Translate

Search This Blog

Friday, September 7, 2012

રામભક્તે જ્યારે કૃષ્ણના નાથદ્વારાને ગજાવ્યું


The article by Shree Kanti Bhatt  and image are displayed here with the courtesy of its writer/author and publisher.
It is displayed here with the courtesy of Divya Bhaskar daily.




  • રામભક્તે જ્યારે કૃષ્ણના નાથદ્વારાને ગજાવ્યું

Kanti bhatt | Sep 07, 2012

Read full article at its Source Link : Divya Bhaskar



ભક્તિ; ૩૪૧ વર્ષ પહેલાં શ્રીનાથજીનાં પગલાં નાથદ્વારામાં થયાં હતાં. આજે ત્યાં જશો તો કૃષ્ણમય-પ્રેમમય બની જશો.

હેમા માલિની, રિષી કપૂર, રૂપકુમાર રાઠોડ સુનિધિ ચૌહાણ અને સુનીલ શેટ્ટી જેવા બોલિવૂડના તારકો પણ મોરારિ બાપુના ચાહકો છે તે ૧૮મીથી ૨૬ ઓગસ્ટ સુધી નાથદ્વારા મોરારિ બાપુની કથા ઉદયપુરના ધનિકોએ યોજી ત્યારે જોવા મળ્યું. ૭૦,૦૦૦ શ્રોતા માટેનો મંડપ છલકાઈ ગયો અને અઢી લાખ લોકોએ ઊભા ઊભા અવનવા ફિલ્મતારકો અને ગાયિકાઓને જોવાનો લહાવો લીધો. મોરારિ બાપુની કથા સાથે સાથે લેતા હતા. મોરારિ બાપુ પોતે સંગીતના શોખીન છે અને કથા પછી રાત્રે મુશાયરો થાય તેમાં હિ‌ન્દુસ્તાન અને પાકિસ્તાનનાં ગાયકોને સાંભળવા ખાસ આવતા.

આ કથાના આયોજકો પૈકી મિરાજ ગ્રૂપ નામની કંપનીના મેનેજિંગ ડિરેક્ટર મદન પાલીવાલ કથાની મઢેલી કંકોત્રી લઈને નવા રાષ્ટ્રપતિ પાસે પણ ગયેલા. જોકે કથામાં હાજર રહેવાનું વચન પ્રણવ મુખરજી પાળી શકેલા નહીં. નાથદ્વારામાં બિરાજતા શ્રીનાથજીબાવાના દર્શને મને એક પ્રકાશક મિત્ર બરાબર ૨પ વર્ષ પહેલાં લઈ ગયેલા. મારું મન ઉદાસ હતું. મનમાં પીડા હતી. દરેક પત્રકાર લેખક કે પત્રકારના મનમાં પીડા હંમેશાં પાછળ પડેલી હોય જ છે, પણ શ્રીનાથજીનાં દર્શન વખતે પૂજારીએ મને થોડો ઝાઝો ઊભો રહેવા દીધો ત્યારે પંકજ મલિકનું આ ગીત મનમાં ગણગણતો મારી પીડા વ્યક્ત કરી શકેલો.

તેરે મંદિર કા હું દીપક જલ રહા, આગ જીવન મેં ભરકર ચલ રહા જલ રહા.
કયા તું મેરે દર્દસે અનજાન હૈ, તેરી મેરી કયા નઈ પહચાન હૈ
આંખ સે જમુના કા પાની ઢલ રહા, ઔર જીવન મેં ભર કર ચલ રહા.

કોણ જાણે પીડા વરાળ થઈ ગઈ એટલું જ નહીં તમામ મિત્રો સંબંધીઓ અને મંદિરમાં હાજર રહેલા પ્રત્યે મારામાં પ્રેમ અને પ્રેમની ભાવના જ રહી. નાથજીના મંદિરમાં તમે પણ જશો તો એકાએક પ્રેમાળ થઈ જશો. મારો અનુભવ છે. આ મંદિરમાં સૌ પોતપોતાની માગણીઓ અને પીડાને શમાવવાની યાચના સાથે આવે છે. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનાં મુંબઈગરાના ઘરાકને ઘરે આવકવેરાના દરોડા પડયા તો તેણે ઘરાકને શ્રીનાથજીબાબાને લઈ જઈ ત્યાં ભોગ ધર્યો રૂ. ૨,પ૦૦ની થાળી ધરાવી. એ પછી આવકવેરાના દરોડા પાડનારા ઓફિસરો સાથે કેમ તોડ પાડવો તેની વિચારણા કરી રસ્તો કાઢયો આવી રીતે શ્રીનાથજી પાસેનું ''સદ્બુદ્ધિ’’ લેવા ઘણા મુંબઈ અમદાવાદના એક નંબર કે બે નંબરના વેપારી આવે છે.

આજે તો આખું વરસ લગભગ દોઢ-ડઝન જેટલી એરકન્ડિશન્ડ બસો જેમાં રૂ. ૪પ૦ આપો તો સુવાની સગવડ મળે તેવી બસો શ્રીનાથજી જાય છે પણ તે પહેલાં મુંબઈમાં ખેતવાડીથી પોણો ડઝન બસ જતી. જન્માષ્ટમી આવે તો બસમાં જગા ન હોય તો ખાલી જગામાં યાત્રિકો ઊભા કે બેસીને મુંબઈથી ઉદયપુરની કઠિન યાત્રા કરતા કેટલાય કપોળો કે કૃષ્ણભક્તો પરણીને પ્રથમ શ્રીનાથજીનાં દર્શને જાય છે. હું ગયો ત્યારે મોહમ્મદ ઝાફર પંજવાણી નામના સિંધી મુસ્લિમની બે વર્ષની પુત્રી માહેરા કાલીઘેલી ભાષામાં જયશ્રીકૃષ્ણ બોલતી હતી.

કેટલાય મુસ્લિમો શ્રીનાથજીના દર્શને આવતા હતા તે ૨૦૧૨ સુધી ત્યાં પાકિસ્તાનથી ગાયકો આવીને સિલસિલો ચાલુ રાખે છે. કુંદનલાલ સાયગલે ૧૨ની ઉંમરે શ્રીનાથજીના એક પૂજારીને મીરાનું ભજન સંભળાવેલું. જો તેની પીડા પછી દારૂની બાટલીને બદલે ૧૯૪૬માં ''જબ દિલ હી તૂટ ગયા’’ (શાહજહાંન)ગાઈને શ્રીનાથજીનાં ચરણ પકડયા હોત તો દિલ, દિમાગ અને શરીરને દારૂથી તોડયું તેવું ન થાત.

નાથદ્વારા શહેરનું મહત્ત્વ શ્રીનાથજીબાવાની મૂર્તિ‌એ ૩૪૧ વર્ષ પહેલાં વધારી દીધું... એમાં વળી ઓગસ્ટના અંતમાં મોરારિ બાપુની ૬૩૮મી કથાએ તો તેને ઓર વધારી દીધું. ૩૪૧ વર્ષ પહેલા તો આ ગામનું નામ સિંહાડ હતું. એ ગામમાં શ્રીકૃષ્ણની મૂર્તિ‌ની પધરામણી થઈ ત્યારથી ગામનું નસીબ પલટાઈ ગયું. શ્રીકૃષ્ણને અનેક વહાલાં નામો મળ્યાં. ઉપેન્દ્ર, વિક્રમ, ત્રિકમ ચક્રપાણિ અને સારંગપાણિથી માંડીને છેલ્લે શ્રીનાથજી નામ કાયમ રહ્યું. પ‌શ્ચિ‌મના વિદ્વાનો શ્રીનાથજીને ક્રિષ્ના કહે છે.

જાણીતા નાટકકાર પિટર બ્રુકે મહાભારત નાટક રચ્યું અને તે જગમશહૂર થઈ ગયો. થેંક્સ ટુ ક્રિષ્ના ભગવાન વેદવ્યાસ કૃષ્ણની કથા અગર તો મહાભારતની વાતો કેમ કહે છે તે શીખવા પિટર બ્રુકના અભિનેતાઓ છેક કલકત્તા આવ્યા હતા અને ત્યાં મુસ્લિમ વાર્તાકાર હબીબ તનવીરે જે તલ્લીનતાથી કૃષ્ણની વાર્તા કહી તે સાંભળીને દંગ થઈ ગયેલા. વિખ્યાત અણુવિજ્ઞાની પણ પ્રથમ અણુબોમ્બના અખતરા પછી ભગવદગીતાના કૃષ્ણને યાદ કરતા હોય તો પછી લોહાણા ભાટિયા કે કપોળો કૃષ્ણને ભજે કે યાદ કરે તેમાં નવાઈ નથી.

જો કન્યાત જાતનો ભેદ નથી. કેન્યાના પ્રથમ રાષ્ટ્રપતિ જોમો કેન્યાટા કૃષ્ણના ભક્ત હતા હું લખી ગયો છું કે સુરૈયાએ તેના ફલેટનું નામ કૃષ્ણ મહાલ રાખેલું અને તે કૃષ્ણ ભક્ત હતી. લગભગ તેના પ્રેમનું ઉધ્ર્વી‍કરણ કરીને નિષ્ફળ પ્રેમને કૃષ્ણ પ્રેમમાં પલટાવેલો. કવિ ટી.એસ. ઈલિયટ ગીતા થકી કૃષ્ણનો ઉપદેશ સાંભળતા અને કર્મ જ તારો અધિકાર છે અને ફળ તો ઉપરવાળાના હાથમાં છે તેમાં શ્રદ્ધા રાખતા હતા.

૧પમી સદીમાં કેરળના કવિ યેરૂસેરી કૃષ્ણની કથા કહેતા ત્યારે લોકો ભૂખ્યા તરસ્યા કથા સાંભળવા બેસી રહેતા. એમના પછી કવિ પૂન્તનમે કૃષ્ણનાં બાળકાવ્યો લખેલાં, તે આજે સવાત્રણસો વર્ષ પછી કેરળના બાળકોને કંઠસ્થ કરાવાય છે. કૃષ્ણ જન્માષ્ટમી ઊજવાઈ ત્યારે એક વખત કાકા કાલેલકરને પૂછાયું કે હજારો વર્ષ પછી પણ આ કૃષ્ણભક્તિ કેમ વધુને વધુ તીવ્ર થતી જાય છે?

આપણે ઓગસ્ટ ૨૦૧૨માં જોયું કે રામભક્ત કે હનુમાન ભક્ત મોરારિ બાપુ કૃષ્ણભૂમિમાં કંઈક વધુ પ્રેમભક્તિથી કથા કહેતા જણાયા મહિ‌લાઓ જેમાં કોકિલાબેન અંબાણી કે ટીના અંબાણીને કે હેમા માલિનીને કૃષ્ણનું બાળ સ્વરૂપ ગમે છે.દરવર્ષે કુલ્લે બે લાખ યાત્રાળુ આવતા તેનો એક સરવાળો તો મોરારિ બાપુની કથામાં થઈ ગયો કાકા કાલેલકરે કહ્યું કે કૃષ્ણભક્તિ હજી યુરોપ-અમેરિકામાં ફેલાશે.

ભાટિયા કોમના મોવડી પાસેથી સાંભળ્યું કે નવ પરિણીતના પ્રથમ બાળકના વાળ ઉતરાવવા શ્રીનાથજી આવે છે. સ્ત્રીઓને સંતાન ન થતું હોય તો સ્ત્રીઓ માનતા માનીને આવે છે. એક વખત હું ગયો ત્યારે એક મહિ‌લાને ૯ બાળકો થયાં, તેને હવે ૧૦મું જોઈતું નહોતું તે પણ આવી હતી તે સંતતિ નિયમનનાં સાધનોથી અજાણ હતી. અર્થાત્ શ્રીનાથજીબાવા દરેક મનોરથો પૂરાં કરે છે, તેવી લોકોને શ્રદ્ધા છે. મારી મુલાકાતમાં આંકડો મળ્યો કે દર વર્ષે બે લાખ દર્શનાર્થી આવે છે તેમાં ૬,૦૦૦ સ્ત્રીઓ ખોળાનો ખુંદનાર માગવા આવે છે.

કૃષ્ણ તો કયાંય પણ પૂજાય છે. લંડન, ન્યુ ઓલીચન્સ, ફિઝી ટાપુ, ન્યૂઝીલેન્ડ શિકાગો કે વર્જિનિયામાં કૃષ્ણ મંદિરો છે. શિકાગો કે ન્યુયોર્ક જતા વિમાનમાં એકાદ ઉતારુનાં ખોળામાં કૃષ્ણની બાલમૂર્તિ‌ તો દેખાતી જ, અમે ન્યુયોર્ક ગયા ત્યારે બાજુમાં બેઠેલી એમ.એ. થયેલી કમળા ગઢિયાનાં ખોળામાં કૃષ્ણમૂર્તિ‌ હતી. તેને તો લગ્ન માટે નહીં પણ તેનું કુંવારાપણું અખંડ રાખવા શ્રીનાથજીબાવાની કૃપા જોઈતી હતી મને શ્રીનાથજીએ દર્શન પછી શું કહેવું? મારા પત્રકારત્વની ફરજોની પીડાઓ મારે જ ટાળવાની છે અને એ પીડાને મને આજે પણ ૮૧ની ઉંમરે એકલા રહીને સહન કરવાની શક્તિ આપી છે.

No comments:

Post a Comment