રામ કથા - 909
માનસ શંકર
શનિવાર, તારીખ ૨૪/૧૨/૨૦૨૨ થી
રવિવાર, તારીખ ૦૧/૦૧/૨૦૨૩
લાઠી, જિ – અમરેલી, ગુજરાત
મુખ્ય પંક્તિઓ
संकर सहज सरूपु सम्हारा।
लागि समाधि अखंड अपारा॥
तब संकर देखेउ धरि ध्याना।
सतीं जो कीन्ह चरित सबु जाना॥
1
Saturday,
24/12/2022
जो तुम्ह कहा सो मृषा न होई। मोरें
मन प्रतीति अति सोई॥
तब संकर
देखेउ धरि ध्याना। सतीं जो कीन्ह चरित सबु जाना॥2॥
आपने जो कहा वह झूठ नहीं
हो सकता, मेरे मन में यह बड़ा (पूरा) विश्वास है। तब शिवजी ने ध्यान करके देखा और सतीजी
ने जो चरित्र किया था, सब जान लिया॥2॥
तहँ पुनि संभु समुझि पन आपन। बैठे
बट तर करि कमलासन॥
संकर
सहज सरूपु सम्हारा। लागि समाधि अखंड अपारा॥4॥
वहाँ फिर शिवजी अपनी
प्रतिज्ञा को याद करके बड़ के पेड़ के नीचे पद्मासन लगाकर बैठ गए। शिवजी ने अपना स्वाभाविक
रूप संभाला। उनकी अखण्ड और अपार समाधि लग गई॥4॥
આપણા આત્માના લીધે
એક બીજાને પ્રિય લાગીએ છીએ.
કલાપી કલા પી ગયો.
મહાદેવ સકલ કલા
ગુણ ધામ છે.
2
Sunday,
25/12/2022
સુખની જન્મ ભૂમિ
શંકર છે.
ચપટી ભભૂતમાં કુબેર
નો ખજાનો સમાયેલ છે.
વાલ્મિક રામાયણ
સત છે, યોગ વશિષ્ટ રામાયણમાં ચિત ની પ્રધાનતા છે, આનંદ રામાયણમાં આનંદની પ્રધાનતા છે
અને તુલસી રામાયણમાં સત, ચિત અને આનંદ ત્રણેય છે.
बंदउँ नाम राम रघुबर को। हेतु कृसानु भानु हिमकर को॥
बिधि हरि हरमय बेद प्रान सो। अगुन अनूपम गुन निधान सो॥1॥
मैं श्री रघुनाथजी के नाम 'राम' की वंदना करता हूँ, जो कृशानु (अग्नि), भानु (सूर्य)
और हिमकर (चन्द्रमा) का हेतु अर्थात् 'र' 'आ'
और 'म' रूप से बीज है। वह 'राम' नाम ब्रह्मा, विष्णु और शिवरूप है। वह वेदों का प्राण है, निर्गुण, उपमारहित और गुणों का भंडार है॥1॥
महामंत्र जोइ जपत महेसू। कासीं मुकुति हेतु उपदेसू॥
महिमा जासु जान गनराऊ। प्रथम पूजिअत नाम प्रभाऊ॥2॥
जो महामंत्र है, जिसे महेश्वर श्री शिवजी जपते हैं और उनके द्वारा जिसका उपदेश काशी में मुक्ति का कारण है तथा जिसकी महिमा को गणेशजी जानते हैं, जो इस 'राम' नाम के प्रभाव से ही सबसे पहले पूजे जाते हैं॥2॥
जान आदिकबि नाम प्रतापू। भयउ सुद्ध करि उलटा जापू॥
सहस नाम सम सुनि सिव बानी। जपि जेईं पिय संग भवानी॥3॥
आदिकवि श्री वाल्मीकिजी रामनाम के प्रताप को जानते हैं, जो उल्टा नाम ('मरा', 'मरा')
जपकर पवित्र हो गए। श्री शिवजी के इस वचन को सुनकर कि एक राम-नाम सहस्र नाम के समान है, पार्वतीजी सदा अपने पति (श्री शिवजी) के साथ राम-नाम का जप करती रहती हैं॥3॥
રામ નામ છે અને
,મંત્ર પણ છે.
રામ વેદનો પ્રાણ
છે.
હાલના સમયમાં LIVING
WITH LESS આવશ્યક છે.
પોતાનો મંત્ર ન
છોડવો અને સાથે સાથે રામ નામ ની નિંદા પણ ન કરવી.
સ્વયં ભગવાન રામ
પણ રામ નામનો મહિમા વર્ણવી નથી શકતા.
અખંડ શરણાગતિ હોય
તો ઘણું સારું છે અને આવા અખંડ શરણાગત સાધકે બીજું કશું કરવાની જરુર નથી. પણ આપણા જેવાની
શરણાગતિ અખંડ ન હોવાને કારણે આવા શરણાગતિએ પ્રમાદી ન બનવું જોઈએ. કંઈક કર્મ કરવું જોઈએ.
શરણાગતિનો અર્થ
કર્મ વિમુખતા નથી.
માણસે નિમિત્ત બની
કાર્ય કરવાનું છે. કારણ કે કાર્ય કરનાર તો કોઈ અલગ જ હોય છે.
પ્રમાદ એ મૃત્યુ
છે.
પ્રારબ્ધ હોય, પુરુષાર્થ
હોય અને તેની સાથે કોઈની કૃપા હોય તો જ કાર્ય થાય.
ભગદવ ગીતામાં અહિંસા
શબ્દ ફ્ક્ત ૪ વાર જ આવે છે જેનું ગુઢ રહસ્ય છે.
ધર્મ, અર્થ, કામ
(કામનાઓ) અને મોક્ષમાં અહિંસા હોવી જોઈએ.
માનસ આપણને અભય
બનાવે છે.
શિવ ચરિત્ર એ સપ્તપદી
છે.
3
Monday,
26/12/2022
સ્વભાવના આઠ પ્રકાર
છે.
૧ પૃથ્વી સ્વભાવ
– પૃથ્વી જેવો ક્ષમાશીલ અને સર્વ ગ્રાહી સ્વભાવ
૨ જલ જેવો શીતલ,
મધુર અને શાંત સ્વભાવ
૩ અગ્નિ જેવો સ્વભાવ
જે બાળીને બધું ભષ્મ કરી નાખે તેવો અત્યંત ક્રોધી સ્વભાવ. જે અત્યંત ક્રોધી હોય તે
દંભી હોય. પ્રેમમાં વિરહાગ્નિ હોય. પ્રેમ હોય ત્યાં વિરહાગ્નિ આવે જ.
સાચો રાગી જ વૈરાગી
થઈ શકે. …… કલાપી
I LOVE YOU માં જ્યાં સુધી I અને YOU હોય ત્યાં સુધી
પ્રેમ ન હોય.
મહાદેવ પરમ પ્રેમી
છે.
સાચો પ્રેમ ભેખ
પહેરાવી દે.
કલાપીની યાત્રા
રાગમાંથી વૈરાગ્યની યાત્રા છે.
૪ વાયુ જેવો મંદ શીતલ, સુગંધીત સ્વભાવ
૫ આકાશ જેવો વિશાળ
અને અસંગ સ્વભાવ – અનાસક્ત સ્વભાવ
૬ મનવાદી સ્વભાવ
જે ઘડીએ ધડીએ વિચાર -નિર્ણય બદલ્યા કરે.
૭ બૌધિક સ્વભાવ
જે બીજાનું સત્ય ન સ્વીકારે.
૮ અભિમાની સ્વભાવ
જે કંઈ જ ન હોય તોય દેખાવ કર્યા કરે. આને અહંકારી સ્વભાવ પણ કહેવાય.
जद्यपि प्रगट न कहेउ भवानी। हर अंतरजामी
सब जानी॥
सुनहि सती तव नारि सुभाऊ। संसय अस
न धरिअ उर काऊ॥3॥
यद्यपि भवानीजी ने प्रकट
कुछ नहीं कहा, पर अन्तर्यामी शिवजी सब जान गए। वे बोले- हे सती! सुनो, तुम्हारा स्त्री
स्वभाव है। ऐसा संदेह मन में कभी न रखना चाहिए॥3॥
સપ્તપદીનું પહેલું
સંશય છે.
રૂપ બદલી શકાય પણ
સ્વભાવ ન બદલાય.
રૂપ બહિર છે, સ્વરુપ
આંતર છે.
સપ્તપદીનું બીજું
પગલું પરીક્ષા કરવાની વૃત્તિ છે.
સપ્તપદીનું ત્રીજું
પગલું છુપાવવાની વૃત્તિ છે.
સપ્તપદીનું ચોથું
પગલું જુઠું બોલવાની વૃત્તિ છે. આનાથી સંબંધ વિચ્છેદ થાય છે.
सतीं समुझि रघुबीर प्रभाऊ। भय बस सिव सन कीन्ह दुराऊ॥
कछु न परीछा लीन्हि गोसाईं। कीन्ह प्रनामु तुम्हारिहि नाईं॥1॥
सतीजी ने श्री रघुनाथजी के प्रभाव को समझकर डर के मारे शिवजी से छिपाव किया और कहा- हे स्वामिन्! मैंने कुछ
भी परीक्षा नहीं ली, (वहाँ जाकर)
आपकी ही तरह प्रणाम किया॥1॥
4
Tuesday,
27/12/2022
વક્તા પાસે ત્રણ
પ્રકારની વાણી હોય છે, નભ વાણી, નાભી વાણી જે મૂલાધારમાંથી નીકળે અને નિર્દંભ વાણી.
વક્તાની વાણીના
શ્રવણથી શ્રોતાનું આયુષ્ય વધે છે.
પૂજ્યની સેવા અને
પ્રિયનું સ્મરણ કરવાથી ઊંઘ નહીં આવે અને તાજગી પણ રહેશે.
ગુરુનો સ્વાધ્યા
એટલે શું?
ગુરુ પોતે જ એક
ગ્રંથ છે.
ગુરુનો સ્વાધ્યાય
એટલે આપણી તેના પ્રત્યેની નિષ્ઠા ન બદલવી, એક જ જગાએ પૂર્ણતઃ નિષ્ઠા રાખવી.
ગુરુની સ્મૃતિમાં
સતત રહેવું એ ગુરુ સ્વાધ્યાય છે.
ગુરુ તેની સુરતામાં
પોતાના આશ્રિતને રાખે એ ગુરુ સ્વાધ્યાય છે.
ગુરુએ આપણને કહેલ
વચન સદા યાદ રાખવું એ ગુરુ સ્વાધ્યાય છે.
પ્રવચન બધા માટે
હોય જ્યારે વચન ફક્ત કોઈ એક માટે જ હોય, એક માટે જ હોય.
ગંગાસતીમાં ત્રણેય
વાણી હતી.
શબરીને રામ તેની
પાસે આવ્યા તેનો આનંદ તો છે જ પણ તેથીય વધારે આનંદ પોતાના ગુરુનું વચન સફળ થયું તેનો
છે.
પોતાના બુદ્ધ પુરુષ
પાસે ખોટું ન બોલવું એ ગુરુ સ્વાધ્યાય છે.
સાચો ગુરુ કદી ખોટું
ન લગાડે.
ત્રણેય વાણીની જન્મ
ભૂમિ તપ અને ત્યાગ છે. જ્યાં તપ હોય ત્યાં શીતલ તેજ હોય.
ખરાબ પ્રારબ્ધના
નિવારણના ઉપાયો છે.
અનિવાર્ય પ્રારબ્ધના
નિવારણનો કોઈ ઉપાય નથી.
દુનિવાર્ય પ્રારબ્ધને
બદલી ન શકાય. અથવા તો તેને બદલવામાં ઘણો સમય લાગે.
જો શંકર કૃપા કરે
તો આ ત્રણેય પ્રારબ્ધ ખત્મ થઈ જાય.
શંકર મૂળ નામ છે,
બીજા બધા નામો વિશેષણો છે.
શં એટલે કલ્યાણ,
શંકર એટલે કલ્યાણ કરનાર.
સમાધિનું ફળ રામ
નામ છે.
બુદ્ધિના ચાર પડદા
છે જે મદ, મોહ, ક્રોધ અને ભ્રમ છે. જ્યારે આ ચાર પડદા હઠે ત્યારે જ સત્ય સમજાય.
કોઈક બુદ્ધ પુરુષ
આ ચાર પડદા હઠાવી શકે છે.
ભગવાન રામ પરશુરામના
આ ચારેય પડદા જ્યારે હઠાવી દે છે ત્યારે જ પરશુરામને રામનું સત્ય સમજાય છે.
जय रघुबंस बनज बन भानू। गहन दनुज कुल दहन कृसानू॥
जय सुर बिप्र धेनु हितकारी। जय मद मोह कोह भ्रम हारी॥1॥
हे रघुकुल रूपी कमल वन के सूर्य! हे राक्षसों के कुल रूपी घने जंगल को जलाने वाले अग्नि! आपकी जय हो! हे देवता, ब्राह्मण और गो का हित करने वाले! आपकी जय हो। हे मद, मोह, क्रोध और भ्रम के हरने वाले! आपकी जय हो॥1॥
9
Sunday,
01/01/2023
રામ કથામાં અવયં
સેવકો લક્ષ્મણ કાર્ય કરે છે. લક્ષ્મણની જેમ સતત જાગૃત રહે છે તેમજ તેમને ઠપકો પણ મળે
છે. આવા સ્વયં સેવકો સમયાંતરે નવીન લક્ષ્મણ રેખા પણ અંક્તિ કરે છે.
પ્રત્યેક વ્યક્તિની
સાત મૌલિક માંગ હોય છે અને આવી આ માંગ રામ કથા આપણી પાત્રતા પ્રમાણે પુરી થાય છે.
૧ બાલકાંડમાં પ્રમાણે આપણે આપણી અંદર રહેલ પરમ
તત્વને ઓળખવાનો છે, કરૂણા દ્વારા પ્રગટ કરવાનો છે.
भए प्रगट कृपाला दीनदयाला कौसल्या हितकारी।
બ્રહ્મ એટલે સત્ય
જેને આપણે લાંઘવાનું છે.
દરેકે પોતાનું કાર્ય
નીતિથી કરવાનું છે, દરેકે રામને પ્રીતિથી ભજવાનો છે અને દરેકે દામ – ધનને રીતીથી વાપરવાનું
છે.
૨ પ્રેમ
એ આપણી બીજી મૌલિક માંગ છે. અયોધ્યાકાંડ પરમ પ્રેમ આપે છે.
૩ આપણી ત્રીજી માંગ જ્ઞાન – સમજણ છે જે અરણ્યકાંડ
આપે છે. જેમાં લક્ષ્મણ ૫ પ્રશ્ન પૂછે છે અને ભગવાન રામ તેના જવાબ આપે છે.
૪ આપણી ચોથી મૌલિક માંગ મૈત્રી છે જે કિષ્કિન્ધાકાંડમાંથી
મળે છે.
૫ આપણી પાંચમી મૌલિક માંગ શાંતિની શોધ છે જે સુંદરકાંડમાં
છે. સુંદરકાંડમાં શાંતિની શોધ થાય છે.
૬ આપણી છઠ્ઠી મૌલિક માંગ મુક્તિ – નિર્વાણની છે.
લંકાકાંડમાં રાવણ સહિત બધાને નિર્વાણ પ્રાપ્ત થાય છે.
૭ આપણી સાતમી મૌલિક માંગ પરમ વિશ્રામ છે. ઉત્તરકાંડમાં
પરમ વિશ્રામ પ્રાપ્ત થાય છે.
આ માનસના સાતેય
કાંડનો સાર છે.
બસ એટલી
સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે.
માની લીધું
કે પ્રેમની કોઈ
દવા નથી,
જીવનના દર્દની
તો કોઈ સારવાર
દે.
ચાહ્યું બીજું
બધું તે ખુદાએ
મને દીધું,
એ શું કે તારા
માટે ફક્ત ઈન્તજાર દે.
આવીને આંગળીમાં
ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર
દે.
પીઠામાં મારું
માન સતત હાજરીથી
છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ
આવકાર દે !
નવરાશ છે હવે જરા સરખામણી
કરું,
કેવો હતો અસલ હું, મને
એ ચિતાર દે.
તે બાદ માંગ મારી
બધીયે સ્વતંત્રતા,
પહેલાં જરાક તારી ઉપર. ઈખ્તિયાર દે.
આ નાનાં-નાનાં
દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન.
દર્દ અને પારાવાર
દે.
સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમનેે. નમાવવા હો તો ફૂલોનો
ભાર દે.
દુનિયામા કંઇકનો
હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું
દેણ જો અલ્લાહ ઉધાર દે.
– મરીઝ
ભગવાન શંકરનાં આઠ
રુપ છે – સત્ય મૂર્તિ, પ્રેમ મૂર્તિ, કરુણા મૂર્તિ, ત્યાગ મૂર્તિ, ક્ષમા મૂર્તિ, ધર્મ
મૂર્તિ અને નિર્વાણરુપ મૂર્તિ.