Translate

Search This Blog

Sunday, February 12, 2017

શાસ્ત્ર કોઈ ફળ નથી આપતું, શાસ્ત્ર સીધો રસ જ આપે છે

શાસ્ત્ર કોઈ ફળ નથી આપતું, શાસ્ત્ર સીધો રસ જ આપે છે


  • મારાં ભાઇ-બહેનો, પહેલાં ક્યારેક તો કોઇપણ પ્રકારની અપેક્ષા વિના ‘માનસ’નો પાઠ કરવાનો થોડો પ્રયોગ કરો. ‘ભગવદ્દગીતા’એ આપણને સમજાવ્યું છે, ‘મા ફલેષુ કદાચન.’ સૌથી મોટું ફળ તો એ જ છે. ‘માનસ’ વાંચતાં વાંચતાં જો તમને રસ મળી જાય તો એ ફળથી પણ ઉપરની વાત તમને મળી ગઇ સમજવી.
  • પરંતુ એ મહાનુભાવોને હું કહેવા માગું છું કે આ કામ અને અર્થનો તો અમે પણ સ્વીકાર કર્યો છે. પરંતુ એને અમે વચ્ચે રાખ્યાં છે. આગળ ‘ધર્મ’ રાખ્યો છે અને પાછળ ‘મોક્ષ’ રાખ્યો છે. 
  • મારી દૃષ્ટિએ ધર્મ એટલે સત્ય, પ્રેમ, કરુણા. તું પૈસા ભલે કમાય પરંતુ ધર્મનો ખ્યાલ રાખ. અને ભારતીય મનીષીઓએ તો ત્યાં સુધી કહી દીધું કે તારી એક સ્થિતિ એવી આવે કે તું અર્થ તો છોડ, તું કામના તો છોડ, પરંતુ તું ધર્મ પણ છોડ! એને કહે છે મોક્ષ.

‘સર્વ ધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ.’


  • પરંતુ એક અવસ્થા આવ્યા બાદ ધર્મ છૂટી જાય, અર્થ છૂટી જાય, કામ છૂટી જાય પછી જે બચે છે એનું નામ મોક્ષ છે. પછી જે શેષ રહી જાય એ મુક્તિ છે. 
  • જીવ ત્રણ પ્રકારના છે, એવી રીતે શ્રોતા પણ ત્રણ પ્રકારના છે- વિષયી, સાધક અને સિદ્ધ. 
  • પ્લીઝ, બની શકે તો શાસ્ત્રશ્રવણ, શાસ્ત્રદર્શન, શાસ્ત્રપઠન હેતુથી ન કરો, હેતથી કરો. શાસ્ત્ર ફળ નથી આપતું, શાસ્ત્ર રસ આપે છે. સીધી છલાંગ છે.
  • હું તમારી બીમારી ઠીક નથી કરી શકતો પરંતુ કૃષ્ણપ્રેમમાં બીમાર કરી શકું છું કે જે દર્દ હજારો સ્વાસ્થ્ય કરતાં પણ સારું છે.
  • અને એક વાર આવી દૃષ્ટિથી કથા સાંભળી લેશો અને જો આંખ ખૂલી જશે તો દરેક વળાંકે પરમાત્મા ઊભા છે. કોઇ ટર્ન એવો નથી જ્યાં ઇશ્વર ઊભા ન હોય. 
  • પરમાત્મા જેવી દુનિયામાં કોઇ મદિરા નથી. આખરી શરાબ કોઇ હોય તો પરમેશ્વર છે. જેમણે એક ઘૂંટ પીધો છે એનો કેફ  જનમજનમ સુધી ઊતરે નહીં.
  • જેને હરિરસ કહે છે, જેને રામરસ કહે છે, જેને ‘રસો વૈ સ:’ કહે છે. રસ માટે સાંભળો. પ્રલોભનને છોડો.

(સંકલન: નીતિન વડગામા)


Read full article at Sunday Bhaskar.



No comments:

Post a Comment