Translate

Search This Blog

Saturday, January 12, 2013

વેદ, વિઝન ને વિવેકાનંદ


વેદ, વિઝન ને વિવેકાનંદ

Read full article at Sandesh - Leading Gujarati daily


વિશેષ - તેજસ વૈદ્ય

  • સ્વામી વિવેકાનંદની દોઢસોમી જન્મજયંતી ઉજવાઇ રહી છે. વિવેકાનંદની વિશેષતા એ હતી કે તેમની પાસે હિન્દુસ્તાનના વિકાસનું વિઝન હતું. એથીય વિશેષ વાત એ કે એ વિઝનના પાયામાં ભૌતિક વિકાસ હતો. એ વિકાસ માટે ધર્મ અને અધ્યાત્મનો રચનાત્મક ઉપયોગ થાય એ માટે તેઓ પ્રયાસરત હતા. 



  • લીંબડીના અખાડામાં વિવેકાનંદને કોણે પૂરી દીધા હતા ?




  • વિવેકાનંદ ઉપરાંત વીરચંદ ગાંધીનું વ્યાખ્યાન      




  • જમશેદજી તાતાએ ૨૩ નવેમ્બર, ૧૮૯૮ના રોજ વિવેકાનંદને લખેલો પત્ર


પ્રિય સ્વામી વિવેકાનંદ,
જાપાનથી શિકાગો યાત્રા દરમ્યાન તમારી સાથે હતા એ તમારા આ સહયાત્રી વિષે કદાચ તમને યાદ હશે. તમે એવી ચર્ચા કરી હતી કે ભારતની ત્યાગપ્રવૃત્તિને નષ્ટ ન થવા દેતાં તેનો રચનાત્મક દિશામાં પ્રયોગ થવો જોઇએ.

હું તમને રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ ફોર ઇન્ડિયા યોજના સંદર્ભે લખી રહ્યો છું. એના વિષે તમે માહિતગાર હશો જ. ભારતની સંન્યાસી પ્રવૃત્તિનો ઉપયોગ દેશમાં મઠો તેમજ રહેણાક સ્થાનોના નિર્માણમાં થવો જોઇએ. જ્યાં લોકો જીવન જરૂરિયાતની સગવડ મેળવી શકે તેમજ પોતાનું જીવન વિજ્ઞાન અને શિક્ષણની પ્રગતિ માટે સર્મિપત કરી શકે. મારી સલાહ છે કે આવા સંન્યાસીઓના ઉદય માટે ધર્મયુદ્ધ પ્રારંભ કરવા માટે યોગ્ય નેતાની જરૂર પડશે. આપણી બંનેની માતૃભૂમિનું ગૌરવ તથા સંન્યાસવૃત્તિ અને વિજ્ઞાનની શોભા એ કાર્યથી વધશે. વિવેકાનંદ કરતાં વધારે યોગ્ય સેનાપતિ આ સંગ્રામ માટે કોણ હોઈ શકે? તમે આ દિશામાં થોડું વિચારશો? આ વિષે એક પ્રભાવશાળી રૂપરેખા બંધાવી જોઇએ જેથી લોકોને આ વિષયમાં જાગૃત કરી શકાય.


લિ. જમશેદજી તાતા

tejas.vd@gmail.com

No comments:

Post a Comment