Translate

Search This Blog

Saturday, July 1, 2017

જેની પાસે લોકવિદ્યા હોય એને વેદવિદ્યાની જરૂર નથી

જેની પાસે લોકવિદ્યા હોય એને વેદવિદ્યાની જરૂર નથી



  • મા ભગવતી વિદ્યારૂપેણ છે. ‘વિદ્યારૂપેણ સંસ્થિતા.’ હે ભગવતી, તું વિદ્યારૂપે બિરાજ છે 
  • અને વિદ્યા પાંચ પ્રકારની છે. 
  • એક, વેદવિદ્યા. 
  • બીજી ભગવાન કૃષ્ણ ‘વિદ્યાઓમાં અધ્યાત્મવિદ્યા હું છું,’ એમ કહી વિભૂતિ તરીકે સ્થાપના કરે છે તે અધ્યાત્મવિદ્યા. 
  • ત્રીજી, વળી ‘ગીતા’નો આશ્રય કરીને કહું તો બ્રહ્મવિદ્યા. 
  • ચોથી, પતંજલિની યોગવિદ્યા, 
  • પણ હું રાજી એટલા માટે થાઉં છું કે પાંચમી અને શિરમોર એ આ લોકવિદ્યા. આ પાંચેય વિદ્યાનાં ફળો છે. 
  • આપણે ન જોઈતું હોય તો પણ ફળ આપે છે. કૃષ્ણ જે કહે છે, ‘મા ફલેષુ કદાચન.’
  • બ્રહ્મવિદ્યાનું ફળ શું? બ્રહ્મવિદ્યાનું ફળ છે, જીવને ધીરે ધીરે ખબર પડી જાય કે હું પણ એ જ છું. જીવને પોતાને અનુભવ થાય. 
  • બ્રહ્મવિદ્યાનું ફળ છે, જીવને એમ લાગે કે હું શિવ જ છું. 
  • બ્રહ્મવિદ્યાનું ફળ છે બ્રહ્મત્વનો અનુભવ. 
  • વેદવિદ્યાનું ફળ છે જીવનનાં રહસ્યોને જાણવા.
  • રોજ નવીનતા એ જીવનનું રહસ્ય છે. 
  • મારો અનુભવ કહે છે, મને મારા શ્રોતાઓ રોજ નવા લાગે છે. તમને પણ એવું લાગશે કે વ્યાસપીઠ રોજ નવી છે. 
  • યોગવિદ્યા મનની અને શરીરની તંદુરસ્તીનું દાન આપે છે. યોગવિદ્યાનું ફળ છે શારીરિક તંદુરસ્તી અને માનસિક તંદુરસ્તી. યોગવિદ્યાનું ફળ છે અંદર-બહિર તંદુરસ્તી. 
  • ચોથી વિદ્યા છે અધ્યાત્મવિદ્યા. મારી દૃષ્ટિએ આધ્યાત્મિક વિદ્યા એટલે સત્ય, પ્રેમ અને કરુણા.
  • આધ્યાત્મિક વિદ્યાનું ફળ છે સત્ય, પ્રેમ અને કરુણા. 
  • જ્યારે લોકવિદ્યા પાંચમી વિદ્યા છે. લોકવિદ્યા તો તણખલાથી લઈને તરણેતરની ધજા, આ બધા જ વિભાગોને જોડી દે છે. બધાને ભેગા કરી દે છે અને તેથી ‘રામચરિત માનસ’માં ‘અરણ્યકાંડ’માં સંસ્કૃત છે એ લોકસંસ્કૃત છે. જે અત્રિએ સ્તુતિ કરી છે, એ સંસ્કૃતના નિયમ પ્રમાણે બધી પંક્તિઓ નથી ઊતરી પણ વન્ય સંસ્કૃત છે, લોકવિદ્યાનું સંસ્કૃત છે- 
નમામિ ભક્ત વત્સલં. કૃપાલુ શીલ કોમલં,


ભજમિ તે પદાંબુજં. અકામિનાં સ્વધામદં.

  • લોકવિદ્યાનું ફળ છે બધાંને ભેગાં રાખવા. આ લોકવિદ્યાએ બધાંને જોડી રાખ્યાં છે! 



(સંકલન નીતિન વડગામા)

Continue reading ...................................

No comments:

Post a Comment