Translate

Search This Blog

Saturday, July 18, 2015

માનસ ધર્મ રથ

રામ કથા

માનસ ધર્મ રથ

કેન્યા

શનિવાર, તારીખ ૧૮-૦૭-૨૦૧૫ થી રવિવાર, તારીખ ૨૬-૦૭-૨૦૧૫


મુખ્ય પંક્તિ


सुनहु सखा कह कृपानिधाना      |   

जेहिं जय होइ सो स्यंदन आना     ||

.......................................................................................લંકાકાંડ ............૬/૭૯/૪



सखा धर्ममय अस रथ जाकें     | 

जीतन कहँ न कतहुँ रिपु ताकें     ||

........................................................................................લંકાકાંડ...............૬/૭૯/૧૧


શનિવાર, તારીખ ૧૮-૦૭-૨૦૧૫

કુરૂક્ષેત્રનું યુદ્ધ ભગવદગીતા પ્રદાન કરવાનું બહાનું છે.

લંકાકાંડનું રામ રાવણનું યુદ્ધ એ આપણને ધર્મરથ દર્શાવવા માટેનું બહાનું છે.

અસ્તિત્વ બહાનું શોધે છે.

પરમને, નિરાકારને સાકાર કરવાનું બહાનું બાલકાંડમાં છે.

નવ પ્રકારની ભક્તિ કરવાની વિધાનું બહાનું અરણ્યકાંડમાં છે.

હનુમંત દર્શનનું બહાનું કિષ્કિન્ધાકાંડ છે.

સીતા - ક્ષમા, શાંતિ ની શોધનું બહાનું સંદરકાંડ છે.

ઉત્તરકાંડ એ કાગભૂષંડીનું વૈજ્ઞાનિક દર્શન પ્રસ્તુત કરવાનું બહાનું છે.

દરેકને પોતાની સીતાની શોધ છે.

અસલી ભક્તિ અગ્નિમાં જ રહે જ્યારે નકલિ ભક્તિ આકાશમામ ઊંડે છે.

કાલની ચિંતા ન હોવી જોઈએ પણ કાલની ઉત્સુકતા હોવી જોઈએ.

નફરત કરવી હોય તો સાવધાન રહેવું પડે, નહીં તો નફરત કરતાં કરતાં મહોબત થઈ જાય.

સત્ય, પ્રેમ, કરૂણાનું ગુરુત્વાકર્ષણનું બળ સમગ્ર ભ્રહ્માંડમાં વ્યાપ્ત છે.

કુરૂક્ષેત્રના યુદ્ધમાં થયેલ સંહાર કરતાં આ દરમ્યાન ઉદ્‌ભવેલ ભગવદગીતા દ્વારા થયેલ ઉદ્ધાર વધારે છે.

સંશય, સમાધાન અને શરણાગતિ એ ત્રણ સાધકનાં કેન્દ્ર બિંદુ છે.

રામ સ્વયં ધર્મ રથ છે, ધર્મ પુરૂષ છે.

શૌર્ય અને ધૈર્ય એ બે ધર્મરથનાં પૈંડાં છે.


रावनु रथी बिरथ रघुबीरा        । 

देखि बिभीषन भयउ अधीरा      ॥

अधिक प्रीति मन भा संदेहा     । 

बंदि चरन कह सहित सनेहा     ॥

नाथ न रथ नहि तन पद त्राना     । 

केहि बिधि जितब बीर बलवाना    ॥

सुनहु सखा कह कृपानिधाना      ।


जेहिं जय होइ सो स्यंदन आना     ॥

सौरज धीरज तेहि रथ चाका        । 

सत्य सील दृढ़ ध्वजा पताका      ॥

बल बिबेक दम परहित घोरे        । 

छमा कृपा समता रजु जोरे        ॥

ईस भजनु सारथी सुजाना         । 

बिरति चर्म संतोष कृपाना        ॥

दान परसु बुधि सक्ति प्रचंडा      ।

बर बिग्यान कठिन कोदंडा         ॥

अमल अचल मन त्रोन समाना      । 

सम जम नियम सिलीमुख नाना    ॥

कवच अभेद बिप्र गुर पूजा          । 

एहि सम बिजय उपाय न दूजा       ॥

सखा धर्ममय अस रथ जाकें         । 

जीतन कहँ न कतहुँ रिपु ताकें      ॥

दोहा :
महा अजय संसार रिपु जीति सकइ सो बीर           ।

जाकें अस रथ होइ दृढ़ सुनहु सखा मतिधीर          ॥

सुनि प्रभु बचन बिभीषन हरषि गहे पद कंज          ।

एहि मिस मोहि उपदेसेहु राम कृपा सुख पुंज         ॥

રવિવાર, ૧૯-૦૭-૨૦૧૫

શબ્દ બ્રહ્મ છે તેમજ ભ્રમ પણ છે.

ભગવાને પક્ષીને પાંખ આપી છે અને છતાંય પગ પણ આપ્યા છે.

પાંખ આવ્યા પછી પણ પગ જમીન ઉપર રાખવા જોઈએ.

વિચાર બેધારી તલવાર છે. .......લાઓત્સુ

વિચાર યોગ્ય ચાલે તો બુદ્ધ બની જવાય અને જો વિચાર અયોગ્ય ચાલે તો યુદ્ધ થઈ જાય.

અધિક પ્રીતિનાં ત્રણ કેન્દ્ર બિંદુ છે, માતા અને સંતાન વચ્ચેની પ્રીતિ, મિત્ર મિત્ર વચ્ચેની પ્રીતિ અને ભક્ત ભગવાન વચ્ચેની પ્રીતિ. 

અધિક પ્રીતિ સંદેહ પેદા કરે છે.

અભય સત્ય વિના ન આવે.

રાવણ સ્વયં મોહ છે જ્યારે કુંભકર્ણ અહંકાર છે.

અહંકારી વ્યક્તિ નિષ્ક્રિય રહે.

શૌર્ય અને ધીરજ એ બે ધર્મ રથનાં બે પૈંડાં છે.

ધર્મ રથ ગુરૂમુખી છે.

ધર્મ રથનાં બે પૈંડામ વચ્ચે રહેલ ધરી નિષ્ઠા છે.

બે પૈંડાં વચ્ચેની ધરી ફરવી ન જોઈએ જ્યારે પૈંડાં ગતિ કરતાં હોવાં જોઈએ.

નિષ્ઠા સ્થિર, મક્કમ હોવી જોઈએ.

...................................................................................................................................................................

બોલો ભાઇ ! બંગલા બોલો…..

હૈયાની હાટડી ખોલો….

ભાળેલું જીભથી ભાખો !

રુદામાં ન સંઘરી રાખો…. 

કવિને બંગલાએ આપેલો જવાબ પણ સૂચક છે.

‘કાગ’ કે આખર બંગલો બોલ્યો,

સૂણવામાં નથી સાર….

ઈશ્વર કોઇને આપીશમા,

આવા બંગલાનો અવતાર….

હેમાળાના મારગે જાવું,

નાની એવી ઝુંપડી થાવું….

Read More at its Source Link


...................................................................................................................................................................

સોમવાર, તારીખ ૨૦-૦૭-૨૦૧૫

ધર્મમાં પરમ સ્વતંત્રતા હોવી જોઈએ.

ધર્મ, અર્થ અને કામથી વિમુક્ત સ્થિતિ એ જ મોક્ષ છે.

મોક્ષ એટલે મોહનો ક્ષય, ધર્મના મોહનો ક્ષય, અર્થના મોહનો ક્ષય અને કામના મોહનો ક્ષય એ મોક્ષ છે.
એકાગ્રતા અને એકાંત એ બેમાં ફરક છે.

એકાગ્રતામાં કોઈ એકની અગ્રતા છે, કોઈ એક છે, કોઈ એક બચેલો છે.

એકાંતમાં તો એકનો પણ અંત થઈ જાય છે.

બુદ્ધપુરુષ આપણા દ્વૈતને ઝુટવી લે છે.

જે કોઈનો પણ દ્વૈષ ન કરે અને કોઈ પાસેથી કોઈ જ અપેક્ષા ન રાખે તે નિત્ય સંન્યાસી છે.   ........... ગીતા
_________________________________________________________________________________


न मे मृत्युशंका न मे जातिभेद:
पिता नैव मे नैव माता न जन्म |
न बंधू: न मित्रं गुरु: नैव शिष्यं
चिदानंद रूप: शिवोहम शिवोहम ||5||




_________________________________________________________________________________


તવ કથામૃતં તપ્તજીવન કવિભિરીડિતં કલ્મષાપહમ્ l
શ્રવણમઙગલં શ્રીમદાતતં ભૂવિ ગ્રણન્તિ તે ભૂરિદા જનાઃ ll







શ્રવણ કીર્તન વિષ્ણો સ્મરણાં પાદસેવનમ્
અર્ચનં વંદનં દાસ્યં સખ્યમાત્મ નિવેદનમ્

_________________________________________________________________________________


यस्यांके  च  विभाति  भूधरसुता  देवापगा  मस्तके
भाले  बालविधुर्गले  च  गरलं  यस्योरसि  व्यालराट्।
सोऽयं  भूतिविभूषणः  सुरवरः  सर्वाधिपः  सर्वदा

शर्वः  सर्वगतः  शिवः  शशिनिभः  श्री  शंकरः  पातु  माम्‌1


મંગળવાર, ૨૧-૦૭-૨૦૧૫


ત્રણ રથ છે, (૧) વિવાહનો રથ (૨) વિહારનો રથ અને (૩) વૈરાગ્યનો રથ.
ધર્મ રથના ચાર ઘોડા બળ, વિવેક, દમ અને પરહિત છે. અને આ ઘોડાઓ ક્ષમા, કૃપા અને સમતાથી બંધાયેલા છે.
આપણી ઈન્દ્રીયો એ ઘોડા છે અને બુદ્ધિ તેની સારથી છે, મન લગામ છે, આત્મા રથી છે.
વિજ્ઞાન ધર્મથી દીક્ષિત થયેલ હોવું જોઈએ. વિજ્ઞાન વિશુદ્ધ હોવું જોઈએ.
બુદ્ધિ કુસમ્ગથિ બગડે, તેમજ ભ્રમથી પણ બગડે.
આપણો સંદેહ પણ ઉધાર છે પછી વિશ્વાસની તો વાત જ ક્યાં છે?
બળની પાછળ વિવેક હોય તો જ બળનો સદઉપયોગ થાય.
દમના (દમન, તપસ્યા) ઘોડા પાછળ પરહિતનો ઘોડો હોવો જોઈએ.
તપથી કે દમનથી સિદ્દિ મળે તો તે સિદ્દિનો ઉપયઓગ પરહિત માટે કરવો જોઈએ.
ધર્મ રથના દરેક ઘોડાને ચાર પગ - ચરણ છે અને બે બે આંખો છે.
બળ રૂપી ઘોડાના ૪ ચરણ જ્ઞાન, ભાવ, વિજ્ઞાન અને સંવેદના છે.
જ્ઞાન બળના ચરણ પાછળ ભાવ બળનું ચરણ - પ્રેમ ભાવનું ચરણ હોવું જોઈએ.
વિચાર પાછળ ભાવ - પ્રેમ હોવો જોઈએ.
પરમ અવ્યવસ્થાનું નામ પરમાત્મા છે.
સંવેદનાહિન વિજ્ઞાન સામાજીક પાપ છે. ........ ગાંધીજી
નીતિ અને રીતી એ બે બળ રૂપી ઘોડાની આંખો છે.
બળનો ઉપયોગ નીતિથી અને રીતીથી કરવો જોઈએ.
ઘણા બળવાન હોય પણ વીર ન હોય.
રાવણ બળવાન છે તેમજ વીર પણ છે.
વ્યસ્તતાથી ત્રસ્ત માનસને નીજતામાં લાવવાની જરૂર છે.
-------------------------------------------------------------------------------------------------------------------------
ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી,
અંતર ઊંડી જે ઈચ્છા રહે, તે તો કેમ તજાયજી… ત્યાગ.

વેશ લીધો વૈરાગ્યનો, દેશ રહી ગયો દૂરજી,
ઉપર વેશ અચ્છો બન્યો, માંહી મોહ ભરપૂરજી… ત્યાગ.

કામ, ક્રોધ, લોભ, મોહનું, જ્યાં લગી મૂળ ન જાયજી,
સંગે પ્રસંગે તે ઉપજે, જ્યારે જોગ ભોગનો થાયજી… ત્યાગ.

ઉષ્ણ રતે અવની ઉપરે, બીજ ન દીસે બહારજી,
ઘન વરસે વન પાંગરે એમ ઈન્દ્રિં વિષે વિકારજી… ત્યાગ.

ચમક દેખીને લોહ ચળે, ઈન્દ્રિય વિષય સંયોગજી,
અણ ભેટે રે અભાવ છે, ભેટે ભોગવશે ભોગજી… ત્યાગ.

ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અર્થજી,
તે વરણી આશ્રમથી, અંતે કરશે અનર્થજી… ત્યાગ.

ભ્રષ્ટ થયો રે જોગ ભોગથી જેમ બગડયું દૂધજી,
ગયું રે દ્યૃત મહિ માખણથી, આપે થયું અશુધ્ધજી… ત્યાગ.

પળમાં જોગી પળમાં ભોગી, પળમાં ગૃહી ને ત્યાગીજી,
નિષ્કુળાનંદ કે એ નરનો, વણ સમજ્યો વૈરાગ્યજી… ત્યાગ.

No comments:

Post a Comment