Translate

Search This Blog

Sunday, December 13, 2015

માનસ સ્વચ્છતા

રામ કથા
માનસ સ્વચ્છતા
અમદાવાદ

શનિવાર, તારીખ ૧૨-૧૨-૨૦૧૫ થી રવિવાર, તારીખ ૨૦-૧૨-૨૦૧૫

મુખ્ય પંક્તિ

लीला सगुन जो कहहिं बखानी। 
सोइ स्वच्छता करइ मल हानी॥

एक कलप एहि बिधि अवतारा। 
चरित पवित्र किए संसारा॥


રવિવાર, ૧૩-૧૨-૨૦૧૫

નરસિંહ મહેતાએ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું.

આંગણુ સ્વચ્છ અને અંતર પવિત્ર હોવું જોઈએ.

વિચારો કરો નહીં પણ વિચારોને આવવા દો.

ગઈ કાલની ઘડી સંભારણીય - સંભારવા જેવી હોય છે.

ભાનમાં રહેવું, ભાનમાં રહેવું...
અગમ અગોચર અલખ ધણીની શાનમાં રહેવુંજી.

બધા સર્જકોએ પંચ અગ્નિ તાપવો પડે છે.

બધા સર્જકોએ વિવેક રાખવો પડે. વિવેક એક અગ્નિ છે.

રામ કથા મંથન છે જેમાંથી વિવેક પેદા થાય છે.

રામ ભગવાન મર્યાદા પુરૂષોત્તમ કરતામ વિવેક પુરૂષોત્તમ વધારે છે.


શબ્દના ઉપાસકોએ - સર્જકોએ વિરહનો અગ્નિ સહન કરવો પડે. વિરહ અગ્નિની તપસ્યા કરવી પડે.


બધા સર્જકોએ વિષમ પરિસ્થિતિ બહું સહન કરવી પડે. વિષમ પરિસ્થિતિ અગ્નિ છે.

રાવણ અને સુરપંખા એ બે એવા ભાઈ બહેન છે જેમાં રાવણ - ભાઈને સીતા જોઈએ છે અને સુરપંખા - બહેનને રામ જોઈએ છે. આ નિવેદન સ્વામી રામકિંકરજીનું છે.

આ ભાઈ બહેન બહારથી સ્વચ્છ છે પણ પણ અંદર મેલ છે.

સત્ય જય પરાજયના દ્વંદથી મુક્ત છે, સત્યને જય કે પરાજય ન હોય.

સાધુ મનનો મેલ દૂર કરે.

સાધુ કેમિકલ મુક્ત હોય છે તેથી તેની કોઈ આડ અસર થતી નથી.

સાવધાન માણસોએ સાધુને સાધન ન બનાવવા જોઈએ. સાધુ તો સાધ્ય છે.

સાધુને કોઈ જાતિ કે વર્ણ નથી.

સાધુ અનંતની યાત્રા છે.

કસોટી સોનાની જ થાય.

ધર્મમાં વિવેક રાખવો અને કર્મ કરવામાં કરૂણા રાખવી. કર્મ કરૂણા પૂર્વક કરવાં અને ભ્રમણ હૈયામાં રામ રાખી ને કરવું.

જે પાકી ગયો હોય તે પીર કહેવાય.

બીજાની પીડા જાણે તે પીર અને પોતાની પીડા બીજાને જાણવા ન દે તે પીર.

પીરની કાયા ક્રમશઃ પીળા રંગની થાય.

આધ્યાત્મ પ્રભુ પ્રસાદ અને ગુરૂ પ્રસાદથી થાય.


સર્જકો માટે લક્ષ્ય પ્રાપ્તિમાં વિલંબ એ અગ્નિ છે.


સર્જકો માટે પોતાના વિચારોને વિપરીત કરવાની સ્થિતિ એ અગ્નિ છે.

સુતેષ્ણા, વિતેષ્ણા અને લિકેષ્ણા આપણી બુદ્ધિને મલિન કરે છે.

માળા કરો કે ન કરો પણ ચાળા ન કરો.

સોમવાર, ૧૪-૧૨-૨૦૧૫
જયાં બુદ્ધિ કોઈ પણ પ્રકારે કુંઠિત નથી થતી તે વૈકુંઠ છે.

આપણે વિચારમાં રહેવું જોઈએ, વિનોદમાં રહેવું જોઈએ તેમજ વિવેકમાં રહેવું જોઈએ.

 बिनु सतसंग बिबेक न होई। राम कृपा बिनु सुलभ न सोई॥

આપણે થોડું વૈરાગ્યમાં પણ રહેવું જોઈએ. વૈરાગ્ય એટલે શુભનો સ્વીકાર, ફક્ત ત્યાગ જ નહીં. આપણે વ્યવહાર પૂર્ણ વૈરાગ્યમાં રહેવું જોઈએ.

આપણે વિવેક પૂર્ણ વિલાસમાં રહેવું જોઈએ.

રામ રૂખડ છે પણ સુખડ જેવો છે, ઘસો એટલે સુંગંધ ફેલાવે જ.

રામ રસિક છે.

આજે કલિયુગ છે પણ હજુ તે કલી તરીકે જ છે આ કલી જ્યારે ખીલશે ત્યારે પુર્ણ રુપે ફૂલ બનશે. અને તે અદ્‌ભૂત હશે, જીવવા જેવો સમય હશે.

ભરોંસો જ ભજન છે.

ભરોંસો હશે અને જો તમે પરમ તત્વને મિસ કોલ કરશો તો તે પરમ તત્વ જરૂર આપણને જવાબમાં કોલ કરશે જ.

બીજા ઉપર વિચારો લાદવા એ પણ હિંસા જ છે.

તીર્થ સ્થાન જડ ન હોય, ગતિશીલ હોય, પ્રબાહી હોય, કુઠિત ન હોય.

સંત ધર્મ સ્થાન નથી પણ તીર્થ સ્થાન છે.

વૃક્ષ દરરોજ વધે છે તેથી વૃક્ષ તીર્થ સ્થાન છે.

સંત દરરોજ વધે.

નદી દરરોજ વધે, પ્રવાહી રહે તેથી તીર્થ સ્થાન છે. નદી તેના ઉદગમ સ્થાનથી આગળ જતાં જતામ વધતી જ જાય.

પહાડ, પર્વત તીર્થ છે.

પર્વત ગતિશીલ છે, તેમાંથી અનેક ઝરણામ નૉકળે છે, અનેક વૃક્ષ ઊગે છે.

પૃથ્વી - ધરતી તીર્થ છે, ગતિશીલ છે, અનેક રત્નોથી ભરેલ છે.

બહુરત્ના વસુંધરા

संत बिटप सरिता गिरि धरनी। पर हित हेतु सबन्ह कै करनी

જેને જય, વિજય મળે અને થોડી ઊંચાઈ મલે એટલે તેને ફાંકો આવતાં વાર નથી લાગતી.

ઊંચાઈ મળ્યા પછી સરલ તરલ રહેવું.

વૈકુંઠના દ્વારે જય વિજય વિવેક ચૂકે અને સનતકુમારોને ક્રોધ આવે તે ઉપરથી અસ્વચ્છ લાગે છે. પણ નિયતીથી જોઇએ તો તે રામના અવતારનો એક પ્રસંગ છે.

અધર્મ જ્યારે ધર્મનું બખતર પહેરે ત્યારે ભગવાન પણ છળ કપટ કરી તે ધર્મના બખતરનો નાશ કરે છે.

સાબુ કપડાને સ્વચ્છ કરે અને સાધુ કલેજાને પવિત્ર કરે.

સાધુ પાસે ગુરૂદત્ત વાણી હોય તો કલેજું પવિત્ર બને અને સાબુ પાણી હોય ત્યારે કપડાં સ્વચ્છ કરે.


મંગળવાર, ૧૫-૧૨-૨૦૧૫

આજે સરદાર પટેલની પૂણ્ય તિથી છે.૧૫ ડીસેમ્બર ૧૯૫૦માં સરદાર પટેલનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું.

સરદાર પટેલ બહારથી સ્વચ્છ અને અંદરથી સ્પષ્ટ અને સ્વસ્થ હતા.

રામની સાથે ૪ શબ્દ સગોત્રી છે.

૧ રામ કથા

૨ રામ લીલા

૩ રામ ચરિત - જેના કેન્દ્રમાં સત્ય, પ્રેમ અને કરૂણા હોય છે.

૪ રામ ગાથા

સાધુને જોવા ઈશ્વર પણ તડપે છે.

ક્યારે ઊઠવું જોઈએ?


પ્રાતઃ કાળે ઊઠવું જોઈએ. સમજણના પ્રાતઃ કાળે ઊઠવું જોઈએ.

કોઈક ઘટનાથી આપણા જીવનમાં ચમકારો થાય જે જીવનના વિકાસ માટે લાભદાયક હોય તો તે ચમકારાની ક્ષણ પ્રાતઃકાળ છે.

વાતો સમજવા માટે સાગર પેટા થવું પડે.

ગુણ રહીત પ્રેમ સાચો પ્રેમ છે.

જાગ્યા ત્યાંથી સવાર.


ગુરૂ જાગે તે પહેલાં શિષ્યે જાગવું જોઈએ.

જાગૃત પુરૂષ મળ્યા પછી પ્રમાદી બનીને ન રહેવાય.


પ્રતિષ્ઠિત માણસને સમસ્યાઓ ઘેરી વળે ત્યારે - જનક રાજા જેવા પણ વિચલિત થઈ જાય ત્યારે - આવા સમયે ઊઠવું જોઈએ.


જ્યારે પ્રેમી કે જેનો પ્રેમ ગુણ રહીત છે તે મળવા આવે ત્યારે ઊઠવું જોઈએ.

રામ ભરતને મળવા ઊઠે છે ત્યારે ૧ વસ્ત્ર પડી જાય છે, ૨ તરકસ પડી જાય છે, ૩ ધનુષ્ય પડી જાય છે અને ૪ તીર પણ પડી જાય છે.

રામ ચરિત માનસ જે ૨૫ મો અવતાર છે તે હાથ વગો છે.

કથાનું, વક્તાનું તટસ્થ અને કુટસ્થ ભાવે મુલ્યાંકન કરો. કોઈના અહોભાવમાં રહીને કે અધોગત ભાવમાં રહીને મુલ્યાંકન ન કરો.

એકલું જ્ઞાન હોય અને આંખમામ ભીનાશ ન હોય, આંસુ ન હોય તો તે દુષ્કાળ જ છે. જનક્ના રાજમાં દુષ્કાળ એટલે જનક જ્ઞાની જ હતા, ભાવ ન હતો તેનો દુષ્કાળ હતો.

પ્રસિદ્ધિ અને સિદ્ધિ અલગ છે.

વસ્ત્ર એ છે જે કંઈક છુપવવા માટે વપરાય છે. વસ્ત્ર એટલે કંઇક છુપાવવાનું સાધન.

પટ એટલે કપટ

નિસંગનો અર્થ અસંગતા છે.

ધનુષ્ય એટલે જ્ઞાન - વિજ્ઞાન, પ્રેમીને મળવામાં જ્ઞાનની જરૂર નથી.

તીર એટલે કિનારો. પ્રેમીને જોઈને કિનારે ઊભા ન રહેવાય, તે સમયે તો મધ દરિયે ડૂબકી મારવાની હોય.

વ્યાપકને સ્થળાંતર કરવાની મજબુરી છે. જે સર્વત્ર છે તે વ્યાપક છે. તેથી વ્યાપક માટે સ્થાંતર કરવાની બીજી કોઈ જગ્યા છે જ નહીં.

શ્રમ પછીનો વિશ્રામ જ આરામ આપે.

ત્રણ વસ્તુ યાદ રાખવા જેવી છે.


નિયતીને યાદ રાખો. નિયતિ હંમેશાં આપણા હિતનું જે હોય તે જ કરે છે.


જે કર્મ થાય છે તેમામ આપણે ફક્ત નિમિત્ત માત્ર જ છીએ.

૩ નેતીને યાદ રાખો. કોઈ પણ જાતનો ફામ્કો ન રાખો.

કામ ગુરૂને છોડો અથવા કાં ગુરૂ ઉપર બધું જ છોડી દો.

વશિષ્ઠ ઋષિ વિશિષ્ઠ છે તેમેજ વરિષ્ઠ પણ છે.




No comments:

Post a Comment