સ્વભાવ અને કોઈકનો પ્રભાવ આપણા ચિત્તમાં દુ:ખ જન્માવે છે
(સંકલન : નીતિન વડગામા)
Read full article at Sunday Bhaskar.
- સ્વભાવ અને કોઈકનો પ્રભાવ આપણા ચિત્તમાં દુ:ખ જન્માવે છે
- ભગવાન બુદ્ધે ચાર આર્યસત્યો કહ્યાં છે. દુ:ખ છે. દુ:ખનું કારણ છે. દુ:ખનો ઉપાય છે. દુ:ખથી મુક્તિ છે.
- આપણાં શાસ્ત્રો એમ કહે છે કે ‘સુખસ્ય દુ:ખસ્ય ન કોડપિદાતા.’ સુખ-દુ:ખના કોઇ દાતા નથી. માણસનું કર્મ જ એને સુખ આપે છે.
- તુલસી કહે છે-
સો પરત્ર દુ:ખ પાવઇ સિર ધુનિ ધુનિ પછતાઇ,
કાલહિ કર્મહિ ઇસ્વરહિ મિથ્યા દોસ લગાઇ.
- પહેલું કારણ દુ:ખનું છે સ્વભાવ. સ્વભાવ તો આપણો ધર્મ છે પરંતુ ઘણી વખત આપણને આપણો સ્વભાવ દુ:ખ આપતો હોય છે.
- પણ ઘણી વખત બીજાના સ્વભાવનું પણ દુ:ખ થતું હોય છે.
- આ અનુભવો પછી સમજાયું કે સ્વભાવ પોતાનો કે બીજાનો દુ:ખને જન્મ આપે છે.
- બીજું, બીજાનો પ્રભાવ જે આપણાથી સહન નથી થતો, એમાંથી દુ:ખ જન્મે છે.
- ત્રીજું એક બહુ જ ધ્યાન પરનું કારણ દુ:ખનું છે અભાવ.
- બુદ્ધનું આર્યસત્ય સમજવા માટેનું કદાચ પહેલું પગથિયું છે, અભાવ દુ:ખ આપે. સમયનો અભાવ દુ:ખ આપે. પૈસાનો કે કોઇ પણ વસ્તુનો અભાવ દુ:ખ આપે. હા, સત્સંગમાંથી વિવેક જાગે તો પછી અભાવનું દુ:ખ નહીં થાય. અભાવને પણ હરિઇચ્છામાં ફેરવી શકાય.
- એ દુ:ખનું ચોથું અને છેલ્લું કારણ નિભાવ.
- તો આમ, આપણો કે અન્યનો સ્વભાવ, કોઇકનો પ્રભાવ, કશોક અભાવ અને ન થઇ શકતો નિભાવ આપણા ચિત્તમાં દુ:ખ જન્માવે છે.
(સંકલન : નીતિન વડગામા)
Read full article at Sunday Bhaskar.
No comments:
Post a Comment