Translate

Search This Blog

Friday, August 11, 2017

વાલ્મીકિ, વ્યાસ અને તુલસી એવોર્ડ - ૨૦૧૭

વાલ્મીકિ, વ્યાસ અને તુલસી એવોર્ડ - ૨૦૧૭

The article displayed below referring to વાલ્મીકિ, વ્યાસ અને તુલસી એવોર્ડ - ૨૦૧૭ is with the courtesy of સંદેશ - leading Gujarati daily.

Read the article at its source link.

સૌરાષ્ટ્રના મહુવા શહેર નજીકના જાણીતા તલગાજરડા ગામના ચિત્રકુટધામ ખાતે પાંચ એવોર્ડની અર્પણ વિધિ થશે. તા.૩૦-૭-ને રવિવારના રોજ વાલ્મીકી, વ્યાસ તુલસી, એવોર્ડ સમિતિ દ્વારા વાલ્મીકી વ્યાસ તુલસી એવોર્ડ (૨૦૧૭)ની અર્પણ વિધી મોરારિબાપુ દ્વારા સવારના ૯ કલાકે વિદ્ધવદ્જનોની ઉપસ્થિતિમાં યોજાશે.
પ્રતિવર્ષ છેલ્લા સાત વર્ષતી તુલસીદાસજીની જન્મતિથિએ વાલ્મીકી રામાયણ, મહાભારત ગીતા, પુરાણ, રામચરિત માનસ તેમજ તુલસી સાહિત્યની કથા, ગાન, પ્રવચન અધ્યયન અને સંશોધન પ્રકાશન માં પોતાનું સમગ્ર જીવન સર્મિપત કરનાર દેશ-વિદેશના વિદ્યમાન વરિષ્ઠ વિદ્વાનો તેમજ સંસ્થાઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.
વર્ષ ૨૦૧૭ના વર્ષ માટેના આ એવોર્ડ માટે ચયન સમિતિ દ્વારા વાલ્મિકી એવોર્ડ માટે ભારતીય વિદ્યા ભવન (મુંબઇ), વ્યાસ એવોર્ડ માટે શાસ્ત્રી યોગેશભાઇ જે. મહેતા (અમદાવાદ, તુલસી એવોર્ડ માટે પ્રો. ફિલિપ લુટગેન્ડોફ (અમેરિકા), માનસરત્ન ક્રિષ્નાનંદ ત્રિપાઠી (વારણસી) અને ત્રીજા તુલસી એવોર્ડ રામકથાના સર્વ શ્રોતાજનો ને અર્પણ કરી વંદના કરવામાં આવશે. એવોર્ડમાં દરેક વિદ્વાનોને સન્માન પત્ર સુત્રમાલા શાલ તેમજ રૃા. સવાલાખની સન્માન રાશિ અર્પણ કરીને વંદના કરવામાં આવશે. તુલસી જયંતિની પુર્વ સંધ્યાએ અહીં તા. ૨૯ને શનિવારની સાંજે યોજાનાર સંગોષ્ઠિ વેળાએ પુરસ્કૃત થનાર વિદ્વાનો પોતાના વિચારની પ્રસ્તુતિ કરશે.
_________________________________________________________________________________

The article displayed below reffering to વાલ્મીકિ, વ્યાસ અને તુલસી એવોર્ડ - ૨૦૧૭ is with the courtesy of Akilanews.

Read the article at its source link.

પૂ.મોરારીબાપુના હસ્તે વાલ્મીકી, વ્યાસ, તુલસી એવોર્ડ અર્પણ

      ભાવનગર-કુંઢેલી તા.૩૧: મોરારિબાપુની નિશ્રામાં પ્રતિવર્ષ તુલસી જયંતિના દિવસે વાલ્મિકી વ્યાસ, તુલસી એવોર્ડ અર્પણ થાય છે. એ પરંપરામાં ૨૦૧૭ના એવોર્ડ અર્પણ વિધિ સમારોહની પૂર્વ સંધ્યાએ શ્રી કૈલાસ ગુરૂકુળ મહુવાના ''જગદગુરૂ આદિ શંકરાચાર્ય સંવાદ ખંડ''માં એવોર્ડથી સન્માનીત થનારા વિદ્રજનોનો સંગોઠી કાર્યક્રમ યોજાયો હતો.
      વાલ્મિકી એવોર્ડ મંબઇની 'ભારતીય વિદ્યાભવન' સંસ્થાને અર્પણ કરવામાં આવશે ભારત અને વિદેશમાં ભારતીય સંસ્કૃતિ કલા અને સાહિત્યના સંવર્ધન અને પ્રચાર-પ્રસારનું કામ કરતી આ લબ્ધ પ્રતિષ્ઠિત સંસ્થા વતી ''નવનીત સમર્પણ''ના સંપાદક શ્રી દિપકભાઇ દોશીએ કે જેમને અધ્યાત્મની અનુભુતિ થઇ ચુકી હોય એને અધ્યાત્મ કદી છોડે નહીં આપણો અધ્યાત્મ વારસો એક અદ્ભુત આત્મવિજ્ઞાન છે.
      તુલસી એવોર્ડ પ્રાપ્ત કરનારા વારાણસીના શ્રી કૃષ્ણાનંદ ત્રિપાઠીજીએ રામચરિત માનસમાં આચાર્ય કોણ અને એમનું કર્તવ્ય શું એના વિષે તુલસીદાસજીનું દર્શન વણાવ્યું. તુલસીએ લક્ષ્મણજીને આચાર્યપદે સ્થાપ્યા છે. લક્ષ્મણીજી કઠોર જણાય છે પણ એમની વાણીમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભકિતનો સમનવય છે.
      વ્યાસ એવોર્ડ પ્રાપ્ત કરનારા અમદાવાદના શાસ્ત્રી શ્રી યોગેશભાઇ મહેતાએ પોતાના વકતવ્યમાં શ્રીમદ્ ભાગવતની વ્યાખ્યા આપતા જણાવ્યું કે શ્રીમદ્ ભાગવત એ શાસ્ત્ર છે જેમાં ભગવાન, ભકત અને ભકિતએ ત્રણેનો મહિમા છે. જેમ રામાયણના ભકત શિવ છે એમ ભગવાનના વકતા પણ શીવ છે કારણે શ્રી શુકદેવજી સ્વયં શીવનો અવતાર છે.
      ભગવવાન શ્રી કૃષ્ણ જ્ઞાન શકિત અને આનંદરસ એ ત્રણેસના સમન્વયને સમો પૂર્ણતતાર છે. શ્રી રામ અને શ્રી કૃષ્ણને બન્નેમાં ક્રિયા શિત અને જ્ઞાન શકિત એ બન્ને છે. ક્રિયા શકિત બહારની આપત્તિ ઓછી રક્ષણ કરે છે જયારે અંદરની આપત્તિઓથી જ્ઞાનશકિત રક્ષણ કરે છે. સત તત્વ એટલે ક્રિયા શિકત અને ચિત્ એટલે જ્ઞાન શકિત ભગવાન સત્ચિત અને આનંદ રૂપ છે એટલે ભાવતના શ્રી કૃષ્ણ ત્રણેના સમનવય સમાન પૂર્ણાતતાર છે.
      સંચાલન હરિશ્ચન્દ્ર જોશીએ કર્યું હતું.  શ્રોતાઓએ તમામ વકતાઓના પ્રવચન માણીને ધન્યતા અનુભવી હતી.
_________________________________________________________________________________
૨૦૧૭ ના વર્ષનો વ્યાસ એવોર્ડ અમદાવાદના શ્રી શાસ્ત્રીજી યોગેશભાઈ જે. મહેતાને પૂ. મોરારી બાપુના હસ્તે અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા.
આ અવસરે શાસ્ત્રી યોગેશભાઈએ પ્રાસંગિક ઉદબોધન કરેલ જેના અંશો અત્રે પ્રસ્તુત છે.

  • ભગવાન, ભક્ત અને ભક્તિનો મહિમા જેમાં વર્ણવામાં આવ્યો છે તે શાસ્ત્ર શ્રી મદભાગવત છે.
  • ભક્તિ એ ભગવાન અને ભક્તને એક કરે છે.
  • શુકદેવજી શિવનો અવતાર છે.
  • ભગવાન, ભક્ત અને ભગવાન અને ભક્તિને જોડનાર ભક્તિનો મહિમા જેમાં છે તે ભાગવદ છે.ભક્તિ એટલે મહાત્મય સ્નેહપૂર્વકનું જ્ઞાન.
  • પ્રભુનું જ્ઞાન જ ભક્તને ભયમુક્ત બનાવે છે, આ જ્ઞાન ભક્તને જગતથી ભયમુક્ત બનાવે છે પણ સાથે સાથે ભગવાનનો ભય ઉત્પન્ન કરે છે. ભક્તને ભગવાનથી ભય રહે છે કે જો હું આવું કરીશ તો ભગવાન નારાજ થશે.
  • ભક્તિ એ સ્નેહ  છે  અને આ સ્નેહ એવો સ્નેહ છે જે મહાત્મય પૂર્ણ હોય.
  • શ્રી રામ અને શ્રી કૃષ્ણ પરબ્રહ્મના પૂર્ણ અવતાર છે.
  • શ્રી કૃષ્ણનો અવતાર ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ અને આનંદ શક્તિ સાથે થયેલ અવતાર છે અને તેથી તેને પૂર્ણ અવતાર કહેવાય છે.
  • શ્રી રામનો અવતાર પણ પૂર્ણ અવતાર છે, તેમાં ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ અને આનંદ શક્તિ સાથેનો અવતાર છે.
  • બહારના દુઃખોનું નિવારણ ક્રિયા શક્તિથી થાય છે અને અંદરના દુઃખોનું નિવારણ જ્ઞાન શક્તિથી થાય છે.
  • સત તત્વ એટલે ક્રિયા શક્તિ, ચિત તત્વ એટલે જ્ઞાન શક્તિ અને આનંદ તત્વ એટલે રસ જેનો સીધો સંબંધ ભક્તિ સાથે છે.
  • હ્મદયમાં જે કંઇ હોય તેને બહાર કાઢી શકાય પણ હ્મદયને બહાર કાઢી ન શકાય.
  • ભક્તિ ભગવાનનું હ્મદય છે, ભક્તિ ભગવાનના હ્મદયમાં નથી.
  • જ્યાં સંબંધ છે ત્યાં સ્વીકાર છે પણ જ્યાં સ્નેહ છે ત્યાં અંગીકાર છે.
  • જો કોઈ આપણને પેંડો આપે અને આપણે એ પેંડો લઈએ તો એ સ્વીકાર છે કારણ કે આપણે તે પેંડાને ખાધ્યા વિના બીજે મુકી શકીએ, બીજાને આપી શકીએ.પણ જો આપણે તે પેંડાને ખાઈ જઈએ તો તે પેંડાનો અંગીકાર છે.
  • સ્વીકારનો ત્યાગ થઈ શકે પણ જેનો અંગીકાર કર્યો છે તેને દુર ન કરી શકાય.
  • જે સ્વ નથી તેને સ્વ બનાવવું એ સ્વીકાર છે પણ જે સ્વ નથી તેને સર્વસ્વ બનાવવું એ અંગીકાર છે.
  • અર્જુન પણ ભગવાનનો નરાવતાર છે.
  • દુઃખોથી નિવૃત્તિ  થાય એ મોક્ષ નથી પણ દુઃખોથી નિવૃત્તિ થાય અને સાથે સાથે રસાનુભૂતિ થાય એ ભક્તિ છે.
  • ભક્તિ એ એક રસ છે.
  • ભગવાન પોતાના ભક્તો માટે અવતાર લે છે.
  • ઐશ્વર્ય પ્રધાન લીલાઓમાં સ્નેહનું પાસુ થોડું ઢંકાય છે જ્યારે માધુર્ય પ્રધાન લીલાઓમાં મહાત્મયનું પાસુ થોડું ઢંકાય છે.
  • વેદ એ સ્વામી છે જેની ભાષા આજ્ઞાની ભાષા છે.
  • પુરાણ સખા છે જેની ભાષા સમજાવવાની ભાષા છે, તેની વાણી હિતકારી વાણી છે, તેમાં વિસ્તાર પૂર્વક વાત કહેવાય છે.
_________________________________________________________________________________

Enjoy full video of the programme. 

પૂ. મોરારી બાપુનો તુલસી એવોર્ડ - ૨૦૧૭ અવસર નિમિત્તેનું પ્રાસંગિક સંબોધન માણવા માટેની લિંક

No comments:

Post a Comment