Translate

Search This Blog

Tuesday, April 22, 2014

ગૌશાળા, ભોજનશાળા અને પાઠશાળા, માનસદર્શન, મોરારિબાપુ

ગૌશાળા, ભોજનશાળા અને પાઠશાળા



  • દરેક ગામમાં એક ગૌશાળા, એક ધર્મશાળા, એક વ્યાયામશાળા, એક ભોજનશાળા અને એક પાઠશાળા હોવી જોઇએ. જેનાથી આપણાં મૂલ્યો અને સંસ્કૃતિ બચી શકશે. વિકસિત અને શિક્ષિત ગામનાં આ લક્ષણ છે.




  • સ્વર્ગમાં જે ગાય વસે છે એને ક્યારેય દોહવી પડતી નથી




  • આઝાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ જ્યારે સોમનાથની પ્રાણપ્રતિષ્ઠા વખતે સોમનાથ ભગવાનની પૂજા કરવા માટે સોમનાથ આવ્યા ત્યારે તત્કાલીન પ્રધાનમંત્રીએ થોડો રાષ્ટ્રપતિનો વિરોધ કર્યો કે આપ ભારતના રાષ્ટ્રપતિ છો. કોઇ એક ધર્મની વિધિમાં આપ જાવ એ બરાબર ન કહેવાય. અન્ય ધર્મના લોકો શું વિચારે છે. ત્યારે રાષ્ટ્રપતિએ જવાબ આપ્યો હતો કે હું રાષ્ટ્રપતિ હમણાં બન્યો છું. ભારતનો નાગરિક પહેલાંથી જ છું. હું રાષ્ટ્રપતિ છું એ બરાબર છે પણ એક માણસ તરીકે પૂજા કરું એ મારી ફરજ છે. રાષ્ટ્રપતિ બનવાથી માણસ મટી જવાતું નથી. મારે પણ એક પોતાનો ધર્મ છે. આ વાતને લઇને થોડો મતભેદ થયો હતો. સાધુની પસંદગી કોઇ કરતું નથી. સાધુ તો સ્વયં એક આદર્શ લઇને આવે છે.



મોરારિબાપુ
rameshwardashariyani@gmail.com

Read full article at Sunday Bhaskar.






No comments:

Post a Comment