ગુરૂ ‘‘વેદ''નો માર્ગ બતાવેઃ પૂ.મોરારીબાપુ
Read the article at its source link.
અબુધાબીમાં કાલે શ્રીરામ કથાનો વિરામ
રાજકોટ તા.૨૪: ‘‘ગુરૂ વેદનો માર્ગ બતાવે છે'' તેમ પૂ.મોરારીબાપુએ આરબ અમિરાતનાં અબુધાબી ખાતે આયોજીત માનસ કિષ્કિન્ધાકાંડ'' શ્રીરામ કથાના આઠમા દિવસે જણાવ્યુ હતુ કાલે શ્રીરામ કથા વિરામ લેશે.
પૂ.મોરારીબાપુએ કહ્યુ કે સમુહ સાધના શ્રેષ્ઠ છે કારણ કે સમુહ ખેતી, સમુદ કાંતણ સહિતના કાર્યોના સથવારે પરિણામો મળ્યા છે.પૂ.મોરારીબાપુએ શ્રીરામ કથામાં ભગવાન શ્રીરામના વનવાસ પ્રસંગનું વર્ણન કરીને ગુરૂ કઇ રીતે શિષ્યને માર્ગ બતાવે છે તે દૂષ્ટાંતો સાથે જણાવ્યુ હતુ.
પૂ.મોરારીબાપુએ કહ્યુ કે જ્યાં ભેદ છે ત્યાં ધર્મ નથી, જ્યાં ભેદ હોય છે ત્યાં ધર્મ ટકતો નથી. આપણે ત્યાં ચાર પ્રકારના સંબંધ છે. (૧) સામાજિક, (૨)પારિવારીક, (૩) ધાર્મિક અને (૪) રાજકીય, અને યાદ રાખજો, સુખ હંમેશા અનુકૂળ સંબંધથી જ પ્રાપ્ત થાય. સાધન-સગવડોથી પ્રાપ્ત થાય અને વ્યાસપીઠનો પણ સંબંધ છે. મારી વ્યાસપીઠ એ જીવનધર્મી છે, તે મરણધર્મી નથી. જીસસ ક્રાઇસ્ટ સરસ વાત કરતા, કે જો તમે બાળક હશો તો મારા દ્વારે પ્રવેશ પામશો, બાળકમાં સત્યની પ્રધાનતા હોય છે.યુવાનીમાં પ્રેમની પ્રાધાનતા હોવી જોઇએ અને વૃદ્ધવસ્થામાં કરૂણાની પ્રધાનતા. આ જીવનના ત્રણ અધ્યાય છે. આ વ્યાસપીઠની પ્રસ્થાનત્રયી છે અને ેવાત હંમેશા યાદ રાખજો, સત્ય પોતાના માટે રાખવું, આથી તે એક વચન છે. પ્રેમ બીજા માટે રાખવો આયી તે દ્વિવચન છે અને કરૂણા બધા માટે સર્વ માટે રાખવી અને આથી કરૂણાએ બહુવચન છે. સત્ય મધ્યમવમાર્ગી, પ્રેમ દક્ષિણ માર્ગ અને કરૂણાએ વામમાર્ગ છે અને આજ તો જીવનનું ગ્રામર છે. તમે જેટલા સત્યની, પ્રેમની અને કરૂણાની નજીક રહેશો, નજીક જીવશો એટલો તમારી વૃતિ હિંસાથી મુક્ત થઇ જશે.
____________________________________________________________________________________
૮
શનિવાર, ૨૪-૦૯-૨૦૧૬
રામ ચરિત માનસ ગ્રંથ એ ગ્રંથ સદગુરુ છે અને તેના પ્રત્યેક સોપાનમાં ગુરૂનું દર્શન થાય છે.
सदगुर ग्यान बिराग जोग के। बिबुध बैद भव भीम रोग के॥
૧
બાલકાંડ
૧ બાલકાંડમાં ભગવાન શંકર ગુરુ રુપે દર્શન છે.
૨પ્રથમ સોપાનમાં નારદ બીજા ગુરૂ છે.
एक बार त्रेता जुग माहीं। संभु गए कुंभज रिषि पाहीं॥
संग सती जगजननि भवानी। पूजे रिषि अखिलेस्वर जानी॥
૩ભગવાન વશિષ્ઠ ગુરૂ છે
गुर गृह गयउ तुरत महिपाला। चरन लागि करि बिनय बिसाला॥1॥
૪ વિશ્વામિત્ર પણ ગુરૂ છે.
૫ શદાનંદ પણ ગુરૂ છે.
૬ વામદેવ પણ ગુરૂ છે.
૭ કાલકેતુ કપટી ગુરૂ છે.
૨
અયોધ્યાકાંડ
૧ ભગવાન વશિષ્ઠ
૨ ભારદ્વાજ ઋષિ ગુરૂ છે.
ભગવાન રામ ભારદ્વાજ ઋષિને રસ્તો પૂછે છે.
૩ વાલ્મીકિ ઋષિ ગુરૂ છે.
૪ નિષાદ ગુરૂ છે.
૫ ભરત ગુરૂ છે.
No comments:
Post a Comment