સાધો,જાઇએ ગુરુ કે દ્વાર : આપણે શું કામ ગુરુગૃહ જઈએ છીએ?
તો કબીરના નામે એક પદ છે-
{(સંકલન : નીતિન વડગામા)
- ગુરુના ઘરની ડિઝાઇન કેવી હશે?
તો કબીરના નામે એક પદ છે-
જાઇએ ગુરુ કે દ્વાર, સાધો, જાઇએ ગુરુ કે દ્વાર.
નિજતા નીવ હૈ, પ્રેમ પીઠિકા, અખંડ અભેદ દીવાર.
મુક્તિ દ્વાર હૈ, કરમ કિવાડ હૈ, વાતાયન વિચાર.
સાધો, ચલો, જાઇએ ગુરુ કે દ્વાર...
- ગુરુના ઘરનો પાયો શું છે? આપણી નિજતા, આપણો સ્વભાવ. નિજતા ઉપર જ આ બધું ચાલે છે.
- પ્લીન્થ છે પ્રેમ. કબીર કહે છે કે ‘પ્રેમ પીઠિકા.’
- ‘અખંડ અભેદ દીવાર.’ બધી જ સીમાઓને આદર આપતી ગુરુની દીવાર અખંડ અને અભેદ હોય છે. ત્યાં કોઇ ભેદ નથી હોતો. ન વર્ગભેદ હોય છે, ન વર્ણભેદ હોય છે, ન ધર્મભેદ હોય છે, ત્યાં કેવળ પરમતત્ત્વ પ્રધાન છે.
- સાધુના ઘરે કોઇ ભેદ નથી હોતો. એ અખંડ અભેદ છે.
- હું એટલું સમજું છું કે બીજાને હલકો માને એના જેવો વિશ્વમાં બીજો કોઇ હલકો નથી.
- હું કહેવા એ માગું છું કે કોઇના વક્તવ્ય અને વ્યવહારને સમજ્યા વિના કોઇ નિર્ણય ન કરો.
- ગુરુના ઘરનો દરવાજો છે મુક્તતા. ગુરુ શિષ્યને બાંધતા નથી. શિષ્યને પણ એ એના સ્વભાવમાં રહેવા દે છે.
- કમાડ એનાં કરમ છે. કયા અર્થમાં લેશો? જે ગુરુના આશ્રયે જાય છે એનાં જે કરમ છે એને ગુરુ પોતાના ઘરમાં રાખી લે છે અને પછી કમાડ બંધ કરી દે છે કે એનું પરિણામ એણે ભોગવવું ન પડે. કરમ એટલે કે શિષ્યનાં પાપ.
- વાતાયન એટલે બારી. ગુરુના ઘરની બારી વિચારોની છે. જેમ હું કથામાં કહેતો રહું છું કે બધી જ બારીઓ ખુલ્લી રાખો. જેમ વેદોમાં લખ્યું છે કે, શુભ વિચાર જ્યાંથી મળે ત્યાંથી મેળવો. કોઇ બારી બંધ ન હોય, સંકીર્ણતા ન હોય. જ્યાંથી પણ સુંદર વાત મળે ત્યાંથી સ્વીકારો.
{(સંકલન : નીતિન વડગામા)
No comments:
Post a Comment