The article displayed below is with the courtesy of
ગાયનાં દૂધ, છાણ-મૂત્રમાં છુપાયેલી છે આ શક્તિઓ
Kanti Bhatt
Read full article at its source link: http://www.divyabhaskar.co.in/article/ABH-many-power-in-cows-milk-dung-and-urine-4113215-NOR.html?HF-14=
- રિન્યુએબલ એનર્જી: એક ગાયના + મૂત્ર-છાણમાંથી વર્ષે પાંચ ટન જેટલો ગેસ પેદા કરી શકાય છે
અમેરિકનોને આજકાલ ભારતીય કરતાં ય ગૌમૂત્ર-ગાયનું છાણ અને બીજા આયુર્વેદિક ઓસડિયાં જ નહીં પણ અમુક ''ટૂચકા’’ જેવા આરોગ્યની ''ઔષધિ’’માં વધુ શ્રદ્ધા પેદા થઈ છે. ડો. ટેરિન સિમોન નામની એક ન્યૂયોર્કની ભારતપ્રેમી બાઈ ચીન અને ભારતથી ન્યૂયોર્ક પાછી ફરી તો તેના સામાનમાં ગૌમૂત્રની બોટલો, ગાયનાં છાણાં, બાળેલી રાખ, ગાંજો, કેટેમાઈન નામની હેરોઈનની બનાવટ, ભારતીય આયુર્વેદિક છોડો, હરણનું લોહી, ગાયનાં છાણાં બાળીને બનાવેલું ટુથપેસ્ટ પણ પકડાયું હતું.
પાંચ કલાક સુધી તેનો સામાન તપાસાયો હતો. ન્યૂયોર્કના કેનેડી એરપોર્ટ ઉપર રોજ છ લાખ ઉતારું ઊતરે છે.''કોન્ટ્રાબાન્ડ’’ નામના પુસ્તકમાં ૧૦૭પ જેટલી ભારત-ચીનથી આ વાત કરેલી આયુર્વેદની ઔષધિઓ અને પ્રાણીઓનાં અંગો, ગાયનાં છાણ-મૂત્રની દવાઓ પકડાય છે તેની વિગતો છે. આ પુસ્તક આજે દુર્લભ છે. તે રૂ.૬૦૦૦૦માં વેચાય છે.
અમેરિકામાં મિનેસોટા રાજ્યના ખેડૂતો ગાયનાં છાણમાંથી વીજળી પેદા કરે છે. ઘણાં ખેડૂતો માનવમળને પણ ખાતર તરીકે વાપરે છે. ગાયનાં છાણમાંથી વીજળી પેદા કરવાનું યંત્ર ૪II લાખ ડોલરમાં આવે છે. ૧૦૦૦ ગાયોવાળા તબેલા હોય તે આવા પ્લાંટ રાખે છે. તેમ નેશનલ જ્યોગ્રાફિક (૪-૯-૦૯) કહે છે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના કહેવા પ્રમાણે એક ગાય વર્ષે પાંચ ટન જેટલો બળતણમાં વાપરી શકાય તેવો ગેસ તેના મૂત્ર-છાણમાંથી પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. ઈન્ડોનેશિયામાં તો ગાયનું છાણ ઈંટમાં પણ વપરાય છે. આવા ગાયનાં છાણવાળી ઈંટો બનાવતી કંપની 'ઈકોફેબ્રિક’ પણ ઊભી થઈ છે. ઈન્ડોનેશિયન ખેડૂતો ગાયનું છાણ વેચીને તેની આવક નો પ૩ ટકા હિસ્સો મેળવે છે.
વધુ રસપ્રદ વિગતો માટે આગળ ક્લિક કરો....
ખાઈ શકાય તેવા અગર જેનું અથાણું થાય તેવા મશરૂમ (બિલાડીના ટોપ) ગાયનાં છાણમાંથી ઊગે છે તે અમેરિકામાં ખૂબ વપરાય છે. એવું મનાય છે કે ગાયનાં છાણાંમાંથી ઊગેલા મશરૂમથી નશો આવે છે. એમ મનાય છે કે ૧૪૦૦૦ પ્રકારના મશરૂમ જગતનાં જંગલોમાં આપોઆપ ઉગે છે તેમાંથી ૩૦૦૦ મશરૂમ ખાઈ શકાય તેવા-મેડિસિનલ-ઔષધિય છે. ચીનમાં તો મશરૂમની ખેતી અને વેપાર થાય છે. અમેરિકામાં ઘરના વાડામાં મશરૂમ કેમ ઉગાડવા તેની પુસ્તિકા પણ વેચાય છે.
બ્રાઝિલ તો ભારત કરતાં ય વધુ ગૌપ્રેમી દેશ છે. ત્યાં દેશી ઓલાદની ઘણી ગાયો છે. બ્રાઝિલના મીનાસ, ગેઈરાસ અને સાઓ-પાઓ લો શહેરમાં ગાયનાં છાણના અનેક ઉપયોગ થાય છે. ''ટાઈમ’’મેગેઝિને તો બ્રાઝિલમાં ગાયનાં છાણના કેટલા બધા ઉપયોગ થાય છે તેનો લેખ છાપેલો. ગાયનાં છાણ-મૂત્રમાંથી ઘણી દવાઓ સાઓ-પાઓલોમાં વેચાય છે. એક પ્રેરણાદાયી વાત લાંબી છે. પ્રમુખ બરાક ઓબામા ગાયનાં છાણના અનેકવિધ ઉપયોગ માટેના પ્રોજેક્ટમાં પ૦ લાખ ડોલર ખર્ચે છે.
ઈજિપ્તના ગામડાઓમાં આજે પણ ગાયનાં છાણાં બળતણમાં વપરાય છે. છાણાંને ત્યાં ''ગેલા’’ કહે છે. ગામડામાં ૭૬ ટકા બળતણ ગાયનાં છાણાં આપે છે. ચીન, નેપાળ અને પેલેસ્ટાઈન તેમ જ સાઉદી એરબિયામાં પણ ગાયનાં છાણાં વપરાય છે. તિબેટમાં યાક પ્રાણી અને ઘેટાંની લીંડી પણ બળતણમાં વપરાય છે. માલ્ટા, તુર્કી, સીરિયા, રશિયાના કઝાક પ્રદેશમાં ગાયનાં છાણનાં છાણાં વપરાય છે.
તમે ભાવનગરમાં દરબારગઢ એટલે કે કૃષ્ણકુમારસિંહજીના મહેલ પાસેથી પસાર થાઓ તો ભીંત ઉપર છાણાં થાપેલાં દેખાશે. રાજકોટના આહિરવાસમાં છાણાં થપાય છે તે રીતે અફઘાનિસ્તાનના ગામડામાં ભીંત ઉપર ગાયનાં છાણાં થપાય છે. ફરક એટલો છે કે ભાવનગરમાં છાણાંનાં વધુ ભાવ ઉપજાવવા પાતળા અને વધુ પાતળા છાણા બનાવાય છે ત્યારે અફઘાનિસ્તાનનાં છાણાં અસલી કાઠિયાવાડી છાણાં પ૦ વર્ષ પહેલાં થપાતાં તેવા દળદાર હોય છે. વેસ્ટ-ઈગ્લેન્ડનાં ગામડોમાં હજીય છાણાં વપરાય છે.
અમેરિકાના ટેક્સાસ પ્રાતમાં ગાયનાં છાણનો બળતણ તરીકે ઉપયોગ કરવાનો પ્રયોગ થાય છે. મોનિકા કોચ નામની મૂળ ભારતની ડોક્ટર ગાયના છાણ-મૂત્રમાંથી દવા બનાવે છે. તેના કહેવા મુજબ ગૌમૂત્રથી મગજના અમુક કોષો જીવંત થાય છે. શરીર ઝેરમુક્ત થાય છે. ગૌમૂત્ર નર્વસ સિસ્ટમને મજબૂત કરે છે મોનિકા કોચ ગાયનાં છાણ-મૂત્રમાંથી બનાવેલી ઔષધિને અગ્નિહોત્ર-ભસ્મય કહે છે.
સી.એન.એન.નામની ટી.વી.-સર્વિસના રિપોર્ટર બાંગ્લાદેશ ગયેલા અને ત્યાં જોયું કે બળતણનાં લાકડાં અને ગેસ મોંઘો થતાં બાંગ્લાદેશી સ્ત્રીઓ વધુને વધુ છાણાં બળતણમાં વાપરે છે. ઢાકાની શેરીઓમાં ગાયો ફરતી હોય તેનું છાણ બાંગ્લાદેશી છોકરી-છોકરાં, ભેગું કરીને છાણાં થાપે છે. સરકારની ફરિયાદ છે કે આ રીતે બળતણમાં ગાયનું છાણ વપરાતાં ખેડૂતોને કુદરતી ગાયનાં છાણનું ખાતર મળતું નથી
અમેરિકામાં થોકબંધ ગાયોના તબેલા છે. તેનું છાણ હજી બળતણ માટે મિથેન ગેસ પેદા કરવા માટે બહુ વપરાતું નથી. અમેરિકાની વિસ્કોનસીન એનર્જી કોન્ઝર્વેશન કોર્પોરેશન ગાયનાં છાણમાંથી વીજળી બનાવે છે. તે માટે ઓછામાં ઓછી ૨૦૦૦ ગાયોનો તબેલો હોવો જોઈએ. તે માટે જનરલ ઈલેક્ટ્રિકનું મશીન બેસાડી શકાય જે છાણમાંથી વીજળી પેદા કરે છે. તે મશીનને ડેન્જ ડાઈજેસ્ટર કહે છે. યુરોપ અને અમેરિકાના ગાયનાં તબેલાને આવાં મશીન વેચવા માટે માર્કેટિંગ મેનેજર થોમસ એલ્સેન બ્રુચ જી.ઈ. વતી ટ્રાય કરે છે. પણ ચીનમા તો ડેરી ફાર્મિંગ હવે જોરદાર ઉદ્યોગ બન્યો છે.
તમે જાણો છો કે આપણા ગુજરાતીઓ દૂધના પ્રેમી નથી. પણ તેથી જ ઉત્તરપૂર્વ ચીનની હુઈશાન ડેરીના માલિક ચીનાઓ વધુને વધુ ગાયનું દૂધ પીવે તે માટે પ્રચાર કરે છે. પણ દૂધ કરતાં વધુ પૈસા ગાયનાં છાણમાંથી મિથેન ગેસનાં પ્લાન્ટ ઊભા કરીને મેળવે છે. હુઈશાન ડેરી ચીનની મોટામાં મોટી ડેરી છે ત્યાં ઓસ્ટ્રેલિયાથી દર મહિને ૩૦૦૦ ગાયો આયાત થાય છે.
આ હુઈશાનના તબેલામાં ઓલરેડી અઢી લાખ ગાયો છે. એટલે કે અમેરિકામાં જ્યાં વધુમાં વધુ ગાયો પળાય છે. તે ફલોરિડાના ગાયનાં તબેલા કરતાં બમણા નંબરની ગાયો હુઈશાનમાં છે. ચીનમાં જે છાણમાંથી વીજળી પેદા કરવાનો પ્લાંટ ઊભો થયો છે તેમાં ૬૦૦૦૦ ગાયોનાં છાણને પ્રોસેસ કરીને પ.૬ મેગાવોટ વીજળી પેદા કરાય છે. અર્થાંત્ લગભગ મોટી સાઈઝનાં (અમેરિકનો જેવા) ૩પ૦૦ ઘરોને વીજળી પૂરી પડે તેટલી વીજળી પેદા થાય છે. અર્થાંત્ ચીનમાં તો ચારગણા ઘરોને - ૧પ૦૦૦ ઘરોને વીજળી પૂરી પાડે છે.
ચીનના લાખો નાનાં નાનાં ખેતરો જ્યાં ગાયો પળાય છે ત્યાં જી.ઈ.ના ડાઈજેસ્ટર બેસાડી શકાશે મેસાચુસેટ્સ ટેકનોલોજી રીવ્યુ નામના મેગેઝિનના રિપોર્ટર કેવીન બુલીસ આ માહિતી લેવા ચીન ગયેલા. આપણું ભેજું કામ ન કરે તેવી એક ટેકનોલોજી કેલીફોર્નિયાની સીલુરિયા ટેકનોલોજી વિકસાવે છે. આ પ્રોસેસને કારણે માનવજાતે પેટ્રોલિયમની ગુલામીમાંથી મુક્ત થવાશે? બાપ રે ગાયનાં છાણમાં આટલી છૂપી શક્તિ છે હા. હા. વાત લાંબી છે. નરેન્દ્ર મોદી સાંભળો છો?
No comments:
Post a Comment