રામ કથા
માનસ સદા વ્રત
વિરપુર, ગુજરાત
શનિવાર, તારીખ ૧૮/૦૧/૨૦૨૦ થી રવિવાર, ૨૬/૦૧/૨૦૨૦
મુખ્ય પંક્તિઓ
राम सदा सेवक रुचि राखी।
बेद पुरान साधु सुर साखी॥
सुनि ब्रत नेम साधु सकुचाहीं।
देखि दसा मुनिराज लजाहीं॥
अस जियँ जानि तजहु कुटिलाई। करहु भरत पद प्रीति सुहाई॥4॥
श्री रामजी
सदा
अपने
सेवकों
(भक्तों)
की
रुचि
रखते
आए
हैं।
वेद,
पुराण,
साधु
और
देवता
इसके
साक्षी
हैं।
ऐसा
हृदय
में
जानकर
कुटिलता
छोड़
दो
और
भरतजी
के
चरणों
में
सुंदर
प्रीति
करो॥4॥
दोउ दिसि समुझि कहत सबु लोगू। सब बिधि भरत सराहन जोगू॥
दोनों
ओर
की
स्थिति
समझकर
सब
लोग
कहते
हैं
कि
भरतजी
सब
प्रकार
से
सराहने
योग्य
हैं।
उनके
व्रत
और
नियमों
को
सुनकर
साधु-संत भी
सकुचा
जाते
हैं
और
उनकी
स्थिति
देखकर
मुनिराज
भी
लज्जित
होते
हैं॥2॥
માનસ સદાવ્રતના પ્રથમ દિવસે કથા
આરંભ પ્રસંગે ત્રણ આયામો સ્પષ્ટ થયા.
ભજન, ભોજન અને ભાજન – પાત્રતા એ
ત્રણ આયામ છે.
સદ્ગુરૂ, સદ્ગ્રંથ અને સદાવ્રત
એ પણ ત્રણ આયામ છે.
ભક્ત, ભક્તરાજ અને ભક્ત શિરોમણી
એ પણ ત્રણ આયામ છે.
વિરપુર તીર્થરાજ છે.
રોટલાનો ટુકડો હરિને ઢુકણો કરો.
૨
રવિવાર, ૧૯/૦૧/૨૦૨૦
ગંગા એટલે ભજન અને જમના એટલે ભજન
પ્રમાણે કરેલી સેવા અને ગુપ્ત સરસ્વતી એટલે જરા પણ પ્રસિદ્ધ થયા વિના મૌન રહી સેવા
કરવી, આ ત્રણેય વિરપુર તીર્થરાજમાં થઈ રહ્યું છે. તેથી જ વિરપુર તીર્થરાજ છે.
આ ભજન ભૂમિ છે, ભોજન ભૂમિ છે અને
ભાજન – પાત્રતા કેવી રીતે પ્રાપ્ત થાય એ ત્રણેય આ ભૂમિમાં છે.
જલારામ બાપા વિવેક છે અને વીરભાઈ
એ વાણી છે, અન્નપૂર્ણા છે.
વીરબાઇ મા માં ૬ ભગ સમાવેશ છે.
વીરબાઈ મા એટલે કીર્તિ જે જલારામ
બાપા આપી દે છે. તેથી આજે વીરબાઈ મા ની કીર્તિ ફેલાયેલી છે.
ભગતમાં ભ એટલે જેને ભૌતિક ઐશ્વર્ય
સાથે કંઈ લેવા દેવા ન રાખાવી.
ભગતમાં ગ એટલે ગણતરી કર્યા વિના
કાર્યો કરવા.
ભગતમાં ત એટલે જે તક આપે પણ કોઈને
તકલીફ ન આપે કે કોઈ સાથે તકરાર ન કરે. ભગત તો પોતાના નસીબ સાથે પણ તકરાર ન કરે.
કોઠારમાં ભણેલા દાણા જો કોઈના કોઠામાં
ન જાય તો તે દાણાનું કોઈ મહત્વ નથી.
ભજન એટલે બને ત્યાં સુધી પ્રાણ
સંકટે પણ પ્રિય સત્ય ઊચ્ચારવું અને કડવું સત્ય સ્વીકારવું તેમજ કડવું કે પ્રિય સત્ય
સામે આવે તેને સહન કરી લેવું. કોઈની ઈર્ષા ન કરવી અને કોઈનો દ્વૈષ ન કરવો એ પણ ભજન
જ છે.
મૂર્તિ, માળા અને મંત્રને બદલવા
નહીં.
મનના તરંગો ધીમે ધીમે ઓછા થાય એ
પણ ભજન છે. ભજન કરનારની, સેવા કાર્યો કરનારની નીંદા ન કરવી એ પણ ભજન છે.
સદાવ્રત તો કામધેનુ ગાય છે, જે
૨૪ કલાક ચાલ્યા જ કરે.
વિશ્વાસ અને શ્રદ્ધા એ બંને પરણે
પછી જે સંતાન પેદા થાય છે એનું નામ ભરોંસો છે.
સ્ત્રી એ ઘરની લક્ષ્મી છે જે જલારામ
બાપા દાનમાં આપી દે છે. આ લક્ષ્મીનું દાન છે. જલારામ બાપા વિષ્ણુને તેની લક્ષ્મી આપે
છે.
જલારામ બાપા વાણી પણ આપી દીધી.
જલારામ બાપા સ્મૃતિ પણ આપે છે જેથી
કરેલ દાન યાદ જ ન રહે.
પરમાત્માના અનેક નામ છે, બધા જ
નામ દિવ્ય છે, શ્રેષ્ઠ છે.
રામ નામ આદિ અનાદિ પરમ મહા મંત્ર
છે તેથી તેની નીંદા ન કરવી.
રામ મહા મંત્ર વેદનો પણ પ્રાણ છે.
એક વાર ઊચ્ચારેલું રામ નામ સહસ્ત્ર
વિષ્ણું નામ બરાબર છે.
સો કરોડ રામાયણનો સાર તુલસી રચિત
રામ ચરિત માનસમાં સમાવિષ્ઠ છે.
કલિયુગ નામનો કાળ છે.
નામનો આશ્રય કરાનારને સગુણ અને
નિર્ગુણ બંને સમજાશે.
નામ જપનારે ૧૦ અપરાધથી બચવું એવું
ચૈતન્ય મહાપ્રભુ કહે છે.
જ્યારે તુલસી કહે છે કે,
भायँ कुभायँ अनख आलस हूँ। नाम जपत मंगल दिसि दसहूँ॥
सुमिरि सो नाम राम गुन गाथा। करउँ नाइ रघुनाथहि माथा॥1॥॥
अच्छे भाव (प्रेम) से, बुरे भाव (बैर) से, क्रोध से या आलस्य से, किसी तरह से भी नाम जपने से दसों दिशाओं में कल्याण होता है। उसी (परम कल्याणकारी) राम नाम का स्मरण करके और श्री रघुनाथजी को मस्तक नवाकर मैं रामजी के गुणों का वर्णन करता हूँ॥1॥
૩
સોમવાર, ૨૦/૦૧/૨૦૨૦
ભગત અને ભજન એ બે શબ્દો કાના માત્રા
વિનાના શબ્દો છે.
જલા શબ્દનો એક અર્થ હદ બહાર એવો
થાય છે.
રામાયણ જેવું બીજું કોઈ આધાર કાર્ડ
નથી.
ગ્રંથ પણ ગ્રંથી ન બનવી જોઈએ.
બે ક્રમ હોય છે – શાસ્ત્ર ક્રમ
અને સાધુ ક્રમ.
ભગવાનની બે શક્તિ છે, માયા અને
ભક્તિ જ્યાં માયા મળે તો તે આપણને નચાવે અને જો ભક્તિ મળે તો તેના લીધે ભગવાન નૃત્ય
કરે.
૧૯ ઊંટની વાર્તામાં ૧૯ ઊંટ એટલે
આ શરીરના પાંચ તત્વ, પાંચ જ્ઞાનેન્દ્રીય, પાંચ કર્મેન્દ્રીય અને અંતઃકરણ ના મન, બુદ્ધિ,
ચિત અને અહંકાર. આ ૧૯ ઊંટમાં ૨૦ મું તત્વ જે રામ છે તે ઊમેરાય તો જ આ ૧૯ ઊંટ ક્રિયાશીલ
રહે અને છતાંય રામનો કોઈ ભાગાકાર થાય નહીં.
રામ ચરિત માનસ સમાધાન આપે છે તેમજ
સાવધાન પણ કરે છે.
સદાવ્રતનાં ૫ લક્ષણ છે.
સદાવ્રત ચાલતું હોય ત્યાં જપ હોય,
તપ હોય અને વ્રત હોય. આ પ્રથમ લક્ષણ છે.
બધામાં ઈશ્વરને જોવો એ મોટું તપ
છે.
ભય પણ રોગ પેદા કરે છે.
અતિશય રાગ, અતિશય લોભ પણ રોગ લાવે.
સદાવ્રતનું બીજું લક્ષણ એ છે કે
જે જમે છે તે બ્રહ્મ છે અને જે પીરસાય છે તે પણ બ્રહ્મ છે, અન્ન બ્રહ્મ છે. જે પીરસે
છે તેણે પોતાની જાતને બ્રહ્મ ન સમજતાં સેવક સમજવો.
સદાવ્રતનું ત્રીજું લક્ષણ મનમાં
સદભાવ હોય, વાણીમાં સન્માન હોય, અને વિવેક ભરીમુસ્કહરાટ હોય એ છે.
સદાવ્રતનું ચોથું લક્ષણ એ છે જ્યાં
વર્ણ, ભાષા, જાતી, કાળ – સમય ન જોવાતો હોય.
કોઈ પણ જાતાનો ભેદ ન હોય.
સદાવ્રતનું પાંચમું લક્ષણ એ છે
કે તેના મૂળ પુરૂષે ભજન વધારવું.
૯
રવિવાર, ૨૬/૦૧/૨૦૨૦
રામ કથા સાથે સાથે રાષ્ટ્ર હિતનું કાર્ય ન થાય તો રામ કાર્ય થયું ન ગણાય.
રોટલો બનાવવા માટે લોટ, પાણી, ઘડનાર, તાવડી અને અગ્નિ જોઈએ. તાવડી દાંત કાઢે એટલે મહેમાન આવે એવો સંકેત છે.
મનમાં તિવ્રતા આવશે એટલે ગુરૂ ચાવીઓના
ઝુમખા લઈને આશ્રિતને શોધતો શોધતો આવશે.
રામ ભગવાનની અટક કૃપાલુ છે.
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન, હરણ ભવ ભય દારુણમ્
નવ કંજ લોચન કંજમુખ, કર કંજ, પદકંજારુણમ.
.... શ્રી રામચંદ્ર..
કન્દર્પ, અગણિત અમિત છબી નવ, નીલ નીરદ સુંદરમ્
પટપીત માનહુ તડિત રુચિ શુચિ નૌમી જનક સુતાવરમ્
.... શ્રી રામચંદ્ર....
ભજ દીનબંધુ દિનેશ દાનવ, દૈત્ય વંશ નિકંદનમ્
રઘુનંદ આનંદ કંદ કૌશલ, ચંદ દશરથ નંદનમ્
..... શ્રી રામચંદ્ર...
શિર મુકુટ કુંડલ તિલક ચારુ, ઉદાર અંગ વિભૂષણમ્
આજાનુ ભુજ શર ચાપધર સંગ્રામ જિત ખર દૂષણમ્
..... શ્રી રામચંદ્ર...
ઇતિ વદતિ તુલસીદાસ શ6કર શેષ મુનિમન રંજનમ્
મમહૃદય- કુંજ નિવાસ કુરુ કામાદિ, ખલદલ ગંજનમ્
.... શ્રી રામચંદ્ર...
શિષ્યમાં વિવેક હોવો જોઈએ અને ગુરૂમાં
પરમ વિવેક હોવો જોઈએ.
કથા પરમ સુખ આપે.
સદાવ્રતમાં આવેલ શબ્દોમાં સ એટલે
સ – સમજ શક્તિ અને સહન શક્તિ હોય તો જ સદાવ્રત થાય, દા – સદાવ્રતમાં દાદાગીરી ન હોવી
જોઈએ, કોઈ દાવપેચ – ગણતરી ન હોય પણ દાઈત્વ હોય, વ્ર એટલે વ્રણ – ગુમડું – વ્રણ એટલે
પાકી ગયેલું ગુમડું – સદાવ્રત કરનારમાં સંવેદનાનું એક પાકી ગયેલું ગુમડું હોય જે સદાવ્રતનો
લાભ લેનારને શોધતો હોય, ત એટલે તત્વ મસિ – બધામાં હરિ દર્શન એવો અર્થ થાય છે.
માનસ સ્વયં સદાવ્રત છે. માનસ એટલે
હ્મદય, માનસ સદાવ્રતમાં એક ખુની મુનિ બની જાય છે. વાલ્મીકિ જે ખુની છે તે મુનિ બની
જાય છે. સદાવ્રત પતિતને અતિત બનાવી દે – અહલ્યા જે પતિત છે તેને અતિત બનાવી દે છે.
માનસ સદાવ્રત ભક્ષકને રક્ષક બનાવી દે. દા.ત. સુરસા. માનસ સદાવ્રત કામને પણ રામ બનાવી
દે. રાવણ મોહ છે, કુંભકર્ણ અહંકાર છે અને મેઘનાથ -ઈન્દ્રજીત કામ છે. આ ઈન્દ્રજીત રામ
રામ કરતાં મૃત્યુ પામે છે.
માનસ સદાવ્રત ગાર્ગીને માર્ગી બનાવી
દે છે. માનસ સદાવ્રત શ્લોકને લોક સુધી લઈ જાય.
દરેક શ્રોતાએ આ કથા શ્રવણ કર્યા
પછી વિચારનું સદાવ્રત, વિશ્વાસનું સદાવ્રત – કોઈ દુઃખીને હૈયાધારણ આપી હુંફ આપવી, વૈરાગ્યનું
સદાવ્રત – થોડુંક જતું કરવાની ટેવ પાડવી, બીજાને થોડી મદદ કરવી, કમાણીનો દશમો ભાગ બીજા
માટે વાપરવો, વિવેકનું સદાવ્રત, અને વિનોદનું સદાવ્રત રાખવું જોઈએ.
૪
મંગળવાર, ૨૧/૦૧/૨૦૨૦
સાધુને કોઈ વંશ કે કૂળ ન હોય.
રઘુવંશનો મહિમા છે જ.
જલ એટલે અરબી ભાષાના અર્થ પ્રમાણે
જેના મહિમા જેટલો બીજા કોઈનો મહિમા ન હોય.
સત્યનો વંશ કયો? સત્યનું કૂળ કયું?
પ્રેમનો વંશ કયો? કરૂણાનો વંશ કયો?
સત્ય, પ્રેમ અને કરૂણાનો કોઈ વંશ
નથી હોતો તેમજ સત્ય, પ્રેમ અને કરૂણા નિર્વંશ પણ નથી.
સત્ય, પ્રેમ અને કરૂણા અંશ છે,
પરમાત્માની વિભૂતિ છે.
સાધુનું કૂળ અને નદીનું મૂળ ન જોવું
જોઈએ એવું કહેવાયું છે પણ આજના સમય પ્રમાણે સાધુનું કૂળ તેમજ નદીનું મૂળ જોવું જોઈએ.
શ્વાનપણામાં અનેક રંગ હોય પણ હાથીપણામાં
અનેક રંગ ન હોય. હાથી કાળા જ હોય.
રામ મહામંત્ર છે, પરમ મંત્ર છે,
અનાદિમંત્ર છે.
રામ નામ ફળ નહીં આપે પણ રસ જરૂર
આપશે.
રઘુવંશના ૧૬ લક્ષણ છે. આ ૧૬ લક્ષણ
અજવાળાના બધા વંશજોને લાગું પડે છે.
सोऽहम् आजन्मशुद्धानाम् आफलोदयकर्मणाम् ।
आसमुद्रक्षितीशानाम् आनाकरथवर्त्मनाम् । । १.५ । ।
यथाविधिहुताग्नीनां यथाकामार्चितार्थिनाम् ।
यथापराधदण्डानां यथाकालप्रभोधिनाम् । । १.६ । ।
त्यागाय संभृतार्थानां सत्याय मितभाषिणाम् ।
यशसे विजिगीषुणां प्रजायै गृहमेन्धिनाम् । । १.७ । ।
शैशवेऽभ्यस्तविद्यानां यौवने विषयैषिणाम् ।
वार्धके मुनिवृत्तीनां योगेनान्ते तनुत्यजाम् । । १.८ । ।
रघूणाम् अन्वयं वक्ष्ये तनुवाग्विभवोऽपि सन् ।
तद्गुणैः कर्णमागत्य चापलाय प्रचोदितः । । १.९ । ।
૧
રધુવંશી જન્મથી જ શુદ્ધ હોય. કૂળ
શુદ્ધ હોય.
૨
૩
૪
૫
૬
૭
૮
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
જે ખલ હોય તે બે જ કામ કરે, ખાવું
અને લડવું, તેમજ જેનું ખાવું તેની સાથી જ લડવું. ખલ કારણ વગર ખોદ્યા જ કરે.
No comments:
Post a Comment