર્ગમાં કસોટી થાય પણ વિઘ્ન ન આવે.

સત્ય પરેશાન થાય પણ પરાજીત ન થાય.

સત્યને જય વિજય હોય જ નહીં.

હનુમાનજી જ્યારે સીતા શોધમાં જાય છે, ભક્તિ પ્રાપ્ત કરવા જાય છે ત્યારે ૫ કસોટી થાય છે.


મૈનાક પર્વત

સોનુ કસોટી છે, વિઘ્ન નથી.

નમ્રતા ઈશ્વર છે, ઉગ્રતા શૈતાન છે.

प्रबिसि नगर कीजे सब काजा। 

हृदयँ राखि कोसलपुर राजा॥

गरल सुधा रिपु करहिं मिताई। 

गोपद सिंधु अनल सितलाई॥1॥

गरुड़ सुमेरु रेनु सम ताही। 

राम कृपा करि चितवा जाही॥

अति लघु रूप धरेउ हनुमाना। 

पैठा नगर सुमिरि भगवाना॥2॥


સુરસા


સિંહિકા રાક્ષસી

આ ઈર્ષા છે અને ઈર્ષાનો નાશ કરવો જ પડે.

જેનામાં સાહસપૂર્ણ નમ્રતા હોય, વિનમ્રતાપૂર્ણ શૌર્ય હોય, અહામતા મુક્ત જ્ઞાન હોય, પાંખવાળું વિજ્ઞાન હોય, બલિદાન આપવાની તૈયારી હોય તે ભક્તિને પ્રાપ્ત કરી શકે.


લંકિની
नाम लंकिनी एक निसिचरी। 

सो कह चलेसि मोहि निंदरी

जानेहि नहीं मरमु सठ मोरा। 

मोर अहार जहाँ लगि चोरा॥

मुठिका एक महा कपि हनी। 

रुधिर बमत धरनीं ढनमनी॥2॥

લંકિની એ ભેદ દ્રષ્ટિ છે.

સંત ભેદ દ્રષ્ટિ દૂર કરે.

ભજન સાથે ગયેલ ભોગ નગરીમાં પણ સફળ થાય. હનુમાનજી ભોગ નગરી લંકામાં સફળ થાય છે.






શુક્રવાર, ૦૧-૦૧-૨૦૧૬
लोचन मग रामहि उर आनी। 

दीन्हे पलक कपाट सयानी॥

भावार्थ:-नेत्रों के रास्ते श्री रामजी को हृदय में लाकर चतुरशिरोमणि जानकीजी ने पलकों के किवाड़ लगा दिए (अर्थात नेत्र मूँदकर उनका ध्यान करने लगीं)।

ઈશ્વરને ઓળખ્યા પછી પણ જો ઈર્ષા થાય તો તેવી વ્યક્તિની આંખનું ઓપરેશન ક્યાંય ન થાય.

બલી રાજાના ગુરૂ શુક્રાચાર્યે વામન ભગવાનને ઓળખ્યા પછી પણ રાજાને દાન ન આપવા વ્યર્થ પ્રયાસ કરે છે અને તેથી તેમની એક આંખ ફૂટે છે.

પુષ્પ વાટિકામાં આંખના વિવેકનો સંવાદ છે.

नाम पाहरू दिवस निसि ध्यान तुम्हार कपाट।

लोचन निज पद जंत्रित जाहिं प्रान केहिं बाट॥30॥

भावार्थ:-(हनुमान्‌जी ने कहा-) आपका नाम रात-दिन पहरा देने वाला है, आपका ध्यान ही किंवाड़ है। नेत्रों को अपने चरणों में लगाए रहती हैं, यही ताला लगा है, फिर प्राण जाएँ तो किस मार्ग से?॥30॥

સાવરણી કચરો સાફ કરી સ્વચ્છ કરે છે કારણ કે સાવરણીનો બંધ મજબૂત છે અને જો તે બંધ (જ્યાંથી સાવરણી બંધાયેલ રહે છે તે ભાગ) છૂટી જાય તો તે જ સાવરણી અસ્વચ્છતા ફેલાવે.

નિષ્ઠાનો બંધ છૂટી જાય તો સ્વચ્છતા કરનાર જ અસ્વચ્છતા ફેલાવે.

વ્યાખ્યા કરવા કરતાં નાચીને માણી લેવું વધારે સારું.

નૃત્ય એ ભક્તિ માર્ગમાં ઈશ્વરને પામવાનું એક સાધન છે.

આપણને મળેલ માનવ દેહ એ મોતી છે અને શાસ્ત્રોનાં સૂત્રો ઘાગા છે પણ સદગુરૂનો ચકારો નથી થતો એટલે મોતી પરોવાતાં નથી.

આગ્રહ મુક્ત ભક્તનો પક્ષ પરમાત્મા લે છે.

અશોક વાટિકામાં પક્ષી નથી.
नव पल्लव फल सुमन सुहाए। 

निज संपति सुर रूख लजाए॥

चातक कोकिल कीर चकोरा। 

कूजत बिहग नटत कल मोरा॥

भावार्थ:-नए, पत्तों, फलों और फूलों से युक्त सुंदर वृक्ष अपनी सम्पत्ति से कल्पवृक्ष को भी लजा रहे हैं। पपीहे, कोयल, तोते, चकोर आदि पक्षी मीठी बोली बोल रहे हैं और मोर सुंदर नृत्य कर रहे हैं॥3॥

ચાતક - ચાતક એ પોકાર સાધનાનું પ્રતીક છે.

 પરચો એટલે પરિચય.

કુમતિ
કુમતિવાળા એ છે જે પોતે પોતાનું અહિત કરે છે અને છતાંય તેની તેને ખબર જ નથી.

મતિ
મતિ એ છે જે ફક્ત મારું નુકશાન નથી થતુમ તેનું જ વિચારે. ભલે પછી બીજાને નુકશાન થાય.
સુમતિ

સુમતિ એ છે જે પોતાને લાભ થાય તેમજ બીજાને પણ લાભ થાય તેવું વિચારે.

પ્રજ્ઞા
પ્રજ્ઞા એ છે જે પોતાને અહિત થાય તો પણ બીજાનું હિત થાય, પોતાનું બગાડીને પણ બીજાને લાભ થાય તેવું વિચારે. આ પરમ પ્રજ્ઞા છે.

નાના બાળકની માફક શિષ્ય પાંચ રીતે રડે.

શિષ્ય ગુરૂનું ધ્યાન પોતાના તરફ દોરવા રડે. (બાળક તેની માતા પોતાના તરફ ધ્યાન આપે તેના માટે રડે.)


શિષ્ય વાસનાની વૃત્તિથી રડે. (બાળક પોતાનાં કપડાં ભીનાં થયાં હોય ત્યારે રડે.


શિષ્યને પોતાનામાં કોઈક કસુર હોય અને તે ગુરૂ જાણી જાય તેના ડરથી રડે. (બાળકને કોઈ પીડા હોય ત્યારે રડે)


શિષ્યને ગુરૂ વાણી સાંભળવાની ભૂખ લાગી હોય ત્યારે રડે. (બાળકને ભૂખ લાગી હોય ત્યારે રડે.)


શિષ્ય ઘણી વખત કોઈ પણ કારણ વગર રડે. ગુરૂએ પોતાના ઉપર કરેલ ઉપકાર યાદ કરી શિષ્ય રડે. (કોઈ પણ કારણ વિના બાળક રડે.)

હરિ તુમ બહુંત અનુગ્રહ કિન્હો.

કોકિલ
કોકિલ એ જિજ્ઞાસા પ્રકારના ભક્ત છે.

કોકિલ કુહુ કુહુ કરે છે - એ કોણ છે, એ કોણ છે એવું કહે છે.

પોપટ
પોપટ એ હરિ નામ લેનાર સાધક છે.

બહું જાણવાની જરૂર જ નથી, ફક્ત હરિનામ લેવાની જરૂર છે. કારણ કે હરિનામ મહામંત્ર છે.

મોર
મોર આગ્રહ મુક્ત નૃત્ય કરનાર સાધક છે.

દર્શન કરતાં કરતાં મર્યાદા પૂર્વક અને વિવેક્માં રહી રૂદન થઈ જાય એ પર્યાપ્ત છે.

અશોક વાટિકામાં આવી સાધના પધ્ધતિ નથી, પક્ષીઓનો કલરવ નથી. તે ભોગ નગરી છે.

વૃક્ષનાં ૫ મુખ્ય ઘટક હોય છે.

મૂળ


થડ


ડાળીઓ


પર્ણ


ફળ

અશોક વૃક્ષનું મૂળ ભરોંસો છે.

સમુદ્ર મંથન વખતે તેમાંથી નીકળેલ રત્નોમાં લક્ષ્મી, શ્રેષ્ઠા, જેષ્ઠા અને તુલસી નીકળ્યાં છે.

આપણું ક્રિસ્ટમસ ટ્રી તુલસી હોવું જોઈએ.

અશોક વૃક્ષનું થડ

પરમ રસ તરફ જેનાં મૂળિયાં જાય તે વડ છે.

વૃક્ષનું થડ દેખાય અને તેની વૃદ્ધિ પણ થાય.

મૂળ પુરૂષના વિશ્વાસ સાથે તેના પરિવારના સભ્યોમાં પણ વિશ્વાસ પેદા થાય.

ગુરૂ જ્યારે બોલે છે ત્યારે તે વ્યક્તિ તરીકે નથી બોલતો પણ તેનામાં બેઠેલ હરિ બોલે છે.

થડમાંથી શાખાઓ પેદા થાય છે. શાખાઓ સેવા પ્રકલ્પની વ્યવસ્થાના રુપે ખોલવામાં આવે છે.

પર્ણને ૠતુની અસર થાય. પાનખરમાં ખળી પડે.

પાંદડાઓનો અવાજ થાય.

ઘણા સેવકો થાય એટલે અવાજ કરે.

લીલામ પાંદડાં ઓછો અવાજ કરે જ્યારે સુકા પાંદડાં ખળી પડે અને પછી એકઠાં થઈ વધારે અવાજ કરે.

એક ગુરૂના શિષ્યો પણ અંદરો અંદર સંઘર્ષ કરે.

અશોક વૃક્ષનું ફળ તેને કોઈ શોક નથી તે છે.











શનિવાર, ૦૨-૧-૨૦૧૬
શાસ્ત્રોમાંથી ગુરૂ કૃપાથી ઘણી વાટિકા પ્રાપ્ત થાય.

સ્વર્ગમાં નંદનવન છે પણ સ્વર્ગ ક્યાં છે તે પ્રશ્નાર્થ છે.

નંદનવનનો સગોત્રી શબ્દ અમૃત વાટિકા છે.

દરેક ધર્મને પોત પોતા્નું સ્વર્ગ હોય છે.

રામનામ ચંદ્ર છે અને રામનામનો રસ સોમરસ છે - અમૃત રસ છે. આ સોમરસ - અમૃત રસ ઉત્તેજીત નથી કરતો પણ આપણા અનેક તર્ક વિતર્કને શાંત કરે છે.

પાતાળ નાગલોકોનો દેશ છે અને ત્યાં વિષ વાટિકા છે.

સર્પો પણ ભજન કરતા અને ત જ્યારે ભજન કરતા ત્યારે તેમનું જ્ન્મજાય વિષ ઓછું થતું.

ઝેર ઊતારવું હોય તો ભજન કરવું પદે અને ભજન એટલે ભરોંસો.

તુલસીદાસજી નભ વાટિકાની વાત કરે છે અને આ વાટિકા અલૌકિક વાટિકા છે.

માનસ એટલે, મન, માનસ એટલે હ્નદય.



रचि महेस निज मानस राखा। 

पाइ सुसमउ सिवा सन भाषा॥

तातें रामचरितमानस बर।

 धरेउ नाम हियँ हेरि हरषि हर॥6॥

भावार्थ:-श्री महादेवजी ने इसको रचकर अपने मन में रखा था और सुअवसर पाकर पार्वतीजी से कहा। इसी से शिवजी ने इसको अपने हृदय में देखकर और प्रसन्न होकर इसका सुंदर 'रामचरित मानस' नाम रखा॥6॥ 


આપણું હ્નદય પણ એક અશોક વાટિકા છે, પુષ્પ વાટિકા છે.

बन बाग उपबन बाटिका सर कूप बापीं सोहहीं।

नर नाग सुर गंधर्ब कन्या रूप मुनि मन मोहहीं॥

भावार्थ:-वन, बाग, उपवन (बगीचे), फुलवाड़ी, तालाब, कुएँ और बावलियाँ सुशोभित हैं। मनुष्य, नाग, देवताओं और गंधर्वों की कन्याएँ अपने सौंदर्य से मुनियों के भी मन को मोहे लेती हैं। 


જળ માટે કૂવો, વાવ, સરોવર જોઈએ જેમાં પાણી હોય.

આપણા હ્નદયમાં બિરાજેલ જાનકીને શોધવા આપણે જ હનુમાન બનવું પડે.

કોઈને યાદ કરવા માટે આપણી પાસે મન હોવું જોઈએ. તેથી મનને મારવાની જરૂર નથી.

મન ઈશ્વરની વિભૂતિ છે.

ભજન કરવા માટે, સ્મરણ કરવા માટે મન જરૂરી છે.
निज अनुभव अब कहउँ खगेसा। 

बिनु हरि भजन न जाहिं कलेसा।।

राम कृपा बिनु सुनु खगराई। 

जानि न जाइ राम प्रभुताई।।3।।

हे पक्षिराज गरुड़ ! अब मैं आपसे अपना निज अनुभव कहता हूँ। [वह यह है कि] भगवान् के भजन के बिना क्लेश दूर नहीं होते। हे पक्षिराज ! सुनिये, श्रीरामजी की कृपा बिना श्रीरामजी की प्रभुता नहीं जानी जाती।।3।। 




उमा कहउँ मैं अनुभव अपना। 

सत हरि भजनु जगत सब सपना॥

हे उमा! मैं तुम्हें अपना अनुभव कहता हूँ- हरि का भजन ही सत्य है, यह सारा जगत्‌ तो स्वप्न (की भाँति झूठा) है।

ગુરૂ અંતઃકરણ મુક્ત - મન, બુદ્ધિ, ચિત અને અહંકાર- મુક્ત હોય.

પણ આપણા જેવા માટે આપણી પાસે અંતઃકરણ -મન, બુદ્ધિ, ચિત અને અહંકાર- હોવું જોઈએ.

અશ્રુ અને આશ્રયના બે ટ્રેક ઉપર ચાલવું.

જેમ વાવના પાણી સુધી પગથિયા દ્વારા આપણે તેના જળ સુધી જઈ શકીએ છીએ.

આપણા હ્નદયની વાટિકામાં પણ રાક્ષસો રહે છે અને આ રાક્ષસો ઘર ખાલી નથી કરતા.

કામનું ઘર હ્નદય છે.

પણ જો કામમાં સમ્યકતા હોય તો વાંધો ન આવે.

જ્યારે ચારે બાજુથી આપણી પ્રસંશા થાય ત્યારે આપણે આપણું નિરીક્ષણ કરવું જોઈએ કે આપણે આ પ્રસંશા માટે લાયક છીએ કે કેમ. આવા સમયે નિજ દર્શન. આત્મ દર્શન મનોમંથન કરવું જોઈએ.

મન પણ દર્પણ છે.


૯ 
રવિવાર, ૦૩-૦૧-૨૦૧૬


જીવનની વાટિકામાં ભક્તિ આવે - શ્રદ્ધા આવે એટલે કોઈ ગુરૂ આપણી પાસે આવશે જ અને તે ગુરૂ આપણને રામ દર્શન સુધી લઈ જશે.

અશોક વાટિકામાં છાયા રૂપે ભક્તિ પહેલાં આવે છે, પછી હનુમાનજી આવે છે અને તે પછી રામ આવે છે.

દરેકે પોત પોતાના જીવનમાં આવિ વાટિકા બનાવવી પડશે જેથી ત્યાં ભક્તિ આવે, ગુરૂ આવે અને રામ દર્શન સુધીની યાત્રા કરાવે.

આ દુનિયાને તો સાક્ષાત્કાર ક્યાં ખપે છે? આ દુનિયાને તો ચમત્કાર જોઈએ છે.

રામ રાજ્ય સ્થપાયા પછી અયોધ્યાના વર્ણનમાં તુલસીદાસજી એક અદ્‌ભૂત પંક્તિ લખે છે, એક અદ્‌ભૂત સંકેત કરે છે.

सुमन बाटिका सबहिं लगाईं। 

बिबिध भांति करि जतन बनाईं।।

लता ललित बहु जाति सुहाईं।

फूलहिं सदा बसंत कि नाईं।।1।।

सभी लोगों ने भिन्न-भिन्न प्रकार की पुष्पोंकी वाटिकाएँ यत्न करके लगा रक्खी हैं, जिनमें बहुत जातियों की सुन्दर और ललित लताएँ सदा वसंतकी तरह फूलती रहती हैं।।1।। 

શ્રદ્ધા રૂપી વસંત કાયમ રહેવી જોઈએ.

ગુરૂ કૃપા તો અનંતના માંડવે કાયમ રાસ લે છે પણ આપને તેની કૃપા પામી શકતા નથી.

માનસ રુદ્રાષ્ટકમ્
નમામીશમીશાન નિરવાણરુપં l
વિભું વ્યાપકં બ્રહ્મ વેદસ્વરુપં ll
નિજં નિર્ગુણંનિર્વિકલ્પંનિરીહં l
ચિદાકાશવાસંભજેહં ll
નિરાકારમોંકારમૂલંતુરિયં l
ગિરા ગ્યાન ગોતીતમઈશં ગિરીશં ll
કરાલં મહાકાલકાલં કૃપાલં l
ગુણાગાર સંસાર પારંનતોહં ll
તુષારાદ્રિ સંકાશગૌરં ગભીરં l
મનોભૂત કટિ પ્રભા શ્રી શરીરં ll
સ્ફુરન્મૌલિકલ્લોલિનીચારુગંગા l
લસદ્ ભાલબાલેન્દુકંઠેભુજંગા ll
ચલત્કુંડલં ભ્રૂસુનેત્રં વિશાલં l
પ્રસન્નાનનં નીલકંઠં દયાલં ll
મૃગાધીશચર્મામ્બરંમુણ્ડમાલં
પ્રિયમ્શંકરં સર્વ નાથં ભજામિ
પ્રચંડં પ્રકૃષ્ટં પ્રગલ્ભં પરેશં l
અખંડં અજંભાનુકોટિપ્રકાશં ll
ત્રયઃશુલનિર્મૂલનં શુલપાણિ l
ભજેહમ્ભવાનીપતિં ભાવગમ્યં ll
કલાતીત કલ્યાણ કલ્પાંત કારી l
સદાસજ્જનાનંદદાતા પુરારી ll
ચિદાનણ્દસમ્દોહમોહાપહારી l
પ્રસીદપ્રસીદ પ્રભો મન્મથારી ll
ન ચાવદ્ ઉમાનાથ પાદારવિંદં l
ભજંતીહ લોકે પરે વા નરાણાં ll
ન તાવત્સુખં શામ્તિ સન્તાપનાશં l
પ્રસીદ પ્રભો સર્વભૂતાધિવાસં ll
ન જાનામિ યોગ જપં નૈવ પૂજા l
નતોહં સદા સર્વદા શંભુ તુભ્યં ll
જરાજન્મદુ;ખૌધ તાતપ્યમાનં l
પ્રભો પાહિઆપન્નમામીશ શંભો ll
રુદ્રાષ્ટકમિદં પ્રોક્તં વિપ્રેણ હરતોષયે l
યે પઠન્તિ નરા ભક્ત્યા તેષાં શમ્ભુઃ પ્રસીદતિ ll

પુરો ગુરૂ મળે પછી હરિ ન મળે તો પણ ચાલે. પણ પુરો ગુરૂ ક્યામ ઓળખાય છે?

સંન્યાસી બહેરો હોવો જોઈએ - સંન્યાસી નીંદા કે સ્તુતી ન સાંભળે.

સંન્યાસી લંગડો હોવો જોઈએ - તેનાં પગલાં ફક્ત રામ તરફ જ જાય.

સંન્યાસી ઠૂંઠો હોવો જોઈએ - બીજું કંઈ કર્મ જ કરે.

સંન્યાસી અંધ હોવો જોઈએ - જે ઉપર ઉપરનું દર્શન ન કરે પણ આત્મસ્થ જ હોય.

અસલી ફકિરને ખરા ખોટા સિક્કાનો ભેદ જ ન હોય.


_________________________________________________________________________________
સન્માન કોનું થવું જોઈએ?

આપણા વખાણ કરે તેનું સન્માન થવું જોઈએ. પણ આ આજના યુગ પ્રમાણે યોગ્ય નથી.


જે તપસ્વી છે, જે તપોધન છે તેનું સન્માન થવું જોઈએ.


જે વેદ વિદ હોય તેનું સન્માન થવું જોઈએ. વેદ વિદ એ છે જેણે જાણવા જેવું બધું જ જાણી લીધું છે.


જે પોતાના લાભ માટે નેટવર્ક ન ગોઠવે તેનું સન્માન થવું જોઇએ.


જે સર્જનાત્મક કાર્યો કોઈ પણ હેતુ રહિત રીતે કરે તેનું સન્માન થવું જોઇએ.


કૃષ્ણનું ભજન કર્યું હોય તેનું સન્માન થવું જોઈએ.


_________________________________________________________________________________
અત્રે દિવ્ય ભાસ્ક તેમજ સંદેશ દૈનિકમાં પ્રકાશિત થયેલ અંશ જે તે અંશની સંબંધિત લિન્ક સહિત પ્રકાશકના સૌજન્ય સહ પ્રસ્તુત છે.



  • મોરારી બાપુ શિખવે છે મૃત્યુએ નથી ડરવાની ચીજ

Dec 28, 2015

 http://www.sandesh.com/article.aspx?newsid=3212753


મૃત્યુ આપણી સમજમાં આવી જાય તો જીવન મહોત્સવ બની શકે છે. મૃત્યુની અમંગલતાને હટાવીને મૃત્યુ પણ મંગળ મહોત્સવ બની શકે છે. મૃત્યુની માંગલિકતાને આપણે શીખીએ, થોડો અભ્યાસ કરી લઈએ, જેથી આગળનું જીવન ઉત્સવપૂર્ણ બની શકે.

હું ફરી એકવાર કહું કે મૃત્યુથી ડરવું નથી, ડરાવવું પણ નથી, મૃત્યુને સમજવું છે. જેમણે ધ્યાનની ઘણી પ્રવિધિઓ આપી એવા નાથસંપ્રદાયના મહાન યોગીરાજ ગોરખનાથે કહ્યું હતું. મરો હે જોગી મરો, મરણ હૈ મીઠા ।

મૃત્યુ તો મધુર છે, મૃત્યુ તો મીઠું છે. શતાબ્દીઓથી કે કદાચ યુગોથી પણ મૃત્યુને શોકદાયક કહી-કહીને આપણે મૃત્યુથી ગભરાઈ ચૂક્યા છીએ મૃત્યુથી ડરી ચૂક્યા છીએ.

'રામચરિત માનસ'ને આધારે આ નવા વિષયને આપણે તુલસીના વિચારોમાં સમજીએ અને આત્મસાત્ કરવાની કોશીષ કરીએ.

જેમનામાં નખશિખ માનવતા ભરી હોય તેઓ મૃત્યુને મહોત્સવ બનાવી શકે છે. જેમનામાં માનવતા ન હોય તેઓ મૃત્યુને ઉત્સવ નથી બનાવી શક્તા. આપણે જ્યારે આસુરી ભાવોમાં હોઈએ છીએ ત્યારે ગર્જના તો બહુ કરીએ છીએ,પડકાર કરીએ છીએ, ચેલેન્જ દઈએ છીએ, પરંતુ અંદરથી આપણે બહુ ડરીએ છીએ, કારણકે માનવતા નથી. આપણા આદિ શંકરાચાર્ય ભગવાને કહ્યું હતું કે સંસારમાં ત્રણ વસ્તુ દુર્લભ છે, એમાં એમણે પહેલી વસ્તુ કહી મનુષ્યત્વં-માનવતા. 'રામચરિતમાનસ' શું શીખવે છે ? માનવતા શીખવે છે. મૃત્યુ આપણને ડરાવી ન શકે કે પરેશાન ન કરી શકે, એના પાયામાં માનવતા જોઈએ.


  • ગાયની પૂજા નહીં પ્રેમ-જતન કરો: મોરારીબાપુ

Bhaskar News, BhujDec 30, 2015, 01:45 AM IST

http://www.divyabhaskar.co.in/news/KUT-BUJ-OMC-moraribapu-in-ram-katha-held-at-gandhidham-5208951-NOR.html

- મોડપરની કથામાં મોરારીબાપુનું વકતવ્ય
- સ્પર્શ શબ્દ અને દૃષ્ટિ માનવ શરીરમાં રહેલી શક્તિઓને જાગૃત કરે છે

ગાંધીધામ: ભચાઉ તાલુકાના મોડપર ગામે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના ચોથા દિવસે વ્યાસપીઠ પરથી બોલતા કથાકાર મોરારીબાપુએ ગાયની પૂજા નહીં પ્રેમ કરો અને જતન કરવા પર ભાર રામજન્મની કથાનું રસપાન કરાવ્યું હતું.

મોડપર સંત લાલગેબી ગૌશાળામાં શરૂ થયેલી કથાના ચોથા દિવસે વ્યાસપીઠ પરથી બોલતા મોરારીબાપુએ જણાવ્યું હતું કે, હજારો વર્ષ પહેલાં પૃથ્વી જ્યારે સંકટમાં હતી, ત્યારે પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરીને દેવતા પાસે ગઇ હતી. દેવતાઓએ બ્રહ્માજી પાસે જઇ પૃથ્વીને બચાવવા, પૃથ્વી પર વધેલા દુરાચાર-પાપાચારમાંથી બચાવવા પરમાત્માને અવતરવા માટે મનાવ્યા હતા. ત્યારે દેવ સ્વરૂપ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું અવતરણ પૃથ્વી પર થયું હતું. ગાયની પૂજા નહીં ગાયને પ્રેમ કરો, તેનું જતન કરો. ગાયની હત્યા થતી રોકવા પર ભાર મુક્યો હતો.

વધુમાં બાપુએ જણાવ્યું હતું કે, રાવણની લંકામાં અશોક વાટિકામાં રખાયેલા સીતા માતાને પ્રથમ વખત મળતા હનુમાનજી મહારાજની કથા કરી જેમાં તેમણે બોધ આપતાં જણાવ્યું કે, સ્પર્શ શબ્દ, દૃષ્ટિ માનવ શરીરમાં રહેલી શક્તિઓને જાગૃત કરે છે. સીતાજીએ હનુમાનજીને આશીર્વાદ આપતાં જણાવ્યું કે, વાણીમાં ભક્તિ તથા તેજ અને બળવાનપણુ હોવાનું રાખજો. આ સિદ્ધિ નવનિધિનું વર્ણન આપ્યું હતું. આમ આજે પણ હનુમાનજી લોકદેવ તરીકે પૂજાય છે. આ ઉપરાંત બાપુએ કોઇની કૃપા યાદ રાખો ત્યારે ભાર ન વધે, અભિમાન ન આવે, જીવનમાં માલામાલ થવા માટે માળા ન ફેરવતા ભક્તિ કરનારા કોઇ ઇચ્છા ન રાખવી જોઇએ, તેની ઉપર ભાર મુક્યો હતો.  કથાના સમાપન બાદ બાપુ પ્રસાદ મંડપમાં ગયા હતા અને ભોજન પ્રસાદની વ્યવસ્થા નિહાળી હતી. સાથે-સાથે કથાના યજમાન કાનજીભાઇ પટેલ, સામજીભાઇ આહિર, લક્ષ્મણ આહિર તથા વિવિધ ગામોમાંથી આવેલી સેવા ટીમે બાપુને સતકાર્યા હતા. ગત રાત્રિએ યોજાયેલી સંતવાણીમાં માયાભાઇ અને નિરંજનભાઇ પંડ્યાએ સંતવાણી સાહિત્યની રમઝટ બોલાવી હતી.


  • મોરારીબાપુ: રામકથા પ્રથમ દુ:ખ દૂર કરે, સંતકથા મનના સંશય મિટાવે

http://www.divyabhaskar.co.in/news/KUT-BUJ-OMC-morari-bapu-ramkatha-fifth-day-in-sant-lalbegi-aashram-of-modapar-in-kutch-5209917-PHO.html

- માનસ અશોક વાટિકામાં લંકા દહનના પ્રસંગથી શ્રોતાઓ મંત્રમુગ્ધ, સંતો, મહંતો સહિત ભાવિકોથી મંડળ હકળેઠઠ
- મોડપરમાં સંત લાલગેબી આશ્રમમાં રામકથાનો પાંચમો દિવસ

ભચાઉ, સામખિયાળી : રામકથા પહેલાં દુ:ખ ભગાડે છે અને ફરીવાર સંતમુખે રામકથા મનના તમામ સંશય દૂર કરે છે, તેમ ભચાઉ તાલુકાના મોડપર ગામે સંત લાલગેબી આશ્રમ ખાતે ચાલી રહેલી માનસ અશોક વાટિકા રામ પારાયણમાં બાપુએ જણાવ્યું હતું.  પ્રેમ યજ્ઞના પાંચમા દિવસે માનસ મર્મજ્ઞ મોરારી બાપુએ અશોક વાટિકામાં અશોક વૃક્ષ નીચે બેઠેલાં સીતાજીને હનુમાનજી રામ કથાનું શ્રવણ કરાવે છે, ત્યારે પ્રથમ સીતાજીનું દુ:ખ દૂર થાય છે અને ફરી કથા સાંભળતાં જ તમામ સંશયનો નાશ થાય છે, તે પ્રસંગને આગળ વધારતાં હનુમાનજી દ્વારા અશોક વાટિકાનો ધ્વંશ, રાવણના પુત્રો સાથે યુદ્ધ અને ત્યારબાદ લંકા દહનના કથા પ્રસંગને બાપુએ દરેક તાત્ત્વિક અર્થ સાથે હળવી શૈલીમાં વર્ણવ્યા હતા. લંકેશના દરબારમાં સંસ્કૃત ભાષામાં સંવાદ થતો હતો, તેને આજના શિક્ષણના સ્તર વિશે ચિંતા વ્યક્ત કરી હતી.

લંકા દહન દરમિયાન પવનસૂતે માત્ર ભક્ત વિભિષણનું જ ઘર છોડી દીધું હતું. તેનો તાત્ત્વિક અર્થ એમ કહ્યો હતો કે, લંકા દહનમાં જેમ તેલ, કપડાં, ઘી વગેરે બળીને ખાખ થઇ ગયાં,  તેમ સમાજમાંથી પણ ખોટી માન્યતાઓ, ધારણાઓ, ખોટા રીત-રિવાજો ભસ્મ થવા જોઇએ.  રામકથાના પાંચમા દિવસે કથા શ્રવણ કરવા રબારી સમાજના ધર્મગુરુ, કથાકાર રામબાલકદાસજી, ગઢશીશાના ચંદુમા સહિત સંતો-મહંતો તેમજ મોટી સંખ્યામાં લોકોથી કથા મંડપ હકડેઠઠ ભરાઇ ગયો હતો.  લાલગેબી આશ્રમના મહંત મહાદેવ બાપુ, મહંત ભરત બાપુ અને અન્ય સંતોએ સૌને આવકાર્યા હતા.  કથા-મહા પ્રસાદના મંડપમાં જંગી ગામના રણછોડભાઇ કાનાભાઇ આહિર, મોડપરના નરશીભાઇ પટેલ, બેચરભાઇ પટેલ તેમજ આસપાસના ગામોમાંથી સ્વયંસેવકોએ સેવા આપી હતી.

- સુન્ની મુસ્લિમ જમાતે બાપુનું સન્માન કર્યું

મોડપર ખાતે ચાલી રહેલી રામકથામાં લાકડિયા સુન્ની મુસ્લિમ જમાતના 40થી 50 ભાઇઓએ કથા વિરામ બાદ મોરારી બાપુનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. બાપુએ પણ 11 શાલ લાકડિયા સુન્ની મુસ્લિમ જમાતને ભેટ આપી હતી.

- મોરારી બાપુએ કોમી એકતા બિરદાવી

મોરારી બાપુએ કથા દરમિયાન કોમીએકતાને બિરદાવતાં કહ્યું હતું કે, રસોડાંની મારી મુલાકાતમાં જંગી ગામના મુસ્લિમ યુવાનોને પ્રેમથી કામ કરતા જોઇ આનંદ થયો હતો. આ કચ્છની કોમીએકતાની મિસાલ છે.


  • વડીલો અને સ્ત્રીનું સન્માન જરૂરી, વિદ્યા ભય મુક્ત હોવી જોઇએ: મોરારી બાપુ

http://www.divyabhaskar.co.in/news/KUT-BUJ-OMC-morari-bapu-ram-katha-enters-sixth-day-at-bhachau-5210669-NOR.html

- મોડપર ખાતે આયોજિત મોરારી બાપુના મૂખે રામકથાનો છઠ્ઠો દિવસ
- કહેવાતા સુધરેલા સમાજનું સ્ત્રી સન્માન પર મૌન પર બાપુની ટકોર

ભચાઉ: નાનકડા મોડપર ગામે પ્રખ્યાત કથાકાર મોરારી બાપુની રામકથાના છઠ્ઠા દિવસે તેમણે વડીલો, સ્ત્રી સન્માન અને યુવાનો માટે પ્રેરણાદાયી હનુમાનજીના પરાક્રમની કથા કરી હતી.

વેદોના શ્લોકોના પઠન સાથે કથાને પ્રારંભ કરી કથાને આગળ ધાપવતા બાપુએ નમ્રતા પર ભાર મુક્યો હતો, તેમણે કહ્યું કે, ભક્તિ સુધી પહોંચવા નમ્રતા ખૂબ જરૂરી છે, પણ નમ્રતા રૂપી ઈશ્વરની આરાધના કરવી જોઇએ, દુનિયામાં માત્ર ભારત દેશ જ એવો છે જે હરિને હળવો બનાવી દે છે, હનુમાનજીનું ઉદાહરણ આપી તેમણે કહ્યું કે, સુરસા નામની રાક્ષણીએ જ્યારે પોતાનું મૂખ ખૂબ મોટું કરી હનુમાનજીને મૂખમાં લેવાની કોશિશ કરી ત્યારે હનુમાનજીએ વિન્રમતાપૂર્વક નાના થઈ તેમના મૂખમાં આંટો મારેલો, ઉગ્રતા એ શેતાન છે અને નમ્રતાએ પરમાત્માનું રૂપ છે.

બાપુએ ક્રોધ, ઈર્ષા, હિંસા, દ્વેષને ત્યાગી નમ્રતા અપનાવવા બોધ આપ્યો હતો. લાલગેબી ગૌશાળાના સંત લાલબાપુના લખાયેલા 13 હજાર જેટલા પદોમાંથી એક પદ ગાઈ બાપુ તેમને યાદ કર્યા હતા, યુવાનીમાં વડીલોનું સન્માન અને પ્રણામ કરવું જરૂરી હોવાનું જણાવી તેહી આયુષ્ય, વિદ્યા, આત્મબળ અને કીર્તિમાં વધારો થાય છે તેમ જણાવ્યું હતું. કથામાં દૂર-સુદૂરથી આવેલા સંતો, મંહતો, અગ્રણીઓએ આરતીનો લાભ લીધો હતો, તો વાલ્મીકિ અને અન્ય સમાજના ભાઈઓ બહેનોએ લીલા શાકભાજી અને દેશી દાતણ બાપુને અર્પણ કરી સન્માન કર્યું હતું. કથા શ્રવણ કરવા ક્રિસમસ અને અન્ય રજાઓનો લાભ લઈને મુંબઈ, પુના, બેંગ્લોર ઉપરાંત દેશભરમાંથી પટેલ અને આહિર સમાજના પરિવારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

જ્ઞાન ભય મુક્ત હોવુ જોઇએ, બાળકોને બાંધો નહીં! : બાપુની શીખ
મોરારી બાપુએ શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા વિકાસ માટે આનંદ વ્યક્ત કરી બાળકોની સ્વતંત્રતા અને ભણતર પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે, જ્ઞાન ભય મુક્ત હોવું જોઇએ, શિક્ષણ સંસ્થાઓએ બાળકોને કૂંડાળામાં ન રાખી મુક્ત રાખવા જોઇએ, તેમના પર ગાળિયા ન નાખવા જોઇએ. બાળકોને જ્ઞાન મેળવવામાં બંધન કે ભય ન હોવો જોઇએ તેમ ઉમેર્યું હતું.

કહેવાતા સુધરેલા લોકો સ્ત્રી સન્માન બાબતે કેમ ચૂપ
ગંગાસતીને દેશની ક્રાંતિકારી સ્ત્રી તરીકે યાદ કરી બાપુએ સ્ત્રી સન્માન બાબતે કહેવાતા સમાજના અમુક બુદ્ધિજીવી વર્ગને ચાબખા મારતાં કહ્યું હતું કે, તગડી દક્ષિણા લેનારા અને મોટા લોકો સ્ત્રીના સન્માનની વાતો કરતા જ નથી.  સ્ત્રી એ માતૃ શરીર છે, માટે તેનું સન્માન થવું જોઇએ.

Sunday, December 13, 2015

માનસ સ્વચ્છતા

રામ કથા
માનસ સ્વચ્છતા
અમદાવાદ

શનિવાર, તારીખ ૧૨-૧૨-૨૦૧૫ થી રવિવાર, તારીખ ૨૦-૧૨-૨૦૧૫

મુખ્ય પંક્તિ

लीला सगुन जो कहहिं बखानी। 
सोइ स्वच्छता करइ मल हानी॥

एक कलप एहि बिधि अवतारा। 
चरित पवित्र किए संसारा॥


રવિવાર, ૧૩-૧૨-૨૦૧૫

નરસિંહ મહેતાએ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું.

આંગણુ સ્વચ્છ અને અંતર પવિત્ર હોવું જોઈએ.

વિચારો કરો નહીં પણ વિચારોને આવવા દો.

ગઈ કાલની ઘડી સંભારણીય - સંભારવા જેવી હોય છે.

ભાનમાં રહેવું, ભાનમાં રહેવું...
અગમ અગોચર અલખ ધણીની શાનમાં રહેવુંજી.

બધા સર્જકોએ પંચ અગ્નિ તાપવો પડે છે.

બધા સર્જકોએ વિવેક રાખવો પડે. વિવેક એક અગ્નિ છે.

રામ કથા મંથન છે જેમાંથી વિવેક પેદા થાય છે.

રામ ભગવાન મર્યાદા પુરૂષોત્તમ કરતામ વિવેક પુરૂષોત્તમ વધારે છે.


શબ્દના ઉપાસકોએ - સર્જકોએ વિરહનો અગ્નિ સહન કરવો પડે. વિરહ અગ્નિની તપસ્યા કરવી પડે.


બધા સર્જકોએ વિષમ પરિસ્થિતિ બહું સહન કરવી પડે. વિષમ પરિસ્થિતિ અગ્નિ છે.

રાવણ અને સુરપંખા એ બે એવા ભાઈ બહેન છે જેમાં રાવણ - ભાઈને સીતા જોઈએ છે અને સુરપંખા - બહેનને રામ જોઈએ છે. આ નિવેદન સ્વામી રામકિંકરજીનું છે.

આ ભાઈ બહેન બહારથી સ્વચ્છ છે પણ પણ અંદર મેલ છે.

સત્ય જય પરાજયના દ્વંદથી મુક્ત છે, સત્યને જય કે પરાજય ન હોય.

સાધુ મનનો મેલ દૂર કરે.

સાધુ કેમિકલ મુક્ત હોય છે તેથી તેની કોઈ આડ અસર થતી નથી.

સાવધાન માણસોએ સાધુને સાધન ન બનાવવા જોઈએ. સાધુ તો સાધ્ય છે.

સાધુને કોઈ જાતિ કે વર્ણ નથી.

સાધુ અનંતની યાત્રા છે.

કસોટી સોનાની જ થાય.

ધર્મમાં વિવેક રાખવો અને કર્મ કરવામાં કરૂણા રાખવી. કર્મ કરૂણા પૂર્વક કરવાં અને ભ્રમણ હૈયામાં રામ રાખી ને કરવું.

જે પાકી ગયો હોય તે પીર કહેવાય.

બીજાની પીડા જાણે તે પીર અને પોતાની પીડા બીજાને જાણવા ન દે તે પીર.

પીરની કાયા ક્રમશઃ પીળા રંગની થાય.

આધ્યાત્મ પ્રભુ પ્રસાદ અને ગુરૂ પ્રસાદથી થાય.


સર્જકો માટે લક્ષ્ય પ્રાપ્તિમાં વિલંબ એ અગ્નિ છે.


સર્જકો માટે પોતાના વિચારોને વિપરીત કરવાની સ્થિતિ એ અગ્નિ છે.

સુતેષ્ણા, વિતેષ્ણા અને લિકેષ્ણા આપણી બુદ્ધિને મલિન કરે છે.

માળા કરો કે ન કરો પણ ચાળા ન કરો.

સોમવાર, ૧૪-૧૨-૨૦૧૫
જયાં બુદ્ધિ કોઈ પણ પ્રકારે કુંઠિત નથી થતી તે વૈકુંઠ છે.

આપણે વિચારમાં રહેવું જોઈએ, વિનોદમાં રહેવું જોઈએ તેમજ વિવેકમાં રહેવું જોઈએ.

 बिनु सतसंग बिबेक न होई। राम कृपा बिनु सुलभ न सोई॥

આપણે થોડું વૈરાગ્યમાં પણ રહેવું જોઈએ. વૈરાગ્ય એટલે શુભનો સ્વીકાર, ફક્ત ત્યાગ જ નહીં. આપણે વ્યવહાર પૂર્ણ વૈરાગ્યમાં રહેવું જોઈએ.

આપણે વિવેક પૂર્ણ વિલાસમાં રહેવું જોઈએ.

રામ રૂખડ છે પણ સુખડ જેવો છે, ઘસો એટલે સુંગંધ ફેલાવે જ.

રામ રસિક છે.

આજે કલિયુગ છે પણ હજુ તે કલી તરીકે જ છે આ કલી જ્યારે ખીલશે ત્યારે પુર્ણ રુપે ફૂલ બનશે. અને તે અદ્‌ભૂત હશે, જીવવા જેવો સમય હશે.

ભરોંસો જ ભજન છે.

ભરોંસો હશે અને જો તમે પરમ તત્વને મિસ કોલ કરશો તો તે પરમ તત્વ જરૂર આપણને જવાબમાં કોલ કરશે જ.

બીજા ઉપર વિચારો લાદવા એ પણ હિંસા જ છે.

તીર્થ સ્થાન જડ ન હોય, ગતિશીલ હોય, પ્રબાહી હોય, કુઠિત ન હોય.

સંત ધર્મ સ્થાન નથી પણ તીર્થ સ્થાન છે.

વૃક્ષ દરરોજ વધે છે તેથી વૃક્ષ તીર્થ સ્થાન છે.

સંત દરરોજ વધે.

નદી દરરોજ વધે, પ્રવાહી રહે તેથી તીર્થ સ્થાન છે. નદી તેના ઉદગમ સ્થાનથી આગળ જતાં જતામ વધતી જ જાય.

પહાડ, પર્વત તીર્થ છે.

પર્વત ગતિશીલ છે, તેમાંથી અનેક ઝરણામ નૉકળે છે, અનેક વૃક્ષ ઊગે છે.

પૃથ્વી - ધરતી તીર્થ છે, ગતિશીલ છે, અનેક રત્નોથી ભરેલ છે.

બહુરત્ના વસુંધરા

संत बिटप सरिता गिरि धरनी। पर हित हेतु सबन्ह कै करनी

જેને જય, વિજય મળે અને થોડી ઊંચાઈ મલે એટલે તેને ફાંકો આવતાં વાર નથી લાગતી.

ઊંચાઈ મળ્યા પછી સરલ તરલ રહેવું.

વૈકુંઠના દ્વારે જય વિજય વિવેક ચૂકે અને સનતકુમારોને ક્રોધ આવે તે ઉપરથી અસ્વચ્છ લાગે છે. પણ નિયતીથી જોઇએ તો તે રામના અવતારનો એક પ્રસંગ છે.

અધર્મ જ્યારે ધર્મનું બખતર પહેરે ત્યારે ભગવાન પણ છળ કપટ કરી તે ધર્મના બખતરનો નાશ કરે છે.

સાબુ કપડાને સ્વચ્છ કરે અને સાધુ કલેજાને પવિત્ર કરે.

સાધુ પાસે ગુરૂદત્ત વાણી હોય તો કલેજું પવિત્ર બને અને સાબુ પાણી હોય ત્યારે કપડાં સ્વચ્છ કરે.


મંગળવાર, ૧૫-૧૨-૨૦૧૫

આજે સરદાર પટેલની પૂણ્ય તિથી છે.૧૫ ડીસેમ્બર ૧૯૫૦માં સરદાર પટેલનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું.

સરદાર પટેલ બહારથી સ્વચ્છ અને અંદરથી સ્પષ્ટ અને સ્વસ્થ હતા.

રામની સાથે ૪ શબ્દ સગોત્રી છે.

૧ રામ કથા

૨ રામ લીલા

૩ રામ ચરિત - જેના કેન્દ્રમાં સત્ય, પ્રેમ અને કરૂણા હોય છે.

૪ રામ ગાથા

સાધુને જોવા ઈશ્વર પણ તડપે છે.

ક્યારે ઊઠવું જોઈએ?


પ્રાતઃ કાળે ઊઠવું જોઈએ. સમજણના પ્રાતઃ કાળે ઊઠવું જોઈએ.

કોઈક ઘટનાથી આપણા જીવનમાં ચમકારો થાય જે જીવનના વિકાસ માટે લાભદાયક હોય તો તે ચમકારાની ક્ષણ પ્રાતઃકાળ છે.

વાતો સમજવા માટે સાગર પેટા થવું પડે.

ગુણ રહીત પ્રેમ સાચો પ્રેમ છે.

જાગ્યા ત્યાંથી સવાર.


ગુરૂ જાગે તે પહેલાં શિષ્યે જાગવું જોઈએ.

જાગૃત પુરૂષ મળ્યા પછી પ્રમાદી બનીને ન રહેવાય.


પ્રતિષ્ઠિત માણસને સમસ્યાઓ ઘેરી વળે ત્યારે - જનક રાજા જેવા પણ વિચલિત થઈ જાય ત્યારે - આવા સમયે ઊઠવું જોઈએ.


જ્યારે પ્રેમી કે જેનો પ્રેમ ગુણ રહીત છે તે મળવા આવે ત્યારે ઊઠવું જોઈએ.

રામ ભરતને મળવા ઊઠે છે ત્યારે ૧ વસ્ત્ર પડી જાય છે, ૨ તરકસ પડી જાય છે, ૩ ધનુષ્ય પડી જાય છે અને ૪ તીર પણ પડી જાય છે.

રામ ચરિત માનસ જે ૨૫ મો અવતાર છે તે હાથ વગો છે.

કથાનું, વક્તાનું તટસ્થ અને કુટસ્થ ભાવે મુલ્યાંકન કરો. કોઈના અહોભાવમાં રહીને કે અધોગત ભાવમાં રહીને મુલ્યાંકન ન કરો.

એકલું જ્ઞાન હોય અને આંખમામ ભીનાશ ન હોય, આંસુ ન હોય તો તે દુષ્કાળ જ છે. જનક્ના રાજમાં દુષ્કાળ એટલે જનક જ્ઞાની જ હતા, ભાવ ન હતો તેનો દુષ્કાળ હતો.

પ્રસિદ્ધિ અને સિદ્ધિ અલગ છે.

વસ્ત્ર એ છે જે કંઈક છુપવવા માટે વપરાય છે. વસ્ત્ર એટલે કંઇક છુપાવવાનું સાધન.

પટ એટલે કપટ

નિસંગનો અર્થ અસંગતા છે.

ધનુષ્ય એટલે જ્ઞાન - વિજ્ઞાન, પ્રેમીને મળવામાં જ્ઞાનની જરૂર નથી.

તીર એટલે કિનારો. પ્રેમીને જોઈને કિનારે ઊભા ન રહેવાય, તે સમયે તો મધ દરિયે ડૂબકી મારવાની હોય.

વ્યાપકને સ્થળાંતર કરવાની મજબુરી છે. જે સર્વત્ર છે તે વ્યાપક છે. તેથી વ્યાપક માટે સ્થાંતર કરવાની બીજી કોઈ જગ્યા છે જ નહીં.

શ્રમ પછીનો વિશ્રામ જ આરામ આપે.

ત્રણ વસ્તુ યાદ રાખવા જેવી છે.


નિયતીને યાદ રાખો. નિયતિ હંમેશાં આપણા હિતનું જે હોય તે જ કરે છે.


જે કર્મ થાય છે તેમામ આપણે ફક્ત નિમિત્ત માત્ર જ છીએ.

૩ નેતીને યાદ રાખો. કોઈ પણ જાતનો ફામ્કો ન રાખો.

કામ ગુરૂને છોડો અથવા કાં ગુરૂ ઉપર બધું જ છોડી દો.

વશિષ્ઠ ઋષિ વિશિષ્ઠ છે તેમેજ વરિષ્ઠ પણ છે.