Translate

Search This Blog

Saturday, December 8, 2012

માનસ કેન્સર


રામ કથા 

માનસ કેન્સર

કર્ણાવતિ ક્લબ

ગાંધીનગર સરખેજ હાઇવે

અમદાવાદ, ગુજરાત

શનિવાર, તારીખ ૦૮-૧૨-૨૦૧૨ થી રવિવાર તારીખ ૧૬-૧૨-૨૦૧૨


મુખ્ય ચોપાઈ


સુનહુ તાત અબ માનસ રોગા     l

જિન્હ તે દુખ પાવહિં સબલોગા     ll

.....................................(૭/૧૨૦/૨૮)

અહંકાર અતિ દુખદ ડમરૂઆ     l

દંભ કપટ મદ માન નેહરૂઆ     ll

...................                  (૭/૧૨૦/૩૫)


હે, તાત, સાંભળો, હવે માનસ રોગો કહું છું જેનાથી બધા લોકો દુઃખી થાય છે.

અહંકાર એ દુઃખદાયક ગાંઠનો રોગ છે તેમજ દંભ, કપટ, મદ, માન એ નસોના રોગ છે.

Image Link: http://digitalimages.bhaskar.com/gujarat/epaperimages/08122012/AHMS1552636-large.jpg









શનિવાર, તારીખ ૦૮-૧૨-૨૦૧૨


The image and article information are displayed here with the courtesy of 




મોરારિ બાપુએ કેન્સર માટે આપ્યા સવા લાખ
Omkar Thakur, Ahmedabad

Read full article and other images at Divya Bhaskar.
     


અહંકાર કષ્ટદાયી રોગ છે : મોરારિબાપુ


- શનિવારથી કર્ણાવતી ક્લબમાં રામકથાનો પ્રારંભ


- કેન્સરપીડિતોના લાભાર્થે રામકથાને બાપુએ 'માનસ કેન્સર’ નામ આપ્યું


- કેન્સર જાગૃતિના કાર્યમાં લોકોને જોડાવા મોરારિબાપુની અપીલ


શહેરના એસજી હાઈવે ખાતે કર્ણાવતી ક્લબમાં સંત મોરારિબાપુ દ્વારા કેન્સરપીડિતોના લાભાર્થે રામકથાનો શનિવારથી પ્રારંભ કરવામાં આવ્યો હતો જ્યાં આ રામકથાનું નામકરણ કરતાં બાપુએ આ કથાને 'માનસ કેન્સર’ નામ આપી જણાવ્યું હતું કે આજના સમયમાં અહંકાર એ જ ખૂબ જ કષ્ટદાયી રોગ છે.


કર્ણાવતી ક્લબની લોનમાં ૩૬ જેટલી છત્રીઓના અનોખા મંડપમાં ઉપસ્થિત હજારો શ્રદ્ધાળુઓને સંબોધિત કરતાં બાપુએ જણાવ્યું કે, રામાયણમાં તુલસીદાસે અહંકારને કેન્સર કહ્યું છે. આ અહંકાર રૂપી કેન્સરની આઠ જાત છે. જેમાં તુલસીદાસે કામ એ વાત રોગ, લોભને કફ અને ક્રોધને પિત્ત કહ્યો છે. તેમણે કહ્યું કે, જો રામકૃપા થઈ જાય તો માનસિક રોગનો નાશ થઈ જાય છે. જોકે, માનસિક રોગની ચિકિત્સા ચપટીમાં થઈ જાય છે પરંતુ તેના માટે વચન અને વિશ્વાસની જરૂર છે. વધુમાં તેમણે ગુરુવંદના કરવાની સાથે ભગવાન ગણેશ, સૂર્યદેવ, શિવ, વિષ્ણુ અને મા દુર્ગાના હંમેશાં સ્મરણ રાખવા જોઈએ.


કથા શરૂ થતાં પહેલાં પંકજ પટેલના નિવાસસ્થાનેથી વાજતેગાજતે પોથીયાત્રા નીકળી હતી. જ્યારે રામકથા શરૂ કરતાં પહેલાં મોરારિબાપુએ શહેરમાં કેન્સર હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. આ અગાઉ કર્ણાવતી ક્લબના માનદ્ મંત્રી ગિરીશ દાણીએ મોરારિબાપુને આવકારવાની સાથે કથાનું રસપાન કરવા આવેલા ભાવિક ભક્તોનું પણ સ્વાગત કર્યું હતું.


બાપુએ કેન્સર સોસાયટીને સવાલાખનું દાન આપ્યું :

મોરારિબાપુએ કથા શરૂ કરતાં પહેલાં આ કથાનું નામ 'માનસ કેન્સર’ આપી ગુજરાત કેન્સર સોસાયટીને સૌપ્રથમ એમના વતન તલગાજરડાની હનુમાન મહારાજની પ્રસાદી રૂપે રૂ. સવાલાખની પ્રસાદી અર્પણ કરી હતી. આ પ્રસંગે નાગરિકોમાં કેન્સરના રોગ વિશે જાગૃતિ લાવવાના આ શુભ કાર્યમાં તમામ લોકોને અંગત રસથી જોડાવવાની અપીલ કરી હતી.

તસવીરોઃ વિજય ઝવેરી




The image (http://digitalimages.bhaskar.com/gujarat/epaperimages/09122012/AHMS1556772-large.jpg) displayed below is with the courtesy of Divya Bhaskar daily.



કથા શ્રવણ દરમ્યાન મારી સમજમાં આવેલ સૂત્રોની પ્રસાદી અહીં પ્રસ્તુત છે.


ડમરૂવા એ ગાંઠના રોગનું નામ છે.

અર્બુદા એટલે કેન્સર

ડમરુવા નો આયુર્વેદ પ્રમાણે "અવ્યક્ત ભય" એવો અર્થ થાય છે.

તુલસીદાસજી અહંકારને કેન્સર કહે છે.

અત્યાર સુધી ૧૫૦ પ્રકારનાં કેન્સર જાણવામાં આવ્યાં છે.

અહંકાર રુપી કેન્સરના ૮ પ્રકાર છે.

કામ એ વાત રોગ છે.

લોભ એ કફ રોગ છે.

ક્રોધ એ પિત રોગ છે.

ગુરૂ વંદનામાં પાંચે ય દેવોની વંદના થઇ જાય છે.

સદ્‌ગુરુનું વચન સૂર્ય કિરણોનો સમુહ છે જે આપણા અજ્ઞાનના અંધકારને દૂર કરે છે.




રવિવાર, તારીખ ૦૯-૧૨-૨૦૧૨


માનસિક રોગ શરીરને અસ્વસ્થ કરી દે છે.

દુઃખ અનેક પ્રકારે આવે છે, જેમ કે સ્વભાવનું દુઃખ, કર્મનું દુઃખ, ગુણનું દુઃખ (તમો, રજો, સતો ગુણના લીધે આવતાં દુઃખો).

ફૂલ સુગંધ આપે અને કાંટો વાગે તે તેના દોષ નથી પણ ગુણ છે.

રામચરિત માનસ એ એક સ્વયં ઔષધાલય છે, ન્યાયાલય નથી. અને આ ઔષધાલયનું કોઈ મૂલ્ય ન હોવા છતાં અમૂલ્ય છે.

કથા ષડ દર્શન કરાવે.



કથા સ્વ દર્શન કરાવે



કથા સમ દર્શન કરાવે, આપણામાં સમતા લાવે.



કથા સત દર્શન કરાવે. કથા શ્રવણથી ધીરે ધીરે સતની ખબર પડે. સત્યની પ્યાસ પેદા કરી શકાય છે એવું ઓશોનું નિવેદન છે.



કથા છાયા દર્શન કરાવે.



કથા દર્પણ દર્શન કરાવે, વાસ્ત્વિક દર્શન કરાવે, જેવું હોય તેવું જ દેખાય તેવું દર્શન કરાવે.



સિદ્ધ દર્શન કરાવે

શુધ્ધ દર્શન કરાવે.

કથા શ્રવણ સ્વ દર્શનથી ધીરે ધીરે  શુદ્ધ દર્શન સુધી પહોંચાડે.

શરીરમાં વાત, પિત અને કફ આવશ્યક છે જ. અને તે સમ્યક માત્રામાં હોય તો જ નિરોગી રહી શકાય.

કામ વાતનો રોગ છે. પ્રત્યેક વ્યક્તિમાં કામ રૂપી વાત જરૂરી છે. કામના અનેક અર્થ થાય છે. કામની અધિક માત્રા માનસિક રોગ પેદા કરે. ભારતીય મનિષિઓએ કામને પણ દેવ ગણ્યો છે. સમ્યક માત્રામાં કામ જરુરી છે.

કામ ઈશ્વરની વિભૂતિ છે.

પિતા અને પુત્ર એક ઘરમાં સાથે રહે તો તે એક સભ્ય અને સારા સમાજની વાત છે.

કામ કૃષ્ણનો પુત્ર છે. આમ કૃષ્ણ - પિતા અને કામ - પુત્ર એક સાથે હ્નદયમાં રહે તો તે સારી વાત છે.

જરુરિયાતથી વધારે દમન પણ એક કેન્સર જ છે.












The information displayed below is with the courtesy of Divya Bhaskar daily.




  • મોરારિબાપુએ જણાવ્યા દુઃખના ચાર કારણો

Anand Thakar
   
Source Link: http://religion.divyabhaskar.co.in/article/morari-bapu-ramkatha-seconday-manas-cancer-4105906-PHO.html?HF-35=

- બીજા દિવસની પૂ. બાપુની રામકથા

- દુઃખના ચાર કારણો

- ભગવત કથાના છ દર્શનનો

 - પૂ. બાપુના ચૂટણી પર ચાબખા....

બીજા દિવસની પૂ. બાપુની રામકથાનો આંખે દેખ્યો અહેવાલ

‘ગુજરાત કેન્સર સોસાયટી’ અને ‘કર્ણાવતી ક્લબ દ્વારા’ આયોજીત પૂ. બાપુની રામ કથા જેનું બાપુએ ‘માનસ કેન્સર’ નામ રાખ્યું છે, જેનો આજે બીજો દિવસ હતો. રામકથાના પ્રારંભે પંકજભાઈ પટેલે કેન્સર હોસ્પિટલની માહિતી અને તેની આજ અને આવતી કાલ વિશે વિષદ વાતો કરી હતી. ત્યાર પછી બાપુએ મંગલાચરણથી કથાનો પ્રારંભ કરી અને માનસમાં આપવામાં આવેલા માનસિક રોગોના ઉપચાર વિશે ચર્ચા કરી હતી.

શ્રોતાઓની ચિઠ્ઠીના પ્રશ્નો પર રસપ્રદ ઉકેલો આને ખુલાસાઓ આપતા કથાના પ્રવાહને આગળ કરતાં દુઃખના  ચાર કારણો વિશે સમજ આપી હતી. ભગવત કથા શા માટે થાય છે અને શા માટે સાંભળવી જોઈએ એ વાત સમજાવતા પૂ. બાપુએ ભજનના અને ભગવત કથાના ષડ્દર્શન વિશે ચર્ચા કરી હતી. ઉત્તરકાંડની બે ચોપાઈ પર આધારિત આ કથામાં કામ-ક્રોધ-લોભને શરીરના વાત-કફ-પીત સાથે સરખાવી સમ્યક અને વિવેક શબ્દની સમજુતી આપી હતી. માંદગી પછી નબળા પડેલા બાપુના શરીરમાં ચોક્કસ થોડી નબળાઈ આવી છે પણ કથામાંચૂંટણી પર મભમમાં ચાબખા કરી અને સાથે સમાજ ઉદ્દેશી ટિપ્પણો સાથે કથાને વધુ એ જ જોસ્સા પૂર્વક રોચક બનાવી હતી.

પુ. બાપુના આગમન સાથે શરણાઈના સૂરનો સુમધુર સૂરાવલી રેલાઈ હતી. પુરુષુક્તના મંત્રોચ્ચાર પૂરાં થતાં જ પંકજભાઈ પટેલ અને ગીરીશભાઈ દાણીએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું કથાના હેતુની વાત કરતાં તેમણે કેન્સર હોસ્પિટલની વાત કરી અને દાનની અપીલ કરી હતી. આ  સમયે અંકિત ત્રિવેદીએ ઉદ્દઘોષણ કરતાં વાતને વધારે રોચક બનાવી દીધી હતી. આ પછી, પૂ,. બાપુએ મંગલાચરણની સાથે હનુમાનજીની સ્તુતી પછી સંકિર્તન સાથે કથા-સંવાદનો પ્રારંભ કર્યો હતો.

પ્રારંભમાં તેમણે આ કથા માટે પસંદ કરેલી ‘રામચરિત માનસ’ના ઉત્તરકાંડની બે ચોપાઈઓનું ગાન કરાવ્યું. આ ચોપાઈનો સારાંશ સમજાવતા કહ્યું કે – રામચરિત માનસમાં ચાર જગ્યાએ સંવાદનો થઈ  રહ્યો છે કૈલાસમાં શિવ અને ભવાની સાથે પ્રયાગમાં યાજ્ઞવક્ય અને ભારદ્વાજ વચ્ચે અને કાગભૂસંડી અને ગરુડ તથા પરમહંસો સાથે તથા ગૌસ્વામી તુલસીદાસજીએ પોતાના મનને કેન્દ્રમાં રાખીને વાત કરી છે. આ બધા જ સંવાદમાં ક્યાંય પણ મનોરોગ માટે પ્રશ્ન ઉભો થયો નથી પણ એક પક્ષી બાજી મારી ગયો. મોટા મોટા જ્ઞાનીઓ જ્યારે શરીર માટે સતર્ક છે પણ મન માટે સતર્ક નથી ત્યારે રામાયણમાં ગૌસ્વામી તુલસીદાસજીએ નિમિત્તબનીને ગુરુડ પાસે પ્રશ્ન ઉભો કરાવ્યો છે. આ વાત કરતા પૂ. બાપુએ કહ્યું કે માનસિક રૂગ્ણતા શારીર અસ્વસ્થ કરવાનું કારણ છે. ભૂખ પ્રાણની માંગ છે. સાથે તેમણે કહ્યું કે હું તુલસી દાસજીને માનું છું એ માટે નહીં પણ મનોરોગ વિશે સાર્વભૌમ વિષય સાથે તેમણે ચર્ચા કરી છે તે રીતે પણ રામચરિત માનસને લેવું જોઈએ.

જ્યારે કથા પ્રવાહમાં વચ્ચે ચિઠ્ઠીનો દોર ચાલ્યો ત્યારે વાત વધુ રસપ્રદ બનતી જતી હતી. તેમાં ઓસ્ટ્રેલિયાથી એક શ્રોતા દ્વારા આવેલા પત્રને વાંચીને ઉત્તર પાઠવ્યો હતો. તેમાં તે વ્યક્તિએ લખ્યું હતું કે તેના પર આવી પડનારા દુઃખતી ખુબ ત્રસ્ત છે અને ભગવાન પરથી પણ ધીરે-ધીરે વિશ્વાસ જતો રહ્યો છે, સુખ સામે છે પણ આવતું નથી આવી દુઃખની પરાકાષ્ટા સમો પત્ર વાંચી અને પૂ. બાપુએ આગવી અદામાં પાકિસ્તાની શાયરની શાયરી કહી અને ફિલ્મની પંક્તિ દ્વારા ફિલોસોફિકલ વાતને સરળતાથી રજુ કરતા આખરે દુઃખના અંધારાથી ઉજાસના ઉકેલ તરફ જવાની વાત કરી હતી.

દુઃખની વાત કરતા પૂ. બાપુએ દુખના ચાર કારણો જણાવ્યા હતા તે આ પ્રામાણે છે –

1- કાળ – સમય એવો છે જેના કારણે દુઃખ આવી પડે છે આ કાળને સાચવી લેવો.

2- કર્મ – કર્મ પ્રમાણે દુઃખ મળે છે.

3- ગુણ – સત, રજસ અને તમસ જેવા ગુણને કારણે દુખ મળે.

4- સ્વભાવ – માણસનો સ્વભાવ દુઃખનું કારક છે.  દુઃખનું મુખ્યકારણ સ્વભાવ જણાવતા તેમણે કહ્યું કે કોઈનો દોષ હોતો નથી, વ્યક્તિનો સ્વભાવ એવો હોય છે.

કથા ખોખલું કર્મકાંડ નથી કે પીટીપીટાઈ પરંપરા નથી તેમ કહી અને નવયુવાનોને આવકારતા કહ્યું કે તમે મને નવ દિવસ આપો, હું તમને જીવન આપીશ આ મારો વાયદો છે. પિક્ચરની જેમ તમને મજા ન આવે તો ચાલ્યા જજો પણ એકવાર આવો, જુઓ અને પછી કહો. ભગવત કથાની મહિમા કરતાં તેમણે ભજન કે ભગવત કથાના છ દર્શનનોની રજુઆત કરી છે. જે આ પ્રામાણે હતા –

છ દર્શનનોની રજુઆત કરી છે. જે આ પ્રામાણે હતા –

છ દર્શનનોની રજુઆત કરી છે. જે આ પ્રામાણે હતા –

1- સ્વદર્શન – યુવાનો કથામાં બેસશે તો ખબર પડશે કે તેને માતા-પિતા સાથે કઈ રીતે વાત કરવી, તે રીતે વૃદ્ધોને પણ સમજવું કે તેના પર જબદસ્તી ન લાદવી પણ સહજ આવે તો કથામાં આવવા દેવા. હું માળા કે તીલક પકડાવવા નથી બેઠો પણ તેનામાં જે ઝાલર વાગે છે તે વગાડવી છે. સ્વદર્શનની મહત્તા દર્શાવતા નવું શુત્ર આપ્યું કે ‘स्वस्वपस्वयं शरणं गच्छामी।’

2- સમદર્શન – સમદર્શનની વાત કરતાં કહ્યું કે કથા સમદર્શન કરાવે છે. કથા વિસમતા દૂર કરે છે. કથામાં કોઈ ખુરશી પર કે કોઈ અહીં તહીં બેસે છે તો તે વ્યવસ્થા છે વિષમતા નથી. સમદર્શનની વાત કરતા દોહરાવ્યું કે કથા સત્ય છે, હેતુ શિવમ્ (કેન્સર પિડિતોના હિતાર્થે) છે. અને મંડપની વ્યવસ્થા સુંદરમ્ છે. મારા માટે પોથી જ સમદર્શન કરાવે છે હું તો અનુવ્રજામ્યહમ્ છું. વખાણએ મારો સ્વભાવ નથી.

3- સત દર્શન – આ દર્શનનું માનસ પોતે સાક્ષી છે. રામ સત્ય છે.

4- છાંયા દર્શન – આ દર્શન એટલા માટે કરવું કે આપણને ખબર પડે કે આપણે છાંયામાં રમી રહ્યા છે કે હક્કીકતમાં રમી રહ્યા છો. છાંયાથી તમને તમારી અને આત્માની ખબર પડશે એવી વાત કરતાં તેમણે સુફી વાર્તા કહી, તેનો સાર કહેતા કહ્યું કે આપણને આપણી છાંયા ખોવાય જાય તેથી આપણે પરેશાન થઈ જઈએ છીએ, પણ આખે આખો આત્મા ખોવાય જાય છે તેની કોઈને પડી નથી.  આ વાતમાં સમાજ પર ખલેલ પહોંચાડતા વાત કહ્યું કે સમાજમાં અમુક સ્થાને અમુક વ્યક્તિઓ પગરખાં કાં તો મોટા થઈ ગયાં છે અને કાં તો નાના પડે છે આથી અમુક લોકોને જીવતા આવડતું નથી.

5- દર્પણદર્શન – દર્પણદર્શનની વાત કરતા પૂ. બાપુએ ‘તોરા મનદર્પણ કહેલાયે...’ની હલક ગાયીકા ભારતી બહેન પાસે પણ ઉપાડાવી હતી અને વાતાવરણ ભક્તિમય બન્યું હતું. દર્પણ દર્શનની વાત કરતા વલ્લભાચાર્યના શિષ્ય કુંભનદાસને પણ યાદ કર્યા હતાં. દર્પણ દર્શન એટલે વાસ્તવિક દર્શન એવું કહેતા દર્પણ દર્શનની મહિમા ગાય હતી.

6- સિદ્ધદર્શન – બાપુએ કહ્યું કે સિદ્ધ શબ્દ કરતાં મને શુદ્ધ શબ્દ વધુ સારો લાગે બ્રહ્મ શુદ્ધ છે. વિશુદ્ધ ધર્મ અનુષ્ઠાન છે. સત્ય, પ્રેમ અને કરુણા એ અનુષ્ઠાન છે. અર્થ અને કામ અનુષ્ઠાન નથી. વિવેક જ્યારે જાગે છે ત્યારે ખબર પડવા લાગે છે એવી વાત પણ એક ચિઠ્ઠીના પ્રત્યુતરમાં કરતા તેને શુદ્ધ બ્રહ્મ સાથે જોડી છે. આ પછી તેમણે કથાની મૂળ વાતને આગળ ધપાવતા રામ અને કામને હૃદય રૂપી ગૃહમાં એક સાથે રાખો તેની રસપ્રદ વાત કરી છે તે જાણો આગળ....

રામ અને કામને બાપ-દિકરાની ઉપમા આપી પૂ. બાપુએ કામ-ક્રોધ-લોભને વાત-કફ-પીત સાથે સરખાવ્યા છે. આ સાથે બાપુએ કહ્યું કે માત્રને માત્ર આ એક દેશ છે જેમાં કામ દેવ તરીકે પૂજાય છે. કામ ખતમ થઈ જાય તો વનસ્પતિ, વંશ, પ્રાણી બધાનો નાશ થઈ જાય છે, તેથી કામની જરૂર છે પણ સમ્યક. બાપુએ કહ્યું કે કોણાર્કમાં મેં ‘માનસ કામસૂત્ર’ કર્યું છે હવે પછી તેનો બીજો ભાગ હું ખજુરાહોમાં કરીશ. શિવજીએ કામને ભસ્મ કરી અને વિશ્વમંગલ માટે મહિમાવાન બનાવી ફરી સ્થાપના કરી. રામ અને કામ બાપ-દિકરા છે, તેને સંપીને તમારા હૃદય રૂપી ઘરમાં રાખો. હદથી વધારે દમન માનસિક બીમારી છે.

આ ઉપરાંત કથાને કેમ શ્રવણ કરશો તેનું રહસ્ય ઉજાગર કરતાં પૂ. બાપુએ કહ્યું કે સાચું શ્રવણ કાનથી નહીં પણ આંખથી કરો. કાનથી કરેલું શ્રવણ તો એક કાનથી બીજા કાને નીકળી જાય છે પણ આંખથી કરેલું શ્રવણ હૃદયસ્થ બને છે. તુલસીનું મનોદર્શન સુંદર છે, તે બે પૂંઠા વચ્ચેનો માણસ નથી મેદાનનો માણસ છે. કામને પરમનો અનુગ્રહ કરવાની વાત ભારતીય ઋષી કહે છે, જ્યારે કામ બાબતે પાશ્ચાત્યમાં કામ સાથે પરમતત્વ નથી. ત્યાં સમરની કથા છે પણ સ્મરણની કથા નથી. કામ સમ્યક રૂપમાં હોવો જોઈએ તેવું ગૌસ્વામીજીનું દર્શન પણ છે. આમ કહી અને સમય સાથે સરતા સંત્સંગ સંવાદને આગલા દિવસ માટે વિરામ આપ્યો હતો.

અંતમાં રામાયણજીની આરતી અને બે મીનીટના ઉચ્ચારણ વખતે હજારો હાથોના અભિવાદન સાથે ઈશ્વરનું અભિનંદન કરતાં બીજા દિવસે કથાને વિરામ આપ્યો હતો.

આગળ જાણો પૂ. બાપુના ચૂટણી પર ચાબખા....

પૂ. બાપુના ચૂટણી પર ચાબખા....

- રામકથા કોઈ આચાર સંહિતા કે  દંડ સંહિતા નથી એ વિચાર સંહિતા છે.

- દાન માટે એક ટાઈમ ભોજન ન લેવાની વાત પર કહ્યું કે - ભૂખની સલાહ તો ખૂબ ખાય તે આપે આપણે ત્યાં દિલ્હીથી ખૂબ
ખાય છે તે ભૂખની વાત કરી શકે. આવું કહેતા પંડાળમાં હાસ્યનું મોજું ફરીવળ્યું હતું.

- મંડપના ડેકોરેશન પર વાત કરતાં તેમણે કહ્યું કે - પહેલા કથામાં ડોમ બંધાતા આ રાજકીય માણસોએ ડોમ બાંધવાનું કથામાંથી
શિખ્યા છે. ડોમ કર્યે તો ભર્યું-ભર્યું લાગે.... હાસ્ય સાથે બોલ્યા કે -  20 તારીખે કઈ જીતા તો કોઈ હારા...

- લોભી બાપ અને તેના લોભીચાર દિકરાની વાત કરતાં કહ્યું કે મૃત્યુ પછી નાનામીની આગળ એક માણસ ગાંઠીયા અને પૈસા નાખતો જાય ગાંઠીયા તો કુતકરા ખાઈ જાય પણ પૈસા તો તે ય અડતા નથી. આવી રીતે કહેતા શ્રોતા હસ્યા અને તેની સાથે પૈસાતો કુતરાય નથી ખાતા તેવો કટાક્ષ ફરી દોહરાવ્યો હતો.

- મુસાફરીની વાત કરતા સમયે એસ.ટી.ની ટીકીટની વાત પર મભમમાં વ્યાખ્યા કરી કે ટિકીયું કેમ મળતી હશે! ત્યારે લોકોમાં  હાસ્ય ફેલાતા કહ્યું હસો નહીં એ તો બધું પતી ગયું છે. હું તો આ બધું વાતના સંદર્ભમાં કહું છું તમે બીજું સમજો તો જવાબદારી
તમારી....!




  • મને નવ દિવસ આપો, હું તમારું જીવન બદલી દઈશ: મોરારિબાપુ

Bhaskar News, Ahmedabad
   
Source Link: http://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-give-me-nine-days-i-can-change-your-life-in-me-4106120-PHO.html?HF-11=

કથા કાનથી નહીં પણ આંખથી શ્રવણ કરવી જોઈએ

ગુજરાત કેન્સર સોસાયટી અને કર્ણાવતી ક્લબ દ્વારા આયોજિત મોરારિબાપુની રામકથાના બીજા દિવસે દુ:ખના કારણો અને ભગવતકથા કે ભજન સાંભળવાના છ દર્શન વિશે બાપુએ વિશદ્ ચર્ચા કરી હતી. કામ-ક્રોધ-લોભને શરીરના વાત-પિત્ત-કફ સાથે સરખાવતા તેની સમ્યક હાજરીને આવકારીને કહ્યું હતું કે રામ અને કામને તમારા હૃદય રૂપી ઘરમાં સંપીને રહેવા દો.

બાપુએ કહ્યું કે માત્રને માત્ર આ એક દેશ છે જેમાં કામ દેવ તરીકે પૂજાય છે. કામ ખતમ થઈ જાય તો વનસ્પતિ, વંશ, પ્રાણી બધાનો નાશ થઈ જાય છે તેથી કામની જરૂર છે. કથાને કેમ શ્રવણ કરશો તેનું રહસ્ય ઉજાગર કરતાં બાપુએ કહ્યું કે સાચું શ્રવણ કાનથી નહીં પણ આંખથી કરો.

એક કાનથી કરેલું શ્રવણ બીજા કાનથી નીકળી જાય છે પરંતુ આંખથી કરેલું શ્રવણ હૃદયસ્થ બને છે. તુલસીનું મનોદર્શન સુંદર છે, તે બે પૂંઠા વચ્ચેનો માણસ નથી મેદાનનો માણસ છે. કામને પરમનો અનુગ્રહ કરવાની વાત ભારતીય ઋષિ કહે છે, જ્યારે કામ બાબતે પાશ્ચાત્યમાં કામ સાથે પરમતત્વ નથી. ત્યાં સમરની કથા છે પણ સ્મરણની કથા નથી. કામ સમ્યક રૂપમાં હોવું જોઈએ તેવું ગૌસ્વામીજીનું દર્શન પણ છે.

આમ કહી સમય સાથે સરતા સત્સંગ સંવાદને આગલા દિવસ માટે વિરામ આપ્યો હતો. રામકથાના પ્રારંભે પંકજભાઈ પટેલે કેન્સર હોસ્પિટલની માહિ‌તી અને તેની આજ અને આવતીકાલ વિશે ચર્ચા કરી હતી અને ગિરીશભાઈ દાણીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં દાનની અપીલ કરી હતી.




*****
The below displayed article is with the courtesy of The Times of India.

  • 'Ram Charit Manas can heal'

TNN Dec 10, 2012, 03.45AM IST


Source Link: http://articles.timesofindia.indiatimes.com/2012-12-10/ahmedabad/35725529_1_ram-katha-morari-bapu-cancer-patients


AHMEDABAD: The nine-day Ram Katha rendered by Morari Bapu started at Karnavati Club from Saturday afternoon. The katha has been organized by the club to support Gujarat Cancer Society and cancer patients in the state.

"Ram Charit Manas is not a nyayalaya (court) but aushadhalaya ( clinic)," said Morari Bapu. "As the medicine works with physical ailments, the tale of Shri Ram works as a soothing balm for mental ailments and cures social diseases."

Morari Bapu called on youth to attend the katha. "What I ask is nine days of your life and I promise you that it would give you a new life," he said. "As you go to a film and leave it midway if you don't like it, come to the katha and leave it peacefully if you don't find it interesting."

He added that personal traits (swabhaav) are the root causes for all the problems in the world. The katha of Ram is tale of a common man and thus it brings the man closer to God as it shows the person as he or she is.


*****



સોમવાર, તારીખ ૧૦-૧૨-૨૦૧૨


The article is displayed here with the courtesy of Divya Bhaskar.


બાપુની રામ કથાનો ત્રીજો દિવસ, જાણો 'કામ'ના પાંચ લક્ષણ

Anand Thakar  |


Source Link: http://religion.divyabhaskar.co.in/article/morari-bapu-katha-online-in-ahmedabad-third-day-4107038-PHO.html?seq=1&HF-10=

‘ગુજરાત કેન્સર સોસાયટી’ અને ‘કર્ણાવતી ક્લબ દ્વારા’ આયોજીત પૂ. બાપુની રામ કથા જેનું બાપુએ ‘માનસ કેન્સર’ નામ રાખ્યું છે, જેનો આજે ત્રીજો દિવસ હતો. રામકથાના પ્રારંભે, ગિરિશ દાણી દ્વારા આગલા દિવસનું સંક્ષેપ અને પોતાના તરફથી  ભાવ પ્રસ્તુત કર્યો અને અંકિત ત્રિવેદીએ ઉદ્દઘોષણને સંભાળતા દાનની અપીલ કરી હતી. ત્યાર પછી બાપુએ મંગલાચરણથી કથાનો પ્રારંભ કરી અને રામ કથામાં પરિવર્તિત થતાં ચારયુગ અને તેની મહત્તા દર્શાવી હતી અને ભગવત કથાના પાંચ બોધની વાત કરી હતી.

ત્રીજા દિવસનો પ્રરંભ પૂ. બાપુએ એક શ્રોતાની ચિઠ્ઠીના પ્રશ્નથી કર્યો હતો અને તેના અનુસંધાને ચાર યુગમાં રામકથાનું મહત્વ અને રામકથામાં  દરમ્યાન ચારયુગમાંથી પસાર થવું પડે છે, તે વાતની મહત્તા દર્શાવી હતી. તુલસીજીની રામકથામાં મનને સંબોધન અને નારદ સાથે વિષ્ણુજીએ કરેલી લીલાના પ્રસંગથી ભગવત કથાના પાંચ બોધનો સંત્સંગ સંવાદ કર્યો હતો. કથામાં ઉત્તરકાંડની ચોપાઈનો આધાર લઈ અને કામના પાંચ સ્વરૂપ વિશે વાત કરી હતી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં રામાયણ પ્રેમ અનુષ્ઠાન છે એમ કહેતા શિવચરિતનું ગાન કરી પૂ. બાપુએ નિજી અંદાજમાં શિવવિવાહનું રસપાન કરાવતા કથાપ્રવાહને આગળ વધાર્યો  હતો.

ત્રીજા દિવસની પૂ. બાપુની રામકથાનો આંખે દેખ્યો અહેવાલ આગળ જાણો.......

એક શ્રોતાનો પ્રશ્ન હતો કે આપણે ત્યાં પુરાણમાં ચાર યુગની વાત છે, શું ચારેય યુગમાં કથાનો આટલો જ મહિમા હશે? બાપુએ શાસ્ત્રીય ખુલાસો આપતાં કહ્યું કે ‘વાલ્મિકી રામાયણ’માં જણાવ્યું છે કે જ્યારે રામજી ધરતી પરથી વિદાય લઈ રહ્યા હતા ત્યારે હનુમાનજીએ તેની સાથે જવા કહ્યું તેને રોકતાં રામજીએ કહ્યું કે તું ધરતી પર રહે ત્યારે રામજીનો આદેશ માનવા હનુમાનજીએ કહ્યું કે જ્યાં સુધી તમારી રામ કથા ધરતી પર થતી રહેશે ત્યાં સુધી હું હોઈશ. અર્થાત્ કે ચારેય યુગમાં રામ કથા ચાલતી હશે. વાતને હળવી કરતાં બાપુએ કહ્યું કે ચારેય યુગમાં કથા થતી હશે પણ એ કથામાં આવા મંડપ કે ક્લબું કથા કરાવતી હશે તે મને ખબર નથી. વાતને ગંભીરતા તરફ વાળતા કહ્યું કે મારી કથામાં સહજ ગતિ છે જો કોઈ તેની આલોચના કરે તો તે મારું સન્માન કરે છે. તેમણે તેમ પણ કહ્યું કે મારી કથા કરવાનો ઢંગ જરા જુદો છે. તમે મારી નીજતાને છીનવી નહીં શકો, જો પ્રયત્ન કરશો તો ફેલ થઈ જશો. બાપુએ ખૂબ સુંદર વાત તો એ કરી કે ચારેય યુગમાં રામ તથા હોય તેના કરતા રામ કથાનો મહિમા તેમાં છે કે રામ કથામાં ચાર યુગ હોય. આમ કહીને તેમણે પોતાની રામ કથામાં ચાર યુગ કઈ રીતે રહેલા છે તેની વાત કરી હતી તે જાણો આગળ...

પૂ. બાપુની રામ કથામાં સમાયેલા ચાર યુગ આ પ્રમાણે તેમણે જ જણાવ્યા છે –

સતયુગ –

જ્ઞાન એ પ્રથમ યુગ છે. લોકાભીરાંમમ્... પહેલા ચંદક્ષણો માટેની ધ્યાનની અવસ્થા છે તે સતયુગ છે. ધ્યાન ક્રીયા છે સમાજી સહજ છે. વક્તાએ શ્રોતાનું ધ્યાન રાખવું જોઈએ. સમાજ તો ફૂંક એટલે મારે છે કે ફોડી શકાય આ વાત કરતા સમયે નરસૈયાની હુંડીની વાતને વધુ રસપ્રદ બનાવતા સુંદર કણીકા પ્રસ્તુત કરી કે ભક્તના ભજન પર ભગવાન નભતો હોય છે.

ત્રેતાયુગ –

ત્રેતાયુગમાં યજ્ઞની મહિમા છે અને લોકાભીરાંમ પછી હું જે રામ સંકિર્તન કરાવું છું તે જપયજ્ઞ છે. જપની મહિમા જણાવતા ગીતાનું વાક્ય દોહરાવ્યું હતું કે શ્રી કૃષ્ણ કહે છે કે યજ્ઞમાં હું જપ યજ્ઞ છું.

દ્વાપર –

દ્વારપમાં પ્રભુના અર્ચન પૂજાનું ખૂબ મહત્વ છે. મારા માટે મારી રામ કથામાં ચર્ચા જ અર્ચના છે. હું જે બોલું છું તે ઠાકોરજીની અર્ચના-સેવા-પૂજા જ છે.

કળિયુગ –

કથાના ચર્ચાનો પ્રવાહ પૂરો થતાં ‘કાગભૂશંડીરામાયણ’નો પાઠ કરવામાં આવે છે તે કળિયુગે પ્રથમ ચરણે છે. કથામાંથી હું ને તમે વિદાય લઈએ છીએ તે કથાનો કળીયુગ છે. વાતને હળવાશથી કરતા ટકોર કરી કે કોઈના ચપલ્લ કોઈ લઈજાય તે કળિકાળ જ કહેવાયને!
ચાર યુગની વાત કર્યા પછી પૂ. બાપુએ ભાગવક કથામાંથી મનનો બોધ શું હોઈ શકે મન રામ કથામાંથી કેવો બોધ લે તે બાબતે પાંચ પ્રકારના બોધની વાત કરી તે ઉપરાત કાળના પાંચ પ્રકાર અને શિવવિવાહની વાત આગળ જાણો...



મનનોશું બોધ થવો હોય છે? રામ કથામાંથી કેવા બોધ પ્રાપ્ત થાય છે? તે જણાવતા ‘અંધારાને ઓલવવા કરતા દીવાને પ્રગટાવો અને કામને કાઢવા કરતાં રામને આવકારો’ એમ કહેતા બાપુએ રામકથાના પાંચ બોધ આપ્યા હતા, જે આપ્રામાણે છે.

કર્તવ્ય બોધ –

આપણા કર્તવ્યનું આપણને ભાન થાય તે બોધ મહત્વનો છે. માનસ કથા કોઈને કર્તવ્યથી દૂર નથી પણ કર્તવ્યપરાયણ કરે છે. કોઈએ ઘર છોડીને જવાનો ઉદ્દેશ કથા નથી આપતી પણ ગૃહસ્થ ધર્મ નિભાવવો તે સાચો બોધ આપે છે માનસ કથા.

વિવક બોધ –

રામકથા વિવેકનો બોધ કરાવે છે. આંખ, શ્રવણ, ચેષ્ટા, જોવું, ખાવું, પીવું, બોલવું આ બધામાં વિવેક પ્રગટવો જઈએ આ રામકથા કહે છે. ક્યાંય કોઈ જગ્યાએ સુરુચીનો ભંગ ન થાય તે વાતનું ધ્યાન રાખવું તે વિવેક બોધ કહેવાય છે. રીતભાત શિખો તેવો વિચાર રજું કરું છું, માંગ નથી પણ પ્રાર્થના છે.

વૈરાગ્ય બોધ –

વૈરાગ્ય બોધનો મતલબ બધું છોડવાનો નથી પણ શુભ તત્વને ગ્રહણ કરો. નરેન્દ્રજી શર્માને યાદ કરતાં કહ્યું કે તે કહેતા કે ‘વૈરાગ્ય  એટલે ત્યાગ નહીં શુભનો સ્વીકાર.’ મારી કથા લઈ વૈરાગ્ય લઈલો તે કથાનો ઉદ્દેશ્ય નથી, વૈરાગ્યનો બોધ જાગે શુભ ગ્રહણ કરો તે બોધ છે.

સ્થાનબોધ –

પ્રભુએ જે સ્થાન આપ્યું છે તે સ્થાનનો બોધ થાય તે સ્થાનબોધ. ભાગો નહીં પણ જાગો તેવો આ બોધનો ઉદ્દેશ્ય છે. કોઈ પરિસ્થિતિથી ભાગવું નહીં.

ગતિબોધ –

તમારી ગતિ પર તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. કાળને કોઈ રોકી શકતું નથી. ઈન્સ્ટન્ટ સમાધી આપણે ત્યાં આવી તેનાથી ફાદયો થતો હોય તો સારું નહીં તો સમાધી સહજ હોય તેમાં મારી રુચી છે, ધ્યાનમાં તો કંઈક કરવું પડે.
ઉત્તરકાંડની ચોપાઈના આધારે કામ અને રામની વાત કરતાં જણાવ્યું કે કામના પાંચ લક્ષણ છે તેની આ પ્રમાણે ચર્ચા કરી હતી.

- બળ

- કામની એક ઉમર એક જ છે અને તે ક્યારેય વૃદ્ધ થતો નથી.

- શોભા પણ કામનું એક લક્ષણ છે.

- ગુણવાન છે. કામ જો ગુણવાળો યોગ્ય સ્થિતિ જોનારો ન હોય તો તે વિકૃત કહેવાય છે.

- ગતિ – કામની ગતિ નિયંત્રણમાં રાખવી જોઈએ.

આ પાંચ ગુણથી રામ સંપન્ન છે. કામરૂપી ઘોડા પર  રામ પરણવા ગયા હતા એટલે કામ દિક્ષિત થઈ ગયો. સુંદર થઈ ગયો, આથી રામાશ્રિત કામનું પ્રતિક છે. રામકથા પ્રેમઅનુષ્ઠા છે એવું કહી અને ધર્મ,અર્થ અને કામ અનુષ્ઠાન છે આથી પણ પ્રેમ અનુષ્ઠાન છે. આ સાથે જ બાપુએ કહ્યું કે કામરુપી વાત વધી જાય તો શારીર રુગ્ણ થઈ જાય છે. કામનો વધારો થાય તો શું થાય તેનું નારદનું ઉદાહરણ આપતાં કહ્યું કે માણસમાં કામ વધે તો લોભ આવે એને લોભ પછી ક્રોધ આવે અને ક્રોધથી માણસ ભાન ગુમાવી દે છે. અત્યંત કામી ઉપહાસને પાત્ર બને છે. દરેક પશુયોનીમાં મરકટ કામી પ્રાણી છે. કોઈ પણ ગુણગાન ગાનારો માણસ એક વાર અવગુણ ગાય તો તેને માફ કરી દો અથવા તો બાપુએ કહ્યું કે નારદજીએ વિષ્ણુજીને શાપ આપ્યો તેથી એ વાત જાણો કે તમારા ગુણ ગાનારો ક્યારેક તમારા અવગુણ પણ ગાઈ શકે છે.
પૂ. બાપુની મરમવાણી....

- મારી આલોચના તે મારું સન્માન છે કોઈ પણ તે તે મને યાદ તો કરે છે...

- મારી નિજતા છીનવી નહીં શકો, પ્રયત્ન પણ ન કરો ફેલ થઈ જશો.

- ‘જાગ મછંદર ગોરખ આયા, કથા સુનાને કલંદર આયા’ તે વાત કરતા તેમણે વિજય રંજન જીની પંક્તિથી મર્મીવાત કહી હતી કે- જેની જુત્તીમાં ઘણાં સિકંદર હોય છે તે કલંદર.

- વૈરાગ્યની વાત કરતાં માંડવીના ઓળાની વાત કરતાં કહ્યું કે – સરકારી ઓફિસમાં બધા ઓળા જ ખાય છે. ઓળા ખાવાથી મોઢું કાળું થાય છે. કટાક્ષ કરતાં કહ્યું કે – અમુક હાથ કાળા થાય તેને જિંદગ ભર ધૂઓ તો પણ ધોવાતા નથી. સાબુ કાળો થઈ જાય.

- જ્ઞાનયુગની વાત કરતાં કહ્યું કે જેને કાંઈ આવડતું નથી તે ચલાવે છે. પટ્ટાવાળા માટેય લાયકાત માંગનારા અને પટ્ટાપહેરેલાને આજુબાજુ ફેરવનારા માટે કોઈ લાયકાત નથી. આ વાતને સૌએ હાસ્ય અને હોકારાથી વધાવી લીધો હતો.

આજે કથામાં શિવજીનું ચરિત્ર પ્રારંભ કર્યું અને કહ્યું કે હું અહીં શરણાઈ રાખું છું તો કહે છે કે લગનમાં હોય, પણ હું આ લગન તો કરાવું છું સત્ય-પ્રેમ-કરુણા સાથે આ કથા સમુહ લગ્ન છે સાથે હાસ્યની વાત કરતાં કહ્યું કે સમુહલગ્ન થાય તેમ છુટાછેડા પણ થવા જોઈએ.

કથાપ્રવાહ આગળ વધારતા કહ્યું કે –

શિવજી અને સતી કુંભજ પાસે કથા સાંભળી અને શિવ-સતી પાછા ફરતા હતાં. રામ લીલા કરતાં હતા. શિવજીએ પ્રણામ કર્યા ત્યારે સતીએ શંકા કરી અને સતીને શિવજી કહે છે. મેં પ્રણામ કર્યા છે તમે વિશ્વાસ કરો. સતી માન્યા નહીં અને તે રામની પરિક્ષા માટે ગયા, સતીને પરિત્યાગ કર્યો તે કથા કરી અને શિવજી તથા સતીના બીજા અવતાર અને શિવવિવાહની વાત સંક્ષેપમાં કરતાં શિવજી સમ્મુખ સતી રામ તત્વનો પ્રશ્ન કરે છે ત્યાં રામ કથાનો પ્રવાહ પહોંચાડી છે.



*****

The below mentioned article is displayed here with the courtesy of Daily Bhaskar.com.


  • I’m here for marriage of love, truth & compassion: Morari Bapu

DNA |


Source Link: http://daily.bhaskar.com/article/GUJ-AHD-i---m-here-for-marriage-of-love-truth-compassion-says-morari-bapu-4107952-NOR.html?RLT=

Ahmedabad: “I’m here for marriage,” exclaimed Morari Bapu on the third day of the ongoing Ramkatha held in the city. Addressing the audience, Bapu said a youth asked him why there was shehnai playing during his katha. To this he replied, “Shehnai is played in marriages. I’m here to marry love, truth and compassion.”

Comparing marriage of love and truth with other marriages he said, “Other marriages make the humans sad after parting from their daughter, but this marriage makes one realise what true happiness is.”

The third day of Morari Bapu’s Ramkatha witnessed crowds in large numbers. Morari Bapu spoke about the need for cancer awareness. He said he would touch upon this topic on other days of the Ramkatha too.

The veteran kathakaar also talked about Lord Krishna and said, “Lord is weaponless.” This surprised devotees present in the mandap. Bapu explained that it was generally believed that Lord Krishna was equipped with sudarshan chakra. But he said, “Lord’s ‘su-darshan’ eyes are so compassionate and filled with love that heads bowed in front of him. So the Lord did not chop the heads off with the sudarshan chakra, but they bent down on their own.”

Relating this to society today, he said that you should not behave forcefully/aggressively but perform such deeds that people bow their heads before you.

Held at Karnavati club, the katha is being held for a social cause, for which the organisers have kept it open for all.



*****************



મંગળવાર, તારીખ ૧૧-૧૨-૨૦૧૨



કર્ણાવતી ક્લબ, અમદાવાદમાં ચોથા દિવસની રામ કથાના શ્રવણ દરમ્યાન મારી સમજમાં આવેલ સૂત્રો અત્રે પ્રસ્તુત છે.

જે કશું જ રદ ન કરે તે નારદ.

કોઈ પણ પ્રકારના કાર્યક્રમનું સમાપન મધુરતાથી કરાય છે.

આખી રામ કથા મધુર છે.

પરમની કથા મધુર જ હોય.

તુલસીદાસજી રામ કથાનું સમાપન માનસ રોગના વર્ણનથી કરે છે. માનસ રોગની ચર્ચા મધુર નથી પણ કડવી છે.

વૈદ્ય દ્વારા અપાયેલ ઔષધી કડવી પણ હોય.

રામની મધુર કથા પચી જાય તે માટે તુલસીદાસજી અંતમાં માનસ રોગ જેવી કડવી દવાનો ઉલ્લેખ કરે છે.

રામ ચરિત માનસ ગ્રંથની શરૂઆત, મધ્ય અને અંતમાં ગુરૂ છે, ગુરૂનો મહિમા છે.

ગુરૂ એ એક સદ્‌વિચાર છે, આપણને પવિત્ર માર્ગ બતાવનાર સદ્‌વૃત્તિ છે.

રામ ચરિત માનસમાં "રોગ" શબ્દ ૧૮ વાર આવે છે.

વિજ્ઞાન અને ધર્મ ભેગા મળે તો ઘણું સારૂ કાર્ય થઈ શકે.

જો શરીરમાં રોગ ન હોય, મન પ્રસન્ન રહેતું હોય અને પરમનું ભજન નબળું ન પડે તો ૧૫૦૦ વર્ષનું આયુષ્ય પણ સારૂ છે.

એટમ બોમ્બ કરતાં આતમ બોમ્બની શક્તિ વધારે છે તેવું વિનોબાજીનું નિવેદન છે.

મહાન ચેતનાઓ ઘણી જ અટપટી,રહસ્યમય  હોય છે.

પરિપૂર્ણ અવ્યવસ્થાનું નામ જ પરમાત્મા છે.

અંગદ, હનુમાનજી, વિભીષણ અને સુગ્રીવને ક્રમમાં ગોઠવવા હોય તો ૧ હનુમાનજી, ૨ અંગદ, ૩ વિભીષણ અને ૪ સુગ્રીવ ના ક્રમમાં ગોઠવાય.

ક્રિયાથી તેના દ્રારા ઉત્પન્ન થતી પ્રતિક્રિયાની અસર વધારે હોય, માત્રા વધારે હોય.

જેને રામ પદ પ્રાપ્ત થયું હોય તે કદી પણ ભૂતપૂર્વ ન બને.

જેને રાજ પદ પ્રાપ્ત થયું હોય તે ભૂતપૂર્વ બને. રાજ પદ પ્રાપ્ત થયેલાને ભૂત પૂર્વ બનવાનો યોગ આવે.

રામ પદ એટલે રામનું ભજન.

મૂળમાં કંઈક હોય તો જ ફૂલ આવે, ફળ લાગે.

માનસ (શાસ્ત્ર) એ ધર્મ ગ્રંથ નથી પણ હ્નદયનો ગ્રંથ છે.

માનસ રોગની ચર્ચા એ એક ગંભીર વિષય છે.

મોહ બધા રોગનું મૂળ છે. મોહનો સીધો સાદો અર્થ અજ્ઞાન, મૂઢતા છે.

જે વસ્તુ છે તેના કરતાં જુદી દેખાય તેવી અજ્ઞાનતા મોહ છે.

શરીરના બિમારીના કુપથ્યની આપણને ખબર છે પણ માનસિક રોગોના કુપથ્યની ખબર નથી.

સ્વર્ગમાં ઈર્ષાનો રોગ બહું જ છે. ઈન્દ્રને પણ નારદના તપની ઈર્ષા થાય છે.

મમતા એ દાદરની ખુજલી જેવી છે.

ઈર્ષા - ખુજલી- આખા શરીરમાં થઈ શકે. આ સ્પર્શજન્ય રોગ છે.

હર્ષ અને શોક કંઠમાળનો રોગ છે.

આ બધા રોગનું મૂળ અજ્ઞાન છે.

અહંકાર લક્ષ્મણ જેવા જાગૃત પુરુષને આવતાં તેને ઈન્દ્રજિત મૂર્છિત કરે છે.

સાધકે કોઈ પણ સાધનાનો અહંકાર ન કરવો જોઈએ.


*****

The information displayed below is with the courtesy of Divya Bhaskar.


હનુમાનજીને તેલ ચઢાવવું તે લંકાનો વિચાર છેઃ પૂ. બાપુ
Anand Thakar  |  Dec 11, 2012

Source Link: http://religion.divyabhaskar.co.in/article/ramkatha-moraribapu-ahmedabad-katha-fourth-day-live-4108417-PHO.html?seq=1&HF-13=

પૂ. બાપુના મંચસ્થન પછી ગિરિશભાઈ દાણીએ પોતાનો ભાવ વ્યક્ત કરતાં કહ્યું હતું કે રામ કથા એ માણસ થવાના પ્રયત્નમાં આગળ વધવાનો પ્રયત્ન છે. ત્યારબાદ ઉદ્દઘોષણમાં અંકિત ત્રિવેદિએ ખૂબ સુંદર વાત કરી કે અમદાવમાદમાં હાલ ચેતનાની મોસમ બેસી છે, સાથે તેમની એક પંક્તિ દ્વારા કહ્યું કે શ્વાસ બને કૈલાસ અને તન તલગાજરડા. બાપુ પ્રત્યેનો અને કથા પ્રત્યેનો પોતાનો ભાવ વ્યક્તિ કર્યો હતો. ત્યાર પછી, ગુરુદ્વારા તરફથી શિખ ગુરુ અને સ્વામીનારાયણ તથા અન્ય ધર્મ અને સંપ્રદાયના સાધુઓએ બાપુનું સન્માન કર્યું હતું અને બાપુએ સામે સાલ આપી તેઓનું અભિવાદન કર્યું  હતું.

કથા પ્રવાહને આગળ વધારતા પૂ. બાપુએ રામાયણમાં મધુરતાથી નહીં પણ સમજને સત્સંગ પચે તે માટે કડવી કે ગંભીર પર્ણાહૂતિ કર્યાની વાત કરી છે. પૂ. બાપુએ રામાયણના ચાર પાત્રો હનુમાન, અંગદ, સુગ્રીવ અને વિભિષણના ક્રમ આધારે તે ચારેય ચરિત્રનું મહત્વ જણાવ્યું હતું. એક શ્રોતાની ચીઠ્ઠીના જવાબમાં પૂ. બાપુએ હનુમાનજીને તેલ અને શિવજીને દુધ ચઢાવવાની પરંપરા પર પોતાના ક્રાંતિકારી વિચાર રજુ કર્યા હતા. આ ઉપરાંત રામની ધર્મ-જ્ઞાન-ભક્તિના ધ્યાન યોગ્ય આસનની વાત કરી હતી.  12.12.12 તારીખના સંયોગ પર પણ પોતાના મતને દોહરાવ્યો હતો. સાથે જ બશિર બદ્ર જેવા શાયરોના શેર કે કોઈના કવનની વાતને ધૂન બનાવવી કે ફિલ્મની કવિતાને સંકિર્તનમાં સહજતાથી સાંકળી સમયાણામાં કલંદરી કથાકારે અલગારી સ્નેહનો  રંગ ચોથા દિવસે જમાવ્યો હતો! આ બધા વીશે જાણીશું આગળ....

- રામાયણના ચાર ચરિત્રની મહત્વતા...

- ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય....

- તેલને દુધ ઢોળાય કરતાં ગરીબને અપાય તેમાં મારી રૂચી છે આ બાબતે પૂ. બાપુના વિચાર...

- રામાયણમાં ઔષધરૂપે ગુરુની માન્યતા....

- 12.12.12.ના વિનાશ વિશે બાપુનો ખુલાસો.....

ચોથા દિવસની પૂ. બાપુની રામકથાનો આંખે દેખ્યો અહેવાલ આગળ જાણો.......

ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય....

ધર્મ અને વિજ્ઞાનની વાત કરતાં પુ. બાપુએ અમેરિકા પ્રવાસ વખતે મળેલા વિજ્ઞાની વિશે વાત કરી હતી કે ન્યુયોર્કમાં ગયો તો ત્યારે બધું ચેકીંગ કરે, હું બધું મુકી દઉં, મને નથી બેસાડતા નહીં તો હું બેસી જાઉં. એક વાર માળાને કારણે થયેલો અનુભવ પણ બાપુએ શૅર કર્યો કે માળા જોઈને તેને જાણે કાર્ટૂસનો હારડો લાગે. બે ચાર વખત તપાસે છે અને મારા શિવલિંગને જોઈને તેમને થાય છે જાણે બોમ છે! પણ હું કહું છું તે  મારો ‘આતમ બોમ’ છે અને ‘એટમ બોમ’ કરતાં ‘આતમબોમ’ વધું તાકાતવર છે. ત્યાર પછી બાપુની મુલાકાત જુઈસ નામના વૈજ્ઞાનિક સાથે થાય છે તેની વાત કરતાં પૂ. બાપુ કહે છે કે તેમણે મને જોઈ, મારો હાથ પકડ્યો.  તેમણે પ્રશ્ન પૂછ્યો કે અમે શોધ કરીએ છીએ કે માણસની ઉમર 150 વર્ષની કરવી.  મને થયુ, શતાયુની વાત ઉપનિષદમાં છે, મને ગમ્યું. પેલા વિજ્ઞાનિકે  પૂછ્યું, ધર્મ જગતમાંથી હોવ તો તમે અમારા વિજ્ઞાન સાથે સહમત છો? તેનો જવાબ આપતા કહ્યું કે - એક શૂન્ય વધારો, મારે 1500 વર્ષ જીવવું છે. અમારા કૃષ્ણ, તુલસી સૌથી વધારે જ જીવ્યા છે. મારે 1500 વર્ષ જીવવું છે, જીવવામાં મજા છે, પણ મારી ત્રણ શરત છે અને તે હોવું જોઈએ તે ત્રણ શરત એટલે....

- શરીરમાં રોગ ન હોવો જોઈએ.

- મન ચોવિસ કલાલક પ્રસન્ન રહેવું જોઈએ.

- અમારું ભજન નબળું ન થવું જોઈએ

તેમણે કહ્યું તો તો તમે મારી સાથે સહમત છો. મેં કહ્યું બિલકુલ આટલી વાત થઈ ત્યાં ફ્લાઈટનું એલાઉન્સ થયું તે બીજી બાજું અને હું બીજી બાજું આમ કહી બાપુએ કહ્યું કે ધર્મ અને વિજ્ઞાન સાથે થયાં જ નથી, નહીં તો ઘણાં પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય.

રામાયણના આ ચાર ચરિત્રની મહત્વતા જણાવી હતી આજે...

ચોથા દિવસની રામ કથાનો પ્રારંભ કરતા મોરારી બાપુએ રામાયણના ચાર પાત્રો વિશે પ્રશ્ન કર્યો હતો. પ્રથમ ચાર પાત્રોના નામ જણાવ્યા કે  - અંગદ, હનુમાન, સુગ્રીવ, વિભિષણ. પછી કહ્યું કે  પાત્રના ક્રમ તમે કઈ રીતે ગોઠવો? શ્રોતાઓના જવાબ લઈને પૂ. બાપુએ જ તેના ક્રમ ગોઠવી અને તેના વિશે આ પ્રામાણે વાત કરી હતી –

- સૌથી પ્રથમ સ્થાન હનુમાનજીને દઈશ.

- બીજા ક્રમમાં અંગદને રાખીશ, કારણ કે તેનું વ્યક્તિત્વ એવું છે કે એક અહંકારી બાપે પોતના દીકરાનો હાથ રામના હાથમાં આપ્યો અને અંગદ રામના ભરોસાપાત્ર વ્યક્તિત્વ તરીકે ઉપસીને તેનો સંદેશ લઈ રાવણ પાસે જવાની પાત્રતા વિકસાવી.

- ત્રીજું સ્થાન વિભિષણને આપીશ, આ આદમી નિર્ણાયક અને નિશ્ચયાતમક છે. રાવણનો વિદ્રોહ કરી રામ સુધી પહોંચે છે.

- ચોથું સ્થાન સુગ્રીવનું, આ આદમીનો ઠેકાણું નથી, પલાયનવાદી છે.

આમ વાત કરતાં કહ્યું કે - આ ક્રમ મારી માનસકથાના અનુસંધાનમાં છે. તુલસીની રીત ઉલટી છે. તુલસીની ઉલટી વાત સાંભળવા ગુરકૃપા જોઈએ. ત્રીજા ચોથાને કેટલું મહત્વનું સ્થાન આપ્યું છે કે પ્રભુએ સુમેરું પર્વત પર છાવણીમાં સુગ્રીના ખોળામાં મસ્તક રાખીને સુતા છે. વિભિષણને એવું સન્માન દીધું કે તે ભગવાન સાથે તે કાન સુધી જઈને ગુફતેગૂ કર શકે.  જેને પહેલું અને બીજું સ્થાન આપ્યું છે તે બિલકુલ ચરણમાં છે. તુલસી તરત ન્યાય આપે છે કે વિભિષણ અને સુગ્રીવ ભાગ્યશાળી છે પણ બડભાગી તો અંગદ અને હનુમાનજી છે. લક્ષ્મણજીએ આ વાતને હનુમાનજી આગળ કહેતાં પૂછ્યું કે સુગ્રીવ અને વિભિષણનું મહત્વ કેમ તો હનુમાનજીએ કહ્યું કે તમે પૂછ્યું છે તો હું આપને કહું કે તે બન્નેને રાજપદ આપ્યું છે અને અમને રામપદ મળ્યું છે. રાજપદ ક્યારે ચાલ્યું જાય તે ઠેકાણું નથી. રાજપદમાં લોકો ભૂતપૂર્વ થઈ જાય છે. રામપદ જેને ગાયું તે ભૂતપૂર્વ નથી થતાં. ભૂતપૂર્વ નરસિંહ કે ભૂતપૂર્વ મીરાં એવું આપણે નથી કહેતાં કારણકે તે રામપદ પામ્યા છે. રામપદ પ્રથમ હરોળમાં છે. પદનો અર્થ રામકાવ્ય. પ્રેમની ગતિ સર્પની માનવામાં આવે છે. તે રીતે પરમચેતનાની ગતી ન આંકી શકો.

‘તેલને દુધ ઢોળાય કરતાં ગરીબને અપાય તેમાં મારી રૂચી છે’  આ બાબતે પૂ. બાપુના વિચાર...

એક શ્રોતાએ ચિઠ્ઠી આપી ત્યારે ‘ચિઠ્ઠી આયી હૈ આયી હૈ….’ એમ કહેતાં વાતાવરણમાં હળવાશનું વતાવરણ ઉભું કર્યું હતું. ચિઠ્ઠીમાં પ્રશ્ન હતો કે દુધ આટલું બધું ચઢાવાય છે તો તમારો મત શું છે? ત્યારે જવાબ આપતા બાપુએ કહ્યું કે દુધ ચઢાવવું કે ઘી ચઢાવવું તેના પક્ષમા હું નથી. હનુમાનજીને તેલ ન ચઢાવવું, તે લંકાનો વિચાર છે તે આપણો વિચાર નથી. લંકામાં તેને તેલ ચઢાવી અને પૂંછ સળગાવવાની વાત હતી તેથી. ખરેખર તો તેલનો અર્થ છે સ્નિગ્ધ પદાર્થ, અને સ્નિગ્ધનો અર્થ છે સ્નેહ. હનુમાનજીને સ્નેહ ચઢાવો. આમ કહીને લોકો ઘી-દુધ અને તેલ બગાડે છે, તેના કરતાં ગરીબને મળે તેવી વાત કરી હતી.  દુધ-ઘી-તેલ ચઢાવવાની વાત મારી વ્યક્તિગત માન્યતામાં નથી બેસતી તેમ કહેતા બાપુએ કહ્યું કે - ગણપતિ દુધ પી તેમાં મારી રુચિ કે માન્યતા નથી. કમસે કમ મારી કથા સંભળનારા તો બંધ કરો. તમારા પર કોઈ દુધ ઢોળે તો આંખ-કાન-નાકમાં જાય કે નહીં? એતો ભગવાન બોલતો નથી, નહીં તો તેને ય તકલીફ તો પડતી જ હશે. એક અખબારમાં આવેલા અહેવાલને ટાંકીને બાપુએ કહ્યું કે  તે અખબારે એવા ખબર લખ્યા હતા કે દરેક શિવ મંદિરમાં પોઠીયાના શરીર પર ત્રિનેત્રની છાપ લાગી અને બધા જોવા ઉમટયા. વાત કરતાં કહ્યું કે ત્રિનેત્ર તો શિવનું છે. એ આંખો જોવા જવા કરતાં આપણી આંખો સરખી રાખો.

ધ્યાન ધરવા પાત્ર રામજીના આસન.....

- દશરથની ગોદમાં રામ બેસેલા છે તેનું ઋષી ધ્યાન ધરે છે.

- રામ સિંઘાસન પર છે તેનું ધ્યાન કરે છે.  સિંઘાસન ધર્મનું આસન છે. જનકમાં વરાસન છે તે જ્ઞાન આસન છે.

- જનકપુરમાં સીતાઅને રામ વરાસનનું ધ્યાન થાય છે.

- રામ અને જાનકી ચિત્રકુટમાં ઓટલા પર બેસેલા છે તે છબી ધ્યાન કરવા યોગ્ય છે. ચિત્રકુટનું રામનું આસન સીતા દ્વારા બનાવેલું આસન છે અને સીતાજી ભક્તિનું સ્વરૂપ છે અને ભક્તિ માટે આસન છે.

- તેનાથી ઉલટી વીચાર ધારા છે તે સુમેર પર્વત પર.  તુલસીનું આસન લંકા જેવા હૃદયમાં બેસ્યા છે, તમોગુણ અને ચંચળતાની વચ્ચે જેનું ધ્યાન લાગી જાય તે સર્વોત્કૃષ્ટ ધ્યાન છે.

રામાયણમાં ઔષધરૂપે ગુરુની માન્યતા....

રામાયણમાં આવતા રોગ અને તેના ઔષધ વિશે વાત કરતાં બાપુએ જણાવ્યું હતું કે - મોહ બધા રોગોનું મુળ છે. મોહની સીધી વ્યાખ્યા છે અજ્ઞાન મૂઢતા, જે વસ્તુ ખરેખર નથી તેને સત્ય માની લેવું. ભુજંગરજજૂ ન્યાય જેવું. કોઈ બુદ્ધ પુરુષનું વચન મોહ મટાડી શકે છે. પીડાના કેન્દ્રમાં અજ્ઞાન છે વૈદ્યની ભાષામાં તેને કુપથ્ય કહે છે. કોઈની સુંદરતા જોઈ કામના જાગે તેને કુપથ્ય કહેવાય છે. ગુરુચરણનું અંજન કરો નહીં તો વિકાર આવી જશે. ઈર્ષા પ્રગટ થાય તે પણ કુપથ્ય છે. નારદ તપ કરવા બેસ્યા પણ તેને કામના ન હતી કે સ્વર્ગ પ્રાપ્ત કરું, પણ છતાં ઈન્દ્રને કુપથ્ય થયું. દેવર્ષિ તપથી મારું સ્વર્ગ છનવાઈ જશે. સ્વર્ગમાં કોઈ દુર્ગુણ નથી પણ સ્વર્ગમાં ઈર્ષાનો રોગ વધારે છે. મમતા ધાધર અને ખરજવા જેવી છે. મમતાની સામે ધૂત્કારથી વ્યવહાર કરશે તેની ધાધર મટી જશે. ઈર્ષા એ ખુજલી છે, જેને અડે તેને લાગે. કોઈ સદગુરુને વૈદ્ય બનાવો. સદગુરુ એટલે કોઈ વેશ નહીં, પણ જાગૃત વ્યક્તિને ગુરુ બનાવો. શારીરિક કુપથ્ય હોય તો તેની પરેજી આપણે રાખીએ છીએ પણ માનસિક કુપથ્યનું ધ્યાન રાખતા નથી.

લક્ષ્મણજી દિવસે જાગતા હતા. મેઘદુત તેનાથી જ હણાવાનો હતો કે જે નિંદર અને નારી ત્યજી શકે. મૃત્યુ જેની બાજુમાં બેસે તે સૂઈ નથી શકતા. એ જ લક્ષ્મણજીને મૂર્છામાંથી રામ જગાડે તો પણ નથી જાગતા. રામે લક્ષ્મણને પૂછ્યું કે તું સૂઈ કેમં ગયો તેના જવાબ આપતાં લક્ષ્મણજીએ કહ્યું કે - આજ સુધી જાગતો હતો તે મારા બળ પર જાગતો હતો. મને કોઈ મૂર્છિત ન કરી શકે તે મારું બળ હતું. લક્ષ્મણજીએ સાવધાન કર્યા કે જે આટલો પણ અહમ કરે તેને ઈન્દ્રજીતનું બાણ લાગી શકે પણ રામ જગાડે તે પછી કશું નથી થઈ શકતું. શુદ્ધ અહંકાર કોઈ હોય તો તે છે કુંભકર્ણ. પરિપૂર્ણ સમષ્ટિના અહંકાર કોઈ હોય તો તે શિવજી છે.

12.12.12.ના વિનાશ વિશે બાપુનો ખુલાસો.....

12.12.12.નો સંયોગ થઈ રહ્યો છે ત્યારે કોઈ બાપુએ આ વિશે પોતાનું મંતવ્ય દોહરાવતા કહ્યું કે - 12.12.12 સુધીમાં પ્રલય નહીં થઈ શકે. મેં 2015 સુધી કથાની તારીખો આપી છે અને તે વિનાશ કેમ કરી શકે. એની ઈજ્જતનો સવલ છે. મારી ધરતિને આમ વિનાશ કરી શકે નહીં. મને તો કાલની તારીખ ચાલી જાય તેની પ્રતિક્ષા છે અને વળી 21 તારીખ પણ છે પરંતુ તેમાં વાંધો નહીં આવે. આમ કહી પૂરી વાતને હળવાશથી વ્યક્ત કરી હતી.

ચોથા દિવસનો કથા પ્રવાહ.....

કથા પ્રવાહમાં આગળ વધતાં પુ., બાપુએ કહ્યું કે -

માનસના આદી મધ્ય અને અંત ગુરુતત્વ છે. ગુરુ એટલે વિશ્વમંગલ વિચાર. ગુર જીવને સદવૃત્તિ માટે હોય છે. રામ ચરિતમાનસમાં વચ્ચે મધ્યમાં ગુરુ છે, તુલસી કહે છે કે ભરત જેવો ગુરુ મારા જીવનમાં ન આવતો તો મારા જેવા વિમુખને રામની સમ્મુખમાં કોણ કરે. શરુઆતમાં પણ ગુરુ અંતમાં પણ ગુરુ જ વૈદ્ય છે. સંસારના તમામ રોગ સપરિવાર તેનું સમન સદગુરુના ચરણરજથી થાય છે. રોગ શબ્દ રામચરિતમાં અઠાર વખતવપરાયો છે. ગુરુ એટલે શુભ વિચારધારા, સ્વનો શુન્યાવકાશ, બાલકાંડમાં પણ ગુરુની દવાની વાત સત્સંગ ઉતરી જાય, પાચક બને તે માટે આખરે પણ ગુરુની વાત આવી છે. મધુરતાના અંતની પરંપરા છે ત્યાં તુલસી નિરસ પૂર્ણતા આપે છે. તુલસી ઉલટા છે. મહાન ચેતના અટપટી હોય છે. મારું મંતવ્ય છે અને ગુરુકૃપાના અનુભવથી કહું છું, પરિપૂર્ણ અવ્યવસ્થાનું નામ જ પરમાત્મા છે.

અર્થ અમિત હોય છે અક્ષર ઓછા હોય છે. હું આ વિષયને રસમય બનાવું છું નહીં તો આ વિષય યજ્ઞની આસપાસ કહેવનો છે. પ્રસંગ જનરંજન પણ હોય. જનરંજન કોઈ ખોટી વાત નથી. ઘરમાં બે માણસને ખુશી કરવા મુશ્કેલ છે, ત્યારે એટલા જણાને હસાવા તે મોટું કામ છે. આ મારું હાસ્ય સમ્મેલન છે. અધ્યાત્મિક હાસ્ય છે. રામ કથાના ગાયક તરીકે કહી શકું કે ગંભીરમાં ગંભીર વાત છે માનસ રોગ. જેમ જેમ વર્ષો જશે, આખા જગતને રામાયણ માથા પર ચઢાવશે, જગતને આગળ વધારશે. સ્વાદ પદેપદે છે. શાસ્ત્ર જોવા માટે પણ જુઓ. માનસ ધર્મગ્રંથ નથી હૃદય ગ્રંથ છે. કોઈ પણ પંથના હોય માનસ મદદ કરી શકે છે.

રામાયણ કથાના પ્રવાહને આગળ વધારતા આજે કથા ગંગા અવતરણના  ત્રણ સ્થળો દર્શાવ્યા હતા પ્રથમ ભગીરથે, બીજી ગંગા સુરસરીધામ અત્રી પત્ની અનસુયાએ ગંગાની એક ધારા ચિત્રકૂટમાં મંદાકીની નામે અવતરીત કરી હતી અને ત્રીજી વ્યક્તિ પાર્વતિજીએ રામચરિતમાનસ શિવજીના મુખે રામગંગા ઉતારી. આ પછી રામજીને જન્મ લેવા માટેના કારણોની ચર્ચા કરી હતી અને કથાને રામ જન્મના કિનારે ઉતારી અને પૂ. બાપુ પણ આ કથાના રામજન્મને યાદગાર કરવા 12.12.12નો સંયોગ સાધીશું તેવી વાત કરી હતી.

બાપુની મરમવાણી....

- ઘણાંએ કહ્યું કે ચુંટણી પર રામ કથા ગોઠવી છે. તેમને કહ્યું કે મારી તારીખ પહેલેથી નક્કી હતી અને તમારું ચુંટણું તો હમણાં આવ્યું.

- મત વિવેક બુદ્ધિથી આપો.

- મારી વાણી મેં પેટન્ટ કરાવી છે અહીંયા મારે બીજે બોલવું ક્યાં?  

-  મારને તાવ આવ્યો તો ઘણાં કહે બાપુએ બીજાનો તાવ લીધો છે જો એમ કોઈનો તાવ લઈ લેવાતો હોય તો સારી દુનીયાનું દર્દ લઈ લેવા તૈયાર છું. એમ સિદ્ધ પુરષો લઈ શકતા હશે. લેવું હોય તો તાવમાં શું લેવું લેવું હોય તો સારું ન લઉં.

- સમાજ મને આરામ કરવ દેતા નથી અને હું આરામ લેતો નથી તેથી બે વર્ષે એક વાર ઉપરવાળો મને આરામ આપે છે.

- ગાંધીજી અને નહેરુ જે રીતે ગુફ્તગૂ કરે છે તેવો એક ફોટો છે તેનું સ્મરણ રામ અને વિભિષણની ગુફ્તગૂમાં યાદ કર્યો.

- સમાજ છે બધું આપણી પાસે કરાવી લે અને શિખામણ આપે આપણને.

- હું ધરતી પર થુંકી ન શકું.   

- ઈર્ષાળું કોઈ પર પણ આરોપ કરી શકે છે.

- ક્લબમાં તો રસની જ વાત હોય છે, ખાવું, નાચવું, રમવું અને પીવું આમ કહી, પાણી પીવે માણસ...તે રીતે હાસ્ય કર્યું.

- મારે કોઈને આઘા નથી રાખવા પણ હું જે ચાખડી પહેરું તેમાં તમારા ભાવથી તમે મારી પાસે આવો અને ચાખડી આડી થાય તો પગ મરડાઈ જાય છે. આવું થયું હતું અને તેથી તમને દૂર રાખું છું. હું તમારી નજીક છું એટલુ બીજું કોઈ નથી.

- મારી રક્ષા હું સ્વયંમ કરી શકું છું. તમને રસમય રાખું છું તેથી તમને તમારી જાત સાથે રાખું છું.



(દિવ્યભાસ્કર.કોમ સાથે વાંચતા રહો પૂ. મોરારી બાપૂની રામકથાનો આંખે દેખ્યો ONLINE અહેવાલ....નવ દિવસ અહીં રજૂ થશે રામકથા...)



*************


The article displayed below is with the courtesy of 

  • Ego is an incurable disease: Morari Bapu

TNN Dec 13, 2012, 

Source Link: http://articles.timesofindia.indiatimes.com/2012-12-13/ahmedabad/35796457_1_morari-bapu-ram-katha-ego


AHMEDABAD: On fourth day of Ram Katha at Karnavati Club, Morari Bapu said devotion is the cure for the tumour of ego. The devotees also celebrated birth of Lord Ram in the Katha.

During his speech, Bapu said that everybody is a patient today but few have guts to accept it. "A doctor can only cure when the patient is ready to be cured. Ego is the main culprit where people like Kumbhkarna want to hear good things about them. They are also lazy as they believe that they have nothing left to do. Only God can fight against this disease," said Bapu.

He added that devotion to God eradicates the ego slowly and manifests self in various forms. The devotion to God can also take form of service to humanity, society, country and the world at large. "Every good deed is a form of devotion, be it being happy for somebody's progress or providing help to the poor. Have faith in the guru for your problems," he said.



*****


બુધવાર, તારીખ ૧૨-૧૨-૨૦૧૨

કર્ણાવતી ક્લબ, અમદાવાદમાં પાંચમા દિવસની રામ કથાના શ્રવણ દરમ્યાન મારી સમજમાં આવેલ સૂત્રો અત્રે પ્રસ્તુત છે.


પ્રાર્થના એ મનની સાવરણી છે.  .... ગાંધીજી



કિર્કેટની રમતમાં સદી થાય તે ગમે છે, તેવી જ રીતે જીવન સદી જાય તો કેવું સારું.

માનસમાં ૧૪ પ્રકારના માનસ રોગોની ચર્ચા છે. અને આવા માનસ રોગો લગભગ બધા માણસોમાં હોય છે. કોઈક વિરલા જ તેમાંથી બાકાત રહી શકે છે. કુપથ્ય આવતામ જ આ ૧૪ મનોરોગો પ્રગટ થાય છે. અને તેમાં મુનિઓ પણ બાકાત નથી. નારદ જેવાને પણ આવો રોગ થયેલો છે.

આ શરીર બ્રહ્માંડ છે જેમાં રાવણ સ્વયં મહારોગ છે.

જો રોગી રોગ કબુલ કરે તો જ વૈદ્ય તે રોગને મટાડી શકે.

ક્યારેક વિનમ્રતામાં પણ દંભ હોય છે.

વધારે કથા ગાવાના લોભનો રોગ મને છે.

વધારે કથા શ્રવણનો લોભ હોય તો તે પણ એક રોગ જ છે. પણ કથા ગાવાનો અને કથા શ્રવણનો લોભ્નો રોગ કાયમ રહે તો સારું છે.

માનસ રોગ માટેની ઔષધી કઈ છે જે લેવાથી માનસિક રોગ મટી જાય અથવા તો તેની માત્રા ઓછી થાય?

રોગના ત્રણ પ્રકાર છે.

૧ સાધ્ય રોગ

૨ અસાધ્ય રોગ

૩ કષ્ટ સાધ્ય રોગ - કષ્ટ આવે પણ સમયાંતરે મટી જાય.

અહંકારનો રોગ અસાધ્ય રોગ છે.

કુંભકર્ણમાં અહંકાર છે.

કુંભકર્ણ બહું જ ખાય છે.

અહંકારીને બહું વસ્તુ જોઈએ, તેને બહું વૃત્તિઓની જરુરિયાત હોય.

અહંકારીને સન્માન, આદર બહું જોઈએ.

કુંભકર્ણના કાન બહું મોટા છે.

અહંકારીને પોતાના વિશે સાંભળવાની બહું લાલસા હોય.

કુંભકર્ણ એકલો  જ લડવા જાય છે, સાથે બીજાને રાખવાની ના પાડે છે.

અહંકારીને પોતે એકલાયે જ યશ લેવાની ઇચ્છા હોય.

અતિ નિંદ્રા તેમજ અનિદ્રા પણ રોગ છે.

સુવાનો અર્થ નિષ્ક્રિયતા છે.

અહંકારી નિષ્ક્રિય હોય.

સાધના પધ્ધતિમાં સાધક એકદમ (તરત જ) સૂઈ જાય તેમજ એક દમ જાગી પણ જાય. સાધક જ્યારે સુવા માગે ત્યારે સુઈ જાય અને જાગવા માગે ત્યારે જાગી જાય.

સાધક યોગ્ય સમયે જાગી જ જાય. સાધક વગર એલારામ રાખ્યે યોગ્ય સમયે જાગી જાય.

પ્રસન્ન રહેવાથી શારીરિક તેમજ માનસિક રોગ મટી જાય.

પ્રસન્નતા એક ઔષધી છે.

પ્રસન્ન ચિતે પરમાત્મ દર્શનમ્‌ ...આદિ શંકર

અહંકારી પોતે સુતેલો હોય તો પણ પોતે જાગતો જ છે તેવું માને.

અહંકારી વ્યક્તિનો નાશ કરવાનું જીવ માટે અઘરૂં છે. હરિ કૃપા હોય તો જ અહંકારી વ્યક્તોનો નાશ થઈ શકે.

અહંકારને મટાડવા માટે ૬ ઔષધી છે, પણ તેમાં શર્ત એ છે કે આપણે કબુલ કરવું પડે કે મારામાં અહંકાર નામનો કેન્સરનો રોગ છે.

સોનાની ઘડિયાલ તેને પહેરનારને તેનો સમય બતાવે છે કે તે ધનવાન છે જેથી સોનાની ઘડિયાલ પહેરી શકે છે. સોનાની ઘડિયાલ ધનવાન હોવાનો સંકેત આપે છે.

પરમાત્માની ભક્તિ નામની ઔષધી અહંકાર નામના રોગ માટે સરલ અને સફળ ઔષધી છે.

૧ પહેલી ઔષધી ભક્તિ છે



શ્રવણં કીર્તનં વિષ્ણો: સ્મરણં પાદસેવનમ્ । 
અર્ચનં વંદનં દાસ્યં સખ્યં આત્મનિવેદનમ્ ॥ 



श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम् ।


अर्चनं वंदनं दास्यं सख्यं आत्मनिवेदन्म् ॥




૧ શ્રવણ ભક્તિ - કથા શ્રવણ, વાદ્ય શ્રવણ, ભજન શ્રવણ, સંગીત સાંભળવું વગેરે શ્રવણ ભક્તિ છે જે અહંકારના નાશનું ઔષધ છે.

ઉપેક્ષિત, તિરસ્કૃત વ્યક્તિનું દર્દ સાંભળવું પણ શ્રવણ ભક્તિ છે.

રઘુપતિ ભક્તિ ઔષધી છે.

૨ કિર્તન ભક્તિ - કોઈ વ્યક્તિની શુભ ગતિમાં તરક્કી થઈ હોય તો તેની સરાહના કરવી કિર્તન ભક્તિ છે, ગુણ કિર્તન છે.

૩ સ્મરણ ભક્તિ - કોઈના માટે શુભ સ્મરણ કરવું સ્મરણ ભક્તિ છે. છાપામાં અવસાન નોંધ જોઈ શ્રધ્ધામ્જલિ આપવી પણ સ્મરણ ભક્તિ છે, પછી ભલે અવસાન નોંધ અજાણી વ્યક્તિની હોય.

આધ્યાત્મ ક્ષેત્રમાં પણ વિજ્ઞાન ક્ષેત્ર જેવી નવી નવી શોધ થવી જોઈએ.  ... વિનોબાજી

૪ પાદ સેવન - દલિતની પદ સેવા પાદ સેવા છે.

૫ અર્ચન ભક્તિ - અર્ચન કરવું એટલે સુશોભિત કરવું. ગરીબને કપડાં આપવામ ગરીબને સુશિભિત કરવા સમાન છે. આવું કાર્ય પણ અર્ચન ભક્તિ છે.

૬ વંદન - કોઈની નિંદા ન કરવી વંદન ભક્તિ છે. ભગવાનને વંદન કરતાં કરતાં બીજાની નિંદા ન કરવી, બધાને આદર આપવો.

૭ દાસ્ય ભક્તિ - હું માલિક નથી પણ માળી છું, હું સ્વામી નથી પણ સેવક છું તેવો ભાવ રાખવો.

૮ મૈત્રી ભક્તિ - બધા સાથે સખ્ય ભાવ રાખવો સખ્ય ભક્તિ છે.

૯ આત્મ નિવેદન - ભૂલોનો સ્વીકાર કરવા જેવું આત્મ નિવેદન અહંકારનો નાશ કરે.

૨  બીજી ઔષધી

સંસાર રોગ તેમજ અહંકાર રોગ મહારોગ છે. શાસ્ત્રની શુભ વાતનું શ્રવણ બીજી ઔષધી છે.

૩ ત્રીજી ઔષધી

રામ ચરિત માનસનું સ્વાધ્યાય ભીષણ રોગનું ઔષધ છે.

સ્વયં શાસ્ત્ર ઔષધી છે.

૪ ચોથી ઔષધી

હરિનામ બહું મોટી ઔશધી છે.

સાધુ ચરિત વ્યક્તિનું નામ પણ હરિનામ નામની ઔષધી છે.

જો પોતાનામામ પવિત્રતા હોય તો પોતાનૂ નામ પણ હરિ નામ જ છે.

૫ પાંચમી ઔષધી

આપ્ણા જાગૃત પુરૂષની, સદ્‍ગુરૂના ચરણનો આશ્રય ઔષધી છે. પણ તે માટે શ્રધ્ધા જરૂરી છે.

કોઈ પણ ઔષધી અનુપાન સાથે લેવાની હોય. દા. ત. મધ,  શ્રધ્ધા ઔષધી સાથે લેવાનું અનુપાન છે.ગુરૂના વચનમાં અને શાસ્ત્રિનાં વાક્યોમાં ભરોસો જ શ્રધ્ધા છે.

આવી આ ઔષધીઓનો ઉપયોગ કરીએ તો વ્યાધીને સમાધિ સુધી લઈ જવાય.




*****








મહારોગને મટાડવા માટે મોરારિબાપુએ જણાવી છ રીત
Anand Thakar  |

Source Link: http://religion.divyabhaskar.co.in/article/ram-katha-by-morari-bapu-at-ahmedabad-five-day-live-report-4109766-PHO.html?HF-16=

‘ગુજરાત કેન્સર સોસોયટી’ અને ‘કર્ણાવતી ક્લબ’ દ્વારા આયોજીત રામકથાના આ પાંચમા દિવસે પૂ.બાપુએ અહંકારનું શુદ્ધ સ્વરૂપ કુંભકર્ણના સ્વરૂપ સાથે રોચક રીતે સરખાવ્યું હતું. અહંકાર કઈ રીતે કેન્સરની જેમ અસાધ્ય છે તેની વાત કરી હતી. ત્યાર પછી બાપુએ અહંકર જેવા અસાધ્ય રોગ માટેની છ ઔષધીની વાત કરતાં કહ્યું કે આ ઔષધીનો જો ઉપયોગ કરવામાં આવે તો વ્યાધી ઉપાધી બની જાય છે. આ ઉપરાંત કથા પ્રવાહને આગળ વધારતાં આજે 12-12-12ના અનુસંધાનને સાચવી રામજન્મ કરાવ્યો હતો. સમાજમાં સુખી દાંપત્ય માટે યુવાનોને અપીલ કરી હતી.

- અહંકારનું સ્વરૂપ કુંભકર્ણના સ્વરૂપને આધારે.....

- ત્રણ પ્રકારના રોગ અને અસાધ્ય રોગ અહંકાર....

- માનસ રોગની છ ઔષધી ઉપાય રૂપે....

- રામજન્મની કથામાં યુવાનોને અપીલ...

- મોરારી બાપુની મભમ વાણી...

પાંચમા દિવસની પૂ. બાપુની રામકથાનો આંખે દેખ્યો અહેવાલ આગળ જાણો.......

ત્રણ પ્રકારના રોગ અને અસાધ્ય રોગ અહંકાર....

અહંકાર રોગ છે પણ આ રોગ કેવો છે? રોગના ત્રણ  પ્રકાર અને તેની સમજ પૂ. બાપુએ આ રીતે આપી -  રોગ ત્રણ પ્રકારના છે અને તેમાં સાધ્ય, કષ્ટસાધ્ય અને અસાધ્ય તેમાં ....

- સાધ્ય રોગ - મટી શકે તે રોગ, જે શરીરમાં જે અમુક પ્રકારની અસમ્યકતાથી થઈ જાય છે અને ઔષધીથી સારું થઈ જાય.

- કષ્ટ સાધ્ય રોગ, - સારું થવામાં ઘણાં વર્ષો થઈ જાય તે પીડા આપીને સારા થાય.

- અસાધ્ય રોગ – ગમે તે કરો સારું ન થાય અથવા તો રોગ સારો થવો ખૂબ મુશ્કેલ હોય, અહંકારનો રોગ કેન્સરની જેમ અસાધ્ય છે. અહંકાર પૈસામાં હોય છે તે ગાંઠ પ્રતિષ્ઠામાં ચાલી જાય છે. પ્રતિષ્ઠામાં રસ ન હોય તો તે ગાંઠ પદમાં કે એષણામાં ચાલી જાય છે.

અહંકાર એટલે અહંકાર એવું કોઈ પાત્ર હોય તો તે કુંભકર્ણ. કુંભકર્ણ બહું ખાય છે, તેને બધું જોઈએ. અહકારને બધું જોઈએ સન્માન, બેસવાનું સારં જોઈએ પ્રતિષ્ઠા જોઈએ. અહંકાર આવી વૃત્તિ પેદા કરે છે. રામકિંકરજી મહારાજે કુંભકર્ણને વિશેષ રીતે વાત કરી છે. કુંભકર્ણનો અર્થ છે જેના કાન કુંભ જેવા કાન હોય તે, તત્વ બોધ માટે તેનો અર્થ આવો છે કે અહંકારીને પોતાના વિશે સાંભળવાની ઈચ્છા વધારે હોય. કુંભકર્ણ લડવા જાય ત્યારે એકલા જવાની વાત કરે છે કારણ કે અહંકારી એકલો જ જાય છે અને કોઈ યશ ન લઈ જાય તે વાત છે. અત્યંત નિદ્રા એક રોગ છે અને અનિદ્રા પણ દોષ છે. અહંકારી આદમી નિષ્ક્રિય હોય છે, અહંકાર તમોગુણ છે.  કુંભકર્ણને એલાર્મ માટે ઢોલ-નગરા શરણાઈ વગાડે ત્યારે જાગે છે.

- અહંકારનું સ્વરૂપ કુંભકર્ણના વર્ણનને આધારે.....

કથાના પ્રારંભમાં પૂ. બાપુએ કહ્યું  કે આ કથા સ્થૂળ રૂપે કેન્સર માટે છે અને સુક્ષ્મ રૂપે આપણાં બધામાં રહેલા માનસ રોગ અને તેમાંય અસાધ્ય માનસ રોગ અહંકાર રૂપી કેન્સરને મટાડવા માટે છે એમ કહી અને માનસ રોગની ચર્ચા કરતાં બાપુએ કહ્યું કે -  રમાયણમાં મનોરોગનું લીસ્ટ આપ્યું છે તેમાં14 રોગની ચર્ચા છે. તુલસી દાસ આ રોગની ચર્ચા કરે છે. અહીં જે મનોરોગની ચર્ચા છે, તે પાશ્ચાત્ય વિદ્વાનોએ ડિપ્રેશનનની વાત જણાવી છે, અહીં જે મનોરોગની વાત છે તે બધામાં હોય છે.

અહીં જેટલા માનસ રોગનું વર્ણન છે, તે લંકામાં છે. આ બ્રહ્માંડ એક શરીર છે અને રાવણ સ્વયં મહારોગ છે. આ મહારોગથી ઘણાં પ્રકારનાં શૂળ ઉત્પન્ન થાય છે. આપણે અંદરથી કબૂલ કરીએ કે આપણાં પણ આ રોગ હોય. લંકાવાળા રોગ કબૂલ કરવા રાજી નથી. વૈદ્ય લાખ કોશિશ કરે પણ રોગી કબૂલ ન કરે તો મૃત્યુ જ પરિણામ છે. લંકામાં સુષેણ વૈદ્ય હતો, જેણે કાળ-લક્ષ્મણની દવા કરી હતી. ઉપથ્યથી રોગ અંકુરીત થાય છે, કુપથ્ય તો મુનીના મનમાં પણ પ્રગટ થાય છે તો માણસ કોણ? આપણે પહેલા સ્વીકાર કરીએ કે આપણાંમાં આ રોગો છે, જો તમારામાં નથી તો મને આનંદ થશે.

- માનસ રોગની છ ઔષધી ઉપાય રૂપે....

માનસ રોગના આવા અસાધ્ય રોગના વર્ણન પછી પૂ. બાપુ કહે કે તેના ઉપાય માટે પણ છ ઔષધી જણાવી છે – તેમાં પહેલા આપણે કબૂલવું પડે કે આપણને અહંકાર છે. આપણને માનસ રોગ છે અને પછી અપનાવો આ છ ઔષધી...

1 – પમાત્માની ભક્તિ -  

અહંકારની સંજીવની છે રઘુભક્તિ. નવધાભક્તિ ઉપચાર રૂપે કહેતાં બાપુએ કહ્યું કે -  ઔષધી ભક્તિમાંથી એક હોય તો રોગ મટી જાય છે.  શ્રવણ કરો એવો મતલબ એટલે રામ કથા જ શ્રવણ કરો એવું નથી પણ સંગીત ભજન સાંભળો એ અહંકારના નાશની ઔષધી છે. શુભ કવિતાથી દૂર થાય છે રોગ. દુખીયાને સાંભળવા તે પણ ભક્તિ છે. રઘુપતિ ભક્તિ સંજીવની જડીબુટ્ટી છે. કોઈના ગુણનું ગાન કરવું તે કિર્તન છે. બીજા માટે શુભ ચિંતન કરો. કોઈ ગરીબ બાળકની ફી ભરશો તે અર્ચના હશે. 21મી સદીમાં જો આ વાત યાદ રાખશો તો કથા માટે આટલી શક્તિ અને સંપત્તિ લાગે છે તે લેખે લાગશે.  અસ્વિત્વના સેવક બનો. સેવ્ય ભાવ ભક્તિ છે. બધાની સાથે મૈત્રી. પતંજલીનો શબ્દ છે મૈત્રી. આત્મનિવેદન પણ અહંકારને દૂર કરશે.  પૌરાણિક ભક્તિ તો છે જ પણ નવલ ઈતિહાસ ભક્તિનો રચવો પડશે.

2 – શિવ સ્મરણ થવું તે બીજી ઔષધી છે. શિવ એટલે કલ્યાણ અને કલ્યાણકારી સ્મરણ પણ મોટું ઔષધ છે.

3 – સદગુરુભક્તિ. -  સદગુરની ભક્તિ પણ મનનાં ઘણાં રોગ મટાડી દે છે. કોઈ બુદ્ધપુરુષ, જાગૃતપુરુષ પાસે જાવ અને તમારા સંશય તેની પાસે રજુ કરો તેની આંખો તે સંશયો મટાડશે. તેની ચરણરજ મટાડશે.

4 – શાસ્ત્ર અધ્યયન - શાસ્ત્રો એ સૌથી મોટું ઔષધ છે. શાસ્ત્રો ગાય છે તેની પાસે ભાવનું વાછરડું લઈને જાવ તેનો પ્રાસ ફૂટશે, અને આ શાસ્ત્રો આપણી તૃષ્ણાનામના રોગને મટાડી દેશે.

5 – હરિનામ – હરિનું નામ બીમારી ઓછી કરી શકે છે. કોઈનું શુભ યાદી થવી તે, સધુ ચરિતનું સ્મરણ પણ મોટી મહિમા છે. જેમનું જે નામ પ્રિય હોય તે લો. જે દિવસે જીવન પવિત્ર લાગવા માંડે ત્યારે તમારું નામ પણ હરિસ્મરણ થઈ જશે.

6 – ચરણ રજ – કોઈ બુદ્ધપુરુષની ચરણ રજ જો શ્રદ્ધા હોય તો તે ઔષધનું કામ કરે છે.

આ બધી ઔષધી એવી છે કે તેને શ્રદ્ધા સાથે લેવી જોઈએ. શ્રદ્ધા એટલે અંધશ્રદ્ધા નહીં પણ નગદ શ્રદ્ધા. શ્રદ્ધા ત્રણ પ્રકારની છે તામસ – ન માનવું તે તામસી શ્રધ્દા, રજસ – પ્રયોગથી સાબિત કરેલી શ્રદ્ધા અને સાત્વિક – શુદ્ધ હોય, કામધેનું જેવી. ગુરુના ચરણમાં અને પરમગ્રંથોના વાક્યો પર વિશ્વાસ તે શ્રદ્ધા. શ્રદ્ધા અંદરનું માળખું ફેરવી નાખે છે. આપણે બધા આપણી પાળેલી ગાયો લઈને કથામાં આવીએ છીએ. શાસ્ત્ર અને શ્રદ્ધા દુધાળ હોય છે તે વસુકતી નથી. મારા માટે રામાયણ ગાય છે – શ્રદ્ધાની ગાય મેં ગાય પાળી છે. બિલાડી તૃષ્ણાનું રૂપ છે, મેં એક બિલાડી નથી પાળી શ્રદ્ધાની રામાયણની શ્રદ્ધાની ગાય પાળી છે. આપણા ભાવને શાસ્ત્રો પાસે ભાવના વાછરડા મુકો એટલે અર્થો પ્રાસવી જાય છે.

- રામજન્મની કથામાં યુવાનોને અપીલ...

રામજન્મની કથા કહેતાં દશરથ અને રાણીઓના દાંપત્યની વાત કરતાં પૂ. બાપુએ કહ્યું કે - પતિ પત્નીને પ્રેમ આપે, પત્ની પતિને આદર આપે. આ બે નથી થતું તેથી કમઠાણ થાય છે. બે જણા હિચકામાં બેસને સારી વાતો કરો તો હરિભજન છે. આજના દાંપત્યને નજર લાગી ગઈ છે, રામ કથા સાંભળ્યા પછી આટલું કરો કે દાંપત્ય એવું થાય કે રામ જન્મ થાય. આપણાં સમાજના દાંપત્ય ઉજળે તે માટે બાવા તરીકે હું ભીખ માંગું છું. આ પ્રસંગે રમુજની વાત કરતાં કહ્યું કે ચુંટણી ખાક મહાસંગ્રામ છે, ઘરની અંદર રાંધણીયામાં મહાસંગ્રામ ચાલે છે. અંગત મત લ્યો તો બધા કંટાળ્યા છે. બે વાર પત્નીએ પતિનું માનવું અને તો પછી ત્રીજીવાર તમે તેનું મનાવી શકશો, મગરુરી, મજબુરી અને એકાદ પક્ષની મજબુતીને કારણે દાંપત્ય જીવ બગડયા છે, આથી તેની જગ્યાએ આદર અને પ્યારનો વિચાર રોપો. મર્યાદા ચોંટાડાતી નથી ઉગે છે.

મોરારી બાપુની મરમ વાણી...

- 12.12.12.ના સંયોગ પર રમુજ કરતાં બાપુએ કહ્યું કે -  12.12.12ના રાતે મારે દીવા કરવાના છે. વિનાશ માટે બીજી તારીખ 20 આવી છે પણ 20 તારીખે ઘણું થઈ જશે. ગુજરાતથી હિમાલય સુધી. મતપેટીઓને હિમાલયમાં પરસેવો વળી ગયો છે.

- દશરથના દાંપત્ય જીવન પર વાત કરતાં કહ્યું કે આજે દાંપત્ય જીવન કે - ચુંટણી ખાક મહાસંગ્રામ છે, ઘરની અંદર રાંધણીયામાં મહાસંગ્રામ ચાલે છે અંગત મત લ્યો તો બધા કંટાળ્યા છે.

- કથા સંભળાવવી તે તમારો લોભ છે અને આવો લોભ બધાનો કાયમ રહે. આ શાસ્ત્રએ મને ઘણો ફાયદો કરાવ્યો છે. કથા સાંભળીને નિરોગી થયા હોય તો મને વધું આનંદ થશે. ક્રોધ ક્યારેક મને આવી જાય છે. લોભ મને નથી, પ્રતિષ્ઠાનો લોભ નથી, મને કથા કરવાનો લોભ છે.  

- ક્યારેક ક્યારે વિનમ્રતા પણ દંભ છે. તમારી સામે વિનમ્રતા કરવાથી અને અહંકાર કરવાથી મને તો નુક્શાન જ છે.

- સિતારવાદક પં. રવિશંકર અને અશ્વિનીભટ્ટને શ્રદ્ધાંજલી આપતા તેમની સાથેના સ્મસ્મરણ ચંદક્ષણ વાગોળી અને સ્મરણ સુમનથી શ્રદ્ધાંજલી અર્પિ હતી.

- રામચરિત માનસ મારી શ્વાસ નળી છે, અન્નનળી છે, હું શાસ્ત્ર સાથેની મારી ગુફ્તગૂ થતી રહે છે.

- તમારા નિવેદનો મારી અદા નહીં બદલી શકે.

(દિવ્યભાસ્કર.કોમ સાથે વાંચતા રહો પૂ. મોરારી બાપૂની રામકથાનો આંખે દેખ્યો ONLINE અહેવાલ....નવ દિવસ અહીં રજૂ થશે રામકથા...)



*****



ગુરૂવાર, તારીખ ૧૩-૧૨-૨૦૧૨


The article displayed below is with the courtesy of 



આવા 14 વ્યક્તિ જીવિત હોય તો પણ મરેલા માનવાઃ પૂ. બાપુ
Anand Thakar 


Source Link: http://religion.divyabhaskar.co.in/article/ramkatha-by-moraribapu-at-ahmedabad-six-day-live-reporting-4111124-PHO.html?HF-22=


‘ગુજરાત કેન્સર સોસાટી’ અને ‘કર્ણાવતી ક્લબ’ દ્વારા આયોજીત પૂ. મોરારી બાપુની રામકથાના છઠ્ઠા દિવસે રામાયણના મહાન પાત્રોંમાં રહેલા માનસ રોગ વિશેની ચર્ચા કરી અને રામાયણમાં કયા કાંડમાં, કયા પાત્રને કેવા માનસિક રોગ છે તેની વાત કરી હતી.

આ ઉપરાંત તુલસીદાસજીએ રામચરિતમાનસમાં જણાવેલા 14 રોગની ચર્ચા કરી અને શરીરના રોગ સાથે આ રોગો માનસિક રોગની સરખામણી કરી અને માનસ રોગની ચર્ચા વધું સોચક બનાવી હતી.પૂ. બાપુએ આ ઉપરાંત ત્રણ પ્રકારની વાણીની ચર્ચા કરી હતી. હનુમાન ચાલીસાનું મહત્વ જણાવતા કહ્યું હતું કે હનુમાન ચાલીસા માનસિક અને શારીરિક બને રોગોની દવા છે એમ કહી હનુમાન ચાલીસાનું મહાત્મ્ય વર્ણવ્યું હતું.

રામાયણમાં મહાન પાત્રોને કય કાંડમાં કેવો રોગ થાય છે......

માનસના 14 રોગનું વર્ણન.....

માનસિક રોગની શરીરના રોગ સાથે સરખામણી...

હનુમાનચાલીસાનું મહત્મય....

કથાપ્રવાહ.....

મોરારી બાપુની મરમ વાણી.....

છઠ્ઠા દિવસની પૂ. બાપુની રામકથાનો આંખે દેખ્યો અહેવાલ આગળ જાણો.......

રામાયણમાં મહાન પાત્રોને કયા કાંડમાં કેવો રોગ થાય છે......

- રામાણમાં મોટું પાત્ર દક્ષકન્યા સતી, શિવજીના પત્ની તેના જીવનમાં મોટો રોગ આવ્યો તે છે સંશયનો. સંશય એવો રોગ છે, જેનું પરિણામ મૃત્યુ જ હોઈ શકે છે.

- અયોધ્યા કાંડમાં પાત્ર છે કૈકય. કૈકયી એક રાજાની પુત્રીના નાતે નિંદનીય છે અને ભરત જેવા પુત્રને કારણે વંદનીય. માણસના જીવનમાં આવા બે પક્ષ હોય છે. કૈકયને મોટા રોગ લાગુ પડ્યા તેમાં એક લોભ જેમાં રાજ્ય ભરતને મળવાની લાલસા. પછી ક્રોધ આવ્યો તેથી કોપભવન. કોપભવન કોઈ બનાવતા નથી પણ થઈ જાય છે. પુરું ઘર કોપભવન બની જાય છે. બીજો રોગ આવ્યો બધાના પ્રત્યે એક ઈર્ષ્યા પેદા થાય તે રોગ આવ્યો.  કૈકેયને મંથરાના સંગે રોગ લગાડ્યો. મંથરા વ્યક્તિનું નામ તો છે જ પણ વૃત્તિનું નામ છે. યુવાનોને કહું કે તમે એવા વ્યક્તિની સાથએ રહો કે ખરાબ રોગ ન લાગી જાય. ખરાબ લોકોનો સંગ ન કરો.

- દશરથ પાત્ર જે બ્રહ્મના બાપ છે. દશરથને કામનો રોગ લાગુ પડેલો છે. તુલસીજી કહે છે દશરથને કામ છે.

- અરણ્ય કાંડમાં આવો તો રાવણ, સૂપર્ણખાને પણ રોગ છે પણ સીતા જે જાગૃત મહાન પાત્રોને પણ રોગ લાગુ પડે છે. વિજ્ઞાન પોતાના પર પ્રયોગ કરે છે તે રીતે મહાન પાત્રો પર પણ આ ઉપાય કરવામાં આવ્યો છે. જાનકીને લક્ષ્મણને ક્રોધ કરી અને કહ્યું.

- ઉત્તર કાંડમાં રામ દુર્વાદ કરે છે. રાવણ પાસેથી જાનકીને સ્વીકારવા કરેલો દુર્વાદ કર્યો છે. આ બધું પોતાના પર પ્રયોગ કરીને કહ્યું કે આ રીતે મહાન વ્યક્તિઓ પણ પોતાનો આપો ગુમાવી દે છે.  રાવણ ચોરી કરે છે, ખરદુષણ વેશ થી લલચાવે છે તે રોગ છે,

- કિસ્કિંધામાં કાંડમાં વાલીને અહંકાર અને સુગ્રીવ વિષયી છે.

- સુંદરકાંડમાં બીજાની છાંયા પકડવનો રોગ, ઉપર ચડનારાને નીચે પાડવાનો નિંદાનો રોગ. તમને નિંદા કરનારને કુતરા કહીને કહ્યું કે તમારી ભક્તિની ગાડી ચાલું રાખજો. સાધનાના ટ્રેક પર રહો અને ભક્તિની ગતિ ચાલું રાખશો તો વાંધો નહીં આવે. કોઈ છાંયા પકડી શકશે નહીં. સિંહિકા જળનો જીવ નથી પણ પૃથ્વનો જીવ છે પણ રહે છે જળમાં છે આ પ્રથમ વિચિત્રતા છે જળમાં અસંખ્ય જળચર જીવ છે પણ જળચરને નથી ખાતી પણ આકાશમાં ઉડે તેને પાડીને ખાય છે. આ મોટો રોગ છે ઈર્ષા- તેનો મતલબ થયો  કે ઈર્ષા સાગર પેટાળ વ્યક્તિમાં કામ કરી શકે છે. રામાયણના બધા કાંડમાં રોગ છે આપણા શરીરના કોઈને કોઈ મોડમાં રોગ નીકળે છે.

- લંકા કાંડમાં સમુદ્રની વાત જુઓ તો જડતાનો રોગ છે. લંકાકાંડ તો પૂરો રોગનો છે. સોનાની લંકાને સળગાવી હનુમાનજીએ સુવર્ણ ભસ્મ બનીવી લંકાના રોગનું નિદાન કર્યું છે. લંકામાં કોઈ માણસ નથી મળ્યા સાધુ દમન નથી કરતા સમન કરે છે.  

- ઉત્તરકાંડમાં રગ છે લોમસને ક્રોધરૂપી પીત પ્રકોપ છે. કાકભૂષંડીને શ્રાપ આપ્યો. બીજો ઉત્ત.કાં. માં રોગ દેવનો દુરાગ્રહ હઠાગ્રહ. આ ભેદ દ્રષ્ટિ પણ રોગ છે.

માનસના 14 રોગનું વર્ણન.....

માનસમાં શા માટે 14? 14 વર્ષના વનવાસ, રામ ઉદાસીન વૃત્તિમાં વનમાં રહ્યાં, તપસ્વીના વેશે અને ઉદાસીન થઈ રામ વનમાં જાય તેવું વરદાન કૈકેયે માંગ્યું. ઉદાસસીન રહેવાથી મનોરોગનું સમન થાય છે. આપણે ભવનમાં રહીને વન બનાવી શકી એ છીએ. પરિવાર સાથે રહીને પણ તમે ઉદાસીન રહી શકો છો. 14 વર્ષનો વનવાસ તે 14 રોગાના ઉપચારની વ્યવસ્થા થઈ છે. વાલ્મિકએ 14 સ્થાન પર રહેવાનું કહ્યું. આ સ્થાન 14 માનસ સ્થિતિનું વર્ણન છે.  14 પ્રકારની હૃદય વૃત્તિ છે.

રામચરિત માનસમાં આવા 14 વ્યક્તિ જીવિત હોય તો પણ મરેલા મનવામાં આવે છે. તેને 14 રોગમાંથી કોઈને કોઈ રોગ થાય છે.

- કાન સાગર જેવા હોય અને નદીની જેમ કથા જાય ત્યાં રામ રહે. પણ કુંભકર્ણવૃત્તિ પણ રોગ છે.

- તંત્રવાદીઓ- કૌલ કરનારા મોટાભાગના અંતે રોગી થાય છે.

- કામ- ભોગી માણસ

- લોભી – માણસની આંખમાં લોભ હોય છે. કંઠ પરથી લોભીના સંકેતો પડે છે. અત્યંત લોભી મૃતક છે.

- વિમૂઢ – અતિ મૂર્ખ માણસ. વિચાર હીનતા રોગ છે.

- અતિદરિદ્રતા – ખાવા પીવામાં તો ખરી પણ વિશાળ દદ્રષ્ટિ ન હોય તે પણ દરિદ્રતા છે.

- એજસી - આળસી માણસ.

- અતિ રોગવશ

- સતત ક્રોધી

- વિષ્ણુવિમુખ – પરમતત્વથી વિમુખ

- વેદ વિરોધી

- સંત વિરોધી – સાચા સંતને મૃતક કહ્યાં છે.

- તનપોષક – શરીરની પુષ્ટિ કરાર,

- નિંદક – બીજાની નિંદા કરનાર

તેનાથી સાવધાન રહો.

માનસિક રોગની શરીરના રોગ સાથે સરખામણી કરે છે...

- કામરૂપી વાત,

- લોભ,- કફ,

- ક્રોધ-પિત,

- સન્નિપાત,

- મમતા-દાદર,

- ખુજલી-ઈર્ષા,

- હર્ષ-શોક – કંઠમાળનો રોગ છે.

- દુખ-સુખજોઈને જલન થાય – ક્ષય.

- મનની કુટીલતા અને દુષ્ટતા તે કુષ્ટરોગ કોઢનો રોગ હોય છે.

- અહંકાર-ગાંઠનો રોગ છે.

- દંભ-કપટ-મદ-માન તે નેહરૂઆ-નસનો રોગ છે. દંભ હોય ત્યાં કપટ હોય અને માન મળે તો મદ આવે. નસના આવા રોગને બાયપાસ કરાવો તે ફકીર કે સદ્ગુરુ કરાવી શકે છે.

- તૃષ્ણા – ઉદરવૃદ્ધિ.

- ત્રિવિધ એષણા – પરિપક્વ તજોરીનો રોગ છે. બધા પ્રકારની ઈચ્છાઓ પુત્રેષણા વગેરે..

- બે પ્રકારનો જ્વર – વાતવાતમાં અવિવિક તે માનસિક તાવ અને મત્સર  એટલે ઈર્ષા મિશ્રીત અહંકાર. ટાઢીયો તાવ તે મત્સર.

આપણી પરંપરામાં ત્રણ પ્રકારની વાણી છે.

શ્લોક વાણી - શ્લોકવાણી આર્ષવાણી માનવામાં આવે છે. જે ભવિષ્યવાણી કરે છે. કોઈ મનિષીના મુખમાંથી નીકળે છે. શ્લોક ભવિશ્યકાળના સૂચક છે.

લોકવાણી - લોકવાણી વર્તમાનનો સંકેત કરે છે. જે આપણે એક બીજાની સાથે બોલીએ છીએ. સંસકૃત વાંગ્મયમાં નિગમ શાસ્ત્રોમાં કોઈને કોઈ ભવિષ્યનો ઈસારો છે. સંગથી કામ કામથી ક્રોધ થશે. બુધ્ધિ નાશાત પ્રણસ્યતી.


શોકવાણી. - શોકવાણી ભૂતકાળનું સૂચક છે. જેનું સંધાન અતિત સાથે રહે છે.

હનુમાનચાલીસાનું મહત્મય....

દેવતાને છાંયા હોતી નથી. હનુમાનજીને છાંયા હતી તેથી દેવન નથી પણ માહાદેવ છે. હનુમાનચાલીસા શારીરિક દર્દને પણ સારી કરે છે અને માનસિક રોગને પણ સારું કરે છે. યશ દવાને મળી જાય છે, પણ કલંદરની દુવાથી રોગ મટી જાય છે. મારી દ્રષ્ટિએ હનુમાન ચાલીસા સિદ્ધ તો છે પણ શુદ્ધ પણ છે. સૌથી આદી ચાલીસા આ સંસારમાં લખાઈ તે હનુમાન ચાલીસા. તે અહંકારનું ઔષધ છે.  


કથાપ્રવાહ.....

આજે કથા પ્રવાહમાં આગળ વધતાં પૂ. બાપુએ લોકોની માંગને ધ્યાને લઈ અને નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધનું આખ્યાન કરતાં કહ્યું કે આ કેમ થયું તેમાં ન જતાં રસ લેજો. નવરસનો સમન્વય કરાવી હાસ્યમિશ્રિત કરુણ રસને પિરસીને હાથમાં તપેલી અને કરતાલ લઈને કલંદરી અદાથી કથાનું સમાપન કર્યું હતું.


મોરારી બાપુની મરમ વાણી.....

- હનુમાન ચાલીસાનું મહત્વ જણાવતા કહ્યું કે - આજ કાલ નેતાઓની અને અભિનેતાઓની ચાલીસા પણ થાય છે. કેટલાકે તો મહિલા ચાલીસા લખી છે. અમારા ગામના પ્રજાપતિએ મહિલા ચાલિસા કરી અને કહ્યું કે આનો પાઠ પુરુષ જ કરે.

- ઈન્દ્રના સ્વભાવ વિશે વાત કરતાં કહ્યું કે ઈન્દ્ર અને યુવાનનો સ્વભાવ પણ કુતરા જેવો હોય છે. યુવાન ને કુતરા જેવો સ્વભાવ હોવો જોઈએ. તેને શ્વાન નિંદ્રા હોવી જોઈએ આળસી ન હોવા જોઈએ.

- સારી ફિલ્મ હોય તો જુઓ 'ઓ માય ગોડ' જુઓ યુવાનોને કહું છું કે પ્રસન્ન રહો. કોઈ મૂલ્યવાન સંગિત હોય, કોઈ નૃત્ય હોય જે તમને પ્રેરણા આપી શકે તે જુઓ.

- એવા લોકોની સંગતથી દૂર રહો કે આપણને રોગ ન લાગી જાય . રોગ લગાવવો હોય તો પ્રેમનો, ભક્તિનો મહારોગ લગાવો.  

- હરેક સાધુનો ભૂતકાળ હોય છે, શેતાનનું ભવિષ્ય હોય છે.

-  રોગની ચર્ચા કરતાં કટાક્ષ કર્યો હતો કે - સમાજમાં મોટા લોકોના રોગ ગુપ્ત રાખવામાં આવે છે. કેટલાક નેતાઓ બહાર જઈને ઓપરેશન કરી આવે તો તે જઈ આવ્યા પછી ચર્ચા થાય કે કેટલો ખર્ચ થાય છે.

- ભોજનની વાત કરતાં હાસ્યને ખાતર ભોજનવાનગીને પરિવાર બનાવતા બાપૂએ કહ્યું કે - ગાંઠીયો પતિ અને જલેબી પત્ની, જલેબી હોય મીઠી પણ...ગાંઠીયા ખાઈને મોટા થયાં. કાઠીયાવાડને ગાંઠીયાવાડ કહે છે. મરચાં છે એ એના છોકરાં છે. ગાંઠીયા રાષ્ટ્રીય ખોરાક છે. ડુંગળી સાથે ગાંઠીયા ખાવાથી ટકોરા જેવી તબીયત થાય.

- નિષ્કુળાનંદજીના પદને મેં મારા પસંદગીના પદમાં સ્થાન આપ્યું છે તેને ત્યાગની વાત કરી છે. નકશીક જે નિષ્કલંક હોઈ તે જ આવા પદનું ગાન કરી શકે. ત્યાગ ન ટકે વૈરાગ્ય વગર આ ગીતનું ગૌરવ લો પણ તેને સંપ્રદાય પુરતું સંકિર્ણ ન બનાવી દો. આવાત માટેની બીજી વાત કરતાં પૂ. બાપુએ કહ્યું કે જુનાગઢના એક ગામમાં કથા કરતો હતો ત્યારે પત્ર આવ્યો કે આ પદ તમે ન ગાતા. ફકીરને સંકિર્ણતા ન પોસાય. મને કબીરનું પદ ન બોલવાનું પણ કહ્યું હતું.  આવું થયું માયાપુરીમાં કે રવિદ્રનાથ ઠાકુર અને રામકૃષ્ણપરમહંસની વાત ન કરે. આ ધર્મની રુગ્ણતા છે. ન બોલું તો ન બોલું પણ મને કોઈ રોકી ન શકે. મારી સરમાં કોણ ક્યારે આવે તે હું કેમ કરું. ધર્મ જ્યારે આટલું સંકિર્ણ થઈ જાય ત્યારે અર્થની બોલબાલા થઈ જશે અને અર્થ વધશે તો કામ વધશે ને તેથી મોક્ષ નહીં મળે. અને હું તો અલી મોલાનું કિર્તન પણ કરું છું. આતો વ્યાસ ગાદી છે અહીં સંકિર્ણતા અપરાધ છે.

- વિવેકબુદ્ધિથી મત આપો તેવી અપિલ કરતાં કહ્યું કે હું અહી છું એટલે નહીં મત નહીં આપી શકું પણ તલગાજરડા હોત તો જરૂર મત આપત. હું કોઈ પક્ષનો માણસ નથી, હું સૌની સાથે પ્રમાણિક ડિસટન્સ રાખીને અસંગ બેસ્યો છું.

- નેટવર્ક ગોઠવીને ભક્તિ ન થાય. જ્યાં કવરેજ ન પકડાય ત્યાં નિરાધારમાં આધાર પકડે તે ભક્તિ અને તે સંત.

(દિવ્યભાસ્કર.કોમ સાથે વાંચતા રહો પૂ. મોરારી બાપૂની રામકથાનો આંખે દેખ્યો ONLINE અહેવાલ....નવ દિવસ અહીં રજૂ થશે રામકથા...)



શુક્રવાર, તારીખ ૧૪-૧૨-૨૦૧૨


કર્ણાવતી ક્લબમાં ચાલી રહેલ રામ કથાના મારા શ્રવણ દરમ્યાન મારી સમજમાં આવેલ સુત્રો .....

- હેતુમાં હેતનો ઉમેરો કરવો.
- પ્રેમ યજ્ઞમાં અર્થ યજ્ઞની આહૂતિ આપવી.
- માતૃભાષાનું મંથન રાષ્ટ્રભાષામાં કરવું.
- માનવતાનો મહાયજ્ઞ

*****
કુરોગ અનેક છે.
અહંકારની ગાંઠના ૮ પ્રકાર છે, જેને અષ્ટ ગ્રંથી કહેવાય છે.
માનસ એટલે મન ને માનસ એટલે હ્નદય પણ થાય.
શિવજીએ રામ કથા રચી તે શાસ્ત્રને પોતાના હ્નદયમાં રાખ્યું અને યોગ્ય સમયે પાર્વતી સમક્ષ ગાયું.
પ્રત્યેક રોગ સામે શરીર સ્વયં પ્રતિકાર કરે છે.
"જીવ શાને રહે છે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં"
કેન્સર હોસ્પિટલને આરોગ્ય મંદિર બનાવજો.

અહંકારના ૮ પ્રકાર છે.

૧ બળનો અહંકાર - ઘણાને પોતાના બળનો અહંકાર હોય છે. પોતાના કેટલા ચાહક છે તેવા બળનો અહંકાર, સાધન સંપદાના બળનો અહંકાર, શારીરિક શક્તિના બળનો અહંકાર, ભૂજા બળનો અહંકાર. રાવણને તેની ૨૦ ભૂજાના બળનો અહંકાર હતો.
બળવાનોનું બળ પરમાત્મા છે, તેથી બળવાનોએ તેમના બળનો અહંકાર ન કરવો જોઈએ.
બળનો રોગ વિકસીત થતાં તે બળનો અવળા માર્ગે ઉપયોગ થાય છે.
૨૦ ભૂજાવાળો વિકલાંગ છે.
પાંચ પાન વાળું બિલીપત્ર સંસ્કૃતિ નથી પણ બિલી વૃક્ષની વિકૃતિ છે.
સમાજના બિલી પત્રના ત્રણ પાન ગાંધીજી, વિવેકાનંદજી અને ટાગોર છે.
ગાંધીજી સત્ય છે, વિવેકાનણ્દજી શિવમ્‌ છે અને રવીન્દ્રનાથ ટાગોર સુંદરમ્‍ છે.
વ્યાસપીઠ શ્રધેય છે, કારણ કે વ્યાસપીઠ પ્રત્યે લોકોને શ્રધ્ધા છે - શ્રદ્ધા મૂકે છે.
દંડ યુધ્ધના હાથનું શસ્ત્ર છે, બુધ્ધના હાથનું શસ્ત્ર નથી.
રાવણના પૂતળાનું દર વર્ષે દહન કરીને આપણે આપણામાં રાવણ વ્રુત્તિ છે તેવું પ્રતિપાદીત કરીએ છીએ.
દર વર્ષે રાવણ દહન કરવું યોગ્ય નથી.
અનિચ્છિત બનેલી ઘટનાઓને તે ઘટના બની તે દિવસે યાદ કરીને તેના રૂઝાયેલા ઘા ને ફરીથી ઉખેળવા યોગ્ય નથી. આવી ઘટનાઓને ભૂલી જવી જોઈએ.
વિશ્વમાં શસ્ત્ર પૂજન ન કરવું જોઈએ. સંગીતના વાદ્યોની, ગ્રંથની, શાસ્ત્રની, સાહિત્યની સારી રચનાની પૂજા કરવી જોઈએ.

૨ રૂપનો અહંકાર - રૂપનો અહંકાર કેન્સરની ગાંઠ છે.
રૂપનો અહંકાર ન કરો પણ સ્વરૂપનો અહંકાર કરો.
રૂપ ઉપર પડદો - આવરણ રાખી શકાય પણ સ્વરૂપ ઉપર પડદો ન રાખી શકાય.
કર્મ છીપે નહીં ભભૂત લગાયે.
સ્વરૂપને છૂપાવી ન શકાય, રૂપને છૂપાવી શકાય.

૩ વિદ્યાનો અહંકાર - વિદ્યાનો અહંકાર પણ ગાંઠ છે.
વિદ્યા ધન શ્રેષ્ઠ છે પણ તેનો અહંકાર આવે ત્યારે વિદ્યા અવિદ્યા બનતાં વાર ન લાગે.
વિદ્યા પ્રાપ્ત કર્યા પછી જેના દ્વારા વિદ્યા પ્રાપ્ત થઈ છે તે ગુરૂને યાદ કરવા જોઈએ.

૪ ધનનો અહંકાર
ધન જડ છે, સાધન છે, સાધ્ય નથી.
પ્રતિષ્ઠાનો પણ અહંકાર હોય.

૫ સત્તાનો અહંકાર

૬ કૂળનો અહંકાર
સાધુનું કૂળ અને નદીનું મૂળ ન જોવાય - ન શોધાય.

૭ ત્યાગનો અહંકાર 
ત્યાગના અહંકારનો કેન્સરનો રોગ છેલ્લી અવસ્થાનો રોગ છે.
ગુરૂ તેના શિષ્યથી હારી જાય તેમાં ગુરૂનું ગૌરવ છે.
પિતા તેના પુત્રથી હારી જાય તેમાં પિતાનું ગૌરવ છે.

૮ વર્ણની ગ્રંથીનો અહંકાર

આવો અહંકાર ન હોવો જોઈએ.

અહંકારના અન્ય પ્રકારમાં ધર્મના અહંકારને પણ કેન્સરની ગાંઠ ગણી શકાય. આ અસાધ્ય પ્રકારનો રોગ છે.

યુધ્ધ બે ધર્મો વચ્ચે ન થાય, બે અધર્મો વચ્ચે જ થાય.... વિનોબાજી

શંકરી ડમરૂની દોરીમાં ૮ ગાંઠ હોય છે.

આયુર્વેદ પ્રમાણે કોઈ પણ રોગના ઈલાજ માટે ચાર વસ્તુ નિતાંત આવશ્યક છે.

૧ વૈદ્ય

૨ વૈદ્ય ઉપર ભરોંસો

૩ ઔષધી

૪ પથ્ય, અનુપાનમ સંયમ

જે વિદ હોય - જાણકાર હોય તે વૈદ્ય કહેવાય.
જે ઈશ્વરનો દરેક ખૂણો જાણતો હોય તે સદ્‌ગુરૂ કહેવાય.

સમાજમાં ઊંટ વૈદ્ય હોય, લૂંટ વૈદ્ય હોય, ખૂંટ વૈદ્ય હોય તેમજ જૂઠ વૈદ્ય પણ હોય. ખૂંટ વૈદ્ય દરદીને ન કહેવાનું કહે, તોછડી બોલી બોલે. તેને મારકણો વૈદ્ય પણ કહેવાય.

ડૉક્ટરની આંગળીઓ હોવી Ladies Finger જોઈએ, આંખો હોવી Eagle Eyes જોઈએ જે સુક્ષ્મ દર્શન કરી શકે અને હ્નદય Lion Heart હોવું જોઈએ.

ઘણા છાપા ફેંકતાં ફેકતાં સંવાદદાતા બની જાય છે.

સદ્‌ગુરૂને કોઈ ગણવેશ ન હોય.

સદ્‍ગુરૂ યુનિવર્સલ હોય - વૈશ્વિક હોય.

ગુરૂનો પાર કોઈ જ પામી શકતો નથી. અરે ઈશ્વર પણ ગુરૂનો પાર પામી શકતો નથી.

વિશ્વમાં ગુરૂથી શ્રેષ્ઠ તત્ત્વ બીજું કોઈ છે જ નહીં.

ગુરૂ લાજવાબ હોય.

ગુરૂ સદ હોય, વિદ હોય અને કોવિદ પણ હોય. આવો સદ્‍ગુરૂ આપણા માનસિક રોગોને મટાડે, ઈલાજ કરી શકે.

ગુરૂ હંમેશાં તેના શિષ્યને એક કળા ઓછી બતાવે. કારણ કે ગુરૂ તેની છેલ્લી કળા તેના શિષ્યને બતાવે પછી ગુરૂનું અસ્તીત્વ ન રહે - ગુરૂ રહી જ ન શકે.

પૂર્ણિમાએ મન અને પાગલ બેકાબુ બને છે.

તેથી અહીં ચૌદસના ચંદ્રને ચિત સાથે સંબંધ છે.

મન અને ચિત અલગ છે.

ગુરૂ શિષ્યના ચિત ઉપર વધારે કામ કરે, ગુરૂ શિષ્યના ચિતને ચંચળ ન થવા દે, પણ શિષ્યના ચિતને ટાઢક મળે તેવું કરે.

શબદ અને સૂરતાનાં લગ્ન કરવાના છે.

ગુરુનો શબદ વર છે અને શિષ્યની સૂરતા કન્યા છે. આ વર કન્યા પરણે તો જ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય.

સદ્‍ગુરૂના બોલ ઉપર, વચન ઉપર વિશ્વાસ હોવો જોઈએ.

સદ્‍ગુરૂ તેના શિષ્યને પોતાના પગની ચાખડી બનાવે પણ પોતાના માથાનો મુગુટ બનાવે, શિષ્યને 

કાંધ ઉપર બેસાડે, શિષ્યને ઊંચે લઈ જાય.

તેથી જ આપણે કહીએ છીએ કે "ભરોંસો દ્રઢ ઈન ચરનનકો".



*****



The image and article displayed below are with the courtesy of 





...અને બાપુ સાતમા દિવસે કથાપ્રવાહને ન વધારી શક્યા આગળ

Ananad Thakar  |  

Source Link:  http://religion.divyabhaskar.co.in/article/ramkatha-by-moraribapu-at-ahmedabad-seven-day-live-report-4112385-PHO.html?HF-10=





‘ગુજરાત કેન્સર સોસાયટી’ અને ‘કર્ણાવતી ક્લબ’ દ્વારા આયોજીત પૂ. મોરારી બાપુની રામકથા પૂર્ણાહૂતિ તરફ આગળ વધે છે. આજે સાતમા દિવસે પૂ. બાપુએ અહંકારની આઠ ગાંઠ જે માનસ રોગની ગાંઠ છે, એ વાતને રામચરિત માનસમાંથી લઈ અને 'માનસ કેન્સર'  કથામાં મુકતા મનોરોગની વાત કરી હતી. તેના આવશ્યક ચાર પ્રકારના ઈલાજની વાત કરતાં સદગુરુ રૂપી વૈદ્યની વિષદ રીતથી સમજાવી પૂ. બાપુએ પોતાની મનોભૂમિને માન આપી સાતમા દિવસની કથાને વિરામ આપ્યો હતો.

કથામાં વૈદ્ય જેવા સદ્દગુરુની વાત કરતાં બાપુ બોલી ઉઠ્યાં કે મારાથી તેને વધારે વ્યાખ્યા બદ્ધ કરી શકાય તેમ નથી. સવાભગતનું ગીત વર્ણવતા વર્ણવતા પોતની મનોભૂમી જાણે એવી રીતે બંધાઈ ગઈ હતી કે જાણે તે ઘણું બોલવા ઈચ્છે છે પણ બોલી શકતાં નથી. અને તે વાતનો અહેસાસ તેમને થતાં બધાની માફી સાથે કહ્યું કે આજે હું કથા પ્રવાહને આગળ વધારી શકું તેવી મારી ભૂમિકા રહી નથી. આમ કહી સાતમા દિવસની કથાને વિરામ આપ્યો હતો.

અહંકાર રૂપી કેન્સરની વાતને આગળ વધારતાં પૂ. બાપુએ કહ્યું કે માનસ કહે છે કે કુરોગ તો અનેક છે, જેવી રીતે એક રોગથી પેટા રોગો  ઉપસી પડે તે રીતે 12 રોગથી ઘણાં કુરોગ થઈ શકે છે. આવા રોગોની ચર્ચા કાલે કરી. માનસ રોગની વાત કરતાં કહ્યું કે માનસ એટલે હૃદય, માનસ એટલે મન. રામચરિત માનસ તુલસી દાસે ક્યાં રાખ્યું છે તેના જવાબમાં કહ્યું છે કે માનસને શિવજીએ હૃદયમાં રાખ્યું.

ડમરુઆ રોગનું ચિત્ર આયુર્વેદમાં ડમરું તરીકે ચિતર્યું છે, ક્યાંક તેને ડમરુવા કહે છે તે ખરેખર વાનો રોગ છે તે પછી  ગ્રંથી રુપે થઈ જાય છે. ડમરુ જેવો અવાજ કાનમાં વાગે તો સાધકની સિદ્ધિ છે પણ સતત વાગે તો રોગ છે,તે ગુંજતા ગુંજતા ગ્રંથી બની જાય છે, અને કેન્સર થઈ જાય છે. આવા 'માનસ કેન્સર' ગણાતાં અહંકારની આઠ ગ્રંથીઓ વિશે વાત કરે છે.  આજની કથામાં જગ્દિશ ત્રિવેદી, નિરંજન પંડ્યા, ભારતીબહેન વગેરે કલાકારો હાજર રહ્યાં હતાં.

આગળ જાણો અહંકાર રૂપી અષ્ટગ્રંથીઓનું વર્ણન.....

આ ગંઠના ઈલાજ રૂપે સદગુરુ કઈ રીતે ઈલાજ છે.....

રાજનીતિના વ્યવહર માટેના ચાર લક્ષણો...

મોરારી બાપુની મરમ વાણી....

અહંકારની ગાંઠના આઠ પ્રકાર છે. તેને મનોરોગમાં અષ્ટગ્રંથીઓ કહે છે.

1 – બળનો અહંકાર - આ બળ ઘણાં પ્રકારના હોય છે, ઘણાંને લોકોને શક્તિબળનું, સાધન સંપન્નતાનું, શરીરનું બળ હોય, આવા બળ પણ એક પ્રકારની અહંકાર રૂપી કેન્સરની ગ્રંથી છે. બળવાન વ્યક્તિએ અહંકાર ન કરવો જોઈએ, કારણ કે બળવાનોના બળ પણ રામ છે. રાવણને આમાંથી ઘણી ગ્રંથીઓ હતી. બળ જો રોગના રુપમાં મનમાં આવે તો આદમી તેનો દુરોપયોગ કરવા લાગે છે. રાવણની 20 ભૂજા

બળના અહંકારની ગાંઠનું પ્રતિક છે.  

2 – રૂપનો અહંકાર. અહંકાર રૂપનું ન કરો, પણ સ્વરૂપનું કરો. રુપ બદલી શકે છે પણ સ્વરૂપ બદલી શકતું નથી. સ્વરૂપ છૂપું રહેતું નથી.
સુપર્ણખાએ રૂપ ધર્યું, પણ સુપર્ણખાનું રૂપ થોડીવાર જ ટક્યું. સતી સીતાનું રૂપ લીધું તે કેટલી વાર ટકાવી શક્યાં. રૂપનો અનાદર ન કરો તેની એક મહીમા છે પણ તેનું અહંકાર ખોટું છે,

3 -  વિદ્યાનો અહંકાર એ પણ ગાંઠ છે. વિદ્યા બધા ધનથી શ્રેષ્ઠ છે, પણ વિદ્યાથી અહંકાર આવે તો અવિદ્યા થતાં વાર નથી લાગતી અને તેનાથી પતન થતાં વાર નથી લાગતી. જ્યાંથી મળ્યું હોય, જે પ્રેરણા મળી હોય, તેને યાદ રાખો. વિદ્યાથી અહંકાર નહીં આવે.

4 – પૈસાનો અહંકાર  - આ પણ માનસિક કેન્સર છે. ભરતજીનું ચિંતન લખતા માનસમાં લખ્યું છે કે મારી પાસે જે સંપત્તિ છે, તે મારા રામની છે, જો આમ રાખો તો સંપત્તિ પોતે આશિર્વાદ આપશે.

5 – પ્રતિષ્ઠાનો અહંકાર – સત્તાનો અહંકાર ગાંઠ છે. ગૌરાંગ મહારાજ કહે છે શુકરી વિષ્ટા છે. કોઈ ક્ષેત્રમાં પ્રતિષ્ઠા લક્ષ્ય બની જાય તે રોગ છે. પ્રભૂતા પ્રભુનું વરદાન છે. ભગવાન એક મિનિટમાં ઉપરને નીચે બેસાડી દે છે અને નીચે બેસનારને ઊંચે બેસાડી દે છે. ભરત કહે છે હું પદનો માણસ નથી પાદુકાનો માણસ છે સત્તાનો નહીં સત્યનો માણસ છું. એક ઘરમાં સાસુની સત્તા પણ કેન્સર છે.

6 – કુળનો અહંકાર – આપણા કુળનો અહંકાર કરવો તે કેન્સર છે.

7 – ત્યાગનો અહંકાર – બધું છોડી દેવાનો અહંકાર આવે તે પણ કેન્સર છે. આખરી સ્ટેજનું કેન્સર છે. સુક્ષ્મ અહંકાર, વૈરાગ્યની આંતરિક વૃત્તિ નીકળવી જોઈએ. જો તે ત્યાગ વગર આવી જાય તો પણ ત્યાગ છે.

8 – વર્ણનો અહંકાર – વર્ણની શાલિનતા જીન્સ ઉતરે પણ તે અહંકાર ન હોય. ગંગા સતિ તો વર્ણને વિકાર કહે છે. વર્ણનો અહંકાર કેન્સરની ગાંઠ છે.

આ આઠ ગ્રંથી ઉપરાંત, બીજી ગ્રંથી પણ હોઈ શકે તેમાં ધર્મ અહંકાર આ ઓપરેશન યોગ્ય કેન્સર છે.  ધર્મ માણસનો સ્વભાવ છે. આમાંથી કોઈને કોઈ અહંકાર તો આપણને  હોય શકે છે. આ ગાંઠ આપણી પર છે, તેને તુલસીદાસ દુખદ ડમરુઆ કહે છે. હવે આનો ઈલાજ શું?

આયુર્વેદની દ્રષ્ટિએ રોગની સારવારમાં ચાર વસ્તુની આવશ્યકતા હોય છે.

1 –  વૈદ્ય

2 – ભરોસો

3- ઔષધિ

4 – પથ્ય-સંયમ-અનુપાન આ ચાર વિશેષ જરૂરી છે, કોઈ પણ ચિકત્સા પદ્ધતિમાં ચાર વસ્તુ જરૂરી છે.

યાત્રા શરૂ થાય છે વૈદ્યથી શરૂ થાય છે. પ્રથમ સ્પેશિયાલિસ્ટ શોધવા પડશે. તેના પર ભરોસો અને પછી ઔષધી અને પછી પથ્યાપથ્ય

સંયમ. સદગુરુ શબ્દ રામાયણમાં ચાર વાર આવ્યો છે. વૈદ્ય તરીકે માનસમાં સદગુરુની વાત કરી છે. ઉપનિષદમાં સદગુરુ શબ્દ નથી.

મધ્યકાલીન સમય જ્યારે આવ્યો ત્યારે સાચા ગુરુની પરખ માટે મધ્યકાલીન સંતોએ સદગુરુ શબ્દનો પ્રયોગ કરે છે. તુલસી, કબીર,

નાનક, દાદું, ચરણદાસ, સહજોબાઈ, ગંગાસતિ, સવાબાપા આ બધા એ સદગુરુ શબ્દ અપનાવ્યો છે. જે કાળમાં આપણે જીવી રહ્યા છે તે સમયમાં પ્રશ્ન એ છે કે આવા સદગુરુ મળવા મુશ્કેલ છે તો તેની પરખ શું? વૈદ્યનો અર્થ છે વિદ્ બધું જાણે તે વૈદ્ય તે સદગુરુ. પરમતત્વનું એક પણ રહસ્ય વણસ્પર્શ્યું ન રહ્યું હોય. જે વિદ છે તે વૈદ્ય છે ઈશ્વરને પૂરેપુરો ઓળખ્યો છે. સદગુરુનો કોઈ ગણવેશ નથી હોતો. તેનો યુનિફોર્મ નથી હોતો પણ યુનિવર્સલ હોય છે. ગુરુ વિદ તથા સદ હોવો જોઈએ. આંખ કામ કરતી હોય છે, સામે જોઈ અને તેની કરુણાભરી બીમારી જતી રહે. સદગુરુના વચન પર વિશ્વાસ આવવો જોઈએ. આગળના ઈલાજ વિશે પૂ. બાપુ આગલા દિવસોમાં વાત કરશે...

ડોક્ટર કેવા હોવા જોઈએ તે વિશે પૂ. બાપુએ શું કહ્યું તે આગળ જાણો....

સદગુરુને વૈદ્ય સાથે સરખાવવાની વાત કરતાં પૂ. બાપુએ કહ્યું કે ડોક્ટર કેવાં હોવા જોઈએ....

ડોક્ટરો લેડિસ ફિંગર હોવા જોઈએ એટલે કે ડોક્ટરોને કોમળ હોવા જોઈએ, દર્દીને પકડે તો સારું લાગવું જોઈએ. ડોક્ટરની આંખ ઈગલ આઈ હોવી જોઈએ, સુક્ષ્મ દર્શન, ડોક્ટરનું હૃદય લાયન હાર્ટ સાવજ જેવી છાતી હોવી જોઈએ. વાણીમાં અમૃત હોવું જોઈએ.

રાજકારણની ચાર નીતિઓ....

રાજનીતિમાં લોકો કેવી રીતે બીજા લોકો સાથે વ્યવહાર કરે છે, તેની ચાર નીતિઓ કહેતાં કહ્યું હતું કે ....

- મિત્રના મિત્ર મિત્ર હોય છે.

- મિત્રનો શત્રુ તે શત્રુ હોય છે.

- શત્રુનો મિત્ર પણ શત્રુ હોય છે.

- શત્રુનો શત્રુ મિત્ર હોય છે.

પૂ. મોરારી બાપુની મરમ વાણી............

- 100 ટકા કથા મારા માટે થાય છે, મને ગમે છે.

- ટિપે-ટિપે સરોવર ભરાય, તે રીતે આમાં મોટા દાનની જરૂર છે. દાન માટે મને પૂછે છે તે વ્યાસપીઠ પર કેટલી શ્રદ્ધા છે. મોટો યજ્ઞ છે, પૂરો થઈ જશે, હોસ્પિટલ દશાંશ કરતાં રહે જો. જો તમે અમીરો પાસે અનેક પ્રકારના ચાર્જ લો પણ ગરીબ ગામનો કોઈ માણસ આવે તો તેને ઘરની જેમ સારવાર મળે તે સાચો પ્રયત્ન છે. હાસ્ય એ એક ઔષધી છે.

- તમારો ભાવ મારી મૂડી છે. મારું શ્રદ્ધેય ધન છે.

- મારા વ્યક્તિગત વિચારમાં કોઈ શસ્ત્રોની પૂજા ન થવી જોઈએ, પણ ઘુંઘરું, સિતાર, હાર્મોનીયમ અને એવા અનેક પ્રકારના નૃત્યના સાધનોની પૂજા થવી જોઈએ. કવિતા, પુસ્તકની પૂજા થવી જોઈએ. થશે સમય લાગશે, પણ શસ્ત્રો યુદ્ધોએ શું કર્યું હવે તો બસ થયવું જોઈએ.

- દશેરાના દિવસે રાવણને બાળવાનું શા માટે ચાલું રાખવું જોઈએ. રામલીલા મેદાનના આપણા  નેતાઓ ધનુષ લઈને ઉભા હોય તે હું ફોટા જોઉં છું કેવા ભૂંડા લાગે છે. રાવણને રામે મારી નાખ્યો, નિર્વાણ થઈ ગયો છે. હવે દર વર્ષે મારવાની શી જરુર છે. રાવણ આપણી અંદર છે એ પૂતળામાં નહીં.

- શરીર પોતે જ પોતાનું સંરક્ષણ કરે છે પણ જીવ તેને સહયોગ નથી આપતો.

- હું તો મને ચેક કર્યા કરું છું બીજાના 'ચેક'ને મારે શું કામ.

- બિલ્વપત્ર ત્રણ પાનાનું જ સાચું જો પાંચ કે સાત પાનનું હોય તો તે વનસ્પતિની વિકૃતિ છે.

- સમાજનું બિલ્વપત્ર, એક પાન મહાત્માં ગાંધી અને બીજું વિવેકાનંદ અને ત્રીજું રવિન્દ્રનાથ ટાગોર. આ રીતે ગાંધીજી સત્યમ્ છે. વિવેકાનંદનું પૂરું કામ શિવમ્ છે. અને ટાગોર પોતે પૂજારી સૌદર્યનો છે માટે તે સુંદરમ્ છે.



*******************


The article displayed below is with the courtesy of Daly Bhaskar.Com

'Vivekananda, Gandhi and Tagore are like bilipatra'
DNA | Dec 12, 2012, 


Source Link:  http://daily.bhaskar.com/article/GUJ-AHD-vivekananda-gandhi-and-tagore-are-like-bilipatra-4109362-NOR.html

Ahmedabad: A dash of humour, a pinch of gentle criticism and an expanse of knowledge — Kathakar Morari Bapu shared all this with the faculty and students at Nirma University’s Institute of Technology. He was at the institute on Tuesday to deliver a public lecture titled ‘Samaj Ka Bilipatra: Gandhiji, Vivekananda and Tagore’.

Taking a dig at himself, the kathakar said that he had failed his metric exams thrice and yet was called to give lectures at universities. “If this is not kalyug, then what is?” he asked as the audience roared with laughter. He said that the three great sons of India – Gandhiji, Vivekananda and Tagore were like the Bilipatra (the leaf offered to Lord Shiva). They represent Satyam (Gandhiji), Shivam (Vivekananda) and Sundaram (Tagore), he said.

He talked of the many virtues of the Father of the Nation peppering them with anecdotes from his life and shlokas from the Vedas. “To speak the truth is a good thing. I have come across several people who speak nothing but the truth. However, the same people happen to be intolerant of others’ truth. This is where they differ from Gandhiji. He understood and accepted other’s truth as well,” said Bapu. 

He also gave examples from Vivekananda’s life to emphasise the fact that truth is what makes a man fearless. Calling Tagore a connoisseur of all beautiful things, he also talked of the difference that the poet had with Gandhiji. 



****************

The following article is displayed here with the courtesy of 




31 ડિસેમ્બરની ઉજવણી અને પાર્ટી વિશે પૂ. બાપુનો જવાબ


‘ગુજરાત કેન્સર સોસાયટી’ અને ‘કર્ણાવતી ક્લબ’ દ્વારા આયોજીત પૂ. બાપુની રામકથાના અનુસંધાને આજે 14 ડિસેમ્બરે પત્રકાર પરિષદમાં પત્રકારો સાથે સંવાદ કર્યો હતો.

આ કથાનો હેતુ દર્શાવતા પૂ. બાપુએ કહ્યું કે કથા રામની છે અને રામ સત્ય હોવાના નાતે સત્ય જોડાયું છે અને કેન્સર પિડિતો માટે  હોવાથી હેતુ કલ્યાણકારી એટલે કે શિવ છે તથા આયોજન સુંદર હોવાથી આ કથામાં સત્યમ શિવમ અને સુંદરમ જોડાયા છે. આ કથા માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી. પણ ત્રણેય સત્યનો સંગમ છે. રામ માનવ તરીકે આવ્યા છે તેથી માનવ મારા માટે કેન્દ્રમાં છે. હું કથા સ્પર્ધા માટે નહીં પણશ્રદ્ધા માટે આપું છું. નાનામાં નાનો માણસ તો મોટી હોસ્પિટલે જઈ પણ નથી શકતો તો એવું કંઈક થાય  તે માટે મારો આ પ્રયત્ન છે કે તેનો હેતું માનવ વિકાસમાં થાય. અખબાર દ્વારા આ કથા ઘર-ઘર સુધી પહોંચે છે તે એક હનુમાન કાર્ય છે. સમગ્ર માનવ જાત માટે માનવને કેન્દ્રમાં રાખીને રામનું ઈશ્વરત્વ મનુષ્યત્વમાં જોડાયેલું છે. કથામાં વિશેષ હેતુ જોડાયો તેનો મને આનંદ છે.

આગળ જાણો, પત્રકારોના પ્રશ્ન અને બાપુના જવાબો.....

(તમામ તસવીર- વિજય ઝવેરી)
તમને મળ્યા પછી લોકો બદલી રહ્યાં છે એવું લોકો કહે છે તો તે શું મોરારી બાપુ પ્રત્યેનો આદર છે?

મોરારી બાપુ એક વ્યક્તિ છે અને વ્યક્તિ કદી પૂર્ણ હોતી નથી.વ્યાસ પીઠને હું ગાદી નથી માનતો પણ ગોદ માનું છું. વ્યાસ એટલે વિશાળતા. એટલે એ જે કંઈ લાગતું હોય તે સૌને બદલી ગયો છું, જે અંજવાળામાં જઈએ છીએ, તે આપણે પણ અંજવાળું અનુભવિએ છીએ. એવી રીતે સદવીચાર પાસે જઈએ ત્યારે આવું બને આનુ કારણ પ્રેમ કે વિશુદ્ધ આદર પણ હોઈ છે. પણ હું કહેવા માંગું છું કે વ્યક્તિનું મહત્વ ન કરો પ વ્યક્તિ જે લઈને ચાલે છે તેનું મહત્વ કરો.

ચુંટણીનું પર્વ ચાલી રહ્યું છે તે માટે સારા પરિણામથી મતદાન થાય તે માટે સંદેશો આપો?

આ વાત હું વ્યાસપીઠ પરથી બોલ્યો છું કે આ આપણું રાષ્ટ્રીય પર્વ છે અને લોકશાહીના મંદીરમાં ફૂલ ચઢાવવાનો આ દિવસ છે. અને મારી બહુ સ્પષ્ટ વાત હતી કે સૌએ પોતાના વિવેક બુદ્ધિ પર કામ  કરવું જોઈએ. એક સાધુ તરીકે અને રાષ્ટ્રના નાગરિક તરીકે પણ કહું છું કે મત ચોક્કસ બધાએ કરવું જોઈએ.

ધર્મગ્રંથોમાં વિજ્ઞાન વિશે એવી શક્યતા છે કે વિજ્ઞાનિક તેમાંથી જન્મી શકે?

આપણે ત્યાં ધર્મ અને વિજ્ઞાન જુદાં ન હતાં. ઋષી વૈજ્ઞાનિક હતો અને વૈજ્ઞાનિક ઋષી પણ હતો. અને જ્યારે વિનોબાએ કહ્યું કે સંવેદન હીન વિજ્ઞાન એ પાપ છે. એકલું વિજ્ઞાન સંવેદના નથી હોતું, એક બોમથી હિરોસીમાં અને નાગાસાકીનું પરિણામ જાણીએ છીએ. પણ જો ધર્મ હોત – ધર્મ એટલે સત્ય પ્રેમ કરુણા જોડાય તો વિશ્વમાં અનેક ગણું સારું થાય. આ બન્ને સાથે  થવા જોઈએ. રામચરિત માનસમાં વિજ્ઞાન છે જ સીતાજીની શોધ હનુમાનજીને સૌપી છે, અંગદ પણ બળવાન હતો પણ હનુમાનજી વૈજ્ઞાનિક હતા. વિજ્ઞાન વિષારદ હતા. સીતા એટલે શક્તિ ઉર્જાની શોધ વિજ્ઞાન વગર ન થઈ શકે. જીવન શક્તિ અને વિશ્વમંગલ શક્તિ મેળવવા આ પ્રયત્ન થયો. વાલ્મિકી પણ વિજ્ઞાની છે. સીતાજીને સગર્ભાવસ્થામાં વાલ્મિકીના આશ્રમમાં જ રાખવામાં આવ્યા હતા. ઉર્જા એલર્જી જ્યારે સગર્ભા હોય ત્યારે તે વિજ્ઞાનીકના હાથમાં જ સલામત રહી શકે છે, નહીં તો અણુંબોમ ગમે ત્યારે ફૂટી શકે છે. મારી દ્રષ્ટિએ વિજ્ઞાન અને ધર્મનો સમન્વય થવો જોઈએ.

માનવજીવનમાં ધર્મ કેટલું મહત્વ છે?

ધર્મની કોઈ વ્યાખ્યા ન થઈ શકે મારી 52 વર્ષની ધર્મયાત્રા પર નીચોડ આ છે કે ધર્મ એટલે સત્ય-પ્રેમ અને કરુણા. જેટલી અન્ન, કપડા ને શ્વાસની જરૂરીયાત છે તેટલી ધર્મની જરૂરીયાત છે. ધોતી કે માળા ન રાખો તો ચાલે.  સત્ય એક વચન છે. પ્રમે પરસ્પર હોવાથી દ્વી વચન છે. અને કરુણા બહુ વચન છે.

કોઈ વ્યક્તિ અનુભવથી શીખે તે સારું કહેવાય કે કોઈ તેને શિખવાડે તે સારું કહેવાય?

વ્યક્તિની અવસ્થા પર નિર્ભર છે. બાળકને અનુભવ નથી તેને ચાલતા  શીખવવું પડે પછી દોડવા તો તે તેની મેળે લાગે છે. એમ વ્યક્તિ માટે જાણકારી પર્યાપ્ત નથી અનુભવ જરૂરી છે. વચનાત્મક કરતાં રચનાત્મક પ્રવૃત્તિ વધારે સારી છે.

એટલા વર્ષથી તમે જુઓ છો ત્યારે આજે ધર્મમાં પરિવર્તન થયું છે તેવું તમને લાગે છે?

આખરે હું જોઉં છું કે ધર્મ પ્રત્યે લોકોનોભાવ અને આદર વ્યક્ત થઈ રહ્યો છે. એનો અર્થ એ નથી કે ધર્મને કોઈ રિસેપ્શન બનાવી દે. ધર્મ સાત્વિક પરિવેશમાં હોવો જોઈએ. વ્યવસ્થા કરવી જોઈએ.  કથા જો તમે અકારણ કોઈને બતાવવા માટે કરો તે માટે કથા ન કરાવો કારણ કે ધર્મ સ્પર્ધાનું કેન્દ્ર નથી પણ શ્રદ્ધાનું કેન્દ્ર છે. હવે સમય બદલ્યો છે, હવે ધર્મમાં યુવાની પ્રવેશ કરી રહી છે. વિદેશના મારા અનુભવ કહું તો યુવાનો સત્સંગ માટે વેકેશન રાખે છે. યુવાની આવી તે ધર્મ માટે શુભ છે.

બેસતા વર્ષે બધા ઉજવણી કરે છે 31 આવી રહી છે લોકો પાર્ટીઓ કરે છે અને વેસ્ટર્ન કલ્ચર અપનાવે છે એ બાબતે આપનું શું કહેવું છે?

જેમ તમને આ ચિંતા છે તે ચિંતા મને પણ ચિંતા છે. આ રીત નથી પાગલપણ છે. આપણે આપણા ફેફસાને, આપણી શ્વાસનળીને જાળવવી જોઈએ આપણે પૂર્વની પ્રજા છે. ઈસાઈનું નવું વર્ષ આપણા માટે પણ એટલું જ મહત્વ ધરાવે છે પણ હોટલને મોટલ માં એ ન જવું જોઈએ. વિદેશમાં પણ એ દિવસે ઘણાં મરે છે. ઉત્સવ તો તેને કહેવાય કે જીવન આપે તેમાં મરણ થાય તે ઉત્સવ નથી. આ રૂપ આપવામાં આવે છે તે મૂર્છા છે.

ધર્મમાં અંધશ્રદ્ધા વિશે આપનું શું કહેવું છે?

ધર્મમાં અંધશ્રદ્ધા હોવી જ ન જોઈએ. હું સ્પષ્ટ છું કે અંધશ્રદ્ધા પણ ન હોવી જોઈએ અને અશ્રદ્ધા પણ ન હોવી જોઈએ. શ્રદ્ધા મૌલિક છે. તમે મને પૂછો તે શ્રદ્ધા છે અને જો તમે  મારી પાસે કોઈ ચમત્કાર માટે આવો તો તે અંધશ્રદ્ધા છે. વિશેષણ મુક્ત શ્રદ્ધા છે. નિર્દ્વંદ્વ શ્રદ્ધા હોવી જોઈએ.
આજની રાજનીતિ વિશે આપ શું કહો છો?

આજની રાજનીતિએ નાગરિકો ઓછા અને વોટરો વધારે ઉભા કર્યા છે.

પહેલા ધર્મ રાજનો દંડ હતો આજે શું થવું જોઈએ?

રાજકારણમાં ધર્મ હોવું જોઈએ પણ વશિષ્ટજીએ રામજીને કહ્યું કે શાસન તમે કરો અનુશાસન અમે કરીશું, શાશન કર્તાં મુખ જેવો હોવો જોઈએ જે રાજને પગ સુધી, છેલ્લામાં છેલ્લા માણસ સુધી પહોંચાડે. મુખ પોતે બધું ખાઈ ન જાય પણ અંતિમ માણસ સુધી પહોંચવું જોઈએ.  પાદુકાના માણસ છે ત્યાં સુધી પહોંચવું જોઈએ.
કેટલું મતદાન હોવું જોઈએ અને આદર્શ ગુજરાત કેવું હોવું જોઈએ?

હજી મતદાન થવું જોઈએ. 68 ટકા સારું કહેવાય છે. વિશ્લેષકોએ પણ સ્વીકાર્યું છે.  સૌએ પોતાના સ્વયંપ્રભાથી થવું જોઈએ. જેથી કરીને સારું પરિણામ લાવી શકીએ.

અમદાવાદ પછી ક્યાંની કથા છે?

ઝારખંડ વૈદ્યનાથમાં.

કેટલામી કથા છે?

આ પ્રશ્નના જવાબમાં હસતાં કહ્યું કે 720મી કથા છે.

તમારી ઈચ્છા હતી કે મક્કા મદીનાને માં કથા કરવી છે તો તેમાં શું પ્રગતિ થઈ છે?

હું સ્પષ્ટ કહું છું કે પાકિસ્તાનનું આમંત્રણ મળે તો હું ત્યાં જઈને સત્ય-પ્રેમ અને કરુણાના સેતુબંધ માટે કથા કરીશ. માનવતા માટે કરીશ, પણ વચ્ચે કંઈકને કંઈક વિઘ્નો થાય છે. અને ધાર્મિક સંસ્થા છે લાહોરનું અને કરાચીનું આમંત્રણ છે, આપણી સંસ્થા છે તેમનું આમંત્રણ છે તેથી બે રાષ્ટ્રો વચ્ચે સેતુબંધ જેવું થાય તો હું તૈયાર છું. ઉપર વાત ચાલે છે. મક્કા મદીનામાં તો ઈસ્લામ ધર્મના નીયમ પ્રમાણે કોઈ હિન્દુને પ્રવેશ નથી, કોઈના ધર્મના નિયમને હું તોડવા પણ નથી માંગતોએ શક્ય નથી, પણ અમને છેલ્લા સમાચાર તમને કહું તો 80 ટકા મંજુરી કરબલા માટે મંજુરી મળી ગઈ છે, કરબલા પણ શહીદીનું ધામ છે. મક્કામદીનાની જેમ કરબલા પણ યાત્રા ધામ છે. ધર્મગુરુઓ તરફથી,  અને સંસ્થા તરફથી પણ સારો પ્રતિભાવ  મળી રહ્યો છે. કદાચ કરબલામાં 2013-14માં કથા થશે. કરબલા ત્યારે જ સાર્થક છે કે કરભલા થાય.

મોરારી બાપુનો દિવ્યભાસ્કર.કૉમના યુવાનોને સંદેશ....

કર્ણાવતી ક્લબમાં ચાલી રહેલી રામકથા અંતર્ગત પત્રકાર પરિષદમાં દિવ્યભાસ્કર.કૉમ દ્વારા પૂ. બાપુને પૂછવામાં આવ્યું કે દિવ્યભાસ્કર. કૉમમાં રિલિજીયન વિભાગ શરુ છે અને તેના દ્વારા અમે આપની કથા પણ જન-જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ તો અમારા યુવા વાચકોને આપ શું સંદેશ આપશો?

‘‘યુવાન મુક્ત રહેવો જોઈએ. યુવાન શક્તિવાન હોવો જોઈએ. વિદ્યાવાન – બુદ્ધિશાળી હોવો જોઈએ તે બુદ્ધિથી બંધાઈ ન જાય, વિશ્વના બધાયુવાનો માટે મને  પ્રાસંગીક લાગે છે. યુવાન બળ, બુદ્ધિ અને વિદ્યાવાન હોવો જોઈએ.’’





શનિવાર, તારીખ ૧૫-૧૨-૨૦૧૨




કર્ણાવતી ક્લબમાં ચાલી રહેલ પૂજ્ય મોરારી બાપુની ૮ મા દિવસની રામ કથાના શ્રવણ દરમ્યાન મારી સમજમાં આવેલ સૂત્રો અત્રે પ્રસ્તુત છે.

ભગવદગોમંડલ ગુજરાતી ડિક્ષનેરીમાં ડમરુઆ શબ્દનો અર્થ બે સાંધા વચ્ચે થતિ પીડા જ્યારે ગ્રંથીત થઈ જાય ત્યારે થતો રોગ એવો કર્યો છે.

રામ ચરિત માનસના ઘણા પાત્રો સામેવાળાનૉ બુરાઈ ઓળખવામાં ચૂક કરિ બેસે છે.

હનુમાનજી સકલ ગુનનિધાન છે, છ્તાં તે પણ બુરાઈને ઓળખવામાં ભૂલ કરી બેસે છે. કાલનેમીના આશ્રમમાં હનુમાનજી કાલનેમીના ષડયંત્રને ઓળખવામાં ભૂલ કરી બેસે છે. જો કે રામ કૃપાથી તેમને સાવધાન કરાતાં તે કાલનેમીને ઓળખી જાય છે.

ઈશ્વર કૃપા થયેલી ચૂકમાંથી બચાવે છે.

ભવન એટલી આખો પરિવાર.

બીજાનું ભલું કરવાની વિદ્યા પરિવારના એક સભયમાં હોય તો તેનાથી આખા પરિવારને રામ દર્શન કરવાનો મોકો મળે.

વિદ્યા મુક્તિ અપાવે, બંધનમાં ન નાખે.

રોગ સમાપ્ત કરવા માટે, રોગનો ઉપચાર કરવા માટે ક્યારેક સમય પણ આવશ્યક છે, અમુક સમય મર્યાદામાં ઉપચાર કરવો જરુરી હોય છે.

શારીરિક બિમારીમાં રોગની સમયસર તપાસ અને ઈલાજ આવશ્યક છે.

માનસિક બિમારીમાં પણ સમયસર ગુરૂ પાસે જઈ ઈલાજ કરાવવો આવશ્યક છે.

ઘણા લોકો જેની પાસે કમંડલ જેટલી વિદ્યા હોવા છતાં તે બીજાને દીક્ષા આપવા ઉતાવળા થાય છે.

દીક્ષા વેપાર નથી.

જે નિર્વાણ અપાવે તેને દક્ષિણા કહેવાય.

દંભ, પાખંડને ઓળખવામાં ભૂલ થઈ જાય છે.

બુરાઈઓ ઘણી વખત મોટા મોટા પ્રમાણ પત્ર જે હકીકતમાં ખોટાં હોય છે તે લઈને આવે છે.

બુરાઈને સમજવામાં વિવેકની જરુર છે.

પોતાનામાં રહેલ બુરાઈને ઘણી વાર લાગે છે.

અહંકારને દૂર કરવા તપ કરશો તો તપનો અહંકાર પેદા થશે. આમ એક ગાંઠ બીજા સ્થળે સ્થળાંતર કરશે. રોગની ગ્રંથી સ્થળાંતર કરે છે.

જપ, તપ, દાન સારી વસ્તુ છે, પણ તે કર્યા પછી અહંકારની ગાંઠ પેદા ન થવી જોઈએ.

મૂળમાં સરસ્વતી - વિવેક હોવો જોઈએ.



कराग्रे बसते लक्ष्मी , करमूले सरस्वती !
करमध्ये तु गोविन्दः, प्रभाते करदर्शनम् !

હાથના આગલા ભાગમાં લક્ષ્મી રહે છે અને હાથના મૂળમાં સરસ્વતી. જ્યારે હાથના મધ્ય ભાગમાં ગોવિંદ રહે છે. માટે સવારે ઊઠતાં જ હાથનું દર્શન કરવું જોઇએ.

આપણા સારા કાર્યની બીજા નીંદા કરે તો તેનાથી આપણે આપણું સારું કાર્ય બંધ ન કરવું જોઈએ.

જે માળા રાખે છે તે ચાળા નથી કરતા.

કોઈક દિવસ આવી રાખેલી માળા દ્વારા ભાગ્ય ખૂલી જાય છે.

હાથમાં પેન હોય તો કંઈક લખવાની વૃત્તિ પેદા થાય, છેવટે લીટા કરવાનું પણ મન થાય, આપણે આવું કરવા પ્રેરાઈએ.

આ કલિયુગ નથી પણ કથા યુગ છે.

બીજો ખરાબ છે તેવું સમજવામાં પણ આપણાથી ભૂલ થઈ જાય છે.

આપણા ઉપર રામ કૃપા થઈ છે તેથી જ આઆપણને મનુષ્ય શરીર મળ્યું છે, ભારત દેશમાં જન્મ થયો છે, વૈષ્ણવ પરિવારમાં જન્મ થયો છે - સારા કૂળમાં જન્મ થયો છે, ભજન કરવાની રૂચી પેદા થઈ છે અને તે રૂચીમામ વધારો થાય છે, ક્લબમાં કથા થાય છે.

ક્લબમાં કથા થાય છે તે એક વૈશ્વિક આશ્ચર્ય છે.

આપણા વ્યસ્ત જીવનના સમયમાં પણ આપણે કથા શ્રવણ કરીએ છીએ તે રામ કૃપા જ છે.

સદ્‍ગુરુનામ પાચ લક્ષણ છે. જેનામાં આ પાંચ લક્ષણ હોય તેને જ સદ્‌ગુરુ કરાય.

શિવ અને શુકદેવજીની કથા દાન વૃત્તિ દર્શાવે છે, બદલાની આશા નથી રાખતી.



સદ્‌ગુરુમાં દાન વૃત્તિ હોય. સદ્‍ગુરૂ લેવાની વૃત્તિ ન રાખે.

શિવ ત્રિભુવન ગુરૂ છે.

 ગોપી ગીત

જયતિ તેSધિકં જન્મના વ્રજઃ
શ્રયત ઈન્દિરા શશ્વદત્ર હિ |
દયિત દૃશ્યતાં દિક્ષુ તાવકા-
સ્ત્વયિ ધૃતાસવસ્ત્વાં વિચિન્વતે

‘પ્યારા શ્યામસુંદર! તમારા જન્મના કારણે વૈકુંઠ વગેરે લોકોથી પણ વ્રજનો મહિમા વધી ગયો છે. તેથી તો સૌન્દર્ય અને મૃદુલતાનાં દેવી લક્ષ્મીજી પોતાનું નિવાસસ્થાન વૈકુંઠ છોડીને અહીં નિત્ય નિરંતર નિવાસ કરવા લાગ્યાં છે, વ્રજની સેવા કરવા લાગ્યાં છે. પરંતુ પ્રિયતમ્ જુઓ આ તમારી ગોપીઓ, જેમણે તમારા ચરણોમાં જ પોતાના પ્રાણ સમર્પિત કરી રાખ્યા છે, વન-વન ભટકતી તમને શોધી રહી છે.

તવ કથામૃતં તપ્ત જીવનં
કવિભિરીડિતં કલ્મષાપહમ્ |
શ્રવણમંગલં શ્રીમદાતતં
ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જનાઃ

પ્રભુ! તમારી લીલાકથા પણ અમૃતસ્વરૂપ છે. વિરહથી વ્યથિત થયેલા લોકોમાટે તો તે જીવન-સર્વસ્વ છે. મોટા-મોટા જ્ઞાની મહાત્માઓ – ભક્ત કવિઓએ તેનું ગાન કર્યું છે, તે બધાં પાપ-તાપને હરવાવાળી છે, સાથે સાથે તેના શ્રવણમાત્રથી મંગલ-પરમ કલ્યાણનું દાન પણ કરનારી છે. તે પરમ સુંદર, પરમ મધુર, અને બહુ વિસ્તૃત પણ છે. જે તમારી તે લીલા-કથાનું ગાન કરે છે, વાસ્તવમાં પૃથ્વીલોકમાં તે જ સૌથી મોટા દાતા છે.



સદ્‌ગુરૂમાં વિવેક હોય.

સદ્‌ગુરૂ વિવેકનો અવતાર છે, વિવેકનો સાગર છે.

કથા શ્રવણથી વિવેક વધે.

ગુરૂ પાસે વિષમતા ન હોય, વિવેક પૂર્ણ વ્યવહાર હોય.

ગુરૂ અમર ચરખો છે.



કોણે બનાયો પવન ચરખો…
એ જી એના ઘડનારા ને પરખો‚





સદ્‌ગુરૂમાં કાગ વૃત્તિ હોય.

કાગડો કોયલનામ ઈંડાંન એ સેવે છે. બીજાનામ ઈંડાં પોતાના માળામાં સેવી નવી ચેતનાને જન્મ આપવાની કાગડાની આવી વૃત્તિ એક મોટી પરોપકારી વૃત્તિ છે. આવી વૃત્તિ જેનામામ હોય તેને પોતાના અને પારકાના એવો ભેદ રહેતો નથી.

પારકાને પોતાનો બનાવવાની વૃત્તિ સદ્‍ગુરૂમાં હોય.

સદૂગુરૂમાં આવરણ ન હોય.

કાગડો બોલે તેને આપણે શુકન ગણીએ છીએ.

સદ્‍૬ગુરૂ શિષયના કાંધે હાથ મૂકીને બોલે ત્યારે સમજજો કે તમારે ત્યાં હરિ આવવાના છે.

સદ્‍ગુરૂ શોધતાં ન જડે પણ ક્યારેક રસ્તામાં જ મળી જાય.

કાગડો આદિ પૂર્વજ છે, તેથી આપણે કાગડાને શ્રાદ્ધ નાખીએ છીએ.

કાગડો પિતૃ દેવો ભવ છે, પિતૃ પક્ષનું પ્રતીક છે.



દીન વૃત્તિ રાંક પણું

ભક્તિ કરવી એણે રાંક થઈને રહેવું, શરણાગતીની વૃત્તિ રાખવી.

દીનતા એટલે કાયરતા નહીં.

દીનતા એટલે સર્વ સમર્થ સમક્ષ નિઃસાધનતા.

સદ્‍ગુરૂમાં અહંકારની ગાંઠ ન હોય.

પૃથ્વી તણો પીંડો કીધો તેને ઘડનારો કેવો હશે?

ઘણી વાતો બુધ્ધિથી સમજી શકાતી નથી, બુધ્ધિથી પર હોય છે.

અહંમતામાં થયેલ કાર્ય ઘણાનો અપરાધ કરાવે છે.



તલગાજરડી વૃત્તિ - ભીક્ષા વૃત્તિ

સદ્‍ગુરૂ જ્યાંથી સત્ય મળે ત્યાંથી ગ્રહણ કરે, જ્યાંથી શુભ તત્વ મળે ત્યાંથી ગ્રહણ કરે અને તે પણ સાદર ગ્રહણ કરે. સૂત્ર જ્યાંથી મળે ત્યાંથી ગ્રહણ કરે.

આ પંચ વૃત્તિ સંપન્ન સદ્‍ગુરૂ અહંકારની ગાંઠ દૂર કરે.

હરિ અનંત હરિ કથા અનંતા

સદ્‍ગુરૂનાં ૭ વચન ઉપર ભરોંસો કરવો જેથી મનોરોગનો ઈલાજ સહેલો બને.

રોગ મટે એતલે ભૂખ લાગે.

સદ્‍બુધ્ધિની ભૂખ ઉઘડે એટલે સમજવું કે મનોરોગ મટ્યો છે.

મનોરોગ મટે એટલે વિમલ જ્ઞાન રૂપી જળથી સ્નાન કરવાનું ગમે.


*****




The following image and article are displayed here with the courtesy of 

Article :
Source Links: 

http://religion.divyabhaskar.co.in//article/ramkatha-by-moraribapu-at-ahmedabad-eight-day-live-report-4113520-PHO.html?HFR-1=


http://religion.divyabhaskar.co.in/article/ramkatha-by-moraribapu-at-ahmedabad-eight-day-live-report-4113520-PHO.html?HF-17=


ગુજરાત કેન્સર સોસાટી’ અને ‘કર્ણાવતી ક્લબ’ દ્વારા આયોજીત પૂ. બાપુની રામકથાના  આઠમા દિવસે મોટા-મોટા પુરાણ ચરિત્રો પણ કઈ રીતે બુરાઈને ઓળખવામાં થાપ ખાઈ ગયા હતા, તેની વાત કરી હતી ત્યાર પછી વલ્લભાચાર્યને યાદ કરી અને સંકિર્તન સથે રાસની રમઝટ કરતાં લોકોએ પંડાળમાં જ રાસ લઈ અને માહોલને મંડપને વૃંદાવન ઉભું કર્યું હતું.  ત્યાર પછી અહંકાર રુપી કેન્સરના ઈલાજનું વર્ણન કરતાં, સદગુરુ રૂપી વૈદ્યને કઈ રીતે ઓળખશો તે માટે સદગુરુની પાંચવૃત્તિ સમજાવી હતી. તે પછી માનસ રોગના ઈલાજને સંક્ષેપમાં કહેતાં રામકથાના પ્રવાહને આગળ વધાર્યો હતો.

આગળ જાણો.....

- મહાન પાત્રો પણ કઈ રીતે બુરાઈ સામે થાપ ખાઈ ગયા છે.....

- સદગુરુને ઓળખવાના પાંચ લક્ષણ....

- માનસ રોગના ઈલાજ પછી, માણસમાં કેવા ફેરફાર થાય છે...

- પૂ. મોરારિ બાપુની મરમ વાણી....

આઠમા દિવસની પૂ. બાપુની રામકથાનો આંખે દેખ્યો અહેવાલ આગળ જાણો.......

આઠમા દિવસનો પ્રારંભ કરતાં ડમરુઆ શબ્દનો અર્થ કયા શાસ્ત્રમાં કેવો આપ્યો છેતેની વાત કરી છે ....

પૂ. બાપુ કહે છે કે - ડમરુઆ શબ્દનો વિધવિધ અર્થ પ્રાપ્ત થયો છે.  ગુજરાતી ભાષાનો ભગવતગોમંડલમાં શબ્દનો અર્થ છે -  બે સાંધામાં થતી પીડા જો તે ગ્રંથિત થઈ જાય, જો આ વાત કુપથ્ય થઈ જાય તેને ડમરુઆ કહે છે. માનસ પીયુષકાર વિવિધ અર્થ ગીતા પ્રેસના સંસ્કરણમાં ગાંઠનો જ અર્થ છે.  ટૂંકમાં માનસ કેન્સરની વાત રાખીને આપણે મનોરોગની વાત કરીએ છીએ.  કથાસાંભળીને તમને સમય મળે તો સાતમા કાંડના ગરુડદ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનું અધ્યયન કરવું.

મહાન પાત્રો પણ કઈ રીતે બુરાઈ સામે થાપ ખાઈ ગયા છે.....

મોટા માટો લોકો કઈ રીતે બુરાઈને ઓળખવામાં ભૂલ કરી ગયા છે તે વાત કરતાં હનુમાનજી અને દેવકીની વાત કરી હતી. તેમાં પૂ. બાપુએ કહ્યું કે - મોટા મોટા ચરિત્રો પણ બુરાઈને ઓળખવામાં શરત ચુકી ગયા છે. હનુમાનજી સમસ્તગુણના નિધાન છે. પરમ ગુરુ છે, છતાં એક જગ્યાએ એક બુરાઈને ઓળખવામાં એક ક્ષણ માટે ચુકી ગયા. એ પ્રસંગ છે કે લક્ષ્મણ મૂર્છિત છે અને રામ રડી રહ્યા છે, ત્યારે જાંબવંતે સુષેણને લેવા જવાનું કહ્યું અને વૈદ્યને લઈ આવ્યા. આખું ઘર લઈ ચાલ્યા આવ્યા તે આધ્યાત્મિક છે અને એ સંદેહનું કારણ મારી  દ્રષ્ટિમાં નથી. ભવન સમેત એટલે પરિવાર સહિત  લઈ આવ્યા. સુષેણે કહ્યું કે જો રાવણને ખબર પડી તો મારા પરિવારને સમાપ્ત થઈ જાય છે. માટે પૂરાં પરીવારને લઈને આવ્યા. કોઈ પરિવાર પાસે એક વિદ્યા હોય તો પૂરાં પરિવારને હરિદર્શન કરાવી શકે છે. એક પૂજ્ય વ્યક્તિ કુળમાં અવતરીત થઈ જાય તો આખું કુળ સમાજ અને વિશ્વ ધન્ય થઈ જાય છે. પર્વતનું નામ લીધું કે દ્રોણગીરી પર જવાનું છે સંજીવની લેવા, રોગના ઉપચાર માટે સમય પણ નિશ્ચિત થાય છે. માનસમાં નાજુક વાત એ છે કે સૂર્યોદય પહેલા ઔષધી આવી જવી જોઈએ. સમય પર દવા જોઈએ. સમય ખૂબ મહત્વનો છે.  
હનુમાનજી સંજીવની લેવા ગયા અને રાવણ કાળનેમી પાસે આવ્યો, અને હનુમાનજીનો રસ્તો રોકવા કહ્યું. કાળનેમી મુનીના વેશમાં રસ્તામાં આશ્રમ બનાવી બેસી ગયા, તૃષા માટે હનુમાનજી આવ્યા અને બુરાઈને સમજવામાં એક ક્ષણ માટે રોકાઈ ગયા. જલપાન કરો અને દીક્ષા દેવાની વાત કાળનેમી કહે છે. સરોવરના પાણીને  પીવા જવાનું કહ્યું. ત્યારે હનુમાનજી સરોવરમાં પાણી પીવા ગયા ત્યારે મગર તેને પકડવા આવે છે અને તેને હનુમાનજી તેને દાબી દેવાથી તે બધું કહી દે છે. ઉદારતા બધું કહી દે છે. હનુમાનજીને સાવધાન થવા કહ્યું. પરમાત્માના કામ માટે જાવ તો મગરી રૂપે પણ પરમાત્મા બચાવી લે છે. તે પછી દેવકી-વસુદેવીની વાત કરતાં કહ્યું કે - કંસ જ્યારે દેવકીને વળાવે છે ત્યારે દેવકી ક્ષણ માટે કંસની બૂરાઈને ઓળખવામાં થાપ ખાઈ જાય છે. એવામાં આકાશવાણી થવાથી આઠમા પુત્ર કંસના કાળ તરીકે જન્મશે.  આકાશવાણી શા માટે પહેલા થઈ તે  દેવકી માટે હતી. આ આકાશવાણી સાધુચરિત દંપતિને બુરાઈથી  ચેતવાની વાત કરી હતી. ખૂબ વિવેકની જરૂર છે કે આપણે બુરાઈને સમજીએ. બીજાને તો ઠીક આપણે સમજી લઈએ પણ આપણી અંદરની બુરાઈને ઓળખીએ. આપણે આપણી અંદરની માનસિક બીમારીને ઓળખવામાં મારખાઈ જઈએ છીએ.

સદગુરુને ઓળખવાના પાંચ લક્ષણ....

માનસિક રોગને મૂળમાંથી નીકાળવા મૂળ પર તુલસીનો સૂત્રપાત  કરે છે. રામકૃપા થઈ જાય તો બધા રોગ સમાપ્ત થઈ જાય. રામ  કૃપા કઈ રીતે મળે તે માટે તુલસી કહે છે કે સદગુરુ વૈદ્ય અને તેના વચનનો વિશ્વાસ. રામકૃપા તો થઈ છે અને તેથી જ તો આપણને માનવ શરીર અને એ પણ હિન્દુસ્તાનમાં મળ્યું છે. રામ કૃપા છે કે જેથી સારું કુટુંબમાં મળ્યું છે, રામ કૃપા ન હોય તો ક્લબમાં કથા ન થાય. કુબામાંથી ક્લબ સુધનો સેતુબંધ રચાયો છે. પૂરાં વિશ્વનું આશ્ચર્ય છે. તેમાં આપણે બધા નિમિત્ત બન્યા તે ધન્યભાગ્ય છે. કથાની ફ્લાઈટ પણ નક્કી કરેલી જગ્યાએ જ જાય છે.  આ બધી રામ કૃપા જ છે. આટલા વ્યસ્ત સમયમાં પણ કથા સાંભળો છો તે રામકૃપા છે. માનસ રોગના વૈદ્ય તરીકે સદગુરુની વાત કરતાં પૂ. બાપુ સદગુરુને ઓળખવાની પાંચ વૃત્તિની વાત કરે છે. અને પૂ. બાપુ કહે છે કે આ પાંચ વૃત્તિ વાળા વ્યક્તિ કોઈ મળે તો તે સદગુરુ છે. ગુરુ કમંડળ વાળો ન હોવો જોવું, તે સરોવર લઈને બેસેલો હોવો જોઈએ. સદગુરુની પરખ મુશ્કેલ છે પાંચ વસ્તુનું ધ્યાન રાખશો તો સદગુરુ રૂપી વેદ્ય મળી જશે.

1- દાન વૃત્તિ - 

દાન વૃત્તિ હોય તે સદગુરુ છે. સદગુરુ દેવાનું જાણે છે, કોઈનું લેવું તે તેની પ્રકૃતિ નથી. રામચરિત માનસની ચાર પીઠ છે અને કૈલાસ પરથી કથા થાય છે તે દાન કથા છે. શિવજી ત્રિભુવનગુરુ છે. તે દાન કરે છે. શિવ-શુકદેવની કથા દાન વૃત્તિ છે. વિશ્વમાં ઈશ્વર ન કરી શકે તે દાન સદગુરુ કર શકે છે.

2- વિવેક વૃત્તિ –

સદગુરુનો કોઈ વેશ ન હોય તેની વૃત્તિ હોય. તે રીતે ત્રિવેણીના તટ પર ભરદ્વાજના સંશય માટે જે કથા કરે છે તે યાજ્ઞવલ્ક્યમાં ક્ષીર-નિરન્યાય કરી ઔષધ કરવાનો વિવેક છે. સદગુરુ વિવેકી હોય છે. જેનામાં વિવેક ખૂબ જુઓ, આત્મા કહેવા લાગે તો દવાની જરૂર નથી પણ ભીતરથી ગવાહ જરૂરી છે. એ.સી.ના રૂમમાં જાવ તો પ્રમાણ નથી આપવું પડતું, તે રીતે ખબર પડી જાય કે મહાપુરુષમાં વિવેક છે કે નહીં. યુવાન ભાઈઓને કહું કે પ્રસન્ન રહો, પણ સમય મળે ત્યારે રામ કથા સાંભળો તે તમારા વિવેકને ચાર્જ કરતી રહે છે. સદગુરુમાં વિષમતા નથી પણ વિવેકપૂર્ણતા છે. ગુરુ અમર ચરખો છે. હંસવૃત્તિ એટલે વિવેક વૃત્તિ.

3- કાગવૃત્તિ –

કાગવૃત્તિ સારી નથી માનવામાં આવી પણ કાગની એક મોટી વૃત્તિ છે તે છે બીજાના ઈંડાને પોતાના માળામાં સેવીને તેને ચેતના આપે છે. જેને પોતાના પારકા ન હોય અને બીજાને પહેલી પ્રધાનતા આપે, તે સદગુરુ. કાગવૃત્તિનો અર્થ એ છે કે પર છે તેને નીજ બનાવવા. સદગુરુનો કોઈ પટ્ટશિષ્ય નથી હોતો, તેને કોઈ આવરણ નથી. કાગવૃત્તિ વાળો વ્યક્તિ તમારા પર હાથ રાખીને બોલે તો સમજ જો ક્યારેક ને ક્યારેક હરિ આવશે. સદગુરુ શુકન છે. સદગુરુ મારગમાં મળી જાય, શોધવાથી નથી મળતા. કાગવૃત્તિનું ઉત્તમ દ્રષ્ટાંત શ્રાદ્ધ આપણે કાગડાને જ નાખીએ છીએ અને તેને આપણા આદીપુરુષ – પિતૃ તરીકે માન મળે છે. સદગુરુ પેઢીઓ ઉજાળી દે છે. કાગભૂષંડી ગુરુને કથા કહે છે તેને કાગવૃત્તિ કહે છે.


4- દીનવૃત્તિ –

ગરીબાઈ, રાંકપણું. આ તુલસીજીની પીઠનું નામ છે, દ્રઢાશ્રય વૃત્તિ છે. હૃદય પૂર્વકની નિસ્સાધનતા. સાધુ વિનમ્ર, સહજ હોય છે. તેના જીવનમાં અહંકારની ગાંઠ ન હોય. દીનતા તે સાધકના હૃદયનો એક પડાવ હોય છે.તુલસીની સ્વભાવગત દીનતા વૃત્તિ છે. સરળ હોય છે.

5- તલગાજરડી વૃત્તી –

ભીક્ષા વૃત્તિ. જ્યાંથી શુભ મળે તે લઈ લો. જ્યાંથી સત્ય મળે, સૂત્ર મળે તે ગ્રહણ કરો. ગુણને ગ્રહણ કરવાની ભીક્ષા ગ્રહણ કરો.

આ પંચલક્ષણા સદગુરુ મળે અને  રામકૃપા મળી જાય તો અહંકારની ગ્રંથીનું ઓપરેશન  કરી શકાય છે.

માનસ રોગના ઈલાજ પછી, માણસમાં કેવા ફેરફાર થાય છે...

સદગુરુ પછીના ઈલાજમાં બીજો ઈલાજ છે, તેના વચન પર વિશ્વાસ કરવો તે ઈલાજ કરવો. આવા સદગુરુના સાત વચન હોય છે. તેના મનોરોગનો ઈલાજ સરળ થઈ જાય છે. ત્યાર પછી ઔષધી લેવી હોય તો ભગવાનની નામ રૂપી સંજીવની શ્રદ્ધા સાથે લેવી જોઈએ.

આ રીતે માનસિક રોગનો નાશ થાય છે. આ ઈલાજ થઈ જાય પછી કેવી પ્રક્રીયા શરીરમાં અનુભવાય છે તે વર્ણવતા પૂ. બાપુએ કહ્યું કે સાજા થયેલા માણસને જેમ ભૂખ ઉઘડે તેમ મનોરોગના મારણ પછી સદબુદ્ધિની ભૂખ ઉઘડવા લાગે છે, પછી માંદગીને કારણે સ્નાન ન કર્યું. હોય તે વ્યક્તિને સ્નાન કરવાનું મન થાય તેમ સાધકને વિમલજ્ઞાન રૂપી સ્નાન કરવાનું મન થાય છે.

પૂ. મોરારિ બાપુની મરમ વાણી....

- 'શાયરી તો એક બહાના હૈ, અસલી મકસદ તો તુઝે રિઝાના હૈ. ' શાયરની આ શાયરી કહી અને કહ્યું કે રામ કથા સીવાય કશું આવે તો પણ તે રામને પામવાના અર્થમાં છે.

- આ કળિયુગ નથી પણ કથાયુગ ચાલે છે.
- સંકિર્તનમાં તાળી પાડવાથી પાપ રૂપી ટોલા મરી જાય છે. પેલાના જમાનામાં નખ પર ટોલા મારવામાં આવતા આ રીતે કિર્તન કરતાં કરતાં તાળી પાડવાથી પાપ મરી જાય છે.


- જીવને નિર્વાણ પ્રદાન કરી દે તે દક્ષિણા.

- બુરાઈ સન્માન લઈને આવે છે.

- માળા લઈને બધા ફરે છે તેની આલોચના ન કરો ક્યારેક એમાંથી એકાદો નંબર લાગી જશે અને પરમતત્વને પામી શકાશે.


- નવું વર્ષ આવે છે ત્યારે હોટલ અને બોટલમાં ન ગુમાવતા માળામાં નવું વર્ષ ઉજવજો. હિન્દુસ્તાનની લાજ રાખજો. ધર્મના માણસો રાડો પાડે છે તેનું ધ્યાન રાખજો.


- ગાદીપતિની વાત કરતાં રમૂજમાં કહ્યું કે - હવે પછી કોણ અને કેપ્ટન કોણ?

- જેની પાસે કમંડળ જેટલી વિદ્યા છે તે દીક્ષા આપે. હું એટલા થોડા જળથી તૃપ્ત નહીં થઈ શકું. જેની જાણકારી શુન્ય છે તે જબદસ્તી ગળું પકડે તો પણ દીક્ષા ન લેતા. દીક્ષા વેપાર નથી કે તે સામે થઈને તમે આપો. કોઈ શિષ્ય સામેથી આવે તો દીક્ષા આપી શકાય છે.


- કથાની પૂર્ણાહૂતિની વાત કરતાં કહ્યું કે આપણી કથા કાલે પૂરી થશે પણ બીજું બધું પરમદીવશે પૂરું થશે.



રવિવાર, તારીખ ૧૬-૧૨-૨૦૧૨


The image and articles displayed below are with the courtesy of 






  • મોરારિ બાપુની રામાયણમાં ફાટી નીકળ્યું રાજકારણનું 'મહાભારત'

divyabhaskar.com

Source Link: http://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-c-69-895470-4114496.html?seq=9&HT1=


નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે..... રામકથામાં જ્યારે નરેન્દ્ર મોદીનું આગમન થયું ત્યારે શ્રોતાઓએ તાળીઓથી તેમનું અભિવાદન કર્યં હતું અને બાપુએ કહ્યું કે પહેલા અહીં આવી જાવ. રાજકીય લોકોના આગમન સમયે ભરતજીને નિમિત્ત બનાવી તુલસી દાસજીએ જે વાત કરી હતી તેને સંદેશ રૂપે રજુ કરતાં બાપુએ કહ્યું હતું કે - હાનિ, લાભ જીવન મરણ, યશ, અપયશ. આ આપણા હાથમાં નથી હોતું પણ પૂ. બાપુએ કહ્યું કે આટલી વસ્તુ આપણા હાથમાં હોવી જોઈએ. હાની ભલે મારા હાથમાં ન હોય પણ હાનિથી હું ક્યારેય હારું નહીં તે મારા હાથમાં છે. લાભ મળે તે મારા હાથમાં ન હોય પણ લાભ ને વહેંચી દઈશ તે મારા હાથમાં છે. બધા લાભ શુભ નથી હોતા. નાનકડું શુભ એ બહુ મોટો લાભ હોય છે.યશ મળે કે અપયશ તે મારા હાથમાં નથી પણ અપયશનું જેર પીવું તે મારા હાથમાં હોય. ભારતને ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં એમાં જન્મ્યા છે. જીવ તારા હાથમાં હશે, પણ હરેક હાલતમાં એન્જોય કરવું તે મારા હાથમાં. મરણ તારા હાથમાં પણ સ્મરણ મારા હાથમાં હોવું જોઈએ માટે હરી ભજી લો. એમ કહી પૂ. બાપુએ કહ્યું કે - વ્યાસપીઠ પરથી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈનું સ્વાગત કરું છું. કથાના શ્રોતા તરીકે. દરેકનું સન્માન કરું છું, આપનું પણ સ્વાગત છે. આજે થોડીક નિરાંત પણ છે. આનંદ થાય છે. આમ પ્રસન્નતા વ્યક્ત કરીને હરિકિર્તનથી રામકથા તરફ વળ્યા હતા. વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો બદલો)



  • પ્રચારની પૂર્ણાહુતીનો થાક ઉતારવા રાજકારણી આવ્યા રામકથામાં

Anand Thakar  |

Source Link: http://religion.divyabhaskar.co.in/article/ramkatha-by-moraribapu-at-ahmedabad-nine-day-live-reporting-4114551-PHO.html?HF-1=

‘ગુજરાત કેન્સર સોસાયટી’ના લાભાર્થે અને ‘કર્ણાવતી ક્લબ’ દ્વારા આયોજીત  પૂ. બાપુની રામકથાના આખરી દિવસનો પ્રારંભ થતાં કેન્સરને સોસાયટીને મળેલા  4 કરોડ રૂપીયાના દાનની રકમને જાહેર કરવામાં આવી હતી. આ પછી રામકથાને આગળ વધારતા આખરી દિવસે સૌ શ્રોતાઓને ત્રણ પ્રકારનું ભાથુ આપ્યું અને પછી મનોરોગના ઈલાજ રૂપ સદગુરુના વચનની વાત કરી, અને મનોરોગના ઈલાજના પથ્ય અને કુપથ્ય વિષયે અને સંજીવની વિષયે પૂ. બાપુએ ચર્ચા કરી હતી.

આખરી કલાકોમાં ધનુષ્યભંગનું રોચક વર્ણન કરીને રામચરિત માનસ કથાના પ્રવાહને પૂર્ણાહૂતિના આરે લાવ્યા હતા. શ્રોતાઓને મિણબત્તી દ્વારા રામાયણજીની આરતી કરાવતા ઈસુના નવા વર્ષને નવી રીતે ઉજવવાની પ્રેરણા આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કથાના નવમા દિવસે રાજકીય હસ્તીઓમાં પુરુષોત્તમ રૂપાલા અને નરેન્દ્ર મોદી, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડીયા આવ્યા હતા. રાજકીય વ્યક્તિઓના અનુસંધાને MCCની ચુંટણી પંચની ટીમ પણ હાજર હતી. આ ઉપરાંત કલા જગતના મહાપુરુષો પુરુષોત્તમ ઉપાધ્યાય, માધવ રામાનુજ, સુમન શાહ, ગુજરાતી ફિલ્મના અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી અને ભારતીબહેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.

- નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે.....

- જ્યારે શક્તિસિંહ અને અર્જુન મોઢવાડીયાનું આગમન થયું ત્યારે....

- પૂ. બાપુ દ્વારા - અંતિમ દીવસે ત્રણ વાતનું ભાથું.....

- સદગુરુના સાત વચન.....

- માનસ રોગના ઈલાજ....

- પૂ. મોરારી બાપુની મરમ વાણી...

નવમા દિવસનો પૂ. બાપુની રામકથાનો આંખે દેખ્યો અહેવાલ વાંચો આગળ.....

પૂ. મોરારિ બાપુની સંપૂર્ણ કથા  માણો એક ક્લિક પર દરેક દિવસનો આંખે દેખ્યો અહેવાલ જાણો....

નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે.....

રામકથામાં જ્યારે નરેન્દ્ર મોદીનું આગમન થયું ત્યારે શ્રોતાઓએ તાળીઓથી તેમનું અભિવાદન કર્યં હતું અને બાપુએ કહ્યું કે પહેલા અહીં આવી જાવ. રાજકીય લોકોના આગમન સમયે ભરતજીને નિમિત્ત બનાવી તુલસી દાસજીએ જે વાત કરી હતી તેને સંદેશ રૂપે રજુ કરતાં બાપુએ કહ્યું હતું કે -

હાનિ, લાભ જીવન મરણ, યશ, અપયશ. આ આપણા હાથમાં નથી હોતું પણ પૂ. બાપુએ કહ્યું કે આટલી વસ્તુ આપણા હાથમાં હોવી જોઈએ. હાની ભલે મારા હાથમાં ન હોય પણ હાનિથી હું ક્યારેય હારું નહીં તે મારા હાથમાં છે. લાભ મળે તે મારા હાથમાં ન હોય પણ લાભ ને વહેંચી દઈશ તે મારા હાથમાં છે. બધા લાભ શુભ નથી હોતા. નાનકડું શુભ એ બહુ મોટો લાભ હોય છે.યશ મળે કે અપયશ તે મારા હાથમાં નથી પણ અપયશનું જેર પીવું તે મારા હાથમાં હોય. ભારતને ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં એમાં જન્મ્યા છે. જીવ તારા હાથમાં હશે, પણ હરેક હાલતમાં એન્જોય કરવું તે મારા હાથમાં. મરણ તારા હાથમાં પણ સ્મરણ મારા હાથમાં હોવું જોઈએ માટે હરી ભજી લો. એમ કહી પૂ. બાપુએ કહ્યું કે - વ્યાસપીઠ પરથી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈનું સ્વાગત કરું છું. કથાના શ્રોતા તરીકે. દરેકનું સન્માન કરું છું, આપનું પણ સ્વાગત છે. આજે થોડીક નિરાંત પણ છે. આનંદ થાય છે. આમ પ્રસન્નતા વ્યક્ત કરીને હરિકિર્તનથી રામકથા તરફ વળ્યા હતા.

જ્યારે શક્તિસિંહ ગોહીલ અને અર્જુન મોઢવાડીયાનું આગમન થયું ત્યારે....

આજે રામકથાનો અંતિમ દિવસ હતો, તેથી અનેક મહેમાનોનું આવાગમન હતું તેમાં રાજકીય હસ્તીઓ પણ હતી. નરેન્દ્ર મોદીના ગમન પછી થોડીક કલાકોમાં અર્જુન મોઢવાડીયા અને શક્તિસિંહ ગોહીલનું આગમન થયું હતું. તેઓ વ્યાસપીઠને પ્રણામ કરી અને ગુલાબ આપીને પોતાનું સ્થાન ગ્રહણ કર્યું હતું. કથાપ્રવાહને બરકરાર રાખતા બાપુએ કથાના અંતમાં તેઓનું એજ શબ્દોથી સ્વાગત કરતાં કહ્યું કે - સવારે સૌને પ્રણામ કરું છું તેમ તમારું પણ સ્વાગત છે. કથાના અંતમાં અર્જુન મોઢવાડીયા અને શક્તિસિંહ ગોહિલનું પૂ. બાપુએ સાલ ઓઢાડીને અભિવાદન કર્યું હતું.

પૂ. બાપુ દ્વારા - અંતિમ દીવસે ત્રણ વાતનું ભાથું.....

રામચરિત માનસમાં ઉત્તર કાંડના અંતિમ પ્રકરણ જેમાં કાગઋષી ભૂષંડીને ગરુડ સાત પ્રશ્ન પુછે છે તેમાં સાતમો પ્રશ્ન માનસ રોગ વિશે પૂરી 'માનસ કેન્સર'માં વાત કરી પછી, 14 પ્રકારના માનસિક રોગોનું લિસ્ટ આપ્યું. તેની ચર્ચા કરી. પૂ. બાપુ કહે છે કે –

વ્યક્તિએ પોતાની નિરંતર શોધ કરવી કે આમાંથી ક્યો રોગ મને લાગુ પડે છે. સ્વની શોધ જરૂરી છે. આપણે પૂરી દુનિયા સાથે જોડાયેલા છે, કોઈને કોઈ રૂપમાં. સૂર્ય કેટલાય પ્રકાશવર્ષ દૂર છે છતાં આપણે તેના ઉગવાથી ઉઠીએ છીએ ફૂલ ખીલે છે, આ બધું જોડાયેલું છે. હું તમને વિદાયમાં શું સંબલ આપું – ભાથું આપું? પણ કહું કે આપણી પોતાની શોધ કરો. મેં કાલે કહ્યું કે મોટા-મોટા લોકો પણ બુરાઈને નથી ઓળખી શક્યા. (નવે નવ દિવસની કથા વાંચવા ક્લિક કરો રિલેટેડ પર)આપણી બુરાઈનું અનુસંધાન જાત સાથે થાય છે. ભજન ત્યાં સુધી કરો કે વિસ્મૃતિ જ્યાં સુધી ન રહે કે તમે ભજન કરો. આ બ્રહ્માંડ સાથે આપણે જોડાયેલા છે. સ્વયંની શોધ અને બીજાની સેવા. આપણે બીજાની ખોજમાં ઘણી શક્તિ વેડફી નાખીએ છીએ અને સેવા પોતાની  કરીએ છીએ, આ તો બિલ્કુલ કુપથ્ય છે. વિદાય સમયે બાપુએ આ ત્રણ વાતનું ભાથું આપ્યું કે -

1 – સ્વયંની શોધ

2- બીજાની સેવા

3 – પરમતત્વને પ્રેમ

પૂ. બાપુ એ કહ્યું કે - હું વિદાય લેતા સમયે કહું છું કે અર્થ આયોજન નથી. અને કેવળ ધાર્મિક મેળવડો પણ નથી. આ માત્ર પ્રેમ યજ્ઞ છે. વિચારોનું વાવેતર છે તે મોટી સેવા છે અને કાટાથી જ કાટો નીકળે તે માટે ખરાબ વિચારને કાઢવા સારા વિચાર આપવા. ઘરમાં ખુશ રહો, તે મોટો યજ્ઞ છે. કોઈ મહિલા રસોઈ બનાવે તે યજ્ઞ છે, તે વેદ યજ્ઞ ભલે ન હોય પણ લોક યજ્ઞ છે. સાર રૂપમાં મનોરોગને નીકાળવા પરમતત્વને પ્રેમ કરો. તમને અંતઃકરણમાં આવાજ આવે તો તમને પોતાને પ્રેમ કરો. કોઈ પ્રમાણ ન મળે તો આપણું ભીતરીય પ્રમાણ વધારે સાચું છે.

- સદગુરુના સાત વચન.....

માનસ રોગને મટાડવાના ઈલાજ તુલસી આપે છે આઠમાં દિવસે પૂ. બાપુએ તેના ચાર પ્રકારના ઈલાજમાં એક ઈલાજ સદગુરુ રૂપી ઈલાજ વિશે વાત કરી હતી, એ રીતે નવમા દિવસે બીજો ઈલાજ સદગુરુના સાત પ્રકારના વચન પર તમારો વિશ્વાસ હોવો જોઈએ તેવા સાત વચન કહેનારા સદગુરુની વાત કરતા કહ્યું કે -

સદગુરુના વચન પર વિશ્વાસ. દર્દીએ ડોક્ટર પર વિશ્વાસ રાખવો જોઈએ. ગાર્ગીથી લઈને ગંગા સતી સુધી બધાને ખબર છે કે સદગુરુના વચન પર વિશ્વાસ કરવો તે સાધનાપંથની વિશેષ જરૂરીયાત છે. માનસ રોગના ઉકેલ માટે પણ તે જરૂરી છે.

સદગુરુ રૂપી વૈદ્યના સાત વચન છે....

1 – મૂધા વચન - સદગુરુને સાક્ષાત પરબ્રહ્મ કહી દીધા છે.  મૂધા એટલે મિથ્યા. ગુરુ રૂપી વૈદ્યનું વચન ક્યારેય ખોટું ન હોય, તે વિશ્વાસ હોવો જોઈએ.

2 – મધુર વચન – હનુમાનજી સદગુરુ છે. હનુમાનજી મધુર વચન છે. સદગુરુના મીઠા બોલ પર ભરોસો. ક્યારેક સદગુર કડવા વચન પણ બોલી દે. સત્યં બ્રુયાત, પ્રિયં બ્રુયાત. સદગુરુના મીઠા વચમ તે તેની ખુશામત નથી પણ માનસીક રોગ માટે મીઠી દવા હોય છે.

3 – છલ વગરના વચન હોય - લક્ષ્મણ પણ ગુરુ છે, તે જીવ ધર્મના આચાર્ય છે. ગુરુ છળ ન કરી શકે, તે ભરોસો હોવો જોઈએ.

4 – સૂર્યના કિરણ જેવું વચન હોય.  - ગુરુનું વચન સીધું તમારા હૃદયમાં આવી તમને ઉજાગર કરી દે તેવું હોવું જોઈએ. અંધારાને મટાડી અંજવાળું આપે તેવું વચન હોય છે.

5 - વચન વિનિત હોય - વિનય - વિવેક પૂર્ણ તેનું વાક્ય હોય છે. વિવેકને પણ સદગુરુ કહેવામાં આવે છે.

6 – જુઠું વચન ન હોય- સદગુરુ અસત્ય ન બોલે તે પણ શિષ્યને વિશ્વાસ હોવો જોઈએ તો જ ઈલાજ યોગ્ય રીતે થઈ શકે.

7- ઉદાર વચન હોય  - સદગુરુ ઉદાર હોવો જોઈએ. બધું તમને આપી દે કશું સંગ્રહનાર નહીં વહેંચનાર હોય છે.


માનસ રોગના ઈલાજ....

સદગુરના સાત વચનનોને ઈલાજ રૂપે વર્ણવી અને ઈલાજ રૂપે પથ્ય-કુપથ્યની વાત કરતાં કહ્યું કે - વિષય કુપથ્ય છે, માટે વધારે વિષયની ઈચ્છા થઈ જશે, પણ સંયમ તેનું પથ્ય- તેની દવા છે. આ ઉપરાંત સંજીવની- માનસ કેન્સરને મટાડવાની સંજીવન કઈ છે તેની વાત કરતાં પૂ. બાપુએ કહ્યું કે  - સનત, શનકાદી મુનીઓ અને તુલસીની જેવા ડોક્ટરોની પેનલ બેસીને નીર્ણય કર્યો કે રઘુપતિ ભક્તિ. પણ હું રઘુપતિ ભક્તિનો અર્થ કરતાં કહું કે નાનામાં નાના વ્યક્તિને પ્રેમ કરવો તે રઘુપતિભક્તિ છે. રઘુપતિ ભક્તિ કરતાં લઘુપતિ ભક્તિ કરો. લઘુપતિ કોણ કોણ--માનસમાં ગણિકા,  અજામિલ, વ્યાધ (શિકારી), ગીધ અધમ પક્ષી, આ બધા લઘુપ્રત્યે પ્રેમ કરવો તે રઘુપતિ ભક્તિ છે તેવું કહેવાયું છે. હવેલીના હિંગોળાને હિચકા બધા નાખે પણ કામકરતી મજૂરના બાળકને હિચકો નાખો તે લઘુપતિ ભક્તિ છે.  

સંજીવની પછી ઈવલાજ રૂપ છે તે સંજીવની દવા પીવી. તેની વાત કરતાં કહ્યું કે - અનુપાન ભક્તિ છે પણ તેને શ્રદ્ધાથી કરવામાં આવે. અશ્રદ્ધા નહીં પણ મૌલિકશ્રદ્ધા. તે મનોરોગ મટી શકે છે. આ રીતે ભલિભાતી રોગનો ઉપાય થઈ શકે છે બાકી કોટી ઉપાય કરો આ મનોરોગને જન્મજન્માંતર સુધી નીકાળવા ખૂબ કષ્ટરૂપ છે.

ઈલાજ પછી થતાં શરીરના ફેરફાર....

કોઈ રોગ ન રહે તેનું પ્રમાણપત્ર છે મનમાં વિરાગ વધવા લાગે. વૈરાગ્ય મોટું બળ છે.  ફરિયાદ દેનાર દાદ દેવા લાગે. કોઈની આગળ વધે છે તે આનંદ થાય, તેનું મન નિરોગી થવા લાગે છે. મનોરોગ સારા થાય એટલે ભૂખ લાગે તે સદવૃત્તિની ભૂખ લાગે છે, સુમતિનું ભાન થવા લાગે છે. જ્યાં સુમતિ વધે ત્યાં સંપત્તિ વધારે આવે છે અને જ્યાં કુમતિ વધે ત્યાં આપત્તિઓ આવે છે. વિષયની ઈચ્છાની દુર્બળતા ઓછી થઈ જાય. વિમળજ્ઞાન રૂપી જળમાં સ્નાન કરાય, ત્યારે રામરૂપી ઔષધી નસનસમાં લાગી જાય. આટલું થાય તેને રામપદ પ્રાપ્ત થાય છે.

કથાપ્રવાહ...

રામચરિત માનસમાં રામજન્મ પછી કથાના આઠમા દિવસે રામ જનકપૂરીમાં આવ્યા હતા. કથાના નવમા અને આખરી દિવસે રામ-સીતાના વિવાહ સમયના ધનુષ્યભંગ પ્રસંગને વ્હાલપૂર્વક લડાવીને રજૂ કર્યું અને આ પ્રસંગ પર પૂરી કથા કરવાની ઈચ્છા પણ છેલ્લે પૂ. બાપુએ વ્યક્ત કરી હતી. વિવાહના પ્રસંગની વાત કરતાં સીતા વીદાય કરાવી ત્યારે પૂ. બાપુની ભાવયુક્ત શૈલીએ ભાવકોના આંખમાં આંસુ લાવી દીધા હતા અને સંતને છાજે તે રીતે વાત કરતાં કહ્યું કે - તમારા ઘરે કોઈ દિકરી પરણીને આવે ત્યારે કૌશલ્યા બનજો કથાની મને આ દક્ષિણા આપજો.

રામકથાને સંક્ષેપમાં લેતા રામના રાજ્યાભિષેક સુધીની કથા કરી તુલસીના અંતિમ શબ્દો સાથે કથાને વિરામ આપ્યો અને કહ્યું કે -
 'પાયો પરમ વિશ્રામ' આ રીતે, કથાનું ભાવયુક્ત સમાપન થતાં, પ્રસાદ લઈ શ્રોતાઓ સ્વ-શોધ, પર-સેવા અને પરમતત્વના સ્મરણ સાથે  ઈશુના નવા વર્ષે રામાયણજીને મીણબત્તીથી આરતી કરી સૌએ વિદાય લીધી હતી.

પૂ. મોરારી બાપુની મરમ વાણી...

- હું થાકી ગયો મને જેટલા મળ્યા તે ઊંધા જ મળ્યા, તેને કોઈને કોઈ 'રોગી' મળ્યા છે. કોક સદગુરુને મળો કે જે તમારી સર્જરી કરી દે.

- પુરુષોત્તમ ઉપાધ્યાયની સૂરની સાંજને યાદ કરી પૂ. બાપુએ કહ્યું - આપણે તો જવું હતું એક મેકના મન સુધી તે ગની દહીવાલાનું દાર્શનિક દર્શન છે.

- મારું નામ વક્તા તરીકે નહીં રાખો, મને શ્રોતા તરીકે રાખો.

- અમદાવાદ અને અમદાવાદના કાર્યક્રમો. પુરુષોત્તમ ભાઈના પ્રોગ્રામમાંથી ઉઠવું પડ્યું તે કરવત મુકાવા જેવું થયું. હું બીજું શું કહું પ્રણામ કરું છું પુરુષોત્તમ ભાઈ.

- આપણી યાત્રા માનવી માનવી સુધી પહોંચવી જોઈએ. માનવીનું મન મળવું જોઈએ. હાથ મેળવવા વાળા દીલ મેળવી લે તો દુનિયાભરની સમસ્યા ઉકલી જાત.

- આ અનુષ્ઠાન પ્રેમ અનુષ્ઠાન છે.

- તુલસીનો પ્રયાસ છે કે હરેકને માનવતાનું રૂપ મળે.

- મંદિર તેનું બને જે પ્રથમ કૈકયને મળે. વનમાં જવાની જ્યાંથી શરૂઆત થાય ત્યાં જ અંત લાવે છે ભગવાન રામ.

- સત્તા સતની પાસે આવે છે અને સત્ય અને સત્તાનું મિલન એક સંત કરાવી શકે.

- તુલસી ઈચ્છતા હતા કે સમાજમાં સંવાદ થાય.



  • પૂ. મોરારિ બાપુની સંપૂર્ણ કથા  માણો એક ક્લિક પર દરેક દિવસનો આંખે દેખ્યો અહેવાલ જાણો....


મોરારિબાપુએ જણાવ્યા દુઃખના ચાર કારણો


બાપુની રામ કથાનો ત્રીજો દિવસ, જાણો 'કામ'ના પાંચ લક્ષણ


12.12.12.ના વિનાશ થશે કે કેમ? વાંચો,શું કહ્યું મોરારિબાપુએ


મહારોગને મટાડવા માટે મોરારિબાપુએ જણાવી છ રીત


આવા 14 વ્યક્તિ જીવિત હોય તો પણ મરેલા માનવાઃ પૂ. બાપુ


...અને બાપુ સાતમા દિવસે કથાપ્રવાહને ન વધારી શક્યા આગળ


31 ડિસેમ્બરની ઉજવણી અને પાર્ટી વિશે પૂ. બાપુનો જવાબ


‘‘મારી રામ કથા કુબાથી ક્લબ સુધીનો સેતુબંધ બાંધે છે’’ પૂ. બાપુ



******





*******



1 comment:

  1. જ્ઞાન સભર અને હૃદયસ્પર્શી લખાણ,જેટલી વાર વાંચીએ એટલી વાર મંથન થાય.

    ReplyDelete