રામ કથા
સુરત
ગુજરાત
શનિવાર, તારીખ ૦૨/૧૨/૨૦૧૭ થી રવિવાર, તારીખ ૧૦/૧૨/૨૦૧૭
આ રામ કથા અંગેનો દિવ્ય ભાસ્કર દૈનિકમાં પ્રકાશિત થયેલ લેખ દિવ્ય ભાસ્કરના સૌજન્ય સહ પ્રસ્તુત છે.
રામકથાને એક પર્વ તરીકે ઉજવીએઃઆયોજક
કથાના મુખ્ય આયોજક નનુભાઇ સાવલિયા દ્વારા એવુ જાહેર કરવામાં આવ્યું હતું કે, મારા પરિવારનું આ સદભાગ્ય છે કે દેશના વીર જવાનો માટે અને આ રાષ્ટ્ર માટે કંઇક યોગદાન આપવાનો મને આનંદ છે. જો કે, હું આ સ્થળ પરથી જાહેર કરૂ છું કે, આ રામકથા મારી કે મારા પરિવારની નથી પરંતુ દેશ માટે શહીદી વહોરનારા આપણા દેશના વીર જવાનોની છે. રામકથાના માધ્યમથી અમે દેશમાં એક અનોખી રાષ્ટ્ર ચેતના પ્રગટાવીશું અને તેનો ફાયદો સમગ્ર દેશને મળવાનો છે. આ રામકથાને આપણે એક પર્વ તરીકે ઉજવવાની છે અને તમામ સમાજના લોકો તેમાં જોડાઇને રાષ્ટ્ર માટે યોગદાન આપે એ આવશ્યક છે.
વીર ચક્ર વિજેતા નિવૃત ડીવાયએસપી આર એચ હડીયાએ એક વર્ષનું પેન્શન દાનમાં આપ્યું
પોલીસ ડિપાર્ટમેન્ટમાં જેમનું નામ આજે પણ ગર્વથી લેવામાં આવે છે એવા મુળ સૌરાષ્ટ્રના વતની અને તાજેતરમાં જ નિવૃત થયેલા ડીવાયએસપી આર.એચ. હડીયા આહીર સમાજના પ્રમુખ છે. તેઓ બિહારમાં એક ડિટેકશન માટે તપાસમાં ગયા ત્યારે ટ્રેનમાં લુંટારૂઓ ત્રાટક્યા હતા અને તેમની સાથે અથડામણ થઇ હતી. ટ્રેન રોબરી અટકાવવા માટે આર. એચ. હડીયાએ કરેલી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને તેમને વીરચક્રથી સન્માનીત કરવામાં આવ્યા હતા. વીર ચક્ર વિજેતાઓને કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ પેન્શન આપવામાં આવે છે અને આ પેન્શનની એક વર્ષની રકમ આર એચ હડીયા દ્વારા દાનમાં આપવામાં આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
રામકથાની પોથી યાત્રામાં ઉપસ્થિત રહેશે ત્રણ પરમવીર ચક્ર વિજેતા
મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા આયોજીત રામકથામાં 2જી ડિસેમ્બરે પોથી યાત્રા નીકળશે એ પણ યાદગાર રહેશે. આ રામકથાની પોથીયાત્રામાં પરમવીર ચક્ર વિજેતા એવા ત્રણ બહાદુર અધિકારીઓ ઉપસ્થિત રહેશે. જેમાં જમ્મુના કે.બાનાસીંગ ઉપસ્થિત રહેશે જેમણે 1962માં સીયાચીન ખાતે ચીન સામેના યુધ્ધમાં વીરતાથી દુશ્મનોને ખદેડી મુક્યા હતા. આ વીરતા બદલ તેમને વીરચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા સીયાચીન ખાતેની આ હિલને બાનાસીંગ હિલ નામ આપવામાં આવ્યુ છે. જ્યારે કારગીલ યુધ્ધ વખતે ટાઇગર હિલ પર પાકિસ્તાનીઓ સામે લડતા યોગેન્દ્ર યાદવે છેલ્લે હાથો હાથની લડાઇ કરી હતી અને દુશ્મનોને ખદેડી મુક્યા હતા તેમજ દુશ્મનનું માથું કાપીને તેમાં રાયફલ લગાવીને ટીઇગર હિલ પર તિરંગો લહેરાવ્યો હતો. સુબેદાર મેજર સંજય કુમારને પણ કારગીલ યુધ્ધમાં દર્શાવેલી વીરતા બદલ પરમવીર ચક્ર આપવામાં આવ્યુ છે.
અલગ રીતે નીકળશે પોથી યાત્રા
રામકથાની પોથી યાત્રામાં અમદાવાદના વીર શહીદ મેજર ઋષિકેશ રામાણીના માતા પિતા પણ ઉપસ્થિત રહેશે અને તાજેતરમાં જ શહીદ થયેલા અમદાવાદના વીર જવાન પ્રદીપસિંહ કુશવાહના પરિવારજનો પણ ખાસ હાજર રહેશે. આ વીર જવાનો અને તેમના પરિવારજનો પોથીયાત્રામાં બગીમાં બેસીને વ્રજભૂમિ ચોક ખાતેથી કર્ણભૂમિ સુધી આવશે.
No comments:
Post a Comment