Translate

Search This Blog

Saturday, March 25, 2017

‘ભાગવતજી’ અને ‘માનસ’ પ્રત્યેક ઇન્દ્રિયને દીક્ષિત કરે છે

‘ભાગવતજી’ અને ‘માનસ’ પ્રત્યેક ઇન્દ્રિયને દીક્ષિત કરે છે

‘ભાગવતજી’ અને ‘માનસ’ પ્રત્યેક ઇન્દ્રિયને દીક્ષિત કરે છે

  • તાત્ત્વિક દૃષ્ટિએ જોઇએ તો એ પણ સારું છે કે વટની નીચે જ કથા થાય. કેમ કે વટ વિશ્વાસનું પ્રતીક છે, ધ્રુવતાનું પ્રતીક છે. એટલા માટે કથા તો વિશ્વાસની છાયામાં જ થવી જોઇએ. સંશય અને સંદેહની છાયામાં તો કથા કથા નથી રહેતી, વ્યથા નિર્મિત કરે છે. 
  • અક્ષયવટનો સીધોસાદો અર્થ છે કે એનો ક્ષય નથી થતો, એનો નાશ નથી થતો. 
  • તો વટનું વૃક્ષ ક્યારેક આપણી પાત્રતા સિદ્ધ કરે છે. સાધકની અચલતા તરફ ઇંગિત કરે છે વટનું વૃક્ષ. આ ભજન આપણે કરીશું તો આપણો ક્ષય નહીં થાય. આ વટનું વૃક્ષ પરમાત્માએ આપણને જે દિશા અને દશા આપી હોય એમાં આપણી સ્થિરતા આપણે નહીં ચૂકીએ, એવો સંકેત કરે છે. એ પણ વટવૃક્ષનો કોઇ ને કોઇ રૂપમાં તાત્ત્વિક સંકેત છે.
  • ગોદાવરીના એક-એક અક્ષરનો અર્થ કરીએ તો ‘ગો’ એટલે ઇન્દ્રિય. અંત:કરણ ચતુષ્ટય મેળવી દો તો ચૌદ ઇન્દ્રિયો થાય. દશ બહિર અને ચાર આંતરિક. 
  • ‘દા’નો અર્થ છે દાતારી. દાતારીનો અર્થ છે ઉદારતા. કોની સામે દાતાર થવું છે? મારી રીતે એની વ્યાખ્યા કરું તો મારાં યુવાન ભાઇ- બહેનો, આ દાતારી સાધકને પોતાની ઇન્દ્રિયો પર કરવાની છે. આપણી ઇન્દ્રિયો પર ઉદાર થવાનું છે. આપણી ઇન્દ્રિયો સાથે દગો કરવાનો નથી. આપણને શીખવવામાં આવ્યું છે કે ઇન્દ્રિયોને દબાવો! એ ઇન્દ્રિયો પર ઉદારતા નથી. તો ઇન્દ્રિયોનું શોષણ ન કરવું. ઇન્દ્રિયોને કાપીએ નહીં, કષ્ટ આપીએ નહીં. ‘ભાગવતજી’ અને ‘રામચરિત માનસ’ પ્રત્યેક ઇન્દ્રિયને દીક્ષિત કરે છે.
  • કાન છે તો આનંદ આવે એવું સાંભળ. જીભથી સારું બોલ. ઇન્દ્રિયોને કષ્ટ ન આપો. 
  • શરીર પરમાત્માના ભજનનું સર્વશ્રેષ્ઠ સાધન છે, દેવદુર્લભ સાધન છે. 
  • ગોદાવરીનો ત્રીજો અક્ષર ‘વ’. ‘વ’નો અર્થ છે કે ગોદાવરી વર્ગભેદ, વર્ણભેદ નથી કરતી. ગોદાવરી એમ નહીં કહે કે દલિત.
  • પંચભૂતનું બનેલું શરીર તાત્ત્વિક રૂપમાં ઓલરેડી પંચવટી છે જ. 
  • ‘રી’નો અર્થ છે કે એ બીજાને રાજી રાખવાનો, પ્રસન્ન કરવાનો જ સંદેશ આપે છે. 

(સંકલન : નીતિન વડગામા)


Read full article at Sunday Bhaskar.





No comments:

Post a Comment