Translate

Search This Blog

Wednesday, March 12, 2014

હનુમાન ચાલીસા મનોરોગનું સમાધાન કરે છે, માનસદર્શન, મોરારિબાપુ

હનુમાન ચાલીસા મનોરોગનું સમાધાન કરે છે



  • તુલસીદાસજીએ માનસરોગ વિશે આખું પ્રકરણ લખ્યું છે. હનુમાનજી જેવા માનસશાસ્ત્રી આપણને કોઇ મળશે નહીં. હનુમાનજી તો આપણા મનની પરખ છે.


  • ભજનાનંદી વ્યક્તિ ભજન કરતાં-કરતાં પોતાની આંતરચેતનામાં ડૂબવા લાગે છે ત્યારે એનો દેહ સ્વયં ભજન થઇ જાય છે.



  • સ્વામી રામર્તીથને જ્યારે પૂરણસિંહ સ્પર્શ છે ત્યારે એમના રોમેરોમમાંથી 'રામ રામ’ શબ્દ નીકળ્યો હતો. 



  • જે વ્યક્તિ વ્યવહારુ હશે એની અંદર રોગ હશે નહીં. હનુમાન ચાલીસામાં તો બહુ સ્પષ્ટ કહ્યું છે કે,

'નાસૈ રોગ હરે સબ પીરા Ð
જપત નિરંતર હનુમંત બીરા’



  • હનુમંતતત્ત્વ બતાવવાથી જ રોગ જાય છે. 



  • પરંતુ હનુમાનજીના સ્મરણથી માનસિક રોગોનો ઇલાજ થઇ જાય છે.



  • જો હૃદયથી શ્રદ્ધા રાખીને હનુમાન ચાલીસા કરવામાં આવે તો હનુમાનજી શું આપતા નથી? માણસ બધી જ રીતે માલામાલ થઇ જાય છે. બીજું કે હનુમાનજીનો આશ્રય કરવાથી માનવીની કામનાઓ ઓછી થઇ જાય છે. જીવનમાં ક્રોધ, લોભ, દ્વેષ, ઇષ્ર્યા ઓછી થઇ જાય છે. આજે આપણી દશા કેવી છે કે આપણે ઉપરથી ખૂબ સારા લાગીએ છીએ પણ અંદરથી એની ગડમથલ હોય છે. મને જાવેદ અખ્તર સાહેબનો એક શેર યાદ આવે છે.

'પુર સૂકુન લગતી હૈ કિતની જીલ કે પાની પે બત
પૈરો કી બેતાબિયાં પાની કી અંદર દેખિયે.’


(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)


મોરારિબાપુ

Continue reading at Sunday Bhaskar.



Wednesday, March 5, 2014

બીજાના પ્રભાવમાં નહીં પોતાના સ્વભાવમાં જીવો, માનસદર્શન, મોરારિબાપુ

બીજાના પ્રભાવમાં નહીં પોતાના સ્વભાવમાં જીવો



  • તમે કોઇ પણ કાર્ય કરો એ કાર્ય સરળ સ્વભાવથી કરો. પછી એ ધંધાકીય હોય, સામાજિક હોય કે સેવાકીય હોય. સરળ સ્વભાવથી કરેલું કાર્ય આનંદ આપશે.



  • 'સરલ સુભાવ ન મન કુટિલાઇ
  • જથા લાભ સંતોષ સદાઇ ’



  • મનમાં જરાય કુટિલતા ન હોય. બિલકુલ મન પવિત્ર હોય, જે પણ પરિસ્થિતિમાં આપણે હોઇએ એમાં આપણને સંતોષ હોવો જોઇએ. આવી રીતે ત્રણ ભાગમાં વાત કરી છે પણ મને આ ચોપાઇમાં મુખ્યભાવે તો સરળ સ્વભાવની વાત ગમે છે કારણ કે જે પણ વ્યક્તિમાં સ્વભાવ સરળ હશે એના મનમાં કુટિલતા ક્યારેય રહેતી નથી. વ્યક્તિના મનમાં કુટિલતા હોવી એ સ્વભાવ સરળ નથી એનું પ્રમાણ છે અને જ્યાં સ્વભાવ સરળ છે ત્યાં જે પણ લાભ મળશે એમાં જ સંતોષ થઇ જશે. વ્યક્તિ કોઇપણ પરિસ્થિતિમાં હશે એમાં ગમે તે રીતે સંતુષ્ટભાવનો અનુભવ કરી શકશે. મારું તો દરેકને નિવેદન છે કે તમે કોઇપણ કાર્ય કરો એ કાર્ય સરળ સ્વભાવથી કરો. પછી એ ધંધાકીય હોય સામાજિક હોય કે સેવાકીય હોય.



  • સરળ સ્વભાવથી કરેલ કાર્ય આનંદ આપશે. 



  • એ પુસ્તિકામાં પ્રસાદનો અર્થ એટલો જ હતો કે 'પ્ર’ એટલે પ્રભુ જ્યારે 'સા’નો અર્થ કર્યો હતો સાક્ષાત્ અને છેલ્લે 'દ’નો અર્થ લખ્યો હતો દર્શન. પ્રભુનાં સાક્ષાત્ દર્શન એટલે પ્રસાદ. 





  • જે વ્યક્તિ પોતાના સ્વભાવમાં જીવે છે એને ક્યારે કોઇ મુશ્કેલી ઊભી થશે નહીં. તો સ્વભાવ સરળ હશે તો વ્યવહાર પણ સરળ બનશે અને વ્યવહાર સરળ બની જશે પછી તો મનની કુટિલતા એની મેળે છૂટી જશે. જેની કુટિલતા છૂટી જશે એ જ મોટો જીવનમાં લાભ છે અને એ લાભ પણ કેવો? સદાય સંતુષ્ટ કરનારો લાભ હશે જેના કારણે વ્યક્તિ સંતુષ્ટ બની જશે. લોકો બીજાના સ્વભાવને સુધારવા માટે અસંખ્ય પ્રયોગો કરતા હોય છે. એના કરતાં પોતે પોતાનો સ્વભાવ સરળ બનાવીને બીજાનો સ્વભાવ સમજવાની કોશિશ કરે એવી શક્તિ આપજે. જયસીયારામ'

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)



મોરારિબાપુ

Continue reading at Sunday Bhaskar.