Translate

Search This Blog

Sunday, July 3, 2016

રાજા દાનવીર, દમવીર, દયાવીર, દંડવીર અને દક્ષવીર હોવો જોઈએ

રાજા દાનવીર, દમવીર, દયાવીર, દંડવીર અને દક્ષવીર હોવો જોઈએ

  • ભાવનગરનરેશને અઢારસો પાદરના ધણી કહેવામાં આવે છે. 


  • આ બધાનાં મેં સરેરાશ પાંચ લક્ષણો કાઢ્યાં છે. પાંચ પ્રકારની વીરતા રાજામાં હોવી જોઇએ. એક, રાજા દાનવીર હોવો જોઇએ. 
  •  મારા ‘રામાયણ’માં અેવું લખ્યું છે કે કૈકેયીના ભવનમાં મહારાજા દશરથજી થોડાક મોહપાશમાં બંધાયા અને રામવનવાસ સર્જાયો અને એ સૂતા રહ્યા! દરવાજો ખૂલતો નથી, ત્યારે તુલસીના શબ્દો છે-


દ્વાર ભીર સેવક સચિવ કહહિં
ઉદિત રબિ દેખિ,
જાગેઉ અજહું ન અવધપતિ
કારનુ કવનુ બિસેષિ.


  • પ્રજા પ્રશ્ન પૂછે છે કે, સૂર્ય ઊગી ગયો છે અને હજી અમારા અવધપતિ જાગ્યા નથી? એના ઉપરથી હું એમ કહ્યા કરું કે, એક સમય એવો હતો કે આપણો રાજા ક્યારે સૂતો હોય એની પ્રજાને ખબર હોય. ક્યારે જાગે એની પ્રજાને ખબર હોય. શું ખાય છે એની પ્રજાને ખબર હોય. અને દરેક રાજાએ સૂર્યવંશીપણું ચરિતાર્થ કરવું જોઇએ.


  • બીજું, રાજા દમવીર હોય. દમ એટલે તાકાત, બળવાન માણસ, શૂરવીર. 
  •  એક વસ્તુ એમાંથી પકડાય કે એ ગરીબને પણ ગોતી લેશે. એ પ્રજાની બીમારીને પણ ગોતી લેશે, કારણ કે એનામાં નોંધવાની એક કળા છે. એટલે મારી દૃષ્ટિએ રાજા દમવીર હોવો જોઇએ જ.


  • ત્રીજું, રાજા દયાવીર હોય. એની નમ્રતા, ઋજુતા હોય. સાહેબ, આ બહુ અઘરું છે. 


  • ચોથું લક્ષણ, રાજા દંડવીર હોય, દોષ હોય એને દંડ આપવાનો. 
  • પાંચમું લક્ષણ, રાજા દક્ષવીર હોવો જોઇએ. દક્ષવીર એટલે જેનામાં દક્ષતા હોય, કૌશલ્ય હોય,
  • ખેડૂત આવે છે. વાત કરે છે. મહારાજા અેને બેસાડીને સાંભળે છે. મહારાજાની આંખમાં ભેજ છે. સેક્રેટરીને બોલાવીને કીધું કે, બળદની જેટલી કિંમત થતી હોય એ અને ટ્રેનની ટિકિટ આને આપો.(સંકલન : નીિતન વડગામા)

Read full article at Sunday Bhaskar.





No comments:

Post a Comment