Translate

Search This Blog

Sunday, January 5, 2020

માનસ ઉમાશંકર


રામ કથા
માનસ ઉમાશંકર
બામણા, હિંમતનગર, ગુજરાત, ભારત
શનિવાર, ૦૪/૦૧/૨૦૨૦ થી રવિવાર, ૧૨/૦૧/૨૦૨૦

મુખ્ય ચોપાઈ
उमा चरित सुंदर मैं गावा।
सुनहु संभु कर चरित सुहावा॥
संकरु जगतबंद्य जगदीसा।
सुर नर मुनि सब नावत सीसा॥



શ્રી ઉમાશંકર જોશી ગાંધીયુગના બહુમુખી  પ્રતિભા ધરાવનાર સારસ્વત હતા. તેઓ ગુજરાતી કવિતાના પ્રથમ પંક્તિના ચિરંજીવ કવિ અને વિદ્વાન સાહિત્યકાર હતા. તેમનો જન્મ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં  ઈડર તાલુકાના બામણા ગામમાં ૨૧ જુલાઈ, ૧૯૧૧ ના રોજ થયો હતો. કવિ ઉમાશંકર જોશીએ પ્રાથમિક શિક્ષણ વતન બામણા અને માધ્યમિક શિક્ષણ ઇડરમાં લીધા બાદ અમદાવાદ ખાતે ૧૯૨૮માં મેટ્રિક અને ૧૯૩૬માં બી.એ. થયા. ૧૯૩૮માં મુંબઇમાં એમ. એ. થયા, પ્રથમ શિક્ષક તરીકેની સેવા બાદ મુંબઇની કોલેજના ગુજરાતી વ્યાખ્યાતા તરીકે જોડાયા. તેઓ ૧૯૬૬થી ૧૯૭૨ ગુજરાત યુનિ.ના કુલપતિ પદે રહ્યા હતા. ૧૯૭૦થી ૧૯૭૬ સુધી રાજ્ય સભાના સભ્ય તરીકે સેવા આપ્યા બાદ ૧૯૭૯થી ૧૯૮૩ સુધી દિલ્હીમાં કેન્દ્રીય સાહિત્યના અકાદમીના પ્રમુખપદે અને ૧૯૭૯થી ૧૯૮૨ સુધી વિશ્વભારતી યુનિવર્સિટીના કુલપતિ પદે રહ્યા હતા.
કવિને મળેલા ગૌરવ પુરસ્કાર
૧૯૩૬  :  રણજીતરાજ સુવર્ણચંદ્રક
૧૯૪૭  :  નર્મદ ચંદ્રક
૧૯૬૮  :  જ્ઞાનપીઠ એવોર્ડ
૧૯૭૩  :  કેન્દ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ
૧૯૮૧  :  ‘વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર


सुनत गिरा बिधि गगन बखानी। पुलक गात गिरिजा हरषानी॥
(इस प्रकार) आकाश से कही हुई ब्रह्मा की वाणी को सुनते ही पार्वतीजी प्रसन्न हो गईं और (हर्ष के मारे) उनका शरीर पुलकित हो गया। (याज्ञवल्क्यजी भरद्वाजजी से बोले कि-) मैंने पार्वती का सुंदर चरित्र सुनाया, अब शिवजी का सुहावना चरित्र सुनो॥3॥
सतीं सो दसा संभु कै देखी। उर उपजा संदेहु बिसेषी॥
भावार्थ:-सतीजी ने शंकरजी की वह दशा देखी तो उनके मन में बड़ा संदेह उत्पन्न हो गया। (वे मन ही मन कहने लगीं कि) शंकरजी की सारा जगत्‌ वंदना करता है, वे जगत्‌ के ईश्वर हैं, देवता, मनुष्य, मुनि सब उनके प्रति सिर नवाते हैं॥3॥
બામણા ગામમાં કવિવર શ્રી ઉમાશંકર જોશીના સ્મરણમાં આ કથાનું આયોજન થયું છે.
ઉમાશંકરને જાણવા કરતાં માણવા વધારે યોગ્ય છે.
તીર્થમાં રાત રહેવું જોઈએ.
સાહિત્યકારના રહેઠાણમાં શબ્દ હોય છે જેને એક રસ હોય છે, એક ગંધ હોય છે, એક રૂપ હોય છે, એક રંગ હોય છે, એક આકૃતિ હોય છે. આ બધું સાહિત્યકારના રહેઠાણમાં અનુભવી શકાય. સાહિયકારનું રહેઠાણ ગંગોત્રી છે.
રામની કથા જોડવા માટેનો સેતુબંધ છે.
જન્મનો આ ફેરો ફળે તો તે કામનો, નહીં તો આ જન્મો જન્મના ફેરા છે, ફેરાફેર છે.
કવિ ઉમાશંકર કહે છે કે,
ત્રણ વાના મુજને મળ્યાં, હૈયું, મસ્તક અને હાથ
બહુ દઇ દીધું નાથ! જા, ચોથું નથી માંગવુ.
પરમાત્મા એ ગ્રંથી મુક્ત પરમ તત્વ છે.
શંકર અનાદિ કવિ છે.
रचि महेस निज मानस राखापाइ सुसमउ सिवा सन भाखा
સારો વિચાર પણ મંત્ર બની શકે.

રામ ચરિત માનસ UNIVERSAL LIFE ENCYCLOPEDIA – વૈશ્વિક જીવનનો શબ્દ કોષ છે.
રામ ચરિત માનસમાં તૃણથી લઈ ત્રિભુવનની વાત આવે છે.
तृन धरि ओट कहति बैदेहीसुमिरि अवधपति परम सनेही

શ્રી રામ કથા એટલે શબ્દ અને સુરતાનો સ્વયંવર.
શ્રધ્ધા અને વિશ્વાસનો સંવાદ એટલે શ્રી રામકથા છે.
કવિતા જ કવિતાનો અર્થ છે. જો બીજા અર્થો હોત તો નાની-નાની પડીકીઓમાં એ પણ મુકાત એવું ખુદ ઉમાશંકર જોશીએ કહેલું.
અહીં ઉમા એ બીજું કંઇ નથી શંકર કવિતા છે.
 વિધાત્રિ એ બ્રહ્માની કવિતા છે, રમા એ વિષ્ણુની કવિતા છે.
કોઇપણ કવિને પોતાના સંતાનો કરતા પણ વિશેષ લગાવ તેના સર્જન પ્રત્યે  હોય છે એટલે આપણે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ પોતપોતાની કવિતાની પાછળ દોડ્યા છે, વિરહમાં વિહવળ બન્યા છે.
દક્ષ યશમાં સતીનું યજ્ઞમાં હોમાઈ જવું શંકરને  વિચલિત કરો મૂકે છે.
1.   વિચાર હંમેશા શુધ્ધ અને શુભ રાખવા
2.  ઉચ્ચાર પણ શુધ્ધ રાખવા, ભલે વ્યાકરણની દ્રષ્ટીએ કદાચ અશુધ્ધિ હોય  પણ શુધ્ધભાવથી બોલવું.
3.  આહાર શુધ્ધ રાખવો. કારણ કે આહારથી વિચારો નક્કી થાય છે એટલે કે મંથરા હજી મરી નથી મંથરા હોવા માટે સ્ત્રી હોવું પણ જરૂરી નથી. સમાજમાં અનેક પુરૂષ મંથરા-ઇર્ષા આજે કરે જ છે.
4.  પરસ્પર વ્યવહાર શુધ્ધ રાખવો,
5.  વિહાર શુધ્ધ એટલે કે  સાવ એકાંતમાં બેસવું, ભલે થોડો સમય પણ પોતાને આપો.

વ્યાપક વિચારોથી વિમુકત ન થવું જોઇએ.

રામાયણમાં પ લીલા જોવા મળી છે.
શિવનો અવતાર નહિ શિવ જ હનુમાન છે. મહાદેવ અતિ સુંદર છે. દેખાવમાં એ શિવ હનુમાનના રૂપે બંદર છે. વાનર રૂપમાં પુરારીએ  વિગ્રહ ધર્યો, એ પવન છે. પવન વગરનો જીવન શકય નથી. વાયુના પાંચ-વ્યાન-પાન-સમાન-ઉદાન આદિ પ્રકાર ઉપરાંત બીજા પણ પ્રકારો છે સૌનું કલ્યાણ  કરનાર તત્વ શિવ છે. ગણેશ વિધ્નહર્તા છે, મંગળભૂર્તિ છે.
ધર્મની એક મોટી વ્યાખ્યા આપણા કર્તવ્યનું નિર્વહન કરવું એ છે.
ગણેશ લાંબુ નાક બધું વિવેકથી પારખે છે. મોટા કાન બધાનું સાંભળે છે.


આત્મજ્ઞાનની ભાષા પણ શીખવી જોઇએ.
સૌર્ધ્યનો આદર કરવો જોઇએ.
રામચરિત માનસ એ પાંચ લીલાનું પાંચમૃત છે. દરેક લીલામાં કોઇને ને કોઇને મોહ-ભ્રમ-સંશાય થાય છે. 
1.   બાળલીલા જેમા જન્મદાત્રી માતા અને વિશ્વામિત્રને ભાંતિ થઇ.
2.  વિવાહલીલામાં બ્રહ્માને પોતાની સૃષ્ટિ જ ન દેખાતા અન્ય રચના અને ઘોડા તરીકે કામદેવ  જોઇ ભ્રમ થયો.
3.  વનલીલામાં સતી પાર્વતીને મોહ થયો.
4.  રણલીલામાં ઇન્દ્રજીત રામને નાગપાશથી બાંધે છે ત્યારે ગરૂડ પાસે એ મુકત કરાવતી વખતે ગંરૂડને  મોહ થયો.
5.  રાજ્યલીલામાં વસિષ્ઠ મુનિના ચરણ ધોઇને સીતા-રામ પીએ છે એથી વસિષ્ઠને મોહ થયો.

આ પાવનધરા પરથી જે કવિને વ્યકિત, ઘટના કે દુનિયાની પરિસ્થિતિ માટે દ્રોહ નહોતો, વિદ્રોહ જરૂર હતો. એ વિશ્વશાંતિ માટે ઉગ્ર નહોતા બન્યા પણ વ્યગ્ર જરૂર થયેલા.

પાંચ વસ્તુ અલંકાર, અહંકાર, અધિકાર અને અસહકારને શૂન્ય કરો એટલે પંચોતેર આવે.

સત્યપીઠ પાસે અસત્યપીઠ ટકી ન શકે.
પાંચદેવ એટલે જ સૃષ્ટિ માટે પણ એટલા જ મહત્વના છે.
ગણેશ પૂજા  એટલે વિવેક સાધના
દુર્ગા  પૂજા એટલે શકિત -ઉર્જાની ઉપાસના
શિવ અને સર્વપર કલ્યાણ અને વિષ્ણુ એટલે વિશાળતા, આકાશ જેટલી વિશાળતા

સુર્યપૂજા એટલે અજવાળામાં જીવવું. 







No comments:

Post a Comment