Translate

Search This Blog

Saturday, September 8, 2012

અમર છે શ્રી હનુમાન, તો જાણો આ યુગમાં ક્યાં રહે છે તે


The information and images are with the courtesy of Divya Bhaskar daily.


  • અમર છે શ્રી હનુમાન, તો જાણો આ યુગમાં ક્યાં રહે છે તે

Source : Dharm Desk, Ahmedabad, Divya Bhaskar

Read full article at Divya Bhaskar.




શ્રી હનુમાનજી બળ, પરાક્રમ, ઉર્જા, બુદ્ધિ, સેવા, ભક્તિના આદર્શ દેવતા છે. શાસ્ત્રોમાં શ્રી હનુમાનજીને સકળગુણનિધાન પણ કહેવામાં આવે છે. શ્રી હનુમાનજીને ચીરંજીવી - અમર માનવાં આવે છે. શ્રીહનુમાન ચાલીસામાં ગોસ્વામી તુલસીદાસે પણ લખ્યું છે કે - 'चारो जुग परताप तुम्हारा है परसिद्ध जगत उजियारा।'

આ  ચોપાઈનો અર્થ જ કહે છે કે શ્રી હનુમાન એવા દેવતા છે, જે દરેક યુગમાં કોઈ ને કોઈ રૂપે, શક્તિ અને ગુણોની સાથે જગત માટે સંકટમોચક બનીને હાજર રહે છે. શ્રીહનુમાનજી સાથે જોડાયેલી આ વિલક્ષણ અને અદ્ભૂત વાત તેના પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા મજબૂત કરે છે.

આ માટે અહીં જાણો, શ્રી હનુમાન ચાર યુગમાં કઈ રીતે તે શોકનાશક બને અને ખાસ કરીને કળિયુગ એટલે કે આજે તે કઈ જગ્યાએ રહે છે....




સતયુગ – શ્રી હનુમાન રૂદ્રાવતાર છે. સતયુગમાં દુઃખને દૂર કરવા રૂદ્ર અવતાર ધારણ કરવામાં આવ્યો છે, સતયુગમાં હનુમાનજી શિવ એટલે કે કલ્યાણ રૂપે પૂજાતા રહ્યા છે.






ત્રેતાયુગ – આ યુગમાં શ્રી હનુમાનને ભક્તિ, સેવા અને સમર્પણનો આદર્શ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર વિષ્ણુ અવતાર શ્રી રામ અને રુદ્ર અવતાર શ્રી હનુમાન એટલે કે પાલન અને સંહાર શક્તિઓના મિલનથી જગતની ખરાબ અને દુષ્ટ શક્તિઓનો અંત થયો.





દ્વાપર યુગ – આ યુગમાં શ્રી હનુમાન નર અને નારાયણ રૂપ ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનની સાથે ધર્મયુદ્ધમાં રથની ધ્વજામાં ઉપસ્થિત છે. આ પ્રતીકાત્મક રૂપમાં સંકેત છે કે શ્રીહનુમાન આ યુગમાં પણ ધર્મની રક્ષા માટે ઉપસ્થિત રહે છે.






કળિયુગ – પૌરાણિક માન્યતાઓમાં કળિયુગમાં શ્રી હનુમાનનું નિવાસ ગંન્ધમાદન પર્વત પર છે. કળિયુગમાં તો શ્રીહનુમાન જ્યાં-જ્યાં પોતાના ઈષ્ટ શ્રીરામનું ધ્યાન અને સ્મરણ થાય છે, ત્યાં અદ્રશ્ય રૂપે ઉપસ્થિત રહે છે. શાસ્ત્રોમાં અનેક ગુણોની સ્તુતિમાં લખવામાં આવ્યું છે કે - 'यत्र-यत्र रघुनाथकीर्तनं तत्र-तत्र कृत मस्तकांजलिं।' આ રીતે હનુમાનનું સ્મરણ દરેક યુગમાં અલગ-અલગ રૂપ અને શક્તિઓની સાથે સંકટમોચક દેવતાના રૂપમાં જગતને વિપત્તિઓથી ઉગારે છે.

No comments:

Post a Comment