કળિયુગ તો હરિનામ લેવાની મોસમ છે
(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)
Continue reading full article at Sunday Bhaskar.
- હરિ ભજનથી માણસનું ચિત્ત શુદ્ધ બને છે. તુલસીદાસજી તો ત્યાં સુધી કહે છે કે કોઇ વ્યક્તિ કળિયુગમાં હરિનું નામ મુખથી લે છે તો સ્વયં નામ ધ્યાન બની જશે. યજ્ઞ પણ થઇ જશે. સમય મળે ત્યારે હરિનું ભજન કરો
- રામચરિતમાનસમાં તુલસીદાસજીએ મંત્રનામનો મહિમા ખૂબ જ ગાયો છે. સ્વયં ભગવાન રામ કરતાં વધારે રામનામનો મહિમા છે.
- હરિનું વર્ણન કરતા તુલસી રામચરિતમાનસમાં લખે છે:
બિનુ પદ ચલઇ સુનઇ બિનુ કાના
કર બિનુ કરમ કરઇ બિધિનાના
આદિ અંત કોઉ જાસુ ન પાવા
મનિ અનુમાનિ નિમગ અસ ગાવા
- રામતત્ત્વથી કોઇ વ્યાપક નથી. હું અહીંયાં રામનું વ્યાપક અર્થમાં દર્શન કરું છું. રામને તમે કૃષ્ણ પણ કહી શકો છો. શિવ પણ કહી શકો. દુર્ગા પણ કહી શકો. અરે, મારા રામને અલ્લાહ પણ કહી શકો છો.
- સત્ય એટલે આપણું બચપન છે. બાળકને આપણે ઇશ્વર સ્વરૂપ માનીએ છીએ. જ્યાં સત્ય હશે ત્યાં રામ હશે. રામતત્ત્વ નિર્દોષ, પવિત્રમ્ તત્ત્વ છે પછી પ્રેમ એ આપણી જુવાની છે. માણસ યુવાન થાય એટલે પ્રેમની અભિવ્યક્તિ શરૂ થાય છે. જ્યારે કરુણા એ માણસની પ્રૌઢતા છે, પરિપક્વતા છે. કરુણા જે વ્યક્તિ પાસે હોય છે એ વ્યક્તિ આપણને પાકેલો લાગે છે. જીવનની કોઇપણ પરિસ્થિતિમાં કદાચ કોઇ એકાદ મંત્ર પકડાઇ જશે તો વ્યક્તિગત જીવનમાંથી વૈશ્વિક જીવન બની જશે. જીવનને સમજો અને જીવનને જાણીને આગળ વધો. કલિયુગમાં હરિમંત્ર પકડાઇ જાય એ સારી વાત છે. એના સિવાય આજે ઘણા મંત્રો આપણે સમજવાની જરૂર છે. બીજાને ઉપયોગી થવું એ પણ મંત્ર છે. જય સીયારામ'
(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)
Continue reading full article at Sunday Bhaskar.