Translate

Search This Blog

Sunday, June 26, 2016

21મી સદીનું રામરાજ્ય સત્ય, પ્રેમ, કરુણાના ત્રિકોણ પર રચવું જોઈએ

21મી સદીનું રામરાજ્ય સત્ય, પ્રેમ, કરુણાના ત્રિકોણ પર રચવું જોઈએ



  • રામરાજ્ય માત્ર સત્તા પર બેઠેલા નથી લાવી શકતા, એનો પાયો તો શૃંગબેરપુરમાં નખાવો જોઈએ. છેવાડાનો માણસ એનો પાયો નાખે.


  • પરંતુ વિશ્વ સમક્ષ કાયમ મારો એ વિચાર રહ્યો કે પરંપરા હંમેશાં પ્રવાહી રહેવી જોઇએ, જડ નહીં થવી જોઇએ. જડ પરંપરા માણસને સંકીર્ણ બનાવી દે છે, આગળ વધવા નથી દેવી.


  • પરંતુ બધા સંતોએ, બધા મનીષીઓએ, બધા વિદ્વાનોએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે રામરાજ્યનો આરંભ અયોધ્યામાં ન થઇ શકે, પહેલાં કોઇ બીજી જગ્યાએ એના શ્રીગણેશ થવા જોઇતા હતા. અને રામરાજ્યના શ્રીગણેશ થયા હતા શૃંગબેરપુરમાં.


  • મનીષીઓએ એમ પણ કહ્યું કે રામરાજ્યનો અર્થ છે પ્રેમરાજ્ય. ગાંધીબાપુ જેને આદર્શરૂપે માનતા હતા, સુરાજ્ય કહેતા હતા, 


  • ગાંધીબાપુ આવ્યા તો એમણે તો વર્ણનો નિષેધ કરી દીધો. એ સંશોધન છે. 
  • એક એવો સમાજ નિર્મિત થઇ રહ્યો હતો કે ભેદ ખતમ થઇ ગયા હતા. રામરાજ્યની વાતમાં ભેદતત્ત્વ નીકળી જવું જોઇએ. આજના સંદર્ભમાં કેવું રામરાજ્ય પ્રાસંગિક હોઇ શકે? એ સમયે તો લખ્યું છે-


બયરુ ન કર કાહૂ સન કોઇ.
રામ પ્રતાપ બિષમતા ખોઇ.


  • એક એવો સમાજ સ્થપાયો હતો, જેમાં કોઇ કોઇની સાથે વેર કરતું ન હતું અને રામકૃપાથી વિષમતા નષ્ટ થઇ ચૂકી હતી. હું સમજું છું કે કોઇ કોઇની સાથે વેર ન કરે, એ બહુ મુશ્કેલ કામ છે! 
  • ભરત છેલ્લા માણસને હૃદયે લગાવે છે. ભરતના આ પગલાં પછી ચિત્રકૂટ સુધી પહોંચતાં પહોંચતાં વશિષ્ઠજીને પણ એ છેવાડાની વ્યક્તિને ગળે લગાવવી પડી. 
  • હું કથાઓમાં કહું છું કે આપણી પાસે વચનાત્મક ઘણું છે, રચનાત્મક કંઇ પણ નથી! 


  • દસ ટકા કદમનો મતલબ કમ સે કમ આપણા પરિવારમાં રામરાજ્ય આવે. એક્શન આપણા પારિવારિક જીવનમાં હોવું જોઇએ.


  • એકવીસમી સદીનું રામરાજ્ય એવું નહીં હોવું જોઇએ. અહીં તપસ્યાનો સૌને અધિકાર હોવો જોઇએ. અહીં સૌને વિદ્યાનો અધિકાર હોવો જોઇએ. એ કાળમાં એ બધું રહ્યું હશે, ઠીક છે.


  • આધ્યાત્મિક જીવનનાં ત્રણ સૂત્રો છે. વિનોબાજીએ પણ એના પર ઘણો પ્રકાશ પાડ્યો છે. પરંતુ ‘રામચરિત માનસ’માંથી મને જે પ્રાપ્ત થયાં છે, એ ત્રણ છે-સત્ય, પ્રેમ અને કરુણા. એકવીસમી સદીનું રામરાજ્ય સત્ય, પ્રેમ અને કરુણાના ત્રિકોણ પર રચવું જોઇએ. 
  • રામરાજ્ય માત્ર સત્તા પર બેઠેલા નથી લાવી શકતા, એનો પાયો તો શૃંગબેરપુરમાં નખાવો જોઇએ. છેવાડાનો માણસ એનો પાયો નાખે. એના માટે સત્યની નજીક જીવવું પડશે. એ રામરાજ્યને આજે એકવીસમી સદીમાં પ્રાસંગિક કરવા માટે પ્રેમ જોઇએ. સૌની વચ્ચે પ્રેમ હોવો જોઇએ, કરુણા હોવી જોઇએ. કંઇ ન કરી શકીએ તો કમ સે કમ આ ત્રિકોણ પર આપણા વિચારો કેન્દ્રિત થવા જોઇએ. એ માત્ર વચનાત્મક જ નહીં, રચનાત્મક હોય એ બહુ જ આવશ્યક છે.

(સંકલન : નીિતન વડગામા)

Read full story at Sunday Bhaskar.



Sunday, June 19, 2016

કન્યાને વિદાય આપતા પિતાની બધી જ વસ્તુ પરાઈ થઈ જાય છે

કન્યાને વિદાય આપતા પિતાની બધી જ વસ્તુ પરાઈ થઈ જાય છે



  • દીકરી જ્યારે પરણીને પતિ ઘેર જતી હોય ત્યારે કુટુંબના બધા માણસોને દુ:ખ થાય છે,પણ વધારેમાં વધારે દુ:ખ દીકરીના બાપને થાય છે. જેટલું દુ:ખ બાપને થાય છે એટલું બીજા કોઇને થતું નથી. દીકરીને સાસરે વળાવે છે ત્યારે એને એમ લાગે છે કે મારા જીવનમાંથી એક એવું પાત્ર ઓછું થાય છે, જે મને દિવસો સુધી યાદ રહેશે.



  • બાપ-દીકરીનો સંબંધ બહુ અદ્્ભુત છે. બાપને એમ થાય છે કે કાલે હું ઘરમાં આવીશ તો મને કોણ પૂછશે કે, બાપુજી, શું જોઇએ છે? એટલે જ દીકરીને સાસરે વળાવતી વખતે બાપને બહુ આઘાત લાગે છે. આવું સમર્પણ બીજું કોઇ કરી શકતું નથી. અઢાર-અઢાર વરસ સુધી જે દીકરીને પોતાના ઘરમાં ઉછેરીને મોટી કરી હોય એ દીકરીને તમે પરણાવો એટલે બધું પારકું કરીને જતી રહે છે. કન્યાને વિદાય આપતા પિતાની બધી જ વસ્તુ પરાઇ થઇ જાય છે. ગમે તેવી મુસીબત આવે તો પણ માણસને આંખમાં આંસુ ન આવે, પણ દીકરીને વળાવતી વખતે ન રડ્યો હોય એવો કોઇ બાપ ન હોય!!




  • આ છે બાપ-દીકરીનો સંબંધ! બાપ-દીકરાના સંબંધ સ્વાર્થ હોય,  પણ દીકરીને કયો સ્વાર્થ હોય? આંસુની ધારા એ જ લાવે. જે નિ:સ્વાર્થ હોય. દિલને હચમચાવી મૂકે એ સંબંધમાં સ્વાર્થ ન હોય. દીકરીને વળાવવી બહુ વસમું લાગે છે. કવિ દાદ લખ્યું છે, ‘કાળજો કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો.’

(સંકલન : નીિતન વડગામા)


Read full story at Sunday Bhaskar.



સાધુને ગર્વ ન હોય, પણ ગુરુકૃપાનું ગૌરવ જરૂર હોય

સાધુને ગર્વ ન હોય, પણ ગુરુકૃપાનું ગૌરવ જરૂર હોય




  • ઘણી જગ્યાએ વ્યક્તિ જ એટલી મહાન હોય, એને લીધે સ્થાનનો મહિમા વધે છે. એ ખાખરાના ઝાડ નીચે બેસી જાય તો એ કલ્પતરું થઇ જાય, સાહેબ! કારણ કે વ્યક્તિ મહાન છે.


  • એટલે કાં તો સ્થાનને લીધે વ્યક્તિ પૂજાતી હોય છે અથવા તો વ્યક્તિના ભજન અને તપસ્યાને લીધે સ્થાન તપ્ત થતું હોય છે. પણ, આ બે વસ્તુ પર્યાપ્ત નથી. એક ત્રીજી વસ્તુ, 
  • ઘણાં સ્થાનનો પણ બહુ પ્રભાવ ન હોય સાહેબ, અને વ્યક્તિમાં પણ કાંઇ એવું અજવાળું આપણે ન જોતાં હોઇએ, પણ એને ક્યાંકથી એવી મંત્રઉપાસના પ્રાપ્ત થઇ ગઇ હોય, અને મંત્રની ઉપાસના કરે તેથી તે વ્યક્તિ પણ પૂજ્ય બનવા માંડે અને સ્થાન પણ બળવતર બનવા માંડે. 
  • અને રામકથા તો કહે છે- મંત્ર પરમ લઘુ જાસુ બિધિ હરિ હર સુર સર્બ.


  • વિધિઓ ગમે તેટલી હોય, એ બધી જ નાની છે, અને વિશ્વાસ ગમે તેટલો નાનો હોય, એ બહુ મોટો છે. વિધિથી વિશ્વાસનું કાઠુ બહુ ઊંચું હોય છે, સાહેબ! અને આપણે વિશ્વાસની ઊંચાઇ મૂકીને ક્યારેક વિધિના ઝાંખરાંમાં ફરતાં હોઇએ છીએ! મને તો ઘણાં પૂછે કે હરિનામ જપવાની વિધિ કઇ, તો હું જાહેરમાં કહું કે કોઇ વિધિ નહીં, વિશ્વાસ જ જોઇએ.


ભોજલ કે ભરોસો જેને,
ત્રિકમજી તારશે અેને...


  • આપણી ભાષામાં, ‘જ્યાં ટુકડો ત્યાં હરિ ઢૂકડો’, પણ આ કાંઇ કાઠિયાવાડી સૂત્ર થોડું છે? આ તો ઉપનિષદનું સૂત્ર છે. આ તો આપણી ભાષામાં આપણે એને લઇ આવ્યા. બાકી મૂળ તો ઉપનિષદમાં ‘અન્નં બ્રહ્મૈતિ વ્યજાનાત્.’ આ સૂત્ર છે. 
  • અને સાધુને ગર્વ ન હોય પણ સાધુને ગુરુકૃપાનું ગૌરવ જરૂર હોય. ગુરુકૃપાનું ગૌરવ હોય સાહેબ, અભિમાન નહીં.

(સંકલન : નીિતન વડગામા)

Read full article at Sunday Bhaskar.



Saturday, June 11, 2016

માનસ બિહારી

રામ કથા

માનસ બિહારી

પટના, બિહાર

શનિવાર, તારીખ ૧૧-૦૬-૨૦૧૬ થી રવિવાર, તારીખ ૧૯-૦૬-૨૦૧૬

મુખ્ય પંક્તિ

मंगल भवन अमंगल हारी। 

द्रवउ सो दसरथ अजिर बिहारी॥

...............................................................................1 - 111/4



मंगल के धाम, अमंगल के हरने वाले और श्री दशरथजी के आँगन में खेलने वाले (बालरूप) श्री रामचन्द्रजी मुझ पर कृपा करें॥




रूप रासि नृप अजिर बिहारी। 

नाचहिं निज प्रति बिंब निहारी।।

...............................................................7 - 76/8

राजा दशरथजी के आँगन में विहार करनेवाली रूप की राशि श्रीरामचन्द्रजी अपनी परछाहीं देखकर नाचते हैं।।



શનિવાર, ૧૧-૦૬-૨૦૧૬
રામ ચરિત માનસ અ‌દ્‌ભૂત ગ્રંથ છે, વૈશ્વિક ગ્રંથ છે, જેમાં ગુરૂ કૃપાથી દરરોજ નવીન અમૃત પ્રાપ્ત થાય છે અને સાધક તેમાં ખોવાઈ જાય છે.
શાસ્ત્રનો સાર છેલ્લા માણસ સુધી પહોંચવો જોઈએ.

पूँछेहु रघुपति कथा प्रसंगा। सकल लोक जग पावनि गंगा॥

વિશ્વાસથી ભક્તિ મળે, પ્રમ મળે અને શ્રદ્ધાથી પરમાત્મા મળે.
આચાર્ય સંઘની સ્થાપના વિનોબા ભાવી કરી હતી અને તેમણે આચાર્યનાં ૩ લક્ષણ વર્ણવ્યાં હતાં.

જે નિર્ભય હોય તે આચાર્ય હોઈ શકે, ગુરૂ હોઈ શકે.

જે નિષ્પક્ષ હોય તે આચાર્ય, ગુરૂ હોય.


જે નિરવેર હોય તે આચાર્ય, ગુરૂ હોય. શત્રુતાથી મુક્ત જીવન જેનું હોય તે આચાર્ય, ગુરૂ હોઈ શકે.
ગુરૂના ચરણની રજથી આંખ પવિત્ર થાય એટલે આખું જગત વંદનીય લાગે, બધા ભેદ મટી જાય.

सीय राममय सब जग जानी। करउँ प्रनाम जोरि जुग पानी॥1॥