Translate

Search This Blog

Wednesday, August 23, 2017

સદ્‌ગુરુ ઓળખ કરાવે ત્યારે જ શિવતત્ત્વ ઓળખી શકાય છે

સદ્‌ગુરુ ઓળખ કરાવે ત્યારે જ શિવતત્ત્વ ઓળખી શકાય છે

  • યાજ્ઞવલ્કયજી મહારાજ ભારદ્વાજજીને રામતત્ત્વ શું છે, એ પ્રશ્નના જવાબમાં આરંભે શિવચરિત કહે છે. 
  • શિવજી ઓળખી જાય છે એટલે ‘સચ્ચિદાનંદ’ કહીને રામને પ્રણામ કરે છે. પરંતુ સતીને સંશય થાય છે
  • સતી પરીક્ષા કરવા ગયાં. ભગવાને પોતાના ઐશ્વર્યનો અનુભવ કરાવ્યો. 
  • સતીના પિતા દક્ષ યજ્ઞ કરે છે. બધા દેવતાઓને બોલાવે છે. પરંતુ શંકરને નથી બોલાવતા. 
  • વિષમ પરિસ્થિતિને પચાવી દેવી એનું નામ વિષપાન. વિષમ પરિસ્થિતિને વિવેકથી પી જવું એ વિષપાન છે. એ શંકરપણું છે. 
  • બધા જ ગણો શિવજીને વરરાજા તરીકે શણગારે છે. તુલસીદાસજી સુંદર વર્ણન કરે છે-

સિવહિ સંભુ ગન કરહિં સિંગારા.
જટા મુકુટ અહિ મૌરુ સંવારા.
કુંડલ કંકન પહિરે બ્યાલા.
તન બિભૂતિ પટ કેહરિ છાલા.


  • ભુજંગનાં આભૂષણ દ્વારા શંકર ભગવાને એવો માર્મિક સંકેત કર્યો કે આભૂષણો પહેરવાં એ ખરાબ નથી. પરંતુ મર્યાદાથી પહેરવાં. વધારે આસક્તિ ભૂષણને ભુજંગ ન બનાવી દે, એનું ધ્યાન રાખવું.
  • શસ્ત્રની સાથે-સાથે શાસ્ત્રનું જોડાણ છે. એક શબ્દવૈભવ, એક નાદવૈભવનું અનુસંધાન કર્યું છે. 
  • ભૂત-પ્રેત એટલે આપણે જે રીતે અંધશ્રદ્ધામાં માનીએ છીએ એવું નહીં. પરંતુ મારા ને તમારા સારા ને નરસા સંકલ્પ-વિકલ્પો જ ભૂત-પ્રેત છે. એ જ ભૂતાવળ પ્રગટ કરે છે!
  • આપણા દ્વાર પર જ પરમાત્મા ઊભા હોય છે. પરંતુ નારદ જેવા સદ્્ગુરુ આપણને એની જાણ ન કરે ત્યાં સુધી આપણે એને સમજી શકતા નથી! શિવતત્ત્વ ઓળખવું બહુ કઠિન છે. આપણા દ્વાર પર ઊભું હોય તો પણ આપણે એને પામી શકતા નથી. નારદ જેવા કોઇ સદ્્ગુરુ ઓળખ કરાવે ત્યારે જ શિવતત્ત્વ ઓળખી શકાય છે.

(સંકલન : નીતિન વડગામા)

Continue reading full article at Sunday Bhaskar.......

No comments:

Post a Comment