રામ કથા
માનસ કિષ્કિન્ધાકાન્ડ
અબુ ધાબી (UAE)
શનિવાર, તારીખ ૧૭-૦૯-૨૦૧૬ થી રવિવાર, તારીખ ૨૫-૦૯-૨૦૧૬
મુખ્ય પંક્તિ
आगें चले बहुरि रघुराया।
रिष्यमूक पर्बत निअराया॥
.............................................................४/०/१३
तब निज भुज बल राजिवनैना।
कौतुक लागि संग कपि सेना॥
................................................................४/२९/१२
૧
શનિવાર, ૧૭-૦૯-૨૦૧૬
કિષ્કિન્ધાકાન્ડમાં ૯ સંવાદ છે અને આ સંવાદ આપણા બધા માટે એક મોટો સંદેશ છે.
૧
રામ અને હનુમાન વચ્ચેનો સંવાદ (સ્વામી અને સેવક વચ્ચેનિ સંવાદ)
આજના કાળમાં આ અત્યંત પ્રાસંગિક છે.
પૂ. મોરારી બાપુએ કહ્યું કે, "પ્રવચન એ મહોબત કરવાનું મારા માટે એક માધ્યમ છે. કથાના માધ્યમથી હું આખા વિશ્વને પ્રેમ કરું છું."
આ ૯ સંવાદ બહું સમાધાન કરી શકે તેવા સંવાદ છે.
આગ જો સમસ્યા હોય તો જલ તેનું સમાધાન છે.
રોગનું સમાધાન તંદુરસ્તી છે, આરોગ્ય છે.
મનની સમસ્યાનું સમાધાન મન જ છે.
કિષ્કિન્ધાકાંડ એ ચોથો કાંડ છે, પરમ તત્વ સાથે જોડાવાનો ચોથો ફેરો છે.
જે વ્યક્તિ સંતોષ સાથે રાત્રે સુઈ જાય અને સવારમાં ઉત્સાહ સહ જાગી જાય તો એ વ્યક્તિ આધ્યાત્મિક છે. આ આધ્યાત્મિકતા છે.
નકારાત્મક વિચારોમાંથી સકારાત્મક વિચારોમાં જવું એ આધ્યાત્મિકતા છે.
દિવસ દરમ્યાન વિકાસ કરો અને રાત્રે વિશ્રામ કરો.
આ કાંડના ૯ સંવાદ એ નવિન સંવાદ છે.
૨
રામ અને સુગ્રિવ વચ્ચેનો સંવાદ
આ બે મિત્રો વચ્ચેનો સંવાદ છે, માનસ મિત્રાષ્ટક ઉપર કથા પણ થઈ છે.
૩
વાલી અને તેની પત્ની તારા વચ્ચેનો સંવાદ (પતિ પત્નીનો સંવાદ)
૪
રામ અને વાલી વચ્ચેનો સંવાદ
૫
રામ અને લક્ષ્મણ વચ્ચેનો સંવાદ (ભાઈ ભાઈ વચ્ચેનો સંવાદ)
૬
બંદર ભાલુ અને સ્વયંપ્રભા વચ્ચેનો સંવાદ
૭
બંદર સંપાદિ વચ્ચેનો સંવાદ
૮
જામવંત અને હનુમાન વચ્ચેનો સંવાદ
૯
પોતાના મન સાથેનો સંવાદ
રામ તેમની યાત્રા દરમ્યાન જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી આગળ જ ચાલ્યા છે, પાછા કદી નથી ચાલ્યા.
હંમેશાં લક્ષ્ય પ્રાપ્તિ તરફ જ ચાલવું.
જે નિરંતર આગળ વધે તે જ ભગવાન કહેવાય.
અલખ ની વ્યાખ્યા કરતાં , અ એટલે અમરતા, અમરપદ, લ એટલે લક્ષ્ય અને ખ એટલે ખલક, દુનિયા આમ આખી દુનિયામાં જેનું લક્ષ્ય અમરતા છે તેવો સાધક અલખ છે.
બુદ્ધ પુરૂષના કથનનું પ્રમાણ - શાસ્ત્ર પ્રમાણ ન શોધો. તેના અંતરાઅત્માનું પ્રમાણ પર્યાપ્ત છે.
બેઠેલો વ્યક્તિ ભયભિત હોય. સુગ્રિવ એક જગ્યાએ બેસી રહ્યો છે એટલે તે ભયભિત છે.
કોઈ બુદ્ધ પુરૂષના સાનિધ્યમાં બેસવાથી આપણી નિર્ભયતા વધારો થાય.
વિશેષના ટુકડા થઈ શકે પણ જે શેષ છે તેના ટુકડા ન થઈ શકે.
કોઈ શ્રેષ્ઠ પાસે ભયભિત થઈ બેસવાથી પોતાની નિર્ભયતામાં વધારો થાય.
પ્રસન્નતા જ પરમ પદ છે.
પ્રસન્નતા પરમાત્માનો પર્યાય છે.
પ્રસન્ન ચિતે પરમાત્મા દર્શનમ્ .... આદિ શંકરાચાર્ય ભગવાન
કોઈ ગ્રંથીને છોડવા માટે ઊલટો ક્રમ લેવો પડે.
તુલસીદાસજી કિષ્કિન્ધાકાંડને કાશીનો દરજ્જો આપે છે.
કાશી મુક્તિ દાતા ભૂમિ છે.
રામ ચરિત માનસના પ્રથમ ૬ કાંડ એ સમસ્યા છે જ્યારે સાતમો કાંડ સમાધાન છે, પાયો પરમ વિશ્રામ.
આપણી કુંવારી મતિને, કુંવારી બુદ્ધિને પરમાત્મા સાથે પરણાવવાની છે.
મહાભારતમાં ભીષ્મ પિતામહ કૃષ્ણ પાસે આવું માગે છે.
આપણી પતિને પરમાત્માને સમર્પિત કરવી એ મતિને પરામાત્મા સાથે પરણાવવું છે.
પાદુકા પ્રયત્નથી લઈ ન શકાય પણ કૃપા થાય તો જ પ્રાપ્ત થાય.
૨
રવિવાર, ૧૮-૦૯-૨૦૧૬
પૂ.મોરારીબાપુએ કહ્યુ કે મુંબઇમાં એક વખત એક કાર્યક્રમમાં નાની પાલખીવાલાએ મને પ્રશ્ન કર્યો હતો કે, બાપુ, રામાયણની દ્રષ્ટિએ તમારો મત આપો કે કોની સાથે દયા, અને કોની સાથે દંડ કરાય મેં તરત કહ્યું હતું કે- નિર્બળ સાથે દયા સબળ સાથે દંડથી વર્તાય.
સચિવના લક્ષણો સંદર્ભે બાપુએ સરસ વાત કરી હતી કે- સાચો સચિવ હરિ દર્શન સુધી આપણને લઇ જાય છે હનુમાનજીના રામના સચિવ છે વિભિષણના સચિવ વિવેક છે આપણી જીવનની વિષમ પરિસ્થિતિઓમાં વૈરાગ્ય અને સત્ય એ આપણા આધ્યાત્મિક સચિવ બને તો ધન્ય થવાય.
પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યુ કે આપણે આ કથાના નવ દિવસ દરમ્યાન કરીશું. આ સાત્વિક સંવાદ, પ્રેમ સંવાદ છે હું કથાના માધ્યમથી આખા વિશ્વને પ્રેમ કરૃં છું. પ્રેમ કરવાની આ મારી રીત-પધ્ધતિ છે, હું પ્રવચન નથી કરતો, પણ પ્રેમ કરૃં છું. આપણા જીવનમાં સમસ્યાઓ આવે તો એની સાથે સમાધાનો પણ હોય જ.
આગ-અગ્નિ એ સમસ્યા છે તો પાણી એનું સમાધાન છે રોગની સામે તંદુરસ્તી, ઠંડી સામે ઉષ્ણતા સમાધાન છે એમ આપણા મનની સમસ્યાઓની સામે મન જ સમાધાન છે.એક વાત ખાસ યાદ રાખજો મારા યુવાન ભાઇઓ-બહેનો, આધ્યાત્મિકતાને નવી દ્રષ્ટિથી જુઓ જે માણસ રાત્રે સંતોષ લઇને સૂએ અને સવારે ઉત્સાહથી જાગે તે માણસ આધ્યાત્મિક છે
૩
સોમવાર, ૧૯-૦૯-૨૦૧૬
રામ ચરિત માનસના પ્રત્યેક પ્રસંગમાં ઈતિહાસ છે, આધ્યાત્મ છે; કથ્ય છે, સત્ય છે.
વાલી એ કર્મનું પ્રતીક છે અને સુગ્રીવ એ જીવનું પ્રતીક છે. પ્ર્ત્યેક વ્યક્તિનું કર્મ એ વાલી છે અને જીવ એ સુર્ગીવ છે.
વાલી સુગ્રીવનો પિછો કર્યા કરે છે. એટલે કે આપણાં કર્મ કાયમ આપણો પિછો કર્યા કરે છે. જીવ જ્યાં જાય ત્યામ તેનાં કર્મ જાય છે.
પણ જ્યારે સુગ્રીવ ૠષ્યમૂક પર્વત ઉપરે છૂપાય છે ત્યારે ત્યાં વાલી નથી આવી શકતો.
ૠષ્યમૂક પર્વત એ સતસંગનું પ્રતીક છે. જ્યાં સદવચન, સત સંવાદ થતો હોય એ સતસંગ છે. જીવનોપયોગી કોઈ પણ ચર્ચા સતસંગ છે. આમ સતસંગમાં જવાથી ત્યાં આપણાં કર્મ આવી શકતાં નથી. પણ આપણે જીવના નાતે કાયમ સતસંગમાં રહી શકતા નથી.
બે દિલવાળા મળે તો તે પણ એક મહેફિલ છે.
જેને સુખી થવું છે તેને ઇશ્વર પણ દુઃખી નથી કરી શકતો અને જેને દુઃખી જ થવું છે તેને ઈશ્વર પણ સુખી નથી કરી શકતો.
આપણા બધા જ દુર્ગુણ કમજોર જ હોય છે પણ આપણે તેને પુષ્ટ કરીએ છીએ.
ઈર્ષા છોડવી એ સત્યને પકડવા સમાન છે, નીંદા છોડવી એ પ્રમને પકડવા સમાન છે અને દ્વૈષ છોડવો એ કરૂણાને પકડવા સમાન છે.
જીવ પાસે ઈચ્છા છે પણ તેને પૂર્ણ કરવા માટે સામર્થ્ય નથી અને ઈશ્વર પાસે સામર્થ્ય છે પણ ઈચ્છા નથી.
કથા ઈચ્છા અને સામર્થ્યનો મેળાપ કરાવે છે.
સુગ્રીવ અને રામનો મેળાપ કરાવનાર હનુમાન છે અને હનુમાન એ બુદ્ધ પુરૂષ છે.
જો કોઈનામાં કોઈ જ ઇચ્છા ન હોય, કોઈ જ વિષય ભોગ પ્રત્યે આકર્ષણ ન હોય અને જો તે અભય હોય તો તેના માટે ગુરૂની જરૂર નથી. પણ આપણા જેવા માટે ગુરૂ આવશ્યક છે.
કારણ કે આપણે ઇચ્છાઓ રાખીએ છીએ, વિષય ભોગ પ્રત્યે આકર્ષણ હોય છે તેમજ આપણે ભયભીત હોઇએ છીએ, અભય નથી તેથી આપણા માટે ગુરૂ આવશ્યક છે.
સદગુરૂ ઉપર બધું જ છોડી દો અથવા સદગુરૂને છોડી દો.
પુરેપુરો પરિચય મેળવ્યા પછી જ ચરણ પકડવા.
ભજનના ૩ ઉપાય છે, ૧ જાણકારી ૨ ભરોંસો અને ૩ પ્રેમ.
શ્રી હનુમાનજીના હૃદયમા મંદિર છે અને તેમા શ્રી રામ ભગવાન નિવાસ કરે છે
આપણા અંતરાત્માને પૂછીને કોઇપણ કામમા આગળ વધવુ જોઇએ
કોઇના હૃદયમા જે વ્યકિત બિરાજમાન થાય તેના ચરણ કેવા કોમળ હશે ? તેથી જ ભકિત પથ ઉપર નમ્રતાથી આગળ વધવુ જોઇએ.
માનસમાં હનુમાનજીએ ભજનના ઉપાયો બતાવ્યાં છે. ત્રણ ઉપાયો છે (૧) પૂર્ણ જાણકારી (૨) ભરોસો અને (૩) પ્રેમ મારા યુવાન ભાઇઓ-બહેનોને ખાસ કે આ ત્રણ ઉપાય ભજન માટે અને એમાં ય વિશેષ તો ભરોસો અત્યંત મહત્વનો છે.
કિષ્કિન્ધાકાંડમાં સુગ્રીવ-હનુમાન, રામ-હનુમાન અને વાલી-તારાના સંવાદને બાપુએ વિસ્તારથી સમજાવ્યા હતા.એમાં ય ખાસ તો હનુમાનજીનો પ્રવેશ.
ઘણા લોકો ખૂબ તપ કરે, કઠોર તપસ્યા કરે, શરીરને હાડપીંજર કરી નાખે, તમે શ્રીમદ રાજચંદ્ર-કૃપાલદેવની છબી જોઇ હશે,એમણે તપ કરીને શરીરને અતિ કૃશ કર્યુ હતું.
ભગવાન બુધ્ધે પણ પ્રારંભે ખૂબ આકરૂં તપ કર્યુ પણ પાછળથી એને પણ સમજાયું કે શરીરને કષ્ટ આપવું એ વ્યર્થ છે.
રામચરિત માનસમાં આવેલ મિત્રાષ્ટકની સંલગ્ન પંક્તિઓ અને તેનો અનુવાદ.
जे न मित्र दुख होहिं दुखारी।
तिन्हहि बिलोकत पातक भारी॥
निज दुख गिरि सम रज करि जाना।
मित्रक दुख रज मेरु समाना॥1॥
जिन्ह कें असि मति सहज न आई।
ते सठ कत हठि करत मिताई॥
कुपथ निवारि सुपंथ चलावा।
गुन प्रगटै अवगुनन्हि दुरावा॥2॥
देत लेत मन संक न धरई।
बल अनुमान सदा हित करई॥
बिपति काल कर सतगुन नेहा।
श्रुति कह संत मित्र गुन एहा॥3॥
आगें कह मृदु बचन बनाई।
पाछें अनहित मन कुटिलाई॥
जाकर चित अहि गति सम भाई।
अस कुमित्र परिहरेहिं भलाई॥4॥
सेवक सठ नृप कृपन कुनारी।
कपटी मित्र सूल सम चारी॥
सखा सोच त्यागहु बल मोरें।
सब बिधि घटब काज मैं तोरें॥5॥
૪
મંગળવાર, ૨૦-૦૯-૨૦૧૬
કથાની વ્યાસપીઠએ સેતુબંધ છે.
અજ્ઞાનતાના ભેદ ભુલી જવા જોઇએ અને આધ્યાત્મિકતા જ્ઞાનરૂપી લક્ષણો,ધાર્મિક કાર્યોને વેગવંતા કરવા જોઇએ.
ભગવાન બુદ્ધનાં પંચશીલ
૧ ચોરી ન કરવી
૨ જુઠુ ન બોલવું
૩ હિંસા ન કરવી
૪ દુરાચાર ન કરવો
૫ વ્ય્સનથી મુક્ત રહેવું
આ પંચશીલનું પાલન કરવાથી આપણી બુદ્ધિ કુંવારી રહે.
અજ્ઞાત અવસ્થામાં થયેલ ભૂલ ક્ષમ્ય છે પણ પ્રસંશનીય નથી.
શંકર ભગવાને ગણેશનું મસ્તક શા માટે કાપ્યું?
માતા પાર્વતીએ પોતાના શરીરના મેલમાંથી ગણેશની ઉત્પતિ કરી હતી અને જે મેલમાંથી ઉત્પન્ન થયેલ હોય તેનામાં વિવેક ન હોય. આપણા મસ્તકમાં પેદા થતા વિચારો જ મોટામાં મોટો મેલ છે. આમ ગણેશના મસ્તકના અવિવેકી વિચારોનો નાશ કરવા માટે તેનું આવા અવિવેકી વિચાર કરતું મસ્તક ભગવાન શિવજીએ કાપ્યું છે.
બુદ્ધિ ભટકતી કેવી રીતે બંધ થાય?
જેની બુદ્ધિ પ્રલોભનોથી દૂર રહે તેની બુદ્ધિ ભટકતી બંધ થાય.
બુદ્ધિ સ્થિર કેવી રીતે થાય?
જે વસ્તુ શુદ્ધ હોય તે કાલાન્તરે સ્થિર થઈ જાય. શુદ્ધતા બુદ્ધિને સ્થિર કરે.
મનથી સંસારમાં રહો, બુદ્ધિથી પોતાના બુદ્ધ પુરૂષ પાસે રહો, ચિતથી ચિત્રકૂટમાં રહો અને અહંકારથી કૈલાશમાં રહો.
રામ લક્ષ્મણના સંવાદમાં ઋતુ અને રુતનું વર્ણન છે.
રામ ચરિત માનસમાં આવેલ રામ લક્ષ્મણ સંવાદની સંલગ્ન પંક્તિઓ અને તેનો અનુવાદ.
बरषा बिगत सरद रितु आई।
लछमन देखहु परम सुहाई॥
फूलें कास सकल महि छाई।
जनु बरषाँ कृत प्रगट बुढ़ाई॥1॥
भावार्थ:-हे लक्ष्मण! देखो, वर्षा बीत गई और परम सुंदर शरद् ऋतु आ गई। फूले हुए कास से सारी पृथ्वी छा गई। मानो वर्षा ऋतु ने (कास रूपी सफेद बालों के रूप में) अपना बुढ़ापा प्रकट किया है॥1॥
उदित अगस्ति पंथ जल सोषा।
जिमि लोभहिं सोषइ संतोषा॥
सरिता सर निर्मल जल सोहा।
संत हृदय जस गत मद मोहा॥2॥
रस रस सूख सरित सर पानी।
ममता त्याग करहिं जिमि ग्यानी॥
जानि सरद रितु खंजन आए।
पाइ समय जिमि सुकृत सुहाए॥3॥
पंक न रेनु सोह असि धरनी।
नीति निपुन नृप कै जसि करनी॥
जल संकोच बिकल भइँ मीना।
अबुध कुटुंबी जिमि धनहीना॥4॥
बिनु घन निर्मल सोह अकासा।
हरिजन इव परिहरि सब आसा॥
कहुँ कहुँ बृष्टि सारदी थोरी।
कोउ एक भाव भगति जिमि मोरी॥5॥
૫
બુધવાર, ૨૧-૦૯-૨૦૧૬
ધનસંપદા, (ર) પ્રતિષ્ઠા (૩) શાંતિ (૪) વિશ્રામ અને (પ) પ્રસન્નતા, નાચો, કુદો, રાસનો અવસર પણ આ પાંચ સંપદામાં પોતાનું અને પારકુ એવો વિચાર આવે એ જ દુર્જનતા છે.
સંકલ્પ વિકલ્પની મુક્તિથી આપણું મન શુદ્ધ થાય. જો આપણામાં કોઈ સંકલ્પ વિકલ્પ પેદા ન થાય તો આપણું મન શુદ્ધ રહે.
મનની શુદ્ધિ પોતાના બુદ્ધ પુરૂષની ચરણ રજથી થાય.
श्री गुरु चरण सरोज राज निज मन मुकुरु सुधारी बरनौ रघुवर बिमल जसु जो दायकु फल चारी
સંકલ્પ વિકલ્પની મુક્તિ પોતાના બુદ્ધ પુરુષની ચરણ રજથી થાય.
जनकसुता जग जननि जानकी।
अतिसय प्रिय करुनानिधान की॥
ताके जुग पद कमल मनावउँ।
जासु कृपाँ निरमल मति पावउँ॥4॥
મા ના ચરણોમાં મસ્તક નમાવવાથી બુદ્ધિ શુદ્ધ થાય.
આપણા ચિતની વૃત્તિ સર્પાકાર હોય છે. સર્પ વાંકોચૂકો ગતિ કરે છે પણ જ્યારે તે પોતાના દરમાં પ્રવેશે છે ત્યારે સીધી ગતિ કરે છે. આજ પ્રમાણે આપણા ચિતની ગતિ જે સર્પાકાર છે તે કોઈ બુદ્ધ પુરૂષને આશ્રિત થઈ જાય તો આ સર્પાકાર વૃત્તિ બંધ થઈ જઇ સીધી થઈ જાય, ચિત શુદ્ધ થઈ જાય.
ચિત્રકૂટમાં ચિતને એકરૂપ બનાવવાની ઔષધિ છે.
આપણા જીવનમાં એક પંથ, એક ગ્રંથ, એક કંથ - ઈષ્ટદેવ અને એક સંત હોવો જોઈએ.
જેનો ભાર ન લાગે તે ભરોંસો.
ભરોંસામાં કોઈ ભાગ ન પડાવી શકે.
ભરોંસો આપણને કોઈ દિવસ ભોઠો ન પડવા દે.
અહંકારની શુદ્ધિ એક વિશેષ રૂપમાં અભિમાનનો સ્વીકાર કરવાથી થાય.
"રઘુપતિ મારા માલિક છે અને હું તેનો સેવક છું" એવું અભિમાન ક્યારેય ન જાય તેમ કરવાથી આપણો અહંકાર શુદ્ધ થાય.
આ સાત્વિક અભિમાન છે.
વિપ્ર એટલે જેનામાં એક વિશેષ પ્રકારની પ્રપન્નતા છે, જેનામાં વિવેકની પ્રધાનતા છે તે.
માતાપિતા સંતાનને જન્મ આપે છે જ્યારે ગુરૂ તે સંતાનની ચેતનાને જન્મ આપે છે.
દ્રૌપદીને કૃષ્ણ પર ભારોભાર ભરસો હતો. કારણ કે એને કૃષ્ણને ઓઢયો હતો. કૃષ્ણ એવું વસ્ત્ર છે. કૃષ્ણને જે ઓઢે એને કોઇ ઉઘાડા ન પાડી શકે. પણ એને કોઇ ઉઘાડા ન પાડી શકે. પણ એનો ઉપર ભરોસો જરૂરી છે.
અમારા વનરાજ બાપુએ સરસ વાત કરી કે, જેમાં કોઇ ભાગ ન પડાવી શકે તે ભરોસો તથા ભરોસો કોઇ દી કોઇને ભોઠો ન પડવા દે. આ કેટલી સરળ, સુત્રાત્મક વાત મને બહુ ગમી હતી. આપણને તો જયાંથી નવો વિચાર મળે એ સ્વીકારવાનો મનબુધ્ધિ-ચિત-અહંકારની શુધ્ધિ સદગુરૂ ની પ્રાપ્તીથી શે અને સંતની પ્રાપ્તી પુણ્યથી અને કૃપાથી અમે બન્ન.થી મળે છે.
સંત દર્શનથી પાતક મટે છે. પ્રકૃતિ, અસ્તિત્વ, સુષ્ટિમાં જે મુકે છે તે બહુ જરૂરી છે મચ્છર પણ જરૂરી છે પણ મત્સર (અહંકાર) જરૂરી નથી.
મૂળ યાદ કરો. બાપુની દાદા કે પરદાદા એમને સંધર્ષ કર્યો હશે. દુઃખ વેઠયા હશે એ બધુ યાદ કરો તો અહંકાર દુર થઇ જાય.
અમારા વનરાજ બાપુએ સરસ વાત કરી કે, જેમાં કોઇ ભાગ ન પડાવી શકે તે ભરોસો તથા ભરોસો કોઇ દી કોઇને ભોઠો ન પડવા દે. આ કેટલી સરળ, સુત્રાત્મક વાત મને બહુ ગમી હતી. આપણને તો જયાંથી નવો વિચાર મળે એ સ્વીકારવાનો મનબુધ્ધિ-ચિત-અહંકારની શુધ્ધિ સદગુરૂ ની પ્રાપ્તીથી શે અને સંતની પ્રાપ્તી પુણ્યથી અને કૃપાથી અમે બન્ન.થી મળે છે.
સંત દર્શનથી પાતક મટે છે. પ્રકૃતિ, અસ્તિત્વ, સુષ્ટિમાં જે મુકે છે તે બહુ જરૂરી છે મચ્છર પણ જરૂરી છે પણ મત્સર (અહંકાર) જરૂરી નથી.
મૂળ યાદ કરો. બાપુની દાદા કે પરદાદા એમને સંધર્ષ કર્યો હશે. દુઃખ વેઠયા હશે એ બધુ યાદ કરો તો અહંકાર દુર થઇ જાય.
चले हरषि तजि नगर नृप तापस बनिक भिखारि।
जिमि हरिभगति पाइ श्रम तजहिं आश्रमी चारि॥16॥
सुखी मीन जे नीर अगाधा।
जिमि हरि सरन न एकऊ बाधा॥
फूलें कमल सोह सर कैसा।
निर्गुन ब्रह्म सगुन भएँ जैसा॥1॥
गुंजत मधुकर मुखर अनूपा।
सुंदर खग रव नाना रूपा॥
चक्रबाक मन दुख निसि पेखी।
जिमि दुर्जन पर संपति देखी॥2॥
चातक रटत तृषा अति ओही।
जिमि सुख लहइ न संकर द्रोही॥
सरदातप निसि ससि अपहरई।
संत दरस जिमि पातक टरई॥3॥
देखि इंदु चकोर समुदाई।
चितवहिं जिमि हरिजन हरि पाई॥
मसक दंस बीते हिम त्रासा।
जिमि द्विज द्रोह किएँ कुल नासा॥4॥
भूमि जीव संकुल रहे गए सरद रितु पाइ।
सदगुर मिलें जाहिं जिमि संसय भ्रम समुदाइ॥17॥
बरषा गत निर्मल रितु आई।
सुधि न तात सीता कै पाई॥
एक बार कैसेहुँ सुधि जानौं।
कालुह जीति निमिष महुँ आनौं॥1॥
૬
ગુરૂવાર, ૨૨-૦૯-૨૦૧૬
મન સાથે સંવાદ કરવો જોઇએ કારણ કે મન વિભુતી છે અને મન પાસેથી ઘણું શીખવાનું મળે છે.
"માયાને છોડો અને આચરણમાં મૂકો" નો અર્થ ઘણા દંભી લોકો આવો પણ કરે છે, "માયાને છોડો અને આ ચરણમાં મૂકો", એટલે કે મારા ચરણમાં મૂકો.
જે વ્યક્તિ પોથી પરાયણ હોય, પ્રેમ પરાયણ હોય, પરમાત્મા પરાયણ હોય તેની પાસેથી કથા સાંભળવી.
ક્થા માણસને ભય મુક્ત કરે પણ એવી ભય મૂક્તા પણ યોગ્ય નથી કે જેથી ભગવતાથી વિમૂખ કરી દે.
कतहुँ रहउ जौं जीवति होई।
तात जतन करि आनउँ सोई॥
सुग्रीवहुँ सुधि मोरि बिसारी।
पावा राज कोस पुर नारी॥2॥
भावार्थ:-कहीं भी रहे, यदि जीती होगी तो हे तात! यत्न करके मैं उसे अवश्य लाऊँगा। राज्य, खजाना, नगर और स्त्री पा गया, इसलिए सुग्रीव ने भी मेरी सुध भुला दी॥2॥
जेहिं सायक मारा मैं बाली।
तेहिं सर हतौं मूढ़ कहँ काली॥
जासु कृपाँ छूटहिं मद मोहा।
ता कहुँ उमा कि सपनेहुँ कोहा॥3॥
जानहिं यह चरित्र मुनि ग्यानी।
जिन्ह रघुबीर चरन रति मानी॥
लछिमन क्रोधवंत प्रभु जाना।
धनुष चढ़ाई गहे कर बाना॥4॥
तब अनुजहि समुझावा रघुपति करुना सींव।
भय देखाइ लै आवहु तात सखा सुग्रीव॥18॥
इहाँ पवनसुत हृदयँ बिचारा।
राम काजु सुग्रीवँ बिसारा॥
निकट जाइ चरनन्हि सिरु नावा।
चारिहु बिधि तेहि कहि समुझावा॥1॥
सुनि सुग्रीवँ परम भय माना।
बिषयँ मोर हरि लीन्हेउ ग्याना॥
अब मारुतसुत दूत समूहा।
पठवहु जहँ तहँ बानर जूहा॥2॥
कहहु पाख महुँ आव न जोई।
मोरें कर ता कर बध होई॥
तब हनुमंत बोलाए दूता।
सब कर करि सनमान बहूता॥3॥
भय अरु प्रीति नीति देखराई।
चले सकल चरनन्हि सिर नाई॥
एहि अवसर लछिमन पुर आए।
क्रोध देखि जहँ तहँ कपि धाए॥4॥
धनुष चढ़ाइ कहा तब जारि करउँ पुर छार।
ब्याकुल नगर देखि तब आयउ बालिकुमार॥19॥
चर नाइ सिरु बिनती कीन्ही।
लछिमन अभय बाँह तेहि दीन्ही॥
क्रोधवंत लछिमन सुनि काना।
कह कपीस अति भयँ अकुलाना॥1॥
सुनु हनुमंत संग लै तारा।
करि बिनती समुझाउ कुमारा॥
तारा सहित जाइ हनुमाना।
चरन बंदि प्रभु सुजस बखाना॥2॥
करि बिनती मंदिर लै आए।
चरन पखारि पलँग बैठाए॥
तब कपीस चरनन्हि सिरु नावा।
गहि भुज लछिमन कंठ लगावा॥3॥
नाथ विषय सम मद कछु नाहीं।
मुनि मन मोह करइ छन माहीं।
सुनत बिनीत बचन सुख पावा।
लछिमन तेहि बहु बिधि समुझावा॥4॥
पवन तनय सब कथा सुनाई।
जेहि बिधि गए दूत समुदाई॥5॥
हरषि चले सुग्रीव तब अंगदादि कपि साथ।
रामानुज आगें करि आए जहँ रघुनाथ॥20॥
नाइ चरन सिरु कह कर जोरी॥
नाथ मोहि कछु नाहिन खोरी॥
अतिसय प्रबल देव तव माया॥
छूटइ राम करहु जौं दाया॥1॥
बिषय बस्य सुर नर मुनि स्वामी॥
मैं पावँर पसु कपि अति कामी॥
नारि नयन सर जाहि न लागा।
घोर क्रोध तम निसि जो जागा॥2॥
लोभ पाँस जेहिं गर न बँधाया।
सो नर तुम्ह समान रघुराया॥
यह गुन साधन तें नहिं होई।
तुम्हरी कृपा पाव कोइ कोई॥3॥
तब रघुपति बोले मुसुकाई।
तुम्ह प्रिय मोहि भरत जिमि भाई॥
अब सोइ जतनु करह मन लाई।
जेहि बिधि सीता कै सुधि पाई॥4॥
पाछें पवन तनय सिरु नावा।
जानि काज प्रभु निकट बोलावा॥
परसा सीस सरोरुह पानी।
करमुद्रिका दीन्हि जन जानी॥5॥
बहु प्रकार सीतहि समुझाएहु।
कहि बल बिरह बेगि तुम्ह आएहु॥
हनुमत जन्म सुफल करि माना।
चलेउ हृदयँ धरि कृपानिधाना॥6॥
No comments:
Post a Comment