ભરતનો આદર્શ ગંગા નથી, ગંગામાં નૌકા ચલાવનારો કેવટ છે
કેવટને તુલસીએ પુણ્યપુંજ કહ્યો છે.
(સંકલન : નીિતન વડગામા)
Read full article at Sunday Bhaskar.
- પુણ્યની ઘણી પરિભાષાઓ છે. ‘માનસ’માં સાત પ્રશ્નોમાં પુણ્યની વાત આવી છે. સૌથી મોટું પુણ્ય કયું? તો કાગભુશુંડિજી જવાબ આપે છે - પરમ ધર્મ શ્રુતિ બિદિત અહિંસા.
- તો સૌથી મોટું પુણ્ય અહિંસા. આપણી માનસિકતાને કારણે કોઇને ઠેસ ન પહોંચે, આપણા વચનથી કોઇનું દિલ ન દુભાય અને આપણા કર્મથી કોઇને ધક્કો ન દઇએ એ પુણ્ય છે.
- સૌથી પહેલાં ઘણું બધું સહન કર્યું અહલ્યાએ. અને પારકાઓએ નહીં, પોતાનાઓએ એને ઘણું કષ્ટ આપ્યું છે! ‘માનસ’ને આધારે કહું તો મોટેભાગે તો માતૃશરીરે જ વધારે સહન કરવાનું આવે છે.
- બીજું સહન કર્યું શબરીએ.
- ત્રીજું હદથી પણ વધારે સહન કર્યું કેવટે.
- અને રાજપરિવારમાં જાઉં તો સૌથી વધારે સહન કર્યું છે ભગવતી ઊર્મિલાએ.
- કેવટ તમને હસતો દેખાશે, પરંતુ આ આખી જાતિએ સહન ઘણું કર્યું છે.
- એક સાધુની આંખ સહનશીલતાનું મીટર છે. એ માણસને માપે છે. કોઇ માણસ હસતો હશે તો પણ સાધુની આંખ સમજી જશે કે અંદરથી બહુ રડ્યો છે આ માણસ!
જો બાંટતા ફિરતા થા જમાને કો ઉજાલા,
ઉસ શખ્સ કે દામન મેં અંધેરા ભી બહુત હૈ.
- ‘શાદ’ મુરાદાબાદી
કેવટને તુલસીએ પુણ્યપુંજ કહ્યો છે.
બરસિ સુમન સુર સકલ સિહાહીં.
એહિ સમ પુન્યપુંજ કોઉ નાહીં.
- તો કેવટ પુણ્યપુંજ છે. એના માટે દેવતાઓનું આ પ્રમાણપત્ર નથી, પ્રેમપત્ર છે.
બ્રહ્મભૂત: પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ.
સમ: સર્વેષુ ભૂતેષુ મદભક્તિં લભતે પરામ્.
- હું મારી જવાબદારી સાથે કહું છું કે ભરતનો જો કોઇ આદર્શ હોય તો ગંગા નથી, ગંગામાં નૌકા ચલાવનારો કેવટ એમનો આદર્શ છે.
- ‘બ્રહ્મભૂત’નો એક અર્થ થાય છે બ્રહ્મભાવમાં સ્થિત રહેવું.
- ઉજ્જ્વળ વર્ણના નાગર ગૃહસ્થ નરસિંહ મહેતા આટલાં વર્ષો પહેલાં એક દલિતના ઘરે જઇને ભજન કરી શકે છે!
- ગંગામાં બ્રહ્મ વહે છે અને આ માણસ ચોવીસ કલાક ગંગામાં રહે છે એટલા માટે એ બ્રહ્મભૂત છે.
- પ્રાણીમાત્રમાં જે સમાન દૃષ્ટિ રાખે છે એ પુણ્ય કરી રહ્યા છે. કેવટમાં એ પુણ્ય પણ છે.
- કેવટ સમદર્શી છે.
(સંકલન : નીિતન વડગામા)
Read full article at Sunday Bhaskar.
No comments:
Post a Comment