Translate

Search This Blog

Saturday, February 1, 2020

માનસ મંગલાચરણ


રામ કથા
માનસ મંગલાચરણ
Port Blair, Andaman Nicobar
ગુરૂવાર, તારીખ ૩૦/૦૧/૨૦૨૦ થી શુક્રવાર,  તારીખ ૦૭/૦૨/૨૦૨૦
મુખ્ય ચોપાઈ
वर्णानामर्थसंघानां रसानां छन्दसामपि
मंगलानां कर्त्तारौ वन्दे वाणीविनायकौ॥1॥
भवानीशंकरौ वन्दे श्रद्धाविश्वासरूपिणौ
याभ्यां विना पश्यन्ति सिद्धाः स्वान्तःस्थमीश्वरम्‌॥2॥
परम  पुनीत  भरत  आचरनू 
मधुर  मंजु  मुद  मंगल  करनू





ગુરૂવાર, ૩૦/૦૧/૨૦૨૦
वर्णानामर्थसंघानां रसानां छन्दसामपि
मंगलानां कर्त्तारौ वन्दे वाणीविनायकौ॥1॥


अक्षरों, अर्थ समूहों, रसों, छन्दों और मंगलों को करने वाली सरस्वतीजी और गणेशजी की मैं वंदना करता हूँ॥1॥

भवानीशंकरौ वन्दे श्रद्धाविश्वासरूपिणौ
याभ्यां विना पश्यन्ति सिद्धाः स्वान्तःस्थमीश्वरम्‌॥2॥


श्रद्धा और विश्वास के स्वरूप श्री पार्वतीजी और श्री शंकरजी की मैं वंदना करता हूँ, जिनके बिना सिद्धजन अपने अन्तःकरण में स्थित ईश्वर को नहीं देख सकते॥2॥
परम  पुनीत  भरत  आचरनू  मधुर  मंजु  मुद  मंगल  करनू

हरन  कठिन  कलि  कलुष  कलेसू  महामोह  निसि  दलन  दिनेसू॥3॥


भरतजी  का  परम  पवित्र  आचरण  (चरित्र)  मधुर,  सुंदर  और  आनंद-मंगलों  का  करने  वाला  है  कलियुग  के  कठिन  पापों  और  क्लेशों  को  हरने  वाला  है  महामोह  रूपी  रात्रि  को  नष्ट  करने  के  लिए  सूर्य  के  समान  है॥3॥
मंगलाचरनमें २३ मंत्र है ।
શાસ્ત્રીય ક્રમ પ્રમાણે ૩ પ્રકારના મંગલાચરણ છે, નમસ્કારાત્મક મંગલાચરણ – પ્રણામ અર્પણ કરવામાં આવે, આશીર્વાદત્મક મંલગાચરણ, અને વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ – શાસ્ત્રમાં શું છે તેનો નિર્દેશ કરવામાં આવે છે.
જ્યારે ગુરુ કૃપા થાય, જ્યારે ગ્રંથ કૃપા થાય તેમજ જ્યારે ગોવિંદ કૃપા થાય ત્યારે જ વક્તા વ્યાસ પીઠ ઉપરથી બોલી શાકે છે.
જ્યારે શબ્દનો અર્થ સમજમાં આવે ત્યારે રસ પેદા થાય.
તુલસી ગણેશ પહેલાં સરસ્વતીની વંદના કરે છે. શાસ્ત્ર ક્રમ પ્રમાણે પહેલાં ગણેશ વંદના આવે પણ સાધુ મત પ્રમાણે તુલસી સરસ્વતી વંદના પહેલાં કરે છે.
કૃષ્ણ કહે છે કે મારો અંત તો નથી જ પણ મારી વિભૂતિઓનો પણ અંત નથી.
શ્રદ્ધા ગુરૂના ચરણમાં રાખવી અને વિશ્વાસ ગુરૂના વચન ઉપર રાખવો.
સરસ્વતી વાણીનું રૂપ છે.
યા કુન્દેન્દુ તુષાર્ હાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા ।
    યા વીણાવરદંડ મંડિતકરા યા શ્વેતપદ્માસના ।
    યા બ્રહ્માચ્યુતશંકરપ્રભ્રુતિભિર્દેવૈ સદા વંદિતા ।
    સા માં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષ જાડ્યા પહા ॥
વાણીના ૪ પ્રકાર છે, વીણા જેવી વાણી, ગ્રંથ મુખી વાણી, ભજન યુક્ત વાણી અને અભય તેમજ વરદાન આપે તેવી વાણી.
વાણી વૈરાગ્ય પેદા કરે, પ્રેમથી ભરી દે તેવી હોવી જોઈએ.
સરસ્વતી પાસે બધું જ ધવલ – શ્વેત છે.
કથામાં થાક ઊતરી જાય છે. કથામાં વિશ્રામ છે.
જેની પાસે પાંચ પ્રકારના વિવેક હોય તે વિનાયક છે.
શ્રવણ વિનય - કર્ણ વિવેક, ઉદર વિવેક – માન અપમાન બધું સહન કરે, નાસિકાનો વિવેક – ખાનદાનીનો વિવેક – પોતાની અસ્મિતાનો વિવેક, ધૈર્ય વિવેક – ધીરજ રાખવાનો વિવેક, શુબ્ર દાંતનો વિવેક – દંભ ન કરવાનો વિવેક, સુક્ષ્મ દ્રષ્ટિનો વિવેક.
શ્રદ્ધા જ્ઞાનની જનેતા છે.શ્રદ્ધા તપ કરવાવાળી હોવી જોઈએ, તાપસી શ્રદ્ધા, શ્રદ્ધાથી ધર્મ પેદા થાય.
શિવ અષ્ટ મૂર્તિ છે, તેથી રુદ્રાષ્ટક્મ્‌ છે. સપ્ત ઋષિ શિવ ઉપર – વિશ્વાસ ઉપર અષ્ટ આરોપ મુકે છે.
ઈશ્વર રૂઠે ત્યારે બુદ્ધ પુરૂષ પાસે બેસી જાવ.
સાધુને કોઈ મારી ન શકે, સાધુ મરેલા જ હોય.
વામ માર્ગ એટલે કબીરની ઊલટી વાણી.
સાધુ અત્યંત કામી હોય – એટલે કામીને જેટલી સ્ત્રી વ્હાલી લાગે એટલા પરમાત્મા વ્હાલા લાગે. સાધુને હરિ પ્રત્યે કામ સમાન પ્રેમ હોય.
जौं अस करौं तदपि बड़ाईमुएहि बधें नहिं कछु मनुसाई
कौल कामबस कृपिन बिमूढ़ाअति दरिद्र अजसी अति बूढ़ा॥1॥
यदि ऐसा करूँ, तो भी इसमें कोई बड़ाई नहीं हैमरे हुए को मारने में कुछ भी पुरुषत्व (बहादुरी) नहीं हैवाममार्गी, कामी, कंजूस, अत्यंत मूढ़, अति दरिद्र, बदनाम, बहुत बूढ़ा,॥1॥
सदा रोगबस संतत क्रोधीबिष्नु बिमुख श्रुति संत बिरोधी
तनु पोषक निंदक अघ खानी जीवत सव सम चौदह प्रानी॥2॥
नित्य का रोगी, निरंतर क्रोधयुक्त रहने वाला, भगवान्विष्णु से विमुख, वेद और संतों का विरोधी, अपना ही शरीर पोषण करने वाला, पराई निंदा करने वाला और पाप की खान (महान्पापी)- ये चौदह प्राणी जीते ही मुरदे के समान हैं॥2॥
ક્રોધ કરો પણ હરિને સાથે રાખીને ક્રોધ કરો. પરશુરામ અને ભરત ક્રોધી છે પણ હરિને સાથે રાખીને ક્રોધ કરે છે.


શુક્રવાર, ૩૧/૦૧/૨૦૨૦
મોટા ભાગે આપણે મંગલ ઊચ્ચારણ કરીએ છીએ પણ મંગલ આચરણ નથી કરતા. ઊચ્ચારણ  વચનાત્મક છે જ્યારે આચરણ રચનાત્મક છે. મંગલ ઊચ્ચારણ એ એક શરૂઆત છે, આ મંગલ ઊચ્ચારણ મંગલ આચરણ તરફ પ્રેરીત કરે છે. ઊચ્ચારણથી આચરણનું દ્વાર ખુલે છે.
વિનાયક બાધા દૂર કરે છે. બાધા અને વિઘ્નમાં ફેર છે. વિઘ્ન બીજા નાખે છે જ્યારે બાધા પોતાના નાખે છે.
વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય,
લંબોદરાય સકલાય જગદ્વિતાય !
નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભુષિતાય,
ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે !
વિનાયક એટલે વિશેષ પ્રકારના નાયક.
હનુમાનનું એક નામ વિનાયક છે. હનુમાન અને ગણેશ બંને વિનાયક છે, બંનેમાં સામ્ય છે, બંનેમાં એક રૂપતા છે.
શ્રદ્ધા અને વિશ્વાસના વિહાર દ્વારા ભરોંસા નામનો પુત્ર પેદા થાય છે. ભરોંસાને હ્મદયમાં રાખો. આજ કાલ શક્તિ બહું વધી છે પણ શિવનું પ્રમાણ ઘટ્યું છે. આનાથી અશાંતિ આવે છે.
શ્રદ્ધા ચરણમાં, વિશ્વાસ વચનમાં અને ભરોંસો હ્મદયમાં રાખો.
મંગલાચરણનો ત્રીજો મંત્ર…..
वन्दे बोधमयं नित्यं गुरुं शंकररूपिणम्‌।
यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते॥3॥

ज्ञानमय, नित्य, शंकर रूपी गुरु की मैं वन्दना करता हूँ, जिनके आश्रित होने से ही टेढ़ा चन्द्रमा भी सर्वत्र वन्दित होता है॥3॥
તુલસીદાસજી કહે છે કે મારા ગુરૂ શંકર રૂપ છે જે બોધમય છે. બોધમય એટલે જે બોધ આપી શકે. બોધમય ગુરૂ એ છે જે કોઈ પણ પ્રકારનો અનુરોધ ન કરે, આશ્રિતને સ્વતંત્ર રાખે, આશ્રિતને તેની મોજમાં રહેવા દે.
પોતાના ગુરૂએ કહેલ વાત તેના આશ્રિત માટે પરમ સત્ય છે.
બોધમય ગુરૂ આશ્રિત ઉપર કોઈ જબરદસ્તી ન કરે. આપણે ગમે ત્યાં ગમે તેના પગમાં દંડવત ન કરવા જોઈએ.
અત્યંત વિકાર તેમજ અત્યંત સંસ્કાર સારા નથી. સંસ્કાર પ્રમાણે નાના બાળકોને પગે લગાડવાનો આગ્રહ રાખવો યોગ્ય નથી.
બોધમય ગુરૂ કોઈનો વિરોધ ન કરે. જ્યાં વિરોધ છે ત્યાં બોધ છે જ નહીં.
બોધમય ગુરૂ કોઈની ગતિમાં અવરોધ ન કરે, કોઈની ગતિમાં રુકાવટ ન ઊભી કરે.
બુદ્ધ પુરૂષ એક ખુણામાં બેસી ઘંણું બધું કરી શકવા સક્ષમ છે.
બોધમય ગુરૂમાં કોઈ પતિશોધ – બદલો લેવાની ભાવના ન હોય.
ગુરૂને મહાદેવ માનવા સર્વ શ્રેષ્ઠ છે.
શંકર રૂપી ગુરૂ એ છે જે એકલા વિષમ પરિસ્થિતિ સહન કરે, બીજાને  વિષમ પરિસ્થિતિમાં ન નાખે. શંકર ઝેર પીધા પછી ક્યારેય ઝેરનું વમળ નથી કર્યું.
બોધમય ગુરૂનું કાયમી ઠેકાણું એક જ હોય તેમજ પોતાની મોજ પ્રમાણે ગમે ત્યાં જઈ શકે. બોધમય ગુરૂ વક્રને પોતાના શિર ઉપર ધારણ કરી જગ વિખ્યાત કરી દે છે.

सीतारामगुणग्रामपुण्यारण्यविहारिणौ
वन्दे विशुद्धविज्ञानौ कवीश्वरकपीश्वरौ॥4॥
श्री सीतारामजी के गुणसमूह रूपी पवित्र वन में विहार करने वाले, विशुद्ध विज्ञान सम्पन्न कवीश्वर श्री वाल्मीकिजी और कपीश्वर श्री हनुमानजी की मैं वन्दना करता हूँ॥4॥
વાલ્મીકિ અને હનુમાનજી વિશુદ્ધ વિજ્ઞાની છે. વાલ્મીકિ કોયલ છે અને હનુમાનજી પોપટ છે. તુલસીદાસજી પણ પોપટ છે.
વિજ્ઞાન વિશુદ્ધ હોવું જોઈએ.
સંવેદના શુન્ય વિજ્ઞાન સામાજિક પાપ છે એવું ગાંધીજી કહે છે.
ઘર પણ એક રામ મંદિર છે.
વાલ્મીકિ અને હનુમાનજી વિશુદ્ધ વૈજ્ઞાનિક છે.
સીતા એટલે શક્તિ. શક્તિની શોધ વૈજ્ઞાનિક જ કરી શકે. તેથી જ હનુમાનાજીને સીતાની શોધ માટે – ઊર્જાની શોધ માટે જાય છે અને સીતાની ભાળ મેળવીને પરત આવે છે.
સગર્ભા સ્થિતિની અવસ્થામાં – સગર્ભા ઊર્જાને – સીતાને વાલ્મીકિ જેવા વૈજ્ઞાનિકના આશ્રમમાં મોકલાવામાં આવે છે.
હંસ કથા શ્રવણ કરે પણ કથા કહે નહીં. કથા કોયલ – વાલ્મીકિ, પોપટ – તુલસીસાદજી અને કાગડો – કાકભૂષંડી કથા કહે છે.
હંસ જેવા શ્રોતા ક્ષિર નીરનો વિવેક સહ ભેદ દૂર કરે, ક્ષિર નીર અલગ કરે.
તુલસીદાસજી શ્રોતાની મહત્તા કહે છે.
श्रोता सुमति सुसील सुचि कथा रसिक हरि दास
पाइ उमा पति गोप्यमपि सज्जन करहिं प्रकास।।69।।

हे उमा ! सुन्दर बुद्धिवाले, सुशील, पवित्र कथा के प्रेमी और हरि के सेवक श्रोता को पाकर सज्जन अत्यन्त गोपनीय (सबके सामने प्रकट करने योग्य) रहस्य को प्रकट कर देते हैं।।69()।।
રઘુવીર શબ્દ ફ્ક્ત રામ માટે જ વપરાય છે. રઘુવીર એ છે જે દયાવીર છે, જે ધર્મવીર હોય, જે ત્યાગવીર હોય, જે સત્યવીર હોય, જે શુરવીર છે. રામમાં આ પાંચેય લક્ષણ છે.
હનુમાનજી મહાવીર છે, મહાવીર એ છે જે યુદ્ધવીર હોય, જે સાહસવીર હોય, જે વિકાર જીતનાર વીર હોય.
શનિવાર, ૦૧/૦૨/૨૦૨૦
ગ્રંથ કૃપાથી શબ્દ મળે છે. શબ્દ બ્રહ્મ છે. ગ્રંથ કૃપાથી શબ્દ બ્રહ્મ પ્રાપ્ત થાય છે. અહીં શાબ્દનું અવતરણ થાય છે. ગ્રંથ કૃપાથી સાધકમાં શબ્દ બ્રહ્મનું અવતરણ થાય છે.
આંબાને કથા સંભળાવવાની જરૂર નથી પણ બાવળને કથા સંભળાવવાની જરૂર છે.
ગુરૂ કૃપા સૂર આપે છે. શબ્દ જો સત્ય છે તો સૂર પ્રેમ છે. ગુરૂ કૃપા હોય તો ખરાબ સૂર નીકળે જ નહીં. સૂર એટલે અમર, સૂર અમર છે, પ્રેમ અમર છે. ગુરૂને કરામત કરીને દૂર કરીએ તો સૂર ભંગ થઈ જાય.
ભગવત ગુણ ગાનાર બધા સરખા જ છે. કોઈ કથાકાર શ્રેષ્ઠ છે, કોઈ નિમ્ન છે એવું કહેવું યોગ્ય નથી.

ગોપી પ્રેમની ધજા છે. રાધા મંદિરમાં છે જ્યારે ગોપી ધજામાં છે.

ગોવિંદ કૃપા રસ આપે છે. પ્રેમમાં રસની પ્રધાનતા છે. તેથી કૄષ્ણને રસ રુપ કહેવાય છે, કૃષ્ણ રસોવૈસઃ છે, રસ રાસેશ્વર છે.
શબ્દ સત્ય છે, સૂર પ્રેમ છે અને સ્વર કરૂણા છે. ગોપીજનોના સ્વરમાં કરૂણા છે. જેની પાસે સ્વર છે તેની પાસે ઈશ્વર છે. કૃષ્ણ કૃપા વિના રસ ન મળે.
ભગવત કથા રસાલય છે, રસમય છે.
શાસ્ત્ર ક્રમ પ્રમાણે ત્રણ પ્રકારના મંગલાચરણ છે – વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ, આશીર્વાદાત્મક મંગલાચરણ અને નમસ્કારત્મક મંગલાચરણ.
આચાર્ય પ્રવરના પ્રમાણે મંગલાચરણના ચાર પ્રકાર પણ છે – જીગ્યાસુનો મંગલાચરણ - જીજ્ઞાસાત્મક મંગલાચરણ, અર્થાથી મંગલાચરણ, જ્ઞાની મંગલાચરણ- જ્ઞાનાત્મક મંગલાચરણ અને આર્ત મંગલાચરણ.
લોક મંગલાચરણ – ગ્રામ્ય ગિરામાં મંગલાચરણ, શ્લોક મંગલાચરણ અને શોક મંગલાચરણ પણ છે.
વૃદ્ધ વ્યક્તિ તેના અનુભવના આધારે સુંદર બોલે તે પણ મંગલાચરણ છે.
મંગલાચરણ ભાવમાં, મૌનમાં પણ હોય.
દેશ માટે મરવું સારૂ છે તેમજ દેશ માટે જીવતા રહેવું પણ સારૂ જ છે.
સતસંગ દુર્લભ છે, તેને છોડી ન શકાય.
સવારમાં ઊઠતાની સાથે જો મંગલ દર્શન થાય તો તે મંગલાચરણ છે. મંગલ દર્શન એ છે જેમ કે કોઈ બાળક કે પોતાની માતાનું દર્શન, ગાય માતાનું દર્શન, આંગણમાં રાખેલ તુલસીના કૂંડાનું દર્શન, પોતાના ઈષ્ટ ગ્રંથનું દર્શન, સંગીતકાર માટે પોતાના પ્રિય વાદ્યનું દર્શન, સારૂ પુસ્તકનું દર્શન વગેરે.
મંગલ શ્રવણ જેવાં કે શંખ ઘવ્નિ, કથા શ્રવણ, સારો રાગ સાંભળવા મળે વગેરે મંગલાચરણ છે.
મંગલ સ્પર્શ જેવાં કે બુઝર્ગના પગનો સ્પર્શ, સુવર્ણ સ્પર્શ, હનુમાન જે સુવર્ણ છે તેનો સ્પર્શ-  હનુમાનજીનું દર્શન – હનુમાનજીની ચોપાઈનું શ્રવણ, વગેરે મંગલાચરણ છે.
મામા એ છે જે આપણને મામા ન બનાવે.
હનુમાનજી કપીશ્વર તેમજ કવીશ્વર છે.
માછલીનું દર્શન પણ મંગલ દર્શન છે.
હનુમાનજી અખંડ બ્રહ્મ છે તેથી તે કવીશ્વર છે.
મંગલાચરણ અનેક પ્રકારે થાય છે. કોઈ માટે મંગલ વિચારવું પણ મંગલાચરણ છે.
સાધુનુ મંગલ વિચરણ પણ મંગલાચરણ છે.
નારી સંશય કરે એ સ્વાભાવિક છે.
હરિની માયા એટલી પ્રબલ છે કે શિવ જે વિશ્વાસ છે તેના ઘર સુધી પહોંચી જાય છે જેથી શિવની વાત સતી માનવા તૈયાર નથી.
સમાધિનું ફલશ્રુતિ રામ નામ છે.

ઘણા કથાકારો જન્મોજન્મથી કથા કહે છે. કથા કરવી તેમના ખાનદાનમાં હોય છે.


રવિવાર, ૦૨/૦૨/૨૦૨૦
શાસ્ત્ર ક્રમમાં મોટા ભાગે ફક્ત મંગલ શબ્દ છે, મંગલાચરણ નથી.
આખો બાલકાંડ પુરા રામ ચરિત માનસનું મંગલાચરણ છે. બાલકાંડના પ્રસંગોમાં એક પણ અમંગલ પ્રસંગ નથી.
ભોજન કરવાને પણ મંગલ કહેવાય છે. કથા પણ મંગલ મંગલ જ છે. કથા હર્ષિત થઈને ગાવી જોઈએ તેમજ હર્ષિત થઈને સાંભળવી જોઈએ.
કથા જ અમૃત છે, રામ નામ જ અમૃત છે.
રામનું  સ્મરણ વિધી છે અને રમનું વિસ્મરણ જ નિષેધ છે.
વિવેકાનંદનું શિકાગોમાં મંગલાચરણ – MY SISTERS AND BROTHERS – નું ઉદ્‌બોધન છે.
જેના કંઠમાં મંગલસૂત્ર છે તેનું મુખ દર્શન મંગલ દર્શન છે.
તુલસીદાસજીના મતે પુરી દુનિયા મંગલ છે, સુંદર છે. ગુરૂની આંખ દ્વારા દુનિયાને જુઓ.
સતી, સુગ્રીવ અને ગરુડ બ્રહ્મ ઉપર સંશય કરે છે. સતી દક્ષની આંખો દ્વારા રામને જુએ છે. સુગ્રીવ પોતાના ગુરૂની – હનુમાનની આંખો દ્વારા રામને જુએ છે. સતી અને સુગ્રીવને રામ ઉપર સંશય ત્યારે કરે છે જ્યારે રામની સાથે જાનકી – ભક્તિ નથી હોતી.
ગૌરવ ગર્વ બની શકે પણ ગર્વ ક્યારેય ગૌરવ ન મળે. ગૌરવ મળ્યા પછી તેનો ગર્વ થવાની સંભાવના છે.
આપણે જ્યારે બીજાને બીજો સમજીએ ત્યારે ઈર્ષા થાય છે. જો બીજાને આપણો સમજીએ તો ઈર્ષા નહીં થાય. પોતાના સમજો એટલે વિકાર બંધ થઈ જાય છે.
મંગલ શબ્દના અનેક અર્થ છે – મં એટલે પાપ અને ગલ એટલે ગળી જવું. જે પાપને હરી લે તે મંગલ છે. રામ કથા પૂણ્ય તેમજ પાપ બંનેને હરી લે છે.
મન પોતાના ઘરમાં ત્યારે જ બેસશે જ્યારે કોઈ કામના નહીં રહે. આ સ્થિતિ મંગલ સ્થિતિ છે.
ઈચ્છા કરવાથી શાંતિ ન મળે, જ્યારે ઈચ્છને શાંત કરીએ ત્યારે જ શાંતિ મળે. કથા ઈચ્છાઓને શાંત કરવાનો એક પ્રયોગ છે.
મર્યાદામાં રહી સુખનો ઉપભોગ મંગલ છે, પ્રાચીન રિવાજ મંગલ છે, નીતિથી મેળવેલ અર્થ પણ મંગલ છે, અગ્નિ મંગલ છે, દીપની જ્યોતિ મંગલ છે, નવકાર મંત્ર મંગલ છે, યુદ્ધ જો વિશ્વ મંગલ કરવા માટે કરવું પડે તો તે પણ મંગલ છે.
રામાયણ એટલે રામ અયન એટલે મંગલ મંદિર. તેથી તો કહેવાયું છે કે મંગલ મંદિર ખોલો, ભોળા બનીને આ મંગલ મંદિર ખોલવું જોઈએ.
જે હારેલો હોય તેને કોઈ પરાજીત ન કરી શકે.
વ્યાસપીઠ અનાદિ કાળથી સ્વતંત્ર છે.
જ્યારે આપણો ભરોંસો પાકો થઈ જાય ત્યારે આપણે નિચિંત અને નિર્ભય થઈ જઈએ. આ ભરોંસાનું પ્રમાણ છે.
મંદિર અને સરોવરમાં ફરક છે. મંદિરમાં પવિત્ર થઈને જવાય જ્યારે સરોવરમાં પવિત્ર થવા માટે જવાનું હોય. મંદિર ઊંચું હોઈ શકે પણ તેની ગહરાઈ ન હોય જ્યારે સરોવર ગહરું હોય. મંદિરમાં ધજા ફરકે છે પણ તરંગ નથી જ્યારે સરોવરમાં ધજા નથી પણ તરંગ હોય છે. મંદિરમાં બધી વસ્તુ જડ હોય – મૂર્તિ પણ પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં જડ હોય છે, જ્યારે સરોવરમાં ચૈતન્ય નર્તક કરે છે.
જાનકી વંદના
उद्भवस्थितिसंहारकारिणीं क्लेशहारिणीम्‌।
सर्वश्रेयस्करीं सीतां नतोऽहं रामवल्लभाम्‌॥5॥
उत्पत्ति, स्थिति (पालन) और संहार करने वाली, क्लेशों को हरने वाली तथा सम्पूर्ण कल्याणों को करने वाली श्री रामचन्द्रजी की प्रियतमा श्री सीताजी को मैं नमस्कार करता हूँ॥5॥
મા જ સર્જન કરે છે, પાલન કરે છે તેમજ સંહાર પણ કરે છે. છતાંય મા હત્યારી નથી.
કોઈના પ્રત્યે અતિશય રાગ, અતિશય દ્વેષ ક્લેશ પેદા કરે છે. જાનકી ક્લેશને મટાડે છે.
ભગવાનના ભજન વિના ક્લેશ ન મટે.

निज अनुभव अब कहउँ खगेसाबिनु हरि भजन जाहिं कलेसा।।
राम कृपा बिनु सुनु खगराईजानि जाइ राम प्रभुताई।।3।।
हे पक्षिराज गरुड़ ! अब मैं आपसे अपना निज अनुभव कहता हूँ। [वह यह है कि] भगवान् के भजन के बिना क्लेश दूर नहीं होतेहे पक्षिराज ! सुनिये, श्रीरामजी की कृपा बिना श्रीरामजी की प्रभुता नहीं जानी जाती।।3।।
રામ કથા જે પ્રેમ યજ્ઞ છે જેની વેદી વ્યાસપીઠ છે, યજ્ઞ કૂંડ વિવેક રુપી અગ્નિ છે, સમધિ કપટ, કુતર્ક, કુપથ, ખરાબ સોબત-આચરણ, કલિ, દંભ, પાખંડ છે, આહૂતિ ચોપાઈઓનું ગાન છે, યજ્ઞ પુરૂષ ભગવાન રામ છે, બલિ મમતા, અહંતા છે.

कुपथ कुतरक कुचालि कलि कपट दंभ पाषंड
दहन राम गुन ग्राम जिमि इंधन अनल प्रचंड॥32
श्री रामजी के गुणों के समूह कुमार्ग, कुतर्क, कुचाल और कलियुग के कपट, दम्भ और पाखण्ड को जलाने के लिए वैसे ही हैं, जैसे ईंधन के लिए प्रचण्ड अग्नि॥32 ()॥
संसय-समिध,अगिनि-छमा,ममता-बलि देहु
बीर महा अवराधिये, साधे सिधि होय
सकल काम पूरन करै, जानै सब कोय।1।
बेगि, बिलंब कीजिये लीजै उपदेस
बीज महा मंत्र जपिये सोई, जो जपत महेस।2।
प्रेम-बारि-तरपन भलो, घृत सहज सनेहु
संसय-समिध, अगिनि-छमा, ममता-बलि देहु।3।
अघ -उचाटि, मन बस करै, मारै मद मार
आकरषै सुख-संपदा-संतोष-बिचार।4।
जिन्ह यहि भाँति भजन कियो, मिले रघुपति ताहि
तुलसिदास प्रभुपथ चढ्यौ, जौ लेहु निबाहि।5।




સોમવાર, ૦૩/૦૨/૨૦૨૦
લક્ષ્મણ એ રામ સીતાની બે પાંપણ વચ્ચેનો ગોળો છે.
રામથી વિખુટા પડી જવાય એ ખોટનો ધંધો નથી પણ રામ કથાથી – સતસંગથી વિખુટા પડવું બહું મોટો ખોટનો ધંધો છે.
જ્યારે સ્વામી શરણાનંદજીનું નિર્વાણ થયું ત્યારે નાતાલ – (૨૫ ડિસેમ્બર, ૧૯૭૪) હતી, ગીતા જયંતિ હતી તેમજ ઈદ પણ હતી. આ એક ઈશ્વરીય સંયોગ હતો.
પરમાત્માનું સ્મરણ પર્યાપ્ત છે, સાક્ષાત્કારની કોઈ જરૂર નથી. સાક્ષાત્કાર થયા પછી શું કરવું એ પ્રશ્ન છે.
નિજ ધામ એટલે ખુદને ખુદ પાસે પહોંચવું, પોતે પોતા સુધી પહોંચવું. આ અત્યંત કઠિન છે. ખુદાને મળવામાં આપણે ખુદથી વિખુટા પડી ગયા છીએ.ખુદને ખુદ સુધી પહોંચવામાં કથા માર્ગ બની શકે છે, સહાય રૂપ બની શકે છે.
તુમ્હેં પાકર હમ ખુદસે દૂર હો ગયે ………..
ભૂલનો સ્વીકાર પણ સત્યનો માર્ગ બની શકે છે,……………ગાંધીજી
સમાજમાં રહો ત્યારે જેવા છો તેવા રહો પણ એકાંતમાં રહો ત્યારે મર્યાદામાં રહો.
જટા જાન્મોજન્મની જંજાળ છે જેને બાંધીને રાખવી પડે.
વક્તાને જ્યારે વધારે પ્રસિદ્ધિ મળે ત્યારે બદનામીનો ટેક્ષ ચૂકવવો પડે છે.
જ્ઞાનીને બ્રહ્માનંદ થાય.
પરમાત્માના નામ રૂપનું સ્મરણ કરવાથી, કિર્તન કરવાથી તે રૂપનું અનુંસંધાન થાય છે. નામ રૂપની સિડી જે ચઢી જાય છે તે બ્રહ્મને પામી જાય છે.
જ્ઞાન રૂપ વાળા નામ રુપને મિથ્યા માને છે.
નિર્ગુણ બ્રહ્મ જ્યારે સગુણ રૂપ ધારણ કરે છે ત્યારે જ પકડમાં આવે છે. પાણીને પકડિ ન શકાય પણ તેના ઘન સ્વરૂપ બરફને પકડી શકાય છે.
જે ભાવમાં ડૂબે છે તે ભવમાં – ભવસાગરમાં ડૂબતો નથી.
જીવને કામ બેહોશ કરે છે જ્યારે શિવને કામ જાગૃત કરે છે.
શિવ ઝેર પીવે છે પણ જગતને કથાનું અમૃત વહેંચે છે.
મંગળવાર, ૦૪/૦૨/૨૦૨૦
શાસ્ત્ર ક્રમ અને સાધુ ક્રમમાં શું ફરક છે ? શાસ્ત્ર ક્રમમાં પ્રયાસ કરવો પડે છે જ્યારે સાધુ ક્રમ પ્રાસાદિક છે. સાધુ કર એ કેવળ પ્રસાદ છે તેમાં કોઈ પ્રયત્ન કરવો નથી પડતો.
રામ ચરિત માનસ સૂત્રાત્મક, મંત્રાત્મક, યંત્રાત્મક, જંત્રાત્મક ગ્રંથ છે, પ્રવચનનો ગ્રંથ નથી.
રામ મહા મંત્ર છે, ભરત મહા સૂત્ર છે, લક્ષ્મણ મહા યંત્ર છે, શત્રુઘ્ન મહા જંત્ર છે. જંત્ર એટલે તાળુ અથવા સાંકળ. શત્રુઘ્ન મૌન રહે છે.
સાધકે ભલાઈ કરવી એ સારૂ છે પણ સાધકે બુરાઈ મુક્ત રહેવું વધારે સારૂ છે.
કાન જો હરિ કથા સારી રીતે ન સાંભળે તો તે ફ્ક્ત સાપને રહેવા માટેનું દર – સ્થાન છે. શ્રવણ એ એક ભક્તિ છે.
અમૃતથી ઝેર વધારે મૂલ્યવાન છે. અમૃત જીવાડે છે જ્યારે ઝેર મારે છે તેમજ જીવાડે પણ છે. મીરા ઝેર પીને પણ જીવે છે. શંકરે પણ ઝેર પીધું છે.
હરિનામ પહેલાં મુર્છિત કરે છે અને પછી જગાડી દે છે, જન્મોજન્મનું જાગરણ કરાવી દે છે.
કથા કલા નથી પણ વક્તાનો કાલ છે, જ્યાં સુધી વક્તા મરે નહીં ત્યાં સુધી શ્રોતાને જાગૃત ન કરી શકે.
નામ આપણે લઈએ તો તે છૂટી જાય પણ જો નામ જ જીભ ઉપર આવી જાય પછી છૂટી જ ન શકે.
મા ઉપર, પત્ની ઉપર, ઈશ્વર ઉપર ભરોંસો કરો. આ બધું માયા છે એ પ્રપંચ છે.
રાધા વિના કૃષ્ણ આધા હૈ.
શાસ્ત્ર ક્રમમાં શાસ્ત્રનો અભ્યાસ, અધ્યયન, સ્વાધ્યાય વગેરે કરવું પડે, યાદ રાખવું પડે, પ્રયાસ કરવો પડે જ્યારે સાધુ ક્રમ પ્રાસાદિક છે, કશું કરવાનું નથી, ક્શું યાદ રાખવાનું નથી.
મંગલમાં મં એટલે મંત્ર, મંત્રણા, શુભ વિચાર અને ગ એટલે ગગન સમાન વિશાળ અને લ એટલે લક્ષ્ય. જ્યાં આકાશ માફક વિશાળ વિચાર સાથે લક્ષ્ય સુધી જાય તે મંગલ છે.
यन्मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुरा
यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथाहेर्भ्रमः
यत्पादप्लवमेकमेव हि भवाम्भोधेस्तितीर्षावतां
वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम्‌॥6॥
जिनकी माया के वशीभूत सम्पूर्ण विश्व, ब्रह्मादि देवता और असुर हैं, जिनकी सत्ता से रस्सी में सर्प के भ्रम की भाँति यह सारा दृश्य जगत्सत्य ही प्रतीत होता है और जिनके केवल चरण ही भवसागर से तरने की इच्छा वालों के लिए एकमात्र नौका हैं, उन समस्त कारणों से पर (सब कारणों के कारण और सबसे श्रेष्ठ) राम कहलाने वाले भगवान हरि की मैं वंदना करता हूँ॥6॥
ગરીબ ઘરની સ્ત્રીના ગળામાં સાચા સોનાનો મોઘો હારને લોકો પિત્તળનો માને છે અને પૈસાદારની પત્નીના ગળામાં પિત્તળના હારને સાચો માને છે. આમ સત્તા પ્રમાણે મુલ્યાંકન થાય છે.
જીવ જ્યારે ચિંતન કરે છે ત્યારે ઈશ્વર તેની ચિંતા કરે છે.
વિશ્વામિત્ર હરિશચંદ્રના સત્યની પરીક્ષા કરે છે, દશારથ રાજાના પુત્ર પ્રેમની પરીક્ષા કરે છે અને રામની કરૂણાની પણ પરીક્ષા કરે છે.

વિશ્વામિત્ર અને વાલી એ બે માનસના અનાથ છે.
બુધવાર, ૦૫/૦૨/૨૦૨૦
પોતાના બુદ્ધ પુરૂષ પાસે જવું, તેના તરફની ગતિ જ મંગલાચરણ છે, અન્ય મંગલાચરણની જરૂર જ નથી. ગુરૂ દર્શન જ પરમ મંગલાચરણ છે. આજ મંગલ ગતિ છે.
સાત વસ્તુનું દર્શન મંગલ છે એવું દોહાવલી રામાયણમાં ઉલ્લેખ છે.
વ્યાસપીઠ ઉપરથી વક્તા જે બોલે તેનું તેણે આચરણ કરવું જ જોઈએ. જો વક્તા તેનું આચરણ ન કરે તો થોડા સમય પછી વ્યાસપીઠ તેને ધક્કો મારી ફેંકી દેશે. વ્યાસપીઠ ચિતા છે.
જેને ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ ગયો હોય તે સદા સર્વદા પ્રસન્ન રહે, તે ક્યારેય કોઈનો દ્વેષ ન કરે, તે કદી અસત્ય ન બોલે.
આપણને આવા બુદ્ધ પુરૂષ પાસે બેસવાનું ગમે, તેની પાસેથી આપણને એક ગંધ આવે કારણ કે તે એક બગીચામાં ફરીને આવેલો છે.
જેને ઝલક મળી છે સદા-સર્વદા પ્રસન્ન હશે, કયારેય સપનામાં પણ કોઇનો દ્વેષ નહિ કરે અને એના પ્રત્યેક વચન પર આપણને ભરોસો થવા માંડે.
 ઠાકુર, રમણમહર્ષિ, શ્રી માતાજી, નાનક કબીર, અરવિંદ વગેરેને જોઇને સમજાય જાય છે. અને આપણને મહાપુરૂષો પાસે કેમ ગમે છે કારણે કે બ્રહ્મ બગીચામાં -બ્રહ્મ વાટિકામાં વિહાર કરી આવ્યા છે.
જેને આપણે બહું જ પ્રેમ – સાચો પ્રેમ કરીએ છીએ ત્યારે તે જે કંઈ કરે તે આપણને ગમવું જ જોઈએ.
ધર્મ જ્યાં સુધી પ્રેમના રૂપમાં સક્રિય નહીં થાય ત્યાં સુધી દેશની સમસ્યા હલ નહીં થાય.  ………. ગાંધીજી
EMBARK ON THE JOURNEY OF LOVE, IT TAKES YOU FROM YOURSELF TO YOURSELF.   RUMY
EMBARK ON THE JOURNEY OF TRUTH સત્ય, IT TAKES YOU FROM YOURSELF TO YOURSELF.
EMBARK ON THE JOURNEY OF LOVE - પ્રેમ, IT TAKES YOU FROM YOURSELF TO YOURSELF.
EMBARK ON THE JOURNEY OF COMPASSION - કરૂણા, IT TAKES YOU FROM YOURSELF TO YOURSELF.
સંસ્કાર અને વિકાર મુક્ત પ્રેમ કરો, ત્યાં પ્રેમ સિવાય અન્ય કશું જ નથી રહેતું.
પોતે પોતાના સુધી પહોંચવાનું છે. જે પણ લક્ષ્ય હોય તેને પોતે માનો.
પ્રેમ જ ભક્તિ છે.
આપણે પરમ પ્રેમ નથી કરી શકતા એટલે કર્મ કાંડ કરીએ છીએ કે અનુષ્ઠાન કરીએ છીએ જો કે કર્મ કાંડ કે અનુષ્ઠાન ન કરવા એવો અર્થ ન કરાય. જે પ્રેમ કરે છે તેનું બધું છૂટી જાય છે.
सुधा साधु सुरतरु सुमन सुफल सुहावनि बात
तुलसी सीतापति भगति सगुन सुमंगल सात।।
मंगलकारी वस्तुओं के विषय में तुलसीदास जी कहते हैं कि संसार में केवल सात मंगलकारी शगुन हैं - अमृत, साधु, कल्पवृक्ष, पुष्प, सुंदर फल, सुहावनी बात और श्रीसीतापति की भक्ति
સાધુનું દર્શન મંગલાચરણ છે.
હરિ ન મળે તો વાંધો નહીં પણ હરિ જેને પ્રેમ કરે છે તેવા સાધુ મળે તો બેડો પાર થઈ જાય.
સાધુ બધાનો સ્વીકાર કરે.
बिधि हरि हर कबि कोबिद बानीकहत साधु महिमा सकुचानी
सो मो सन कहि जात कैसेंसाक बनिक मनि गुन गन जैसें॥6॥
ब्रह्मा, विष्णु, शिव, कवि और पण्डितों की वाणी भी संत महिमा का वर्णन करने में सकुचाती है, वह मुझसे किस प्रकार नहीं कही जाती, जैसे साग-तरकारी बेचने वाले से मणियों के गुण समूह नहीं कहे जा सकते॥6॥
અમૃત મંગલ દર્શન છે. હરિ નામનો પોકાર કરનાર મળે તો તે મંગલ દર્શન છે.
કલ્પતરૂ મંગલ દર્શન છે. પરમાત્મા કામદુર્ગા છે.
ફળ, ફૂલ, સારી વાર્તા કહેનાર વગેરે મંગલ દર્શન છે.
સાધુ જ સુધા છે, સાધુ જ કલ્પતરૂ છે, સાધુ સુમન – સુંદર મન છે, સાધુ સાક્ષાત ફળ – પરિણામ છે.
બુદ્ધ પુરૂષ ઉદાસ ન હોય પણ ઉદાસિન હોય.
વસ્તુનિર્દેશાત્મક મંગલાચરણનો શ્લોકઃ
नानापुराणनिगमागमसम्मतं यद्
रामायणे निगदितं क्वचिदन्यतोऽपि
स्वान्तःसुखाय तुलसी रघुनाथगाथा
भाषानिबन्धमतिमंजुलमातनोति॥7॥
अनेक पुराण, वेद और (तंत्र) शास्त्र से सम्मत तथा जो रामायण में वर्णित है और कुछ अन्यत्र से भी उपलब्ध श्री रघुनाथजी की कथा को तुलसीदास अपने अन्तःकरण के सुख के लिए अत्यन्त मनोहर भाषा रचना में विस्तृत करता है॥7॥
રામ કથા જલ કમલવત શાસ્ત્ર છે.
જે ક્યારેય પુરૂ ન થાય તે પુરાણ છે.
गावत बेद पुरान अष्टदस
छओं सास्त्र सब ग्रंथन को रस
मुनि जन धन संतन को सरबस
सार अंस सम्म्मत सब ही की
गावत संतत संभु भवानी
अरु घटसंभव मुनि बिग्यानी
ब्यास आदि कबिबर्ज बखानी
कागभुसुंडि गरुड के ही की
પાંચ સોરઠા એ લોક બોલીમાં મંગલાચરણ છે.
जो सुमिरत सिधि होइ गन नायक करिबर बदन
करउ अनुग्रह सोइ बुद्धि रासि सुभ गुन सदन॥1॥
जिन्हें स्मरण करने से सब कार्य सिद्ध होते हैं, जो गणों के स्वामी और सुंदर हाथी के मुख वाले हैं, वे ही बुद्धि के राशि और शुभ गुणों के धाम (श्री गणेशजी) मुझ पर कृपा करें॥1॥
मूक होइ बाचाल पंगु चढ़इ गिरिबर गहन
जासु कृपाँ सो दयाल द्रवउ सकल कलिमल दहन॥2॥
जिनकी कृपा से गूँगा बहुत सुंदर बोलने वाला हो जाता है और लँगड़ा-लूला दुर्गम पहाड़ पर चढ़ जाता है, वे कलियुग के सब पापों को जला डालने वाले दयालु (भगवान) मुझ पर द्रवित हों (दया करें)॥2॥
नील सरोरुह स्याम तरुन अरुन बारिज नयन
करउ सो मम उर धाम सदा छीरसागर सयन॥3॥
जो नीलकमल के समान श्यामवर्ण हैं, पूर्ण खिले हुए लाल कमल के समान जिनके नेत्र हैं और जो सदा क्षीरसागर पर शयन करते हैं, वे भगवान्‌ (नारायण) मेरे हृदय में निवास करें॥3॥
कुंद इंदु सम देह उमा रमन करुना अयन
जाहि दीन पर नेह करउ कृपा मर्दन मयन॥4॥
जिनका कुंद के पुष्प और चन्द्रमा के समान (गौर) शरीर है, जो पार्वतीजी के प्रियतम और दया के धाम हैं और जिनका दीनों पर स्नेह है, वे कामदेव का मर्दन करने वाले (शंकरजी) मुझ पर कृपा करें॥4॥
गाइये गणपति जगवंदन
शंकर सुवन भवानी के नंदन
सिद्धि सदन गजवदन विनायक
कृपा सिंधु सुंदर सब लायकगाइये गणपति जगवंदन
मोदक प्रिय मुद मंगल दाता
विद्या बारिधि बुद्धि विधातागाइये गणपति जगवंदन
मांगत तुलसीदास कर जोरे
बसहिं रामसिय मानस मोरेगाइये गणपति जगवंदन
गाइये गणपति जगवंदन
शंकर सुवन भवानी के नंदन
ગણેશનું સ્મરણ કરવાથી સિદ્દિ મળે. પણ ગણેશ જેનું સ્મરણ કરે તેને શુદ્ધિ મળે છે જે કદી ભ્રષ્ટ નથી થતા. ગણેશ રામ નામનું સ્મરણ કરે છે.
મનુષ્ય દેહ આ પૃથ્વી ઉપર તેમજ હિન્દુસ્તાનમાં મળ્યો એ સૌથી મોટી સિદ્ધિ છે.
ગણેશ બુદ્ધિનો ખજાનો છે. તુલસીદાસજી ગણેશને તેમના ઉપર અનુગ્રહ કરવા માટે કરે છે.
ગણેશ પછી સૂર્ય વંદના આવે છે. પછી વિષ્ણુ વંદના આવે છે.
પ્રેમનો રંગ લાલ છે, ત્યાગનો રંગ સફેદ છે.
દુર્ગા અને શિવની વંદના એક સાથે કરવામાં આવી છે.
ગણેશ પૂજા એટલે વિવેકની પૂજા, જીવનમાં વિવેક રાખવો, સૂર્ય વંદના એટલે પ્રકાશમાં જીવવાનો પ્રયાસ, ઊજાળા તરફ ગતિ કરવી, વિષ્ણુ પૂજા એટલે દિલને વિશાળ રાખવું, સંકિર્ણ ન બનવું, કૂપ મંડુક ન બનવું,
મારો જ ધર્મ શ્રેષ્ઠ એ વિચારધારા સંઘર્ષ પેદા કરે છે.
વિશ્વામિત્ર અહલ્યાના પક્ષે રહી તેના ઉપર કરૂણા કરવા રામને કહે છે અને આમ રામની કરૂણાની પણ પરીક્ષા કરે છે. સાધુ સદાય પિડિતોના પક્ષે રહે છે, તેના દોષ જોતા નથી.
હનુમાનજી જીવને તેમજ રામને સંકટ સમયે ઉગારે છે. હનુમાનજી પવન રૂપે રામના પગની રજને અહલ્યા જે શિલા રૂપે હતી તેના ઉપર સ્પર્શ કરાવી રામની મર્યાદાને આંચ નથી આવતા દેતા તેમજ અહલ્યાનો ઉદ્ધાર પણ થાય છે,
ભારતીય પરંપરા પ્રમાણે સાધુ હંમેશાં પિડિતોના પક્ષે રહી તેને સહાયભૂત થાય છે, પરમ તત્વને પણ પિડિતો ઉપર કૃપા કરી ઉદ્ધાર કરવા કહે છે.

ગુરૂવાર, ૦૬/૦૨/૨૦૨૦
बंदउँ गुरु पद कंज कृपा सिंधु नररूप हरि
महामोह तम पुंज जासु बचन रबि कर निकर॥5॥
मैं उन गुरु महाराज के चरणकमल की वंदना करता हूँ, जो कृपा के समुद्र और नर रूप में श्री हरि ही हैं और जिनके वचन महामोह रूपी घने अन्धकार का नाश करने के लिए सूर्य किरणों के समूह हैं॥5॥
આ વંદનાત્મક મંગલાચરણ છે.
અહીં ૩૯ અક્ષર - વર્ણ સમૂહ છે. અને ૧૮ શબ્દ છે. જે નીચે મુજબ છે.
बंदउँगुरुपदकंजकृपासिंधुनर रूपहरि। ૧૦ महा ૧૧ मोह ૧૨ तम ૧૩ पुंज ૧૪ जासु ૧૫ बचन ૧૬ रबि ૧૭ कर ૧૮ निकर
આમ ૧૮ શબ્દ છે, ૩૯ અક્ષરમાંથી ૧૮ શબ્દ બનાયા છે તે ચિંતનીય છે.
ગુરૂનું મંગલાચરણ સર્વ શ્રેષ્ઠ મંગલાચરણ છે.
રામને ફક્ત પ્રેમ જ પ્રિય છે.
रामहि  केवल  प्रेमु  पिआरा।  जानि  लेउ  जो  जान  निहारा
राम  सकल  बनचर  तब  तोषे।  कहि  मृदु  बचन  प्रेम  परिपोषे॥1॥
श्री  रामचन्द्रजी  को  केवल  प्रेम  प्यारा  हैजो  जानने  वाला  हो  (जानना  चाहता  हो),  वह  जान  ले।  तब  श्री  रामचन्द्रजी  ने  प्रेम  से  परिपुष्ट  हुए  (प्रेमपूर्णकोमल  वचन  कहकर  उन  सब  वन  में  विचरण  करने  वाले  लोगों  को  संतुष्ट  किया॥1॥ 
પૂજા પાઠ સ્તવન પાઠ વગેરે ન કરવું એવું નથી.
પ્રેમ કરનાર આ બધું  કરે તો તેને વધારે આનંદ આવશે, રસ પેદા થશે.
તુલસીદાસજી લખે છે કે કલિયુગના પ્રભાવમાં બધા જ ભીખ માગે છે.
મંદિરમાં ઠાકોરજીનો પડદો ખુલતાં જ કરોડપતિ પણ ભીખ માગે છે.
જે ભીક્ષા ભાવે ભોજન કરનાર્ નિરંતર ઉપવાસી છે.
બુરો પ્રિત કો પંથ,
બુરો જંગલ કો બાંસો,
નાર કો નેહ બુરો,
બુરો મુરખ કો હાંસો

બુરી સમુકી સેવા,
બુરો ભગીની ઘર ભાઈ,
બુરી નાર કુલક્ષ,
બુરો સાસ ઘર જમાઈ

બુરો પેટ પંપાળ હે,
બુરો સરન મેં ભાદનો,
કવિ ગંગ કહે સુન હે શાહ અકબર,
સબસે બુરો હે માંગનો
..................... કવિ ગંગ

પ્રેમનો પંથ બુરો છે એટલે કે પ્રેમનો પંથ કઠિન છે.
એકાંતમાં નિવાસ કરવો અઘરો છે.
સ્ત્રી પ્રત્યે મર્યાદાથી વધારે આસક્તિ સારી નથી.
તુલસીદાસજીની પંક્તિ “ढोल गवाँर सूद्र पसु नारीसकल ताड़ना के अधिकारी“ નો સાચો અર્થ સમજવો રહ્યો.
એવો પણ અર્થ થાય કે આ પાંચ લડાઈ પણ કરાવી શકે છે.
ઢોલ એવું વાગે ત્યારે લડાઈનો માહોલ બને છે.
ગવારપણુ એવું છે જે બીજાને લડવા માટે કહે છે.
જે શુદ્ર છે તે કહે કે બીજાને અમે મારી શકીએ છીએ આ શુદ્ર વિચારધારા છે, શ્રેષ્ઠ વિચારધારા નથી. આ પશુતા છે, દિવ્યતા નથી.
જે નારી એવું કહે કે અમે પતિને વશમાં રાખી શકીએ છીએ,પતિને મારી શકીએ છીએ  એ નારી છે, સંનારી નથી.
બીજાને તકલીફ ન આપો પણ તક આપો.
અમર્યાદિત આસક્તિ, અમર્યાદિત માયવીપણું સારૂ નથી.
ભૂલ કબુલ કરી તેને સુધારી લેવી જોઈએ.
ગુરૂ વંદના એ નમસ્કારાત્મક છે, વસ્તુ નિર્દેશાત્મક છે તેમજ પ્રાર્થનાત્મક પણ છે.
મહા મોહ મટી જાય એ પ્રાર્થના છે.
ગુરૂનું રૂપ નર રૂપ છે પણ અંદરનું સ્વરૂપ સાક્ષાત હરિ છે.
ગુરૂને ઓળખવા બહું જરૂરી છે.
ભાગવાન શિવ જે વિશ્વગુરૂ છે તે અષ્ટમૂર્તિ છે.
ગુરૂ અષ્ટમૂર્તિ છે.
ગુરૂનું નામ ન લેવું જોઇએ એવી એક મર્યાદા છે.
મંગલમૂર્તિ રૂપ
હનુમાનજી ગુરૂ છે જે મંગલ મૂર્તિ છે.
जय जय हनुमान गुंसाई कृपा करो गुरूदेवकी नाई
मंगल मूरति मारूत नंदन
सकल मंगल मूल निकंदन
मंगल मूरति मारूत नंदन
ગુરૂને સેવવાથી બધું મંગલ થાય છે, અમંગલને પણ મંગલ બનાવી દે છે.
રામ જગતગુરૂ છે.
ગુરૂનું અંદરનું રૂપ હરિ છે.
હરી એટલે વાનર એવો અર્થ પણ થાય છે.
જીવિત પુરૂષનું સેવન કરવું એવું સંતો કહે છે.
શાંત રૂપ
ગુરૂ પોતે વિક્ષિપ્ત ન થાય તેમજ બીજાને પણ વિક્ષિપ્ત ન કરે. આ શાંત રૂપનો ગુણ છે.
ધર્મ રૂપ
ગુરૂમાં આપણાને બધા જ ધર્મ દેખાય. ધર્મ એટલે સત્ય, ધર્મ એટલે પ્રેમ, ધર્મ એટલે કરૂણા. ગુરૂમાં આપણને ઘણા બધા બુદ્ધ પુરૂષ તેમજ ઘણા બધા હરિનાં રૂપના દર્શન થાય. ગુરૂમાં બધા જ ધર્મ સમન્વિત થયેલ હોય છે. વિશેષણ મુક્ત ધર્મ મૂલ છે અને સંપ્રદાય તેની શાખાઓ છે.
સંકલ્પથી વધારે બળવાન શિવ સંકલ્પ છે, શિવ સંકલ્પથી વધારે બળવાન સત્ય પ્રતિજ્ઞા છે. સત્ય સંકલ્પથી વધારે બળવાન પ્રેમ પૂર્વક લીધેલ સંકલ્પ છે અને તેનાથી વધારે બળવાન કરૂણા પૂર્વક લીધેલ સંકલ્પ છે.

તપ મૂર્તિ
ગુરૂ તપસ્વી છે, તપ મુર્તિ છે, ગુરૂ તપ કરે છે.
ગુરુ જગત માટે જાગે છે.
સત્ય મૂર્તિ
પ્રેમ મુર્તિ
ગુરૂ જેટલો આપણા ઉપર પ્રેમ કરે છે એટલો કોઈ અન્ય પ્રેમ નથી કરતો.
ગુરૂ પ્રેમમય છે.
તુલસીદાસજી ભરતને ગુરૂ માને છે. ભરત પ્રેમ મૂર્તિ છે.
કરૂણા મૂર્તિ
શંકર કરૂણાવતાર છે.
ક્ષમા મુર્તિ
ગુનો કર્યા પછી ગુરૂથી ડર્યા સિવાય તેની સામે એકરાર કરવો.
ગુરૂ તો મહેબુબ છે, પ્રિયતમ છે, તેનાથી કશું છુપાવાવાની જરૂર છે.
ગુરૂની આજ્ઞા સામે કોઈ તર્ક કર્યા સિવાય તેની આજ્ઞા માની લેવી.
ગુરૂ ઉપર વિશ્વાસ કરવામાં વિલંબ ન કરવો. ગુરૂ વિશ્વાસ મૂર્તિ છે.
સાધુ ભિક્ષા સ્વીકારે તે ભીખ નથી પણ સાધુનો સ્વધર્મ છે, સાધુનો અધિકાર છે.
ત્યાગ મૂર્તિ
ગુરૂનો દેહ જ ત્યાગમય છે.
क्षमामण्डले भूपभूपालवृन्दैः
सदा सेवितं यस्य पादारविन्दम् ।।
मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे
ततः किं ततः किं ततः किं ततः किम् ।।।।
जिन महानुभाव के चरणकमल पृथ्वीमण्डल के राजा-महाराजाओं से नित्य पूजित रहा करते हों, किंतु उनका मन यदि गुरु के श्री चरणों में आसक्त हो तो ऐसे सदभाग्य से क्या लाभ?
विदेशेषु मान्यः स्वदेशेषु धन्यः
सदाचारवृत्तेषु मत्तो चान्यः ।।
मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे
ततः किं ततः किं ततः किं ततः किम् ।।।।
जिन्हें विदेशों में समादर मिलता हो, अपने देश में जिनका नित्य जय-जयकार से स्वागत किया जाता हो और जो सदाचार-पालन में भी अनन्य स्थान रखता हो,
यदि उसका भी मन गुरु के श्रीचरणों के प्रति अनासक्त हो तो इन सदगुणों से क्या लाभ?
षडंगादिवेदो मुखे शास्त्रविद्या
कवित्वादि गद्यं सुपद्यं करोति ।।
मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे
ततः किं ततः किं ततः किं ततः किम् ।।।।
वेद एवं षटवेदांगादि शास्त्र जिन्हें कंठस्थ हों, जिनमें सुन्दर काव्य-निर्माण की प्रतिभा हो, किंतु उसका मन यदि गुरु के श्रीचरणों के प्रति आसक्त हो तो इन सदगुणों से क्या लाभ?
शरीरं सुरुपं तथा वा कलत्रं
यशश्चारू चित्रं धनं मेरुतुल्यम् ।।
मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे
ततः किं ततः किं ततः किं ततः किम् ।।।।
यदि शरीर रुपवान हो, पत्नी भी रूपसी हो और सत्कीर्ति चारों दिशाओं में विस्तरित हो, मेरु पर्वत के तुल्य अपार धन हो, किंतु गुरु के श्रीचरणों में यदि मन आसक्त हो तो इन सारी उपलब्धियों से क्या लाभ?

ગુરૂનો દેહ તો નર રૂપ છે પણ તેમાં અનેક મૂર્તિ સમાહિત છે.
મહા મોહ એ દુર્ગાનો સંકેત છે.
પાંચેય દેવતા ગુરૂમાં સમાહિત છે.
કથા સાંભળ્યા પછી આપણામાં થોડો ફેરફાર આવવો જોઈએ અને આપણે કથા સાંભળ્યા પછી આપણા પરિવારમાં ગમતા થવા જોઈએ.
નારદ ઘણા બધાના ગુરૂ છે, ગુરૂના બે બાલક શિષ્ય પ્રહલ્લાદ અને ધ્રુવ તેમજ બે પ્રૌઢ – વ્યાસ અને વાલ્મીકિ છે. બાલક અને પ્રૌઢ વચ્ચેનાઓના ગુરૂ વાલ્મીકિ રચિત રામાયણ અને વ્યાસ રચિત મહાભારત છે.
सदगुर ग्यान बिराग जोग केबिबुध बैद भव भीम रोग के
जननि जनक सिय राम प्रेम केबीज सकल ब्रत धरम नेम के॥2॥
ज्ञान, वैराग्य और योग के लिए सद्गुरु हैं और संसार रूपी भयंकर रोग का नाश करने के लिए देवताओं के वैद्य (अश्विनीकुमार) के समान हैंये श्री सीतारामजी के प्रेम के उत्पन्न करने के लिए माता-पिता हैं और सम्पूर्ण व्रत, धर्म और नियमों के बीज हैं॥2॥
નારદ એટલે ના અને રદ એટલે જેની બોલી કોઈ રદ ન કરી શકે તે નારદ. ના નો એક અર્થ જલ પણ છે.

શુક્રવાર, ૦૭/૦૨/૨૦૨૦
નવ દિવસની રામ કથા રામથી શરૂ થઈ વિરામ સુધી જાય છે.
સમુદ્ર મંથનમાંથી ઘણી વસ્તુ નીકળી છે, જેમાં મુખ્યત્વે ૧૪ રત્ન મળ્યાં હતાં. રામ ચરિત માનસ પણ અગાધ સિંધુ છે જેમાંથી સાત કાંડમાં દરેક કાંડમાંથી બે બે રત્ન મળી કુલ ૧૪ રત્ન નીકળે છે
પ્રસંશા ખોટનો ધંધો છે, જેની પ્રસંશા કરીએ તે જો ન પચાવી શકે તેમજ ખોટી પ્રસંશા થાય તો જબાન ખોટી પડી જાય.
રામ ચરિત માનસના બાલકાંડના મંથનમાંથી પ્રતિક્ષા અને પરીક્ષા એ બે રત્ન નીકળે છે.
પ્રતિક્ષા કરો પણ પરીક્ષા ન કરો.
સતી પરિક્ષા કરે છે જ્યારે અહલ્યા પ્રતિક્ષા કરે છે. અહલ્યા સતીના લિસ્ટમાં સતીઓના ક્રમમાં પ્રથમ આવે છે.
અયોધ્યાકાંડના મંથનમાંથી બે રત્ન – ત્યાગ અને પ્રેમ એ બે રત્ન મળે છે.
પદ જો પાદૂકા સુધી ન લઈ જાય તો તે પદનું કોઈ મહત્વ નથી.
સાધુએ એક સમયે ત્યાગનો પણ ત્યાગ કરવો પડે છે. વિશ્વામિત્ર અન્નનો ત્યાગ કરી કંદફળ ખાય છે અને આ કંદફળ ખાવાનો ત્યાગ કરી દશરથ રાજાના મહેલમાં ૫૬ ભોગ આરોગે છે.
અરણ્યકાંડના મંથનમાં થી બે રત્ન – આસક્તિ અને ભક્તિ મળે છે.
સુરપંખા આસક્તિ છે અને શબરી ભક્તિ છે.
કિષ્કિન્ધાકાંડના મંથનમાંથી બે રત્ન – હનુમાન અને અનુમાન મળે છે.
સુગ્રીવ ફક્ત અનુમાન કરી માની લે છે કે ગુફામાંથી નીકળેલ રક્ત વાલીનું છે. હનુમાનના અશ્રિતે ફક્ત અનુમાનનો આધાર ન લેવો જોઈએ.
સાધુનું ભજન પ્રમાણ છે.
સુંદરકાંડના મંથનમાંથી બે રત્ન – રામનું નામ અને રામનું કામ મળે છે.
પાંચ તત્વ – જલ, અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી, મંગલ છે તેમજ જડ પણ છે.
સુંદરકાંડ રામનામથી શરૂ થાય છે.
વિભિષણ રામ નામ લે છે પણ રામનું કાર્ય નથી કરતો.
લંકાકાંડના મંથનમાંથી બે રત્ન – સેતુ અને હેતુ મળે છે.
આપણે જગતને જોડવાનું છે, આપણા હેતુ માટે તેનું વિઘટન કરવાનો નથી.
ઉત્તરકાંડના મંથનમાંથી બે રત્ન – પાપ શું છે અને પૂણ્ય શું છે એ મળે છે.
રામ કથા સુંદર માનવ બનાવવા માટેની ઉડાન છે.
માણસ સારા જ હોય છે પણ વક્ત ખરાબ આવે છે.
૧૪ સાલના વિયોગે ભરતને મંથન કરી પ્રેમ રૂપી અમૃત નીકળે છે.
पेम  अमिअ  मंदरु  बिरहु  भरतु  पयोधि  गँभीर
मथि  प्रगटेउ  सुर  साधु  हित  कृपासिंधु  रघुबीर॥238॥
प्रेम  अमृत  हैविरह  मंदराचल  पर्वत  हैभरतजी  गहरे  समुद्र  हैं।  कृपा  के  समुद्र  श्री  रामचन्द्रजी  ने  देवता  और  साधुओं  के  हित  के  लिए  स्वयं  (इस  भरत  रूपी  गहरे  समुद्र  को  अपने  विरह  रूपी  मंदराचल  सेमथकर  यह  प्रेम  रूपी  अमृत  प्रकट  किया  है॥238॥
માનસની શંકર કૈકેયી છે જે તિરસ્કારનું ઝેર પીવે છે.
રામનું સ્મરણ સત્ય છે, રામને ગાવું પ્રેમ છે અને રામને સાંભળવા  એ કરૂણા છે. કરૂણા થાય ત્યારે જ કથા શ્રવણ કરવા મળે, કથામાં રસ પડે.
સૌથી મોટું પાપ બીજાની નીંદા કરવી એ છે અને સૌથી મોટું પૂણ્ય અહિંસા છે.
માનસ એવું શાસ્ત્ર છે જે પાપ અને પૂણ્ય બંનેથી છુટકારો આપે છે.
માનસ જ પૂણ્ય છે. મન, વચન, કર્મથી કોઈને ન દુભવવા એ પૂણ્ય છે, બીજાની નીંદા કરવી એ પાપ છે. જે ઘરના લોકો બીજાની નીંદા કરે, બીજાની ઈર્ષા કરે તે ઘેરથી ભિક્ષા ન લેવી જોઈએ.
જ્ઞાનનું મંગલાચરણ શ્રદ્ધા છે, પ્રેમનું મંગલાચરણ વિશ્વાસ છે, ત્યાગનું મંગલાચરણ અંદરનો વૈરાગ્ય છે, ધ્યાનનું મંગલાચરણ રામ, લક્ષ્મણ, સીતા વગેરેની છબી છે, સમાધિનું મંગલાચરણ સ્વરૂપનું અનુસંધાન છે, ભગવાનનું મંગલાચરણ ભજન છે.
રામ કથા એ એક પ્રેમ પત્ર છે.


No comments:

Post a Comment